SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સરકારી વકી અભિગમ * * પાઠક કરે છે ! રાજાએ તુરત જ હુકમ કર્યો કે આ સ્વપ્ન-પાઠકને જેલમાં મોકલી આપો. તેણે મને સવારના પહોરમાં દુઃખી દુઃખી કરી નાખ્યો. મંત્રીઓએ પણ રાજાની વાતમાં સૂર પુરાવ્યો અને તેમણે ફરમાવેલી સજાનું સમર્થન કર્યું. રાજાની ગ્લાનિ દૂર કરવા માટે મંત્રીઓએ બીજા સ્વપ્ન-પાઠકને બોલાવ્યો અને તેનો અભિપ્રાય માગ્યો. બીજો સ્વપ્ન પાઠક પહોંચેલો હતો. તેણે વિચાર કરી ઉત્તર આપ્યો : "રાજનું સ્વપ્ન ઘણું શુભ છે. સ્વપ્નનો સંકેત છે કે તમારું આયુષ્ય લાંબું છે. તમે ઘણાં વર્ષો રાજ કરશો અને પ્રજાના યોગક્ષેમનું વહન કરશો. તમારા શાસન દરમ્યાન, તમારા લાંબા જીવન દરમ્યાન તમે ઘણા અવનવા પ્રસંગોના સાક્ષી બનશો, પરિણામે તમારું ચિત્ત અંતે પ્રભુ તરફ વળશે. રાજનું સ્વપ્ન તમારા જીવનને બદલી નાખશે અને તમને પરમાત્માની અભિમુખ કરશે.' રાજા પ્રસન્ન થઈ ગયો. સ્વપ્ન-પાઠકને મોટું ઈનામ આપી પ્રશંસા કરી વિદાય કર્યો. જરા વિચાર કરીએ તો લાગશે કે બન્ને પાઠકોએ વાત તો એકની એક જ કહી હતી પણ શબ્દોમાં ફેર હતો, રજૂઆતમાં ભિન્નતા હતી. સાધનામાર્ગમાં ઘણીવાર આવું જોવા મળે છે કે એકની એક વાત વિવિધ રીતે રજૂ થઈ હોય. એમાંય જ્યારે એ વાત જુદા જુદા ધર્મપુરુષોએ રજૂ કરી હોય ત્યારે તો લોકો તેને તદ્દન ભિન્ન ગણે છે એટલું જ નહિ પણ પરસ્પર વિરોધી માને છે. જરૂર છે વસ્તુના હાર્દ સુધી પહોંચવાની અને વાત ઉપર વિચાર કરવાની. જ્યારે શ્વાસ નિરીક્ષણની વાત કરવામાં આવે છે ત્યારે ઘણાને લાગે છે કે આ સાધના બૌદ્ધોની છે. જૈન યોગમાં શ્વાસ ઉપર ધ્યાન આપવામાં આવ્યું નથી. મૂળ વાત છે મનને શાંત કરવાની અને તે માટેની સાધનાના વિવિધ માર્ગો છે. કોઈએ એક વાતને વધારે મહત્ત્વની ગણી તો બીજાએ વળી અન્ય બાબત ઉપર જોર દીધું. વેદાન્તમાં પણ શ્વાસની વાત તો કરવામાં આવી છે પણ તે જુદી રીતે રજૂ થઈ છે. અષ્ટાંગયોગમાં - ૪૦, – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy