SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સફળતા મેળવવા. ગણિત હોય કે છે. જે લોકો એ એકાગ્રતા ખૂબ મહત્ત્વની છે. કલા હોય કે શિલ્પ હોય, ગણિત હોય કે બીજી કોઈ અન્ય બાબત હોય પણ સફળતા મેળવવા માટે એકાગ્રતાની ખૂબ જરૂર રહે છે. જે લોકો એકાગ્રતા સાધી શક્યા, પોતાના ધ્યેય સાથે તન્મય થઈ શક્યા તેઓ જ પોતે પોતાના ક્ષેત્રમાં સફળ થઈ શક્યા છે. ચેતનાની ધારા એક વખત એકાગ્ર થઈને પોતાના લક્ષ્ય તરફ વહેવા લાગે છે પછી લક્ષ્યવેધ થતાં વાર નથી લાગતી. અધ્યાત્મના ક્ષેત્રમાં લક્ષ્ય છે આપણું અસ્તિત્વ જે આપણું મૂળ સ્વરૂપ છે. તેની સાથે તન્મય થતાં અભેદ સધાય છે પછી કંઈ સાધવાનું રહેતું નથી. અસ્તિત્વમાં અનંત સુખનો સાગર લહેરાય છે. ત્યાં અનંત આનંદ ઊમટી રહ્યો છે. પણ આપણી મુશ્કેલી એ છે કે આપણે હંમેશાં અસ્તિત્વને ભૂલીને તેના પરિણમન સાથે તાદાભ્ય સાધીએ છીએ તેથી આપણી સફર કયારેય પૂરી થતી નથી. જીવનભર રખડવા છતાંય આપણે આપણા લક્ષ્યથી કેટલાય દૂર રહી જઈએ છીએ અને સાચું સુખ, સાચી. શાંતિ આપણે કયારેય પ્રાપ્ત કરી શકતા નથી. ઘણીવાર તો એવી વિષમ પરિસ્થિતિ સર્જાય છે કે લક્ષ્ય તો કયાંય રહ્યું અને આપણે ઊલટાના તેનાથી વધારે દૂર નીકળી ગયા હોઈએ છીએ. અમૂલ્ય માનવ-ભવ પામીને જો આપણે વિકાસ ન સાધીએ, જીવનના લક્ષ્ય પ્રતિ ગતિ પણ ન કરી શકીએ તો તેના જેવી બીજી કરુણતા શું હોઈ શકે ? ' આપણું અસ્તિત્વ જે મૂળ વાત છે તે મહદંશે અવ્યક્ત રહે છે તેથી આપણે તેનાથી અજ્ઞાત રહીએ છીએ. આપણી પરિણતિ ઇચ્છાઓ, આશાઓ, વાસનાઓ, નિરાશા અને હતાશાઓ સાથે થયા કરે છે. આપણે તેને જ સત્ય માનીને જીવીએ છીએ. આ જીવન ફક્ત સપાટી ઉપરનું હોય છે. અસ્તિત્વમાં આપણે કયારેય ડૂબકી મારતા નથી તેથી આપણે અપૂર્ણના અપૂર્ણ જ રહીએ છીએ. જે ક્ષણજીવી છે તેની પાસે આપણે શાશ્વતતા ઝંખીએ છીએ. જે સ્વભાવથી નાશવંત છે તેની પાસે અમૃતની ઝંખના રાખીએ છીએ. જેની પાસે કંઈ જ નથી તેની પાસે સર્વ કંઈની અપેક્ષા રાખીને હાથ લંબાવીને ઊભા રહીએ છીએ. જીવનભર આપણે હોંશે હોંશે જે ભાર વેંઢારીને ફરીએ છીએ તેની કંઈ કિંમત નથી. સાધનાનો મર્મ ૫ - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy