________________
| (નવ) મોનની શકિત હરિ છે
આપણે ચિંતન કર્યું શબ્દાતીત અવસ્થામાં પહોંચવાનું. શબ્દાતીત અવસ્થા એ જ વિકલ્પાતીત અવસ્થા છે. એ નિર્વિકારની સ્થિતિ છે અને મૌન દ્વારા વાફ-સંવર દ્વારા એ અવસ્થામાં પહોંચી શકાય એ વાત આપણે વિચારી ગયા. પણ વાફ-સંવર કેવી રીતે સધાય તે પણ મહત્ત્વનો પ્રશ્ન છે. શબ્દાતીત અવસ્થામાં પહોંચવા માટે પણ શબ્દનો સહારો લેવો પડે છે. આ માટે જે સંકલ્પ કરવો પડે છે કે જે સ્વાધ્યાય કરવો પડે છે તે પણ શબ્દને સહારે જ થઈ શકે છે. વાત વિરોધાભાસી લાગે છે પણ વાસ્તવિકતામાં એ વિરોધી નથી. વ્યવહારમાં એક ઉક્તિ છે કે કાંટાથી કાંટો નીકળે. એવી જ વાત અહીં પણ છે કે શબ્દથી શબ્દાતીત અવસ્થામાં પહોંચી શકાય. વિચારથી નિર્વિચારમાં પહોંચવાનું છે. આ માટે અમુક શબ્દો કે મંત્રો ખૂબ અનુકૂળ રહે છે. આ ખાસ શબ્દોને મંત્રો કહે છે. સ્વર અને અક્ષરોના વિશિષ્ટ સંયોજનથી મંત્રોની નિષ્પત્તિ થાય છે અને તે કરનારા ઋષિ-મુનિઓ હતા. મંત્રની રચના પાછળ આખું ધ્વનિ વિજ્ઞાન રહેલું છે.
સાધના માટે ઘણા “ૐ”ની પસંદગી કરે છે. “અહ” શબ્દ પણ સાધનામાં બહુ મહત્ત્વનો છે. મંત્રશાસ્ત્ર અને ધ્વનિશાસ્ત્રની દષ્ટિએ “અઈમ્ના પાંચ વિભાગો છે. અ, હ, મું. એના ઉપરનું બિંદુ અને નાદ મૌનની શક્તિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org