________________
શબ્દ તો નાનો લાગે છે પણ તેને હજાર રૂપ છે. રાગ અને દ્વેષ તેના મુખ્ય સૂત્રધારો છે અને તે મોહની જાળ એવી તો બિછાવે છે કે જીવને ખબર પણ પડતી નથી અને તે તેમાં ગૂંથાતો જાય છે. વાસ્તવમાં પ્રવૃત્તિ એ સ્થૂળ છે પણ તેની પાછળ ખરો દોરીસંચાર મોહનો હોય છે. આમ જોઈએ તો કર્મ શરીરનું હાર્દ મોહ છે. પ્રવૃત્તિના નિરોધથી – કાયસંવરથી કર્મ શરીરની કર્મ પરમાણુઓની આયાત તો બંધ થઈ ગઈ. ચંચળતાનો ચક્રવ્યૂહ તો તૂટયો પણ તેનો સૂત્રધાર મોહ તો હજુ અકબંધ બેઠેલો છે. તેને નિર્બળ કર્યા વિના અસ્તિત્વ સુધી પહોંચવાનો માર્ગ મળે નહિ. દુશ્મન સબળ હોય અને વળી જાગતો હોય ત્યાં તેને ઓળંગીને આગળ કેવી રીતે વધાય ? ભગવાન મહાવીરે વ્યવહારની ભૂમિકા ઉપર સંવરને અગ્રેસર કરી અને તે માટે સૌ પ્રથમ કાયસંવર ઉપર ભાર મૂક્યો; પણ તેઓ એટલેથી અટક્યા નથી. કર્મ શરીરના કિલ્લામાં આવતો પુરવઠો તો લગભગ બંધ થયો જેનાથી તે નિર્બળ પડતું ગયું પણ હજુ તેનો કિલ્લો સલામત હતો. મોહ, કર્મના ગઢનો અધિપતિ છે એટલે તેના ઉપર પ્રહાર કરવો રહ્યો. તેથી તેમણે આત્મદર્શનની વાત વિચારી. આ માટે તેમણે સાધનાકાળમાં ધ્યાનનો આશ્રય લીધો. તેઓ સતત ધ્યાનમાં રહેતા હતા અને અન્ય બાબતોથી સહેજ પણ લેપાતા નહિ. બહારથી તેઓ અડોલ થઈ ગયા અને અંદરથી પણ સ્થિર થઈ ગયા. આમ, તેમણે આત્માનું ધ્યાન આદર્યું. આમ, આત્મદર્શન થતાં મોહનાં મૂળ કમજોર થવા લાગ્યાં અને કર્મ શરીર ઉપરથી રાગ-દ્વેષની પકડ ઓછી થવા લાગી. આમ, ધ્યાનમાં આત્મદર્શન થતાં મોહનો વિલય થવા લાગ્યો અને મોહના કિલ્લાના કાંગરા એક પછી એક ખરવા માંડ્યા. રાગ-દ્વેષને તોડવા માટે આત્મદર્શન ખૂબ મહત્ત્વનું છે. જે વ્યક્તિ મોહને જીતવા માગતી હોય, અસ્તિત્વને પ્રગટ કરવા માગતી હોય, અસ્તિત્વને ઉદ્દીપ્ત કરવા માગતી હોય તેણે આત્માનું ધ્યાન કરવું જ રહ્યું. ભગવાન મહાવીરે વ્યવહારની ભૂમિકા ઉપર, કાયસંવર ઉપર ભાર મૂક્યો તો પારમાર્થિક ભૂમિકા ઉપર આત્મદર્શન ઉપર ભાર મૂક્યો. આમ, તેમની સાધનામાં કયાંય કોઈ નિર્બળ સ્થાન રહી જતું નહિ. મહાવીર નિરંતર પોતાના
૨૦
મહાવીરની સાધનાનો મર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org