SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સંવર અને થતી હતી નિર્જરા. આમ, તેઓ ધ્યેયથી દૂરના દૂર રહેતા હતા. પરિણામે હતાશ થઈને તેમણે દેહનો ત્યાગ કરવાનો વિચાર કર્યો અને તેમણે ઉપવાસ શરૂ કર્યા. મહર્ષિ ઉદ્દાલક જે જંગલમાં સાધના કરતા હતા ત્યાં એક વૃક્ષ ઉપર પોપટ રહેતો હતો. તે નિરંતર મહર્ષિની દિનચર્યા જોતો હતો. મહર્ષિને ઉપવાસ ઉપર ઊતરેલા જોઈ તેણે પૂછ્યું, "મહર્ષિ, ઉપવાસ કરીને શું પ્રાપ્ત કરવા માંગો છો ?” મહર્ષિએ કહ્યું, "બસ હવે દેહનો ત્યાગ કરીશ. મારો નિર્ધાર હતો. કાર્ય સાધયામિ વા દેતું પાતયામિ. કાર્ય સધાતું નથી, હવે દેહને જાળવીને શું કરું ?" પોપટ જ્ઞાની હતો તે હસવા લાગ્યો અને બોલ્યો, "ઋષિરાજ, શરીર તો આમેય એક દિવસ પડવાનું છે તેને પાડીને શું કરશો ? જે મરણધર્મો છે તેને મારવામાં આપને કોઈ ખાસ શ્રમ લેવો નહિ પડે. આપ અમૃત દ્વારા મૃત્યુ પર વિજય મેળવો તે સાધના છે. જે મરનાર છે, જેનો વિનાશ નિશ્ચિત છે તેને જલદીથી મારીને તમે કંઈ મેળવી શકશો નહિ. તમારો જન્મ વિફલ થઈ જશે." પોપટની વાણી સાંભળીને મહર્ષિની આંખ ખુલી ગઈ. અંદર એક ઝબકારો થયો, તેમણે ઉપવાસ કરવાનું છોડી દીધું અને અમૃતત્વ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે પોતાનું ધ્યાન આત્મા તરફ કેન્દ્રિત કર્યું અને તુરત જ નિર્વિકલ્પ સમાધિનો માર્ગ તેમને માટે મોકળો થઈ ગયો. ભગવાન મહાવીરની સાધનાપદ્ધતિને સમજવા માટે આ વાત બહુ ઉપકારક છે. ભગવાને ચિત્તાતીત અવસ્થાના નિર્માણ માટે પ્રવૃત્તિનો નિરોધ કર્યો અને કાયાનો સંવર કર્યો પણ આટલેથી વાત પૂર્ણ થાય તેમ ન હતી. તેમને પહોંચવું હતું અસ્તિત્વ સુધી અને તે માટે સૌથી મોટો અવરોધ હતો સૂક્ષ્મ શરીરનો-કર્મ શરીરનો. સ્થૂળ શરીરને તો તેમણે પ્રવૃત્તિનો વિરોધ કરીને-કાયાનો સંવર કરીને નિયંત્રણમાં લઈ લીધું. આમ, ચંચળતાના ચક્રવ્યુહ ઉપર તેમણે જોરદાર ફટકો માર્યો પણ કર્મ શરીર એમ કંઈ સહેલાઈથી નમતું આપે તેમ ન હતું. કર્મ શરીર અતિસૂક્ષ્મ છે અને તેના અસ્તિત્વને ટકાવવા માટે તેનો બીજો સહારો છે મોહ. મોહ કાયસંવર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy