SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સ્થૂળ જગત સાથે આપણો સંબંધ મુખ્યતયા ચક્ષુથી અને અન્ય ઇન્દ્રિયો દ્વારા બંધાયેલો છે. આંખ મીંચાણી અને નગરી લૂંટાણી એ કહેવત એનું અસરકારક વર્ણન કરે છે. જેવાં ચક્ષુ બંધ થયાં કે સ્થૂળ જગત સાથેના આપણા સંબંધો વિચ્છિન્ન થઈ ગયા. સૂક્ષ્મ જગત સાથેનો સંબંધ ઇન્દ્રિયો દ્વારા જોડાયેલો નથી. એમાં મુખ્યતયા મન અને પ્રાણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણીવાર સાધકને ધ્યાનમાં અભૂતપૂર્વ રંગો દેખાય છે, દિવ્ય ધ્વનિ સંભળાય છે, જ્યોતિ દેખાય છે, પ્રકાશનો પૂંજ દેખાય છે, મનને તરબતર કરી નાખતી અદ્ભુત સુગંધનો અનુભવ થાય છે. આ બધી વાતો કાલ્પનિક નથી. જો સાધકે પોતે આરોપણ ન કર્યું હોય તો આ તેના સૂક્ષ્મ જગત સાથેના સંપર્કો છે. આ સૂક્ષ્મ જગત આપણી આસપાસ તેમજ દૂર દૂર સુધી ફેલાયેલું છે પણ તે આપણી ઇન્દ્રિયોની પહોંચની બહાર છે. ધ્યાનમાં વિશેષ શક્તિ જાગ્રત થતાં સાધકનો આ સૂક્ષ્મ જગત સાથે સંબંધ થઈ જાય છે. પણ આ તો બહુ પ્રાથમિક ભૂમિકા છે. રખેને અહીં અટકી જવાય તે વાતથી સાધકે સાવધાન રહેવાનું છે. આ બધો પ્રાણનો પ્રયોગ છે કે મનના વિલયનો પ્રયોગ છે. મન વિલીન થતાં કે પ્રાણધારા સુષુમ્હામાં ઊંચે ચડતાં સાધકનો સૂક્ષ્મ જગત સાથે સંબંધ સધાય છે. જે જગત તેણે ક્યારેય જોયું હોતું નથી. બસ, અહીં જ એક મોટું ભયસ્થાન રહેલું છે. આજકાલ માદક દ્રવ્યોના પ્રયોગોથી પણ એવું માનસિક જગત ઊભું થાય છે કે જ્યાં વ્યસનીને આવાં દેવતાઈ દશ્યો લાગે, સુગંધનો અનુભવ થાય, પ્રકાશ દેખાય. આ ધ્યાનની અવસ્થા નથી આ વિકાસનો માર્ગ નથી, માદક દ્રવ્યોના પ્રયોગથી જે નિષ્પત્તિ થાય છે તે ખૂબ અલ્પસમય માટે હોય છે અને નશો ઊતરતાં આ કાલ્પનિક જગત વિખરાઈ જાય છે. વળી પાછો વ્યસની નશાનું સેવન કરે છે અને ધીમે ધીમે નશાની વિષમય ચુંગાલમાં ફસાઈને માણસ તેનું જીવન બરબાદ કરી નાંખે છે. ધ્યાનથી સધાતી ઉત્કૃષ્ટ અવસ્થા અને નશાથી ઊભી થતી જધન્ય અવસ્થા બન્ને અહીં નજીક આવી જાય છે, તેથી યુવકો થાપ ખાઈ જાય છે અને લોકો છેતરાઈ જાય છે. આંતરિક ૯ જાગરૂકતા - Jain Educationa International For Personal and Private Use Only - ૧૨૯ www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy