________________
જોઈ ગયા હતા કે ધ્યાનકાળમાં મનની બે ક્રિયાઓ થાય છે ચિંતન અને અંતર્દર્શન. બધાં ‘વિચય ધ્યાન’ ચિંતનની ભૂમિકા ઉપર આવે છે. ધ્યાનનું ફળ
સ્વાભાવિક રીતે આપણને વિચાર આવે જ કે ધ્યાનનું ફળ શું ? ધ્યાનની નિષ્પત્તિ શી ? જો પારમાર્થિક દૃષ્ટિએ વિચાર કરીએ તો આત્માનો સાક્ષાત્કાર શુદ્ધ ચૈતન્યનો અનુભવ એ ધ્યાનની નિષ્પત્તિ છે. આ અનુભવ થતાં સાધક કૃતકૃત્ય થઈ જાય છે પછી તેને કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. આ ભૂમિકા ઉપર પહોંચવા માટે એક ધ્યેય નક્કી થાય છે અને તેને સાકાર કરવા માટે એક માર્ગ નક્કી કરી કોઈ વસ્તુનું આલંબન લઈ મનને એકાગ્ર કરવું પડે છે. જેનું આલંબન લેવાય તેને દ્રવ્ય ધ્યેય કહી શકાય પણ જે અંતિમ લક્ષ્ય છે તેને ભાવ ધ્યેય કહી શકાય. દ્રવ્ય ધ્યેયનું ધ્યાન કરતાં કરતાં વ્યક્તિ તેની સાથે એકાકાર થઈ જાય છે, તેની સાદૃશ બની જાય છે, પછી ધ્યાન, ધ્યેય અને ધ્યાતા વચ્ચે કંઈ ભેદ રહેતો નથી.
આ તો ધ્યાનની પારમાર્થિક નિષ્પત્તિની વાત થઈ પણ તેનું તાત્કાલિક ફળ કર્મોનો સંવર અને નિર્જરા. સંવર એટલે આપણી અંદર પ્રતિપળ થઈ રહેલાં અસંખ્ય પ્રકંપનોનો નિરોધ, જ્યારે નિર્જરાનો અર્થ છે પૂર્વે અર્જિત કરેલા સંસ્કારોની ક્ષીણતા જેથી પ્રકંપનોના મૂળ સ્રોતને પણ સૂકવી શકાય. આ પ્રકારે સંવર અને નિર્જરા જેમ જેમ સધાતાં જાય તેમ તેમ આપણી જ્ઞાનશક્તિ પ્રગટ થવા લાગે છે, સુખ અને દુઃખના સંવેદનો ઓછાં થાય છે કે તેમનો નાશ થાય છે. અરે, અસાધ્ય લાગતી બીમારીઓ પણ શમી જાય છે. ધ્યાનથી આપણા જીવનના બધા અવરોધો-અંતરાયો દૂર થવા લાગે છે અને અંતે સમાપ્ત થઈ જાય છે. બીજી રીતે જોઈએ તો ધ્યાન મૂળ તો કષાય ચેતના-મોહનીય કર્મને શાંત કરવા કે ક્ષીણ કરવા માટે કરવામાં આવે છે. જેમ જેમ કષાયો-આવેગો શાંત થતા જાય છે - ક્ષીણ થતા જાય છે તેમ તેમ ધ્યાન પણ વધતું જાય છે. આમ બંને એક્બીજાને પ્રભાવિત કરે છે.
૧૧૪
Jain Educationa International
મહાવીરની સાધનાનો મર્મ
For Personal and Private Use Only
www.jainelibrary.org