________________
જૈનાચાર્યે ધ્યાન ઉપર ચિંતન કરીને જે નિષ્કર્ષ ઉપર આવ્યા છે તેનો પણ અહીં ઉલ્લેખ કરી લેવો ઈષ્ટ છે જેથી સાધક આ બાબત વધુ સ્પષ્ટ થઈ શકે અને સાધનાપથ ઉપર આગળ વધવામાં તેને યોગ્ય બળ અને માર્ગદર્શન મળી રહે.
ઉમાસ્વાતિ એક આલંબન ઉપર અંતઃકરણની વૃત્તિઓના નિરોધને ધ્યાન કહે છે. તેમના મતે અનાસક્ત ચેતના, અપ્રમત્ત ચેતના અને વીતરાગ ચેતના સહજ ધ્યાન છે. એનાથી વિપરીત અવસ્થા મનને જે ચંચળતા આપે છે તેનાથી અશાંતિ ઉત્પન્ન થાય છે જે ધ્યાન માટે અનુકૂળ નથી.
જિનભદ્રના મતે સ્થિત ચેતના ધ્યાન છે જ્યારે ચલચેતના ચિત્ત છે.
આચાર્ય અકલંક કહે છે કે જેમ પવન વિનાના પ્રદેશમાં પ્રજ્વલિત પ્રદીપની શિખા પ્રકંપિત નથી થતી તેમ નિરાકલ પ્રદેશમાં પોતાના વિશિષ્ટ વિર્ય (ઉત્સાહ) થી નિરુદ્ધ અંત:કરણની વૃત્તિ એક આલંબન ઉપર અવસ્થિત થઈ જાય તે ધ્યાન છે. તેમના મતે જ્ઞાન પણ વ્યગ્ર ચેતના છે જે આગળ જતાં સ્થિર થઈને ધ્યાન થઈ જાય છે.
આચાર્ય કુન્દ કુન્દ આત્માનું ધ્યાન કરવાનું કહે છે કારણ કે આત્મા જ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુક્ત છે. સાધનાની દષ્ટિએ આત્માના ત્રણ પ્રકાર ગણવામાં આવે છે : બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. ઈન્દ્રિય-સમૂહ બહિરાત્મા છે. આત્માનો અનુભવાત્મક સંકલ્પ - શરીર અને ઇન્દ્રિયથી ભિન્ન "હું" છું - એવા પ્રકારનો સંવેદનાત્મક સંકલ્પ અંતરાત્મા છે. કર્મ-મુક્ત પરમાત્મા છે. આ ત્રણેયમાં પરમાત્મા ધ્યેય છે. અંતરાત્મા દ્વારા બહિરાત્માને છોડવાનો છે. પરમાત્માનું ધ્યાન કરતાં સ્વયં પરમાત્મરૂપ બની જવાય છે. તેથી શુદ્ધ આત્માનું ધ્યાન કરવું જોઈએ. જે દ્રવ્ય ગુણ અને પર્યાયની દષ્ટિએ અને જાણે છે તે પોતાના આત્માને જાણે છે. અહીંનું ધ્યાન કરવાથી મોહ નાશ પામે છે. નિશ્ચય નયની દષ્ટિએ અહતું અને પોતાના આત્માના સ્વરૂપમાં કોઈ ભેદ નથી.
દશવૈકાલિક સૂત્રમાં જણાવવામાં આવ્યું છે કે આત્માને આત્માથી જુઓ. ધ્યાનકાળમાં ચિંતન અને દર્શન અને થઈ શકે છે પરંતુ ચિંતનાત્મક ધ્યાનની અપેક્ષાએ દર્શનાત્મક ધ્યાન વધારે મહત્ત્વનું છે. ધ્યાનસૂત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org