SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જિન” કહેવામાં આવે છે તેનો ઘણો ફાળો રહે છે. જેનેટિક સસ્કારોનો પણ વ્યક્તિત્વના નિર્માણ ઉપર ઘણો પ્રભાવ છે. “જિન”ની અસર સ્વભાવ ઉપર પડે છે એટલું જ નહિ, શરીરના બંધારણ ઉપર તેમજ રોગો ઉપર પણ પડે છે. કેટલીક બીમારીઓ આનુવંશિક હોય છે. જે “જિન” બાળકને આનુવંશિકતા દ્વારા મળ્યું હોય છે તેની અસર બાળકના શરીર તેમજ માનસ ઉપર ઘણી હોય છે. એ અસરમાંથી મુક્ત થવું સહેલું નથી હોતું પણ જો વ્યક્તિ સાવધાન હોય તો કાળે કરીને તેમાં પણ ઘણું પરિવર્તન થઈ શકે છે. આને પૈતૃક પરંપરા કહેવામાં આવે છે જે વારસામાં ચાલી આવે છે. અમુક માતા-પિતાનું બાળક અમુક કાર્ય નહિ જ કરી શકે. એ જ રીતે પર્યાવરણની આસપાસના વાતાવરણની પણ આપણા ઉપર ઘણી અસર પડે છે. આપણા વ્યક્તિત્વના નિર્માણ ઉપર તેનો ઘણો પ્રભાવ પડે છે માટે બાળકને પહેલેથી જ અનુકૂળ વાતાવરણ મળી રહે તે અંગે મા-બાપે સાવધ રહેવું પડે. બાળકને પડોશમાં-શાળામાં ઇત્યાદિ સ્થળોએ કયું વાતાવરણ મળે છે તેનું ધ્યાન રાખવાની અને જરૂર લાગે તો તે બદલાવી નાખવાની ફરજ મા-બાપને શિરે હોય છે. બાળક તો શું પણ મોટી વ્યક્તિઓ પણ વાતાવરણની અસરથી મુક્ત નથી હોતી. જેવું વાતાવરણ હોય તેને અનુરૂપ માણસ પોતાને બનાવી લે છે. જો પુખ્ત ઉમરની વ્યક્તિ પણ સજાગ ન હોય તો ધીમે ધીમે વાતાવરણને અનુરૂપ જ બની જાય છે. તેથી માણસે બને એટલા સ્વચ્છ અને સદાચારી વાતાવરણમાં રહેવું જોઈએ. એવા માણસોનો જ સંગ કરવો જોઈએ કે જે સુંદર વ્યક્તિત્વના નિર્માણમાં સહાય કરી શકે. જે સ્થળોનું વાતાવરણ કલુષિત હોય, જે લોકોનું આચરણ યોગ્ય ન હોય તેનાથી વ્યક્તિએ દૂર રહેવું જોઈએ. આમ, આપણે જોઈ ગયા કે માણસના વ્યક્તિત્વ ઉપર મૌલિક મનોવૃત્તિઓ તેમજ અર્જિત-પાછળથી પ્રાપ્ત કરેલી આદતો અને વાતાવરણનો ઘણો આધાર રહે છે. મૌલિક મનોવૃત્તિઓને બદલી તો શકાય છે, પણ તે વધારે પ્રયાસ માંગી લે છે. તે માટે વધારે સજાગ રહીને પુરુષાર્થ કરવો પડે. પણ અર્જિત આદતો જે આગંતુક છે તેને તો વ્યક્તિત્વનું નિર્માણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy