________________
એમ પાંચ વિભાગો થાય છે. મંત્રના જાપમાં “અ”નું ઉચ્ચારણ સ્વ કરવાનું છે. “હનું ઉચ્ચારણ દીર્ઘ હોવું જોઈએ. “'નું ઉચ્ચારણ દ્વત કરવાનું. દ્રુત એટલે ઝડપથી પણ ઝરતું-ગુંજતું. અહીં સુધીનો ધ્વનિ સ્થૂળ હોય પણ પછી પ્રત્યાવર્તન કરતાં કરતાં બિંદુ સુધી પહોંચતાં ધ્વનિ સૂક્ષ્મ થઈ જાય અને “નાદ’ સુધી પહોંચીએ ત્યારે તો ધ્વનિ સૂક્ષ્મતમ થઈ ગયો હોય. આમ આપણે હસ્વ માત્રાથી શરૂ કરીને અંતમાં સૂક્ષ્મતમ ધ્વનિ સુધી પહોંચીને વિરમવાનું હોય છે. સ્થૂળ ધ્વનિમાં એટલી શક્તિ નથી જેટલી સૂક્ષ્મ ધ્વનિમાં છે. પણ સૂક્ષ્મ ધ્વનિમાં પહોંચવાનો માર્ગ સ્થૂળથી શરૂ થાય છે. “અહમ્' મંત્રનો જાપ જો પૂર્ણ વિધિવત્ થાય તો તે ગ્રંથિભેદ કરી શકે છે.
અહમનું ઉચ્ચારણ નાભિથી શરૂ થાય છે. નાભિ ઉપર “અ” હસ્વ; હૃદય ઉપર “ઈનું ઉચ્ચારણ દીર્ઘ, તાલ ઉપર “” નું ઉચ્ચારણ કુત; પછી બિંદુ અને અર્ધચંદ્ર (નાદ)નું ઉચ્ચારણ કરતાં પ્રત્યાવર્તન થાય છે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ બનીને આજ્ઞાચક્રમાં થઈને બ્રહ્મરંધ્ર સુધી પહોંચે. ધ્વનિનાં સૂક્ષ્મ પ્રકંપનો આજ્ઞાચક્રમાં પહોંચતાં ગ્રંથિઓનું ભેદન શરૂ થાય છે. આપણા શરીરમાં સ્થૂળ ગ્રંથિઓ તો છે જ જેમાંથી સ્રાવો થાય છે અને એની આપણા ઉપર અસર પડે છે. પણ આપણા જીવનને સંચાલિત કરનાર માનસિક ગ્રંથિઓનું પણ મહત્ત્વ ઓછું નથી. આ માનસિક ગ્રંથિઓ ઘણી સૂક્ષ્મ હોય છે અને જીવન પ્રત્યેનો આપણો અભિગમ તેના ઉપર આધાર રાખે છે. આ સૂક્ષ્મ માનસિક ગ્રંથિઓનું સૂક્ષ્મ ધ્વનિનાં પ્રકંપનો ભેદન કરે છે. આ ગાંઠો ઊકલી જતાં જીવન પ્રત્યેનું આપણું વલણ બદલાઈ જાય છે. જૈનાચાર્યોએ આ વિષય ઉપર ઊંડું ચિંતન કર્યું અને એવી નિષ્પત્તિ ઉપર આવ્યા કે સમ્યફ દૃષ્ટિ, વિરતી (સંયમ) અને અપ્રમાદ જેવી અવસ્થાઓનું નિર્માણ પણ વિભિન્ન પ્રકારના ઉચ્ચારણોથી થતા ગ્રંથિભેદથી થઈ શકે છે. આમ, યોગ્ય રીતે કરેલા મંત્ર-જાપથી ગ્રંથિભેદ થાય અને ગ્રંથિભેદ થતાં જીવન પ્રત્યેનું આપણું વલણ બદલાઈ જાય અને તે બદલાતાં આપણું વર્તન પણ બદલાવા લાગે.
– મહાવીરની સાધનાનો મર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org