________________
"ગુરુજી, તમે બધાને ધ્યાન શીખવો છો, ભણાવો છો, ઉપદેશ આપો છો તો મને પણ એ બધું શીખવાડો.”
મોકુરાઇએ થોડોક સમય તો તેની વાત ધ્યાન ઉપર લીધી નહિ, પણ પછી તેની તાલીવેલી જોતાં તેમણે શિષ્યને કહ્યું
"જા, એક હાથની તાળીનો શબ્દ સાંભળી લાવ, પછી તને આ બધું સમજાવીશ.”
શિષ્ય એક હાથની તાળીના અવાજની શોધમાં નીકળી પડ્યો પણ પછી વિચારવા લાગ્યો - એક હાથે તાળી કેવી રીતે પડે? અવાજ પેદા થવા માટે કંઈ શબ્દ જોઈએ - કંઈ સંઘર્ષ થવો જોઈએ. વિના સંઘર્ષ, વિના શબ્દ એક હાથથી તાલી પડે કેવી રીતે અને તેનો અવાજ સંભળાય કેવી રીતે ? વિચારમાં તે ગરકાવ થઈ ગયો પછી તેને લાગ્યું કે આમાં હાથ મહત્ત્વનો નથી કારણ કે એક હાથથી કંઈ થઈ શકે નહિ. પ્રશ્ન છે સંઘર્ષ વિના પેદા થતા અવાજને પકડવાનો - શબ્દ વિના પેદા થતા અવાજને ગ્રહણ કરવાનો. એમ ચિંતનમાં ગરકાવ થઈને જંગલમાં એક ઝાડ નીચે બેઠો હતો ત્યાં તેને ઝાડમાંથી કંઈ અવાજ નીકળતો હોય તેમ લાગ્યું. તે સીધો દોડ્યો ગુરુ પાસે. તેની અંદર આનંદ સમાતો ન હતો. ગુરુ પાસે આવીને બોલ્યો,
"ગુરુજી, મેં એક હાથની તાળી સાંભળી, એક હાથનો શબ્દ સાંભળ્યો."
ગુરુએ પૂછ્યું, "બતાવ, કેવી રીતે ? ક્યાં તને આવો શબ્દ સાંભળવા મળ્યો ?”
શિષ્ય કહે - "ઝાડમાંથી અવાજ આવતો હતો. પૂબ ધીમો હતો, પણ કોઈની સહાય વિના અવાજ નીકળતો હતો.”
ગુરુએ કહ્યું, "જા ભાગ. પાછો જા. ફરીથી શોધ. ઝાડમાંથી શબ્દ, નીકળવાની વાત ખોટી છે.”
શિષ્ય ફરીથી જંગલમાં ફરવા લાગ્યો. ઠેર ઠેર કાન માંડીને ઊભો રહે અને વિચાર કરે. એક ઝરણા પાસે પાણી પીવા ઊભો રહ્યો હતો ત્યાં તેને વહેતા ઝરણાનો અવાજ સંભાયો. શિષ્ય વળી ખુશ થતો ગુરુ પાસે આવી બોલ્યો - મોનની શક્તિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org