________________
મિથ્યા હોવાને કારણે માણસની બધી પ્રવૃત્તિઓ વાસ્તવિકતામાં ઈષ્ટથી વિપરીત હોય છે. જેમ ઊંઘ દરમ્યાન માણસને ઈષ્ટ અને અનિષ્ટનું ભાન નથી રહેતું કે મૂચ્છ દરમ્યાન તેને કોઈ દિશાનો ખ્યાલ નથી હોતો તેમ અહીં માણસ પ્રવૃત્તિરત રહે છે પણ બધી પ્રવૃત્તિઓ પારમાર્થિક દષ્ટિએ સુખ તરફ લઈ જનાર નથી હોતી. તેથી ચેતનાના આ સ્તરને સુષુપ્તિનું-મૂચ્છનું સ્તર કહે છે. ભગવાન મહાવીર આ મૂચ્છમાંથી જાગવાની વાત કરે છે. મૂચ્છની ચેતના બહિર્મુખ ચેતના છે. આ સ્તરે ચેતના ફક્ત ભૌતિક બાબતોમાં રચીપચી રહે છે અને પ્રેયને એટલે કે જે મનને ગમે તે કરવામાં, તે મેળવવામાં જ જીવનને સાર્થક માને છે. તેને જ આ ચેતના સફળતા માને છે.
ચેતનાની બીજી સ્થિતિ છે જાગૃતિની. એ છે અન્તર્મુખતાની. જાગૃતિ થતાં જ ચેતના પોતાની દિશા બદલે છે. જે ચેતનાને બહાર ભૌતિક વાતોમાં જ જીવનનું પ્રાપ્તવ્ય લાગતું હતું તે ચેતના પોતાની દિશા બદલીને અંદરની બાજુ વળે છે. અહીં મૂર્છાની ચેતનાને પ્રથમ ધક્કો વાગે છે અને જાગરણ શરૂ થાય છે. ચેતનાનું જાગરણ થતાં જીવની ક્રિયાઓ બદલાઈ જાય છે; જીવન પ્રત્યેનો તેનો અભિગમ બદલાઈ જાય છે. જાગરણની પ્રથમ ક્ષણ સમ્યક્દર્શનની પ્રથમ ક્ષણ હોય છે. જ્યારે જાગરણ તેના ચરમબિંદુએ પહોંચે છે ત્યારે ચેતનાના ત્રીજા સ્તરને સ્પર્શ થાય છે. એ છે વિતરાગતાની ચેતના. વીતરાગતાની ચેતના સહજ સમાધિ છે. આ નિરુપાધિક ચેતનાની પરિસ્થિતિ છે. અહીં જીવનની બધી જ ઉપાધિઓ સમાપ્ત થઈ જાય છે. જ્યારે વીતરાગ ચેતના જાગે છે ત્યારે જીવન સંકલ્પ-વિકલ્પ રહિત બની જાય છે. ત્યાર પછી સંકલ્પથી કે વિકલ્પથી જન્મતી કોઈ ક્રિયા કે પ્રતિક્રિયા રહેતી નથી. અહીં બધાં જ કંઢો સમાપ્ત થઈ જાય છે. જાગરણની આદિ ક્ષણથી શરૂ થયેલી યાત્રા વીતરાગતાની ક્ષણ સુધી પહોંચીને સમાપ્ત થઈ જાય છે, પછી જીવનમાં કંઈ જ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. જીવન કૃતકૃત્ય થઈ જાય છે.
ઝન સંપ્રદાયનો એક મોટો સાધક હતો. તે જાપાનમાં કયોટોની આસપાસ રહેતો હતો. તેની ખ્યાતિ સાંભળીને ક્યોટાના ગવર્નરને આ – ૧૦
– મહાવીરની સાધનાનો મર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org