________________
(પંદર)
ધ્યાનમીમાંસા બ્રિટિશ
ધ્યાન શબ્દથી શું અભિપ્રેત થાય છે અને તે વિષે જૈનાચાર્યો શું માને છે તે વાત આપણે જોઈ ગયા પણ ધ્યાન કેવી રીતે થાય, તેનો હેતુ શો, તેના વિવિધ પ્રકારો વચ્ચે શું સંબંધ છે ઇત્યાદિ બાબતો ઉપર આપણે વિચાર કરવો રહ્યો.
પ્રકંપનોનો સાજડ ગયા કે મનુષ્ય
પ્રકંપિત
આપણે જોઈ ગયા કે મનુષ્ય જીવનનાં ચાર ગતિશીલ તત્ત્વો છે – શરીર, વાણી, શ્વાસ અને મન; જે સદાય પ્રકંપિત રહે છે, પ્રતિક્ષણે તેમાં નવા નવા તરંગોનો આવિર્ભાવ છે અને પુરાણા તરંગો વિલીન થાય છે. આમ જોઈએ તો આપણો આખો સંસાર પ્રકંપનોનો છે. આપણે છોડેલા તરંગોથી અન્ય લોકો પ્રભાવિત થાય છે અને અન્યના તરંગોથી આપણે પ્રભાવિત થઈએ છીએ. મનુષ્ય તો શું પ્રાણી માત્ર સતત પ્રકંપનો બહાર ફેંકે છે અને તે અન્યના પ્રકંપનની અસર હેઠળ આવે છે. આમ જોઈએ તો આપણે સંક્રમણનું જીવન જીવીએ છીએ. આપણો પ્રભાવ અન્ય ઉપર પડે છે અને અન્યનો પ્રભાવ આપણા ઉપર પડે છે. કોઈ પ્રકંપનોથી પર નથી - કોઈ વાસ્તવિકતામાં સ્વતંત્ર નથી. પ્રકંપનોથી જે પ્રભાવિત ન થાય તે જ ખરેખર સ્વતંત્ર છે. અધ્યાત્મનો ધ્યાનમીમાસાં
૧૦૧ –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org