SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ થયેલી છે. આત્માની અનંત સંપદાનો આપણે આવિર્ભાવ કરી શક્તા નથી કારણ કે તેની આડે એક અતિ સૂક્ષ્મ શરીર આવેલું છે. આ અતિ સૂક્ષ્મ શરીર અનંત શક્તિઓને અવરોધે છે અને તેને પ્રગટ થવા દેતું નથી. સને જબરી ચોટ લાશો બહાર પણ તેની સાથે શરીર કમે આ સૂક્ષ્મ શરીર અનેક ક્ષમતાઓનો સંગ્રહ કરીને બેઠેલું છે. એમાં સારી બાબતો છે તો નરસી બાબતો પણ છે. આ સૂક્ષ્મ શરીરને તત્ત્વજ્ઞો કર્મ શરીર તરીકે ઓળખે છે. જેમ જેમ આત્મા જાગૃત થતો જાય છે તેમ તેમ તે આ કર્મ શરીરના આવરણને છિન્ન ભિન્ન કરવા લાગે છે. જ્યારે આત્મશક્તિ પ્રબળ થાય છે ત્યારે તે પોતાને આચ્છાદિત કરનાર આવરણને સહન નથી કરતી. આત્મશક્તિનો આ કર્મ શરીર ઉપર પ્રહાર થતાં તેને એવી જબરી ચોટ લાગે છે કે તે જર્જરિત થવા લાગે છે અને અંદરથી વધારે ને વધારે તેજ કિરણો બહાર આવવા લાગે છે. કર્મ શરીર તો સૂક્ષ્મતર શરીર છે પણ તેની સાથે વળી એક સૂક્ષ્મ • શરીર પણ રહેલું છે. આ શરીરને તૈજસ શરીર કહે છે. આ શરીર કર્મ શરીર કરતાં થોડુંક સ્થળ છે પણ આમ તો ઘણું સૂક્ષ્મ છે. આપણા શરીરમાં જેટલી પ્રાણશક્તિ છે. જેટલી ઊર્જા છે તે બધીનું સંગ્રાહક આ તૈજસ શરીર છે. પ્રાણશક્તિનું આ કેન્દ્ર છે. ઊર્જા શક્તિનું જાણે કે આ જનરેટર છે. આ શરીરની સહાય વિના આપણું શરીર તેનું તાપમાન જાળવી શકે નહિ. તેના વિના આપણે ખાધેલો ખોરાક પચાવી શકીએ નહિ. તેની સહાય વિના શરીરમાં લોહીનું ભ્રમણ થઈ શકે નહિ અને શ્વસનતંત્ર પણ થંભી જાય. આ બને સૂક્ષ્મ શરીરો કેવળ શક્તિ સ્વરૂપે આપણી સાથે રહે છે તેથી તેને નજરે જોઈ શકાતાં નથી. આ બન્ને શરીરો હાડ-માંસમાંથી બનેલાં નથી. તેને કોઈ આકાર નથી કે અંગઉપાંગ નથી, તેથી આપણા સ્થૂળ શરીરને જે રીતે આપણે જોઈએ છીએ તે રીતે તેમને જોઈ શકાતાં નથી. આ બન્ને શરીરો, જીવ જ્યારે દેહ છોડે છે ત્યારે જીવની સાથે પરલોકમાં પણ જાય છે. આ બન્ને શરીરો આત્મા સાથે એટલાં તો ઓતપ્રોત થઈ ગયાં છે કે તેને છૂટાં પાડવાનું કામ ઘણું દુષ્કર છે. આ શરીરનો સહયોગ ૧૭ – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy