________________
અને મોક્ષનો હેતુ મન થઈ શકે નહિ. જેની અતિ જ ક્ષણિક છે તે આ જવાબદારી વહન ન કરી શકે. બંઘન અને મોક્ષનો હેતુ કષાયો છે - રાગ-દ્વેષ છે જેનો પ્રવાહ છેક અંદરથી આવીને મનને ઉત્તેજિત કરે છે. જે સંસ્કારો-વાસનાઓ અંદર પડી છે તે ઊભરાયા કરે તે બંધન છે અને જો તે સંસ્કારો-રાગ-દ્વેષ ક્ષીણ થયા કરે તો તે મુક્તિ તરફ લઈ જાય છે. આમ, મૂળ કારણ કષાયો છે પણ તે પરોક્ષ રહે છે જ્યારે મન પ્રત્યક્ષ રહે છે તેથી ઉપચારથી મનને બંધન અને મોક્ષનું કારણ કહેવામાં
આવે છે.
મનનું સતત સર્જન અને વિસર્જન થાય છે તેથી તેનું અસ્તિત્વ કાયમ આપણને વર્તાય છે પણ વાસ્તવિકતામાં તે પ્રવાહથી વિશેષ નથી. જેમ ઝડપથી ફરતા પંખાનાં પાંખિયાં એક લાગે, ફિલ્મમાં લેવાતી તસ્વીરો ઉપરાઉપરી લેવાય છે તેથી ફિલ્મમાં આપણને ગતિ લાગે છે અને બધું એક જ હોવાનો ભાસ થાય છે તેમ મનનું પણ છે. તેના સર્જન અને વિસર્જનમાં એક પ્રકારનું સાતત્ય છે જેથી તેનું સ્વતંત્ર અસ્તિત્વ લાગે છે પણ વાસ્તવિક્તામાં તેમ નથી. જો તેના સર્જન-વિસર્જન કરતા પ્રવાહને આપણે કયાંક રોકી દઈએ તો મન શાંત થઈને પછી ધીમે ધીમે સમાપ્ત પણ થઈ શકે છે. સાધનાનો માર્ગ મનના આ સ્વરૂપને આધારે તો નક્કી થાય છે. જો મનની શાંતિ હાંસલ કરવી હોય તો મનના સર્જન-વિસર્જનના આ પ્રવાહને આપણે રોકવો પડશે. આ પ્રવાહ જેટલો વેગવંતો હશે એટલું મન વધારે ચંચળ થશે અને અશાંતિ લાગશે. આ પ્રવાહને બંધ ન કરી શકીએ તો પણ જો તેને આપણે ક્ષીણ કરી શકીશું, તેના વેગને ઓછો કરીશું તો પણ મનની ચંચળતા ઘટી જશે અને મન શાંત થતું જશે. શાંતિ માટે ઝંખતા લોકો એકવાર મનના સ્વરૂપને બરોબર સમજી લે તો શાંતિ મેળવવાનું કાર્ય તેમને માટે એટલું દુષ્કર નહિ રહે. શાંતિ બહારથી કદી મળતી નથી; શાંતિની નિષ્પત્તિ કરવી પડે છે.
– –
૪
–
– મહાવીરની સાધનાનો મર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org