SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ (ચ ) કાયસંવર િિહ પુરાણા જમાનાની વાત છે. એક રાજાને ચાર રાણીઓ હતી. રાજા પ્રવાસમાં ગયા અને સમય ધાર્યા કરતાં વધારે લાગ્યો તેથી ચારેય રાણીઓએ ખેપિયા મારફતે પોતપોતાના પત્રો મોકલાવ્યા. રાજા પ્રવાસેથી પાછા ફર્યા અને કુટુંબનો નાનકડો દરબાર ભરાયો ત્યાં તેમણે કીમતી ઘરેણાં અને આભૂષણોનો ઢગલો કર્યો. તેમાંથી એક અમૂલ્ય હાર મોટી રાણીને આપ્યો. મોટી રાણી રાજી રાજી થઈ ગઈ. પછી સુવર્ણનું એક સુંદર કડું કાઢીને બીજી રાણીને આપ્યું. તે પણ કહું જોઈ ખુશ થઈ ગઈ. કડું બેનમૂન હતું. ત્યાર પછી નૂપુરની એક જોડી કાઢીને ત્રીજી રાણીને આપી. નૂપુરની નાજુક ઘંટડીઓનો રણકાર સાંભળી રાણીનું દિલ પણ નાચી ઊઠ્યું. ત્યાર પછી ઘરેણાંનો જે ઢગલો બાકી રહ્યો હતો તે રાજાએ નાની રાણીને લઈ જવા કહ્યું. આ વાત સાંભળતાં જ ત્રણેય રાણીઓ ગુસ્સામાં આવી ગઈ અને તેમણે રૂસણાં લીધાં. રાજા ગમે એટલું મનાવે પણ માને નહિ. રાણીઓ કહે તમે અમને અન્યાય કર્યો છે. નાની રાણી તરફ પક્ષપાત રાખ્યો છે. છેવટે રાજાએ આ વાત મંત્રીપરિષદ સમક્ષ રજૂ કરવાનો નિર્ણય કર્યો અને બધી રાણીઓએ મને-કમને તે બાબત સ્વીકારી. મંત્રીપરિષદ સમક્ષ આખી વાત રજૂ થઈ. દરેક રાણીએ પોતપોતાની રીતે રાજાના પક્ષપાતભર્યા વલણની સામે ફરિયાદ કરી. છેલ્લે – ૨૨ – – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy