Page #1
--------------------------------------------------------------------------
________________
ભુવન પઇવ વીર નમિ ઉણ ભણામિ અબુહ બોહë I જીવ સર્વં કિંચિવ જહ ભણિયું ખુબ સુરિહિં //
મુનિ શ્રી નરવાહનવિજયજી
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના આત્માઓ ત્રીજા ભવે જિનનામ કર્મ નિકાચીત કરવા માટે શ્રી વીશ સ્થાનકના વીશે વીશ પદની આરાધના અથવા કોઇપણ એક પદની આરાધના એકાગ્રચિત્તે કરીને પોતાના આત્માને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર કરીને આત્મા અને શરીરની ભિન્નતા એટલે ભેદને સમજીને તેના વિચારોમાં સ્થિર બનીને આત્માની ચિંતા વિચારણામાં એકાગ્ર બનીને જ્ઞાનના ઉપયોગને બરાબર સ્થિર કરે છે ત્યારે જિન નામની નિકાચના થાય છે. તે ભવમાં શરીરના ભેદ જ્ઞાનને એવી રીતે સ્થિર કરે છે કે તે વખતે તેમના શરીરને કોઈ વાંસલાથી છોલી જાય તો તે જીવ પ્રત્યે દ્વેષ થતો નથી અને કોઇ તેમના શરીરને ચંદનનો લેપ કરી જાય તો તેના પ્રત્યે રાગ થતો નથી. બન્ને પ્રત્યે સમવૃત્તિની સ્થિરતા વાળા બનીને જ્ઞાનના ઉપયોગમાં મસ્ત રહે છે ત્યાંથી છેલ્લે કાળ કરીને વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને કાંતો પહેલા નરકનું આયુષ્ય બંધાઇ ગયું હોય તો નરકમાં પણ જાય છે પણ તે આત્માઓ સુખની સામગ્રીમાં જેટલો કાળ રહેવાના હોય તેટલા કાળ સુધી સ્વાધ્યાયમાં મગ્ન હોય છે. રાગવાળા પદાર્થોમાં વૈરાગ્યની સ્થિરતા વધારીને સાવચેતી પૂર્વક કાળ પસાર કરે છે જ્યારે નરકમાં રહેલા આત્માઓ પહેલી ત્રણ નરક સુધી ઉત્પન્ન થઇ શકે છે ત્યાં પોતાના આત્માને સમાધિમય બનાવી જ્ઞાનનો સ્વાધ્યાય કરતાં કાળ પસાર કરે છે. ત્યાંથી ચ્યવીને માતાના ગર્ભમાં આવે છે ત્યારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન ત્રણ જ્ઞાન સહિત આવે છે. એ જ્ઞાન પણ તેઓનું અનુપમ હોય છે. ત્યાં પણ અંધારી કોટડી જેવી નાની જગ્યામાં પોતાના આત્માને સમાધિમય રાખીને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર રહીને કાળ પસાર કરી જન્મ પામે છે. તે છેલ્લે ભવે સંયમનો સ્વીકાર કરે છે તે સંયમના પાલનમાં જે કાંઇ પરિસહો કે ઉપસર્ગો આવે તે સમતાભાવથી સહન કરી છદ્મસ્થ પર્યાય પૂર્ણ કરીને અપ્રમત્ત ભાવ પ્રાપ્ત કરી ક્ષપકશ્રેણિ માંડી મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ કરી વોતરાગ દશાને પામીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે.
જ્યાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય તે ક્ષેત્રને વિષે દેવતાઓ આવીને સમવસરણની રચના કરે છે. તેની આજુબાજુ રહેલા મનુષ્યો, તિર્યંચો અને દેવો સમવસરણમાં દેશના સાંભળવા માટે એકઠા થાય છે અને શ્રી તીર્થકર પરમાત્મા પણ પૂર્વ દિશાથી પ્રવેશ કરી પૂર્વ સન્મુખ મુખ રાખીને સિંહાસન ઉપર બિરાજમાન થાય છે. ત્યાં એકઠા થયેલા મનુષ્યોમાં ગણધર થવાની યોગ્યતાવાળા આત્માઓ મોટા ભાગે દેશના સાંભળવા હાજરજ હોય છે. અનંતકાળે એવું બને છે કે જ્યાં ગણધર ભગવંતની યોગ્યતાવાળા આત્માઓ હોતા નથી. સૌ પ્રથમ
Page 1 of 234
Page #2
--------------------------------------------------------------------------
________________
ભગવાન દેશના આપે છે તે ગણધર ભગવંતની યોગ્યતા ખીલવવા માટે આપે છે જેવી દેશના પૂર્ણ થાય કે તરત જ ત્યાં રહેલા ગણધર થવાની યોગ્યતાવાળા આત્માઓ ઉભા થઇ ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપીને દીક્ષાની માંગણી કરે છે. ભગવાન ત્યાં તેઓને દીક્ષા આપે છે. આ રીતે દીક્ષિત થતા જીવોને જોઇને બીજા અનેક જીવો જે દીક્ષાની યોગ્યતાવાળા હોય તેઓ પણ ત્યાં સયમનો સ્વીકાર કરે છે. સંયમનો સ્વીકાર કરીને ગણધરના આત્માઓ ત્રણ પ્રશ્નો પૂછે છે તેમાં પહેલો પ્રશ્ન એ છે કે ભગવદ્ કિંતત્વમ્ ? ભગવાન ઉત્તર આપે છે કે ઉપઇવા. એટલે જગતમાં જે તત્વો ઉત્પન્ન થવા લાયક છે તે ઉત્પન્ન થયા જ કરે છે. આ સાંભળીને ગણધરના આત્માઓના અંતરમાં ક્ષયોપશમ ભાવ પેદા થાય છે કે ઉત્પન્ન થવા લાયક ઉત્પન્ન થયા કરે છે ઉત્પન્ન થયા કરે છે પણ એટલે શું? એ વિચારણા કરતાં પુરો સંતોષ થતો નથી માટે બીજી વાર પ્રશ્ન કરે છે કે ભગવદ્ કિં તત્વમ્ ? ભગવાન કહે છે કે વિગમેઇવા એટલે કે જે ઉત્પન્ન થયેલા પદાર્થો છે તે અવશ્ય નાશ પામે છે. ઉત્પન્ન થાય છે નાશ પામે છે એમાં પણ વિચારણા કરે છે કે ઉત્પન્ન થાય અને નાશ પામે એટલે શું? હજી અધુરૂ છે માટે ત્રીજી વાર પ્રશ્ન પૂછે છે કે ભગવદ્ કિંતત્વમ્ ? ભગવાન ઉત્તર આપે છે કે ધુવે ઇવા. જે પદાર્થો કાયમ રહેવાવાળા હોય છે તે અવશ્ય કાયમ રહે છે. આ સાંભળતાની સાથે જ એ આત્માઓના અંતરમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ એવો પેદા થાય છે કે જગતના સઘળા પદાર્થોનું જ્ઞાન તેઓને થઇ જાય છે. આથી ત્યાં દ્વાદશાંગીની રચના કરે છે. દ્વાદશાંગીની રચના કરે છે તેની સાથે પોતાના શિષ્ય પરિવારને મૌખિક રીતે ભણાવે છે. આ રીતે મૌખિક ભણાવવાની પરિપાટી રૂપે પરંપરા શ્રી દેવદ્ધિ ગણી ક્ષમા શ્રમણ થયા ત્યાં સુધી ચાલુ રહી, જયારે શ્રી દેવદ્ધિ ગણી ક્ષમાશ્રમણ એક પૂર્વધર હતા તેઓનું જ્ઞાન પણ ભૂલાવા લાગ્યું એટલે વિચાર કર્યો કે હાલ અમારૂં જ્ઞાન પણ ભૂલાતું જાય છે તો આગળની પેઢી શું કરશે અને જૈનશાસન શી રીતે ચાલશે? માટે મારી ફરજ છે કે હાલ જેટલા આચાર્યો વિદ્યમાન છે તેઓને બોલાવી ભેગા કરી જે જ્ઞાન ભણેલા હોય તે બધું લખાણ કરાવું. આ રીતે વિચાર કરી પાંચસો આચાર્યોને ભેગા કરીને જેને જે યાદ રહેલું તે લખાવીને પછી પાંચ આચાર્યો મુખ્ય હતા તેઓએ બેસીને શુધ્ધિકરણ કરી દ્રવ્યાનુયોગરૂપે, ચરણ કરણાનુંયોગરૂપે, ગણિતાનુયોગ રૂપે અને ધર્મ કથાનુયોગ રૂપે ગોઠવીને તૈયાર કર્યું. તે રીતે આગમો તૈયાર કર્યા અને ત્યાર પછી પરંપરામાં તે ભૂલાવા લાગ્યા. વાંચવા કઠીન પડવા લાગ્યા એટલે મહાપુરુષોએ તે આગમ ગ્રંથો ઉપરથી છૂટા છૂટા પ્રકરણોની રચના કરી કે જે પ્રકરણોની ગાથાઓ ચતુર્વિધ સંઘ પણ સારી રીતે ભણી શકે. તેમાંથી આ રીતે પ્રકરણોની રચનાઓ થયેલ છે તેમાંનું સૌથી પહેલું પ્રકરણ જીવ વિચાર નામનું આચાર્ય ભગવંત શ્રી શાંતિસૂરિ મહારાજાએ રચેલ છે. હાલ અત્યારે ભાષાંતરો સાથે એકસો પચ્ચીશ પ્રકરણો મલે છે તેનો પણ અભ્યાસ કરવામાં આવે તો આગમોમાં આવતા ઘણાં પદાર્થોનું જ્ઞાન પેદા થઇ શકે છે. પણ આજે આ ભણવાનો રસ- ભણવાનો ટાઇમ અને ભણ્યા પછી યાદ રાખવા માટેનો પુરૂષાર્થ કરનારા કેટલા છે?
આજે તો લગભગ મોટા ભાગે ધન કમાવા માટે ઉપયોગી જે જ્ઞાન હોય તેની મહેનત કરાય છે બાકી આત્માને ઉપયોગી જ્ઞાનની મહેનત કરનારા કેટલા છે?
હવે જીવ વિચાર પ્રકરણની શરૂઆત કરીએ છીએ. આ પ્રકરણ બે શબ્દો ભેગા થઇને બનેલ છે. જીવ અને વિચાર. એટલે આનો અર્થ એ થાય છે કે જીવ એટલે આત્મા. હું જેમ આત્મા છું એમ મારા જેવા
Page 2 of 234
Page #3
--------------------------------------------------------------------------
________________
આત્માઓ એટલે જીવો જગતમાં કેટલા રહેલા છે, કેવા કેવા પ્રકારે રહેલા છે અને ક્યાં ક્યાં રહેલા છે તેનું જે જ્ઞાન મેળવવું તે જીવનું જ્ઞાન કહેવાય છે તેનો વિચાર કરવો એટલે કે એ જીવો જગતમાં જ્યાં જ્યાં રહેલા હોય છે તે કેવીરીતે જીવે છે, ત્યાં શું શું કરે છે, ક્યા આધારે રહેલા હોય છે, તેઓની સ્થિતિ કેવા કેવા પ્રકારની હોય છે અને એનાથી આગળ વધીને મારૂં જીવન જીવતા કયા કયા અને કેટલા કેટલા જીવોની હિંસા મારાથી થાય છે એટલે કે જીવન જીવતા કેટલા કેટલા જીવોનો મારે ઉપયોગ કરવો પડે છે અને તેઓની હિંસાનું પાપ મને કઇ રીતે લાગ્યા કર છે. એ જીવોનું જ્ઞાન ન મેળવે, ક્યાં ક્યાં રહેલા હોય છે તેનું જ્ઞાન ન મેળવે તો આ વિચાર આવી શકે નહિ ! આ રીતે જાણવાનો વિચાર ન આવે ત્યાં સુધી જીવોને બચાવવાનો, તેની દયાનો પરિણામ
પણ આત્મામાં પેદા થઇ શકે નહિ. એ દયાનો પરિણામ ન આવે તો તે જીવોને હિંસાથી બચાવવાનો અને તાકાત આવે તો સંપૂર્ણ હિંસા રહિત જીવન જીવવાનો પુરૂષાર્થ કરવાનો વિચાર પણ આવે નહિ. આથી સ્વ દયાનો પરિણામ આ જીવ વિચાર પ્રકરણ ભણતાં ભણતાં પેદા થાય તોજ પર દયા અને અહિંસાનો પરિણામ પેદા થઇ શકે આ માટે જ જ્ઞાની ભગવંતોએ સૌથી પહેલું પ્રકરણ જીવ વિચાર કહલ છે કારણકે જૈન શાસન અહિંસા પ્રધાન શાસન છે.
જીવ એટલે ચેતના લક્ષણવાળો હોય તે. અને પાંચ જ્ઞાન- ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન. તેમાં પાંચ જ્ઞાન = મતિજ્ઞાન- શ્રુત જ્ઞાન-અવધિ જ્ઞાન-મનઃપર્યવ જ્ઞાન અને કેવલ જ્ઞાન. ત્રણ અજ્ઞાન = મતિ અજ્ઞાનશ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન. ચાર દર્શન = ચક્ષુ દર્શન- અચક્ષુ દર્શન- અવધિ દર્શન અને કેવલ દર્શન આ
બારે ઉપયોગમાંથી કોઇને કોઇ ઉપયોગવાળો હોય તે જીવ કહેવાય છે.
જીવોના મુખ્ય બે ભેદો હોય છે.
(૧) મુક્તિના (મોક્ષના) જીવો (૨)
સંસારી જીવો
ત્રણ ભુવનને વિષે એટલે ચૌદરાજલોક રૂપ જગતને વિષે અનાદિકાળથી જેમ સંસાર છે એટલે સંસાર અનાદિનો છે તેમ મોક્ષપણ અનાદિનો છે. સંસારના જીવો જેમ અનાદિથી છે તેમ મોક્ષના જીવો પણ અનાદિથી છે. બન્નેમાંથી કોઇની આદિ નથી જ. માટે જ જીવોના મુખ્ય બે પ્રકારો જ્ઞાની ભગવંતો કહે છે.
(૧) મુક્તિના જીવો એટલે જે જીવો સકલ કર્મોથી રહિત થયેલા હાય તે મુક્તિના જીવો કહેવાય છે. અહીં સકલ કર્યો કહ્યા છે એનું કારણ એ છે કે જો કર્મોથી રહિત એમ કહેવામાં આવે તો મોહનીય કર્મથી સર્વથા રહિત થયેલા જીવો છદ્મસ્થ રૂપે બારમા ગુણસ્થાનકે હોય છે અને ચાર ઘાતી કર્મો સિવાય ચાર અઘાતી કર્મોથી યુક્ત તેરમા ચૌદમા ગુણસ્થાનકે કેવલ જ્ઞાની ભગવંતો હોય છે જ્યારે જીવોના બીજા ચાર અઘાતી કર્મો નાશ પામે ત્યારે જ તે સકલ કર્મોથી રહિત મુક્તિના જીવો કહેવાય છે.
(૨) સંસારી જીવો- જે જીવો કર્મોથી સહિત હોય છે એ સંસારી જીવો કહેવાય છે. મોટા ભાગના સંસારી જીવો આઠે કર્મોથી એટલે સકલ કર્મોથી સહિત હોય છે. થોડા ઘણાં એટલે કેટલાક સંખ્યાતા જીવો મોહનીય કર્મ સિવાય સાત કર્મોથી સહિત હોય છે અને કેટલાક સંખ્યાતા જીવો જ્ઞાનાવરણીય-દર્શનાવરણીયમોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોથી રહિત થયેલા સંસારી જીવો હોય છે માટે સકલ કર્મોથી સહિત
Page 3 of 234
Page #4
--------------------------------------------------------------------------
________________
સંસારી જીવો કહ્યા નથી જો એમ કહીએ તો બારમા તેરમા ગુણસ્થાનકમાં રહેલા જીવોને કેવા કહેવા એ પ્રશ્ન ઉભો રહે છે !
સંસારી જીવોના મુખ્ય બે ભેદો હોય.
(૧) સ્થાવર જીવો (૨) ત્રસ જીવો
સ્થાવર જીવો ઃ- જે જીવોને અનુકૂળતા મેળવવાની ઇચ્છા હોવા છતાં અને આવેલી પ્રતિકૂળતાઓને દૂર કરવાની ઇચ્છા હોવા છતાં ય એક સ્થાનેથી બીજા સ્થાને પોતાની સ્વેચ્છાએ જઇ ન શકે તે સ્થાવર જીવો કહેવાય છે.
ન
તેઉકાય વાયુકાય જીવો પોતાની સ્વેચ્છા એ એક સ્થાનથી બીજા સ્થાને જઇ શકતા નથી પણ કર્મના ઉદયના કારણે ઉર્ધ્વગતિ સ્વભાવવાળા હોવાથી ઉંચે જઇ શકે છે છતાં સ્થાવર કહેવાય છે. આગમોમાં આ જીવોને ગતિત્રસ જીવો તરીકે કહેલા છે.
(૧) પૃથ્વીકાય (૨) અષ્કાય (૩) તેઉકાય (અગ્નિકાય) (૪) વાયુકાય અને (૫) વનસ્પતિકાય આ પાંચ ભેદ છે.
પૃથ્વીકાય જીવોનું વર્ણન.
પૃથ્વીકાય એટલે પૃથ્વી છે શરીર જે જીવોનું તે પૃથ્વીકાય. ત્રણ ભુવનને વિષે આઠ પૃથ્વીઓ હોય છે. (૧) રત્નપ્રભા પૃથ્વી (૨) શર્કરપ્રભા પૃથ્વી (૩) વાલુકાપ્રભા પૃથ્વી (૪) પંકપ્રભા પૃથ્વી (૫) ધમ્રપ્રભા પૃથ્વી (૬) તમઃપ્રભા પૃથ્વી (૭) તમસ્તમઃપ્રભા પૃથ્વી (૮) સિધ્ધશીલા નામની પૃથ્વી હોય છે.
(૧) રત્નપ્રભા પૃથ્વીની જાડાઇ એક લાખ એંશી હજાર યોજન હોય છે (૧૮૦૦૦૦) અને પહોળાઇ એક રાજ યોજન હોય છે.
(૨) શર્કરાપ્રભા પૃથ્વી એક લાખ બત્રીશ હજાર યોજન (૧૩૨૦૦૦) જાડાઇવાળી અને બે રાજયોજન પહોળી હોય છે.
(૩) વાલુકાપ્રભા પૃથ્વી એકલાખ અઠ્ઠાવીશ હજાર યોજન (૧૨૮૦૦૦) જાડાઇવાળી અને ત્રણરાજ યોજન પહોળી હોય છે.
(૪) પંકપ્રભા પૃથ્વી એકલાખ વીશ હજાર યોજન (૧૨૦૦૦૦) જાડાઇવાળી અને ચાર રાજ યોજન પહોળી હોય છે.
(૫) ધૂમ્રપ્રભા પૃથ્વી એકલાખ અઢાર હજાર યોજન (૧૧૮૦૦૦) જાડાઇવાળી અને પાંચ રાજયોજન
પહોળી હોય છે.
(૬) તમઃપ્રભા પૃથ્વી એકલાખ સોળ હજાર યોજન (૧૧૬૦૦૦) જાડાઇવાળી અને છ રાજયોજન પહોળી હોય છે.
(૭) તમસ્તમઃ પ્રભા પૃથ્વી એકલાખ આઠ હજાર યોજન (૧૦૮૦૦૦) જાડાઇવાળી અને સાતરાજ યોજન પહોળી હોય છે.
Page 4 of 234
Page #5
--------------------------------------------------------------------------
________________
(૮) સિદ્ધશિલા નામની પૃથ્વી ઉર્વલોકમાં લોકના ઉપરના છેડાથી એક યોજના નીચેના ભાગમાં આવેલી છે તે પીસ્તાલીશ લાખ યોજના (૪૫OOOOO) પહોળી હોય છે. અર્ધ ચન્દ્રાકારે રહેલી હોય છે. લોકની બરાબર મધ્યમાં આવેલી છે અને વચમાં આઠ યોજન જાડી છે અને પછી ક્રમસર પાતળી થતાં થતાં એટલે જાડાઈ ઓછી થતાં થતાં છેડે માખીની પાંખ જેટલી પહોળી હોય છે આ પૃથ્વી કોઇના આધાર વગર અનુત્તર વિમાનથી બાર યોજન ઉંચે લોકમાં અધ્ધર આકાશમાં રહેલી છે. આ આઠેય પૃથ્વીઓ સચિત્ત પૃથ્વીકાય રૂપે હોય છે અને તે બાદર પર્યાપ્તા-અપર્યાપ્તા પૃથ્વીકાયના જીવોના શરીર રૂપે હોય છે. આ પૃથ્વીઓમાંથી સમયે સમયે અસંખ્યાતા જીવો ચ્યવે છે અને ઉત્પન્ન થાય છે. સતત આ કામ ચાલુ જ છે.
આ સિદ્ધશિલા પૃથ્વીની બરાબર ઉપર એક યોજન ઉંચે લોકના છેડે અડીને રહેલા અનંતા સિધ્ધનાં જીવો સદા માટે રહેલા હોય છે.
સિધ્ધશિલા નામની પૃથ્વી સિવાયની બાકીની સાતે પૃથ્વીઓ અપોલોકમાં આવેલી છે. તેમાં પહેલી જે રત્નપ્રભા પૃથ્વી છે તે એકલાખ એંશી હજાર યોજન જાડાઇવાળી પૃથ્વી છે તેમાંથી નવસો યોજન ઉપરના તિર્જી લોકને વિષે ગણાય છે અને બાકીની પૃથ્વી અધોલોકમાં ગણાય છે. આ સાતેય પૃથ્વીઓ પહોળાઇમાં એક એક રાજ વધતી હોવાથી આજુબાજુ રાજ વધારવા. મધ્યમાંતો એક રાજ બધાને માટે એક સરખી રૂપે હોય છે અને આ રાજયોજન વધતા હોવાથી આ પૃથ્વીઓનો આકાર છત્રાતિ છત્ર રૂપે બને છે એટલે કે એક મોટા છત્રમાં બીજું નાનું છત્ર આવે તેમાં ત્રીજું નાનું છત્ર આવે એમ ક્રમસર છત્ર નાના નાના બનતા જાય છે માટે છત્રાતિ છત્ર રૂપે કહેવાય છે. આ સાતેય પૃથ્વીઓ અધોલોકમાં રહેલી છે તેનો મધ્ય ભાગ એક રાજ યોજનવાળો તે પોલાણવાળો હોય છે અને બાકીની પૃથ્વીનો ભાગ પોલાણ રહિત કઠણ હોય છે. પોલાણવાળો જે ભાગ હોય છે તેમાં નારીના જીવો રહે છે. તેનું વર્ણન પછી આગળ આવશે.
આ સિવાય જગતમાં જેટલી પથ્થરની ખાણો છે જેટલી રત્નોની ખાણો છે, જેટલી ધાતુની ખાણો છે તે બધી ખાણો પૃથ્વીકાય રૂપે સચિત્ત બાદર પૃથ્વીકાય રૂપે ગણાય છે તેમજ જેટલા જેટલા પહાડો એક રાજયોજનમાં રહેલા હોય છે. જેટલા પ્રકારની માટીઓ જેમકે સમુદ્રમાં રહેલી માટી, તલાવમાં, નદીમાં, કુવામાં રહેલી માટીઓ, કાંકરા-પથ્થરો તથા જેટલા જેટલા દેવોના રહેલા વિમાનો એટલે ભવનપતિના આવાસો, વ્યંતરના નગરો, જ્યોતિષના વિમાનો અને વૈમાનિક દેવોના વિમાનો તેની દિવાલો, ગવાક્ષો તથા દેવતાના જેટલા અલંકારો, પગની પાવડીઓ, પાવડીઓમાં રહેલા નીલમ રત્નો વગેરે સચિત્ત બાદર પૃથ્વીકાય રૂપે ગણાય છે તે બધા જે દેખાય છે તે બાદર પર્યાપ્તા જીવોનાં શરીરો હોય છે.
આમાં વિચાર એ કરવાનો છે કે જે જીવોને જે ધાતુ વગેરે ગમતી હોય એટલે સોનાના બનેલા ઘરેણાં, થાળી વાટકા, પવાલા (પ્યાલા) ચાંદીના બનેલા ઘરેણાં, વાટકા, થાળીઓ, પ્યાલા, ડીસો એવી જ રીતે તાંબાના, પીત્તળના, જસના, લોખંડના ગ્લેટ કરેલા એ બધા જેમ જેમ ગમતા જાય અને ગમો પેદા કરીને અંતરમાં રાગ વધતો જાય તેમ અત્યંત રાગ પેદા કરી કરીને મમત્વ બુધ્ધિ વધારતા જાય. એવી જ રીતે જે માટીનાં વાસણો સારા ટકાઉ થતાં હોય, ઘર મજબૂત બનતા હોય, મકાનમાં પત્થરો, લાડીઓ, ટાઇલ્સો. આરસના પત્થરો વગેરે નખાવીને શો બનાવવામાં આવે, તેને જોઇને આનંદ પામે. રાગ વધે. અત્યંત રાગ
Page 5 of 234
Page #6
--------------------------------------------------------------------------
________________
પેદા કરતો જાય અને મમત્વ બુધ્ધિ વધારતો જાય તો તેવા તેવા પ્રકારના પૃથ્વીકાયમાં જવા લાયક કર્મબંધ થયા જ કરે છે. પુણ્યોદય હોય ચીજ મળેલી હોય પણ તેમાં રાગ-અતિરાગ-મમત્વ ન થવા દે તો તેનો ભોગવટો કરતાં છતાં પણ રાખવા છતાં પણ, તે તે પ્રકારનાં પૃથ્વીકાયમાં જવા લાયક કર્મબંધ થતો નથી. અરે ! આજે તો બેનો વાસ્તુપૂજામાં કોઇના બંગલે કે ફ્લેટમાં ગયા હોય તો પૂજા પૂર્ણ કરીને ચા નાસ્તો કરી તે ફ્લેટમાં કે બંગલામાં શું શું વસ્તુ છે કેવી છે ક્યાંથી લાવેલી છે કેવી સરસ છે એ બધા વખાણ કરીને ઘરે જવા નીકળે ત્યારે રસ્તામાં પણ તે બેનો એની જ વાત કરતી કરતી ઘરે પહોંચે છે. વિચારો એ પદાર્થો પુણ્યોદયથી પેલાને મલ્યા છે, એ ભોગવવાનો છે, તમો વખાણ કરશો, તેને સારું લગાડશો તો પણ તમોને તે ભોગવવા માટે મલવાના નથી તેના જેવો ચોખો આરસ તમોને મળવાનો નથી તો બીન જરૂરી વખાણ કરી પૃથ્વીકાયમાં જવા લાયક કર્મો શા માટે બાંધવા? અને તેમાં અત્યંત મમત્વ પેદા થઈ જાય, તે વખતે આયુષ્યનો બંધ પડે તો તેજ પૃથ્વીકાયની ખાણમાં છેક નીચેના ભાગમાં પૃથ્વીકાય રૂપે ઉત્પન્ન થવા લાયક આયુષ્ય પણ બંધાઈ જાય ને? તો આવા બીનજરૂરી, બીનઉપયોગી વિચારો અને વાતો કરી અશુભ કર્મો ન બંધાય તેની કાળજી રાખવી જોઇએ ને? પણ જીવવિચાર ભણેલાઓને આ ઉપયોગ રહે છે? આવી જ રીતે સોનાના ઘરેણામાં, આણામાં લગ્નમાં આપેલ સોનાના દાગીના એ પોતે જોઇને વખાણે અને બીજાને પણ બતાવીને વખાણ સાંભળી ખુશ થાય અને તેમાં કોઈ વખાણ કરવાને બદલે મોઢું બગાડે તો દૈષ પણ થાય કારણકે જે ચીજ પોતાને ગમે છે પોતાને જેના પ્રત્યે રાગ છે તે ચીજ વખાણી નહિ માટે જીવ પ્રત્યે પણ દ્વેષ બુધ્ધિ પેદા થઇ જાય છે. એ દાગીના મુકી રાખ્યા હોય તેની ડીઝાઇનની ફેશન આઉટ થઈ ગઈ હોય તો ? શક્તિ હોય તો તેને ગળાવી નવા ઘાટ કરાવે અને વખાણ કરે અને શક્તિ ન હોય તો તે ઘરેણાં પહેરવાનું મન પણ ન થાય એવુંય બને ને ? માટે પૃથ્વીકાયમા જવા લાયક કર્મ ન બંધાઈ જાય તેનું આયુષ્ય ન બંધાઈ જાય તેના માટે કેટલો સતત ઉપયોગ રાખવાનો? આ બધા પાપો તો બીન જરૂરી છે ને? એના સિવાય જે રસ્તા ઉપર ચાલતા હોઇએ જે ગામમાં નગરમાં કે શહેરમાં જતાં હોઇએ ત્યાંનો રસ્તો ગમી જાય તો શું બોલીએ? રસ્તો બહુ સારો છે. અને જે રસ્તા ઉપર કાંકરી વધારે હોય માટી વધારે હોય તો શું બોલીએ? એ રસ્તો બરાબર નથી ખરાબ છે. આ વિચારોથી અને વચનોથી પણ એ રસ્તા બનતાં જેટલું ખોદકામ થયું તેનાથી જેટલા પૃથ્વીકાય જીવોની હિંસા થઈ તે બધા જીવોની હિંસાનું પાપ રસ્તા કરાવવાથી કે અનુમોદવાથી કે વખોડવાથી લાગે છે તેમાં પણ એકાગ્રતા આવી જાય અને આયુષ્ય બંધાય તોય પૃથ્વીકાયનું આયુષ્ય બંધાઇ જાય બસ આજ રીતે પોતાના નવા મકાન માટે, બીજાના નવા મકાનો માટે પણ બોલતા ખુબજ વિચાર કરવો જોઇએ. જ્ઞાની ભગવંતો કહે છે કે પુણ્યોદયથી ચીજ મલે, તમે લો, કદાચ છોડવાની તાકાત ન હોય તો ભોગવો, સાચવો, ટકાવો પણ તેના પ્રત્યેનો રાગ, અતિરાગ, મમત્વ અત્યંત ન વધે તેની કાળજી રાખીને જીવો તો ત્યાં જવા લાયક કર્મ બંધ જરૂર થાય નહિ. એ માટે જીવોનું જ્ઞાન મેળવવાનું છે. અત્યારે વર્તમાનમાં આપણે જે પૃથ્વી ઉપર ચાલીએ છીએ, બેસીએ છીએ તે પૃથ્વી રત્નપ્રભા જે પહેલી પૃથ્વી છે તેનું ઉપરનું પડ ગણાય છે. તે ઉપરના પડ ઉપર મનુષ્યો, જનાવરો, વાહનો વગેરેનું હલન ચલન હોવાથી એ ઉપરની પૃથ્વી અચિત્ત બની જાય છે માટે તે અચિત્ત ગણાય છે ક્યાં સુધી? તો કહે છે કે એ પૃથ્વી ખોદીને એક હાથ સુધીની જેટલી માટી પથ્થર નીકળે તે અચિત્ત. તેના પછીની જે
Page 6 of 234
Page #7
--------------------------------------------------------------------------
________________
માટી નીકળે તે સચિત્ત ગણાય છે. આથી કોઇ જગ્યાએ જતાં એક હાથથી નીચે સુધીનાં ખાડા ખોદેલા હોય તોતે નીચેની માટી ઢગલા ઉપર આવી ગઈ માટે તે ઢગલા ઉપર ચલાય નહિ અને ખાડો ઓળંગીને જતાં ઢગલાની માટી અંદર પડે તો તે પૃથ્વીકાયની વેદના વધે અને અંદરની માટી સાથે ભેગી થતાં હિંસાનો દોષ લાગે છે. આવી રીતે પણ ઉપયોગ રાખવો જ્ઞાની ભગવંતોએ જરૂરી કહ્યો છે. અહિંસાના અને દયાના પરિણામ જળવાઈ રહે ટકી રહે અને સ્થિર બનતા જાય છે.
એવી જ રીતે ઘરમાં વાપરવા માટે લાવેલું કાચું મીઠું દળેલું, પીસેલું, ખાંડેલું કે ગાંગડા ગમે તેવું તે સચિત્ત પૃથ્વીકાય રૂપે ગણાય છે. તે મહિના, બે મહિના, છ મહિના કે બાર મહિનાનું લાવી રાખે તો તેની મમત્વ બુધ્ધિથી આ મારૂં છે એ પરિણામથી પૃથ્વીકાયને લાયક કર્મબંધ થયાજ કરે છે તેની હિંસાનું પાપ લાગ્યા જ કરે છે. તમે એકલા ઘરમાં હો, સામાયિકમાં હો, બાજુમાંથી મીઠું લેવા આવે અને લઇને ચાલતા થાય તો સામાયિકમાં તમે શું કરો ? એ ય કેમ લે છે ? મારૂં છે? અમે લાવ્યા છીએ લઇ જવાનું નથી ? ઇત્યાદિ વિચારો કે વચનો બોલાય તે સાવદ્ય વચન કહેવાય અને તેનું અનુમોદન કરો તો ચીજ તમારી હોવા છતાં તેનું પણ પાપ સામાયિકમાં લાગ્યા કરે છે. માટે તમોને અનુમોદનના ત્યાગનું એટલે સાવદ્ય વ્યાપારના અનુમોદનના ત્યાગનું પચ્ચખાણ કરાવાતું નથી આ પણ પૃથ્વીકાયની હિંસા કહેવાય. એ કાચા મીઠાનો ઉપયોગ કરતાં, રસોઇમાં નાંખતા બહાર પડે, ગેસ ઉપર પડે, ગમે ત્યાં પડે તો બીન ઉપયોગી હિંસા લાગે. તેનો ઉપયોગ ઘરમાં રહેલાને કરવાનો તો છે જ તો તેને ઓછું દુઃખ થાય, જેટલી જરૂરીયાત હોય તેટલું લેવાય અધિક નહિ એવો ઉપયોગ રાખી જયણા પાળે અને વિચારે કે સંસારમાં બેઠા છીએ માટે આ પાપ કપાળે ચોટેલું છે માટે કરવું પડે છે. ક્યારે સંસારથી છૂટાય એવા વિચારમાં રહીન પ્રવૃત્તિ કરે તો નિર્જરા વધારે થાય અને પાપ નહિવત્ થાય. આ ઉપયોગ રાખવો જરૂરી લાગે છે? હમણાં ને હમણાં ન આવી જાય પણ રોજ વિચારણા કરતાં કરતાં ઉપયોગનો સમય વધારો તો જરૂર તેનો અમલ થાય અને સંસારમાં રહીને પણ નિર્જરા વિશેષ સાધી શકાય.
પૃથ્વીકાયના જીવો બે પ્રકારના હોય (૧) સૂક્ષ્મ પૃથ્વીકાય (૨) બાદર પૃથ્વીકાય
સૂક્ષ્મ પૃથ્વીકાય જીવો ત્રણે ભુવનમાં એટલે કે ચૌદ રાજલો ક રૂપ જગતને વિષે દરેક આકાશ પ્રદેશ ઉપર અસંખ્યાતા અસંખ્યાતા ઠાંસી ઠાંસીને રહેલા હોય છે. કોઈપણ આકાશ પ્રદેશ આ જીવ વગરનો હોતો નથી. આ જીવોનું શરીર એટલું બધુ સૂક્ષ્મ હોય છે કે આપણે આંખોથી દેખી શકતા નથી અર્થાતુ ચર્મ ચક્ષુથી ન દેખાય એવું સૂક્ષ્મ શરીર હોય છે. એક શરીરમાં એક જીવરૂપે રહેલા હોય છે અસંખ્યાતા શરીર ભેગા થાય તો પણ દેખી શકાતા નથી. આ જીવોનું આયુષ્ય એક અંતમુહૂર્તનું હોય છે. આ જીવો હણ્યાહણાતા નથી, ભેદ્યા ભેદાતા નથી, પાણીથી ભીંજાતા નથી, અગ્નિથી બળતા નથી, કોઇપણ શસ્ત્રથી કપાતા નથી એ એમના આયુષ્ય મુજબ ઉત્પન્ન થાય છે અને મરે છે માટે આ જીવોની હિંસાનું પાપ લાગતું નથી છતાં પણ કોઇવાર કોઇ માણસ ઉપર ગુસ્સો પેદા થયેલો હોય તે વારંવાર આંખ સામે આવતો હોય અને કહેવા છતાંય આઘો ન જતો હોય તો ધીમે ધીમે ગુસ્સો વધતા વચન બોલાઇ જાય કે બધાય આવા છે. બધાયથી
Page 7 of 234
Page #8
--------------------------------------------------------------------------
________________
કંટાળી ગયો છું. બધા મરી જાયતો મને શાંતિ થાય. આવા વિચારથી અને વચનથી તેમજ તે જીવોને ઉદેશીને કાયાના હલન ચલનથી બધા શબ્દોમાં સમુદાય રૂપે હોવાથી આ સૂક્ષ્મ પૃથ્વી કાય જીવોની હિંસાનું પાપ લાગે છે માટે જયારે ગુસ્સો આવે ત્યારે તેને શાંત પાડવા પ્રયત્ન કરી શાંતિ કરવી જોઇએ અને આવા કોઇ શબ્દોનો વિચાર ન આવી જાય, વચન ન બોલાઇ જાય તેની કાળજી રાખવી જોઇએ .
બાદર પૃથ્વીકાય જીવો હણ્યા હણાય છે, ભેઘા ભેદાય છે અને છેઘા છેદાય છે, પાણીથી ભીંજાય છે, અગ્નિથી બળે છે અને શસ્ત્રથી કપાય માટે આ જીવોની હિંસાનું પાપ તેનો ઉપયોગ કરતાં લાગે છે. આ જીવો પણ એક શરીરમાં એક હોય છે છતાંય એક જીવને જોવાની શક્તિ ચર્મ ચક્ષુવાળા જીવોની હોતી નથી. આ જીવો અસંખ્યાતા ભેગા થાય ત્યારે જ આંખેથી જોઇ શકાય છે. આ બાદ૨ પૃથ્વીકાય જીવોના બે ભેદ હોય છે.
(૨) ખરબચડી પૃથ્વી રૂપે
(૧) સુંવાળી પૃથ્વી રૂપે સુંવાળી પૃથ્વીના સાત ભેદો હોય છે.
(૧) કાળી માટી (૨) નીલી માટી (૩) રાતી માટી (૪) પીળી માટી (૫) સફેદ માટી (૬) ગોપી ચંદનની માટી અને (૭) પરપડી એટલે પડવાળી માટી.
ખરબચડી માટીના ૨૨ ભદો હોય છે.
(૧) ખાણની માટી (૨) મરડીયા પાષાણની માટી (૩) મોટી વેળુની માટી (૪) પથ્થરના કટકાની માટી (૫) મોટી શિલાઓની માટી (૬) ખારાની માટી (૭) લૂણની માટી (૮) તરવાની માટી (૯) લોઢાની માટી (૧૦) સીસાની માટી (૧૧) ત્રાંબાની માટી (૧૨) રૂપાની માટી (૧૩) સોનાની માટી (૧૪) વજ્ર હીરાની માટી (૧૫) હરીયાલની માટી (૧૬) હીંગલોકની માટી (૧૭) મણશીલની માટી (૧૮) પારાની માટી (૧૯) સૂ૨માની માટી (૨૦) પ્રવાલની માટી (૨૧) અબરખની માટી અને (૨૨) અબરખના રજની માટી.
આ સાત અને બાવીશ પ્રકારની માટીના નામોમાં કેટલાક હાલમાં અપ્રચલિત હોવાથી ખ્યાલમાં નથી ભૂતકાળમાં તે નામો પ્રચલિત હતા માટે જણાવ્યા છે.
અઢાર જાતના રત્નોના નામો
(૧) ગોમીચ રત્ન (૨) રૂચક રત્ન (૩) અંક રત્ન (૪) સ્ફટીક રત્ન (૫) લોહીતાક્ષ રત્ન (૬) મરકત રત્ન (૭) ભૂઇમૂચક રત્ન (૮) ઇન્દ્ર નીલ રત્ન (૯) ચન્દ્રનીલ રત્ન (૧૦) ગેરૂડી રત્ન (૧૧) મસાર ગલ રત્ન (૧૨) હંસ ગર્ભરત્ન (૧૩) પોલાક રત્ન (૧૪) સૌગંધિક રત્ન (૧૫) ચન્દ્રપ્રભ રત્ન (૧૬) વેરૂડી રત્ન (૧૭) જલકાન્ત રત્ન (૧૮) સૂરકાન્ત રત્ન. આમાંના કેટલાક રત્નો અપ્રસિધ્ધ છે. આ સિવાયના બાદર પૃથ્વીકાયના ભેદો અનેક પ્રકારના હોય છે. અનેક પ્રકારના ભેદોમાં જ્ઞાની ભગવંતોએ પૃથ્વીકાય જીવોના ૩૫૦ પ્રકાર જુદા જુદા ભદ રૂપે કહેલા છે. એ દરેક પૃથ્વીકાયના જીવો પ્રત્યેક હોવાથી એક શરીરમાં એક જીવવાળા હોય છે. અસંખ્યાતા શરી૨ો અને જીવો ભેગા થાય ત્યારે ચર્મ ચક્ષુથી જોઇ શકાય છે .
Page 8 of 234
Page #9
--------------------------------------------------------------------------
________________
આ બાદર પર્યાપ્ત પૃથ્વીકાય એક જીવનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. આંગળીના એક વેઢા જેટલો ભાગ તે એક અંગુલ કહેવાય છે તેના અસંખ્યાતમા ભાગ જેટલું શરીર હોય તે. બાદર પર્યાપ્તા પૃથ્વીકાય જીવના શરીરની અવગાહનામાં એટલે એટલી જગ્યામાં જ એ જીવની સાથેને સાથે જ બાદર અપર્યાપ્ત પૃથ્વીકાયના જીવો અસંખ્યાતા લોકાકાશના આકાશ પ્રદેશોની જેટલી સંખ્યા થાય એટલા રહેલા હોય છે. એટલે કે એક ચૌદરાજ લોકના આકાશ પ્રદેશો અસંખ્યાતા હોય છે. એવા એંદરાજ લોક અલોકને વિષે બીજો -ત્રીજો યાવતું અસંખ્યાતા હોય અને તે બધાના આકાશ પ્રદેશો ભેગા કરીએ એ જેટલી સંખ્યા થાય એટલા જીવો આ બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના એક જીવની અવગાહનાની સાથે બાદર અપર્યાપ્ત પૃથ્વીકાયના જીવો રહેલા હોય છે આથી એ ક સોયના અગ્ર ભાગ ઉપર લીધેલ કાચા મીઠાનો કણીયો આંખે થી જોઇ શકાય છે જે તેમાં અસંખ્યાતા શરીરો ભેગા થયેલા છે તે એક એક શરીરમાં એક એક બાદર પર્યાપ્તા પૃથ્વીકાયનો જીવ રહેલો છે અને તેજ એક એક બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવની સાર્થને સાથે જ બાદર અપર્યાપ્તા પૃથ્વીકાયના જીવો અસંખ્યાતા અસંખ્યાતા સદા માટે રહેલા હોય છે માટે એમ કહી શકાય કે એક કણીયામાં જેટલા જીવો છે તે સાતે નારકીના જીવો કરતાં અસંખ્યાત ગુણા અધિક હોય છે. અથવા ચારે નિકાયના દેવોની સંખ્યા કરતાં અસંખ્યાત ગુણા અધિક રહેલા હોય છે. માટે એ જીવોની હિંસા કરતાં આટલા જીવોની હિંસાનો દોષ લાગે છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે શક્ય હોય તો આ જીવોની દયા પાળો એટલે હિંસા કરવાનું સદંતર બંધ કરો એ ન બને તો એ જીવોની જેટલી બને તેટલી જયણા પાળો અહિંસાના લક્ષ્યપર્વક જેટલી વધારે ને વધારે જયણા પળાશ તેટલા વહેલામાં વહેલા નિરાબાધ એવા મોક્ષ સુખને પામી શકશો.
સૂક્ષ્મ અપર્યાપ્તા પૃથ્વીકાયના જીવોની શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી હોય છે અને આયુષ્ય નિયમા એક અંતર્મુહૂર્તનું હોય છે. આ જીવો સૂક્ષ્મ અપર્યાપ્તા રૂપે ઉત્પન્ન થયા કરે તો અસંખ્યાતી ઉત્સરપિણી, અસંખ્યાતી અવસરપિણી એટલે કે અસંખ્યાતા કાલચક્ર સુધી ઉપ્ત થયા કરે છે. જઘન્યથી એક અંતર્મુહૂર્ત સુધી પણ રહી શકે છે. આ જીવોને આહાર પર્યાપ્તિ-શરીર પર્યાપ્તિ-ઇન્દ્રિય પર્યાપ્તિ આ ત્રણ પર્યાદ્ધિઓ પૂર્ણ થયેલી હોય છે અને ચોથી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ શરૂ કરી પૂર્ણ કર્યા વગરજ મરણ પામે છે આથી ચાથી શરૂ થઇ એટલે તે પર્યામિ ગણાય છે. જીવ જયારે વિગ્રહગતિમાં ઉત્પન્ન થઇ ઉત્પત્તિ સ્થાને આવે છે અને ત્યાં કાર્પણ શરીરથી આહારના પુલોને ગ્રહણ કરી પરિણાવી વિસર્જન કરવાની શક્તિ પેદા કરે છે તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. અને તે નિયમા એક સમયની હોય છે. ત્યાર પછી સમયે સમયે આહારના પુગલોને દારિક મિશ્ર યોગથી ગ્રહણ કરી પરિણમાવી વિસર્જન કરતો કરતો અસંખ્ય સમય સુધી પ્રક્રિયા કરતો રસવાળા પુદ્ગલોને એકઠા કરી જે શક્તિ પેદા થયેલી હોય છે તેમાંથી શરીર બનાવવાની શક્તિ પેદા કરે છે તે શરીરપર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાતિથી આ જીવોને કાયબલ નામનો પ્રાણ પેદા થાય છે. ત્યાર બાદ સમયે સમયે આહારના
Page 9 of 234
Page #10
--------------------------------------------------------------------------
________________
પુદ્ગલોને ગ્રહણ કરતો પરિણમાવતો અસંખ્યાત સમય સુધી પ્રક્રિયા કરે છે તેમાં જેટલા રસવાળા પગલોનો સંગ્રહ થયેલો હોય છે તેમાંથી એક સ્પર્શેન્દ્રિય બનાવવાની એટલે ઇન્દ્રિય પર્યાપ્તિ કરવાની શક્તિ પેદા કરે છે તેમાંથી સ્પશન્દ્રિય પ્રાણની પ્રાપ્તિ કરે છે અને થોડા થોડા રસવાળા પુદ્ગલોથી કાયબલ પણ પુષ્ટ કરે છે. ત્યાર બાદ અસંખ્યાતા સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરતો જાય છે તેનાથી વચમાં શ્વાસોચ્છવાસ પર્યામિ શરૂ કરે છે અને પરભવનું આયુષ્ય બાંધી શ્વાસોચ્છવાસ પ્રાણ શરૂ કરીને મરણ પામે છે. આ રીતે આ જીવોને ચાર પર્યાપ્તિ અને ચાર પ્રાણો હોય છે.
(૧) આયુષ્ય પ્રાણ (૨) કાયબલ (૩) સ્પર્શેન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ પ્રાણ હોય. આ જીવોની યોનિ પૃથ્વીકાયની સમુદાય રૂપે સાત લાખ યોનિ ગણાય છે. આ જીવની જુદી શાસ્ત્રમાં આપેલ નથી માટે જણાવેલ નથી.
સૂક્ષ્મ પર્યામાં પૃથ્વીકાય જીવો. આ જીવોનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે આયુષ્ય એક અંતર્મુહૂર્તનું હોય છે. આ જીવો પર્યાપ્ત રૂપે ઉત્પન્ન થયા કરે તો ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી અને અસંખ્યાતી અવસરપિણી એટલે કે અસંખ્યાતા કાલચક્ર સુધી ઉત્પશ થયા કરે છે. આ જીવોને ચાર પર્યાપ્તિઓ હોય છે.
(૧) આહાર પર્યામિ (૨) શરીર પર્યાપ્તિ (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. આ જીવોને ચાર પ્રાણ હોય છે. (૧) આયુષ્ય પ્રાણ. (૨) કાયબલ (૩) સ્પર્શેન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ. જયારે જે સ્થાનમાંથી મરીને સૂક્ષ્મ પર્યાપ્ત પૃથ્વીકાય રૂપે જે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય ત્યારે જે આયુષ્યનો ઉદય હોય છે તે આયુષ્ય પ્રાણ કહેવાય. તે ઉત્પતિ સમયે આહાર ગ્રહણ કરી પરિણાવવાની શક્તિ પેદા કરે તે આહાર પર્યાપ્તિ. અસંખ્યાત સમય સુધી આહાર ગ્રહણ કરી પરિણમાવી જે શક્તિ પેદા કરે તે શરીર પર્યાપ્તિ. આ પર્યાપ્તિની શક્તિથી કાયબલ પ્રાણ પેદા કરે છે પછી અસંખ્યાત સમય સુધી આહાર ગ્રહણ કરી જે શક્તિ પેદા કરે તેનાથી ઇન્દ્રિય પર્યાપ્તિ પેદા કરે છે. આ પર્યાતિથી જીવ સ્પર્શેન્દ્રિય પ્રાણ પેદા કરે છે અને પછી અસંખ્યાત સમય સુધી આહારના પગલો ગ્રહણ કરી જે શક્તિ પેદા કરે છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાપ્તિથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી શ્વાસ ઉચ્છવાસ રૂપે પરિણમાવી નિઃશ્વાસ રૂપે વિસર્જન કરવાની શક્તિ પેદા કરે છે તે શ્વાસોચ્છવાસ પ્રાણ કહેવાય છે. આ રીતે ચાર પર્યાપ્તિ અને ચાર પ્રાણો પૂર્ણ કરીને પર ભવનું આયુષ્ય બાંધીને જીવો મરણ પામે છે. યોનિ-સાત લાખ.
બાદર અપયમાં પૃથ્વીકાય જીવો. શરીર-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. આયુષ્ય-એક અંત મુહૂર્તનું હોય છે.
આ જીવોની સ્વકાય સ્થિતિ અસંખ્યાતી ઉત્સરપિણી અને અસંખ્યાતી અવસરપિણી સુધીની એટલે કે અસંખ્યાતા કાલચક્ર સુધીની હોય છે. જઘન્યથી એક અંતર્મુહુર્તની પણ હોય છે.
Page 10 of 234
Page #11
--------------------------------------------------------------------------
________________
પર્યાપ્તિ-૪, આહાર-શરીર-ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ હોય છે તેમાં ચોથી અવશ્ય અધુરી હોય છે. પ્રાણો-૪ આયુષ્ય-કાયબલ સ્પર્શના ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પ્રાણ હોય છે.
કોઇપણ સ્થાનમાંથી મરણ પામીને આ જીવ રૂપે ઉત્પન્ન થાય એટલે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી જે શક્તિ પેદા કરે તે આહાર પર્યાપ્તિ. આયુષ્ય પ્રાણ એક જ આ પર્યાદિ વખતે હોય છે પછી અસંખ્યાત સમય સુધી આહારને ગ્રહણ કરી પરિણમાવી જે શક્તિ પેદા કરે તે શરીર પર્યાપ્ત. આ પર્યાપ્ત બધા જીવોને એક અંતર્મુહૂર્તની હોય છે તેમાંથી કાયબલ પ્રાણ પેદા કરે છે. પછી અસંખ્યાત સમય સુધી આહારને ગ્રહણ કરી પરિણમાવી જે શક્તિ પેદા કરે તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાપ્તિમાંથી સ્પર્શેન્દ્રિય પ્રાણ પેદા કરે છે. પછી અસંખ્ય સમય સુધી આહારને ગ્રહણ કરતો શક્તિ પેદા કરતો શ્વાસોચ્છવાસ પર્યાપ્તિની શરૂઆત કરે અને થોડી શક્તિ પેદા કરે પરભવનું આયુષ્ય બાંધી તેમાંથી શ્વાસોચ્છવાસ પ્રાણ શરૂ કરીને મરણ પામે છે. આ રીતે ચાર પર્યાપ્ત અને ચાર પ્રાણો થાય છે. યોનિ-પૃથ્વીકાયની સમુદાય રૂપે કહેલી હોવાથી સાતલાખ યોનિ હોય છે.
બાદર પર્યાપ્તા પૃથ્વીકાય.
શરીર-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું દરેક જીવોનું જુદુ જુદુ હોય છે કારણકે આ
જીવો પ્રત્યેક હોય છે.
(૨) આયુષ્ય-જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી બાવીશ હજાર વરસનું હોય છે.
સ્વકાય સ્થિતિ :- જઘન્યથી એક ભવની હોય છે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી અને અસંખ્યાતી અવસરિપણી કાળ જેટલી હોય છે એટલેકે અસંખ્યાતા કાલચક્રની હોય છે. તેમાં જઘન્ય-જઘન્ય આયુષ્ય રૂપે, જઘન્ય-મધ્યમ આયુષ્ય રૂપે અને મધ્યમ-મધ્યમ આયુષ્ય રૂપે અસંખ્યાતી ઉત્સરપિણી અને અસંખ્યાતી અવસરિપણી જેટલી હોય છે. જયારે ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે આઠ ભવની સ્વકાય સ્થિતિ હોય છે. આવા આઠ આઠ ભવ રૂપે ઉત્પન્ન થઇ વચમાં બીજી કાયમાં જઇને પાછા આઠ આઠ ભવ કરે એવી રીતે પણ અસંખ્યાતા કાળ સુધી ફર્યા કરે છે. દાખલા તરીકે કોઇ દેવતાના જીવને અથવા મનુષ્યના જીવને દેવલોકમાં જે કાંઇ રત્નો, માણેક, મણિ વગેરે પ્રત્યે જોરદાર મમત્વ પેદા થાય એ મમત્વના કારણે તેજ મણિ રત્ન આદિમાં પૃથ્વીકાય રૂપે ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે એટલે બાવીશ હજારના આયુષ્ય રૂપે ઉત્પન્ન થાય ત્યાંથી મરી પાછો ત્યાં જ તેટલા આયુષ્યવાળો બીજો ભવ કરે એમ ક્રમસર આઠ ભવો બાવીશ હજાર વરસના કરે પછી નવમા ભવે એક અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અટ્કાય આદિમાં જઇ ત્યાંથી બાવીશ હજાર વરસનું પૃથ્વીકાયનું આયુષ્ય બાંધી પાછો ઉત્પન્ન થાય ફરીથી આઠ ભવ કરે પાછો એક ભવ અકાયાદિમાં જાય પાછો ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે પૃથ્વીકાયના આઠ ભવ કરે એમ કરતો કરતો અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરરપણી કાળ સુધી રખડ્યા કરે છે. આ રીતે રખડવાનું
Page 11 of 234
Page #12
--------------------------------------------------------------------------
________________
મુખ્ય કારણ શું ? એ સમજો પુણ્યના ઉદયથી જે અનુકૂળ પદાર્થો મળે છે તેનીના નહિ પણ તેના ૫૨ રાગ કરવો આસક્તિ ક૨વી અને મમત્વ વધારતા જવું અને જે પદાર્થ પ્રત્યે અત્યંત રાગ કેળવીને મમત્વ વધારતા જઇએ તેનાથી આ રીતે રખડપટ્ટી કરવાના અનુબંધો બંધાયા કરે છે અને એ અનુબંધોને આધીન થઇને જીવો સંસારમાં જન્મ મરણ કર્યા કરે છે. માટે જ્ઞાની ભગવંતો કહે છે કે એક સેકંડ અનુકૂળ પદાર્થો મેળવવાની ઇચ્છા કરીએ તેનાથી નારકીના જીવો ૬૧૧૫૫૪૫ પલ્યોપમ સુધી જે દુ:ખની વેદના વેઠે છે એટલા દુ:ખની વેદના વેઠવા લાયક કર્મબંધ થયા કરે છે. એવી જ રીતે અનુકૂળ પદાર્થો પ્રત્યે અત્યંત રાગ રાખીને મારાપણાની બુધ્ધિ જેટલી દ્રઢ કરવામાં આવે અને તે દ્રઢ કરેલી બુદ્ધિને જેટલી વાર યાદ કર્યા કરે તેમાં એકવાર યાદ કરવામાં દશ ભવ વધે બીજી વાર યાદ કરવામા દેશ X દશ = સો ભવ વધે ત્રીજી વાર યાદ કરવામાં સો X દશ = એક હજાર ભવ વધે આ રીતે ભવની પરંપરા વધતી જાય છે. એવી જ રીતે જે કાંઇ જીવનમાં પ્રતિકૂળતા આવી હોય અથવા આવતી હોય તો તેના માટે અત્યંત દ્વેષ કરી તે પ્રતિકૂળતાઓને કાઢવાનો વિચાર જેટલી વાર કર્યા કરીએ તેમાં પણ દશભવ-સો ભવ હજાર ભવ ઇત્યાદિ ભવોની પરંપરા વધતી જાય છે. આથી જો દુઃખમય સંસાર વધારવો ન હોય ભવની પરંપરા વધારવી ન હોય તો આ મનુષ્યજન્મમાં જીવ વિચાર આદિ પ્રકરણોનું જ્ઞાન મેળવી ધીમે ધીમે આત્માને એવી રીતે કેળવવો જોઇએ કે કમસેકમ ભવની પરંપરાતો ન જ વધે તોજ મનુષ્ય જન્મ સાર્થક થશે.
પર્યાપ્તિ- આ જીવોને ચાર હોય છે. (૧) આહાર પર્યાપ્તિ (૨) શરીર પર્યામિ (૩) ઇન્દ્રિય પર્યામિ (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ હોય છે. પ્રાણ ૪ હોય છે. (૧) આયુષ્ય (૨) કાયબલ (૩) સ્પર્શેન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ પ્રાણ હોય છે.
બીજા સ્થાનોમાંથી મરણ પામીને જીવ બાદર પર્યામા પથ્વીકાય રૂપે જયારે ઉત્પન્ન થાય છે અને વિગ્રહગતિમાં આવે છે ત્યારથી આયુષ્ય નામનો પ્રાણ ચાલુ થાય છે. ઉત્પતિના પહેલા સમયે આવી આહાર ગ્રહણ કરી પરિણમાવવાની શક્તિ પેદા કરી અસંખ્યાત સમય સુધી આહાર ગ્રહણ કરી પરિણમાવીને શરીર પર્યાપ્તિ રૂપે શક્તિ પેદા કરે છે. આ શક્તિમાંથી કાયબલ નામના પ્રાણને પેદા કરે છે કે જેનાથી જગતમાં રહેલા ઔદારિક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી વિસર્જન ક૨વાની શક્તિ પેદા થાય છે ત્યાર પછી અસંખ્ય સમય સુધી આહારને ગ્રહણ કરી પરિણમાવવાથી જે શક્તિ પેદા થાય છે તેમાંથી ઇન્દ્રિય પર્યાપ્તિની શક્તિ પેદા કરે છે તે શક્તિથી સ્પશેન્દ્રિય પ્રાણ પેદા કરે છે. ત્યાર પછી અસંખ્ય સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી જે શક્તિ પેદા કરે છે તેનાથી શ્વાસોચ્છવાસ પર્યાપ્ત પેદા કરી શ્વાસોચ્છવાસ નામને પ્રાણ પેદા કરે છે કે જેનાથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી શ્વાસ રૂપે પરિણમાવી નિઃશ્વાસ રૂપે વિસર્જન કરી પોતાનું જેટલું આયુષ્ય હોય તેટલા આયુષ્ય સુધી આહારના પુદ્ગલો ગ્રહણ કરી ચારે પ્રાણોની શક્તિને જાળવી આહાર
Page 12 of 234
Page #13
--------------------------------------------------------------------------
________________
સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞાને પુષ્ટ કરતો સ્પર્શેન્દ્રિય આઠ વિષયોમાં રાગ ષના પરિણામ કરતો પોતાનું જીવન જીવે છે.
આ પૃથ્વીકાય જીવોની જીવાયોનિ સાતલાખ હોય છે. પાંચ વર્ણ-કાળો, લીલો, લાલ, પીળો, સફેદ X ૨ ગંધ- સુગંધ એટલે સુરભિગંધ દુર્ગધ = દુરભિગંધ X પાંચ રસ- કડવો, તીખો, તૂરો, ખાટો અને મીઠો X આઠ સ્પર્શ- ગુરૂ-લઘુ, શીત-ઉષ્ણ-મૃદુ-કર્કશ અને સ્નિગ્ધ તથા રૂા. X પાંચ સંસ્થાન- ગોળ, વલયાકાર, ચોરસ, ત્રિકોણ અને લંબ = લાંબુ = ૨૦૦૦ ભેદો થાય છે કારણકે યોનિ હંમેશા પુગલની બનેલી હોય છે તેમાં કોઇને કોઇ વર્ણ હોય કોઇને કોઇ ગંધ હોય કોઇને કોઇ રસ હોય કોઇને કોઇ સ્પર્શ હોય તેમજ કોઇને કોઇ તેનો આકાર હોય છે માટે તેના બે હજાર ભેદો થાય છે. આ ઉત્પત્તિ સ્થાન એટલે યોનિ કહેવાય છે. આ બે હજારથી સાત લાખને ભાગાકાર કરીએ તો ૩૫૦ સંખ્યા આવે તેમાં એમ સમજવું કે જગતમાં પૃથ્વીકાયની જાતિ રૂપે ભેદો ૩૫૦ હોય છે.
આ ૩૫૦ ભેદોમાં દરેકમાં બબ્બે હજાર ઉત્પત્તિ સ્થાનો રહેલા હોય છે માટે ૩૫૦ X ૨૦૦૦ કરતાં સાતલાખ જીવાયોનિ થાય છે. આ રીતે પૃથ્વીકાયની જીવાયોનિ સાત લાખ કહેલી છે. હવે આમાં ૩૫૦ ભેદો પૃથ્વીકાયના કયા સમજવા તે હાલ કોઈ ગ્રંથમાં મળતા નથી. કેવી રીતે વિચારવા એ પણ સમજ પડતી નથી માટે તે ભેદો લખેલ નથી.
આ બાદર પૃથ્વીકાય જીવો એક લીલા આમળાની જેટલી જગ્યા થાય એટલામાં મુકવામાં આવે અને તે જેટલા જીવો થાય તે દરેક જીવનું પારેવા જેટલું એટલે કે કબૂતર જેટલું શરીર બનાવવામાં આવે તો આ એક લાખ યોજનવાળા જંબુદ્વીપમાં સમાવાતા નથી અર્થાતુ તેને રહેવા માટે આ જંબુદ્વીપ પણ નાનો પડે છે. એટલા બધા તેમાં જીવો હોય છે. માટે તાકાત હોય તો એ જીવોની હિંસાથી સદંતર છૂટી જવું જોઇએ ન જ છૂટાય અને કદાચ હિંસા કરવી પડેતો જરૂરીયાત જેટલાની પડે તેટલાનો ઉપયોગ એવી રીતે કરવો કે તે જીવોને વેદના ઓછી થાય અને ક્યારે આ જીવોની હિંસાથી છૂટાય તેવી ભાવના રાખવાથી પરિણામ હિંસાના જોરદાર બનશે નહિ. અહિંસાના પરિણામનાં સંસ્કાર દ્રઢ બનશે કે જેના પ્રતાપે બીજા ભવમાં સંપૂર્ણ હિંસાથી છૂટી જીવન જીવવાની શક્તિ પેદા થશે. એ રીતે પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે. બીન જરૂરીયાત આ જીવોની હિંસા તો કરવી જ નહિ એવો અભ્યાસ પાડતા જવું જેમ કે કાચી વનસ્પતિની સાથે મીઠાનો ઉપયોગ કરવો એ બીન જરૂરીયાત કહેવાય કારણકે જીભના સ્વાદ માટે તે જીવોની હિંસા થાય છે એમ દરેકમાં સમજવું.
હવે, તિર્યંચગતિમાં રહેલા આત્માઓ મુખ્યતયા પાંચ પ્રકારમાં વહેંચાયેલા છે કારણકેતિર્યંચગતિમાં એક ઇંદ્રિયવાળા જીવો હોય છે તેમ બે ઇંદ્રિયોવાળા, રાણ ઇંદ્રિયોવાળા, ચાર ઇંદ્રિયોવાળા અને પાંચ ઇંદ્રિયોવાળા જીવો પણ હોય છે : તે પૈકીના એક ઇંદ્રિયવાળા જીવો પાંચ પ્રકારે છે :- “૧-પૃથ્વીકાય, ૨-અકાય, ૩-તેઉકાય, ૪-વાયુકાય અને પ-વનસ્પતિકાય.”
Page 13 of 234
Page #14
--------------------------------------------------------------------------
________________
ણ બે પ્રકાર છે : “૧-પ્રત્યેક અને ર-સાધારણ .’ જેમ વનસ્પતિકાયના મૂખ્યતયા બે પ્રકાર છે તેમ પંચેદ્રિય-તિર્યંચોના પણ મૂખ્યતયા-'૧-જલચર, ૨-ખેચર અને ૩સ્થલચર.” આ ત્રણ પ્રકાર છે. તેમાં સ્થલચર' પણ “૧-ચતુષ્પદ, ૨-ઉર:પરિસર્પ, ૩-ભુજ પરિસર્પ.' આ ત્રણ પ્રકારના છે. આ સઘળાય પ્રકારના તિર્યંચોની યોનિ, કુલકોટિ અને વેદનાના સ્વરૂપનું વર્ણન કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે
"तिर्यग्गतौ पृथिवीकायजन्तूनां सम योनिलक्षा द्वादश कुलकोटिलक्षा: स्वकायपरकायशस्त्राणि शीतोष्णादिका वेदना?" તિર્યંચગતિમાં ઉત્પન્ન થયેલા પૈકીના -
(૧) “પૃથિવીકાય” ના જતુઓની યોનિ સાત લાખ છે,
કુલકોટિ બાર લાખ છે, પૃથિવીકાય જીવોને નાશ કરનારાં શસ્ત્રો બે પ્રકારનાં હોય છે એક સ્વકાયશસ્ત્રો અને બીજા પરકાય શસ્ત્રો : અર્થાત્ એ જીવોનો નાશ અકાય આદિ અન્યથી થાય છે તેમ પૃથિવીકાયથી પણ થાય છે અને શીત તથા ઉષ્ણ આદિ વેદનાઓ પણ પૃથિવીકાયના જીવોને અનેક પ્રકારની હોય છે.
(૧) સ્થાવર જીવો : “સ્થાવર નામકર્મ” ના ઉદયથી ગમનાગમન કરવા માટે સર્વથા અશક્ત છે : એ જીવો અનંતજ્ઞાનીઓ શિવાય કોઇને પણ પ્રત્યક્ષ નથી : જે આત્માઓ અનંતજ્ઞાની પરમ વીતરાગ શ્રી અરિહંત પરમાત્માના શાસનને પામેલા છે તેજ આત્માઓ એ જીવો ની શ્રદ્ધા કરી શકે છે : અનંતજ્ઞાની શ્રી અરિહંત પરમાત્માના શાસનથી પર રહેલા આત્માઓ, ગમે તેવા ડાહ્યા ગણાવા છતાં પણ એ જીવોની રક્ષા કરવાનું નથી સમજી શક્યા, કારણ કે-ન હાલી-ચાલી શકે તેવા પણ જીવો છે એ વાત જ તેઓ અજ્ઞાનના યોગે નથી જાણી શકતા અને મિથ્યાત્વના ઉદયથી નથી માની શકતા. બલિહારી છે એ અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવોની કે-જે વિશ્વહિતૈષીઓ એ “એવા પણ જીવો છે' એમ સમજાવીને અહિંસાનો
મ અને અજોડ રાજમાર્ગ ઉઘાડો કર્યો છે : એ રાજમાર્ગે તે જ આત્માઓ ચાલી શકે છે કે જે આત્માઓ, એ પરમાત્માઓની આજ્ઞા મુજબના સંયમના અને તપના ઉપાસક બને છે. શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલ અહિંસા, સંયમ અને તપ એ મોક્ષમાર્ગના આરાધકોજ સારી રીતિએ સમજી શકે છે અને યથાર્થ રીતિએ આચરી શકે છે. સંપૂર્ણ અહિંસાના ઉપાસક થવાને ઇચ્છતા આત્માઓ, સંપૂર્ણ અહિંસાનું યથાર્થ પાલન કરી શકે તે માટે એ અનંત ઉપકારી પરમાત્માએ સ્થાવર જીવો કેટલા પ્રકારના અને કેવી રીતિએ રહ્યા છે એ વિગેરે ઘણી જ ઝીણવટ પૂર્વક સમજાવ્યું છે.
સ્થાવર જીવોના મુખ્ય પ્રકાર પાંચ છે. (૧) પહેલો- પૃથિવીકાય' નામનો પ્રકાર છે : એ પ્રકારમાં સ્ફટિક રત્ન, મણિ, રત્ન, વિદ્રમ આદિ અને કનો સમાવેશ થાય છે.
Page 14 of 234
Page #15
--------------------------------------------------------------------------
________________
(૨) બીજો- ‘અપૂકાય’ નામનો પ્રકાર છે : એ પ્રકારમાં ઘનોદાધિ આદિ સર્વ પ્રકારના પાણીનો સમાવેશ થાય છે.
(૩) ત્રીજો - ‘તેજસ્કાય' નામનો પ્રકાર છે : એ પ્રકારમાં વિજળી આદિ સર્વ પ્રકારની અગ્નિનો સમાવેશ થાય છે.
(૪) ચોથો- “વાયુકાય' નામનો પ્રકાર છે : એ પ્રકારમાં ઘનવાત આદિ સર્વ પ્રકારના વાયુનો સમાવેશ થાય છે.
(૫) પાંચમો- ‘વનસ્પતિકાય” નામનો પ્રકાર છે : “વનસ્પતિકાય” ના મૂખ્ય બે વિભાગ છે : એક “પ્રત્યેક વનસ્પતિકાય અને બીજો “સાધારણ વનસ્પતિકાય' પ્રત્યેક વનસ્પતિકાય તેને કહેવાય છે કે જેના એક શરીરમાં એક જીવ હોય અને સાધારણ વનસ્પતિકાય તેને કહેવાય છે કેજેના એક શરીરમાં અનંતા જીવો હોય : ફલ, ફૂલ આદિ પ્રત્યેક વનસ્પતિકાયમાં ગણાય છે અને કંદ આદિ સાધારણ વનસ્પતિકાયમાં ગણાય છે.
આ પાંચ પ્રકારના જીવોના સૂક્ષ્મ અને બાદર આદિ પ્રકારો છે. આ જીવોને માત્રા સ્પર્શના નામની એ કજ ઇંદ્રિય હોય છે.
પૃથિવીકાયની પીડાના પ્રકાર સંસાર ભાવનાના વિવરણમાં નરકગતિના જીવોને કેટલા પ્રકારની અને કેવી કેવી વેદનાઓ ભોગવવી પડે છે એનો ખ્યાલ આપ્યા બાદ તિર્યંચગતિમાં રહેલા આત્માઓને ભોગવવી પડતી વેદનાઓનો ખ્યાલ આપતાં શરૂઆતમાં જ પૃથિવીકાયના જીવોને વિવિધ જાતિની પીડાઓ કેવા કેવા પ્રકારે ભોગવવી પડે છે એનું વર્ણન કરતાં એ મહાપુરૂષ ફરમાવે છે
કે
"तिर्यग्गतिमपि प्राप्ताः, सम्माप्यैकेन्द्रियादिताम् ।
dift pledg૨-૪૫HI HI[H[; //// હાર્દિWR: VIC , મે જs8I/II /I; / વારિવIછે; ભIો , હ્યો I/ ////
व्यश्यन्ते लवणाचाम्ल-मूत्रादिसलिलैरपि / लवणक्षारतां प्राप्ताः, क्वथ्यन्ते चोग्णवारिणि //३// पच्यन्ते कुम्भकाराद्यौः, कृत्वा कुम्भेष्टफादिसात / चीयन्ते शिनमध्ये च, कृत्वा कर्दमरुपताम् ।।४।।
केचिछाणैनिघण्यन्ते, विपरय क्षारमृत्यूट: ।
૮ @ા છે જો, VICો દ્રિ /ર/; //// તિર્યંચગતિને પણ પામેલા આત્માઓ, ‘એ કેંદ્રિય' આદિપણાને પામીને અને એ કેંદ્રિયપણામાં પણ “પૃથિવીકાયરૂપતા' ને પામેલા આત્માઓ પૈકીના
૧. કેટલાક આત્માઓ, ‘હલ' આદિ શસ્ત્રોથી ફડાય છે. ૨. કેટલાક આત્માઓ, “ઘોડા' અને “હાથી' આદિ પશુઓ દ્વારા મર્દન કરાય છે.
Page 15 of 234
Page #16
--------------------------------------------------------------------------
________________
૩. કેટલાક આત્માઓ, પાણીના પ્રવાહોથી પ્લાવિત થાય છે. ૪. કેટલાક આત્માઓ, દવાગ્નિથી દહાય છે. ૫. કેટલાક આત્માઓ, ‘લવણ, આચામ્સ અને મૂત્રો’ આદિના પાણીથી પણ વ્યથિત થાય
૬. લવણક્ષારપણાને પામેલા કેટલાક આત્માઓ, ઉષ્ણ, પાણીમાં ઉકાળાય છે.
૭. કેટલાક આત્માઓ, કુંભાર આદિ દ્વારા ઘડા અને ઇંટો આદિ રૂપ થઇને પકાય છે : અર્થાત્ કેટલાક પૃથિવીના જીવોને કુંભારો, ઘડા અને ઇંટો આદિરૂપ બનાવીને નભાડામાં પકાવે
૮. કેટલાક પૃથિવીના જીવોને કાદવરૂપ કરીને કડીઆઓ ભીંતની અંદર ચોંટાડે છે.
૯. કેટલાક પૃથિવીના જીવોને ક્ષારમૃત્યુટો દ્વારા પકાવીને કારીગરો શાણ ઉપર ખુબ ખુબ ઘસે છે.
૧૦. કેટલાક પૃથિવીના જીવો, ટંકાત્કો દ્વારા ખુબ ખુબ ફડાય છે. ૧૧. અને કેટલાક પૃથિવીના જીવો, પર્વતોની નદીઓના પ્રવાહો દ્વારા ફડાય છે.
આવા આવા પ્રકારના, પૃથિવીકાય જીવોની પીડાના પ્રકારો જાણીને પાપભીરૂ આત્માઓ એ ખુબ ખુબ વિવેકી બનવાની જરૂર છે.
ઉપકારી પુરૂષો એ જીવોની પીડાના એવા એવા પ્રકારોનું વર્ણન એટલાજ માટે કરે છે કે‘પૃથિવીકાયના જીવો આવા આવા પ્રકારો દ્વારા ભયંકર પીડાને પામે છે.” એમ જાણીને વિવેકી આત્માઓ તેવા તેવા પ્રકારો દ્વારા તે જીવોને પીડારૂપ થતા અટકે; અથવા ન અટકી શકાય તેમ હોય તો પણ યતનાયુક્ત તો અવશ્ય બને જ. આ વાત એકલા પૃથિવીકાયના જીવો માટે જ નથી પરન્ત સઘળાય જીવો માટે સમજી લેવાની છે.
પૃથ્વીકાયનું વર્ણન સમાપ્ત
અકાય જીવોનું વર્ણન.
પાણી છે શરીર જે જીવોનું અર્થાતુ પાણી પોતે જ શરીર રૂપે જે જીવોનું હોય છે તે અપૂકાય જીવો કહેવાય.
અપૂકાય જીવોના મુખ્ય બે ભેદો હોય છે . (૧) સૂક્ષ્મ અકાય (૨) બાદર અપુકાય
સૂક્ષ્મ અકાય જીવોનું વર્ણન.
Page 16 of 234
Page #17
--------------------------------------------------------------------------
________________
આ જીવો હણ્યા હણાતા નથી, છેલ્લા દાતા નથી, પાણીથી ભીંજાતા નથી, અગ્નિથી બળતા નથી તેમજ કોઇપણ શસ્ત્રથી કપાતા નથી. હાથ હલાવતા પણ આ જીવોની હિંસા થતી નથી કારણ કે આ જીવો અતીવ સૂક્ષ્મ છે તેથી ચર્મચક્ષુથી દેખી શકાતા નથી. પણ કોઇ દુશ્મન અથવા આપણું કહ્યું ન માનતો જીવ વારંવાર કહ્યા છતાં આંખ સામે આવ આવ કરતો હોય તો ગુસ્સામાં બધા મરી જાય તો સારૂં બધા આવા જ હોય છે એવા વિચારથી બધા મરી જવાના ભાવમાં આ જીવો પણ ભેગા આવી જતાં હોવાથી આ જીવોની હિંસાનું પાપ લાગે છે. ચદરાજ લોક રૂપ જગતને વિષે તેના દરેક આકાશ પ્રદેશ ઉપર અસંખ્યાતા અસંખ્યાતા અપૂકાયના જીવો ઠાંસી ઠાંસીને ભરેલા હોય છે. અર્થાત્ લોકનો કોઇ એવો આકાશ પ્રદેશ નથી કે જ્યાં આ સૂક્ષ્મ અપૂકાય જીવો અસંખ્યાતા રૂપે રહેલા ન હોય. જયાં સિધ્ધ પરમાત્માના જીવો રહેલા છે તે આકાશ પ્રદેશ ઉપર પણ આ સૂક્ષ્મ જીવો સદા માટે રહેલા હોય છે .
આ જીવોના બે ભેદ હોય છે. (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા અપુકાય (૨) સૂક્ષ્મ પર્યાપ્તા અપુકાય
સૂક્ષ્મ પિયક્તિાં અકાય આ જીવોનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગનું હોય. આયુષ્ય-નિયમાં એક અંતર્મુહૂર્તનું હોય છે. સ્વકાસ્થિતિ જઘન્યથી એક ભવની કે કોઈ જીવ આ જીવ રૂપે ઉત્પન્ન થઇ અંતર્મુહૂર્તમાં નીકળી બીજી કાયમાં ઉત્પન્ન થઇ જાય તે રીતે બની શકે છે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપિણી કાળ સુધી એટલે અસંખ્યાતા કાળચક્ર સુધી ઉત્પન્ન થયા કરે છે. એવા જ પ્રકારના જોરદાર અનુબંધ બાંધેલા હોય કે જેના પ્રતાપે આ રીતે જન્મ મરણ કરતાં કરતાં ફર્યા જ કરે.
પર્યાતિ-જ હોય. (૧) આહાર પર્યાપ્તિ (૨) શરીર પર્યાપ્તિ (૩) ઇન્દ્રિય પર્યાતિ (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ.
આ ચોથી પર્યાપ્તિ અધુરીએ અવશ્ય મરણ પામે છે પણ શરૂ કરી છે માટ ગણાય છે.
પ્રાણ-૪. (૧) આયુષ્ય (૨) કાયબલ (૩) સ્પર્શેન્દ્રિય અને (૪) શ્વાસોચ્છવાસ. આ ચોથો પ્રાણ અવશ્ય અધુરો હોય છે. પૂર્ણ કરતાં નથી પણ શરૂ કરેલો હોવાથી એ ચોથા પ્રાણ રૂપે ગણાય છે.
સામાન્ય રૂપે નિયમ હોય છે કે દરેક જીવો ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછીથી જ પરભવનું આયુષ્ય બાંધી શકે છે આથી જે અપર્યાપ્તા જીવો હોય છે કે જે અપર્યાપ્તાવસ્થામાં મરણ પામવાના હોય છે એવા એ કેન્દ્રિય જીવો પોતાની સ્વયોગ્ય ચોથી પર્યામિ પૂર્ણ કર્યા વગર જ મરણ પામતા હોય છે. આથી ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછીથી ચોથી પર્યાપ્તિ શરૂ કરે પરભવનું આયુષ્ય બાંધે અને પર્યાપ્તિ પૂર્ણ કર્યા વગર મરણ પામે તેને અપર્યાપ્ત કહેવાય છે.
Page 17 of 234
Page #18
--------------------------------------------------------------------------
________________
યોનિ. અકાય જીવોની સામાન્ય રીતે સાતલાખ કહેલી છે માટે અહીં જુદી યોનિ મલતી ન હોવાથી સાતલાખ જીવા યોનિ કહેવાય છે. (ગણાય છે.) આ જીવો નિયમા પ્રત્યેક હોય છે એટલે કે એક શરીરમાં એક જીવવાળા હોય છે.
સૂક્ષ્મ પર્યાપ્તા અપકાય જીવો
આ જીવો પણ ચૌદરાજ લોક રૂપ જગતને વિષે દરેક આકાશ પ્રદેશ ઉપર અસંખ્યાતા અસંખ્યાતા ઠાંસી ઠાંસીને રહેલા હોય છે. એક સૂક્ષ્મ અપર્યાપ્તા જીવની અવગાહનામાં સંખ્યાત ગુણા અધિક જીવો સૂક્ષ્મ પર્યાપ્તા જીવો નિયમા રહેલા હોય છે. કારણકે અપર્યાપ્તા જીવો કરતાં આ જીવોનું આયુષ્ય માટું હોય છે. માટે સંખ્યાત ગુણા અધિક કહેલા છે.
શ૨ી૨-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય. આયુષ્ય-નિયમા એક અંતર્મુહૂર્તનું હોય છે. સ્વકાય સ્થિતિ જધન્યથી એક ભવ કારણકે કોઇ જીવ કોઇ સ્થાનમાંથી મરણ પામી ઉત્પન્ન થયેલો હોય તે એક અંતર્મુહૂર્ત રહી તરત જ બીજી યોનિમાં જતો રહે છે માટે એક ભવ પણ કહી શકાય. ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી તથા અસંખ્યાતી અવસરપિણી કાળ એટલે અસંખ્યાતા કાલચક્ર જેટલો પણ કાળ હોય છે.
ત્યાંને ત્યાં પણ આ જીવ પોતાને મળેલ શરીરનું મમત્વ કરતો કરતો તેની આસક્તિમાં લીન બનતો ભવ ભ્રમણ વધારીને આટલો કાળ રહી શકે છ. જ્ઞાની ભગવંતોએ આગમોમાં કહ્યું છે કે આવા જીવો ત્યાંના પોતાના મળેલા શ૨ી૨ના મમત્વના કારણે પોતાનું ભવ ભ્રમણ વધારતા જાય છે. પર્યાપ્ત. ૪ હોય છે. (૧) આહાર પર્યાપ્તિ (૨) શરી૨ પર્યાપ્તિ (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ અને (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્ત.
આ જીવો પોતાની શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ કરીને પછી મરણ પામે છે એ પહેલા મરતા નથી. આયુષ્ય બંધની યોગ્યતા ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ શરૂ થઇ જાય છે.
પ્રાણ-૪ હોય. (૧) આયુષ્ય (૨) કાયબલ (૩) સ્પર્શેન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ પ્રાણ. આ ચોથો પ્રાણ શરૂ કરીને પોતાનું આયુષ્ય હોય ત્યાં સુધી આ પ્રાણ ચાલુ રાખતા રાખતા મરણ પામે છે.
યોનિ. આ જીવોની જુદી યોનિ કહેલી ન હોવાથી સામાન્ય રીતે જે કહેલી હોય છે તે પ્રમાણે સાત લાખ જીવા યોનિ હોય છે.
બાદર અકાય જીવોનું વર્ણન.
આ જીવો ભેદ્યા ભેદાય છે. છેદ્યા છેદાય છે, હણ્યા હણાય છે, પાણીથી ભીંજાય છે, અગ્નિથી બળે છે અને હાથ હલાવવા વગરે હલન ચલનથી પણ મરે છે માટે આ જીવોની હિંસાનું પાપ લાગે છે.
Page 18 of 234
Page #19
--------------------------------------------------------------------------
________________
બાદર અપુકાય જીવોના સામાન્ય રીતે ૧૭ ભેદો કહ્યા છે.
(૧) ઠરેલું પાણી (૨) હિમનું પાણી (૩) ધુમ્મસનું પાણી (૪) મેઘરવનું પાણી (૫) ઘાસ ઉપર જામેલું પાણી (૬) કરાનું પાણી (૭) આકાશનું પાણી (૮) ટાઢું પાણી (૯) ઉનું પાણી (૧૦) ખારું પાણી (૧૧) ખાટું પાણી (૧૨) લવણ સમુદ્રનું પાણી (૧૩) મધુર રસ સરખું પાણી (૧૪) દૂધ સરખું પાણી (૧૫) ઘી સરખું પાણી (૧૬) શેલડીના રસસરખું પાણી અને (૧૭) સર્વ રસ સરખું પાણી હોય છે આ સિવાયના બીજા અનેક ભેદો વાળું પાણી જગતમાં હોય છે તે બાદર અપુકાય જીવો કહેવાય છે.
આ બાદર અપૂકાય જીવો અધોલોકમાં જે સાત પૃથ્વીઓ રહેલી છે તે પૃથ્વીઓની પહોળાઇ પૂર્ણ થતાં જ તેને વીંટળાઇને ગોળાકારે ઘનોદધિ રૂપે પાણી રહેલું હોય છે. આ પાણી એટલું બધું ઘન થયેલું હોય છે કે પથ્થર જેવું લાગે એટલું બધું ઘાટું થયેલું હોય છે કે જેથી જેલા ઘી જેવું આ પાણી હોય છે અને તે દરેક પૃથ્વીને આ રીતે વીંટળાઇને રહેલું હોય છે. તથા ભવનપતિના આવાસો રહેલા છે તેમાં રહેલી વાવડીઓ પુષકિરણી વગેરેમાં રહેલું સ્વચ્છ પાણી હોય તે અપૂકાય રૂપે બાદર અપૂકાય રૂપે છે તેમજ જેટલા સમુદ્રો જગતમાં રહેલા છે એટલે કે અસંખ્યાતા સમુદ્રો રહેલા છે. તે દરેક એક હજાર યોજન જેટલા ઉંડા હોય છે. તો તેમાં નવસો યોજનથી નીચેના ભાગમાં સો યોજન નીચે જેટલું પાણી રહેલું હોય તે અધોલોકનું પાણી કહેવાય છે તથા આ જંબુદ્વીપમાં જે મહાવિદેહક્ષેત્ર રહેલું છે તેની પશ્ચિમ દિશાએ ઉત્તર બાજુના જ આઠ વિજયો છે તે હંમેશા ઢાળ પડતા હોય છે તેમાં જે આઠમી વિજય કુબડી વિજય કહેવાય છે તે નવસો યોજનથી નીચેના ભાગમાં આવેલી હોવાથી અધોલોકમાં ગણાય છે તેમાં રહેલું પાણી પણ અધોલોકનું પાણી ગણાય છે.
- તિચ્છ લોકમાં રહેલા અસંખ્યાતા સમુદ્રોમાં રહેલું પાણી, અસંખ્યાતા દ્વીપો માં રહેલ પાણી પહાડોમાં રહેલુ પાણી, વાવ, કૂવા, તળાવ, નદી, સમુદ્રોની ખાડીઓમાં રહેલું પાણી, દ્રહો, કૂડો, ધોધમાં રહેલું પાણી આ બધા બાદર પર્યાપ્તા અપૂકાય રૂપે ગણાય છે. ઉર્વીલોકમાં નવસો યોજનથી ઉંચેના ભાગમાં પાંડુકવન, નંદનવન વગેરેમાં આવેલા દ્રહો, કૂંડોમાં રહેલું પાણી, નદીઓ, તળાવો, ખાબોચીયામાં રહેલું પાણી વગેરે તથા વૈમાનિકના દેવલોકમાં રહેલી વાવડીઓમાં રહેલું પાણી આ બધા પાણીના જીવો બાદર અકાય પર્યાપ્તા જીવો રૂપે ગણાય છે.
વનસ્પતિના પાંદડા પર રાતના ઝાકળ પડેલ હોય તે ઝાકળના પાણીના બિંદુઓ પડેલા હોય છે તે બિંદુઓ પાંદડા ઉપર ચોંટેલા હોય છે. તેમાંનું એક બિંદુ એટલું સૂક્ષ્મ અને ઝીણું હોય છે છતાંય ચર્મ ચક્ષુથી જોઇ શકાય છે માટે તે બિંદુમાં અસંખ્યાતા શરીરો રહેલા હોય છે. તે એક એક શરીરને વિષે એક એક બાદર પર્યાપ્તા અપુકાયના જીવો રહેલા હોય છે. તે એક એક બાદર પર્યાપ્ત જીવોની સાથેને સાથે જ એટલે કે તે શરીરની અવગાહનામાં અસંખ્યાતા લોકાકાશના આકાશ પ્રદેશોની સંખ્યા જેટલા અસંખ્યાતા બાદર અપર્યાપ્તા અપુકાયના જીવો સદા માટે રહેલા
Page 19 of 234
Page #20
--------------------------------------------------------------------------
________________
હોય છે. આથી એમ કહી શકાય છેકે-એક બિંદુમાં સાતે ના૨કીના જીવો કરતાં અસંખ્યાત ગુણા અધિક અકાયના જીવો રહેલા છે અથવા ચારે નિકાયના દેવોની સંખ્યા કરતાં અસંખ્યાત ગુણા અધિક અકાય જીવો રહેલા હોય છે.
આજે જે રીતે પાણીનો ઉપયોગ થઇ રહ્યો છે તેમાં તો એમ લાગે કે જાણે તેમાં જીવો છે જ નહિ. જરૂરીયાત પાણીના ઉપયોગ કરતાં બીન જરૂરીયાત પાણીનો ઉપયોગ આજે ખુબ જ વધી ગયો છે. જેમકે કોઇ જગ્યાએ ગયા હોય અને પાણી કોઇ આપે તો તેમાંથી પહેલા બે કોગળા કરે પછી બે ઘૂંટ પાણી પીને બાકીનું રહેવા દે અથવા ઢોળી નાંખે તો એનું સ્ટેટસ જળવાય. બધુ પાણી પી જાય તો કેવો લાગે ? આવા વિચારો કરતા થયા છે તેમજ હાથ પગ ધોવા માટે પાણીનો નળ ખુલ્લો રાખીને આજે ઉ૫યોગ થાય છે. આગળના કાળમાં જેટલા પાણીથી હાથ પગ ધઇ શકાતા હોય તેનાથી અધિક પાણી લેતા નહોતા. મંદિરોમાં પણ પગ ધોવના પાણી રખાય છે તે નળી ઉંચે મુકેલી હોય આવનાર ચકલી ચાલુ કરી હાથ પગ ધોઇ કોગળો કરી પછી મંદિરમાં જાય તેમાં જેટલા ઉંચેથી પાણી નીચે પછડાય તેમાં તે અપ્કાય જીવોને જે વેદના થાય એવી વેદના આપણે પણ ભોગવવી પડશે કારણકે સામાન્ય રીતે દુનિયામાં કહેવત છે કે કોઇને આપણે સુખ આપીએ તો આપણને સુખ મલે. કોઇને સુખી કરીએ તો આપણે સુખી થઇ શકીએ અને કોઇને દુઃખ આપીએ તો આપણને પણ જરૂર દુઃખ આવવાનું જ અને દુઃખી થવાના. માટે દુ:ખી ન થવું હોય તો કાળજી રાખીને જીવન જીવવાનો ઉપયોગ રાખવો પડે. વ્હેનોને તો આખો દિવસ ઘરમાં પાણીનો ઉપયોગ કરવાનો ખાસ રહેવાનો તો તેઓએ આ પણ જીવો છે મારા જેવા અસંખ્ય જીવો પાણીમાં રહેલા છે તો આ જીવોનો મારે ઉપયોગ કરવો પડે છે તો તેઓને દુઃખ ઓછું થાય પીડા ઓછી થાય એ રીતે ઉપયોગ કરું એ ભાવના રાખી પ્રયત્ન કરે તો કરી શકે છે. જેમકે પાણી ભરતાં બાલ્ટી નીચે હોય નળ ઉંચે હોય તો પાણી પછડાઇને પડે તો કીલામણા વધે. એવીજ રીતે રાંધણ માટે જયારે તપેલી વગેરે સાધનોમાં પાણી લેવાનું થાય તો તેમાં પછડાય અને અવાજ આવે એ રીતે લે નહિ. તો કેવી રીતે લે ? જેમાંથી પાણી લેવાનું હોય તેમાંથી ગ્લાસ વગેરેમાં લઇ બીજા સાધનમાં તે સાધન ધીમે રહીને મુકીને ખાલી કરે તો કીલામણ ઓછી થાય તે જયણા પાળી કહેવાય. ગરમ પાણીમાં ઠંડુ કાચુ પાણી ભેગું ન કરાય. જેટલું જોઇએ એથી વધારે પાણી લે નહિ. કપડા ધોવા વગેરેમાં, રાંધવા વગેરેમાં, સ્નાનાદિમાં, હાથ પગ વગેરે ધોવમાં બીનજરૂરી પાણીનો ઉપયોગ ન થાય અને તે થતો હોય તો ધીમે ધીમે સદંતર બંધ થાય તેની ખાસ કાળજી રાખવી જોઇએ. આજે જેઓને બાથમાં જવામાં આનંદ આવે છે, ઉનાળામાં બે ત્રણ વાર સ્નાન કરવામાં આનંદ આવે છે, પોતાનું શરીર સ્વચ્છ રહે, જરાય કચરો વગેરે પડે નહિ, બગડે નહિ, એને માટે વારંવાર પાણીનો ઉપયોગ કરીને જીવે છે તેવા જીવોને અહીંથી અટ્કાયમાં જવા લાયક કર્મ બંધાતું જાય છે. જીભને પાણીનો જે સ્વાદ સારો લાગે તેવા ઠંડા પીણા વગે૨ે પીવામાં આનંદ આવતો હોય તો તેમાં જવા લાયક કર્મનો અનુબંધ પડ્યા જ કરે
Page 20 of 234
Page #21
--------------------------------------------------------------------------
________________
છે અને તે દશ ભવ, સો ભવ, હજાર ભવ વગેરે બાંધતો બાંધતો પોતાના ભવોની પરંપરા પણ વધારતો જાય છે. પોતાના બંગલામાં બાથ કે વાવડી વગેરે કરેલ હોય તેને જ જોઇને આનંદ પામતો હોય તેમાં વારંવાર પડ્યા રહેવાનું મન થતું હોય તો કદાચ મરીને ત્યાં તેજ પાણી રૂપે પણ ઉત્પન્ન થઇ શકે છે એમ જ્ઞાની ભગવંતો કહે છે અને જોરદાર આસક્તિ કરીને ગયેલા હશે તો અનુબંધથી અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપિણી સુધી જન્મ મરણ કર્યા કરશે જો અપૂકાયમાં જવાની ભાવના ન હોય તો સાવચેત થવા જેવું છે.
દેવતાઓ દેવલોકમાં રહેલા છે તે ઓ માંથી જે ઓને આખો દિવસ વાવડીઓ માં પડ્યા રહેવાનું મન થતું હોય અને પડ્યા રહેતા હોય તે દેવો તેમાં અત્યંત આસક્તિના કારણે ત્યાંથી ચ્યવીને તેજ વાવડીના પાણીમાં અપૂકાય રૂપે ઉત્પન્ન થઇ શકે છે. જો આવા જીવો ત્યાં ઉત્પન્ન થઈ શકે તો આપણે કેટલા સાવચેત બનવું પડે એનો ખ્યાલ કરવા જેવો છે.
માટે આગળના કાળમાં ઘરડાઓ ભગવાનની સેવા પૂજા કરવા ઘરેથી જાય તો જેમ દૂધની લોટીમાં દૂધ લઇને જતા હતા તેમ ત્યાં પગ ધોવા માટે લોટીમાં પાણી લઇને જતા હતા. મંદિર પાસે પથ્થર પડ્યો હોય ત્યાં પથ્થર ઉપર ઉભા રહી નીચા નમીને પથ્થર ઉપર થોડું પાણી નાંખી પગના તળીયા ઘસી નાખતા હતા અને પગ ચોખા થઈ જતા હતા. આ જયણાનો ઉપયોગ રહેતો હતો. જયારે આજે ? શું સ્થિતિ છે ? માટે વિચાર કરવા જેવો છે.
આજના વિજ્ઞાનીઓએ પાણીના એક ટીપામાં છત્રીસ હજાર ચારસોને પીસ્તાલીશ જીવો જે જોયા છે તે હાલતા ચાલતા ટોસ જીવો ગણાય છે પણ અપૂકાય રૂપે પાણી રૂપે રહેલા નહિ. એ તો અસંખ્યાતા, કેવલી ભગવંતોએ જોયેલા છે. તરસ લાગે તો સહન કરવી. ન સહન થાય એવું લાગે તોજ પાણીનો ઉપયોગ કરવો પડે માટે કરવો એ પણ જરૂરીયાત પૂરતો બીન જરૂરી તો નહિ જ.
કાચા પાણીમાં સમયે સમયે અસંખ્યાતા જીવો ચ્યવે છે અને ઉત્પન્ન થાય છે માટે મારાપણાની બુધ્ધિ જે પાણીમાં રહેલી હોય તે પાણીમાં જેટલા જીવોની હિંસા થાય તે બધુંય પાપ લાગ્યા કરે છે.
પ્રશ્ન :- આટલા જીવોની હિંસા થયા જ કરે છે તો પાણી ઉકાળવામાં આવે તો તે જીવો ગરમ થઇને મરી જાય તો પાણી ગરમ કરનારને અને ઉપયોગ કરનારને પાપ લાગે કે નહિ
?
ઉ. :- તમારી વાત સાચી છે. કાચા પાણીમાં રહેલા જે જીવો છે તે પાણી ઉકાળવાથી જરૂર મરી જાય છે પણ તમો સંસારમાં બેઠેલા છો એટલે અવિરતિમાં બેઠેલા છો માટે હિંસાનું પાપ લાગ્યા જ કરે છે. પણ જ્ઞાની ભગવંતો એ કહ્યું કે હિંસામાં બેઠેલો જીવ જેમ બને તેમ ઓછી હિંસા કરીને જીવન કેમ જીવાય એવું લક્ષ્ય જો રાખે તો જે પ્રવૃત્તિ કરતાં અને જીવન ઉપયોગી ચીજો નો ઉપયોગ કરતાં ઓછી હિંસાથી જીવાતું હોય તો ગૃહસ્થ એ વહેલાં એટલે પહેલાં પસંદ
Page 21 of 234
Page #22
--------------------------------------------------------------------------
________________
કરે શાથી ? એમ કરતાં પાપ ઓછું લાગે અને હિંસાથી છૂટવાના ભાવ પણ અંતરમાં રહ્યા કરે આ હેતુથી જેટલું પાણી ઉકાળે તે વખતે તે અકાય જીવની હિંસા થાય પણ ઉકળી ગયા પછી અસાડ સુદ-૧૫ થી કારતક સુદ-૧૪ સુધી ત્રણ પ્રહર એટલે નવ કલાક સુધી તેમાં સમયે સમયે પાણીના જીવોની ઉત્પત્તિ બંધ થઇ જાય છે અને તેટલા કાળ સુધી પાણી અચિત્ત જ રહે છે માટે એટલા કલાક સુધી પાણીના જીવો જન્મ મરણ કરીને મરતા હતા તેના પાપથી બચી જાય છે એટલે જ્ઞાનીઓએ ઉપયોગ કરવો પડે તો ઉકાળેલા પાણીનો ઉપયોગ કરવો એમ કહ્યું છે. કારતક સુદ-૧૫ થી ફાગણ સુદ-૧૪ સુધી ચાર પ્રહર એટલે બાર કલાક સુધી પાણી ઉકાળ્યા પછી અચિત્ત રહે છે. ફાગણ સુદ-૧૫ થી અસાડ સુદ-૧૪ સુધી પાંચ પ્રહર એટલે પંદર કલાક સુધી પાણી અચિત્ત રહે છે. આ કારણોથી ગૃહસ્થોને જયારે પાણીનો ઉપયોગ કરવાનું મન થાય ત્યારે આ રીતે અચિત્ત કરેલા પાણીનો ઉપયોગ કરવો એવું વિધાન છે.
અણગળ પાણી.
ગૃહસ્થો પોતાના ઘરમાં ગળ્યા વગરના પાણીનો ઉપયોગ કરે તેમાં તો ત્રસ જીવોની વિશેષ હિંસાનો દોષ લાગે છે. જ્ઞાની ભગવંતો કહે છે કે આખા દિવસમાં એક ઘડા જેટલું પાણી અણગળ વાપરમાં આવે એટલે ગળ્યા વગર ઉપયોગ કરવામાં આવે તો બાર મહિના સુધી માછલાં કાપી કાપીને જેટલ પાપ કરે (બાંધે) એટલું પાપ લાગે છે અથવા કોઇ જીવ એક સાથે સાતગામોને બાળી નાંખે એટલે બાળીને ભસ્મીભૂત ક૨ે તેમાં જેટલું પાપ બાંધે તેટલું પાપ લાગે છે.
આજે ગૃહસ્થોના ઘરમાં ગળેલા પાણીનો જે રીતે ઉપયોગ થાય છે તે વાસ્તવિક ગળેલા પાણી રૂપે ગણાય નહિ પણ મિશ્ર પાણી રૂપે ગણાય. એટલે ગળેલું અને અણગળ બન્ને ભેગું થયેલું ગણાય છે. આજે જે પધ્ધતિ છે તે મોટા ભાગે આ પ્રમાણેની છે. સવારના ઉઠે એટલે રાતનું પાણી જે માટલામાં- માટલીમાં રહેલું હોય તેને એક ડોલ જેવા પહોળા વાસણ ઉપર ગરણું મુકીને ગાળી લે છે અને પછી જે માટલું કે માટલો ખાલી થયેલ હોય તેમાં એ ડોલનું ગળેલું પાણી થોડું નાંખીને વીંછળી નાખે છે. એકવાર, બે વાર, ત્રણ વાર વીંછળી ને પછી તે ગળેલુ પાણી તેમાં પાછું ભરીને માટલી મુકી દે છે. આ પધ્ધતિ લગભગ ઘણા ઘરોમાં હોય છે. આમાં તમો વિચાર કરો કે માટીનું વાસણ આખી રાત પાણી રહેલ હોય તેમાંથી પાણી ખાલી કરવા છતાંય તે માટીમાં પાણીના ટીપા બાઝેલા હોય કે નહિ ? તે અણગળ પાણીના રહેલા ટીપાની સાથે અને ચકલીવાળા માટલામાં ચકલીઓમાં અંદર ભરાઇ ગયેલા અણગળ પાણીની સાથે તમો ગળેલા પાણીથી વીંછળો એથી તે પાણી ગળેલું બની જાય ખરૂં ? માટે તે અણગળ પાણી સાથે ગળેલું પાણી મળતાં જલ્દીથી અણગળ થવા માંડે આથી મિશ્ર પાણીનો ઉપયોગ થાય છે એમ કહેવાય. જો ગળેલા પાણીનો ઉપયોગ કરવો હોય તો બીજું કોરૂં માટલું હોય તેમાં ગળેલું પાણી નાખી વીંછળીને ઉપયોગ કરે અને ભીનું માટલું સુકવવા મુકે તો જ ગળેલા
Page 22 of 234
Page #23
--------------------------------------------------------------------------
________________
પાણીનો ઉપયોગ થાય છે એમ કહેવાય. એટલે બે માટલા કે માટલી રાખવી પડે તો આ અણગળ પાણીના ઉપયોગથી બચી શકાય તથા પીવા સિવાયના બીજા ઉપયોગમાં લેવાતા પાણીને પણ ગળવાનો રીવાજ લગભગ એવી રીતનો હોય છે કે જયાં જયાં નળ હોય ત્યાં ત્યાં લુગડાની કોથળીઓ બાંધી રાખવામાં આવે છે. તેથી જે ચકલીથી પાણીનો ઉપયોગ કરવાનો હોય ત્યાંથી ગળેલું પાણી મલે. પણ વિધિ એ છે કે યાંથી ગળેલું પાણી લીધુ હોય તે ગળણાને એટલે કોથળીને છોડીને સુકવી દેવી પડે નહિતર એ જીવો મરી જાય તેનો દોષ લાગે કારણકે તે કોથળી પડી પડી સુકાઇ જાય તો તેમાં જે ત્રસ જીવો આવેલા હોય તે એમને એમ મરણ પામે તેનો દોષ લાગે છે તો શું કરવું જોઇએ ? તો જ્ઞાનીઓ કહે છે કે પહેલાના કાળમાં કુવામાંથી પાણી લવાતું હતું ત્યારે ત્યાં પાણી ગળીને ત્યાંથી લાવતા અને ગળણાને પણ ગળેલા પાણીથી સાફ કરીને તે પાણી કુવામાં નાંખીને પછી પાછા આવતા. આ ક્રિયાને સંખારો કર્યો કહેવાય છે. આજના કાળમાં સંખારો કરવો હોય તો માટીનું કુંડું રાખવું તેમાં થોડું નળનું પાણી રાખવું અને જયાં જે નળમાં પાણી ગળીને ઉપયોગ કર્યો હોય તે કોથળી કે ગળણું છોડીને તે કુંડામાં સંખારા રૂપે સાફ કરી સૂકવી નાખવાનું . કારણકે તે કોથળીમાં કે ગરણામાં જે ત્રસ જીવો રહેલા હોય તે સંખારાથી તે કુંડામાં આવી જાય અને તેમાં રહેલા પાણીથી તે ત્રસ જીવો પોતાનું આયુષ્ય હોય ત્યાં સુધી જીવ્યા કરે છે તેની જયણા પળાય છે તે કુંડાનું પાણી સાંજના ટાઇમે જયાં ભીની માટી રહેલી હોય તેમાં જઇને ધીમેથી પરઠવી દેવાનું. જો આ રીતે કરવામાં આવે તો અણગળ પાણીના દોષથી બચી જવાય છે .
આજે તો જયાં રહેવા જવા માટે મકાન જોવા જાય તો પહેલા જ પૂછે છે પાણીની સગવડ કેમ છે ? ચોવીશ કલાક પાણીની વ્યવસ્થા છે ? જો એ બરાબર હોય તોજ રહેવાનું લગભગ નક્કી કરે છે આથી ત્યાં અણગળ પાણી ન વપરાય જેમ બને તેમ ઘીની જેમ પાણીનો ઉપયોગ કરવો જોઇએ એ લક્ષ્ય આજે લગભગ નાશ પામી ગયેલ છે. આગળના કાળમાં ઘરડા માણસો ઘ૨માં જે વધારે પાણી ઢોળે એને કહેતા કે આટલું પાણી ન ઢોળાય નહિ તો મરીને પાણીમાં પોરા તરીકે ઉત્પન્ન થઇશ. આજે તો કોઇ કાંઇ કહેનાર રહ્યું નથી ઉ૫૨થી છોકરાઓને પૈસા ખર્ચીને સ્વીમીંગ કોચમાં મોકલે છે. જો છોકરો ન જાય તો ખાસ તૈયાર કરીને સમજાવીને પણ ત્યાં મોકલતા થયા છે તો આ બધી વાતો ક્યાં સમજાવવી અને કોને કહેવી ?
બાદર અકાય જીવોનાં બે ભેદ હોય છે.
(૧) બાદર અપર્યાપ્તા અકાય અને (૨) બાદર પર્યાપ્તા અટ્કાય જીવો
બાદર અપર્યાપ્તા અકાય.
શરીર-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. આયુષ્ય એક અંતર્મુહૂર્તનું હોય છે.
Page 23 of 234
Page #24
--------------------------------------------------------------------------
________________
સ્વકાય સ્થિતિ જધન્યથી એક ભવ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી અને અસંખ્યાતી અવસરપિણીકાળ જેટલી એટલે કે અસંખ્યાતા કાલચક્ર જેટલી હોય છે. જઘન્ય આયુષ્ય રૂપે વારંવાર જન્મ મરણ કરતાં કરતાં એટલો કાળ પસાર કરી શકે છે. પર્યાપ્તિ-૪. આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ હોય છે. તેમાં છેલ્લી પર્યામિ નિયમા અધુરી હોય છે.
પ્રાણી-૪, આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પ્રાણ તેમાં છેલ્લો અધુરો હોય છે.
કોઇપણ સ્થાનેથી મરણ પામીને આ જીવ જયાં ઉત્પન્ન થાય ત્યાં ઉત્પત્તિના પહેલા સમયે આહારના પુલોને ગ્રહણ કરી પરિણમાવે તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. જે વખતે વિગ્રહ ગતિમાં બાદર અપર્યાપ્ત અપૂકાય રૂપે આવે ત્યારથી આયુષ્ય પ્રાણ ચાલુ થાય છે. આહાર પર્યાપ્તિ પછી અસંખ્ય સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરતો કરતો જે શક્તિ પેદા કરે તે શરીર પર્યાપ્તિ કહેવાય છે. આ શક્તિથી કાયબલ પ્રાણ પેદા થાય છે ત્યારે બે પ્રાણવાળા જીવો બને છે ત્યાર પછી સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી અસંખ્ય સમય સુધી આહારના પુદ્ગલોને પરિણાવી જે શક્તિ પેદા કરે છે તેનાથી ઇન્દ્રિય પર્યાતિ પ્રાપ્ત કરે છે તેમાંથી સ્પર્શેન્દ્રિય પ્રાણપેદા થાય છે અને તે પ્રાણ પેદા થતાં સ્પર્શેન્દ્રિયના આઠ વિષયોમાં રાગાદિની માત્રા વધે છે. ત્યાર પછી સમયે સમયે આહારના પગલો ગ્રહણ કરી પરિણમાવીને જે શક્તિ પેદા કરે છે તેનાથી શ્વાસો ચ્છવાસની શરૂઆત થાય છે અને તેમાંથી શ્વાસોચ્છવાસ પ્રાણ પેદા કરે છે. આ પર્યાપ્તિ થોડો કાળ ચાલે ત્યાં પરભવનું આયુષ્ય બાંધીને જીવો અધુરી પર્યાપ્તિ અને પ્રાણથી મરણ પામી બીજી ગતિમાં જાય છે અથત મરણ પામે છે તે બાદ૨ અપર્યાપ્તા અપુકાય જીવો કહેવાય છે. આવા જીવો અસંખ્યાતા સદા માટે રહેલા હોય છે.
બાદર પર્યાપ્તા અપાય જીવો. શરીર-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. આયુષ્ય-જઘન્ય-એક અંતર્મહર્ત અને ઉત્કૃષ્ટ- સાત હજાર વરસ.
સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપિણી કાળ સુધીની હોય છે તે જઘન્ય આયુષ્યવાળા જીવો. જઘન્ય-મધ્યમ આયુષ્યવાળા જીવો અને મધ્યમ-મધ્યમ આયુષ્યવાળા જીવોની હોય છે. આ સ્થિતિ અસંખ્યાતા કાલચક્ર જેટલી હોય છે. જયારે ઉત્કૃષ્ટ આયુષ્યવાળા ઉત્કૃષ્ટ આયુષ્યમાં ઉત્પન્ન થયા કરે તો આઠ ભવથી વધારે ભવ કરે નહિ આઠ ભવ પછી અવશ્ય યોનિ બદલાઇ જાય છે.
આવા મોટા આયુષ્યવાળા અપૂકાય જીવો લવણ સમુદ્રમાં રહેલા પાતાળ કળશોમાં નીચેના ભાગમાં રહેલા હોય છે. જયાં તેઓને મોટે ભાગે કોઇ પીડા ન કરે. મોટા પહાડો અને ખીણોમાં જયાં લગભગ અવર જવર ન હોય એવા ભાગમાં ખાબોચીયામાં ભરાયેલા પાણી રૂપે મોટા
૧
છે.
Page 24 of 234
Page #25
--------------------------------------------------------------------------
________________
આયુષ્યવાળા હોય અથવા દેવોની વાવડીઓમાં નીચેના ભાગમાં, દ્રહોમાં નીચેના ભાગમાં જે પાણી રૂપે પાણી રહેલું હોય તેમાં મોટા આયુષ્યવાળા મોટે ભાગે હોય છે. જે જીવોને પાણી જ બહુ પ્રિય હોય, પાણી વગર બેચેન બનતો હોય અને પાણીમાં આસક્તિ રાખીને પોતાનું જીવન જીવતો હોય તો તેવા જીવો પાણીની આસક્તિના કારણે તેમાં લાંબા આયુષ્ય રૂપે ઉત્પન્ન થવા લાયક અનુબંધ બાંધીને ઉત્પન્ન થયા કરે. સાત હજાર વર્ષના આયુષ્યવાળા આઠ ભવ કરી પછી એક અંતર્મુહૂર્ત યોનિ બદલી ફરીથી આઠ ભવ અપૂકાયના કરી પાછી યોનિ બદલે. આ રીતે અસંખ્યાતા કાલચક્ર સુધી સંસારમાં રખડ્યા કરે છે.
જે આ રીતે પાણીની આસક્તિ રાખીને દયાપાળે, દાન દે, શીલ પાળે, જીવનમાં તપ કરે, સારા વિચારોમાં રહે પણ પાણીની આસક્તિ ન જાય તો ત્યાં આવા ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે ઉત્પન્ન થયા કરે છે. અને અનુબંધ જો રદાર બાંધી આટલો કાળ રખડ્યા કરે છે. આ રીતે જીવનમાં દયા પાળવાથી, શીલ પાળવાથી, દાનદેવાથી, તપ કરવાથી જે પુણ્ય બંધાય છે તેના પ્રતાપે ત્યાં બીજા ભવોમાં ખાવા પીવા આદિની ચિંતા ન રહે તે મલ્યા જ કરે તેવા સ્થાનોમાં આ રીતે ઉત્પન્ન થયા કરે છે. અને સંસારમાં ભટક્યા કરે છે.
એક પાણીના બિંદુમાં જેટલા અપકાયના જીવો રહેલા છે. તે દરેક જીવનું શરીર સરસવ જેટલું કરવામાં આવે અને એક લાખ યોજન જંબુદ્વીપમાં મુકવામાં આવે તો પણ તે જીવો જંબુદ્વીપમાં સમાતા નથી આખોય જંબુદ્વીપ ભરાઇ જાય તો પણ આ જીવો વધી પડે એટલા હોય છે.
આ રીતે કેવલજ્ઞાની ભગવંતો એ આ અપુકાય જીવોને પોતાના જ્ઞાનથી જોયેલા છે માટે જેટલી બને એટલી દયા અને જયણા પાળી એવી રીતે જીવન જીવતા શીખો કે જેના કારણે આપણો આત્મા નિરાબાધ એટલે કોઇપણ પ્રકારની પીડા વગરના સુખને એટલે મોક્ષને જલ્દી પામી શકે.
પર્યાપ્તિ-૪. આહાર-શરીર-ઇન્દ્રિય-શ્વાસોચ્છવાસ કોઇપણ સ્થાનેથી જીવ મરીને બાદર પર્યાપ્તા અપૂકાય રૂપ આયુષ્યવાળો બને એટલે એ પ્રકારના આયુષ્યના ઉદયવાળો થાય ત્યારે આયુષ્ય પ્રાણ ચાલુ થાય છે. ઉત્પત્તિના સમયથી આહારના પગલોને ગ્રહણ કરી પરિણાવી અસંખ્યાત સમય સુધી એ પ્રક્રિયા કરીને જે શક્તિ પ્રાપ્ત કરે છે તે શરીર પર્યાપ્તિ કહેવાય છે. ત્યાર બાદ અસંખ્યાત સમય સુધી આહારના મુદ્દગલો ગ્રહણ કરી પરિણાવી જે શક્તિ પેદા કરે છે તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે અને ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારના પગલોને ગ્રહણ કરી જે શક્તિ પેદા કરે છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય. આ રીતે ચાર પર્યાદ્ધિઓ પૂર્ણ કરી પોતાનું આયુષ્ય જેટલું હોય તેટલા કાળ સુધી આહાર ગ્રહણ કરતો પરિણમાવતો ચારે પર્યાપ્તિઓ ની શક્તિઓને પોષણ આપીને પોતાનું જીવન જીવી રહેલો હોય છે. પ્રાણ-૪ હોય છે. આયુષ્ય-કાયબલ-સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ.
Page 25 of 234
Page #26
--------------------------------------------------------------------------
________________
આયુષ્ય પ્રાણ :- આયુષ્યનો ઉદય શરૂ થાય ત્યારથી. કાયબલ પ્રાણ શરીર પર્યાપ્તિ પૂર્ણ કરે શરૂ થાય. સ્પર્શેન્દ્રિય પ્રાણ :- ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે શરૂ થાય અને શ્વાસોચ્છવાસ પ્રાણ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયે શરૂ થાય છે. આ જીવોની યોનિ સાત લાખ છે.
આ રીતે બાદર અકાય જીવો ચૌદ રાજલોક રૂપ જગતના સંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રમાં રહેલા હોય છે.
આ પૃથ્વીકાય-અકાયમાં એવા લઘુકર્મી આત્માઓ રહેલા પણ હોય છે કે જેઓ ત્યાં જે
કષ્ટ પડે તે કષ્ટ વેઠીને રાગાદિની પરિણતિ મંદ રાખીને અકામ નિજ૨ા કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણાનું આયુષ્ય બાંધીને આઠ વર્ષે સંયમ લઇ નવમા વર્ષે કેવલજ્ઞાન પામી મોક્ષે જનારા હોય છે .
જો ત્યાં આવા જીવોઅકામ નિર્જરાથી પોતાના આત્માનું કલ્યાણ સાધી લેતા હોય તો આપણને તો સારી સામગ્રી મળેલ છે તો તેનો સારી રીતે ઉપયોગ કરી અકાગ્રચિત્તે આરાધના કરી મોક્ષ નજીક બનાવવા ધારીએ તો કરી શકીએ એમ છીએ ને ? તો તે પ્રયત્ન કરાય એ વધારે સારૂં લાગે છે. આ રીતે જલ્દી મોક્ષ પામો એ અભિલાષા.......
तथाइप्कायस्यापि सप्त योनिलक्षाः सप्त च कुलकोटिलक्षाः वेदना अपि
નાના
૮,
૨- ‘અપકાય’ ના જીવોની પણ યોનિ સાત લાખ છે, કુલકોટિ પણ સાત લાખ છે અને તે જીવોને વેદનાઓ પણ અનેક પ્રકારની હોય છે. ‘અકાય’ ઉપરના ઉપદ્રવો
‘પૃથિવીકાય’ ની પીડાના પ્રકારો વર્ણવ્યા બાદ ‘અકાય’ ના ઉપદ્રવોનું વર્ણન કરતાં પણ પ્રવચનપારંગત એ પરમર્ષિ પ્રરૂપે છે કે
" अप्कायतां पुनः प्राप्ता-स्ताप्यन्ते तपनांशुभिः । धनीक्रियन्ते तुहिनैः, संशोष्यन्तेद्य पांशुभिः //9// क्षारेतरसाश्लेपाद, विपद्यन्ते परस्परम् /
स्याल्यन्तस्था विपच्यन्ते, पीयन्ते च पिपासितैः ////
‘એકેંદ્રિય’ પણામાં પૃથિવીકાયરૂપતા ને પામેલા આત્માઓ, જેમ અનેક પ્રકારની પીડાઓને ભોગવે છે તેમ ‘અકાયપણા’ ને પામેલા જીવો પણ
(૧) સૂર્યના કિરણોથી તપે છે, (૨) તુહિતથી ઘનીભૂત થઇ જાય છે અને (૩) ધુળ દ્વારા શોષાઇ જાય છે : (૪) ખારો રસ અને તે સિવાયના બીજા પણ ૨સો એ ૨સોના પરસ્પર મીલનથી પરસ્પરનો વિનાશ થાય છે ઃ અર્થાત્ ખારા પાણી સાથે મીઠું પાણી મળે તો એ ખારા પાણીના અને મીઠા પાણીના, ઉભયના જીવો નાશ પામે છે : એ રીતિએ ભિન્ન ભિન્ન રસના પાણીનો ભિન્ન ભિન્ન રસવાળા પાણી સાથે મેળાપ થાય તો એકત્રિત થયેલ ભિન્ન ભિન્ન પાણીના જીવોનો નાશ થાય છે. (૫) વળી સ્થાળ એટલે રાંધવાનું ભાજન વિશેષ તેમાં રહેલા પાણીના જીવો પુષ્કળ પકાય છે અને (૬) તરસ્યા લોકો દ્વારા પાણીના જીવો પીવાય છે.
Page 26 of 234
Page #27
--------------------------------------------------------------------------
________________
તેઉકાય જીવોનું વર્ણન.
તેઉકાય અગ્નિ જ શ૨ી૨ જે જીવોનું તે તેઉકાય જીવો કહેવાય છે. જે પોતે જ અગ્નિ સ્વરૂપ શરીરવાળા હોય છે. આ જીવો બે પ્રકારના હોય છે.
(૧) સૂક્ષ્મ અગ્નિકાય (૨) બાદર અગ્નિકાય
=
સૂક્ષ્મ અગ્નિકાય.
જે જીવો ચૌદરાજ લોક રૂપ જગતના દરેક આકાશ પ્રદેશ ઉપર અસંખ્યાતા અસંખ્યાતા ઠાંસી ઠાંસીને રહેલા હોય છે. જેઓ હણ્યા હણાતા નથી, છેદ્યા છેદાતા નથી, ભેઘા ભેદાતા નથી, પાણીથી ભીંજાતા નથી અને અગ્નિથી બળતા નથી કારણકે આ જીવોનું જે શરીર છે તે એટલું બધું સૂક્ષ્મ છે કે એક અથવા અસંખ્યાતા ભેગા થાય તો પણ ચર્મ ચક્ષુથી જોઇ શકાતું નથી. માટે આ જીવોની હિંસાન પાપ લાગતુ નથી પણ આપણે છદ્મસ્થ હોવાથી કોઇક વાર જગતના સઘળા જીવો મરી જાય અને આ બધું મારૂં થઇ જાય તો કેવું સારૂં આવા વિચાર આવે તેમાં આ જીવોની હિંસાનું પાપ વિચાર માત્રથી લાગી જાય માટે છદ્મસ્થ હોવાથી સતત
એટલો ઉપયોગ રાખવો જોઇએ કે કોઇકાળે આવા વિચાર ન આવી જાય તેની કાળજી રાખવી જોઇએ.
સૂક્ષ્મ અગનિકાય જીવો બે પ્રકારે છે.
(૧) અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય (૨) પર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય.
શરીર- અંગુલનો અસંખ્યાતમો ભાગ.
આયુષ્ય નિયમા એક અંતર્મુહૂર્તનું
સ્વકાય સ્થિતિ જધન્યથી એક ભવ. ઉત્કૃષ્ટથી. અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપણી કાળ જેટલી એટલે અસંખ્યાતા કાલચક્ર જેટલો કાળ જન્મ મરણ કર્યા કરે છે.
પર્યાપ્તિ-૪. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ પર્યાતિ ચોથી અધુરી હોય છે. પ્રાણ-૪. આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પ્રાણ હોય છે.
કોઇપણ સ્થાનેથી મરણ પામી સૂક્ષ્મ તેઉકાય રૂપે ઉત્પન્ન થાય ત્યારે આયુષ્યનો ઉદય થાય
છે તે આયુષ્ય પ્રાણ કહેવાય છે. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે કાયબલ પ્રાણ ચાલુ થાય છે. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી સ્પર્શેન્દ્રિય પ્રાણ ચાલુ થાય છે અને શ્વાસોચ્છવાસ પર્યામિ શરૂ થયે શ્વાસો ચ્છવાસ પ્રાણ ચાલુ થાય છે. એ અધુરી પર્યાપ્ત એ અવશ્ય મરણ પામતા હોવાથી પ્રાણ પણ અધુરોજ રહે છે.
સૂક્ષ્મ પર્યાપ્તા તેઉકાય.
Page 27 of 234
Page #28
--------------------------------------------------------------------------
________________
આ જીવો એક એક અપર્યાપ્ત જીવોની સાથે પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાય જીવો સંખ્યાતા હોય છે. આ જીવો પણ ચૌદરાજ લોકના દરેક આકાશ પ્રદેશ ઉપર અસંખ્યાતા અસંખ્યાતા ઠાંસી ઠાંસીને રહેલા હોય છે. અદ્રશ્ય હોય છે એટલે ચર્મ ચક્ષુથી જોઇ શકાતા નથી.
શરીર-અંગુલના અસંખ્યાતા ભાગ જેટલું હોય છે. આયુષ્ય- નિયમાં એક અંતર્મુહૂર્ત જ હોય છે. સ્વકીય સ્થિતિ- જઘન્યથી એક ભવ કોઇ જીવ ત્યાં ઉત્પન્ન થઇ અંતર્મુહૂર્ત રહી પછી બીજી જગ્યાએ ઉત્પન્ન થાય તે એક ભવની સ્થિતિ ગણાય. ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપિણી કાળ સુધી જન્મ મરણ કરે તે એટલે કે અસંખ્યાતા કાલચક્ર સુધી જન્મ મરણ થયા કરે તે.
પર્યાપ્તિ-૪. આહાર પર્યાપ્તિ, શરીર પર્યામિ, ઇન્દ્રિય પર્યાતિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. આ ચારેય પર્યામિ પૂર્ણ કર્યા પછીથી જ મરણ પામે છે.
પ્રાણ-૪. આયુષ્ય પ્રાણ, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પ્રાણ. આ ચાર પ્રાણો પૂર્ણ કર્યા પછી પરભવનું આયુષ્ય બાંધી ત્યાંથી મરણ પામે છે.
બાદર તેઉકાય જીવો હણ્યા હણાય છે, છેદ્યા છેદાય છે, પાણીથી ભીંજાય છે, અગ્નિથી બળે છે. ઇત્યાદિ તેની હિંસા થઈ શકે છે માટે હિંસાનું પાપ લાગે છે. આ જીવોને ઉત્પન્ન થવાના સ્થાનો બહુ જ આલ્પ હોય છે. પૃથ્વીકાય-અપુકાય કરતાં આ જીવો નું સ્થાન ઘણું જ અલ્પ હોય
સામાન્ય રીતે અઢી દ્વીપ ક્ષેત્ર ગણાય છે. તેમાંય મારા કર્મભૂમિના ક્ષેત્રોને વિષે જ ઉત્પન્ન થાય છે એટલે પાંચ ભરત ક્ષેત્રો-પાંચ ઐરવતુ ક્ષેત્રો અને પાંચ મહાવિદેહ ક્ષેત્રો એમ પંદર કર્મભૂમિઓને વિષે જ બાદર અગ્નિકાય જીવો ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. તેમાં પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રને વિષે જયારે તીર્થંકર પરમાત્માઓની ઉત્પત્તિ થાય ત્યારે અગ્નિકાય જીવો ઉત્પન્ન થાય છે અને તીર્થંકર પરમાત્માનું શાસન જયારે વિચ્છેદ પામે ત્યારે આ જીવોની ઉત્પત્તિ નાશ પામે છે એટલે ત્યાર પછી આ જીવો ઉત્પન્ન થતા નથી જયારે પાંચ મહા વિદેહક્ષેત્રને વિષે તીર્થંકર પરમાત્માઓનું શાસન સદા માટે રહેલું હોવાથી ત્યાં અગ્નિકાય જીવો સદા માટે હોય છે. માટે પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્ર માં વ્યાઘાક ભાવિની અગ્નિકાય જીવો ગણાય છે અને પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં નિર્વાઘાત ભાવિની અગ્નિકાય જીવો ગણાય છે. આ બનવાનું કારણ એ છે કે પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં કાળ ઉત્સરપિણી અને અવસરપિણી રૂપે હોય છે. તે કાળ એક એક દશ કોટી કોટી સાગરોપમ હોય છે તેમાં અવસરપીણી કાળમાં છ આરા હોય છે તેમાં પહેલો આરો ચાર કોટાકોટી સાગરોપમના હોય છે. બીજો આરો ટોણ કોટાકોટી સાગરોપમનો હોય છે. ત્રીજો આરો બે કોટાકોટી સાગરોપમનો હોય છે અને ચોથો આરો એક કોટાકોટી સાગરોપમમાં બેંતાલીશ હજાર વર્ષ જૂન જેટલો હોય છે. પાંચમો આરો એકવીશ હજાર વર્ષનો અને છઠ્ઠો આરો એકવીશ હજાર વરસનો હોય છે તેમાં
Page 28 of 234
Page #29
--------------------------------------------------------------------------
________________
પહેલો, બીજો અને ત્રીજો આરો યુગલિક ક્ષેત્રવાળો ગણાય છે. માટે ત્યાં કલ્પવૃક્ષથી મનુષ્યો જીવતા હોવાથી ત્યાં અગ્નિકાય જીવો ઉત્પશ થતાં નથી. ત્રીજા આરાના છેડે એટલે ક્રોડપૂર્વમાં ૮૪ લાખ પૂર્વ વર્ષથી અધિક કાળ કાંઇક બાકી રહેતા શ્રી ઋષભદેવ ભગવાન ચ્યવન પામ્યા જન્મ પામ્યા અને કુમાર અવસ્થા પસાર કરીને રાજા બન્યા ત્યાર પછી તેઓ હાથી ઉપર બેસી ગામ બહાર નીકળ્યા એટલે સામે બે પહાડ હતા તે પવનથી અથડાવાથી ત્યાં સ્વાભાવિક રીતે અગ્નિ પેદા થયો જવાળાઓ નીકળવા માંડી ત્યારથી આ અવસરપિણીમાં બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ શરૂ થઇ તે ચોવીશમાં તીર્થકર શ્રી વર્ધમાન સ્વામીનું શાસન પાંચમા આરાના છેડા સુધી રહેશે, એટલે પાંચમા આરાના એકવીશ હજાર વર્ષ સુધી રહેવાનું છે ત્યાં સુધી આ બાદર અગ્નિકાય જીવોની ઉત્પત્તિ અને મરણ રહેવાના જ છે. જેવું શાસન વિચ્છેદ પામશે કે તરત જ બાદર અગ્નિકાય જીવોની ઉત્પતિ નો નાશ થશે એટલે ઉત્પણ થશે નહિ. જયારે પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં વીશ-વીશ તીર્થકરો ના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન તથા નિર્વાણ ચાલુ જ રહેતા હોવાથી ત્યાં તીર્થકરોનો વિરહકાલ નથી આથી અનાદિકાલથી તીર્થકરો હયાત છે અને સદા માટે રહેવાના છે માટે બાદર અગ્નિકાય જીવો સદા માટે જન્મ મરણ રૂપે ઉત્પન્ન થયા જ કરે છે. આથી આ જીવોને ઉત્પન્ન થવા લાયક સ્થાનોમાં ઘણું જ અલ્પ સ્થાન ગણાય છે.
આ બાદ તેઉકાયના ૧૪ ભેદો હોય છે.
(૧) અંગારાનો અગ્નિ (૨) ભારહાડનો અગ્નિ (૩) તૂટતી જવાલાનો અગ્નિ (૪) અખંડ જવાલાનો અગ્નિ (૫) ઉંબાડાનો અગ્નિ (૬) ચકમકનો અગ્નિ (૭) વિજળી નો અગ્નિ (૮) તારાનો અગ્નિ (૯) અરણીનો અગ્નિ (૧૦) વાંસનો અગ્નિ (૧૧) કાષ્ટનો અગ્નિ (૧૨) સૂર્ય સામે કાચ ધરતાં તેમાંથી ઝરતો અગ્નિ (૧૩) દાવાનળનો અગ્નિ અને (૧૪) નિભાડાનો અગ્નિ. આ સિવાય બીજા ઘણાં ભેદો બાદર તેઉકાય જીવોના હોય છે.
આ જીવોનું ક્ષેત્ર થોડું હોવા છતાંય આ જીવોની હિંસામાં દોષ વધારે લાગે છે માટે જ્ઞાની ભગવંતો એ કહ્યું છે કે આ જીવોને સૂક્ષ્મ બુધ્ધિથી જાણવા યોગ્ય છે. બીજા જીવોની હિંસામાં લખેલ નથી માત્રા આ જીવોની હિંસામાં જ આ વાત જણાવેલી છે. કારણકે અગ્નિકાયની હિંસામાં જ્ઞાની ભગવંતોએ છએ કાયની હિંસા જોયેલી છે તે આ રીતે
જે પદાર્થમાંથી અગ્નિ પેદા થતો હોય છે તે પદાર્થ કાંઇક જલીય પદાર્થ હોવો જોઇએ એટલે ભીનાશવાળો હોવો જોઇએ. જો તેમાં પાણીનો અંશ ન હોય તો તેમાંથી અગ્નિ પેદા થતો નથી તેથી તે જલીય પદાર્થ તે અપકાયના જીવો રૂપે હોય છે. અપૂકાય જીવો જયાં હોય ત્યાં પૃથ્વીના જીવો હોય જ કારણ પાણી પૃથ્વી સિવાય રહે નહિ માટે પૃથ્વીકાય આવે. જયાં પાણી હોય ત્યાં વનસ્પતિ અવશ્ય હોય જ એમ શાસ્ત્ર વચન છે માટે વનસ્પતિકાય આવે. અગ્નિ પોતે સળગે છે માટે અગ્નિકાય આવે. વાયુકાય એટલે પવનનાં જીવો હલન ચલનથી હોય છે માટે વાયુકાય આવે અને ટોસ જીવો ઉડતા ઉડતા પડ્યા વગરના રહે નહિ માટે ટોસ કાય આવે આ
Page 29 of 234
Page #30
--------------------------------------------------------------------------
________________
રીતે છ એ કાયની હિંસાનો દોષ લાગે છે. માટે આગળના કાળમાં જયારે લાકડાનો ઉપયોગ થતો હતો ત્યારે એકદમ સુક્કા લાકડા વાપરતા નહિ અને એકદમ લીલા લાલડા પણ વાપરતા નહિ. કારણકે એકદમ સુક્કા સળગ નહિ અને લીલા લાકડામાંથી પાણી છૂટે માટે કાંઇક સુકા અને કાંઇક લીલુ લાકડું હોય તો જ તે ઉપયોગમાં લેવાતું આથી પણ ખ્યાલ આવશે કે જલીય પદાર્થ વગર અગ્નિની યોનિ પેદા થઇ શકતી નથી.
આગળના કાળમાં જ્ઞાન ઓછું હતું પણ અનુભવ જ્ઞાન સમજણ રૂપે બરાબર હતું. ચૂલો સળગાવ ત્યારે બધી રસોઈ કરી ચૂલા ઉપર રસોઇ મૂકી દેતા ચૂલો ઓળવાઇ જાય તો ફરીથી સળગાવતા ન હોતો તે ઠંડી રસોઇ બધાય ખાઇ લેતા હતાં. તે વખતે ગરમ જ જો ઇએ ઠંડુ ભાવે નહિ આવી બૂમો કોઇ પાડતું નહોતું. ઠંડુ ખાવાથી આફરો ચઢી જાય, ગેસ થાય એવું કોઇ બોલતું નહોતું. એ ચૂલો કે સગડી ઓલવાઇ જાય એટલે પાણી નાખી ઠંડી પાડતા નહોતા પણ તે કોલસા એક નાની માટલીમાં ભરી દેતા હતા કારણકે તેમાં કોઇ સળગતો અંગારો હોય તો તે અગ્નિકાયનો જીવ લાંબા આયુષ્યવાળો તેમાં જીવ્યા કરે અને બીજા દિવસે અથવા એ દિવસે જયારે અગ્નિનો ઉપયોગ કરવાનો હોય તો સીધો નવો અગ્નિ સળગાવતા નહિ. પહેલા જે માટલીમાં કોલસા અને અંગારા મુકેલા હોય તેને લાવી ઉંધી પાડીને તેમાં જે સળગતો અંગારો સામાન્ય હોય તેને લઇ તેમાંથી અગ્નિ પેદા કરતા હતા. જો કોઇ ન મળે તો પછી જ નવો અગ્નિ સળગાવતા આનું કારણ એ જણાય છે કે નવો અગ્નિ પેદા કરવામાં વધારે પાપ લાગે અને સળગેલો હોય તેમાંથી સળગાવતાં ઓછું પાપ લાગે એમ લાગે છે. આથી જ આ બધો ઉપયોગ રાખીને જીવન જીવતા હતા. જયારે આજે તો ચૂલા ગયા, સગડીઓ ગઇ, ગેસના ચૂલા ગયા, ગેસના પ્રાયમસ આવી ગયા, ગેસની સગડીઓ આવી ગઈ કે જેના કારણે આ જીવોની હિંસાનું પાપ લાગી રહ્યું છે એ વાતજ મનમાંથી નીકળી ગયેલ છે. આજની વીજળી એટલે ઇલેક્ટ્રીક જેટલી સગવડો વધી એટલો અગ્નિકાયનો ઉપયોગ ખુબજ જો રમાં વધ્યો છે. લાઇટો, પંખા, રેફ્રીજરેટર, એરકંડીશનો, કુલર વગેરે તેમજ ફોન, ટેલીવીઝનો એટલે ટી.વી. વીડીયો કેસેટો, કોમ્યુટરો, કેક્યુલેટરો એ ઇલેકટ્રીકથી ચાલે, સૂર્યના કિરણોથી ચાલે અથવા જનરેટરોથી ચાલે વગેરે જેના જેનાથી ચાલે તે બધા બાદર પર્યાપ્તા તેઉકાય જીવો ગણાય છે. પાવરથી ચાલતા હોય તે પણ. સૂર્યના કિરણોથી ચાલે તે સોલાર કહેવાય છે આથી જ્ઞાની ભગવંતો કહે છે કે લાઇટ પાણીમાંથી ઉત્પન્ન થતી હોવાથી છ કાયની હિંસા પ્રત્યક્ષ દેખાય છે તેમાં લાઇટનું ફોનનું, કેક્યુલેટરનું એક બટન દબાવવાથી છઠ્ઠનું પ્રાયશ્ચિત આવે છે અને બંધ કરતાં અટ્ટમનું પ્રાયશ્ચિત આવે છે કારણ કે ચાલુ કરે ત્યારે યોનિ ચાલુ થાય છે માટે જીવો ઉત્પન્ન થયા કરે છે જયારે બટન બંધ કરે એટલે ઉત્પન્ન થયેલા જીવોનો એક સાથે નાશ થાય છે માટે પ્રાયશ્ચિત વધારે આવે એવી જ રીતે ગેસ ચાલુ કરે તો છઠ્ઠનું અને બંધ કરે તો અટ્ટમનું પ્રાયશ્ચિત આવે છે.
Page 30 of 234
Page #31
--------------------------------------------------------------------------
________________
એક આખા દિવસમાં ઘરમાં અને ઑફીસમાં થઈને અથવા જયાં બહાર ગયા હોય ત્યાં આ રીતે વિચારણા કરોતો આખા દિવસમાં ક્યાં કેટલા બટનો ચાલુ કરો છો અને બંધ કરો છો તેની નોંધ કરોતો પ્રાયશ્ચિત કેટલું આવે ? તેની સામે જો વિચાર કરો તો ધર્મની આરાધના જે રીતે થઈ રહેલી છે તેનાથી આ પાપથી છૂટાય અને પુણ્યબંધ સારો થાય એવું બને છે ખરું? કે ઉપરથી જે રીતે જેવા ભાવથી ધર્મ કરીએ છીએ તેનાથી બંધાતું પુણ્ય આવા પાપોના કારણે પાપમાં પરાવર્તન થઇ જાય છે એમ લાગે છે ? આ ઉપરથી વિચારણા કરીએ તો સંસારમાં જીવન જીવતા કેટલા સાવધ રહેવું પડે અને ધર્મક્રિયા કરવામાં કેટલા સાવધ રહેવું પડે અને ધર્મક્રિયા કરવામાં કેટલા એકાગ્ર બનવું પડે ! જો મોક્ષ માટે આરાધના કરવી હોય, તે ઇચ્છાને ટકાવી રાખી, પ્રબળ બનાવી સ્થિરતાનો પરિણામ પેદા કરવો હોય તો સંસાર જે રસ અને પરિણામની એકગ્રતાથી ચાલે છે તેને બદલીને ધર્મનો રસ એટલે ધર્મ પેદા કરવાનો રસ અને તેની ક્રિયાઓમાં કેટલી એકાગ્રતા પેદા કરવી પડશે. બસ આ વિચારો કરી ધીમે ધીમ જો આનો અભ્યાસ કરવામાં આવે તો આજે ને-આજે ફેરફાર ન થાય પણ છ મહિને, બાર મહિને, વર્ષે, બે વર્ષે જરૂર ફેરફારીની અનુભૂતિ થયા વિના રહે નહિ. મનુષ્ય જન્મને પામીને ખરેખર કરવા લાયક આજ છે ને ? જો આવી પ્રવૃત્તિથી સંસારનો રસ ઘટી જાય અને ધર્મનો રસ પેદા થઈ જાય તો મોક્ષની ઇચ્છા પેદા થયા વિના રહેશે નહિ અને આત્મા મોક્ષમાર્ગમાં દાખલ થઇ સ્થિરતા પૂર્વક ચિત્તની એકાગ્રતા પૂર્વક અને પ્રસન્નતા પૂર્વક આરાધના બન્યા વગર રહેશે નહિ.
આથી આટલા જીવોની વિરાધના જાણીને શક્ય પ્રયત્ન શું કરવાનો ? રસોઇ બની ગયા પછી આપણા માટે એટલે આપણને ઉદે શીને ગરમ કરીને આપે તો લેવી નહિ. જેમકે રસોઇ એક વાગે બની ગઇ જમવા માટે બે વાગે દોઢ વાગે આવ્યા અને ઠંડી થઇ ગયેલ છે તો તમારા માટે ગરમ કરી તમોને પીરસે તો તે ખાવી નહિ જેવી હોય તેવી લઇને ખાઇ લેવી વધારાના અગ્નિકાય જીવોની વિરાધના ન થાય તેની કાળજી રાખી જીવન જીવવાન શરૂ કરવું જોઇએ ! બીન જરૂરી હિંસા ન થાય તેની કાળજી રાખીને જીવન જીવવા પ્રયત્ન કરવો. આનો અર્થ એ થાય છે કે રસોઇ બની ગયા પછી ફરીથી ગરમ કરી ખાવી નહિ એ જે પ્રમાણે ઠંડી હોય તો ઠંડી પણ ખાતા શીખી લેવાનું ! નહિતર ગરમ ગરમ ખાતા-ચા પીતા, દૂધ પીતા જો ટેસ આવી જશે અને તેજ વખતે આયુષ્ય બંધાશે તો આ અગ્નિકાયમાં ફરવા માટે જવું પડશે અને તેમાંય અત્યંત આસક્તિ પેદા થશે તો તેનાથી અનુબંધ એવા જોરદાર પડશે કે જેના કારણે અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપિણી કાળ સુધી તેમને તેમાં જ દુ:ખ ભોગવવા જવું પડશે.
બાદર તેઉકાય જીવોના બે ભેદ છે. (૧) અપર્યાપ્તા રૂપે (૨) પર્યાપ્ત રૂપે હોય છે.
અપર્યાપ્યા બાદ તેઉકાય જીવોનું વર્ણન. શરીર-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય.
Page 31 of 234
Page #32
--------------------------------------------------------------------------
________________
આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્તનું હોય.
સ્વકાય સ્થિતિ જધન્યથી એક ભવની ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી અવસરપિણી કાળ.
પર્યાપ્તિ-૪. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાતિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાતિ. આ જીવોને ચોથી પર્યામિ નિયમ અધુરી હોય છે.
પ્રાણ-૪. આયુષ્ય પ્રાણ, કાયબલ પ્રાણ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પ્રાણ હોય છે. તેમાં જે સ્થાનમાંથી આવીને બાદર અપર્યાપ્તા તેઉકાય રૂપે ઉત્પન્ન થાય એટલે આયુષ્ય ઉદયમાં ચાલુ થાય ત્યારથી આયુષ્ય પ્રાણ ચાલુ થાય છે. શરીર પર્યામિ પૂર્ણ થયે કાયબલ પ્રાણ ચાલુ થાય છે. એટલે પુગલો જે આહાર રૂપે લીધેલા છે તેને સારી રીતે પચાવવાની શક્તિ પેદા થાય. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે સ્પર્શેન્દ્રિય પ્રાણ ચાલુ થાય છે કે જેનાથી લીધેલા આહારના પુદ્ગલોમાં સારા નરસાપણાનું જ્ઞાન પેદા થતાં સંજ્ઞાઓ સતેજ થાય છે અને સ્પર્શેન્દ્રિયના આઠ વિષયોમાં સારા નરસાપણાના રાગની સમજ વિશેષ થાય છે. શ્વાસોચ્છવાસ પર્યામિ શરૂ થતાં શ્વાસોચ્છવાસ પ્રાણ શરૂ થાય છે. આ પર્યાપ્તિ અને પ્રાણ પૂર્ણ કર્યા વગર જીવ મરણ પામતો હોય છે માટે અપર્યાપ્ત કહેવાય છે.
પર્યાપ્તા બાદર તેઉકાય જીવો. શરીર-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. એક શરીરમાં એક જીવ હોય છે. માટે પ્રત્યેક કહેવાય છે. અસંખ્યાતા શરીરો અને અસંખ્યાતા જીવો ભેગા થાય ત્યારે જ જોઈ શકાય છે.
આયુષ્ય- જધન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે. ઉત્કૃષ્ટ થી- ટોણ અહોરાત્રિ એટલે ૭૨ કલાકનું સ્વકીય સ્થિતિ જઘન્યથી એક ભવ એટલે એક ભવ અંતર્મુહૂર્તનો તેઉકાય રૂપે ઉત્પન્ન થઇ પછી યોનિ બદલી બીજી યોનિમાં ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી, અવસરપિણી કાળ એટલે અસંખ્યાતા કાલચક્રો હોય છે. કોઈ જીવ પોતાના શરીરાદિનું મમત્વ કરી અત્યંત આસક્તિ વગેરે કરીને તથા ગરમા ગરમ ખાવા પીવાદિમાં બરાબર ટેસ કરી તેઉકાયના આયુષ્યના અનુબંધો બાંધીને ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે આઠ ભવ કરી નવમે ભવે યોનિ બદલી પાછો તેઉકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધી આઠ ભવો કરી પાછી યોનિ બદલે આ રીતે અસંખ્યાતો કાળ રખડે. ઉત્કૃષ્ટ આયુષ્યના ઉત્કૃષ્ટથી આઠ ભવ કરી શકે. જઘન્યજઘન્ય આયુષ્ય રૂપે, જઘન્ય મધ્યમ આયુષ્ય રૂપે, મધ્યમ-મધ્યમ આયુષ્ય રૂપે જન્મ મરણ કરતાં કરતાં અસંખ્યાતો કાળ તેઉકાયમાં જીવ ફર્યા કરે છે.
પર્યાપ્તિ-૪. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાતિ હોય છે.
Page 32 of 234
Page #33
--------------------------------------------------------------------------
________________
બીજા સ્થાનેથી મરણ પામીને જીવો તે ઉકાયના આયુષ્ય સાથે ઉત્પત્તિ સ્થાને આવી આહારને ગ્રહણ કરી પરિણમાવી વિસર્જન કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે તે આહાર પર્યામિ ગણાય છે. સમયે સમયે આહારને ગ્રહણ કરતો પરિણમાવતો અસંખ્યાત સમયે જે શક્તિ પેદા કરે છે તે શરીર પર્યાપ્તિ કહેવાય છે ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારને ગ્રહણ કરતો પરિણમાવતો જે શક્તિ પેદા થાય તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે અને ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારના પગલોને ગ્રહણ કરતો પરિણમાવતો જે શક્તિ પેદા કરે છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે. આ શક્તિથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસના પુદ્ગલોને ગ્રહણ કરવાનીપરિણાવવાની અને વિસર્જન કરવાની શક્તિ પેદા કરે છે તે જયાં સુધી પોતાનું આયુષ્ય હોય ત્યાં સુધી આ શક્તિથી પોતાનું જીવન જીવ્યા કરે છે.
પ્રાણ-૪. હોય આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ.
(૧) આયુષ્ય પ્રાણ- જે સ્થાનેથી જીવો મરણ પામીને એટલે પોતાનું ભોગવાતું આયુષ્ય પૂર્ણ કરીને તેઉકાય બાદર પર્યાપ્ત રૂપે આયુષ્ય જયાંથી શરૂ કરે છે ત્યાંથી તે જીવો તેઉકાયના આયુષ્ય પ્રાણવાળા કહેવાય છે. આ બાદર પર્યાપ્તા તેઉકાયના આયુષ્ય રૂપે ચદરાજલોકના કોઇપણ આકાશ પ્રદેશ ઉપરથી મરણ પામી આ આયુષ્યના ઉદયવાળો થઇ શકે છે. છતાંય જ્ઞાની ભગવંતો કહે છે કે અઢીદ્વીપ એટલે પીસ્તાલીશ લાખ યોજન જે મનુષ્ય ક્ષેત્ર છે તે મનુષ્ય ક્ષેત્રના કપાટમાં તે તેઉકાયનો જીવ ન આવે ત્યાં સુધી તે તેઉકાય રૂપે ગણાતો નથી એટલે કે પીસ્તાલાખ યોજન રૂપ જે મનુષ્ય ક્ષેત્ર છે તેટલા જ વિસ્તાર વાળું ઉર્ધ્વલોક સુધી અને તેટલાક વિસ્તારવાળ અધોલોક સુધીની જે લાંબી એટલે ચૌદ રાજલોક લાંબી પીસ્તાલીશ લાખ યોજન પહોળી તેમજ તિચ્છ એક રાજ લાંબી બન્ને બાજુની થઇને અને પીસ્તાલીશ લાખ પહોળી એવી ચોકડી આકારવાળો ભાગ કલ્પવો તે કપાટ કહેવાય છે. જીવો તેઉકાય રૂપે જયારે પોતાના સ્થાનમાં ઉત્પન્ન થવા માટે આવે એટલે પ્રવેશ કરે ત્યારથી તે બાદ તેઉકાય રૂપે ગણાય છે તેની પહેલા કોઇપણ ક્ષેત્રમાં આયુષ્યનો ઉદય થયેલો હોવા છતાંય તેઉકાય રૂપે ગણત્રી કરતા નથી. અલ્પકાળ હોવાથી અવિરક્ષીત રૂપે ગણે છે. તે તેઉકાયના ઉદયવાળા જીવોને આયુષ્ય પ્રાણ શરૂ થાય છે.
જયારે એ જીવો ઉત્પત્તિ સ્થાન આવી આહારને ગ્રહણ કરતાં કરતાં શરીર પર્યાપ્તિ પૂર્ણ કરે એટલે કાયબલ પ્રાણ પેદા કરે છે કે જે પ્રાણ ના કારણે જગતમાં રહેલા દારિક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી, વિસર્જન કરવાની શક્તિ પેદા કરે છે. ઇન્દ્રિય પર્યાતિ પૂર્ણ થયે સ્પર્શેન્દ્રિય પ્રાણ પેદા કરે છે અને શ્વાસોચ્છવાસ પર્યાતિ પૂર્ણ થયે શ્વાસોચ્છવાસ પ્રાણ પેદા કરે છે અને પોતાનું જેટલું આયુષ્ય હોય તે કાળ સુધી આહાર ગ્રહણ કરી પરિણમાવી પ્રાણોને પુષ્ટ કરીને પોતાનું જીવન જીવે છે.
Page 33 of 234
Page #34
--------------------------------------------------------------------------
________________
એક ચોખાના દાણા જેટલી જગ્યામાં જેટલા તેઉકાયના જીવો રહેલા હોય તે દરેકનું શરીર ખસખસ ના દાણા જેટલું કરવામાં આવે અને જંબુદ્વીપમાં મુકીએ તો એકલાખ યોજનવાળો જંબુદ્વીપ પણ નાનો પડે.
એક તણખાના નાનામાં નાના કણીયામાં તેઉકાય જીવોના અસંખ્યાતા શરીરો હોય છે એક એક શ૨ી૨માં એક એક બાદર પર્યાપ્તા તેઉકાય જીવ હોય છે અને તેજ અવગાહનાની સાથે ને સાથે જ બાદ૨ અપર્યાપ્તા તેઉકાય જીવો સદા માટે અસંખ્યાતા અસંખ્યાતા તે અસંખ્યાતા લોકાકાશના આકાશ પ્રદેશના જેટલા રહેલા હોય છે માટે તે જીવો સાતે નારકીના જીવો કરતાં અસંખ્યાત ગુણા અધિક હોય છે અથવા ચારે નિકાયના દેવોની સંખ્યા કરતાં અસંખ્યાત ગુણા અધિક હોય છે માટે શક્ય હોય તો આ જીવોના ઉપયોગ વગર જીવન જીવતા બનવું જોઇએ. ન
જ થઇ શકે તો જેમ બને તેમ તેનો ઉપયોગ જેટલો ઓછો થાય એવી રીતે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઇએ તોજ હિંસાના પાપથી બચી અહિંસાના પરિણામના સંસ્કારો દ્રઢ કરી શકાય એ પ્રયત્ન કરતા કરતા નિરાબાધ જે મોક્ષ સુખ તેની પ્રાપ્તિ કરી શકાય.
આખો સંસાર જે ચાલે છે તે અગ્નિકાય અને અકાય ઉપર ચાલે છે એની હિંસા સંસારમાં રહેલા જીવને થવાની જ એના વિના સંસારમાં જીવવું શક્ય જ નથી માટે અભયકુમારે નગરના બધા માણસોને ભેગા કરીને પૂછ્યું હતું કે આ ત્રણ સોના મહોરોના ઢગલા જે છે તે એક એક લાખ સોનામહોરોના છે તે એને જ આપવના છે કે જે જીવનભર કાચાપાણીનો ત્યાગ કરે, અગ્નિનો ત્યાગ કરે અને સ્ત્રીનો ત્યાગ કરે. આખા ટોળામાંથી કોઇપણ તૈયાર થયા નહિ ત્યારે સંયમનો સ્વીકા૨ ક૨ના૨ કઠીયારાએ આ ત્રણે ચીજનો ત્યાગ કરેલ છે એમ જણાવી અભયકુમારે
લોકોમાં તેના પ્રત્યે અહોભાવ જગાડ્યો આથી લક્ષ્ય રાખીને જેમ બને તેમ અગ્નિકાયના ઓછા
ઉપયોગથી જીવાય તેવો પ્રયત્ન કરવો ખાસ જરૂરી છે માટે જ્ઞાની ભગવંતોએ સૂક્ષ્મ બુધ્ધિથી આ જીવોને જાણવા યોગ્ય કહેલા છે.
શ્રી સુયગડાંગ સૂત્રમાં અગ્નિકાયની વિરાધનામાં છએ કાયની વિરાધના થાય છે એવો ઉલ્લેખ આવે છે. આ જીવોની યોનિ સાત લાખ હોય છે.
तथा तेजस्कायस्य सप्त योनिलक्षाः त्रयः कुलकोटि लक्षाः पूर्ववदे दनादिकं, ૩- ‘તેજસ્કાય’ જીવની યોનિ સાત લાખ છે, કુલકોટિ ત્રણ લાખ છે અને તેજસ્કાય જીવોને પણ વેદના વિગેરે ‘પૃથિવીકાય’ અને ‘અકાય’ ના જીવોની માફક હોય છે. ‘તેજસ્કાય’ ના ત્રાસના પ્રકારો
‘અકાય’ ના ઉપદ્રવોનું વર્ણન કર્યા પછી ‘તેજસ્કાય’ જીવોના ત્રાસના પ્રકારોનું વર્ણન કરતાં એજ આરાધ્યપાદ આચાર્ય ભગવાન્ ફ૨માવે છે કે
"तेजस्कायत्वमाप्ताश्व, विध्याप्यन्ते जलादिभिः / घनादिभिः प्रफुटयन्ते, ज्वाल्यन्ते चेन्धनादिभिः //9//
Page 34 of 234
Page #35
--------------------------------------------------------------------------
________________
તેજસ્કાય' પણાને પામેલા જીવો ૧. જલાદિ દ્વારા બુજાવી નખાય છે, ૨. ઘનાદિથી પુષ્કળ કુટાય છે અને ૩. ઇન્જન આદિ દ્વારા જવાજલ્યમાન કરાય છે.
તેઉકાય સંપૂર્ણ
વાયુકાય જીવોનું વર્ણન
પવન છે શરીર જે જીવોનું તે વાયુકાય જીવો કહેવાય છે. વાયુકાય જીવોના બે ભેદ હોય છે. (૧) સૂક્ષ્મ વાયુકાય (૨) બાદર વાયુકાય
સૂવાયુકાય- હણ્યા હણાતા નથી, છેદ્યા છેદાતા નથી, ભેદ્યા ભેદાતા નથી, પાણીથી ભીંજાતા નથી, અગ્નિથી બળતા નથી એવા ચૌદરાજલોક રૂપ જગતના દરેક આકાશ પ્રદેશ ઉપર અસંખ્યાતા અસંખ્યાતા ઠાંસી ઠાંસીને રહેલા હોય છે.
સૂક્ષ્મ વાયુકાય જીવોના બે ભેદો છે. (૧) અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાય (૨) પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાય.
અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાય શરીર-અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું હોય. આયુષ્ય-એક અંતર્મુહૂર્તનું જ હોય છે.
સ્વકાય સ્થિતિ જઘન્યથી એક ભવ. ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી, અસંખ્યાતી અવસરપિણી કાળ સુધી જન્મ મરણ થાય.
પર્યાપ્તિ-૪. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. પ્રાણ-૪, આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ આ ચોથો પ્રાણ અધુરો હોય છે. યોનિ- આ જીવોની સામાન્ય રીતે જુદી કહેલી ન હોવાથી સમસ્તીગત રૂપે સાત લાખ હોય છે.
સૂક્ષ્મ પર્યામાં વાયુકાય શરીર-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય. આયુષ્ય-નિયમા એક અંતર્મુહૂર્તનું હોય છે.
સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવની હોય. ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી, અસંખ્યાતી અવસરપિણી એટલે અસંખ્યાતા કાલચક્ર સુધી જન્મ મરણ કર્યા કરે છે.
પર્યાપ્તિ-૪. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ.
ઉત્પત્તિના પહેલા સમયે જે આહારના પુગલો ગ્રહણ કરી પરિણમાવે એટલે ખલ અને રસરૂપે પરિણાવવાની શક્તિ પેદા કરે તે આહાર પર્યાપ્તિ અસંખ્યાત સમય સુધી આહારને ગ્રહણ કરી ખલ અને રસરૂપે પરિણમાવવાની વિશેષ શક્તિ પેદા કરે તે શરીર પર્યાપ્તિ કહેવાય છે. અસંખ્યાત સમય સુધી શરીર
Page 35 of 234
Page #36
--------------------------------------------------------------------------
________________
પર્યાપ્તિ પછી આહારને ગ્રહણ કરતાં કરતાં જે શક્તિ રસવાળા પુદ્ગલોમાંથી પેદા થાય તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે અને ત્યાર પછી આહારના પુદ્ગલોને ગ્રહણ કરતાં અસંખ્યાત સમય બાદ જે શક્તિ પેદા થાય તે શ્વાસોચ્છવાસ પર્યામિ કહેવાય છે.
પ્રાણો-૪. આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પ્રાણ.
જે સ્થાને સૂક્ષ્મ પર્યામા વાયુકાયના આયુષ્યનો ઉદય થાય ત્યારથી આયુષ્ય પ્રાણ ગણાય છે. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે કાયબલ પ્રાણ પેદા થાય છે. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે, સ્પર્શેન્દ્રિય પ્રાણ પેદા થાય છે અને શ્વાસોચ્છવાસ પર્યામિ પૂર્ણ થયે શ્વાસોચ્છવાસ પ્રાણ પેદા થાય છે કે જેનાથી જીવોને જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી એટલે શ્વાસ નિશ્વાસ રૂપ પરિણમાવી વિસર્જન કરવાની શક્તિ પેદા થાય છે. કાયબલ પ્રાણથી જગતમાં રહેલા ઔદારિક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી વિસર્જન કરવાની શક્તિ પેદા થાય છે. સ્પર્શેન્દ્રિય પ્રાણથી જીવને સ્પર્શેન્દ્રિયના આઠ વિષયો તેમાં અનુકૂળ કયા અને પ્રતિકૂળ કયા તે વિચારવાની શક્તિ પેદા થાય અને તેમાં રાગાદિ પરિણામની તીવ્રતા થતી જાય છે.
બાદર વાયુકાય જીવો
ગુંજારવ કરતો વાયુ,
ભમરી વાતો, ઘનવાયુ, તનુ = પાતળો વાયુ એમ અનેક પ્રકારો કહેલા છે. આ જીવો હણ્યા હણાય છે, છેદ્યા છેદાય છે, ભેદ્યા ભેદાય છે, પાણીથી ભીંજાય છે, અગ્નિથી બળે છે એટલે નાશ પામે છે માટે આ જીવોની હિંસાનું પાપ લાગે છે.
સામાન્યથી આ બાદર વાયુના ૧૭ ભેદો હોય છે.
(૧) પૂર્વદિશાનો વાયરો
(૩) ઉત્તર દિશાનો વાયુ
(૫) ઉર્ધ્વ દિશાનો વાયુ
(૭) તિર્થંક્ દિશાનો વાયુ (૯) ગુંજારવ કરતો વાયુ
(૧૧) મંડળીયો વાયુ
(૨) પશ્ચિમ દિશાનો વાયરો (૪) દક્ષિણ દિશાનો વાયુ (૬) અધો દિશાનો વાયુ
(૮) વિદિશાનો વાયુ
(૧૦) ઉક્કલીયો વાયુ
(૧૨) ઝામી વાયુ
(૧૪) સંવર્તક વાયુ
(૧૩) ઝૂઝ વાયુ (૧૫) ઘનવાયુ (૧૭) શુધ્ધ વાયુ આ વાયુકાય જીવોના પ્રકારો છે.
આ સિવાયના બીજા અનેક વાયુકાયના પ્રકારો હોય છે.
આ વાયુકાય જીવો ચૌદ રાજલોકના આકાશ પ્રદેશો ઉપર હોય છે. માટે ક્ષેત્ર ચૌદ રાજલોક ગણાય છે અને જ્યાં જ્યાં ચૌદ રાજલોકમાં પોલાણ ભાગ વિશેષ હોય ત્યાં ત્યાં આ જીવો વિશેષ રહેલા હોય છે અને કઠણ ભાગમાં ઓછા હોય છે. જ્યાં સિધ્ધ પરમાત્માના જીવો રહેલા હોય છે ત્યાં પણ આ બાદર વાયુકાયના જીવો હોય છે.
(૧૬) તનુ વાયુ અને
Page 36 of 234
Page #37
--------------------------------------------------------------------------
________________
બાદર વાયુકાય જીવોના બે ભેદો છે.
(૧) અપર્યાપ્તા બાદર વાયુકાય (૨) પર્યાષ્ઠા બાદર વાયુકાય. અપર્યાપ્તા બાદર વાયુકાય
શરીર-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્તનું જ હોય.
સ્વકાયસ્થિતિ- જધન્યથી એક ભવ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી, અસંખ્યાતી અવસરપિણી એટલે અસંખ્યાતા કાલચક્રો સુધી જન્મ મરણ થયા કરે.
પર્યાપ્તિ-૪. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ.
આ ચોથી પર્યાપ્ત અધુરી હોય છે કારણકે અપર્યાપ્તા જીવો નિયમા ચોથી પર્યાપ્ત અધુરીએ મરણ પામે
પ્રાણો-૪. આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ.
જ્યારથી બાદર અપર્યાપ્તા વાયુકાય રૂપે આયુષ્યનો ઉદય ચાલુ થાય ત્યારથી આયુષ્ય પ્રાણ ચાલુ થાય છે. શરીર પર્યાપ્ત પૂર્ણ થયે કાયબલ પ્રાણ શરૂ થાય છે. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે સ્પર્શેન્દ્રિય પ્રાણ ચાલુ થાય છે અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ શરૂ થયે શ્વાસોચ્છવાસ પ્રાણ શરૂ થાય છે. આ ચોથો પ્રાણ હંમેશા અધુરોજ રહે છે.
એક એક બાદર પર્યાપ્તા વાયુકાય જીવની નિશ્રાએ એટલે એટલી જ અવગાહનામાં અસંખ્યાતા લોકાકાશના આકશ પ્રદેશ જેટલા જીવો એટલે અસંખ્યાતા બાદર પર્યાપ્તા વાયુકાય જીવો હંમેશા રહેલા હોય છે. આ જીવોની સમુદાય રૂપે સાતલાખ યોનિ કહેલી છે. જુદી કહેલી ન હોવાથી કહી નથી. બાદર પર્યાપ્તા વાયુકાય જીવો
શરીર-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હાય છે.
આયુષ્ય- જધન્યથી એક અંર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ હજાર વર્ષનું હોય છે.
સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવ. કોઇ જીવ બાદર પર્યાપ્તા વાયુકાય રૂપે ઉત્પન્ન થઇ બીજે ઉત્પન્ન થાય તેવા જીવોને આશ્રયીને ગણાય અને ઉત્કૃષ્ટથી જઘન્ય-જઘન્ય આયુષ્યવાળા-જઘન્ય-મધ્યમ આયુષ્યવાળા અને મધ્યમ મધ્યમ આયુષ્યવાળા જીવોને આશ્રયીને અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપણી એટલે અસંખ્યાતા કાળચક્રો સુધી જન્મ મરણ કરવા રૂપ કાય સ્થિતિ હોય છે. ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે સ્વકાય સ્થિતિ આઠ ભવોની હોય છે. એટલે આઠ ભવથી વધારે ભવો ઉત્કૃષ્ટ આયુષ્યવાળા કરી શકતા નથી. આવા ઉત્કૃષ્ટ આયુષ્યવાળા જીવો મોટા ભાગે ઘનવાત-તનુવાત વાયુરૂપે રહેલા હોય અથવા લવણ સમુદ્રના પાતાલકળશાના નીચેના ભાગમાં અંદર જે વાયુ રહેલો હોય છે તે વાયુરૂપે પણ હોઇ શકે છે. અહીંયા જે જીવોને પવન વિશેષ ગમતો હોય, ઠંડકમાં રહેવું વધારે પસંદ પડતું હોય તથા જ્યાં પવન આવે એવી જગ્યા હોય તે ખુબજ ગમતી હોય, તેમાં આનંદ આવતો હોય, હાસ થતું હોય તો એવા જીવો તેમાં આનંદ પ્રાપ્ત કરી કરીને દશભવ-સોભવ-હજાર ભવો ઇત્યાદિ અનુબંધ રૂપે ભવની પરંપરા બાંધીને આવા વાયુકાય જીવ રૂપે ઉત્પન્ન થયા કરે છે અને તેમાં ત્રણ ત્રણ હજા૨વાળા ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે ઉત્પન્ન થઇ આઠ ભવો કરી યોનિ બદલી એક અંર્મુહૂર્ત બીજી યોનિમાં રહી પાછો વાયુકાય રૂપે આઠ ભવો કરે આવી રીતે અસંખ્યાતા કાળચક્રો Page 37 of 234
Page #38
--------------------------------------------------------------------------
________________
સુધી વાયુકાયમાં ફર્યા કરે છે અને અત્યંત આસક્તિ પૂર્વક પવનમાં રાગ રાખી ને જીવનારા જીવો જઘન્ય જઘન્ય આયુષ્ય રૂપના અનુબંધો ભવની પરંપરાના બાંધીને અસંખ્યાતા કાળચક્રો સુધી રખડ્યા કરે છે.
જે જીવોને એકેન્દ્રિયપણામાં જવા લાયક અત્યંત સંકિલષ્ટ પરિણામ હોય તોજ તે જીવો અગ્નિકાય અને વાયુકાયમાં આવી રીતે ઉત્પન્ન થાય છે અને તે જીવો મનુષ્ય ગતિ બાંધતા જ ન હોવાથી મોટા ભાગે કિલષ્ટ પરિણામમાં જ પોતાનો કાળ પસાર કરે છે. એમ જ્ઞાની ભગવંતો કહે છે. આ રીતે જીવો સ્વકીય સ્થિતિમાં ભમ્યા કરે છે.
પર્યાપ્તિ-૪, આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ.
ઉત્પત્તિના પહેલા સમયે જે આહારને ગ્રહણ કરી પરિણાવી ખલ અને રસરૂપે પુગલોને બનાવે તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. આ એક સમયની હોય છે. પછી સમયે સમયે આહાર ગ્રહણ કરતાં ખલ અને રસરૂપે પરિણાવતાં અસંખ્યાત સમય સુધી પ્રક્રિયા કરે તેનાથી શરીર પર્યાપ્તિની શક્તિ પેદા થાય છે પછી અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણાવી ખલ રસરૂપે કરતો કરતો જે શક્તિ પેદા કરે છે તેનાથી ઇન્દ્રિય પર્યાપ્તિની શક્તિ પેદા થાય છે ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારના પુગલોને ગ્રહણ કરી ખલ અને રસરૂપે પરિણામ પમાડી શ્વાસોચ્છવાસ પર્યામિની શક્તિ પેદા કરે છે. આ રીતે ચાર પર્યાપ્તિ થાય છે.
પ્રાણ-૪. આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પ્રાણ.
જે સ્થાનમાં મરણ પામી બાદર પર્યાપ્તા વાયુકાય રૂપે ઉત્પન્ન થવાના હોય તેના આયુષ્યનો ઉદય થાય ત્યારથી આયુષ્ય પ્રાણ ચાલુ થાય છે. શરીર પર્યાપ્તિથી પર્યાપ્તા થાય એટલે કાયબલ પ્રાણ પેદા થાય છે, જેનાથી જગતમાં રહેલા ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી પરિણમાવી એટલે શરીર રૂપે પરિણમાવી વિસર્જન કરવાની શક્તિ પેદા થાય તે કાયબલ. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યારે સ્પર્શેન્દ્રિય પ્રાણ પેદા થાય છે. તેનાથી જે પુદ્ગલો ગ્રહણ કરાય છે તેમાં આઠ સ્પર્શમાંથી અનુકૂળ સ્પર્શ વાળા પુદ્ગલોમાં રાજીપો અને પ્રતિકૂળ સ્પર્શ વાળા પુદ્ગલોમાં નારાજી કરતો કરતો કર્મબંધ થયા કરે છે. ત્યાર પછી સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરતો પરિણામ પમાડતો જે શક્તિ પેદા કરે છે તેનાથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી શ્વાસઉચ્છવાસ રૂપે પરિણમાવી નિઃશ્વાસ રૂપે વિસર્જન કરવાની શક્તિ પેદા કરે તે શ્વાસોચ્છવાસ પ્રાણ કહેવાય છે. જ્યાં સુધી જેટલું આયુષ્ય હોય ત્યાં સુધી આ જીવો આહાર આદિના પુદ્ગલોથી શક્તિઓ પેદા કરી સંજ્ઞાઓને સતેજ કરતા કરતા કર્મબંધ કરીને સંસાર વધારતા જાય છે.
યોનિ-આ જીવોની ચારે પ્રકારના ભેદોની સમુદાય ગત સાત લાખ જીવાયોનિ હોય છે.
તેમાં ૫ વર્ણ X ૨ ગંધ X પાંચ રસ X ૮ સ્પર્શ x પાંચ સંસ્થાન = બે હજાર ભેદ થાય છે એ બે હજારને સાત લાખ સાથે ભાગાકાર કરીએ તો ૩૫૦ નો આંક આવે. એ ૩૫૦ વાયુકાય જીવોના ભેદો એટલે પ્રકારો હોય છે. એ ૩૫૦ ભેદોમાં એક એક ભેદને વિષે બબ્બે હજાર બબ્બે હજાર ઉત્પત્તિ સ્થાનો હોય છે. એટલે એકવાર અનુબંધ બાંધીને જીવ વાયકામાં જાય અને ત્યાં જન્મ મરણ કરે તો એક ભેદમાં બે હજાર વાર જન્મ મરણ કરી પૂર્ણ થાય ત્યારે બીજાભેદ રૂપે ઉત્પન્ન થાય ત્યાં બે હજાર વાર જન્મ મરણ કરે ત્યાંથી ત્રીજા ભેદરૂપે
Page 38 of 234
Page #39
--------------------------------------------------------------------------
________________
તેમાં પણ એજ રીતે બે હજારવાર જન્મ મરણ કરે આ રીતે ૩૫૦ ભેદોમાં બબ્બે હજાર વાર જન્મ મરણ કર્યા કરવાથી સાત લાખ જીવાયોનિ થાય છે. આ રીતે જીવો અત્યાર સુધીમાં અનંતી વાર ભટકીને આવ્યા હવે ભટકવા ન જવું હોય તો ખ્યાલ રાખી સાવચેત થવા જેવું છે.
वायोरपि सप्त योनिलक्षाः सप्त च कुलकोटिलक्षाः वेदना अपि शीतोष्णादिजनिता (III Ud,
‘વાયુકાય જીવોની પણ યોનિ અને કુલકોટિ સાત લાખ છે તથા શીત અને ઉષ્ણ આદિથી ઉત્પન્ન થયેલી વેદનાઓ પણ તે જીવોને અનેક પ્રકારની હોય છે. વાયુકાયની વેદના
આ પ્રમાણે તેજસ્કાયપણા' ને પામેલા જીવોના ત્રાસના પ્રકારોનું વર્ણન કર્યા પછી ‘વાયુકાય જીવોની વેદનાઓનું વર્ણન કરતાં એજ સર્વતંત્ર સ્વતંત્ર સૂરિપુરંદર ફરમાવે છે કે
"वायुकायत्वमप्याप्ता, हन्यन्ते व्यजनादिभिः । #ldWIT/
દિયોદ, વિપળો #gો //9// प्राचीनाद्यास्तु सवेंडपि विराध्यन्ते परस्परम् ।
मुखादिवातैर्याध्यन्ते, पीयन्ते चोरगादिभिः ////" વાયુકાય પણાને પણ પામેલા જીવો – ‘૧-પંખાદિકથી હણાય છે, ર-શીત અને ઉષ્ણ આદિ દ્રવ્યોના યોગથી ક્ષણે ક્ષણે મરણ પામે છે, ૩-પૂર્વ દિશા આદિના પવનો તો સઘળાય પણ પરસ્પર અથડાઇ અથડાઇને મરણ પામે છે : અર્થાત્ પૂર્વ દિશાનો પવન પશ્ચિમ આદિના પવન સાથે, પશ્ચિમ દિશાનો પવન પૂર્વ આદિના પવન સાથે, ઉત્તર દિશાનો પવન દક્ષિણ આદિના પવન સાથે, દક્ષિણ દિશાનો પવન ઉત્તર આદિના પવન સાથે, ઉર્ધ્વ દિશાનો પવન અધો દિશા આદિના પવન સાથે અને અધો દિશાનો પવન ઉર્ધ્વ દિશા આદિના પવન સાથે, એમ અનેક રીતિએ પરસ્પર અથડાઇને વાયુકાયના જીવો વિનાશ પામે છે, ૪-મુખ આદિના પવનથી પણ વાયુકાયના જીવો બાધા પામે છે અને પ-સર્પ આદિ પણ એ જીવોનું પાન કરી જાય છે.'
વાયુકાય જીવોનું વર્ણન સમાપ્ત
વનસ્પતિ કાય જીવોનું વર્ણન.
વનસ્પતિકાય જીવોનાં ભેદો હોય છે. (૧) સાધારણ વનસ્પતિકાય (૨) પ્રત્યેક વનસ્પતિકાય. સાધારણ વનસ્પતિકાય જીવોનું વર્ણન.
સાધારણ વનસ્પતિ- એક શરીરમાં અનંતા જીવો રહેલા હોય અર્થાત્ અનંતા જીવોના સમુદાય વચ્ચે એક શરીરની પ્રાપ્તિ થવી તે સાધારણ વનસ્પતિ કહેવાય.
સાધારણ વનસ્પતિ-નિગોદ-અનંતકાય-લીલફૂગ-કંદમૂળ આ વગેરે શબ્દો પર્યાય વાચી એટલે એનાર્થ વાચી ગણાય છે.
Page 39 of 234
Page #40
--------------------------------------------------------------------------
________________
સાધારણ વનસ્પતિકાયના મુખ્ય બે ભેદો હોય છે.
(૧) અવ્યવહાર રાશી સાધારણ વનસ્પતિકાય
(૨) વ્યવહાર રાશી સાધારણ વનસ્પતિકાય.
અવ્યવહાર રાશી સાધારણ વનસ્પતિ જે છે તે ચૌદ રાજલોક રૂપ જગતને વિષે અસંખ્યાતા નિગોદના ગોળા રહેલા છે એક એક ગોળામાં અસંખ્યાતી અસંખ્યાતી નિગોદો હોય છે. અહીં નિગોદ એટલે શરીર અર્થ સમજવો અને એક એક નિગોદમાં અનંતા અનંતા જીવો રહેલા હોય છે.
અવ્યવહાર રાશી સાધારણ વનસ્પતિને અનાદિ સાધારણ વનસ્પતિ કહેવાય છે. જ્યારે એક સાથે
જેટલા જીવો મોક્ષે જાય ત્યારે એટલા જ જીવો આ સાધારણ વન્સપતિકાયમાંથી બહાર નીકળી એકેન્દ્રિયપણારૂપે ઉત્પન્ન થાય એ જે જીવો ઉત્પન્ન થાય છે તેમાં ભવ્ય જીવો પણ હોય છે અને અભવ્ય જીવો પણ હોય છે.
આ વ્યવહાર રાશીમાં ઘણાં જીવો એવાય હોય છે કે જે જીવો કોઇકાળે કદિપણ વ્યવહાર રાશીમાં આવ્યા નથી આવતા નથી અને આવશે પણ નહિ. એવા જે ભવ્ય જીવો હોય છે તે ભવ્ય જીવોને જાતિભવ્ય રૂપે કહેવાય છે અને તેવા જ અભવ્ય જીવોને જાતિ અભવ્ય જીવો પણ કહેવાય છે.
વ્યવહાર રાશી સાધારણ વનસ્પતિકાય એટલે જે જીવો અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં આવેલા હોય તે જીવો સાધારણ વનસ્પતિ રૂપે વારંવાર ઉત્પન્ન થયા કરે છે તે વ્યવહાર રાશી સાધારણ વનસ્પતિ કાય કહેવાય છે કારણકે એક વાર વ્યવહાર રાશીમાં આવ્યા પછી જીવ સાધારણ વનસ્પતિ રૂપે ઉત્પન્ન થાય તે અવ્યવહાર રાશીવાળા કહેવાતા નથી. વ્યવહાર રાશીમાં આવેલા ફરીથી અવ્યવહારમાં જતા નથી. આ કારણથી વ્યવહાર રાશી સાધારણ વનસ્પતિ કાય જીવોને સાદિ વ્યવહાર રાશિવાળા કહેવાય છે. આથી અવ્યવહાર રાશીમાં જીવો બે પ્રકારના હોય છે.
(૧) અનાદિ અનંત- જે જીવો અનાદિકાળથી અવ્યવહાર રાશીમાં છે અને અનંતકાળ સદા માટે રહેવાના છે તેવા જીવોને અનાદિ અનંત અવ્યવહાર રાશિવાળા કહેવાય છે.
(૨) અનાદિ શાંત- જે જીવો અનાદિકાળથી અવ્યવહાર રાશિમાં છે પણ જ્યારે કોઇ જીવ મોક્ષે જશે ત્યારે તેમાંથી બહાર નીકળવાના છે તે જીવોને આશ્રયીને અનાદિ શાંત અવ્યવહાર રાશીવાળા કહેવાય છે. વ્યવહાર રાશી સાધારણ વનસ્પતિકાય જીવો સદા માટે સાદિ શાંત રૂપે ગણાય છે કારણકે જ્યારે જે જીવો અવ્યવહાર રાશિમાંથી આવે તે આદિ થઇ અને કાયમ માટે એ જીવો સાધારણ વનસ્પતિમાં વ્યવહાર રાશી રૂપે રહેવાના જ નથી પણ એકેન્દ્રિય આદિના ભેદોમાં ફર્યા કરે છે માટે સાદિ શાંત જ કહેવાય છે.
કેટલાક આચાર્યોએ અવ્યવહાર રાશીરૂપે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ અપર્યાપ્તા અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ પર્યામા આ બે ભેદો કહેલા છે.
જ્યારે કેટલાક આચાર્યો સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અપર્યાપ્તાને જ અવ્યવહાર રાશીવાળા માને છે. જ્યારે વ્યવહાર રાશીમાં દરેક આચાર્યો સૂક્ષ્મ-અપર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય અને સૂક્ષ્મ પર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય રૂપે હોય છે જે બાદર સાધારણ વનસ્પતિના જીવો છે તે તો નિયમા વ્યવહાર રાશીવાળા જ હોય છે. એમ દરેક માને છે.
Page 40 of 234
Page #41
--------------------------------------------------------------------------
________________
આનો ભાવાર્થ એ થાય છે કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જીવો અવ્યવહાર રાશી રૂપે અને વ્યવહાર રાશી રૂપે એમ બન્ને માં હોય છે. તેમાં અનાદિ સાધારણ સૂક્ષ્મ વનસ્પતિ નિયમા અવ્યવહાર રાશીવાળી ગણાય છે અને સાદિ સાધારણ વનસ્પતિ સૂક્ષ્મ જીવો નિયમા વ્યવહાર રાશીવાળા ગણાય છે. બાકી તો વ્યવહાર રાશીવાળા છે જ.
સાધારણ વનસ્પતિ જીવો ઃ- કાંદા, અંકુરા, કુણી કિસલયો પણગ = સેવાલ, ભૂમિફોડ, સઘળાંય કુણા ફળો, સઘળાં કંદમૂળો, પાંચે વર્ણવાળી લીલીફૂગ અને વનસ્પતિ ઉગતી વખતે કોમળ હોય છે જ્યાં સુધી એ કોમળતા હોય તે અને તેના સિવાયના બીજા અનેક સાધારણ વનસ્પતિકાય જીવો કહેવાય છે. કંદમૂળના નામોલસણ, ડુંગળી, આદુ, સુરણ, રતાળુ, પેંડાલું, બટાટા, થેક, સકરચદ્ર મૂળના કંદ, લીલી હળદર, નલીગળી, ગાજર, અંકુરા, ખુરસાણી, કુંવર, મોર્થા, અમૃતવેલ, થોર, બીડ, અડવીના ગાંઠીયા અને ગરમર ઇત્યાદિ કંદમૂળના ઘણાં ભેદો થાય છે.
એક શરીરમાં અનંતા જીવો જે કહ્યા તે કેટલા ? કઇ રીતે જાણવા ? તો તે આ પ્રમાણે. ચૌદરાજલોક રૂપ જગતને વિષે જેટલા પૃથ્વીકાયના જીવો છે તે, ચૌદ રાજલોકરૂપ જગતને વિષે જેટલા અકાયના જીવો જે છે
તે.
ચૌદ રાજ લોક રૂપ જગતમાં જેટલા તેઉકાયના
(6
66
66
66
..
"C
66
66
66
66
66
CC
66
66
66
66
66
66
"C
66
66
66
66
k
CC
66
"C
(C
66
66
"C
(C
66
66
66
66
66
66
66
66
66
66
66
66
વાયુકાયના પ્રત્યેક વનસ્પતિકાયના “
બેઇન્દ્રિયના તેઇન્દ્રિયના ચઉરીન્દ્રિયના
જીવો છે તે
"6
66 66
નારકીના
તિર્યંચના
(6
66
66
66
66
મનુષ્યના દેવના
આ સઘળાંય જીવોને ભેગા કરીએ અને સરવાળો કરીએ તો પણ અસંખ્યાતા જ થાય છે. તે સઘળાંય જીવો કરતાં અનંત ગુણા અધિક જીવો એક શરીરમાં રહેલા હોય છે.
