SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અવિભક્ત થાય છે. આ દિશા-પરિવર્તન થતાં સાધનાની શરૂઆત થાય છે. જીવનભર આપણે અનેક પ્રવૃત્તિઓ કરતા હતા તેમાંથી કોઈ પણ આપણને ગંતવ્ય સ્થાને લઈ જનાર ન હતી કારણ કે મૂળમાં જ દિશા ખોટી પકડી હતી. સાચી દિશામાં જ્યાં સુધી પ્રયાણ ન થાય ત્યાં સુધી લક્ષ્ય ઉપર પહોંચવાની વાત જ કેવી રીતે થાય ? આપણી અંદર સુખનો સાગર પડેલો છે જે આપણું અસ્તિત્વ છે. તેમાં કેટલાય તરંગો ઊઠે છે અને કેટલાય તરંગો વિરમે છે. સાગરમાં એક પછી એક મોજાં આવતાં રહે છે. ઊછળતાં-કૂદતાં મોજાં છેવટે કિનારે પહોંચતા પહોંચતામાં તૂટી-ફૂટીને સાગરમાં વિલીન થઈ જાય છે. આપણે તરંગો ઉપર સવાર થઈને જીવ્યા કર્યા કરીએ તો ક્યાંય ન પહોંચી શકીએ. તરંગોની નિયતિ છેવટે જીર્ણશીર્ણ થઈને તૂટી જવાની છે. આપણે આપણા અસ્તિત્વને પામવાનું છે જેમાંથી આ બધા તરંગો ઊઠે છે. આપણે અસ્તિત્વને ઓળખવાનું છે. અસ્તિત્વ એ આપણું મૂળ સ્વરૂપ છે. અસલી સ્વરૂપને પામવા માટે આપણે અસ્તિત્વના સાગરમાં ડૂબકી મારવાની છે. એક વાર સાગરનાં ઊંડાણ જોયા પછી તરંગો આપણને કયારેય પ્રભાવિત નહિ કરે. ક્ષણે ક્ષણે ઊછળતા, તૂટતા-ફૂટતા તરંગો એ આપણો સ્વભાવ નથી. આપણા જીવનની પ્રવૃત્તિઓ અને બધી મથામણ તરંગોના જેવી ક્ષણજીવી છે. વાસનાઓના તરંગો ઉપર સવાર થયેલું જીવન છેવટે તરંગોની જેમ જ જીર્ણ-શીર્ણ થઈને ફીણ ફીણ થઈને છેવટે નષ્ટ થઈ જાય છે. વાસ્તવિકતામાં અસ્તિત્વનો સાગર આપણું સ્વરૂપ છે, નહિ કે ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા અને નષ્ટ થતા તરંગો. આપણી વિકાસયાત્રા અસ્તિત્વના સાગર પ્રતિ છે. એ આપણી સાધનાનો માર્ગ છે. સાધનાના ક્ષેત્રમાં એક વાર ચેતનાની દિશાનું પરિવર્તન થઈ જાય અને તે અંતર્મુખી થઈ જાય પછી પ્રશ્ન રહે છે ચેતનાની અખંડિતતાનો અને એકાગ્રતાનો. દિશા પરિવર્તન થઈ ગયા પછી એ પ્રશ્ન એટલો મુશ્કેલ નથી. ચેતના એકાગ્ર થતાં તે સહજ રીતે સાધ્ય સાથે તન્મય થઈ જાય છે. અધ્યાત્મના ક્ષેત્રમાં તો શું પણ ભૌતિક ક્ષેત્રમાં પણ ચેતનાની – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy