________________
સામાન્ય રીતે વિચાર કરતાં લાગે કે જયન્તી શ્રાવિકાએ આ પ્રશ્નમાં એવી તે શી પૃચ્છા કરી અને ભગવાને એના જવાબમાં કઈ મોટી વાત કરી નાખી ? ઉપર ઉપરથી આ વાત એકદમ સરળ લાગે છે પણ તે ખૂબ ઊંડાણવાળી છે. એમાં એક મહત્ત્વની બાબત છુપાયેલી છે. ભગવાન મહાવીરે અહીં જે વાત કરી છે તે ફક્ત વ્યવહારની ભૂમિકા ઉપરથી કરી છે પણ તેનો ઇશારો પારમાર્થિક જાગૃતિ તરફ છે. સામાન્ય માણસ માટે સૂવું એટલે નિદ્રા અને જાગવું એટલે ઊંઘમાંથી ઊઠવું. ભગવાને આ સામાન્ય દેખાતા પ્રશ્નનો ઘણો માર્મિક જવાબ આપીને પારમાર્થિક ચિંતનનાં દ્વાર ખોલી આપ્યાં.
આપણી ચેતનાનાં ત્રણ સ્તર છે - સુષુપ્તિ (મૂચ્છ), જાગૃતિ અને વીતરાગતા. અહીં જે મૂચ્છની વાત છે તે બેભાન અવસ્થાની કે
સ્મૃતિભ્રંશની નથી પણ મનુષ્ય સજગતા વિના ઈન્દ્રિયોનો દોર્યો દોરાઈને વિષયો તરફની દોડનું જે જીવન જીવે છે તેની વાત છે. જેમ મૂચ્છમાં માણસને ભાન નથી હોતું કે તે ક્યાં છે, શું કરે છે, શું યોગ્ય છે તેમ ચેતનાની આ સુષુપ્ત અવસ્થામાં પણ માણસનો સમગ્ર વ્યવહાર દિશાશૂન્ય હોય છે તેથી તેને મૂચ્છ કહેવામાં આવે છે. સામાન્ય રીતે મોટા ભાગના માણસો ચેતનાના આ સ્તર ઉપર જ જીવે છે. ભગવાન મહાવીર તેને મિથ્યાત્વ કહે છે. આ અવસ્થામાં માણસ ઈન્દ્રિયોના વિષયો મેળવવા માટે મંડ્યો રહે છે. વિષયો પ્રાપ્ત થતાં તે આનંદમાં આવી જાય છે અને અભિમાન કરે છે. જો આ વિષયોની પ્રાપ્તિ ઇચ્છા પ્રમાણે ન થાય તો તે વ્યગ્ર બની જાય છે અને ઘણીવાર કેટલાંય ન કરવાનાં કામો કરી બેસે છે. આ સ્તર ઉપરનું જીવન વિષય-કષાયનું જીવન હોય છે. કષાય એટલે રાગ અને દ્વેષ. આ રાગ અને દ્વેષમાંથી ફલિત થાય છે ક્રોધ, માન, માયા અને લોભ. મનુષ્યો પોતાનું સમગ્ર જીવન આ કષાયોને આધીન થઈને વિતાવે છે અને સરવાળે તેઓ અતૃપ્ત અને અસ્તવ્યસ્ત રહે છે. આ અવસ્થાને મિથ્યાષ્ટિ કહેવામાં આવે છે કારણ કે અહીં દૃષ્ટિ છે પણ તે ઈષ્ટને ઓળખી શકનારી નથી. જે દૃષ્ટિને વશ થઈ અહીં માણસ પ્રવૃત્તિ કરે છે તે તેને સુખ આપનારી નથી કારણ કે દૃષ્ટિ
ચેતનાનું જાગરણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org