આ કારણોથી જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે ગૃહસ્થનું જીવન એટલે હિંસાથી ભરેલું. હિંસા વગર ચાલે નહિ તો પછી આ જીવો હિંસા કરીને જ જીવન જીવ્યા કરે તો છૂટકારો ક્યારે થાય ? કારણકે હિંસા કરે તેનાથી પાપ બંધાય, પાપથી દુઃખ આવે, દુઃખ ભોગવવા દુર્ગતિમાં જવું પડે, ત્યાં દુ:ખ અકામ નિર્જરાથી ભોગવી પુણ્ય ભેગું કરી મનુષ્ય જન્મ પામવો, પાછું પાપ કરવું આ ચક્કર ચાલ્યા જ કરે તો જીવનો છૂટકારો ક્યારે થાય ? એટલા માટે જ્ઞાનીઓ કહે છે કે આ બધુ જાણ્યા પછી, સમજ્યા પછી, જીવન ઓછા પાપથી જીવવું હોય તો જીવી શકાય એવો રસ્તો મનુષ્ય પાસે જ છે. સંપૂર્ણ પાપ કે હિંસા રહિત જીવન જીવવાની શક્તિ ન હોય તો
(6
Page 41 of 234
66 "C
""
66 "C
"C
66 66
66
66
66
66 66
66
"C 66
Page #42
--------------------------------------------------------------------------
________________
જેમ બને તેમ ઓછી હિંસાથી જીવન જીવી આત્માનું કલ્યાણ સાધી શકાય છે. આથી કંદમૂળમાં આટલા જીવો રહેલા છે તેની હિંસા માત્ર એક જીભડીના સ્વાદ માટે કરવાની ? ખાવામાં કંદમૂળ સારું લાગે છે જીભને ટેસ આવે છે માટે આટલા જીવોની હિંસા કરીને જીવીએ એ સારું લાગે ? એ ન મલે તો જીવન જીવાય એવું નથી ? ખાવા માટે, જીવન ચલાવવા માટે ઓછી હિંસાથી બનેલી ચીજો પણ મળી શકે છે અને જીવન જીવી શકાય છે. આ કારણથી જૈન શાસનમાં ભારપૂર્વક કંદમૂળ ખાવાનો નિષેધ કરેલો છે. જીવ વિચાર ભણેલા, તેનું જ્ઞાન મેળવી ચૂકેલા પણ જો આ બધી ચીજાના સ્વાદમાં પડે, તેમાં આનંદ માની ટેસ કરે તો સમજવું કે જીવ વિચારનું જ્ઞાન મેળવ્યું છે પણ પરિણામ પામેલું નથી. આથી આ મેળવેલું જ્ઞાન પણ આત્માને કલ્યાણ કરનારું બનવાને બદલે અકલ્યાણ કરનારું થાય માટે તે જ્ઞાન પણ જ્ઞાનીઓએ અજ્ઞાન કહેલ છે. આ કાળમાં આવા અજ્ઞાનીઓ ઘણાં હોય એમાં કાંઇ નવાઇ છે? આપણે શું કરવું, જીવન કેવી રીતે જીવવું અને આત્માનું કલ્યાણ કઈ રીતે સાધી લેવું એ જોઇનેજ જીવન જીવવા જેવું છે તો જ કલ્યાણ થશે. એક શરીરમાં અનંતા જીવો જોયેલા છે. એનાથી આગળ વધીને જ્ઞાનીઓએ કહ્યું છે કે સોયના અગ્રભાગ ઉપર બટાકાનું ગલ લઇએ તે આંખેથી જોઈ શકાય છે માટે તેમાં અસંખ્યાતા શરીરો છે કારણકે આ જીવોનાં શરીરો અસંખ્યાતા ભેગા થાય ત્યારે જ દેખી શકાય બાકી એક શરીર જોઇ શકાતું જ નથી. આથી અસંખ્યાતા શરીરો છે. એ એક એક શરીરમાં ઉપર જણાવ્યા એવા અનંતા જીવો રહેલા છે. એક ગલમાં આટલા જીવો થાય તો આખા બટાકામાં કે આદુમાં કેટલા થાય એ વિચારો. એક આપણા જીવન ખાતર તબીયત બગડી હોય તો તેને સુધારવા ખાતર આટલા જીવની હિંસા કરવી પડે એવું છે? ઓછી હિંસાથી ન જીવાય કે તબીયત ન જ સુધરે ? આ ખાસ વિચારવા જેવું નથી ? એનાથી આગળ વિચારોકે એક શરીરમાં અનંતા જીવ અને એક ગલમાં અસંખ્યાતા શરીર તે દરેકમાં અનંતા અનંતા જીવો તે એક એક જીવના અસંખ્યાતા આત્મ પ્રદેશો કે જે એક આખાય લોકાકાશના આકાશ પ્રદેશો જેટલા છે અને તે એક એક આત્મપ્રદેશો ઉપર જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોના પુદ્ગલોની અનંતી અનંતી વર્ગણાઓ રહેલી છે. આ વાત કેવલજ્ઞાની સિવાય કોણ જોઇ શકે ? આજના વૈજ્ઞાનીકો પણ આ વાત જાણી શકે જ નહિ તેઓ કહી કહીને શું કહી શકે ? થુલ. માટે જ આ બાબતમાં વિચાર કરી જેમ બને તેમ જલ્દીથી આ કંદમૂળનો ઉપયોગ થતો હોય તો બંધ જ કરી દેવો જોઇએ તોજ કલ્યાણનો માર્ગ હાથમાં આવશે. જ્ઞાની ભગવંતોએ રાત્રિ ભોજન જેમ નરકનું દ્વાર છે એમ કહેલ છે તેમ કંદમૂળ-અનંતકાય પણ નરકનું દ્વાર છે એમ કહેલ છે. જો આત્માને નરકમાં રખડપટ્ટીમાં ન મોકલવો હોય તો ચેતી જવા જેવું છે ! આજે જુવાનીયાઓ દલીલ કરે છે કે બધી ચીજો જે પેદા થઇ છે તે ખાવા માટે જ થઇ છે ને? તો શા માટે ન ખાઇએ? તો તેના જવાબમાં જ્ઞાનીઓ કહે છે કે ઝેર પણ ખાવા માટે જ બન્યું છે ને ! તો ઝેર ખાય તો મરી જાય એ વાત ઝેર ખાધા પછી માનો છો? કે કોઇના કહેવાથી માનો છો ? અને બોલો છો ? સામાન્ય માણસ પણ એમ કહે. નાનું છોકરું પણ એમ કહે કે ઝેર ખાય તે મરી જાય. તો અહીં કેવલી ભગવંતોએ પોતાના જ્ઞાનથી વિશેષ હિંસા જોઇ છે અનંતા જીવો જોયા છે અને તેની હિંસા આત્માને કેટલું દુઃખ આપે છે તે જ્ઞાનથી જોયું છે. તો તેની શ્રધ્ધા ન થાય અને એક સામાન્ય લેભાગુ માણસોની વાત ઉપર શ્રધ્ધા થાય? આ વાત બરાબર છે? ઝેર ખાઈને પછી કહો ક ખાવા લાયક ચીજ ખાઇએ તેમાં શું વાંધો ? સાહેબ મરી જવાય ? બસ એવું જ અહીં જ્ઞાનીઓ આ ચીજના
Page 42 of 234
Page #43
--------------------------------------------------------------------------
________________
ઉપયોગથી કેટલાય મરણ જોઇ રહ્યા છે માટે ચેતવે છે સમજ્યા ! ચેતી જાવ. બીજી દલીલ એ છે કે આદુ સુકવીને સુંઠનો ઉપયોગ થાય છે ને ? તેનો જવાબ એ છે કે એ તો ઔષધ માટે ઉપયોગ થાય છે ખાવા માટે થતો નથી. અને સુકવેલી સુંઠના ગાંગડા પર પાણી પડે તો સચિત્ત થતી નથી જયારે બટાકા વગેરે કંદમૂળ પર પાણી પડે તો પાછી અનંતકાયની યોનિ થઇ જાય છે માટે કંદમૂળની સુકવણીનો પણ નિષેધ કર્યો છે. ઓછી હિંસાથી શરીર ટકાવવા અને જીવન જીવવા પદાર્થો મલે તે રીતે જીવતા ધીમે ધીમે અભ્યાસ પાડી સંપૂર્ણ હિંસાથી છૂટી જવાય તેની કાળજી રાખી પ્રયત્ન કરવા જેવો છે !
કિસલય કોને કહેવાય ? બીજનો જીવ અથવા કોઇ અન્ય જીવ બીજમાં મૂળ રૂપે ઉત્પન્ન થઇને વિકસીત અવસ્થા કરે છે જેથી મૂળનો જીવ અને પ્રથમપત્રનો જીવ એકજ છે) બીજની વિકસીત અવસ્થા એજ પ્રથમ પત્ર છે ત્યાર પછી અનન્તર ભાવી કિસલય અવસ્થાને અનંતકાય જંતુઓજ ઉત્પન્ન કરે છે એટલે કિસલય અવસ્થા અનંતકાય છે.તેમની સ્થિતિ કાળ પૂર્ણ થયે મૂળજીવ અનંતકાયિકોના શરીરને પોતાના આદ્ય અંગરૂપે ગ્રહણ કરીને પ્રથમ પત્ર થાય ત્યાં સુધી વૃધ્ધિ પામે છે. ઉગતા સર્વ કિસલયા અનંત કાયિક છે. પહેલો અંકુરો ફુટે એ સર્વ સાધારણ હોય પછી યોગાનુસાર વૃધ્ધિ પામે ત્યારે એ પ્રત્યેક કે સાધારણ થાય છે.
અનંતકાય જીવોનાં શરીર :- ઉચ્છવાસ-નિશ્વાસ આહાર એ સાધારણ હોય છે એટલે એક સાથે એક સરખો હોય છે.
અનંતકાયોનું વિશેષ લક્ષણ - (૧) મૂળ આદિદશે વાના ભાંગતાં ભંગ સમ થાય તે દશે વાના અનંત કાયિક જાણવા. કોમળપણાને લીધે સમભંગ થાય તે નહિ પણ જેઓનાં હંમેશ સમભંગ થાય તે. (૨) મૂળ વગેરે ભાંગવાથી હીર = વિષમ છેદ અથવા દાંતા ન દેખાય તે. (૩) મૂલ કાષ્ટથી મૂળ સ્કંધ કંદ શાખાઓની છાલ વધારે સ્થૂલ હોય તે. (૪) જે મૂળ, કંદ, પત્ર, ફળ, પુષ્પ અને છાલને ભાંગતાં ચક્રાકાર સમચ્છેદ થાય તે. (૫) પર્વ રૂપ ગ્રંથી છેદવાથી અંદર રજવડે આચ્છાદિત દેખાય છે.
(૬) ભાંગવાથી ચક્ર સમાન આકાર થાય જેની ગાંઠ પરાગ ચૂર્ણથી ભરેલી હોય જેનો માટીની જેમ ભંગ થાય તે.
(૭) ગુપ્ત નસોવાળાં ક્ષીરવાલા, ક્ષીરવિનાના બે અડધીયાં વચ્ચેની સંધી જણાતી ન હોય તેવા પત્રો એટલે પાંદડાઓ અનંતકાય રૂપે હોય છે. બીજા પણ આવા અનેક પ્રકારો જ્ઞાનીઓએ કહેલા છે.
જૈન શાસનમાં અનંતા જીવોનાં અનંતા ભેદ પડે છે એમ કહ્યું છે. અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો પડે છે અને સંખ્યાતાના સંખ્યાતા ભેદો પડે છે એમ કહેલું છે. કોઈ દિવસ સંખ્યાતાના અસંખ્યાતા ભેદ ન થઈ શકે અસંખ્યાતા ના અનંતા ભેદ ન થઇ શકે માટે જ જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે પાણીના એક ટીપામાં અસંખ્યાતા જીવો અને જગતનું સર્વ પાણી સઘળા સમુદ્રોનું ભેગું કરેલું પાણી તેમાં પણ અસંખ્યાતા જ જીવો હોય છે.
સાધારણ વનસ્પતિ કાયના મુખ્ય બે ભેદ :(૧) સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય અને
Page 43 of 234
Page #44
--------------------------------------------------------------------------
________________
(૨) બાદર સાધારણ વનસ્પતિ કાય સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના બે ભેદ :(૧) અપર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય અને (૨) પર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય.
અપર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય. એક શરીરમાં અનંતા જીવો એક સાથે રહેલા હોય છે તે આઠમા અનંતાની સંખ્યા જેટલા હોય છે. શરીર- અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય. આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્તનું હોય છે.
સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવની અને ઉત્કૃષ્ટથી અનંતી ઉત્સરપિણી અને અનંતી અવસરપિણી કાળ એટલે અનંતકાળ ચક્ર સુધીની હોય છે. ચૌદ પૂર્વધરના આત્માઓ પ્રમાદને વશ થઇ પૂર્વના જ્ઞાનને ભૂલી મિથ્યાત્વે આવી અત્યંત આસક્તિ પૂર્વક પ્રમાદનું સેવન કરતા કરતા અનંતા જન્મ મરણના અનુબંધો બાંધીને સૂક્ષ્મ અપર્યાપ્તા સાધારણ વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય તો ત્યાં અનંતી ઉત્સરપિણી-અવસરપિણી કાળ રખડ્યા કરે છે. એવા આત્માઓ સૂક્ષ્મ નિગોદમાં અત્યારે અનંતા રહેલા છે.
પર્યાપ્તિ-૪, આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. એમ ચાર પર્યાતિઓ હોય તેમાંથી ચોથી પર્યાપ્તિ હંમેશા અધુરી જ હોય છે. પ્રાણો-ચાર હોય. આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ તેમાં ચોથો પ્રાણ અધુરો હોય છે.
ચૌદ પૂર્વી આત્માઓ જો આવી રીતે નિગોદમાં જઈ શકતા હોય તો આપણી શી દશા ? એનો કોઇ દિ વિચાર કરીએ છીએ ખરા? આ બધુ જાણીને હતાશ થવાને બદલે પ્રમાદથી સાવચેત રહેવા પ્રયત્ન કરવો જોઇએ. પ્રમાદ પાંચ કહ્યા છે.
(૧) કોઇ પણ પ્રકારના વ્યસન, ટેવ. (૨) પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં અનુકૂળ વિષયોમાં ઇન્દ્રિયોને જોડવી અને પ્રતિકૂળ વિષયોમાંથી પાછી ખસેડવી તે. (૩) ક્રોધ, માન, માયા, લોભ ચાર કષાયોનો ઉપયોગ કરવો તે. (૪) વિકથા કરવી તે. (૫) ઉંઘવું નિદ્રા લેવી તે.
સૂક્ષ્મ પર્યાપ્ત સાધારણ વનસ્પતિકાય. શરીર- અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્તનું.
સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવની અને ઉત્કૃષ્ટથી અનંતી ઉત્સરપિણી અનંતી અવસરપિણી કાળ એટલે અનંતાકાલચક્રોનો હોય છે.
પર્યાપ્તિ-૪, આહાર પર્યાપ્તિ, શરીર પર્યાતિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. પ્રાણી-૪. આયુષ્ય, કાયેબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્ચવાસ પ્રાણ. યોનિ. સમુદાય ગતિ ચારે ભેદોને આશ્રયીને ૧૪ લાખ જીવાયોનિ હોય છે. બાદર સાધારણ વનસ્પતિકાયના બે ભેદો:(૧) અપર્યાપ્યા બાદ સાધારણ વનસ્પતિકાય
Page 44 of 234
Page #45
--------------------------------------------------------------------------
________________
(૨) પર્યાપ્તા બાદ૨ સાધારણ વનસ્પતિકાય.
બાદર અપર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય
શરીર- અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય- એક અંતર્મુહૂર્તનું હોય.
સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવની અને ઉત્કૃષ્ટથી અનંતી ઉત્સરપણી અનંતી અવસરિપણી કાળ એટલે અનંતા કાલચક્રો હોય છે.
પર્યાપ્તિ-૪. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાતિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ તેમાં ચોથી પર્યાપ્તિ અધુરી હોય છે.
પ્રાણો-૪. આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય, શ્વાસોચ્છવાસ આ ચોથો અધુરો હોય છે. બાદર પર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય.
શરીર- અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું
આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્તનું
સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવની અને ઉત્કૃષ્ટથી અનંતી ઉત્સરપણી અનંતી અવસરપણી કાળ એટલે અનંતા કાળ ચક્રો હોય છે. ઉપશમ શ્રેણિપામી અગ્યારમા ગુણસ્થાનકે પહોંચેલા વીતરાગતાનો એક અંતર્મુહૂર્ત અનુભવ કરી ચૂકેલા પડીને પહેલે ગુણસ્થાનકે આવે અને ત્યાંથી બાદર નિગોદમાં અનંતોકાળ રહેવા માટે જાય છે. મોટે ભાગે છેલ્લો ભવ બાકી રહે ત્યારે મનુષ્યપણામાં આવી મોક્ષે જશે. આવા જીવો અત્યારે નિગોદમાં અનંતા રહેલા છે.
પર્યાપ્તિ-૪ :- આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ.
પ્રાણો-૪. આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પ્રાણ.
બાદર પર્યાપ્તા સાધારણ વનસ્પતિ રૂપે જ્યારથી ઉદયમાં આયુષ્યની શરૂઆત થાય ઉદયમાં ત્યારથી આયુષ્ય પ્રાણની શરૂઆત ગણાય છે.
શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે કાયબલ પ્રાણ શરૂ થાય. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે સ્પર્શેન્દ્રિય પ્રાણ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયે શ્વાસોચ્છવાસ પ્રાણ શરૂ થાય તે પોતાના આયુષ્ય પ્રાણ સુધી ચાલુ જ રહે છે.
સૂક્ષ્મ પર્યાપ્તા- અપર્યાપ્તા નિગોદના જીવો. ચૌદરાજલોક રૂપ અસંખ્ય આકાશ પ્રદેશના દરેક આકાશ પ્રદેશ ઉપર અનંતા અનંતા જીવો ઠાંસી ઠાંસીને રહેલા હોય છે. ખુદ સિધ્ધના જીવો જે લોકના અગ્રભાગે રહેલા છે ત્યાં પણ તેજ સિધ્ધ જીવોની અવગાહનામાં જ આ સૂક્ષ્મ નિગોદના જીવો અનંતા અનંતા રૂપે રહેલા હોય છે. આ જીવો હણ્યા હણાતા નથી, છેદ્યા છેદાતા નથી, ભેઘા ભેદાતા નથી, પાણીથી ભીંજાતા નથી અને અગ્નિથી બળતા નથી માટે આ જીવોની હિંસાનું પાપ લાગતું નથી.
બાદર પર્યાપ્તા નિગોદના જીવો હણ્યા હણાય છે, છેદ્યા છેદાય છે, ભેદ્યા ભેદાય છે, પાણીથી ભીંજાય છે, અગ્નિથી બળે છે માટે તે જીવોની હિંસાનું પાપ લાગે છે.
આ જીવો ચૌદરાજલોક જગતને વિષે જેટલા પાણીના સ્થાનો છે તે દરેકમાં હોય છે તે સિવાય જેટલી પ્રત્યેક વનસ્પતિ હોય છે તે શરૂઆતમાં ઉત્પન્ન થતી વખતે કુણાસવાળી હોવાથી અનંતકાય હોય છે. પછી Page 45 of 234
Page #46
--------------------------------------------------------------------------
________________
અનંતા જીવો ચ્યવી પ્રત્યેક બની જાય છે. જ્યાં જ્યાં લીલફુગ ઉત્પન્ન થતી હોય તે બધા સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. એક પર્યાપ્તા નિગોદના જીવોની અવગાહનામાં બાદર અપર્યાપ્તા નિગોદના જીવો અનંતા અનંતા રહેલા
હોય છે.
લીલફુગ પાંચ વર્ણવાળી હોય છે. (૧) કાળા વર્ણવાળી (૨) લીલા વર્ણવાળી (૩) પીળા વર્ણવાળી (૪) લાલ વર્ણવાળી અને (૫) શ્વેત એટલે સફેદ વણવાળી હોય છે.
આજના વૈજ્ઞાનિકોએ લીલફુગની પચાસ હજાર જાતો શોધેલી છે અને પછી લખ્યું આના સિવાયની બીજી અનેક જાતો રહેલી છે. જે વાત આપણા તીર્થંકર પરમાત્માઓ, કેવલી ભગવંતો અનંતાકાળથી એક જ વાત રૂપે આ બધું કહી ગયા છે તેના ઉપર વિશ્વાસ નથી આવતો અને આજના વૈજ્ઞાનિકો ઘોર હિંસાઓ કરીને પ્રયોગો કરીને શોધ કરે તેના ઉપર વિશ્વાસ પેદા થાય છે ! આના ઉપરથી આપના તીર્થંકર પરમાત્માઓ અને શાસ્ત્રો ઉપર બહુમાન ભાવ પેદા થવો જોઇએ એજ ખાસ જરૂરનું છે.
(૧) કાળા વર્ણવાળી લીલફુગ- બગડી ગયેલી પાકી કેરીમાં કાળા ડાઘ પડેલા હોય છે. ગોળાકારે તે કાળી લીલફુગ કહેવાય છે તેમાં અનંતકાય જીવોત્પત્તિ ચાલુ થઇ ગયેલી હોવાથી તે કેરીનો એટલો ભાગ કાપીને નાંખી દઇને પણ બાકીનો ભાગ ઉપયોગમાં લેવાય નહિ. આગળના કાળમાં ઘરમાં વચમાં સિકા લટકાવેલા હતા તેમાં મુકી દેવાની કે જેથી કોઇ બગાડે નહિ અને એ જીવોને આહાર જ્યાં સુધી મલશે ત્યાં સુધી તેમાં ઉત્પન્ન થઇને સંપૂર્ણ આહાર પૂર્ણ ક૨શે માટે જયણા પાળવા એ રીતે ઉપયોગ થતો હતો. હવે આજે તો આ બધી બાબતોનો વિચાર જ કોણ કરે છે ? એટલો ભાગ કાપી ગમે ત્યાં નાંખી બાકી બીજા ભાગનો ઉપયોગ કરી લે છે પાપનો ડર જેવું કાંઇ રહ્યું જ નથી પણ અજ્ઞાન જીવો આ બાબતમાં કાંઇ જાણતા જ નથી તો શું કરે ? એવી રીતે બગડી ગયેલી મીઠાઇઓમાં કાળી કાળી લીલફુગ થઇ જાય છે.
(૨) લીલાવર્ણવાળી લીલફુગ- પાણીમાં થાય છે તે સવારના બહાર નીકળતા તળાવ પાસેથી કે નદી પાસેથી જતાં તે પાણી ઉપર લીલી જાણે ચાદર પાથરેલી હોય તે રીતે લીલી વનસ્પતિ પથરાયેલી હોય છે તે લીલી એટલે લીલા વર્ણવાળી લીલફુગ છે તેવીજ રીતે પાણી મુકવાના સ્થાનોમાં ચોકડીઓમાં ઘરના આંગણામાં બરાબર સાફ સફાઇ કરવામાં ન આવે તો આ લીલફુગ ઝટ થઇ જાય છે માટે ગૃહસ્થોએ આ ઉત્પન્ન ન થાય તેની ખાસ કાળજી રાખવી જોઇઅ.
(૩) પીળા વર્ણવાળી ફુગ- ચોમાસામાં દિવાલ ઉપર પાણી પડે, અગાસીના ધોળા ઉપર પાણી પડે તો તેનાથી પીળી છારી થઇ જાય છે અને પછી કાળી છારી થઇ જાય તેમજ સફેદ મીઠાઇઓમાં ધ્યાન રાખવામાં ન આવે તો પીળા વર્ણવાળી ફુગ થઇ જાય છે ને તે અનંતકાય હોય છે.
(૪) લાલ વર્ણવાળી ફગ- બગડી ગયેલા ઘીમાં લાલ વર્ણવાળાં ઝીણાં ઝીણાં કણ પેદા થઇ જાય છે ઘરમાં વાપરવા માટે પાટુડીમાં ઘી કાઢેલ હોય અને રોજ તેમાં રાખેલા લૂગડાથી રોટલી રોટલા ઉપર લગાડતા હોય તેના મિશ્રણથી અને બધાયને બહાર જવાનું થાય તો તે પાટુડીમાં રહેવું ઘી એવું ને એવું પડ્યું રહે આવીને જૂએ તો લાલ કણ પેદા થયેલા હોય અથવા ઘીના ડબ્બામાં પણ આવું બને છે માટે તેની કાળજી રાખી ઉપયોગ
Page 46 of 234
Page #47
--------------------------------------------------------------------------
________________
રાખવો જોઇએ એ લાલકણ તે લાલ વર્ણવાળી ફુગ અનંતકાય ગણાય છે પછી એ ઘીનો ઉપયોગ થઇ શકે નહિ તેને સિકામાં મુકી દેવું જોઇએ.
(૫) સફેદ વર્ણવાળી ફુગ- બગડી ગયેલી પાકી કેરી માં સફેદ ડાઘ જોવામાં આવે છે તે પણ સફેદ વર્ણવાળી ફુગ કહેવાય છે. તે શરૂ થયા પછી તેનો ઉપયોગ કરાય નહિ. મીઠાઇઓમાં પણ સફેદ કણ પડી જાય છે તે ફુગ અનંતકાય ગણાય છે તે શરૂ થયા પછી ઉપયોગમાં લેવાય નહિ અને ફેંકાય પણ નહિ તેની જરૂરથી જયણા પાળવી જોઇએ. આજ જે રીતે પ્રથા ચાલે છે તેમાં તો અનંતકાયની વિરાધનાનો ભયંકર દોષ જ લાગે છે તો આ બધા દોષોને જાણીને જ્યાં જ્યાં દોષ લાગતા હોય ત્યાં શક્ય સુધારવાનો પ્રયત્ન કરીને જીવન જીવવા પ્રયત્ન કરવો જોઇએ તો જ અનંતકાયની હિંસાથી બચી શકાય. એવી જ રીતે અનાજમાં પણ સફેદ ફુગની હારમાળા સાથે અનાજ ચોંટી જાય છે તો તેમાં પણ આવું ન બને તેની કાળજી રાખવી જોઇએ.
આ નિગોદના જીવોની ચૌદ લાખ જીવા યોનિ હોય છે તે આ પ્રમાણેપાંચ વર્ણ x બે ગંધX પાંચ રસ X આઠ સ્પર્શ x પાંચ સંસ્થાન = ૨૦૦૦થાય છે.
યોનિ એટલે ઉત્પત્તિ સ્થાન તે હંમેશા પુદ્ગલની બનેલી હોય છે. પુદ્ગલ હંમેશા વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને કોઇને કોઇ આકૃતિ એટલે સંસ્થાન વાળું હોય છે માટે વર્ણાદિનો ગુણાકાર કરતાં ૨૦૦૦ ઉત્પત્તિસ્થાનો પ્રાપ્ત થાય છે તે બે હજારથી ચૌદ લાખને ભાગાકાર કરતાં સાતસોની સંખ્યા પ્રાપ્ત થાય છે તે એમ સૂચવે છે કે ચૌદ રાજલોક રૂપ જગતને વિષે સાતસો ભેદો સાધારણ વનસ્પતિ કાય જીવોના હોય છે તે સાતસો ભેદોને બે હજારે ગુણાકાર કરીએ તો ચૌદ લાખ જીવાયોનિ થાય છે આથી અર્થ એ થાય છે કે સાધારણ વનસ્પતિકાય જીવના એક ભેદને વિષે બબ્બે હજાર ઉત્પત્તિ સ્થાનો હોય છે એવી રીતે સાતસોના દરેકમાં બબ્બે હજારની ઉત્પત્તિ સ્થાનો હોય છે.
સાતસો ભેદો કયા કયા અને કઈ રીતે મેળવવા તે લગભગ મોટાભાગના શાસ્ત્રોમાં મળતાં નથી માટે લખ્યા નથી. (જણાવેલા નથી)
આ જીવોને કોઇ અડે નહિ, કાપે નહિ, શેકે નહિ, તેના ઉપર ચાલે નહિ તો પણ તે જીવોને સમયે સમયે કેટલી વેદાન રહેલી હોય છે તે શાસ્ત્રકારોએ જણાવેલ છે તે અત્રે કહીએ છીએ.
સાતમી નારકીનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીશ સાગરોપમનું હોય છે તેના સમયો અસંખ્યાતા થાય છે. કોઇજીવ સાતમી નારકીના ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે સાતમી નારકીના તેત્રીશ સાગરોપમના જેટલા સમય થાય એટલી વાર ઉત્પન્ન થાય અને તે દરેક વખતની બધી વેદના ભેગી કરીને તેનો જે સરવાળો થાય તેના કરતાં અનંતગણી વેદના આ નિગોદ રહેલા જીવોને સમયે સમયે ચાલુ હોય છે અથવા મનુષ્યના શરીરમાં સાડાત્રણ કરોડ રોમરાજી રહેલી છે તે દરેક રોમ રાજી ઉપર તપાવેલી લાલ ચોળ બનાવેલી લોઢાની સોયો એક સાથે ચાંપવામાં આવે (દઝાડવામાં આવે) અને જે વેદના થાય તેનાથી અનંતગણી અધિક વેદના આ જીવોને સમયે સમયે ચાલુ હોય છે. પણ આ વેદના સુષુપ્ત અવસ્થા જેવી હોય છે. એટલે બે ભાન અવસ્થામાં રહેલા જીવોને જેવી વેદના થતી હોય છે તેવી વેદના આ જીવોને હોય છે. આ જીવોની વેદના નારકીના જીવોની વેદના કરતાં અનંત ગુણી અધિક કહેલી છે. નારકીના જીવોની વેદના વ્યક્ત એટલે સભાન અવસ્થા જેવી કહેલી છે.
Page 47 of 234
Page #48
--------------------------------------------------------------------------
________________
આના સિવાય જે કોઇ એ સાધારણ વનસ્પતિકાયને કાપે, છેકે, સ્પર્શ કરે, દબાવે, શેકે અથવા પથ્થર મારે વગેરે વેદનાઓ જુદી થાય છે એટલે તેનું દુઃખ એટલું વિશેષ પ્રકારે હાય છે.
અહીં જરાપણ દુઃખ આવે તો સહન થતું નથી હાય વોય થાય છે ક્યારે જાય ક્યારે જાય એવા વિચારોમાં ને વિચારોમાં સ્થિર થઇએ છીએ તો આવી વેદનામાં જવાનું થશે તો રાગાદિ પરિણામની સ્થિરતા દુઃખ ભોગવવા માટેની કેવી રીતે રહેશે ? નહિ તો ત્યાં પણ રાગાદિ પરિણામ કરતાં કરતાં જન્મ મરણ વધારતા જઇશું. શાસ્ત્રોમાં કહ્યું છે કે નિગોદમાં રહેલા જીવો પોતાને મળેલ શરીરનું મમત્વ કરતાં કરતાં પોતાના જન્મ મરણની પરંપરા વધારતા જાય છે. જો ત્યાં આ દશા હોય તો અહીં તો આપણે જે મમત્વ કરીએ છીએ તેનાથી થશે શું ? માટે વિચારવા જેવું છે !
પ્રત્યેક વનસ્પતિકાય જીવોનું વર્ણન
સામાન્ય રીતે એક શરીરમાં એક જીવ તેનું નામ પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. પણ શ્રી પક્ષવણા સૂત્રના આધારે વિચારીએતો એક શરીરમાં એક-બે-ત્રણ-સંખ્યાતા કે અસંખ્યાતા જીવો રહેલા હોય તે બધાય પ્રત્યેક કહેવાય છે. કારણકે એક શરીરમાં અનંતા જીવો હોય તે સાધારણ કહેવાય એક શરીરમાં એક હોય તે પ્રત્યેક કહીએ તો એક શરીરમાં બે ત્રણ સંખ્યાતા અસંખ્યાતા જીવો પણ હોઇ શકે છે તેઓને શું કહેવું એ વિચારણીય થઇ જાય છે માટે જ્ઞાનીઓએ જે વાત કરી છે તે બરાબર બેસે છે માટે આ પ્રમાણે લખેલ છે.
ફળ, ફૂલ, છાલ, કાષ્ટ, મૂલ, પાંદડા, બોજો વગેરે પ્રત્યેક વનસ્પતિકાય જીવો કહેવાય છે. લોક પ્રકાશના આધારે પ્રત્યેક વનસ્પતિનું વર્ણન.
આખા વૃક્ષનો એક જીવ હોય છે તેને આશ્રયીને દશે પ્રકારના અવયવોનાં જીવો રહેલા છે. (૧) મૂળ (૨) સ્કંદ (૩) કંદ (૪) શાખા (પર્વ) (૫) છાલ (૯) પ્રવાલ (૭) પત્ર (પાંદડા) (૮) પુષ્પ (૯) ફળ અને (૧૦) બીજ. આ દશે અવયવો ક્રમસ૨ વૃક્ષને આશ્રયીને રહેલા છે. પત્રે પત્રે, ફળે ફળે, અને બીજે બીજે એક એક જીવ હોય. પુષ્પ પુષ્પ અનેક જીવો હોય છે અને બાકીના છ અવયવોને વિષે દરેકમાં અસંખ્ય અસંખ્ય જીવો હોય છે. આવી રીતે વિચારતાં આખા વૃક્ષમાં અસંખ્ય પ્રત્યેક જીવો હોય છે.
તાલ-તમાલ-નાળીયેરી-ખજુરી-પૂગફળી-કેતકી-જીવંતી-કંદલી-લવંગ વૃક્ષ-સરલ-ચર્મવૃક્ષ-હિંગવૃક્ષતકકલી-તેતલી સાલ-સાલ-કલ્યાણ-ચૂતવૃક્ષ વગેરેનાં સ્કંધોમાં એક જીવ હોય છે અને આખા વૃક્ષમાં સંખ્યાતા જીવો હોય છે.
કપિત્થ (કોઠા), આંબા વગેરેના વૃક્ષોમાં અસંખ્યાતા જીવો હોય છે. શીંગોડાના ગુચ્છમાં અનેક જીવો હોય છે. પત્રમાં એટલે શીંગોડાના પત્રમાં એક જીવ હોય અને ફળમાં બે જીવો હોય છે. દરેક વૃક્ષના ગુ
વગેરેમાં પ્રાયઃ સંખ્યાતા જીવો હોય છે.
પ્રત્યેક વનસ્પતિના બાર ભેદો હોય છે
Page 48 of 234
Page #49
--------------------------------------------------------------------------
________________
(૧) વૃક્ષ (૨) ગુચ્છ (૩) ગુલ્મ (૪) લતા (૫) વલ્લી (૬) પર્વગ (૭) તૃણ (૮) વલય (૯) હરિતક (૧૦) ઔષધિ (૧૧) જલરૂહ અને (૧૨) કુહણ.
(૧) વૃક્ષ- તેના બે ભેદ છે. ૧). અદ્ધિ એટલે એક ઠલિયાવાળા અને ૨). અનેક અદ્ધિવાળા એક અદ્વિ એટલે એક ફળમાં એક બીજ હોય છે. એક અદ્ધિવાળા વૃક્ષો-હરડાં, બેડાં, આંબળા, અરીઠાં, ભીલામાં, આસોપાલવ, આંબો, મહુડો, રાયણ, જાંબુ, બોર, લીંબોડી આદિ અનેક પ્રકારના વૃક્ષો હોય છે.
બહુ અદ્ધિ એટલે એક ફળમાં અનેક બીજ હોય છે. તેના વૃક્ષો- જામફળ, સીતાફળ, દાડમ, બીલાં, કોઠાં, કેરાં, લીંબુ, વડના ટેટાં, પીપરના ટેટાં આદિ ઘણાં અદ્ધિવાળાનાં અનેક પ્રકારો હોય છે.
(૨) ગુચ્છના ભેદ- જે નીચા અને ગોળ ઝાડ હોય તે. રીંગણી, ભોરીંગણી, જવાસા, તુલસી, બોરડી વગેરે ઘણાં ભેદો છે.
(૩) ગુલ્મ- તે ફૂલની જાતિ વિશેષ કહેવાય છે. જાઇ, જૂઇ, ડમરો, મોગરો, કેતકી, કેવડો, કણેર વગેરે ગુલ્મનાં ઘણાં ભેદો હોય છે.
(૪) લતા- જેના સ્કંધમાં એક જ મોટી શાખા ઉંચી નીકળેલી હોય એના જેવી બીજી એકપણ શાખા ન હોય તે લતા. નાગલતા, અશોક લતા, ચંપક લતા, પદ્મલતા વગેરે અનેક ભેદો લતાના હોય છે.
(૫) વલ્લી- જે વનસ્પતિના વેલા ચાલે છે. વલ્લી, કોળું, તુંબડી, કાલીંગડી, ચીભડી, દ્રાક્ષ, કારેલી વગેર. તુરિયાના વેલા, કારેલાના વેલા, કંકોડાના વેલા, કોળાના વેલા, કોઠિંબડાના વેલા, તુંબડાના વેલા, ચણક ચીભડી ના વેલા, ચણોઠીના વેલા ઇત્યાદિ અનેક પ્રકારના હોય છે.
(૬) પર્વગ- જે ગાંઠવાળા ઝાડ હોય તેને પર્વગ કહેવાય. શેરડી-એરંડી-સરહડ સાંઠો-નેતર-વાંસ આદિ ઘણાં ભેદો હોય છે.
(૭) તૃણ- ઘાસ, ડાભનું તૃણ, દુર્વા, દર્ભ અર્જુન આદિ વગેરે અનેક પ્રકારના ભેદવાળા તૃણ હોય છે.
(૮) વલય- તે ઉંચાને ગોળ ઝાડ હોય તે- સોપારી, ખજુરી, નાળીયેર, કેળનાં, તજનાં, એલચી, લવીંગ, તાડ તમાલ ઇત્યાદિ ઘણાં ભેદો હોય છે.
(૯) હરિતક- તે ભાજીની જાતિ વિશેષ કહેવાય છે. મૂળાની ભાજી, મેથીની ભાજી, તાંદળજાની ભાજી, સવાની ભાજી ઇત્યાદિ અનેક પ્રકાર ભાજીના હોય છે.
(૧૦) ઔષધિ- ચોવીશ જાતના ધાન્યને ઔષધિ કહેવાય છે. લાસા, કઠોળ આ ધાન્યના મુખ્ય બે ભેદ છે. લાસા ધાન્યમાં- ઘઉં, જવ, જુવાર, બાજરી, ડાંગર, બંડી, બાવટો, કાંગ, ચિટ્ટો, ઝિણો, કોદરાં અને મકાઇ ઇત્યાદિ લાસા ધાન્યના ભેદો છે.
કઠોળ ધાન્યના ભેદોમાં મગ, મઠ, અડદ, તુવેર, ઝાલર, વટાણા, ચોળા, ચણા, લાંગ, કલથી, મસુર, અલસી ઇત્યાદિ કઠોરના ઘણાં ભેદો છે.
(૧૧) જલરૂહ- પોયણા, કમલ પોયણા, વીતેલા, સિઘોડા, સેવાળ, કમળ કાકડી ઇત્યાદિ અનેક ભેદા જાણવા.
Page 49 of 234
Page #50
--------------------------------------------------------------------------
________________
(૧૨) કુહણ = બિલાડીના ટોપ ભૂમિ ભેદી બહાર નીકળે તે. બીજા અનેક ભેદો હોય છે. વર્ણ પ્રમાણે તેના અનેક પ્રકાર હોય છે.
ગુચ્છ વગેરેના મૂળ । આદિ છએ અવયવો, સંખ્યાત જીવોવાળા હોય છે. પુષ્પો બે પ્રકારના હોય છે. (૧) જલરૂહ (૨) સ્થળ રૂહ તે દરેકના બબ્બે ભેદ
(૧) નાળ બધ્ધ (૨) વૃંતબધ્ધ વળી પદ્મ, ઉત્પલ, નલીન, સૌગંધિક, સુભગ, કોકનંદ, અરવિંદ, શતપત્ર, સહસ્ર પત્ર આ પુષ્પોના વૃંત તથા સકેસર બાહ્યદળ એક જીવના છે તેના અંતર્દળ કેસો અને બીયા પ્રત્યેક પૃથક્ પૃથક એક જીવવાલા છે. શેલડી, ઇક્ષુ, વાંસ, તડ વગેરેમાં પર્વ-સાંધો અક્ષિ-ગાંઠ પરિમોટક, પર્વ ઉપરનું ચક્રાકાર વેષ્ટન આ પ્રમાણે એક જીવના હોય છે અને પત્રે પત્રે એક જીવ હોય છે.
વનસ્પતિની છ મૂળ જાતિ- (૧) અગ્રબીજવાલી (૨) મૂળ ઉત્પન્ન (૩) પર્વયોનિક (૪) સ્કંધથી ઉત્પન્ન થયેલ (૫) બીજોત્પન્ન (૬) સમૂચ્છિમ તૃણ વગેરે. મુખ્ય વલ્લી ચાર છે તેના ચારસો પ્રકાર છે.
લતા આઠ છે તેના આઠસો પ્રકાર છે.
હરિતકી લીલતરી ત્રણ પ્રકારે હોય છે. (૧) જળોત્પન્ન (૨) સ્થલોત્પન્ન અને (૩) ઉભયોત્પન્ન આ ભેદોનાં અવાંતર ત્રણસો ભેદો છે. વૃંતબધ્ધ વૃંતાકાદિ ફળો અને નાળ બધ્ધ ફળો હજાર હજાર પ્રકારે હોય છે. વનસ્પતિના સાત અંગો સુગંધવાલા છે.
(૧) મૂલઃ- ખસ અને વાળા વગેરનાં (૨) છાલઃ- તજ વગેરેની (૩) કાષ્ટઃ- કાક તુંડનું (૪) રસઃધનસારનો. (૫) પત્રઃ- તમાલ પત્ર (૬) પુષ્પઃ- પ્રિયંગુ વગેરેનાં (૭) ફળ:- એલચી લવંગ જાયફળ વગેરે. આ સાતેના પાંચ વર્ણ, પાંચ રસ અને લઘુ, ઉષ્ણ, મૃદુ, સ્નિગ્ધ આ ચાર સ્પર્શે ગુણાકાર કરતાં સાતસો ભેદો થાય
છે.
૭ X ૫ X ૫૪૪ = ૭૦૦ ભેદો થાય છે.
વ્યવહા૨માં લૌકિક શાસ્ત્રાનુસારે અઢાર ભાર વનસ્પતિ કહેલી છે તે આ પ્રમાણે. દરેક જાતિના એક એક પાન લઇને ભેગા કરે તો અઢાર ભાર થાય તેમાં પુષ્પ વિનાની-૪ ભાર, ફળ પુષ્પવાળી ૮ ભાર અને વલ્લી ૬ ભાર = ૧૮ ભાર છે.
૪ કડવી, ૨ તીખી, ૩ મીઠી, ૩ મધુરી, ૧ ખાટી, ૨ કષાઇ, ૧ વિષમયી અને ૨ નિર્વિષમયી = ૧૮ ભાર થાય છે.
છ કાંટાવાળી, છ સુગંધી અને ૬ નિગ્રંધી = ૧૮ ભાર.
૪ ફૂલ વિનાની, ૮ ફળ વિનાની, ૬ ફળવાળી = ૧૮ ભાર આ શેષ નાગે કહેલી છે.
૩૮૧૧૨૭૨૯૭૦ મણ અથવા ૩૮૧૧૨૧૭૦ મણ નો એક ભાર કહેલ છે.
બીજની યોનિ અવસ્થા અને અયોનિ અવસ્થા એમ બે પ્રકારે હોય છે.
જ્યાં સુધી યોનિનો જેમાંથી નાશ નથી થયો એવું જંતુનું ઉત્પત્તિ સ્થાન તે યોનિ કહેવાય અને તેનો યોનિભૂત તરીકે વ્યવહાર થાય છે એટલે સચિત્ત પણાનો વ્યવહાર થાય છે.
Page 50 of 234
Page #51
--------------------------------------------------------------------------
________________
યોનિનો નાશ થયે અયોનિભૂત કહેવાય છે એટલે અચિત્ત કહેવાય છે ત્યારે તે અજીવ હોય છે. સજીવત્વ નષ્ટ થયા છતાં યોનિત્વ તો હોય જેથી યોનિત્વમાં સજીવત્વની ભજના એટલે વિકલ્પ.
થવ ગોધૂમ = ઘઉં, ચોખા, દાળ અને યવયવની ઉત્કૃષ્ટ યોનિ ત્રણ વર્ષની હોય છે.
કલાદ, ભાષ, ચપળ, તલ, મગ, મસુર, તુલસ્થ, તુવર, વટાણા અને વાલની ઉત્કૃષ્ટ યોનિ પાંચ વર્ષની હોય છે. લટ્ટાતસી, સણ, કાંગ, કોર, દુષક, કોદરા, મુળાના બીજ, સરસવ, બરટ્ટ અને સલકની ઉત્કૃષ્ટ યોનિ ૭ વર્ષની હોય. ત્યાર પછી ઉત્પત્તિના કારણ રૂપ યોનિ નષ્ટ થાય છે એ બીજ અબીજ રૂપ થાય છે અને વાવવા છતાં ઉગતું નથી અને જઘન્યથી અંતર્મુહૂર્ત છે.
આ અચિત્ત પણે સર્વજ્ઞથી જ જાણી શકાય કારણકે આ ચીજ અચિત્ત થયેલ છે. સચિત્ત રહેલી છે. તે સર્વજ્ઞ સિવાય કોઇ જાણી શકે નહિ માટે વ્યવહાર તો ઉપર જે પ્રમાણે કાળ કહ્યો છે તે કાળ મુજબ જ અચિત્ત પણું થાય છે એમ સમજવું.
પ્રત્યેક વનસ્પતિકાયના બે ભેદ છે (૧) બાદર અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય (૨) બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય
અપર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય. શરીર- અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય. આયુષ્ય- નિયમો એક અંતર્મુહૂર્તનું જ હોય.
સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવ રૂપે અને ઉત્કૃષ્ટથી અસખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપિણી એટલે અસંખ્યાતા કાલચક્રો સુધી અથવા મતાંતરે સીત્તેર કોટાકોટી સાગરોપમ કાળ સુધીની હોય
પર્યાપ્તિ-૪. આહાર પર્યાપ્તિ, શરીર પર્યામિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ તેમાં ચોથી પર્યાપ્તિ નિયમા અધુરી હોય છે કારણકે અપર્યાપ્તા જીવો ચોથી અધુરી પર્યાપ્તિએ મરણ પામે છે.
પ્રાણી-૪. આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ તેમાં ચોથો પ્રાણ અધુરો હોય છે. યોનિ સમુદાય રૂપે દશ લાખ યોનિ એટલે ઉત્પત્તિ સ્થાનો હોય છે.
પર્યામાં બાદર પ્રત્યેક વનસ્પતિ કાયનું વર્ણન શરીર- જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલુ. ઉત્કૃષ્ટથી એક હજાર યોજનથી કાંઇક અધિક કારણકે હજાર યોજન ઉંડા જલાશયોમાં નીચેના ભાગમાંથી કમળની ઉત્પત્તિ થાય તે કમળનું નાડલું તે હજાર યોજન રૂપ કાદવમાં હોય છે અને કમળના પાંદડા પાણીના ઉપરના ભાગની સપાટીથી ઉપરના ભાગમાં રહેલા હોય છે એટલે એ પાંદડા જેટલા મોટા હોય તેટલી તેની કાયા વધારે જાણવી કારણકે પાણીની સપાટી સુધી હજાર યોજન થઇ જાય છે.
આયુષ્ય- જઘન્યથી એક અંતર્મુહૂર્તનું હોય. ઉત્કૃષ્ટથી દશ હજાર વરસનું હોય છે.
સ્વકાય સ્થિતિ જઘન્યથી એક ભવની અને ઉત્કૃષ્ટથી જઘન્ય જઘન્ય આયુષ્યવાળા જીવોની જઘન્ય મધ્યમ આયુષ્યવાળા જીવોની મધ્યમ અને મધ્યમ મધ્યમ આયુષ્યવાળા જીવોની અસંખ્યાતી ઉત્સરપિણી અને
Page 51 of 234
Page #52
--------------------------------------------------------------------------
________________
અસંખ્યાતી અવસરપિણી એટલે અસંખ્યાતા કાલચક્રો સુધીની અથવા સીત્તેર કોટાકોટી સાગરોપમ કાળ સુધીની હોય છે. જયારે ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા જીવો આઠ ભવ કરી શકે છે પછી અવશ્ય યોનિ બદલાઇ જાય છે એટલે કે આઠ ભવ સુધી વનસ્પતિમાં દશ હજાર વરસના આયુષ્ય રૂપે ઉત્પન્ન થાય મરે પાછો ફરીથી ઉત્પન્ન થાય એમ આઠવાર ઉત્પન્ન થાય પછી યોનિ બદલે એક અંતર્મુહૂર્ત જઈ આવી ફરીથી આઠ ભવ કરે એવી રીતે પણ અસંખ્યાતા કાળ સુધી જન્મ મરણ કર્યા કરે છે.
જે જીવોને જે જે વનસ્પતિ ખાવામાં વિશેષ ટેસ આવે છે તેના વગર ચાલે નહિ તે જોઇએ જ અને ભાવતું શાક કે વનસ્પતિ આવે તો ખુબ આનંદ થાય. એવી ભાવનાથી એ વનસ્પતિ ખાવામાં આવે તો તે પ્રકારની વનસ્પતિમાં જવાનું કર્મ બંધાયા કરે છે અને અત્યંત આસક્તિથી તેના આયુષ્યના એટલે ભવની પરંપરાનો અનુબંધ બંધાતો હોય તો અસંખ્યાતા કાળ સુધી રખડપટ્ટી કરવી પડે એવો અનુબંધ બાંધ્યા જ કરે છે. માટે જો શક્તિ હોય તો આખી જીંદગી વનસ્પતિનો ત્યાગ કરવા જેવો છે. કદાચ ત્યાગ ન થાય તો આસક્તિ, રાગ વગર જે મલે તેમાં ચલાવતા શીખવું જોઇએ કે જેથી રખડ પટ્ટીરૂપે ભવની પરંપરા વધે નહિ. એક માત્ર કોઠીમડાની છાલ ઉતારી અને વખાણ કર્યા બધાને બતાવી બધાએ વખાણ કર્યા તેમાં આનંદ પામ્યા તો બીજા ભવમાં પોતાના શરીરની ચામડી જીવતા ઉતરી એ ખંધક મુનિની વાત જાણતા નથી ? માટે ખાસ કાળજી રાખવા જેવી છે.
પર્યાપ્તિ-૪. આહાર પર્યાપ્તિ, શરીર પર્યામિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ.
ઉત્પત્તિના પહેલા સમયે ઉત્પન્ન થાય ત્યાં આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવે અને ખલ-રસ રૂપે પેદા કરવાની શક્તિ પેદા થાય તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. એ પછી અસંખ્યાત સમય સુધી ખલ રસરૂપે પરિણામ પમાડવાની શક્તિ પેદા કરતાં કરતાં રસવાળા પુદ્ગલોનો સમુદાય એકઠો થયો હોત તેમાંથી શરીર પર્યાપ્તિ પ્રાપ્ત થાય છે ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારને ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરી તેમાંથી જે શક્તિ પેદા થાય છે તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે અને તેના પછી આહારના પુદગલોને ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોના સમુદાયને ભેગો કરી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવવાની શક્તિ પેદા કરે છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે. આ રીતે ચાર પર્યાપ્તિઓ હોય છે.
પ્રાણ-૪. આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પ્રાણ.
બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિ કાયનું આયુષ્ય જયારથી ઉદયમાં આવે ત્યારથી આયુષ્ય પ્રાણ શરૂ થાય છે. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે કાયબલ પ્રાણ શરૂ થાય છે. કાયબલનું કાર્ય એ છે કે જગતમાં રહેલ ગ્રહણ યોગ્ય ઔદારિક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી અને વિસર્જન કરવાની શક્તિ પેદા કરવાનું હોય છે. સ્પર્શેન્દ્રિય, ઇન્દ્રિય પર્યામિ પૂર્ણ થાય ત્યારે પેદા થાય છે આ પ્રાણનું કાર્ય સ્પર્શેન્દ્રિયના આઠ અનુકૂળ વિષયોમાં આનંદ અને પ્રતિકૂળમાં નારાજી કરતો કરતો સંસાર વધારવાનું કાર્ય કરે છે. શ્વાસોચ્છવાસ પર્યામિ પૂર્ણ થયે શ્વાસોચ્છવાસ પ્રાણ પેદા થાય છે તે જ્યાં સુધી પોતાનું આયુષ્ય હોય ત્યાં સુધી આ ચારે પ્રાણોના સહાયથી પોતે જીવે છે.
Page 52 of 234
Page #53
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાય જીવોને કેટલી વેદના હોય છે એ જણાવે છે.
સામાન્ય રીતે કોઇ રાજાનો દીકરો જુવાનવય પામેલો હોય અને પોતે ઘોડા પર બેસીને રાજપોષાક પહેરીને યુવરાજ તરીકે ફરતો હોય અને લોકોનું માન સન્માન મેળવતો હોય તથા પાંચ ઇન્દ્રિયના સુખોને સારી રીતે ભોગવતો હોય જેને જીવન દુઃખ કોને કહેવાય દુઃખ શું ચીજ છે તે ખબર નથી એવો મિત્રોની સાથે શિકાર કરવા માટે જંગલમાં જતો હોય અને આનંદ પામતો હોય તેવામાં અચાનક રાજાનું મૃત્યુ થતા મંત્રીઓએ યુવરાજને રાજગાદી પર બેસાડી રાજ્યાભિષેક કરી રાજા બનાવ્યો છે તેમાં દુશ્મન રાજાને ખબર પડી કે રાજા ગયો અને તેમનો દીકરો રાજા બનેલ છે માટે જાસૂસી કરનારા માણસોને મોકલી રાજ્ય કઇ રીતે લેવું તે તપાસ કરાવી તેમાં એ વાત જાણવા મલી કે આ રાજા જંગલમાં રોજ શિકાર કરવા જાય છે અને પાંચસો મંત્રીઓ તેની રક્ષા કરે છે. તે રાજાએ પોતાના લશ્કરના માણસોને દૂર ગોઠવી રાખ્યા છે. એકવાર હરણની પાછળ દોડતાં દોડતાં ઘોડા ઉપર આગળ નીકળી ગયો મંત્રીઓ પાછળ રહી ગયા તેમાં લશ્કરના માણસોએ રાજાને જોયો ચારે બાજુથી ઘેરી લીધો અને દુશ્મન રાજાને સમાચાર આપ્યા તે પણ ત્યાં જલ્દીથી હાજર થયો. નવો જુવાન રાજા દુશ્મન રાજાને કહે છે તું મને જીવતો છોડ આ બધું તારા નામે લખી આપું. દુશ્મન રાજાએ ના પાડી. અને તે વખતે લાકડીના માર, ચાબુકના માર, હન્ટરના માર વગેરે પડતા જાય તેમાં તેના ઉપર મીઠાના પાણી અને મરચાના પાણી છંટાતા જાય તો તે વખતે વેદના કેટલી થાય ? આ જે વેદના થાય તેના કરતાં અસંખ્યાત ગુણી અધિક વેદના સમયે સમયે આ જીવોને ચાલુ જ હોય છે. તે સિવાયની વેદનામાં કોઇ કાપે, છેદે, પથ્થર મારે, શેકે ઇત્યાદિ વેદના તો જુદી જ હોય છે. આટલી વેદના સતત ચાલુ રહે તેમાં રાગાદિ પરિણામ જે પ્રમાણે ચાલે તે પ્રમાણે કર્મબંધ થયા જ કરે છે. જ્ઞાની ભગવંતો કહે કે આ પ્રત્યેક જીવોને સ્પર્શ કરવાથી એટલે કે અડકવાથી અરે આ ઝાડના પાનને અડકવાથી નેવું વરસની ઘરડી ડોશી જેની આંખો ઉંડી પહોંચી ગઈ હોય, શરીરમાં કરચરીઓ વળી ગઇ હોય, કંધ વળી ગઇ હોય, લાકડીના ટેકે ચાલતી હોય તેવી ડોશીને કોઈ જુવાન નિરોગી માણસ તેના બરડામાં જોરથી મુક્કો મારે તેમાં તેને જેટલી વેદના થાય એટલી વેદના સ્પર્શ કરવાથી થાય છે. માટે બહુજ ધ્યાન રાખવાનું છે જો આપણે દુઃખ આપીએ તો આપણને દુઃખ મલે કોઇને સુખ આપીએ તો સુખ મલે આથી આ જીવોને જાણીને ઓળખીને દુઃખ ઓછું અપાય એની કાળજી રાખી જીવન જીવશું તો વહેલામાં વહેલા નિરાબાધ પણાવાળું મોક્ષનું સુખ જલ્દીથી પામીશું માટે આ જાણી જલ્દી મોક્ષના સુખને પામીએ એ અભિલાષા.
આ રીતે એકેન્દ્રિય એટલે સ્થાવર જીવોનાં બાવીશ ભેદોનું વર્ણન થયું બાવીશ ભેદોના નામો આ પ્રમાણે હોય છે.
(૧) સૂક્ષ્મ અપર્યાપ્તા પૃથ્વીકાય (૨) સૂક્ષ્મ પર્યાપ્તા પૃથ્વીકાય (૩) બાદર અપર્યાપ્તા પૃથ્વીકાય (૪) બાદર પર્યાપ્તા પૃથ્વીકાય (૫) સૂક્ષ્મ અપર્યાપ્તા અપકાય (૬) સૂક્ષ્મ પર્યાપ્તા અપકાય (૭) બાદર અપર્યાપ્તા અપુકાય (૮) બાદર પર્યાપ્તા અપૂકાય
Page 53 of 234
Page #54
--------------------------------------------------------------------------
________________
(૯) સૂક્ષ્મ અપર્યાપા તેઉકાય (૧૦) સૂક્ષ્મ પર્યાપ્તા તેઉકાય (૧૧) બાદર અપર્યાપ્તા તેઉકાય (૧૨) બાદર પર્યાપ્તા તેઉકાય (૧૩) સૂક્ષ્મ અપર્યાપ્તા વાયુકાય (૧૪) સૂક્ષ્મ પર્યાપ્તા વાયુકાય (૧૫) બાદર અપર્યાપ્તા વાયુકાય (૧૬) બાદર પર્યાપ્તા વાયુકાય (૧૭) સૂક્ષ્મ અપર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય (૧૮) સૂક્ષ્મ પર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય (૧૯) બાદર અપર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય (૨૦) બાદર પર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય (૨૧) બાદર અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય (૨૨) બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય
અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના દરેક જીવોની હોય છે છતાં કોણ કોના કરતાં અધિક ઓછી અવગાહના વાળા હોય છે તે જણાવાય છે.
(૧) સૂક્ષ્મ અપર્યાપ્તા સાધારણ વનસ્પતિની સૌથી ઓછી તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્તા વાયુકાયની અસંખ્યગુણી અધિક “ “ અગ્નિકાયની “
અકાયની
પૃથ્વીકાયની બાદર અપર્યાપ્ત વાયુકાયની બાદર “ અગ્નિકાયની અપર્યાપ્તા અપકાયની
પૃથ્વીકાયની “ નિગોદની “
“ પ્રત્યેક વનસ્પતિની “ સૂક્ષ્મ પર્યાપ્તા નિગોદની જઘન્ય અસંખ્યગુણઅધિક સૂક્ષ્મ અપર્યાપ્તા નિગોદની ઉત્કૃષ્ટ વિશેષાધિક સૂક્ષ્મ પર્યાપ્તા નિગોદની ઉત્કૃષ્ટ વિશેષાધિક સૂક્ષ્મ પર્યાપ્તા વાયુકાયની જધન્ય અસંખ્યાતગુણી તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્તા વાયુકાયની ઉત્કૃષ્ટ વિશેષાધિકહોય
સૂક્ષ્મ પર્યાપ્તા જલની જઘન્ય અસંખ્યગુણ અધિક “ સૂક્ષ્મ અપર્યાપ્તા જલની ઉત્કૃષ્ટ વિશેષાધિક “ સૂક્ષ્મ પર્યાપ્તા જલની ઉત્કૃષ્ટ વિશેષાધિક હોય
Page 54 of 234
Page #55
--------------------------------------------------------------------------
________________
CC
સૂક્ષ્મ પર્યાપ્તા
સૂક્ષ્મ અપર્યાપ્તા
સૂક્ષ્મ પર્યામા
અગ્નિની ઉત્કૃષ્ટ વિશેષાધિક હોય
તેનાથી સૂક્ષ્મ પર્યામા પૃથ્વીની જઘન્ય અસંખ્યાતગુણી
"C
"C
..
અપર્યાપ્તા ઉત્કૃષ્ટ વિશેષાધિક
પર્યામા
66
66
66
66
અગ્નિની જઘન્ય અસંખ્ય ગુણી અગ્નિની ઉત્કૃષ્ટ વિશેષાધિક
"C
66
બાદર પર્યાપ્તા વાયુકાયની જઘન્ય અસંખ્યા ગુણી તેનાથી બાદર પર્યામા વાયુકાયની ઉત્કૃષ્ટ વિશેષાધિક તેનાથી બાદર પર્યાપ્તા તેઉકાયની જઘન્ય અસંખ્ય ગુણી તેનાથી બાદર પર્યાપ્તા તેઉકાયની ઉત્કૃષ્ટ વિશેષાધિક તેનાથી બાદર પર્યાપ્તા અસ્કાયની જઘન્ય અસંખ્યગુણી તેનાથી બાદર પર્યાપ્તા અસ્કાયની ઉત્કૃષ્ટ વિશેષાધિક તેનાથી બાદર પર્યાપ્તા પૃથ્વીકાયની જઘન્ય અસંખ્યગુણી તેનાથી બાદર પર્યામા પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ વિશેષાધિક તેનાથી બાદર પર્યાપ્તા નિગોદની જઘન્ય અસંખ્યગુણી તેનાથી બાદર પર્યાપ્તા નિગોદની ઉત્કૃષ્ટ વિશેષાધિક તેનાથી બાદર અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિની જઘન્ય અસંખ્ય ગુણી તેનાથી બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિની જઘન્ય અસંખ્ય ગુણી તેનાથી બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિની ઉત્કૃષ્ટ અવગાહના તેનાથી એક હજારથી કાંઇક અધિક હોય છે.
સ્વકાય સ્થિતિને વિષે
(૧) સ્થાવર જીવોની અનંતી ઉત્સરપિણી અવસરિપણી
(૨) વનસ્પતિ નિગોદ સિવાયની એકેન્દ્રિય જીવોની અસંખ્યાતી ઉત્સરપિણી-અવસરપણી હોય છે. (૩) બાદર-બાદર વનસ્પતિ રૂપે અસંખ્યાતી ઉત્સરપિણી અવસરપિણી હોય છે.
(૪) સાધારણ વનસ્પતિ કાયની અઢી પુદ્ગલ પરાવર્તકાળ
(૫) વનસ્પતિને વિષે અસંખ્યાતા પુદ્ગલ પરાવર્ત
(૬) ઓઘથી એકેન્દ્રિયની અનંતોકાળ હોય છે.
યોનિદ્વાર વિષે
= સાત લાખ
પૃથ્વીકાય જીવોના ૪ ભેદો તેના ૩૫૦ પ્રકારો X દરેકમાં ૨૦૦૦ ઉત્પત્તિ સ્થાનો જીવાયોનિ થાય. અકાયના મુખ્ય ૪ ભેદ તેના ૩૫૦ પ્રકારો X ૨૦૦૦ ઉત્પત્તિ સ્થાનો = સાત લાખ જીવાયોનિ થાય. તેઉકાયના મુખ્ય ૪ ભેદો તેના ૩૫૦ પ્રકારો X ૨૦૦૦ ઉત્પત્તિ સ્થાનો = સાત લાખ જીવાયોનિ થાય. વાયુકાયના મુખ્ય ૪ ભેદો તેના ૩૫૦ પ્રકારો X ૨૦૦૦ ઉત્પત્તિ સ્થાનો
= સાત લાખ
Page 55 of 234
Page #56
--------------------------------------------------------------------------
________________
જીવાયોનિ થાય છે. પ્રત્યેક વનસ્પતિના ૨ ભેદ તેના પ૦૦ પ્રકારો X ૨૦૦૦ ઉત્પત્તિ સ્થાનો = ૧૦ લાખ જીવાયોનિ થાય છે. સાધારણ વનસ્પતિના ૪ ભેદો તેના ૭૦૦ પ્રકારા X ૨૦૦૦ ઉત્પત્તિ સ્થાનો = ૧૪ લાખ જીવાયોનિ થાય છે.
આ રીતે કુલ ૭ લાખ + ૭ લાખ + ૭ લાખ + ૭ લાખ + ૧૦ લાખ + ૧૪ લાખ = ૫૨ લાખ જીવાયોનિ થાય. સ્થાવરના જીવોના ભેદો ૨૨ તેના પ્રકારો.
૩૫૦ + ૩૫૦ + ૩૫૦ + ૩૫૦ + ૫૦૦ + ૭૦૦ = ૨૬૦૦ જીવોના પ્રકારો થાય છે તે દરેકમાં ૨૦૦૦ ઉત્પત્તિ સ્થાનો હોવાથી તેનાથી ગુણવાથી ૫૨ લાખ જીવાયોનિ થઇ શકે છે. જીવાયોનિને વિષે પ્રાણોનું વર્ણન.
૫૨ લાખ જીવાયોનિને વિષે એક એકમાં ચાર ચાર પ્રાણો હોય છે માટે ૫૨ લાખને X ૪ ગુણવાથી બે કરોડ અને આઠ લાખ સ્થાવર જીવોને વિષે યોનિનાં પ્રાણો થાય છે.
જીવાર્યાનિને વિષે ઇન્દ્રિય એક હોવાથી ૫૨ લાખ ઇન્દ્રિય ગણાય છે. જીવાયોનિને વિષે પર્યાપ્તિઓ
૫૨ લાખ જીવાયોનિમાં ચાર પર્યાસિઓ હોવાથી ૫૨ લાખ X ૪ = બે ક્રોડ અને આઠ લાખ પર્યાપ્તિઓ થાય છે. प्रत्येकवनस्पतेर्दशयोनिलक्षाः साधारणवनस्पतेश्वतुर्दश उभयरूपस्याप्यष्टाविंशतिः कुलकोटिलक्षा:, तत्र च गतोडसुमाननन्तमपि, कालं छेदन-भेदन- मोटनादिजनिता नानारुपा वेदना अनुभवन्नास्ते,
‘વનસ્પતિકાય’ ના જીવો બે પ્રકારના છે : ૧-એક પ્રત્યેક વનસ્પતિકાય અને ૨- બીજી સાધારણવનસ્પતિકાય તે પૈકીની ૧- પ્રત્યેક વનસ્પતિકાય ની યોનિ દશ લાખ છે અને કુલકોટિ અઠ્ઠાવીસ લાખ
છે.
અને
૨- સાધારણ વનસ્પતિકાય ની યોનિ ચૌદ લાખ છે અને કુલકોટિ અઠ્ઠાવીસ લાખ છે.
તેમાં
ગયેલો જીવ, અનન્ત કાલ સુધી પણ છેદન, ભેદન અને મોટન આદિથી ઉત્પન્ન થયેલી અનેક પ્રકારની વેદનાઓનો અનુભવ કરતો રહે છે. વનસ્પતિકાય ની વિપત્તિઓ :
વાયુકાય જીવોની વેદનાઓનું વર્ણન કર્યા પછી વનસ્પતિકાય ના જીવોની વિપત્તિઓનું વર્ણન કરતાં એજ શાસનદિવાકર, સૂરિચક્રચક્રવર્તિ ફરમાવે છે કે
" वनस्पतित्वं दशधा, प्राप्ता कन्दादिभेदतः । छिद्यन्ते चाथ भिद्यन्ते, पच्यन्ते चाग्नियोगतः //9/1
संशोष्यन्ते निपिप्यन्ते, प्लुप्यन्तेडन्योन्यधर्पणैः । क्षारादिभिश्व दान्ते, संधीयन्ते च भोक्तृभिः //// सर्वावर सुखाद्यन्ते, भज्यन्ते च प्रभइजनैः । क्रियन्ते भस्मसाद् दावै-रुन्मूल्यन्ते सरित्प्लवैः ||३||
Page 56 of 234
Page #57
--------------------------------------------------------------------------
________________
सर्वेडपि वनस्पतयः, सर्वेषां भोज्यतांगताः ।
Id : રઈIST-IQત્તિ વજેરજાતિમ્ //૪//' કન્દ' આદિના ભેદથી દશ પ્રકારના વનસ્પતિપણાને પામેલા જીવો ‘૧- છેદાય છે, ૨- ભેદાય છે અને ૩- અગ્નિના યોગથી પકાવાય છે : ૪- સંશોષણ કરાય છે, પ- સારી રીતે પીસાય છે, ૬- પરસ્પરનાં સઘર્ષણોથી બળાય છે, ૭- ક્ષાર આદિથી બળાય છે, ૮- ભોક્તાઓ દ્વારા ખવાય છે અને ભગાય છે, તથા ૧- દાવાનલો દ્વારા ભસ્મસાત કરાય છે અને ૧૧- નદીઓના પ્રવાહો દ્વારા ઉમૂલન કરાય છે : ૧૨સઘળાય પ્રકારની વનસ્પતિઓ સર્વના ભોયપણાને પામી થકી સદાય સર્વ શસ્ત્રો દ્વારા કલેશની પરમ્પરાને અનુભવે છે.' કારમું કૌતુક :
- આ પાંચેય પ્રકારના એકેંદ્રિય જીવોની રક્ષાનું વિધાન એક શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સર્વ પ્રકારે કરવામાં આવ્યું છે. અન્ય શાસનના પ્રણેતાઓને તો પૃથિવીકાય આદિ જીવો છે એવું ભાન પણ નથી. અજ્ઞાનતા એ એવી ભયંકર વસ્તુ છે કે એ સ્વપર ઉભયનો વિનાશ કરનારી થાય છે. અજ્ઞાનતા દૂર થયા વિના સ્વતંત્ર મત પ્રતિપાદન કરવાની વૃત્તિ એજ ઘોર મિથ્યાત્વ છે. કુમતોની ઉત્પત્તિ અને આજનો ઘોર ઉત્પાત એ એજ ઘોર મિથ્યાત્વનું પરિણામ છે. ભયંકર અજ્ઞાની આત્મા એક અંતર અવાજ ઉપરજ નાચે અને બીજાઓને પણ નચાવવાનું અભિમાન ધરાવે, એ આ વીસમી સદીનું કારમું કૌતુકજ છે. મૂર્તિમંત મૂર્ખતા :
એમ કારમાં કૌતુકે આજે કંઈ જૈન નામધારિઓને પણ પાગલ બનાવ્યા છે. અન્યથા પોતાની જાતને સાચા જૈન તરીકે ઓળખાવનારાઓ, ઘોર હિંસાના પ્રચારકને પણ અહિંસાના ઉદ્ધારક તરીકે ઓળખાવીને મૂર્તિમંત મૂર્ખતાનું પ્રદર્શન ખુલ્લું મૂકવાનું સાહસ કદી ન કરી શકતા. સારાસારના અને હેય ઉપાદેયના વિવેકનો અભાવ હોવાથી ધર્મના નામે વનસ્પતિકાયની કારમી કતલનો જોરશોરથી સર્વદેશીય ઉપદેશ આપનારને પણ અહિંસાના ઉદ્ધારક તરીકે માનનારા અને અન્ય પાસે મનાવવાના દિ ઉગ્યે ધમપછાડા કરનારા પોતાની જાતને સાચા જૈન તરીકે ઓળખાવે, એ મૂર્તિમંત મૂર્ખતા નહિ તો બીજું છે પણ શું ? વનસ્પતિકાયની કારમી કતલના ઉપદેશની માફકજ એક વખત તેજસ્કાયના સંહારનો પણ સચોટ ઉપદેશ આપનાર અને એ કંપારીજનક સંહારના પ્રચારમાં મઝા માણનાર તથા ત્રસ તિર્યંચો તથા મનુષ્યોની હિંસાનો પણ ઉલ્લાસ અને આનંદપૂર્વક ઉપદેશ આપનાર તથા આચરવાની પણ ઉઘાડી આગાહી આપનાર વ્યક્તિને અહિંસાના ઉદ્ગારક તરીકે માનનારા આત્માઓ- “મૂર્તિમંત મૂર્ખતા' તરીકે શ્રી જૈનશાસનમાં નહિ ઓળખાય તો અન્યત્ર ઓળખાશે પણ ક્યાં ? ધ્યાનમાં રાખજો કે-પૃથિવિકાય આદિ સ્થાવર જીવોની હિંસામાં ત્રસ એટલે હાલતા ચાલતા જીવોની પણ હિંસા બેઠીજ છે : એજ કારણે પૃથિવીકાય આદિના આરંભ્ય સમારમ્ભમાં બેઠેલા આત્માઓ ત્રસ જીવોને પણ નહિ હણવાનો સ્પષ્ટ નિયમ નથી સ્વીકારી શકતા. શરણરૂપ એક જૈન સાધુતાજ :
એજ કારણથી આ વિશ્વમાં પ્રાણી માત્ર માટે શરણરૂપ વસ્તુ કોઈ પણ હોય તો તે એક જૈન સાધુતાજ છે. શ્રી જૈનસાધુતા સિવાય પ્રાણી માત્રને રક્ષણ આપનારી આ વિશ્વમાં કોઇ વસ્તુજ નથી : એજ કારણે શ્રી
Page 57 of 234
Page #58
--------------------------------------------------------------------------
________________
જૈનશાસનનો સંપૂર્ણ આધાર સાધુતા ઉપરજ છે. પ્રમત્તયોગથી પ્રાણ ત્યપરોપણને હિંસા માનનારૂં શ્રી જૈનશાસન, સંપૂર્ણપણે શ્રી જિનેશ્વરદેવોએ જીવનમાં જીવીને શક્ય રીતિએ ઉપદેશેલી સાધુતામાંજ સર્વાશે રહી શકે છે. એ એકાંત ઉપકારી અનંતજ્ઞાની પરમવીતરાગ શ્રી અરિહંત પરમાત્માઓએ ઉપદેશેલી સાધુતાના ઉપાસકોજ એવા છે કે જેઓ હાલતા ચાલતા જીવોની હિંસા તો નથી કરતા પણ પૃથિવીકાય આદિ સ્થાવર જીવોની પણ હિંસા નથી કરતા. એ પરમતારક સાધુતાના ઉપાસક આત્માઓ, સજીવ પૃથિવી, સજીવ પાણી, સજીવ અગ્નિ અને સજીવ વનસ્પતિનો સ્પર્શ સરખોય નથી કરતા. પ્રયત્નપૂર્વક પવનનો પણ ઉપભોગ એ પુણ્ય આત્માઓ નથી કરતા. પવનના ઉપભોગની ઇચ્છાથી પણ એ પુણ્ય આત્માઓ પર રહે છે. એવા પુણ્યાત્માઓની સઘળીજ કારવાઈ પ્રાણીમાત્રની અહિંસાનેજ પોષનારી હોય છે અને હોવીજ જોઇએ : એજ કારણે એ આદર્શરૂપ અને અજોડ ત્યાગીઓનો ઉપદેશ કર્મક્ષય રૂપ મોક્ષનાજ ધ્યેયને પોષનારો અને સર્વત્યાગની પ્રધાનતાવાળો હોય છે. જૈન માત્રની ફરજ :
આ અનુપમ શ્રી જિનશાસનને પામ્યા છતાં અને શ્રી જિનશાસનની જડરૂપ જૈન સાધુતાથી ભરેલા ઉપદેશને પ્રતિદિન સાંભળવા છતાં પણ જે આત્માઓ પ્રાણી માત્રના હિતને કરનારી જૈનદીક્ષાના શરણે ન જઈ શકે તે આત્માઓએ, પોતાની જીવનદશાને અવશ્ય મોક્ષાભિમુખ બનાવવી જોઇએ અને એ સાધ્યને અલ્પ સમયમાં સિદ્ધ કરવાના હેતુથી અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલાં સઘળાંય અનુષ્ઠાનોને યથાશક્તિ વિધિપૂર્વક આચરવા સાથે જેમ બને તેમ ‘પૃથિવીકાય' આદિના આરમ્ભ સમારમ્ભથી બચતા રહેવું જોઇએ. પૃથિવીકાય આદિના આરહ્મ સમારમ્ભથી બચવા માટે ખોટાં કુતુહલો અને મોજશોખથી દૂર રહેવું જોઇએ. ખોટાં કુતુહલો અને મોજશોખથી દૂર રહેનારા તથા સંતોષી આત્માઓ સહેલાઇથી એ ‘પૃથિવીકાય' આદિના આરમ્ભ સમારમ્ભથી બચી શકે છે. મુમુક્ષુ આત્માઓએ ચાલે ત્યાં સુધી સજીવ પૃથિવી આદિનો ઉપભોગ ન કરવો જોઇએ : અર્થાત સચિત્તના ત્યાગી બનવું જોઇએ. સચિત્ત પૃથિવી આદિનો ઉપયોગ કરવો પડે તો પણ કમ્પતે કમ્પતે અને આવશ્યક્તાથી એક રતિભર પણ અધિક ન થઇ જાય એની ખુબ કાળજી રાખવી જોઇએ અને પ્રત્યેક ક્રિયા કરતાં એ ખ્યાલ અવશ્ય રાખવો જોઇએ કે- “કોઇ પણ ક્રિયા મારાથી એવી તો નથી થઈ જતીને કેજે મારી મોક્ષની સાધનામાં દીવાલ ઉભી કરતી હોય ?' આવો ખ્યાલ રાખવા સાથે મોક્ષની સાધનામાં ઉપયોગી એવા એકેએક અનુષ્ઠાનની આરાધનામાં અહર્નિશ ઉદ્યમશીલ રહેવું જોઇએ.
આ રીતે રસ્થાવર જીવોનું વર્ણન સમાપ્ત
કસકાય જીવોનું વર્ણન
विकलेन्द्रियाणामपि दो दौ योनिलक्षौ कुलकोग्यसतु दीन्द्रियाणां सप्त जीन्द्रियाणामष्टौ चतुरिन्द्रियाणां नव, दुखंतु क्षुत्पिपासाशीतोष्णादि नितमनेक धाडध्यक्षमेव तेपामिति,
Page 58 of 234
Page #59
--------------------------------------------------------------------------
________________
पझ्चेन्द्रियतिरश्चामपि चत्वारो योनिलक्षाः कुलकोटीलक्षास्तु जलचराणामद्धीत्रयोदश पक्षिणां द्वादश चतुष्पदानां दश उरः परिसपणां दश भुजपरिसणां नव वेदनाश्च नानारूपा यारितरश्चा सम्भवन्ति वाः पत्यक्षा एवोत.
उक्तं च “ હમત્યુિujમચાર્દૂિતાના, पराभियोग व्यसनातुराणाम् ।
अहो ! तिरश्चामतिदुःखितानां,
જુવITTS: નિ વાdhત //// ‘વિકલેંદ્રિય” ના પણ ત્રણ પ્રકાર છે: “૧- એક બેઇંદ્રિય, ર-બીજો તે ઇદ્રિય અને ૩-ત્રીજો ચતુરિંદ્રિય' તે પૈકીના ૧-બે ઇંદ્રિયોવાળા જીવોની યોનિ બે લાખ છે અને કુલ કોટિ સાત લાખ છે.
અને ત્રણ ઇંદ્રિયોવાળા જીવોની યોનિ બે લાખ છે અને કુલકોટિ આઠ લાખ છે.
તથા ચાર ઇંદ્રિયોવાળા જીવોની યોનિ બે લાખ છે અને કુલકોટિ નવ લાખ છે. આ ત્રણે પ્રકારના જીવોને સુધા, પપાસા, શીત અને ઉષ્ણ આદિથી ઉત્પન્ન થતું દુઃખ પ્રત્યક્ષજ છે.
પંચેન્દ્રિય તિર્યચ’ જીવોના પ્રકાર પાંચ છે : “એક જલચર ૨- ખેચર, ૩- ચતુષ્પદ એટલે ચાર પગથી ચાલનાર સ્થલચર ૪- ઉર:પરિસર્પ એટલે છાતીથી ચાલનાર સ્થલચર અને પ- ભુજપરિસર્પ એટલે ભુજાથી ચાલનાર સ્થલચર.” એ પૈકીના
૧. ‘જલચર’ એટલે પાણીમાં ચાલનાર મત્સ્ય આદિ જીવોની યોનિ ચાર લાખ છે અને કુલકોટિ સાડાબાર લાખ છે.
૨. “ખેચર’ એટલે આકાશમાં ઉડનાર પક્ષીઓની યોનિ ચારલાખ છે અને કુલકોટિ બાર લાખ છે.
૩. “ચતુષ્પદ' ચાર પગે ચાલનાર સ્થલચર ના પ્રથમ ભેદના જીવોની યોનિ ચાર લાખ છે અને કુલકોટિ દશ લાખ છે.
૪. “ઉર:પરિસર્પ” એટલે છાતીથી ચાલનાર સ્થલચર ના બીજા ભેદના જીવોની યોનિ ચાર લાખ છે અને કુલકોટિ દશ લાખ છે.
૫. ‘ભુજપરિસર્પ” એટલે ભુજાથી ચાલનાર સ્થલચર ના ત્રીજા ભેદના જીવોની યોનિ ચાર લાખ છે અને કુલકોટિ નવ લાખ છે. આ પાંચેય પ્રકારના તિર્યંચોને જે વિવિધ પ્રકારની વેદનાઓ સંભવે છે તે પ્રત્યક્ષજ છે.
કહેલું છે કેઅહો ! ક્ષુધા, તુષા, હિમ, અતિ ઉષ્ણ અને ભયથી પીડિત અને પરનો અભિયોગ તથા અનેક પ્રકારનાં કષ્ટોથી આતુર એજ કારણે અતિશય દુઃખિત એવા તિર્યંચોને સુખનો યોગ છે એમ કહેવું એ ખાલી વાતો કરવાં જેવું છે કારણ કે-એ બીચારા જીવોને સુખ હોવાનો સંભવ નથી.
Page 59 of 234
Page #60
--------------------------------------------------------------------------
________________
આટલા વર્ણન ઉપરથી બરાબર સમજી શકાશે કે-આ લોકમાં મનુષ્યો સિવાયના જે જીવો દ્રષ્ટિગોચર થાય છે તે સઘળાય તિર્યચીજ છે : વધુમાં શ્રી જૈનશાસનને નહિ પામેલાઓથી, સર્વથા અજ્ઞાત એવા પણ તિયચો અસંખ્યાતા અને અનંતા છે : આ સંસારમાં નારકી, દેવો અને મનુષ્યોની અપેક્ષાએ તિર્યંચગતિના જીવોની સંખ્યા ઘણી વિશાલ છે : નારકીના જીવો, દેવગતિના જીવો અને મનુષ્યગતિના જીવો સઘળાય હાલી ચાલી શકે તેવા એટલે ત્રસ છે ત્યારે તિર્યંચ ગતિના જીવો બે પ્રકારના છે :
૧-એક સ્થાવર અને ૨- બીજા ત્રસ
ત્રસ જીવો ત્રસ નામકર્મ ના ઉદયથી ગમનાગમન કરવાની શક્તિ ધરાવે છે : એ જીવો ચાર પ્રકારમાં વહેંચાયેલા છે.
૧- બેઇદ્રિય, ૨-ત્રીદ્રિય, ૩- ચતુરક્રિય અને ૪- પંચેદ્રિય.
૧. “શંખ' આદિના જીવો બે ઇંદ્રિયોવાળા હોય છે કારણકે એ જીવોને ૧-સ્પર્શના અને ર-બીજી રસના આ બેજ ઇંદ્રિયો હોય છે.
૨. “કીડી” આદિના જીવો ત્રણ ઇંદ્રિયોવાળા હોય છે એ જીવોને “૧-સ્પર્શના, ૨-બીજી રસના અને ૩-ત્રીજી ધ્રાણ આ ત્રણ ઇંદ્રિયો હોય છે.'
૩. ‘વીંછી' આદિના જીવો ચાર ઇંદ્રિયવાળા હોય છે એ જીવોને ૧- સ્પર્શના, ૨- બીજી રસના, ૩ત્રીજી ઘાણ અને ૪- ચોથી ચક્ષુ આ ચાર ઇંદ્રિયા હોય છે.
આ ત્રણે પ્રકારના જીવો વિકલેંદ્રિય નામથી ઓળખાય છે. કારણકે એકેંદ્રિય જીવો કરતાં અધિક ઇંદ્રિયોવાળા હોવા છતાં પણ પૂર્ણ પાંચેય ઇંદ્રિયોવાળા નથી કિન્તુ બેંઇદ્રિય જીવો ત્રણ ઇંદ્રિયોથી વિકલ છે, ત્રણ ઇંદ્રિયવાળા જીવો બે ઇંદ્રિયોથી વિકલ છે અને ચતુરિંદ્રિય જીવો એક ઇંદ્રિયથી વિકલ છે.
સ્પર્શના, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર' આ પાંચે ઇંદ્રિયોથી પૂર્ણ એવા તિર્યંચો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે : “૧- એક જલચર, ૨- બીજા ખેચર અને ત્રીજા સ્થલચર.'
૧- “મસ્ય” આદિ જીવો જલચરમાં ગણાય છે. ૨- “શુક’ આદિ પક્ષીઓ ખેચરમાં ગણાય છે.
૩- “સ્થલચર’ એટલે ભૂમિ ઉપર ચાલનારા જીવો અને એ જીવો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે : ૧એક ચતુષ્પદ એટલે ચાર પગવાળાં ગાય, ભેંસ આદિ સઘળાય પશુઓ, ૨- બીજા ‘ઉર:પરિસર્પ એટલે છાતીથી ચાલનાર સર્પ વિગેરે અને ૩- ત્રીજા ભુજ પરિસર્પ એટલે ભુજાથી ચાલનાર વાનર આદિ.
આ જીવોના પણ સંમૂચ્છિમ અને ગર્ભજ આદિ ભેદો છે.
આ બન્નેય પ્રકારના ત્રસ જીવોની યોનિઓ અને કુલ કોટિઓ કેટલી કેટલી છે એ કહેવા સાથે ટીકાકાર મહર્ષિએ એ જીવોની વેદનાઓનો પણ સામાન્ય ખ્યાલ આપ્યો : એ ઉપરથી પણ આપણને સમજી શકાય તેમ છે કે-કમના વશવર્તિપણાથી પરવશ બનેલા તે આત્માઓને સુખનો સંભવ સરખો નથી : તે છતાં પણ તિર્યંચ ગતિમાં પડેલા આ સઘળાય જીવોને કેવા કેવા પ્રકારની અને કેવી કેવી કારમી વેદનાઓ ભોગવવી પડે છે એ વસ્તુ કંઇક વિસ્તારથી જાણવા જેવી છે. એ જાણવાથી બે લાભ થઈ શકે તેમ છે “એ ગતિની દુઃખદ દશાથી
Page 60 of 234
Page #61
--------------------------------------------------------------------------
________________
બચવા માટે એ ગતિના આયુષ્યબંધનાં કારણોથી બચવાની કાળજી જન્મી શકે.' એ એક લાભ અને બીજો લાભ એ કે- ‘અજ્ઞાનતાના પ્રતાપે એ જીવોને ત્રાસ રૂપ થતી જે જે આપણી કારવાઇઓ, હોય તેનાથી પણ બચી શકાય.' એવી કારવાઇઓથી બચનારો આત્મા અહિંસક બનવા સાથે કર્મથી પરવશ થયેલા આત્માઓને ત્રાસરૂપ થતો અટકે છે એટલે ઉભયન લાભ છે.
ર્મવશવર્તિ પ્રાણીઓના ર્મવિપાક્કું વિશિષ્ટ પ્રકારે વર્ણન.
તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થયેલા આત્માઓના પ્રકાર, યોનિ, કુલ કોટિ અને વેદના આદિનું આવેદન :
સૂત્રકા૨ ૫૨મર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, સંસારવર્તિ પ્રાણીઓને નિર્વેદ અને વૈરાગ્ય થાય એ હેતુથી જે કર્મવિપાકનું વર્ણન કરવા ઇચ્છે છે તે સ્પષ્ટ સમજી શકાય તે માટે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, ચારે ગતિના જીવોની યોનિ આદિનું વર્ણન કરતાં નીચતમ નરકગતિની યોનિ અને કુલકોટિ તથા નરકગતિમાં પડેલા આત્માઓની ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન કરવા સાથે તે આત્માઓને ભોગવવી પડતી વેદનાઓના પ્રકાર પણ દર્શાવ્યા અને છ શ્લોકો દ્વારા તેઓની વચનાતીત વેદનાઓનો પણ કાંઇક ખ્યાલ કરાવ્યો.
તિર્યંચ ગતિમાં પડેલા પાપાત્માઓને ઃ
કેવા કેવા પ્રકારનાં દુઃખો કેવી કેવી રીતિએ થાય છે એ વિગેરે વસ્તુનું વર્ણન કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી યોગશાસ્ત્રમાં સંસારભવનું સ્પષ્ટીકરણ કરતાં સારામાં સારૂં કર્યું છે અને આ પ્રસંગે એ ખાસ જોવા જેવું છે પણ તે હવે પછી
તિર્યંચગતિમાં ભિન્ન ભિન્ન અવસ્થાને પામેલા આત્માઓની ત્રાસજનક દશાનું પ્રતિપાદન કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ‘પૃથિવીકાય’ આદિ પાંચેયના દુઃખદ દશાનું કંઇક સ્પષ્ટતાથી કરેલું પ્રતિપાદન.
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા, એકાંત હિતબુદ્ધિના યોગેઃ વિચક્ષણ આત્માઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય એજ એક શુભ હેતુથી જે કર્મવિપાકનું વર્ણન કરવા ઇચ્છે છે તે સ્પષ્ટપણે સમજી શકાય એ ઇરાદાથી ટીકાકાર ૫૨મર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ ‘નરક, તિર્યંચ મનુષ્ય અને દેવ’ આ ચારે ગતિના જીવોની યોનિ, કુલકોટિ અને વેદનાઓનું સ્વરૂપ વર્ણન કરતાં નરકગતિના જીવોની યોનિ, કુલકોટિ અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રતિપાદન કરવા સાથે છ શ્લોકો દ્વારા એ ગતિના જીવોને ભોગવવી પડતી વેદનાઓના જેમ કંઇક ખ્યાલ કરાવ્યો તેમ એકેંદ્રિય આદિ ભિન્ન ભિન્ન અવસ્થામાં રહેલા તિર્યંચ ગતિના જીવોની પણ યોનિઓ અને કુલકોટિઓની સંખ્યાનું પ્રતિપાદન કરવાપૂર્વક તે જીવોને ભોગવવી પડતી વેદનાઓનો પણ સહજ ખ્યાલ આપ્યો.
પણ આપણી ઇચ્છા, એકેંદ્રિય આદિ જીવોને ભોગવવી પડતી વેદનાઓના કંઇક વિશેષ ખ્યાલ આપવાની છે : એ કારણે કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ, શ્રી યોગશાસ્ત્રમાં અનિત્ય આદિ બાર ભાવનાઓ પૈકીની ત્રીજી સંસાર ભાવનાનું વિવરણ કરતાં એકેંદ્રિય આદિ ભિન્ન ભિન્ન
Page 61 of 234
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રકારે રહેલા તિર્યંચગતિના આત્માઓને ભોગવવી પડતી વેદનાઓનો કંઇક વિશેષ ખ્યાલ આપતાં શું શું ફરમાવ્યું છે એ જોઇએ.
તિર્યંચ ગતિમાં પણ ભિન્ન ભિન્ન અવસ્થાને પામેલા આત્માઓની ત્રાસજનક દશાનું પ્રતિપાદન કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ‘બેઇંદ્રિય' આદિ ત્રસ તિર્યંચોની ત્રાસજનક દશાનું કંઇક સ્પષ્ટતાથી કરેલું પ્રતિપાદન. રક્ષક તો એકજ :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજાએ, સંસારવર્તિ પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય થાય એ હેતુથી સમજાવવા ધારેલો કર્મનો વિપાક સહેલાઇથી સમજી શકાય એ કારણે ચારે ગતિના જીવોની યોનિ આદિને સમજાવતાં ટીકાકાર પરમર્ષિએ, પ્રથમ નરકગતિના જીવોની યોનિ, કુલકોટિ અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રતિપાદન કરવા સાથે તે જીવોની વેદનાઓનો પણ કંઇક ખ્યાલ આપ્યો. એ પછી તિર્યંચગતિમાં રહેલા એકેંદ્રિય આદિ જીવોની પણ યોનિ અને કુલકોટિની સંખ્યા કહેવા સાથે એ જીવોની વેદનાઓનો પણ સામાન્ય ખ્યાલ એ મહર્ષિએ આપ્યો. એકેંદ્રિય આદિ જીવોની વેદનાઓનો જે ખ્યાલ ટીકાકાર મહર્ષિએ આપ્યો છે તે ઘણોજ સંક્ષેપમાં હોવાથી આપણે એવા જીવોની વેદનાઓનું સ્વરૂપ કંઈક વિશેષ પ્રકારે જાણવા માટે એ જીવોની વેદનાઓના જે પ્રકાર કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ, શ્રી યોગશાસ્ત્રમાં સંસારભાવનાના સ્વરૂપનું વિવરણ કરતાં જણાવ્યા છે તે જોઇ રહ્યા છીએ. “પૃથિવીકાય” આદિ પાંચ પ્રકારના એકેંદ્રિય જીવોને કેવા કેવા પ્રકારની વેદનાઓ અવિરતપણે ભોગવ્યા કરવી પડે છે એ આપણે જોઇ આવ્યા. એ જોતાં આપણે એ વસ્તુ નિશ્ચિત કરી આવ્યા કે
પૃથ્વિકાર્ય આદિના જીવો છે અને તેઓ ઘણી ઘણી વેદનાઓ ભોગવે છે એ વિગેરેનું વર્ણન કરી એના પણ રક્ષણનું વિધાન કોઈ પણ શાસન કર્યું હોય તો તે એક શ્રી જિનેન્દ્રદેવોનું શાસન છે અને એ જીવોને પૂરેપુરું રક્ષણ જો કોઈ પણ તરફથી મળતું હોય તો તે શ્રી જિનંદ્રદેવોએ જાતે સેવીને શક્ય રીતિએ ઉપદેશેલી એક સાધુતાજ છે. બેઈદ્રિયોની બુરી દશા :
હવે ‘બેઇદ્રિય, ત્રી ઇન્દ્રિય, ચતુરિંદ્રિય અને પંચેદ્રિય” આ ચારે પ્રકારના ત્રસ તિર્યંચોની ત્રાસજનક દશાનું કંઇક સ્પષ્ટતાથી પ્રતિપાદન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ક્રમસર બેઇંદ્રિય આદિની બૂરી દશાનું વર્ણન કર્યું છે, પ્રથમ ‘બેઇંદ્રિય’ જીવોની બૂરી દશાનું વર્ણન કરતાં એ પ્રવચન પરમાર્થવેદી પરમર્ષિ પ્રરૂપે છે કે
"दिन्द्रियत्वे च ताप्यन्ते, पीयन्ते पूतरादयः । चूर्णन्ते कमयः पादै-भक्ष्यन्ते चटकादिभिः //91/ शंखदयो निखन्यन्ते, निकृष्यन्ते जलौकसः ।
0IUqVદ્વાWI: WIFો , 10 દ્રૌપાટિ: //// ‘પૂતર” (પૂરા) આદિ જીવો બેઇદ્રિયવાળા હોય છે. એ જીવોને સ્પર્શના અને રસના આ બે ઇંદ્રિયો હોય છે. એ જીવોની દશા ઘણીજ બૂરી હોય છે. કારણકે- પૂતર આદિ બે ઇંદ્રિયોવાળા જીવો, તાપમાં તપાવાય છે
Page 62 of 234
Page #63
--------------------------------------------------------------------------
________________
અને પ્રાણીઓ દ્વારા પીવાય છે. “કૃમિ' નામના બે ઇંદ્રિયોવાળા જીવો, પાદોથી ચૂરી નંખાય છે અને ચટક આદિથી ભક્ષણ કરાય છે. “શંખ' આદિ બે ઇંદ્રિયોવાળા જીવો, ખુબ ખુબ ખોદાય છે. જલોક્સ નામના બેઇંદ્રિય જીવો ખુબ ખુબ ખેંચાય છે અને ગડુપદ આદિ બેઇંદ્રિય જીવો જઠરમાં ઉત્પન્ન થાય છે અને જઠરમાં ઉત્પન્ન થયેલા એ જીવોને ઔષધ આદિ દ્વારા જઠરમાંથી પાડી નખાય છે.
પ્રભુશાસનને પામેલા આત્માઓ આ જીવોની થતી આ રીતની બૂરી દશામાં નિમિત્તભૂત થતા જરૂર બચી શકે છે, કારણકે પ્રભુશાસનને પામેલા આત્માઓનું જીવન સ્વચ્છંદી નથી હોતું પણ પરમ વીતરાગ પરમાત્માની આજ્ઞાથી નિયંત્રિત જીવન ગુજારનારા આત્માઓનું ખાનપાન આદિ અને અન્ય પ્રવૃત્તિઓ એવી અનુપમ હોય છે કે જેના પરિણામે તેઓ કોઇપણ આત્માની પીડામાં પ્રાયઃ નિમિત્તભૂત થતા નથી. ત્રીદ્રિયોનો ત્રાસ :
‘બેઇંદ્રિય જીવોની બૂરી દશાનું વર્ણન કર્યા પછી ત્રીદ્રિય જીવોના ત્રાસનું વર્ણન કરતાં એજ આરાધ્યપાદ આચાર્યદેવ ફરમાવે છે કે:
"त्रीन्द्रियन्चेडपि सम्प्राप्ते, पटपदीमत्कुणादयः। विग्रज्यन्ते शरीरेण, ताप्यन्ते चोष्णवारिणा //91/
पीपीलिकास्तु तुद्यन्ते, पादैः सम्मार्जनेन च ।
अदश्यमानाः कुन्थ्वाद्या, मश्यन्ते चासनादिभिः ////" ‘ધૂકા” અને “મકુણ' આદિ જીવો ત્રીદ્રિયપણાને પામેલા છે એટલે યૂકા આદિ જીવોને ‘૧- સ્પર્શના, ર રસના અને ૩- ઘાણ' આ ત્રણ ઇંદ્રિયો હોય છે. ત્રણ ઇંદ્રિયોવાળા જીવો પૈકીના “જુ અને માંકડી આદિ જીવો શરીરદ્વારા પ્રમાદી આત્માઓથી મર્દન કરાય છે અને દયારહિત આત્માઓ એ જીવોને ઉષ્ણ પાણી દ્વારા તપાવે છે. નિર્દય આત્માઓ ત્રણ ઇંદ્રિયોવાળી કીડીઓને પગેથી પીડે છે. અને પ્રમાદી આત્માઓ સંમાર્જન કરતાં પીડે છે : ન દેખી શકાય તેવા કુંથુ આદિ ત્રણ ઇંદ્રિયોવાળા જીવો ઉપયોગહીન આત્માઓ દ્વારા આસન આદિથી પીડાય છે. ચતુરિંદ્રિયોની પીડા :
ત્રણ ઇંદ્રિયોવાળા પ્રાણીઓની ત્રાસજનક દશાનું વર્ણન કર્યા પછી ચાર ઇન્દ્રિયોવાળા પ્રાણીઓની પીડાઓનું વર્ણન કરતાં એજ અનંત ઉપકારી આચાર્ય ભગવાન્ ફરમાવે છે કે
"चतुरिन्द्रियताभाज:, सरघाममरादयः । मधुमक्षर्विराध्यन्ते, यष्टिलोष्टादितादनैः //91/ ताडयन्ते तालवृन्तायै-गि दंशमशकादयः ।
ग्रस्यन्ते गृहगोधाध-मक्षिकामर्कटादयः ////' । સરઘા-મધુમક્ષિકા અને ભ્રમર' આદિ જીવો ચાર ઇન્દ્રિયોને ભજનારા હોય છે અર્થાત્ એ જીવોને “૧સ્પર્શના, ૨- રસના, ૩-થ્રાણ, ૪-ચક્ષુ” આ ચાર ઇદ્રિયો હોય છે. આ ચાર ઇન્દ્રિયોને ધરનારા “સરઘા અને ભ્રમર' આદિ જીવોને મધુભક્ષીઓ. લાકડી અને પત્થર આદિના તાડનથી વિરાધે છે : શરીરના પુજારીઓ દ્વારા, દંશ અને મરાક આદિ ચાર ઇંદ્રિયોવાળા જીવો પંખા આદિથી એકદમ તાડન કરાય છે અને ગૃહગોધા આદિ હિંસક જીવો દ્વારા મક્ષિકા અને મર્કટ આદિ ચતુરિંદ્રિય જીવો ગ્રસિત કરાય છે.
Page 63 of 234
Page #64
--------------------------------------------------------------------------
________________
જલચરો ઉપરના જલમ :
ત્રસ તિર્યંચો પૈકીના-દ્વાદ્રિય, ત્રીદ્રિય અને ચતુરિંદ્રિય’ આ ત્રણ વિભાગમાં વહેંચાયેલા વિકલૈંદ્રિય તિર્યંચોની દુઃખદ દશાનું વર્ણન કર્યા પછી ‘જલચર, સ્થલચર અને ખેચર’ આ ત્રણ વિભાગમાં વહેંચાયેલા પંચેન્દ્રિય તિર્યંચોની ત્રાસજનક દશાનું વર્ણન કરવાના હેતુથી પ્રથમ જલચર જીવો ઉપર ગુજરતા જુલમોનો ખ્યાલ આપતાં એજ સુવિહિત શિરોમણિ સૂરિપુરંદર ફરમાવે છે કે
“पंचेद्रिया जलचराः, खादन्यन्योन्यमुत्सुकाः / ધીરે; પરહજો
દિ : //// उत्कील्यन्ते त्वचपदभिः प्राप्यन्ते च भटिवताम् ।
भोक्तुकामैर्विपच्यन्ते, निगाल्यन्ते वसाथिभिः //९// સ્પર્શના, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત આ પાંચ ઇંદ્રિયોને ધરાવતા જલચર જીવો ઉપર અન્ય હિંસક આત્માઓ તરફથી જુલમો ગુજરે છે એની સાથે એ જીવોના પરસ્પરના જુલ્મો પણ ઘણાજ છે કારણકે-એ જીવો ઉત્સુક્તાપૂર્વક પરસ્પરને ખાય છે. એક બીજાને ખાતા એ જીવોની ધોવરો દ્વારા ધરપકડ થાય છે, એ જીવોને બગલાઓ ગળી જાય છે, ત્વચાના અર્થિઓ એ જીવોની ચામડી ઉતરડી નાખે છે અને ભટિત્રપણાને પમાડે છે, એ જીવોનું ભક્ષણ કરવાની કામનાવાળાઓ એ જીવોને સારી રીતિએ પકાવે છે અને વસાના અર્થિઓ, એ જીવો ઉપર નિગાલન ક્રિયા પણ કરપીણ રીતિએ કરે છે. સ્થલચરોની દુઃસ્થિતિ:
“જલચર જીવો ઉપર ગુજરતા જુલમોનું વર્ણન કર્યા પછી સ્થલચર જીવોની દુઃસ્થિતિનું વર્ણન કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા લખે છે કે
"स्थलचारिपु चोत्पन्नाः अबला बलवतरैः । मृगाद्याः सिंहप्रमुखै मर्यिन्ते मांसकाक्षभिः //9//
मृगयासक्तचितैक्ष, क्रीडया मांसकाम्या । नरैरवत्तदुपायेन, हन्यन्तेडनपराधिनः ////
क्षुधापिपासाशीतोष्णा-तिभारारोपणादिना /
कशाइकुशमतोदैश्च, वेदनां प्रसहन्त्यमो //३//' સ્થલચારિ જીવો તરીકે ઉત્પન્ન થયેલાઓની પણ ઘણીજ ખરાબ દશા છે કારણ કે-એમાં પણ બળવાનું જીવો નબળાઓનો નાશ કરે છે. સ્થલચર તરીકે ઉત્પન્ન થયેલા નિર્બળ હરણીયો વિગેરે, અતિશય બળવાનું અને માંસના અભિલાષી સિંહ વગેરે સ્થલચરો દ્વારા મરાય છે : અન્ય પણ નિરપરાધી સ્થલચર જીવો, શિકાર ખેલવામાં આસક્ત ચિત્તવાળા મનુષ્યો દ્વારા ક્રીડાના હેતુથી અથવા તો માંસની કામનાથી તે તે ઉપાયોપૂર્વક હણાય છે : વળી આપણી દ્રષ્ટિએ દેખાતા અનેક પ્રકારના સ્થલચર જીવો, ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ અને અતિભારનું આરોપણ એ આદિદ્વારા અને ચાબુક, અંકુશ અને પરોણાઓથી ઘણી વેદનાને સહન કરે છે. ખેચરોનો દુઃખદ દશા :
સ્થલચર જીવોની દુઃસ્થિતિનું દર્શન કરાવ્યા બાદ ખેચરોની દુઃખદ દશાનું વર્ણન કરતાં એજ આચાર્ય મહારાજા ફરમાવે છે કે
Page 64 of 234
Page #65
--------------------------------------------------------------------------
________________
'खेचरास्तित्तिरशुक-कपोतचटकादयः । श्येनसिझ्चानगृध्राधै-र्ग्रस्यन्ते मांसगृध्नुभिः ||१|| मांसलुब्धैः शाकुनिकै-र्नानोपायप्रपचतः । સંગૃહ્ય પ્રતિષ્ઠવ્યો, નાનાપેર્વિબને: ////’
66
તિત્તિર, પોપટ, પારેવાં અને ચકલાં આદિ પંચેદ્રિય હોઇ અને આકાશમાં ચાલનારાં હોવાથી ખેચર કહેવાય છે. એ બધાં પક્ષીઓ, માંસભોજનમાં અતિશય આસક્ત એવાં શ્યુન, સિંચાન અને ગૃદ્ધ આદિ પક્ષીઓ દ્વારા પ્રસિત કરાય છે અને માંસલુબ્ધ શાકુનિકોદ્વારા નાના પ્રકારના ઉપાયોના પ્રપંચથી પકડાય છે અને નાના પ્રકારની વિડમ્બનાઓથી મરાય છે. દુઃખ, દુઃખ અને દુઃખજ -
આ રીતિએ સઘળાય પ્રકારના તિર્યંચોની દુઃખદ દશાનું કંઇક વિસ્તારથી વર્ણન કર્યા બાદ તેનો ઉપસંહાર કરતાં અને કર્મવશ પડેલા એ જીવોને સર્વ બાજુથી દુઃખ શિવાય અન્ય કશું જ નથી એમ સમજાવતાં અનંત ઉપકારી અને કરૂણાના સાગર એવા એજ આચાર્ય મહારાજા દયાર્દ્ર હૃદયથી ફરમાવે છે કે
" जलाग्निशस्त्रादिभवं, तिरवां सर्वत्तो भयम् ।
कियद् वावर्ण्यते स्वस्व-कर्मबन्धनिवन्धनम् ||१||
દુષ્કર્મના પ્રતાપે તિર્યંચગતિમાં ઉત્પન્ન થયેલા જીવોને જલથી ભય ઉત્પન્ન થાય છે, અગ્નિથી ભય ઉત્પન્ન થાય છે અને શસ્ત્ર આદિથી ભય ઉત્પન્ન થાય છેઃ આ રીતિએ સર્વ પ્રકારથી તે બીચારાઓને ભય ઉત્પન્ન થાય છે ઃ અર્થાત્ કોઇ પણ પ્રકારે એ બીચારાઓને સુખ નથી પણ સર્વ રીતિએ કેવલ દુઃખ, દુઃખ અને દુઃખ જ છે એ કારણે પોતપોતાના કર્મબન્ધના કારણથી ઉત્પન્ન થતા સર્વ પ્રકારના ભયનું વર્ણન કેટલું થાય ? અર્થાત્ એ જીવોને ઉત્પન્ન થતા દુઃખોનું સંપૂર્ણ વર્ણન કરવું એ શક્ય કે સહેલું નથી.
બે કર્તવ્યો :
આ વર્ણનનું શ્રવણ કરીને કલ્યાણના અર્થ આત્માઓએ બે કાર્ય કરવાનાં છે. એક તો કર્મપરવશ પડેલા એ આત્માઓની આપત્તિમાં નિમિત્તભૂત થતાં અટકવું જોઇએ અને બીજું એવી અધમ ગતિમાં લઇ જનારાં પાપકર્મોથી બચી જવું જોઇએ.
૧- આ વર્ણન ઉપરથી સમજી શકાય તેમ છે કે- એ જીવોને આપત્તિમાં નિમિત્તભૂત થતા અટકવા માટે શું શું કરવું જોઇએ ? ઉપયોગશૂન્યતા એ પરમ અધર્મ છે. પ્રભુશાસનમાં માનનારાઓએ પ્રભુશાસને પ્રણીત કરેલા આચારોનો ખુબ ખુબ અભ્યાસ ક૨વો જોઇએ અને એ આચારોને જીવનમાં ઉતારવાના અવિરત પ્રયત્નો કરવા જોઇએ. પ્રભુશાસનના આચારોજ એવા છે કે-જો એનું પાલન કરવામાં આવે તો સહેજે સહેજે એ જીવોને પડતાં દુઃખોમાં નિમિત્તભૂત થતાં અટકી જવાય. અર્થકામના ઉપાસકો માટે એ બનવું અશક્યજ છે. એ કારણે કહેવું પડે છે કે-અર્થકામની પ્રવૃત્તિમાં હ્રદયપૂર્વક રાચવું-માચવું અને પ્રભુશાસનમાં હોવાનો દાવો કરવો એ બની શકે તેમ નથી. નિરપરાધી ત્રસ જીવોની સંકલ્પ પૂર્વક હિંસા કરવી અન તેને વ્યાજબી ઠરાવવા મથવું એ તો પ્રભુશાસનનો ઉઘાડોજ વિરોધ કરવા જેવું છે. એવો વિરોધ કરવાનું ભાગ્ય તો ઘોર મિથ્યાદ્રષ્ટિઓને કે જેઓ સ્વયં ઉન્માર્ગી બનવા સાથે અન્ય આત્માઓને પણ ઉન્માર્ગે ચડાવવાના પ્રયત્નો કરે છે તેઓનેજ સાંપડે.
Page 65 of 234
Page #66
--------------------------------------------------------------------------
________________
નિરપરાધિ ત્રસ જીવોની હિંસાથી બેદરકાર બનનારા પણ એ જીવોને થતી આપત્તિમાં નિમિત્તભૂત થતાં નથી અટકી શકતા. ગૃહવાસમાં રહેલા આત્માઓ ધારે તો પણ સ્થાવરજીવોની હિંસાથી નથી બચી શકતા પણ પોતાની જાતને શ્રાવક તરીકે ઓળખાવનારા ગૃહસ્થોએ, ત્રસ જીવોની બેદરકારીથી અથવા ઉપયોગશૂન્યતાથી થઇ જતી હિંસાથી તો અવશ્ય બચી જવુંજ જોઇએ. ત્રસજીવોની એ રીતિએ થઇ જતી હિંસાથી બચવા માટે અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા આચારો જેવા કે
૧- શ્રી જિનેશ્વરદેવોએ કલ્યાણ માટે ઉપદેશેલ શ્રી જિનપૂજા આદિ અનુષ્ઠાનોમાં પણ અવિધિ ન થઇ જાય તેની અને આશંસા ન આવી જાય એની પૂરતી કાળજી રાખવી.
૨- હેતુહિંસાથી ભરેલા સઘળાજ દુનિયાદારીના વ્યવહારોમાં અનુબંધ હિંસા ન થઇ જાય તેવી વૃત્તિથી વર્તવા સાથે અયતના ન થઇ જાય તેની સંપૂર્ણ કાળજી રાખવી.
અયતના ન થઇ જાય તેની કાળજી એટલે
૩- સચિત્તના ત્યાગી ન બની શકાય તો અને સચિત્તનો ઉપયોગ કરવોજ પડે તો પાણીને ગળવાનો અને પત્ર, પુષ્પ તથા ફલ આદિને બરાબર તપાસી જોવાનો પૂરેપૂરો ઉપયોગ.
૪- કૃમિઆદિથી ભરેલા મળનો ત્યાગ કરવા માટે શુદ્ધ ભૂમિની શોધ કરવા વિગેરેનો ખ્યાલ.
૫- શરીરની સેવામાં રક્ત હોવાના કારણે કારમાં ઔષધોનો ઉપયોગ ન થઇ જાય તેની સાવચેતી.
૬- ચાલતાં, બેસતાં અને સુતાં, ઉઠતાં કે અન્ય કોઇ પણ પ્રવૃત્તિ કરતાં જીવઘાત ન થઇ જાય તેની કાળજી રાખવા સાથે કઠોર ઉપકરણાદિનો ઉપયોગ ન થાય તેનો ખ્યાલ.
૭- સાતેય વ્યસનોનો ત્યાગ અને સમ્યક્ત્વ પૂર્વક અણુવ્રતાદિ વ્રતોનું સમ્યક્સેવન.
આવા આવા પ્રકારના ઉત્તમ આચારો પ્રભુ શાસનમાં વિહિત કરાયેલા છે. આવા આચારોનું અનુશીલન કરનારા આત્માઓ, જરૂર કર્મના પ્રતાપે અનેક પ્રકારની આપત્તિઓને ભોગવતા ત્રસતિર્યંચોની આપત્તિઓમાં પોતે નિમિત્તભૂત થતાં અટકી જાય છે અને તેમ થતાં અટકી જવું એ પ્રભુશાસનને પામેલા આત્માઓ માટે અત્યંત આવશ્યક છે.
એ રીતિએ પ્રથમ કર્તવ્યનું પાલન કરનાર પુણ્યશાલી આત્માઓએ અને અન્ય પણ સુખકાંક્ષી આત્માઓએ, અધમ એવી તિર્યંચગતિમાં જતાં બચી જવું હોય તો સરલહૃદયી, અશઠ અને શલ્યરહિત્ બનવું જરૂરી છે કારણ કેઃ
" तिरियाउ गूढहिअओ सढो ससल्लो' ગૂઢહૃદયી, શઠ અને શલ્યવાન્ આત્મા તિર્યંચગતિના આયુષ્યને બાંધે છે.
આ પ્રમાણે ફરમાવીને અનંત ઉપકારી પરમર્ષિઓ સ્પષ્ટપણે સમજાવે છે કે-કપટીપણું, શઠપણું, અને સશલ્યદશા એ તિર્યંચગતિમાં જવાનાં જ લક્ષણો છે.
એ કારણે
ન
જે આત્માઓ એવી અધમગતિમાં જવા ન ઇચ્છતા હોય તે આત્માઓએ કપટપ્રપંચયુક્તદશા, શઠદશા અને સશલ્યદશાથી અવશ્ય બચવું જોઇએ. સશલ્યદશા આદિથી બચવા માટે અર્થકામની લાલસા તજી અનંતજ્ઞાનીઓની આજ્ઞા, મુજબ સઘળીજ પૌદ્ગલિક લાલસાઓના ત્યાગી અને એક મુક્તિનાજ અર્થિ બનવું
Page 66 of 234
Page #67
--------------------------------------------------------------------------
________________
જોઇએ. એ સ્થિતિ કેળવ્યા વિના કોઇજ આત્માએ આજ સુધીમાં મુક્તિપદ સાધ્યું નથી, વર્તમાનમાં સાધતો નથી અને ભવિષ્યમાં સાધશે પણ નહિ.
સંસારની ચાર ગતિઓ પૈકીની બે ગતિઓની દુઃખદ દશા તો આપણે આ પરમર્ષિઓના કથનથી જાણી, પણ જે બે ગતિઓ આપણને મુંઝવી રહી છે તે મનુષ્યગતિ અને દેવગતિમાં પડેલા પણ કર્માધીન આત્માઓની કેવી દુર્દશા છે એ વસ્તુ આપણે હવે પછી એજ પરમર્ષિઓના શબ્દોમાં જોઇશું અને એ જોવાથી આપણને સમજાશે કે-સંસારની અસારતા વર્ણવવામાં ઉપકારીઓનો ઉદેશ કેવલ આપણને દુઃખમાંથી બચાવવાનો અને સુખના સાગરરૂપ મોક્ષમાં ઝીલાવવાનો જ છે.
- ત્રસકાય- સુખ મેળવવાની ઇચ્છાથી અને આવેલા દુઃખને દૂર કરવાની ઇચ્છાથી એક સ્થાનેથી બીજે સ્થાને જે જીવો જઇ શકે છે તે ત્રસ જીવા કહેવાય છે.
આવા જીવો નિયમા બાદર જ હોય છે. સૂક્ષ્મ હોતા જ નથી. અને આ જીવો ચૌદરાજલોક રૂપ જગતને વિષે દરેક ક્ષેત્રમાં એટલે ચૌદ રાજલોકના દરેક આકાશ પ્રદેશ ઉપર હોતા જ નથી તેઓ મર્યાદિત જગ્યામાં જ હોય છે. ચૌદરાજલોક રૂપ જગત ઉંચાઇમાં છે અને તિચ્છમાં નીચેના ભાગમાં સાત રાજ પહોળો પછી એક એક રાજ ઘટતાં ઘટતાં મધ્ય ભાગમાં એક રાજ પહોળાઇ હોય છે અને ઉર્ધ્વલોકમાં ક્રમસર વધતા વધતા ઉર્ધ્વલોકની મધ્યમાં પાંચ રાજ પહોળો અને તેનાથી ઉપર જતાં ક્રમસર ઘટતાં ઘટતાં છેક ઉપર એક રાજ પહોળો હોય છે. આ કારણોથી એક રાજ પહોળાઇ મધ્યમાં અને ઉર્ધ્વલોકમાં પ્રાપ્ત થઇ તે એક રાજ પહોળો અને ચૌદરાજ ઉંચાઈ વાળો જે વચલો એક રાજનો આખો ભાગ તેને ત્રસનાડી કહેવાય છે. આ ત્રસ નાડીમાં જ ત્રસ જીવો ઉત્પન્ન થાય અને મરણ પામી શકે છે. ત્રસ નાડીની બહાર કોઈ ત્રસ જીવો હોતા જ નથી. આથી ત્રસજીવો માત્ર ત્રસનાડીમાં જ રહેલા હોય છે અને તેઓ એક સ્થાનેથી બીજા સ્થાને હલન ચલન જે કરે છે તે માત્ર પોતાના અનુકૂળ પદાર્થોની શોધ માટે અને આવેલી પ્રતિકૂળતાના નાશ માટે કરે છે.
ત્રસપણાની આ શક્તિ જીવોને પુણ્યોદયથી મળેલી હોય છે કારણકે એકેન્દ્રિયપણામાં અકામ નિર્જરા કરી દુઃખ ભોગવીને પુણ્ય ઉપાર્જન કરેલ ન હોય તો જીવને ત્રસપણું મળતું નથી આથી જ જ્ઞાની ભગવંતો કહે છે કે એકેન્દ્રિય પણામાંથી ત્રસપણામાં આવવા માટે અનંતપુણ્ય ભેગું થયેલું જોઇએ અને આવું પુણ્ય એકેન્દ્રિયપણાના જીવોની સંખ્યા કરતાં અનંતમા ભાગ જેટલા જીવો જ આ પુણ્ય બાંધીને ત્રાસપણાને પામી શક છે છતાંય અજ્ઞાનના કારણે વિવેકના અભાવના કારણે આ જીવો જે ત્રસ પણાની મળેલી શક્તિ તેનો અનુકૂળતા મેળવવા અને પ્રતિકૂળતા દૂર કરવા ઉપયોગ કરતા જાય છે અને જો વિશેષ આસક્તિ પેદા થાય, મમત્વ થાય તો આ શક્તિ ગુમાવીને પાછા એકેન્દ્રિયપણાના અનુબંધો બાંધીને સંખ્યાતા કાળ સુધી, અસંખ્યાતા કાળ સુધી કે અનંતકાળ સુધી આ શક્તિ રહિત પણ થઈ શકે છે એવું કર્મ પણ બાંધી શકે છે. આ ત્રપણાની મળેલી શક્તિનો ઉપયોગ અનુકૂળતા મેળવવા આદિ માટે ન થાય એ સમજ તો મનુષ્યપણા સિવાય બીજે મલે તેમ નથી માટે મળેલ મનુષ્યપણામાં પણ જો આ સમજણ ન આવે તો પછી આ શક્તિ ચાલી ગયા પછી ક્યારે મળશે તે કહી શકાય નહિ ! આથી ત્રસમણાની મળેલી શક્તિથી અનુકૂળતાને છોડવા અને આવેલી પ્રતિકૂળતાને સારી રીતે સમાધિપૂર્વક વેઠવા પ્રયત્ન કરવો જોઇએ તો મળેલી ત્રસપણાની શક્તિ ચાલી ન જાય અને કાયમ ત્રસપણું
Page 67 of 234
Page #68
--------------------------------------------------------------------------
________________
મલ્યા કરે. કે જેથી જીવ પોતે પોતાની સંપૂર્ણ શક્તિને પેદા કરી સંપૂર્ણ શક્તિવાળો બની જાય. આ માટે મળેલી શક્તિનો ઉપયોગ કરવાનો છે.
ત્રસ જીવોના મુખ્ય ચાર ભેદો હોય છે :(૧) બેઇન્દ્રિય (૨) તે ઇન્દ્રિય (૩) ચઉરીન્દ્રિય (૪) પંચેન્દ્રિય
બેઇન્દ્રિય જીવોનું વર્ણન
શંખ, કોડા, ગંડોલા, જલો, ચંદનગ, અલસીયા અને લાળીયા જીવો ઇત્યાદિ બેઇન્દ્રિય જીવો કહેવાય છે. આ જીવ રૂપે મોટા ભાગના જીવો એકેન્દ્રિય પણામાંથી બેઇન્દ્રિય પણા રૂપે ઉત્પન્ન થાય છે માટે જ્ઞાનીઓ કહે છે કે જીવોને એક સ્પર્શેન્દ્રિય અનાદિકાળથી મળેલી હોય છે તેમાં અકામ નિર્જરા કરી દુઃખ વેઠીને પુણ્યને એકઠું કરે અર્થાત્ પુણ્યનો સંચય કરેલો હોય ત્યારે જીવને બીજી રસનેન્દ્રિય પ્રાપ્ત થાય છે. આથી આ જીવોને બેઇન્દ્રિયો હોય છે. (૧) સ્પર્શેન્દ્રિય અને (૨) રસનેન્દ્રિય. આ બેઇન્દ્રિય પ્રાપ્ત થાય છે તેની સાથે આ જીવોનો જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ એકેન્દ્રિય જીવો કરતાં ઘણો જ વિશેષ હોય છે પણ આ જીવો અનાદિનાં સંસ્કાર સાથે લઈને આવેલા હોવાથી એ સંસ્કારને દ્રઢ કરવા માટે જ પોતાની મળેલી ઇન્દ્રિયોનો ઉપયોગ કરતો જાય છે. શું ઉપયોગ કરે છે?
જ્ઞાનીઓ કહે છે કે એકેન્દ્રિયપણામાં આ જીવ આહારના પુદ્ગલો ગ્રહણ કરતો હતો તે સ્પર્શેન્દ્રિયથી કરતો હતો હવે એને રસનેન્દ્રિય મળેલી હોવાથી આહારના પુદ્ગલોનું ગ્રહણ રસનેન્દ્રિયથી કરતો જાય છે એના કારણે શું થાય છે? પહેલા સ્પર્શેન્દ્રિયથી ગ્રહણ કરાતા પુદ્ગલોમાં અનુકૂળતા અને પ્રતિકૂળતા કેટલી જોવાતી કે અનુકૂળતા મલે તો રાજીપો અને પ્રતિકૂળતા મલે તો નારાજી થતી. હવે આ રસનેન્દ્રિયના પ્રતાપે ભૂખ લાગેલી હોય, આહારના પુદ્ગલો મળેલા હોય તો પણ પોતાની રસનેન્દ્રિયને એટલે જીભને સ્વાદમાં અનુકૂળ લાગે તો જ ઉપયોગ કરશે અર્થાત ખાશે, નહિ તો તે ભૂખ્યોને ભૂખ્યો બીજા આહારની શોધમાં જશે અને અનુકૂળ લાગશે એટલે રસનેન્દ્રિયને એ આહારના પુદ્ગલો અનુકૂળ લાગશે તો સારી રીતે રાગ પૂર્વક તેને ખાઈ જશે અર્થાત્ ઉપયોગ કરશે. આ સ્વભાવનો સંસ્કાર આ રસનેન્દ્રિય એટલે બીજી ઇન્દ્રિય પેદા થતાં જ જીવને પેદા થાય છે અને આ સંસ્કાર જલ્દીથી દ્રઢ થાય છે. આથી જ એટલે આ કારણને લઈને જ આ જીવોનો રાગ અને દ્વેષ એકેન્દ્રિય જીવો કરતાં વિશેષ થતો હોવાથી સામાન્યથી આ જીવો એકેન્દ્રિય જીવો કરતાં પચ્ચીશ ઘણો અધિક કર્મ બંધ સમયે સમયે કર્યા જ કરે છે. એટલે કે એકેન્દ્રિય જીવો મોહનીય કર્મનો એક સાગરોપમ જેટલો બંધ કરતા હતા જ્યારે પુણ્યોદયથી મળેલી એક ઇન્દ્રિયની અધિકતાને કારણે જે સંસ્કાર પોષાય છે તેથી મોહનીય કર્મનો ૨૫ સાગરોપમ જેટલો કર્મબંધ સમયે સમયે કર્યા જ કરે છે.
વિચાર કરજો . જે જીવોને અહીં મનુષ્યપણામાં ખાવા પીવાના પદાર્થોને ચાખી ચાખીને ખાવાની ટેવ હોય અને એ સંસ્કાર સાચવીને જ પોતાનું જીવન જીવતા હોય તો સમજવું કે આ સંસ્કાર બેઇન્દ્રિયપણામાં ખુબ દ્રઢ કરીને આવેલા છીએ અને પ્રાયઃ કરીને અહીં મનુષ્યપણામાં ત્યાંથી આવેલા છીએ અને પાછા એજ સંસ્કાર
Page 68 of 234
Page #69
--------------------------------------------------------------------------
________________
દ્રઢ કરશું તો પાછા ત્યાં જવું પડે તેવો કર્મબંધ થયા કરશે એમ જ્ઞાનીઓ કહે છે માટે ચેતવાનું છે. આ એકઇન્દ્રિય અધિક મલી તેનું ફળ જ્ઞાનીઓએ કહ્યું તે લખ્યું છે.
આ જીવો એક સાથે ઉત્પન્ન થાય તો એક બે સંખ્યાતા કે અસંખ્યાતા એક સાથે ઉત્પન્ન થાય છે અને એક સાથે એક બે સંખ્યાતા કે અસંખ્યાતા મરણ પામે છે.
આ જીવોનું ઉત્પત્તિ સ્થાન :- અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રોમાં જ્યાં જ્યાં પાણી હોય છે તે પાણીમાં માટીનો સંયોગ થાય ત્યાં અને પંચેન્દ્રિય તિર્યંચોના એંઠા આહારમાં ઉત્પન્ન થયા કરે તેમજ દ્વીપોને વિષે મનુષ્યોના શરીરમાંથી નીકળતા અશુચિ પદાર્થો જો અડતાલીશ મિનિટથી અધિક કાળ સુધી એવાને એવા પડ્યા રહ્યા હોય તેમાં આ જીવો ઉત્પન્ન થાય છે. એઠા વાસણોમાં, એંઠા પાણીના ગ્લાસમાં, પાણીના માટલા જ્યાં મુકેલા હોય ત્યાં, એંઠું પાણી ઢોળાયેલું હોય તેમાં, માટલામાં એઠા ગ્લાસ નાખેલા હોય તો તેમાં, એંઠા વાસણો ચોકડીમાં અડતાલીશ મિનિટથી અધિક કાળ રાખવામાં આવ્યા હોય તેમાં, મેલા લૂગડા ધોવા માટે પલાળી રાખ્યા હોય તેમાં તેમજ વાસી રસોઇમાં થયેલા- રોટલી, રોટલા વગેરે એક રાત રાખ્યા પછી પોચા થાયખાવામાં આનંદ આવે છે પણ તેમાં આ બેઇન્દ્રિય જીવો અસંખ્યાતા પેદા થયેલા હોય છે. મૈથુનની ક્રિયામાં અસંખ્યાતા બેઇન્દ્રિય જીવો પેદા થતા હોય છે તથા દ્વિદળમાં એટલે કાચા દહીં, છાશ અને દૂધ ગરમ કર્યા વગરના હોય તે કાચા કહેવાય છે. તેની સાથે કઠોળ અને કોઇપણ પ્રકારની દાળ તેની સાથે ખાવામાં આવે તો તેમાં આ બેઇન્દ્રિય જીવો ઉત્પન્ન થયા જ કરે છે. આ વાત કેટલાક માનતા નથી પણ તેમાં માન્યા વગર છૂટકો પણ થતો નથી. એકવાર કોઇ મહાત્માએ આ વાત વ્યાખ્યાનમાં કરી તેમાં કોઈ નહિ માનનાર જીવ આવેલો તેને ખાનગી મહારાજ પાસે આવીને વાત કરી પછી મહારાજ અને તે ભાઇ કોલેજમાં લેબોરેટરીમાં ગયા અને ત્યાં તે ભાઇ કાચી છાશ અને સાથે રાંધેલા મગ લઇને આવેલો તે વખતે માઇક્રોસ્કોપ કાચ હાથમાં રાખી આંખેથી જોવા માટે રાખીને એક નાના કાચ ઉપર બે ત્રણ મગના દાણા મૂક્યા અને એક ટીપું છાશ નાંખો અને માઇક્રોસ્કોપ કાચથી જોયું તો ક્ષણવારમાં હલતા ચાલતા જીવો દેખ્યા તે જોતાની સાથે જ પેલા ભાઇએ કહ્યું મહારાજ આજે ખબર પડી બાકી અત્યાર સુધી તો આવા કાચે કાચા જીવો ચાવીને ઘણી વાર ખાધા છે. હવે જંદગીમાં કોઈ દિ નહિ ખાવું એમ નિયમ કર્યો માટે આ બધી બાબતનો પ્રેક્ટીકલ ઇલાજ વારંવાર ન કરાય કારણકે જીવોની ઉત્પત્તિ થાય અને તેની હિંસા થાય તેનો દોષ લાગે છે જ્ઞાનીઓએ આ વાત પોતાના જ્ઞાનથી અનાદિકાળથી જોયેલી છે માટે શ્રધ્ધા રાખી માન્ય કરતાં શીખવું જોઇએ તોજ કલ્યાણ થશે. એવી જ રીતે ખીચડીની સાથે કાચી છાશનો ઉપયોગ ન થાય. ચણાના લોટનો ઉપયોગ પણ ન થાય અને શીખંડની સાથે ચણાના લોટવાળી કઢી ન ચાલે અને કોઇ કઠોળ કોઈ દાળ કે કોઈ ગોટા ભજીયા વગેરે ન ચાલે તેનો ખાસ ઉપયોગ રાખવો જોઇએ. આ જીવોની ઉત્પત્તિ જોત જોતામાં જલ્દી એટલી થાય છે કે સંખ્યાત-અસંખ્યાતા પેદા થઇ જાય છે.
મોટાભાગના તિચ્છલોકમાં ઉત્પન્ન થાય છે. આધોલોકમાં કુબડી વિજયમાં રહેલા મનુષ્યો આદિના અશુચિ પદાર્થોમાં તથા હજાર યોજન ઉંડા જળાશયોમાં રહેલા તિર્યંચોના મળમૂત્ર આદિમાં, પાણીમાં પેદા થાય અને ઉર્ધ્વલોકમાં પાંડકવન સુધી આ જીવો ઉત્પન્ન થઈ શકે છે. દેવલોકમાં રહેલી વાવડીઓના પાણીમાં આ
Page 69 of 234
Page #70
--------------------------------------------------------------------------
________________
જીવો ઉત્પન્ન થતા નથી કારણકે દેવતાઓના શરીરો સ્વચ્છ અને પરસેવાથી રહિત હોય છે. માટે ઉત્પન્ન થતા
નથી. આ જીવોને વિષે પાંચ દ્વારોનું વર્ણન. (૧) શરીર- જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું શરી૨ હોય છે. અને ઉત્કૃષ્ટથી બાર યોજનની કાયા હોય છે. આ બાર યોજનની કાયાવાળા મોટે ભાગે અઢીદ્વીપની બહારના ભાગમાં હોય છે કોઇકવાર ચક્રવર્તીઓ વિદ્યમાન હોય અને તેઓનું છઠ્ઠું કરોડ પાયદલ હોય છે તે બધાયનું આયુષ્ય એક સાથે પૂર્ણ થવાનું હોય તો આવા જીવો આસાલિક બેઇન્દ્રિય રૂપે થાય છે તે જમીનમાં બાર યોજનની કાયાવાળા ઉત્પન્ન થઇ જમીનની અંદર પેદા થતાં જમીન ફોડી એક અંતર્મુહૂર્તના આયુષ્યવાળા હોય છે તે પોતે મરણ પામી જાય છે અને જમીન જે ફૂટેલી હોય છે તેના ઉપર બરાબર બાર યોજન સુધીમાં છન્નુ કરોડ પાયદલ આવે કે તરતજ તે જમીન બેસી જાય અને આ બધા એક સાથે મરણ પામી જાય છે આવું પણ બને છે માટે એવા વખતે મનુષ્ય લોકમાં આવા બાર યોજનની કાયાવાળા જીવો ઉત્પન્ન થઇ શકે છે.
(૨) આયુષ્ય જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને
ઉત્કૃષ્ટથી બાર વરસનું હોય છે. શંખ વગેરે દરિયામાં-સમુદ્રોમાં પેદા થયેલા હોય અથવા આવા આસાલિક જેવા જીવો પેદા થયેલા હોય તો તે ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે ત્યાં જીવી શકે છે, મોટાભાગના મનુષ્યલોકની બહાર હોય.
સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવની અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ભવો અથવા અસંખ્યાતા ભવો સુધીની હોય છે. કારણકે ત્રસકાયની કાયસ્થિતિ બે હજાર સાગરોપમની કહેલી છે. માટે કોઇ બેઇન્દ્રિય જીવ ઉત્પન્ન થઇ એક હજાર સાગરોપમ સુધી બેઇન્દ્રિય પણે ઉત્પન્ન થયા કરે અને પછી એક ભવ પંચેન્દ્રિયનો કરી પાછો બેઇન્દ્રિયપણામાં ઉત્પન્ન થઇ એક હજાર સોગરોપમ ફરીથી જન્મ મરણ કરે એમ બે હજાર સાગરોપમ થઇ શકે છે. પણ જઘન્ય જઘન્ય આયુષ્યમાં, જઘન્ય મધ્યમ આયુષ્યમાં મધ્યમ મધ્યમ આયુષ્યમાં બને છે. પણ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા આઠ ભવો કરી શકે પછી અવશ્ય યોનિ બદલાય છે. તેમાં કોઇ જીવ આઠભવ બેઇન્દ્રિયના એક ભવ તેઇન્દ્રિયનો પાછા આઠભવ બેઇન્દ્રિયના એકભવ તેઇન્દ્રિયનો એમ કરતાં કરતાં એક હજાર
સાગરોપમ કાળ પસાર કરી શકે છે. આ બધાયમાં આપણે રખડીને આવેલા છીએ પણ યાદ આવે છે ખરૂં?
પર્યાપ્તિ- પાંચ હોય છે. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્ત, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને ભાષા પર્યાપ્તિ. તેમાં જે અપર્યાપ્તાવસ્થામાં મરણ પામવાવાળા જીવો હોય તે પાંચમી પર્યાપ્ત અધુરી અવશ્ય મરણ પામે છે તે પૂર્ણ કરતા નથી. અને જે પર્યાપ્તા થવાના હોય છે તે પાંચમી પર્યાપ્તિ પણ પૂર્ણ કરે છે પછી પોતાનું ભોગવાનું આયુષ્ય જ્યારે પૂર્ણ થાયપછી મરણ પામે છે.
ઉત્પત્તિના પહેલા સમયે આહારને ગ્રહણ કરી પરિણમાવે એટલે ખલ અને રસરૂપે પરિણામ પમાડવાની શક્તિ પેદા કરે તે આહાર પર્યાપ્તિ. અસંખ્યાત સમય સુધી રસવાળા પુદ્ગલોને બનાવી સમુદાય ગત સંગ્રહ કરે તેમાંથી જે શક્તિ પેદા કરે તે શરીર પર્યાપ્તિ. અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલોથી જે શક્તિ પેદા કરે તે ઇન્દ્રિય પર્યાપ્તિ. અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલો માંથી રસવાળા પુદ્ગલોના સંગ્રહથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને લેવાની શક્તિ પેદા કરે તે શ્વાસોચ્છવાસ પર્યામિ અને ત્યાર પછી અસંખ્ય સમય સુધી આહારના પુદ્ગલોમાંથી રસવાળા પુદ્ગલોનો જે સંગ્રહ કરેલો હોય
Page 70 of 234
Page #71
--------------------------------------------------------------------------
________________
તેમાંથી જગતમાં રહેલા ભાષા વર્ગણાના પુદ્ગલોને લેવાની એટલે ગ્રહણ કરવાની જે શક્તિ પેદા કરે તે ભાષા પર્યાપ્તિ કહેવાય છે.
પ્રાણો-૬. આયુષ્ય, કાયેબલ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને વચન બલ.
જે સ્થાનમાંથી બેઇન્દ્રિયપણા રૂપે આયુષ્યનો ઉદય થયેલો હોય તે આયુષ્ય પ્રાણ. શરીર પર્યાતિ પૂર્ણ થયે કાયબલ નામનો પ્રાણ શરૂ થાય. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય બે પ્રાણોની શરૂઆત થાય છે. શ્વાસોચ્છવાસ પર્યાતિ પૂર્ણ થયે શ્વાસોચ્છવાસ (ઉચ્છવાસ) પ્રાણ શરૂ થાય છે અને ભાષા પર્યાપ્તિ પૂર્ણ થયે વચન બલ પ્રાણ શરૂ થાય છે. આ રીતે છ પ્રાણો શરૂ થાય
યોનિ આ જીવોની સમુદાય ગત બે લાખ જીવાયોનિ હોય છે.
એટલે સો પ્રકારની જુદી જુદી જાતિ વિશેષ હોય છે તેને ૨૦૦૦ ઉત્પત્તિ સ્થાને ગુણાકાર કરવાથી બે લાખ જીવાયોનિ થાય છે.
બઇન્દ્રિય જીવોનું વર્ણન સમાપ્ત
તેઇન્દ્રિય જીવોનું વર્ણન
જે જીવોને સ્પર્શેન્દ્રિય-રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય આ ત્રણ ઇન્દ્રિયો હોય તે તે ઇન્દ્રિય જીવો કહેવાય છે.
ગદૈયા, માંકણ, જૂ, કીડીઓ, ઉધઇ, મંકોડા, ઇયળ, ધીમેલ ઇત્યાદિ અનેક પ્રકારના તેઇન્દ્રીય જીવો હોય છે. એકેન્દ્રિયપણામાંથી બઇન્દ્રિય પણે પામવા માટે જેમ અકામ નિર્જરા કરતો દુઃખ વેઠીને પુણ્ય એકઠું કરતો બેઇન્દ્રિયપણાને પામે છે પણ તેનો સ્વભાવ જે નવો પડે છે તે જોયું તેનું મૂલકારણ રસનેન્દ્રિય છે. સ્પર્શેન્દ્રિયની પ્રાપ્તિ થી તેના આઠ વિષયો કે જે ગુરૂ-લઘુ, શીત-ઉષ્ણ, મૃદુ-કર્કશ સ્નિગ્ધ અને રૂક્ષ તેમાં અનુકૂળતા શોધતો અને પ્રતિકૂળતાથી છેટો રહેતો તે બેઇન્દ્રિયપણામાં રસનેન્દ્રિયથી આહારના પુદ્ગલોમાં કડવો, તીખો, તૂરો, ખાટો, મીઠો એમ પાંચ વિષયોમાં અનુકૂળતામાં વિશેષ રાગ કરતો અને પ્રતિકૂળતામાં વિશેષ દ્વેષ કરતો કરતો કર્મબંધ અધિક કરી સંસારમાં પરિભ્રમણ કરી રહેલો હોય છે તેમ આ તે ઇન્દ્રિય જીવોને સ્વભાવ એવા પ્રકારનો પડતો જાય છે કે સ્પર્શેન્દ્રિયથી આઠ સ્પર્શોના વિષયોમાં, રસનેન્દ્રિયના પાંચ વિષયોમાં એમ તેર વિષયોમાં પોતાને મળેલ એટલે પુણ્ય અધિક બાંધીને ધ્રાણેન્દ્રિય પ્રાપ્ત કરી તેનાથી સુગંધ અને દુર્ગધ રૂપ વિષયામાં ફસાઇ જાય છે એટલે કે ગમે તેટલા સારા સ્વાદવાળા પુદ્ગલોનો આહાર મલે તો પણ તેમાં ગંધ કેવા પ્રકારની છે તે સૌથી પહેલા તપાસ કરશે તેને પોતાને ગંધ માફક આવશે તો ગમે તેવા રસવાળા પુદગલોનો આહાર હશે તો પોતે ખાશે એટલે તેનો ઉપયોગ કરશે પણ સારા રસવાળા પુદગલો જીભને અનુકૂળ હશે પણ પોતાને અનુકૂળ એવી ગંધવાળા નહિ હોય તો તે પુદ્ગલોનો આહાર કરશે નહિ. ભૂખે રહેશે. બીજે આહારની શોધ માટે જશે પણ એ આહારના પગલોને નહિ ખાય એ સ્વભાવ તે ઇન્દ્રિય એટલે ધ્રાણેન્દ્રિય મલે
Page 71 of 234
Page #72
--------------------------------------------------------------------------
________________
છે તેનાથી પેદા થાય છે. આથી આવા સંસ્કારોનું પોષણ કરતાં જાય છે એટલે કર્મબંધ પણ વિશેષ થતો જાય છે. એકેન્દ્રિય જીવો મોહનીય કર્મનો એક સાગરોપમનો બંધ કરે છે ત્યારે આ જીવો એનાથી પચાસ ગણો અધિક એટલે પચાસ સાગરોપમ મોહનીય કર્મનો બંધ કર્યા કરે છે. આથી આ જીવોને આહાર સંજ્ઞા આદિ ચારે સંજ્ઞાઓ સતેજ જોરદાર થતાં મમત્વબુધ્ધિ પણ જોરદાર હોય છે. પુણ્યોદયથી ઇન્દ્રિયની પ્રાપ્તિ થાય અને તેનો ઉપયોગ જેમ જેમ કરતો જાય તેમ તેમ કર્મબંધ વિશેષ કરીને તે ઇન્દ્રિયને દુર્લભ બનાવતો જાય છે. આ તેઇન્દ્રિયપણાના સ્વભાવને લઇને આવેલું પંચેન્દ્રિયપણું પામેલા કેટલાય જીવોમાં આ સ્વભાવ જોવા મળે છે કે ગમે તેટલા સારા રસાસ્વાદવાળા આહારના પુદ્ગલો-પદાર્થો આપવામાં આવે તો પણ તે જીવો ખાતા પહેલા તે પદાર્થોને હાથમાં લઇને નાકથી સુંઘશે. પોતાને ગંધ સારી લાગશે તોજ ખાશે નહિ તો મને ભૂખ નથી આજે ઠીક નથી ઇત્યાદિ બહાના કાઢી માયામૃષાવાદ નામનાં પાપનું આચરણ કરીને ભૂખ્યો રહી બહાર ગમે ત્યાં પોતાને મન ગમતું ભોજન ખાઈ લેશે. આ સ્વભાવવાળા જીવો મોટા ભાગે તે ઇન્દ્રિય પણામાંથી આવેલા હોય છે અને પ્રાયઃ કરીને ત્યાં ઉત્પન્ન થવાવાળા હોય છે. એમ જ્ઞાની ભગવંતો કહે છે. આઠ સ્પર્શ અને પાંચ રસ એમ તેર વિષયોમાં સુગંધ અને દુર્ગધના સ્વભાવના કારણે સારા નરસા પણાની વિશેષ ઓળખ કરતો પોતાનો સંસાર વધારતો જાય છે. આજના વૈજ્ઞાનિકોએ પણ તેઇન્દ્રિય જીવો એટલે કીડીઓ કેવી કેવી હોય છે અને ક્યા સંસ્કારથી પોતાનું જીવન જીવતી હોય છે તે પણ બહાર પાડેલ છે તેની કેટલી જાતો જગતમાં હોય છે તે જેટલી તેઓએ જાઈ એટલી લખેલ છે તે આ પ્રમાણે જાણવું.
