SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ લઈ જતી નથી. ચિત્તપર્યાયની સાધના અમુક હદ સુધી લઈ જાય પણ તેનાથી સાધનાની આખરી મંજિલ તય ન થાય. ચિત્તાતીત અવસ્થાની સાધના આપણને અસ્તિત્વ સુધી લઈ જઈ શકે છે. આપણું અસ્તિત્વ છેવટે શું છે ? આપણું ચૈતન્ય, આપણું કર્મ શરીર અને આપણું સ્થૂળ શરીર. આપણે પહોંચવું છે ચૈતન્યના સાક્ષાત્કારની અવસ્થામાં પણ તેની આડે કર્મ શરીર અને સ્થૂળ શરીર આવે છે. આ બન્ને શરીરનું વિસર્જન થાય ત્યારે આત્માનો સાક્ષાત્કાર સુલભ બને. કર્મ શરીર ઘણું સૂક્ષ્મ છે. આપણું ચૈતન્ય પાંજરામાં પુરાયેલ પક્ષી જેવું છે. પક્ષી પાંજરાને તોડીને આકાશમાં મુક્ત વિહાર કરવા ઝંખે છે, પણ કર્મ શરીર અને સ્થૂળ શરીરનું પાંજરું તેનાથી તૂટતું નથી ત્યાં સુધી તે પરાધીન રહે છે. અસહાય બનીને જીવે છે. આત્મા મુક્ત થવા ઝંખે છે પણ કર્મ શરીર તેને જકડી રાખવા મથે છે અને પોતાનું પાંજરું મજબૂત કરતું જાય છે. આ કરવા માટે કર્મ શરીર પોતાની શક્તિ સ્થૂળ , શરીર દ્વારા મેળવે છે. સ્થૂળ શરીરને આ કર્મ શરીરે જ બનાવ્યું છે. ચૈતન્ય સ્થૂળને જન્મ આપી શકે નહિ અને ધૂળ ચૈતન્યને બનાવી શકે નહિ. કર્મ શરીર પુદ્ગલનું-સૂક્ષ્મ પરમાણુઓનું બનેલું છે અને તે નવા નવા પરમાણુઓ ગ્રહણ કરીને પુષ્ટ બનતું જાય છે. આ નવા કર્મ પરમાણુઓને તે સ્થૂળ શરીર દ્વારા ગ્રહણ કરે છે અને આમ એક વિષચક્ર ચાલ્યા કરે છે. કર્મ શરીર અતિસૂક્ષ્મ છે પણ તે પોતાનો ચક્રવ્યુહ એવી રીતે ગોઠવે છે કે સતત તે પુષ્ટ થતું રહે અને તેને નવાં નવાં કર્મ મળતાં રહે. તે માટે તેનું અમોઘ સાધન છે ચંચળતા. આ ચંચળતા તૂટે તો કર્મની આયાત બંધ થઈ જાય અને કર્મ શરીર નબળું પડતું જાય. કર્મ શરીર સ્થૂળ શરીરને ચંચળતા આપે છે અને નવાં નવાં કર્મ પરમાણુઓ ગ્રહણ કરે છે પણ તે કામ તે સ્થૂળ શરીરની સહાય વિના ન કરી શકે. આપણું શરીર ચંચળ છે, આપણી વાણી ચંચળ છે, આપણું મન ચંચળ છે. આમ, ચંચળતાનો ચક્રભૂહ ગોઠવાયેલો છે. એને તોડયા વિના કર્મ શરીર નબળું ન પડે. તેથી ભગવાને એમની સાધનાપદ્ધતિમાં સંવરને – ૨૪ – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy