________________
આપણે થોડાક સાવધ હોઈએ તો રોકી શકીએ અને મોટા વિનાશમાંથી
ચી જઈએ. આપણા વ્યક્તિત્વ ઉપર પ્રભાવ પાડનાર જે આગંતુક રેબળો છે તેને નિમિત્તો કહે છે. તેથી તો આપણાં ધર્મશાસ્ત્રો સારાં નમિત્તો સેવવાની ભલામણ કરે છે અને ખરાબ નિમિત્તોથી દૂર રહેવાનો બાગ્રહ રાખે છે. આમ, વ્યક્તિત્વનું નિર્માણ ઘણી બાબતો ઉપર આધાર
એ છે. એ રીતે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ નિતાન્ત એકલી નથી કે ૪ના ઉપર આ બધાં પરિબળોની અસર જ ન થાય. સાધનામાર્ગ ઉપર આગળ વધવા માટે વિશિષ્ટ વ્યક્તિત્વ પણ ખૂબ આવશ્યક છે. દેખીતી રીતે વ્યક્તિત્વને સાધના સાથે સીધો સંબંધ નથી દેખાતો પણ પરોક્ષ રીતે એની આપણા ઉપર એટલી તો ગાઢ અસરો રહે છે કે તેની અવગણના કરીને આપણે આગળ ન વધી શકીએ. સમાજમાં મનુષ્યની ઉત્પત્તિ માતા-પિતા દ્વારા થાય છે, પણ તે ઉછરે છે. સમાજમાં. મનુષ્યના વ્યક્તિત્વનું નિર્માણ કરવામાં ઘણાં બધાં પરિબળોનો ફાળો છે. આ બધાં પરિબળોનો ખ્યાલ રાખીને મનુષ્ય પોતાના વ્યક્તિત્વનો વિકાસ સાધવાનો છે.
મહાવીરની સાધનાનો મર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org