એડવર્ડ વિલ્સન લખે છેકે કીડીઓની આઠ હજાર આઠસો જાતો જગતમાં છે અને જેની એક કરોડ અબજ જેટલી વસ્તી રહેલી છે.
આફ્રીકા-અગ્નિ એશિયા અને ઉત્તર ઓસ્ટ્રેલિયાના ઘટાટોપ જંગલોમાં વૃક્ષોની ઘટામાં વસાહત ઉભી કરનારી કીડીઓની એક જાતને વણકર કીડી કહેવાય છે. તેના લાર્વા દ્વારા ઉત્પન્ન રેશમના સુંદર તાંતણા દ્વારા આ કીડીઓ સેંકડો અને હજારો પાંદડાઓ અને ડાળીઓને બાંધી આકાશી વસાહત રચે છે.
કીડીઓની વસાહત તો એક કિલ્લો હોય છે. તેમાં કીડીઓ રૂપે સૈનિકો હોય છે. કીડીઓ રૂપે બાંધકામના કારીગરો હોય છે. પરિચારિકાઓ હોય છે અને અન્ય તજજ્ઞો (તે બાબતના જાણકારી હોય છે તે બધાનું એક જ ધ્યેય હોય છે કે કીડીઓને ઉત્પન્ન કરનારી રાણીને બચાવવી અને પ્રજનન કરાવતી રાખવી જેથી કીડીઓની નવી નવી વસાહતો બનતી રહે.
દુનિયામાં કીડીનું શું મહત્વ છે? જમીનથી તેની ભાગ્યેજ ૦.૦૪ ઇંચ ઉંચાઈ હોય છે. આ વાત વૈજ્ઞાનિકે જાયેલી લખાય છે. જૈન શાસન તો ત્રણ ગાઉ ઉંચાઇના શરીરવાળી વધારેમાં વધારે હોય એમ માને છે. એક માણસના વજનના દશ લાખમા ભાગથી પણ તેનું વજન ઓછું છે. (હોય છે) કીડી એકલી નથી હોતી કીડીઓતો અસંખ્ય છે. તેની ૮૮૦૦ તો જાતો છે. ધ્રુવ પ્રદેશ સિવાય પૃથ્વીની જમીન પર સર્વત્ર તે પથરાયેલી છે તેની વસ્તી એક કરોડ અબજ છે. આ બધી કીડીઓનું ભેગા મળીને વજન કરવામાં આવે તો બે અબજ પાઉન્ડથી પણ વધારે થાય છે. કીડીઓ અને ઉધઈ મળીને આખી પૃથ્વીની સપાટી પરની માટીને ઉથલાવે છે. આમ તેને હવાના સંપર્કમાં લાવે છે તેને ફળદ્રુપ બનાવે છે. આ ઉપરાંત અનેક વનસ્પતિઓનાં બીજને દુર દુર
Page 72 of 234
Page #73
--------------------------------------------------------------------------
________________
સુધી ફેલાવે છે. કીડીઓ પોતાના કદના અનેક જીવોનો તે ખોરાક છે. કીડીઓ નાના જીવોના મૃતદેહો પૈકી નેવું ટકાને આરોગી જાય છે. આ રીતે તે પર્યાવરણને સ્વચ્છ રાખવાની ઘણી મોટી કામગીરી કરે છે. જીવોની ઉત્ક્રાંતિની જે સાંકળ છે તેમાં કીડી મહત્વનો અંકોડો છે. કીડી એકલી કાર્યકારી દળ નથી પરંતુ તેની આખે આખી કોલોની કાર્યકારી દળ છે. આ સૂક્ષ્મ જંતુની સામાન્ય શક્તિનું કારણ તેનું સામાજિક તંત્ર છે. કીડીઓ એકલી રહેતી નથી તે એકલદોકલ હોતી નથી. તેની કોલોની-વસાહતો હોય છે. આ વસાહતોનું સમગ્ર તંત્ર કીડીઓની રાણીની આસપાસ ગોઠવાયેલું હોય છે. રાણીનું કામ કીડીઓને જન્મ આપવાનું છે જેથી વંશવેલો ચાલુ રહે અને નવી નવી વસાહતો-કોલોનીઓ નિર્માણ થતી રહે. દરેક વસાહતમાં રાણી તો હોય જ અને તેની આસપાસ જાણે કે કિલ્લેબંધી હોય છે રાણી ઉપરાંત આ વસાહતોમાં અસંખ્ય કીડીઓ હોય છે. આ અસંખ્ય કીડીઓ આમતો માદાઓ હોય છે. પરંતુ આ માદાઓને પ્રજનન અંગો હોતા નથી. તેમ માદા હોવા છતાં તે શિશુ-કીડીને જન્મ આપવા સમર્થ નથી. તેમનું કામ પોતાની રાણી અને વસાહત માટે સખત પરિશ્રમ કરવાનુ છે. તેમનામાં એવું તો ઝનૂન હોય છે કે પોતાની રાણી અને વસાહત માટે પોતાનું જીવન સમર્પી દેવા પણ સતત તૈયાર હોય છે. પોતાની વસાહતમાં જ આ કીડીઓનું એક તંત્ર કામ કરતું હોય છે. તેમાં ખોરાકની ભાળ મેળવવાનું, ખોરાક લઈ આવવાનું, સૈનિકોની જેમ પોતાની રાણી અને વસાહતનું રક્ષણ કરવાનું, વસાહત રચવાનું, સેવા-ચાકરી કરવાનું વગેરે વગેરે અનેક કામ કરવા માટે કીડીઓનું તંત્ર કામ કરતું હોય છે. આ તમામ કીડીઓનો એકમાત્ર ઉદ્દેશ એ હોય છે કે ગમે તે ભોગે પોતાની રાણીનું રક્ષણ તથા ભરણપોષણ કરવું.
ઉત્તર આફ્રિકામાં એક કીડીની જાત છે જે સરેરાશ માત્ર છ દિવસ જ જીવે છે. તે દરમ્યાન તો કોઇને કોઇનો તો શિકાર થઇ જાય છે. પરંતુ તે પહેલા પોતાના વજનથી પંદર વીસ ગણા વજનનો ખોરાક પોતાની વસાહત ભેગો તે કરી લે છે. આ રીતે પોતાનું જીવન સાર્થક કરે છે.
મલેશિયામાં કીડીની એક એવી જાત થાય છે તેમાં જેના શરીરમાં પ્રજનન અંગો નહિ હોવાના કારણે જગ્યા ખાલી રહે છે તેમાં કુદરતે એવું જીવ-રાસાયણિક દ્રવ્ય ભરેલું હોય છે જેનો ઉપયોગ શસ્ત્ર તરીકે થાય. તેના સમગ્ર શરીરમાં એક છેડેથી બીજે છેડે પહોંચે તેમ વિષ ભરેલી એક સુક્ષ્મ પેશી હોય છે. પોતે મરતા મરતા વિષનો વરસાદ કરે છે. વળી સાથે સાથે અન્ય પેશીઓમાંથી એવું પણ રસાયણ છોડે છે જે અન્ય કીડીઓને દુશ્મનના હુમલાનો સંદેશો પહોંચાડે છે. “અબ ખુશ રહેના દેશને પ્યારો, અબ હમતો સફર કરતે હૈ”
- દક્ષિણ બ્રાઝિલમાં જેનો ઉદ્ભવ થયો છે તેવી એક કીડીને જલતી કીડી (ફાયર એન્ટ) કહે છે. આ કીડી પોતાના સ્વ-બચાવમાં ડંખે છે ત્યારે એવું વિષ ઠાલવે છે કે ડંખની જગ્યાએ ગરમાગરમ સૌય ભોંકાઇ હોય તેવી તીવ્ર બળતરા થાય છે. આ કીડીઓ પૈકી એકાદ કીડી છુટી પડી જાય અને પોતાના વસાહતને ખોરાક પૂરો પાડી શકે તેવા જંતુની ભાળ મળી જાય તો તેને ઉંચકવા અન્ય કીડીઆને બોલાવવા રહેઠાણ તરફ દોટ મૂકે છે. આ ખોરાક સુધીનો માર્ગ પારખી શકાય તે માટે એક રસાયણ છોડે છે. આ રસાયણને અતિ સૂક્ષ્મ માત્રામાં છોડે છે. આ સૂક્ષ્મ માત્રા પણ એટલી બધી સૂક્ષ્મ હોય છે કે તેનું વજન એક મિલિગ્રામનો અબજમો ભાગ જેટલું થાય તેની એક લાંબી અને પાતળી લંબ વર્તુળાકાર ધુમ્રસેર રચાય છે. અન્ય કીડીઓ આ ધુમ્રસેર જેવા લંબ વર્તુળ આકારને વાદળમાં થઈને રસ્તાની પરખ મેળવતી મેળવતી ખોરાક પાસે પહોંચે છે. ખોરાક પાસે પહોંચવા
Page 73 of 234
Page #74
--------------------------------------------------------------------------
________________
કીડીઓ તેની મૂછ જેવા એન્ટેનાને આડા અવળા ઘુમાવે છે અને પેલા રસાયણની પરખ મેળવે છે અને આગળ વધે છે. જયારે ખોરાક પાસે પહોંચે ત્યારે કેટલીક કીડીઓ એટલી બધી ભૂખી થઈ ગઈ હોય છે કે તે ખોરાકને ઉચકીને વસાહતમાં લઇ જવાનું ભૂલી પોતે જ તેના ખાવા લાગે છે. આ વખતે બાકીની કીડીઓ તેમને રોકતી નથી કે તેમની સાથે ઝગડતી નથી પરંતુ તેમની આજુબાજુ રક્ષણ માટે કવચ રચે છે.
આ ઉપરાંત આફ્રિકા, અગ્નિએશિયા અને ઉત્તર ઓસ્ટ્રેલિયાના ઘટાટોપ જંગલોમાં વૃક્ષોની ઘટામાં વસાહત ઉભી કરનારી કીડીઓની એક જાત છે. તે વણકર કીડી કહેવાય છે. તેના લાવી દ્વારા ઉત્પન્ન રેશમના સુંદર તાંતણા દ્વારા કીડીઓ સેંકડો અને હજારો પાંદડાઓ અને ડાળીઓને બાંધી આકાશી વસાહત રચે છે. આ કીડીઓની વસાહતની બીજી ખૂબી એ છે કે વસાહતના છેવાડાના ભાગ પર વૃધ્ધ કીડીઓની વસવાટ રાખવામાં આવ્યો હોય છે. આથી જ્યારે કોઇ દુશ્મનનો હુમલો થાય ત્યારે પ્રથમ વસાહતની સીમા પર રહેલી આ વૃધ્ધ કીડીઓ તેનો સામનો કરે છે. માનવ સમાજથી આ ક્ટલી ઉલ્ટી બાબત છે ! આપણા સમાજમાં દુશ્મનનો સામનો પ્રથમ યુવાન પુરૂષો કરતાં હોય છે જ્યારે વણકર કીડીના સમાજમાં હુમલાખોરનો સામનો પ્રથમ વૃધ્ધ માદા કીડીઓ કરતી હોય છે.
તમામ જીવાતોમાં કીડીની જાતો કુદરતી પરિસ્થિતિને અનુકૂળ થવા અચંબો થાય તેવી રીતે તેનું સામાજીક તંત્ર ગોઠવતી હોય છે.
મલેશિયાના વરસાદી જંગલોમાં આ કીડીઓ થાય છે. તે વિચરતી જાતી જેવી કીડીઓની જમાત છે. આપણે જાણીએ છીએ કે આપણા સમાજમાં રબારી જેવી વિચરતી જાતિઓ ઢોર-ઢાંખર પર નભતી હોય છે. કીડીઓમાં પણ આવી વિચરતી જાતિ છે. તેઓમાં પણ “ઢોર-ઢાંખર' હોય છે. પરંતુ તેમના ઢોર ઢાંખર અમુક જાતના કીટક હોય છે. આ કીટકો વનસ્પતિના રસ પર નભતા હોય છે. આ રસ ખાંડથી ભરપૂર ખૂબ જ ગળ્યો અને એમિનો એસિડ નામના રસાયણોથી ભરપૂર હોય છે. ખાંડ અને એમિનો એસિડથી ભરપુર રસ પર તે જીવે છે. પરંતુ તે તેમની પાલક કીડીઆને ભૂલતા નથી. તેમના માટે આ જ સત્વશીલ રસનો અમુક ભાગ બિંદુઓ રૂપે પોતાની પાલક કીડીઓ માટે મળરૂપે બહાર કાઢે છે. તે આપણી કીડીઓનો ખોરાક બને છે. કીડીઓ અને કીટકોના જીવન એવા તો પરસ્પર અવલંબિત હોય છે કે કીડીઓ આ કીટકોને જાનની જેમ સાચવે છે. તેમનું જાનના જોખમે રક્ષણ કરે છે. પોતાના પાળેલા કીટકોને પોતાના જડબામાં કુતરી જેમ ગલુડિયાને ઉપાડીને લઇ જાય તેમ મૃદુતાથી ઉપાડીને લઇ જાય છે. અબોલ અને મૂંગા જંતુઓ અને જીવાતોની કેવી અદભૂત દોસ્તી !
મધ્ય અને દક્ષિણ અમેરીકામાં એક નવી જાત થાય છે જેને લશ્કરી કીડીની જમાત અથવા ચંબલના ડાકુઓ જેવી હુમલાખોરોની મોટી ટોળી ગણી શકાય. આ કીડીઓ લશ્કરી ટુકડીની જેમ કૂચ કરતી નીકળે છે. પોતાના શિકાર પર એક સાથે તૂટી પડે છે અને કામ પતાવી પોતાના હંગામી જેવા પડાવ પર પાછી ફરે છે. વારંવાર તે પોતાના પડાવ બદલે છે. હુમલાની કામગીરીની શરૂઆત વ્હેલી સવારે કરે છે. હજારો કીડીઓ તેમના પડાવમાંથી બહાર હારબંધ નીકળી પડે છે. એક મિનિટે એક ફૂટની ઝડપે આગળ વધે છે. એવી એક હરોળ રચે છે જે એક છેડેથી બીજા છેડા સુધી ૪૫ ફુટ હોય અને ૩ થી ૬ ફુટ ઉંડી હોય. આક્રમણ કરવાના
Page 74 of 234
Page #75
--------------------------------------------------------------------------
________________
મુડમાં અત્યંત ઉત્તેજના અનુભવતી આ કીડીઓ શિસ્તબધ્ધ કુચ કરતી વીંછી જેવા જીવોને પકડે છે, બીજી કીડીઓને પકડે છે. ક્યારેક તો ગરોળી અને સાપને પણ કરડે છે અને તેના પર તુટી પડે છે અને ફોલી ખાય છે. ઘડીમાં તો બઘડાટી બોલી જાય છે અને ભાગદોડ મચી જાય છે. કોઇ વિચિત્ર અવાજો કરતી કીડીઓની આ વણઝાર આગળ વધે અન માર્ગમાં આવતાં જીવોને સ્વાહા કરી જાય છે. કેટલાક કલાકોની ધમાચકડી પછી કીડીઓનું આ લશ્કર થંભે છે. અને પોતાના પડાવ ભણી પાછું ફરે છે. આવી શિસ્ત, આવું સંકલન અને આવું ઝનૂન વાઇલ્ડ લાઇફની દુનિયાનો અદ્ભુત નજારો પેદા કરે છે. પાનડાઓ કાપતી કીડીઓની આ જમાતનો ખોરાકનો મોટેભાગ શાકાહાર છે. તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. આ જમાત પોતાના ખોરાક માટે ‘ ફુગ ' ઉપાડે છે. અમેરિકા ખંડના લુઇ સિયાના આર્જેન્ટિનામાં વસવાટ આ પાનડાઓ કાપતી- ‘ લીફકટર ’ કીડીઓ પાનડાના ટુકડાઓ અને ફુલોના ટુકડાઓ ઉંચકી ઉંચકીને ભેગા કરે છે જ છોડવાઓના પાનડા તે કાપે છે તેમાં એવા રસાયણો છે જે તે કીડીઓ માટે ઝેરી હોય છે. વળી કીડી માટે તે પાનડા કાપવા પણ અત્યંત કઠીન હોય
છે. આથી આ પાનડાઓને કાપવાથી માંડી તેમાંથી ‘ સ્વાદિષ્ટ ’ ફુગ બનાવવા સુધીની પ્રક્રિયા માટે પોતાની જમાતમાં આખી એક વર્ણવ્યવસ્થા ઉભી કરી છે. બાગાયતનું કામ કરતી નાનકડી કીડીઓ પાનડા અને ફુલોના ટુકડાને ઝીણાં ઝીણાં ટુકડામાં રૂપાંતર કરે છે. તેથી પણ નાની કીડીઓ તેમાંથી લોંદા જેવો ‘ પલ્પ ’ (ગર) બનાવે છે. આ લોંદા જેવા ગરને અગાઉથી ભેગા કરેલ સડતાં શાકભાજીના નાનકડા ઢગલા પર નાખે છે. તેના પર ખાઇ શકાય તેવી ફુગના બટકણાં તાંતણાને રોપે છે. આ રીતે ફુગને ઉગાડે છે અને પછી જે નવો ફાલ ઉતરે તે વસાહતના સભ્યોને વહેંચે છે. બધાં આ ‘ સ્વાદિષ્ટ ’ ફુગને આરોગે છે.
કેટલીક કિસ્સામાં દશ લાખથી પણ વધારે કીડીઓ હોય છે. આવી વસાહત દશ દશ વર્ષ સુધી ટકે છે અને જમીનમાં વીસ ફુટ નીચે જતાં ‘ ઓરડાઓ’ અને ‘ ગેલેરી ’ વાળા દરમાં વસે છે. કીડીઓમાં પણ સહકારી પ્રવૃત્તિ કેવી ફુલે ફાલે છે તેનું આ દ્રષ્ટાંત છે. કીડીઓની વસાહત તો એક કિલ્લો હોય છે. તેમાં સૈનિકો હોય છે. બાંધકામના કારીગરો હોય છે. પરિચારિકાઓ હોય છે અને અન્ય તજજ્ઞો હોય છે. તે બધાનું એક જ ધ્યેય હોય છે. રાણીને બચાવવી અને પ્રજનન કરાવતી રાખવી જેથી કીડીઓની નવી નવી વસાહતો બનતી રહે.
ܕ
કેટલીય રીતે માનવજાત અને કીડીઓની જાત વચ્ચે સામ્ય છે. ઉત્ક્રાંતિવાદની જબરજસ્ત સફળતાના બંને દ્રષ્ટાંતો છે.
આના ઉપરથી વિચારો કે તેઇન્દ્રિય પણામાં રહેલી કીડી જેની હેતુવાદોપ દેશિકી સંજ્ઞા કે વર્તમાન કાલીન જ જ્ઞાન યાદ રાખી શકે ભૂત અને ભાવિનો વિચાર ન કરી શકે તો પણ આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા એ ચાર સંજ્ઞાઓ જ્ઞાનિ ભગવંતોએ કહેલી છે તેની કેટલી બધી ખિલવટ હોય છે કે એજ વિચારોમાં ઓતપ્રોત બનીને પોતાનું જીવન જીવી રહેલી હોય છે. આજ રીતે તેઇન્દ્રિયના દરેક જીવો માટે સમજવું. આ સંસ્કારો લઇને મનુષ્યપણામાં આવે તો અહીંપણ આવા સંસ્કારો ઉદયમાં આવતા ક્રુર અને ઘાતકી પરિણામો બને તેમાં કાંઇ નવાઇ જેવું નથી જને ? માટે મળેલી ઇન્દ્રિયોને સાર્થક કરવા જરૂર પ્રયત્ન કરવો જોઇએ.
Page 75 of 234
Page #76
--------------------------------------------------------------------------
________________
આ જીવોના બે ભેદો હોય છે :(૧) તે ઇન્દ્રિય અપર્યાપ્તા (૨) તે ઇન્દ્રિય પર્યાપ્તા
અપયા તે ઇન્દ્રિય જીવોનું વર્ણન.
શરીર-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય. આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્તનું હોય.
સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવ ઉત્કૃષ્ટથી અસંખ્યાતો કાળ. એટલે એક હજાર સાગરોપમ, સુધી જન્મ મરણ કર્યા કરે છે,
પર્યાપ્તિ પાંચ- આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને ભાષા પર્યાપ્તિ તેમાં પાંચમી પર્યાતિ નિયમો અધુરી હોય છે.
પ્રાણો સાત- આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને વચનબલ તેમાં સાતમાં પ્રાણ અધુરો હોય છે.
પર્યાપ્યા તે ઇન્દ્રિય જીવોનું વર્ણન
આ જીવો જગતમાં ઘણા પ્રકારના હોય છે. આ જીવોની જ્ઞાનની માત્રા સતેજ થયેલી હોવાથી તે જ્ઞાનના ક્ષયોપશમ ભાવથી પોતાની ઇન્દ્રિય અને પ્રાણોને સતેજ કરતાં કરતાં આહારાદિ સંજ્ઞાઓને સતેજ કરીને પુષ્ટ કરતા જાય છે અને એ સંજ્ઞાઓથી જે સંસ્કાર પેદા થતા જાય છે તેને દ્રઢ કરતાં જાય છે. આથી એ સંસ્કારને સાથે લઇને બીજીગતિમાં જતાં ત્યાં તે સંસ્કારો મજબૂત કરી તે પ્રમાણે ક્રિયા કરતા જાય છે અને સંસાર વધારતા જાય છે. આ જીવોને શરીર-જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉનું શરીર હોય છે. આ મોટી કાયાવાળા તેઇન્દ્રિય જીવો મનુષ્ય લોકની બહારના ભાગમાં તિર્જી લોકમાં રહેલા હોય છે. એક ગાઉ = ૨ માઇલ. ત્રણ ગાઉ = છ માઇલની કીડી હોય છે તે પ્રમાણે તેના શરીરની પહોળાઇ અને જાડાઇપણ તેજ પ્રમાણે રહેલી હશે ! આવી કીડીઓ દશ કલોમિટરના શરીરની ઉંચાઇવાળી અહીં આવે તો શું થાય ? આવા મોટા શરીરવાળા પ્રાણીઓને જીવ જંતુને જોવાનું આપણું પુણ્ય પણ નથી ને ? થોડીક મોટી કાયાવાળા કોઇને જોઇએ તો આશ્ચર્ય થાય છે તો આ જીવો પોતાનું જીવન તે તે ક્ષેત્રોમાં સારી રીતે જીવતા જ હશે ને ! જ્ઞાનીઓએ પોતાના કેવલજ્ઞાનથી જોયેલી આ બધી ચીજો જેવા પ્રકારની જોઇ તેવા પ્રકારની કહેલી છે. માટે તે તે ક્ષેત્રને આશ્રયીને તેવી કાયાવાળા તે ઇન્દ્રિય જીવો હોય તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી.
આયુષ્ય- જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ઓગણપચાસ દિવસ.
સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવ. ઉત્કૃષ્ટથી અસંખ્યાતો કાળ એક હજાર સાગરોપમ કાળ વચમાં એક ભવ બીજો કરી પાછો એક હજાર સાગરોપમ કાળ.
કેટલાક જીવો જઘન્ય જઘન્ય આયુષ્ય રૂપે જન્મ મરણ કરતા હોય. કેટલાક જીવો જઘન્ય મધ્યમ આયુષ્ય રૂપે જન્મ મરણ કરતાં હોય કેટલાક જીવો મધ્યમ મધ્યમ આયુષ્ય રૂપે જન્મ મરણ કરતાં હોય તો એક
Page 76 of 234
Page #77
--------------------------------------------------------------------------
________________
હજાર સાગરોપમ સુધી ઇન્દ્રિયપણાના ભવો કરતાં કરતાં વચમાં એક ભવ ચઉરીન્દ્રિય કે પંચેન્દ્રિયનો કરીને પાછા તે ઇન્દ્રિય રૂપે ઉત્પન્ન થાય તો ત્યાં એક હજાર સાગરોપમ કાળ સુધી જન્મ મરણ કર્યા કરે. બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ થાય એટલે એક ભવ એકેન્દ્રિય પણાનો કરી પાછો તે ઇન્દ્રિય પણામાં આવી એક હજાર સાગરોપમ સુધી જન્મ મરણ કર્યા કરે એ રીતે વચમાં ચઉરીન્દ્રિય કે પંચેન્દ્રિય વચમાં એકેન્દ્રિયનો ભવ એમ કરતાં કરતાં અસંખ્યાતી ઉત્સરપિણી અવસરપિણી સુધી ભમ્યા કરે છે. જેવા અનુબંધ બાંધેલા હોય તે પ્રમાણે તેટલા કાળ સુધી પરિભ્રમણ કર્યા જ કરે છે.
પર્યાપ્તિ- પાંચ. આહાર પર્યાપ્તિ, શરીર પર્યામિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને ભાષા પર્યાપ્તિ. ઉત્પત્તિના પહેલા સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી રસ અને ખલ રૂપે પરિણાવવાની જે શક્તિ પેદા કરી પરિણમાવે તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણાવી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરી જે શક્તિ પેદા કરે છે તે શરીર પર્યામિ કહેવાય છે. ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોનો સંચય કરી જે શક્તિ પેદા કરે તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણાવી રસવાળા પુદ્ગલોનો સંચય કરી જે શક્તિ પેદા કરે છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે અને ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણાવી રસવાળા પુગલોના સંગ્રહથી જે શક્તિ પેદા થાય છે તે ભાષા પર્યાપ્તિ કહેવાય છે. આ રીતે પાંચ પર્યાપ્તિઓ કરે છે.
પ્રાણો- સાત, આયુષ્ય પ્રાણ, કાયબલ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને વચન બલ.
જે સ્થાનેથી તે ઇન્દ્રિય રૂપે ઉત્પન્ન થતાં પર્યાપ્તા તેઇન્દ્રિયપણાના આયુષ્યનો ઉદય પેદા થાય છે, શરૂ થાય છે ત્યારથી આયુષ્ય પ્રાણ ગણાય છે. શરીર પર્યામિ પૂર્ણ કરે ત્યારે જગતમાં રહેલા ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી શરીર રૂપે પરિણાવી વિસર્જન કરવાની જે શક્તિ પેદા થાય છે તે કાયબલ પ્રાણ કહેવાય છે.
ઇન્દ્રિય પર્યામિ પૂર્ણ થતાં સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય એમ ત્રણ પ્રાણો પેદા થાય છે. આથી સ્પર્શેન્દ્રિય ના આઠ વિષયો રસનેન્દ્રિયના પાંચ વિષયો અને ધ્રાણેન્દ્રિયના બે વિષયો એમ પંદર વિષયોમાં અનુકૂળ અને પ્રતિકૂળ પણાની પ્રતિતી વિશેષ રીતે પેદા થતી જાય એવી શક્તિ આ પ્રાણોથી પેદા થાય છે. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયે જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી ઉચ્છવાસ રૂપે પરિમમાવી નિઃશ્વાસ રૂપે વિસર્જન કરવાની જે શક્તિ પેદા થાય છે તે ઉચ્છવાસ પ્રાણ કહેવાય છે અને ભાષા પર્યાપ્તિ પૂર્ણ થયે જગતમાં રહેલા ભાષા વર્ગણાના પુગલોને ગ્રહણ કરી ભાષા રૂપે પરિણાવી વિસર્જન કરવાની શક્તિ પેદા થાય છે તે વચનબલ કહેવાય છે. આ સાતમાં પ્રાણ પેદા કરે છે અને જયાં સુધી પોતાનું આયુષ્ય હોય ત્યાં સુધી સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી ખેલ રસ રૂપે પરિણાવી રસવાળા પુદ્ગલોથી સાતેય પ્રાણોને પુષ્ટ કરતો શક્તિ વધારતો પોતાનું જીવન જીવે છે.
Page 77 of 234
Page #78
--------------------------------------------------------------------------
________________
આ તે ઇન્દ્રિય જીવોને ઉત્પન્ન થવાના સ્થાનોમાં વિશેષ રીતે તિ લોકમાં એટલે મેરૂ પર્વતની સમભૂતલા સપાટીથી નવસો યોજન ઉચેનો ભાગ અને નવસો યોજન નીચેનો ભાગ એમ અઢારસો યોજન સુધીનો ભાગ તે તિચ્છ લોક ગણાય છે અને પહોળો એક રાજ યોજન હોય છે. આ તિર્જી લોકને વિષે અસંખ્યાતા દ્વીપો અને સમુદ્રો આવેલા છે. તેમાં ઉત્પન્ન થયા કરે છે. અધોલોકમાં એટલે નવસો યોજનથી નીચેના સો યોજન ભાગમાં કુબડી વિજય આવેલી છે. ત્યાં આ જીવો ઉત્પન્ન થયા કરે છે અને હજાર યોજન ઉંડા જે જલાશયો હોય છે તેમાં પણ ઉત્પન્ન થયા કરે છે તે અધોલોક રૂપે ઉત્પત્તિ ગણાય છે એવી જ રીતે નવસો યોજનથી ઉપરના ભાગમાં પાંડકવન આવેલું છે તે પાડુક વનમાં રહેલી વાવડીઓ વગેરેના પાણીમાં ત્યાંના જંગલોમાં આ તે ઇન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે તે ઉર્ધ્વલોકમાં ઉત્પન્ન થયેલા ગણાય છે. દેવતાની વાવડીઓના પાણીમાં આ જીવો ઉત્પન્ન થતાં નથી કારણકે દેવોના શરીરો સ્વચ્છ હોય છે તેમના શરીરને પરસેવો થતો નથી માટે પેદા થતાં નથી.
મનુષ્યોના શરીરમાંથી નીકળતા અશુચિ પદાર્થોમાં આ જીવો ઉત્પન્ન થાય છે. પાણીના એંઠા ગ્લાસમાંએંઠા વાસણોમાં કે જે અડતાલીશ મિનિટ પછીના અધિક કાળ સુધી એવાને એવા પડી રહ્યા હોય તેમાં, ધોવા માટે પલાળેલાં કપડામાં, માથામાં જૂ. લીખ વગેરે થાય છે તે. મથુનની ક્રિયામાં આ જીવો અસંખ્યાતા પેદા થાય છે માટે મનુષ્યપણાનું જીવન જીવતા આ જીવોની ઉત્પત્તિ ન થાય તેની કાળજી રાખી જીવન જીવવા પ્રયત્ન કરવો જોઇએ. દ્વિદલમાં પણ આ જીવો અસંખ્યાતા પેદા થાય છે. દ્વિદલ એટલે કાચા દહીં, છાશ કે દૂધની સાથે કોઇપણ કઠોળ, કોઇપણ જાતની દાળ કે તેવી વનસ્પતિના શાક ખાવા તેમાં આ તે ઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ ચાલુ થઇ જાય છે. તથા વાસી રોટલા, રોટલી વગેરેમાં પણ આ જીવોની ઉત્પત્તિ ચાલુ થઈ જાય છે. ફ્રીજમાં રાતના મુકેલું હોય તો પણ એ રાતવાસો રહેલી રસોઇ તેમાં આ જીવોની યોનિ થતાં જ ઉત્પત્તિ ચાલુ થઇ જાય છે. માટે જૈનશાસનમાં તે ખાવાનો નિષેધ કરેલો છે.
આ જીવોને ઓળખીને જેટલી વધારે દયા પાળશું એટલું વહેલું કલ્યાણ થશે અને નિરાબાધ પણાના સુખરૂપ એવો મોક્ષ જલ્દી મલશે તો એવો પ્રયત્ન કરવા ખાસ ભલામણ.
ચહેરીન્દ્રિય જીવોનું વર્ણન.
જે જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષરીન્દ્રિય આ ચાર ઇન્દ્રિયો પ્રાપ્ત થાય તે ચઉરીન્દ્રિય જીવો કહેવાય છે. એકેન્દ્રિયાદિ પણામાં રહેલા જીવો અકામ નિર્જરા કરી દુઃખ વેઠી પુણ્ય ઉપાર્જન કરતાં કરતાં વિશેષ પુણ્ય એકઠું થયેલું હોય તો ચઉરીન્દ્રિય પણામાં ઉત્પન્ન થઇ શકે છે. એક ઇન્દ્રિય વધારે મલતાં તેના વિષયોના આધીનપણાના કારણે કર્મબંધ પણ વિશેષ થયા કરે છે. એકેન્દ્રિય જીવો મોહનીય કર્મનો એક સાગરોપમ જેટલો કર્મ બંધ કરે છે તો આ જીવ સો ગણો અધિક એટલે સો સાગરોપમ નો બંધ કરે છે. જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ભાવ પણ વિશેષ હોય છે એના કારણે ઇન્દ્રિયોના વિષયોને વિશેષ સ્પષ્ટતા પૂર્વક જાણી શકે છે. આ જીવો ચાર ઇન્દ્રિય હોવાથી તેના વીસ વિષયોનો ભોગવટો કરે છે. સ્પર્શેન્દ્રિયના આઠ રસનેન્દ્રિયના પાંચ- ધ્રાણેન્દ્રિયના બે અને ચક્ષુરીન્દ્રિયના પાંચ વર્ણ કે જે કાળો, લીલો, લાલ, પીળો અને સફેદ
Page 78 of 234
Page #79
--------------------------------------------------------------------------
________________
આ પાંચેય વર્ણવાળા પુદ્ગલોને જોવાની શક્તિ ચહેરીન્દ્રિય જીવોથી જ શરૂ થાય છે. એકેન્દ્રિયથી તે ઇન્દ્રિય પણામાં રહેલા જીવોને પુદ્ગલોનો આહાર હતો પણ તે પુદ્ગલોને જોવાની શક્તિ નહોતી મલી પણ આ જીવોને ગ્રહણ કરાતા પુદ્ગલોને જોવાની શક્તિ પેદા થયેલી હોવાથી મન ગમતા આંખને ગમે તેજ પુદ્ગલોને ગ્રહણ કરે છે. તેમાં આસક્તિ, મમત્વ, રાગાદિ પરિણામ વધતા જાય છે અને એ સંસ્કાર દ્રઢ કરીને પોતાનો દુઃખમય સંસાર વધારતા જાય છે. જે જીવોને અહીંયા પણ સારા વર્ણવાળા પુદ્ગલો પ્રત્યેનું આકર્ષણ વધારે હોય અને મેચીંગ માં જ મોટો ભાગ જોઈ જોઇને પસાર કરતા હોય. કયા પદાર્થની સાથે કઇ ચીજ સારી લાગશે તેનો વિચાર મોજશોખના પદાર્થોમાં જ વિશેષ રીતે કાળ પસાર કર્યા કરે. તો તેવા જીવો મોટે ભાગે ચઉરીન્દ્રિય પણામાંથી એ સંસ્કાર લઇને આવ્યા છે અને અહીંથી મોટે ભાગે ત્યાં જશે અથવા તેનાથી નીચી ગતિમાં જશે એમ જ્ઞાનીઓ કહે છે. જે જીવોને મેચીંગમાં વિશેષ સમજ પડતી હોય તો આજુબાજુવાળા તેના વખાણ કરે તો પોતે આનંદ પામતો જાય છે. એટલું નહિ કોઇ પણ ચીજ કોઇને લાવવાની હોય અને તે ચોઇસ કરવા માટે પોતાને સાથે લઇ જાય અને જે પોતે ચોઇસ કરી આપે તેજ લે તો તેનો આનંદ કેવો હોય ? અને તે ચીજો ખરીદી લાવેલી જેટલો ટાઇમ તેનો ઉપયોગ કરશે તેમાં જેટલો રાગ પોષાશે તે બધાયનું પાપ એ જીવને લાગ્યા જ કરવાનું અને એમાં જ આયુષ્યનો બંધ પડે તો અહીંથી ક્યાં જવાનું? પુણ્યોદયથી ચીજ મલે તેનો વાંધો નહિ પણ આ રીતે ઇન્દ્રિયોની અનુકૂળતાનું પોષણ થાય તેમાં રાગ આસક્તિ મમત્વ વધે એ રીતે જીવન જીવવું અને એ સંસ્કાર મજબુત બનતા રહે તે રીજે જીવવાથી આત્માનું કલ્યાણ કાંઈ દેખાય ખરું? આનો અર્થ એ થાય કે પુણ્યોદયથી સામગ્રી મેળવી પાપનો પૂરવઠો વધારે એકઠો કરી આ પદાર્થોના દર્શન ન થાય એ રીતે કર્મબંધ કરી રખડપટ્ટીમાં ચાલ્યા જવાનું ! એટલે પાપનો પૂરવઠો ખૂટી ગયેલો તે ભેગો કરવા માટે આ પુણ્યની સામગ્રી મલી છે એમ કહેવાય. આ ચઉરીન્દ્રિય જીવોને પુગલોના વર્ણ જોવા માટેની જે શક્તિ મળેલી છે તેમાં અનુકૂળ પુગલો જે વર્ણમાં સારા દેખાય તેનો રાગ કરીને તેના સંસ્કાર દ્રઢ કરતો જાય છે અને જે વર્ણાદિના પુદ્ગલો પોતાને ન ગમતા હોય તેના પ્રત્યે નારાજી દ્વેષ કરીને દ્વેષ પણાના સંસ્કારો દ્રઢ કરતો જાય છે માટે મળેલી સામગ્રીમાં સાવચેતી રાખીને જીવશું તો આ સંસ્કારો જે પડેલા છે તે ઓછા થતાં થતાં નાશ પામશે અને કાંઇક આત્મિક ગુણ તરફ ઢાળ વળશે.
આ ચઉરીન્દ્રિય જીવો- માખી, મચ્છર, ડાંસ, વિછી, ભમરા, ભમરીઓ ઇત્યાદિ અનેક પ્રકારના આ જીવો જગતમાં હોય છે.
આ જીવોના ઉત્પત્તિ સ્થાનો- મોટે ભાગે તિચ્છ લોકમાં અસંખ્યાતા દ્વીપો અને અસંખ્યાતા સમુદ્રોમાં હોય છે. ઉર્ધ્વલોકમાં પાંડુકવન સુધીમાં અધોલોકમાં હજાર યોજન જલાશયોમાં તથા કુબડી વિજયોમાં તથા મનુષ્યના શરીરમાંથી નીકળતા અશુચિ પદાર્થોના ચૌદ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે અને મરે છે. મૈથુનની ક્રિયામાં પણ આ જીવો અસંખ્યાતા ઉત્પન્ન થાય છે.
ચઉરીન્દ્રિય જીવોને બે ભેદો હોય છે :(૧) અપર્યાપ્તા ચઉરીન્દ્રિય (ર) પર્યાપ્તા ચઉરીન્દ્રિય
અપર્યાપ્તા ચઉરીન્દ્રિય ભેદનું વર્ણન
Page 79 of 234
Page #80
--------------------------------------------------------------------------
________________
શરીર- અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્તનું હોય છે.
સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અસંખ્યાતા ભવો એક હજાર સાગરોપમ સુધી જન્મ મરણ કર્યા કરે છે.
પર્યાતિ- પાંચ. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાતિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છવાસ પર્યાતિ, ભાષા પર્યાપ્તિ પાંચમી અધુરી.
પ્રાણો- આઠ. આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, ચક્ષુરીન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને વચનબલ છેલ્લો અધુરો.
પર્યાપ્તા ચઉરીન્દ્રિય જીવો શરીર- જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટથી એક ગાઉ એટલે બે માઇલની કાયા હોય આવી ઉત્કૃષ્ટ કાયાવાળા આ જીવો અઢી દ્વીપની બહારના ભાગમાં અસખ્યાતા હોય છે.
આયુષ્ય- જઘન્યથી અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટથી છ માસ.
સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવ ઉત્કૃષ્ટથી જઘન્ય જઘન્ય આયુષ્યવાળાજીવો જઘન્ય મધ્યમ આયુષ્યવાળા જીવો અને મધ્યય મધ્યમ આયુષ્યવાળા જીવો જન્મ મરણ કરે તો એક હજાર સાગરોપમ સુધી કર્યા કરે પછી એક ભવ નાનો પંચેન્દ્રિયનો કરે પાછા એક હજાર સાગરોપમ સુધી ચઉરીન્દ્રિયપણાના ભવો કરે. બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ થયે એક ભવ એકેન્દ્રિયમાં જાય પાછા ચઉરીન્દ્રિય પણે ઉત્પન્ન થઇ અસંખ્યાતા ભવો એક હજાર સાગરોપમમાં કરે આ રીતે ફરતાં ફરતાં એવા ભારેકર્મી જીવો અસંખ્યાતા હોય છે કે જેઓ અસંખ્યાતી ઉત્સરપિણી અને અસંખ્યાતી અવસરપિણી સુધી જન્મ મરણ કર્યા જ કરે છે.
પર્યાતિ- પાંચ. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાતિ, ઇન્દ્રિય પર્યાતિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને ભાષા પર્યાપ્તિ.
ઉત્પત્તિના પહેલા સમયે આહાર ગ્રહણ કરી પરિણમાવે તે આહાર પર્યાપ્તિ. અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલો ગ્રહણ કરી જે શક્તિ પ્રાપ્ત કરે તે શરીર પર્યાપ્તિ. ત્યાર બાદ અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલો ગ્રહણ કરી જે શક્તિ પ્રાપ્ત કરે તે ઇન્દ્રિય પર્યાપ્તિ. ત્યાર બાદ અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી જે શક્તિ પ્રાપ્ત કે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને ત્યારબાદ અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલો ગ્રહણ કરી જે શક્તિ પ્રાપ્ત કરે તે ભાષા પર્યાપ્તિ કહેવાય છે.
પ્રાણો-આઠ. આયુષ્ય, કાયેબલ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરીન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને વચનબલ.
જયારથી આયુષ્યની શરૂઆત થાય એટલે ચઉરીન્દ્રિયપણાના આયુષ્યનો ઉદય થાય ત્યારથી ચઉરીન્દ્રિય ગણાય છે. શરીર પર્યાપ્તિ પૂર્ણ કરતાં જગતમાં રહેલા ગ્રહણ યોગ્ય દારિક વર્ગણાના પુગલોને
Page 80 of 234
Page #81
--------------------------------------------------------------------------
________________
ગ્રહણ કરી ઔદારિક શરીર રૂપે પરિણમાવી અને વિસર્જન કરવાની જે શક્તિ પેદા કરે છે તે કાયબલ કહેવાય છે.
ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે ચાર પ્રાણો એકી સાથે પેદા કરે છે. સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરીન્દ્રિય. આ ચારે ય પ્રાણોના વીશ વિષયો કે સ્પર્શેન્દ્રિયના-૮, રસનેન્દ્રિયના- પાંચ, પ્રાણેન્દ્રિયના-૨ અને ચક્ષુરીન્દ્રિયના પાંચ = ૨૦ થાય છે. તેમાં અનુકૂળ પદાર્થોમાં રાગ વધારતા જવો અને પ્રતિકૂળ પદાર્થોના વિષયોમાં દ્વેષ વધારતા જવો આ પ્રક્રિયાથી પોતાનો સંસાર વધારતા જાય છે.
શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી ઉચ્છવાસ રૂપે પરિણમાવી નિઃ શ્વાસ રૂપે વિસર્જન કરવાની જે શક્તિ પેદા કરે છે તે ઉચ્છવાસ પ્રાણ કહેવાય છે.
ભાષા પર્યાપ્ત પૂર્ણ કરે ત્યારે જગતમાં રહેલા ભાષા વર્ગણાના પુદ્ગલોને લઇને ભાષા રૂપે પરિણમાવી એટલે વચન બોલવા રૂપ પરિણમાવી વિસર્જન કરવાની જે શક્તિ પેદા થાય છે તે વચન બલ કહેવાય છે.
યોનિ- તેઇન્દ્રિય જીવોની બે લાખ હોય છે.
ચઉરીન્દ્રિય જીવોની પણ બે લાખ હોય છે. એટલે કે ઉત્પત્તિ સ્થાનો બબ્બે હજાર થાય છે.
પવર્ણ X ૨ ગંધ X ૫ ૨સ X ૮ સ્પર્શ X ૫ સંસ્થાન = ૨૦૦૦
આ બે હજારથી બે લાખને ભાગતા. સો સંખ્યા આવે છે માટે બેઇન્દ્રિયના સો ભેદ. તેઇન્દ્રિયના સો ભેદ તેમજ ચઉરીન્દ્રિયના સો ભેદ થાય છે. તે સો સો ભેદોને બબ્બે હજારથી ગુણાકાર કરતાં બબ્બે લાખ જીવાયોનિ થાય છે. આ સો સો ભેદો કયા સમજવા તે ઉલ્લેખ મલતો નથી.
જે અપર્યાપ્તા જીવો હોય છે તેઓ શ્વાસોચ્છવાસ પર્યાપ્ત પૂર્ણ થયે પરભવનું આયુષ્ય બાંધે છે અને ભાષા પર્યાપ્ત શરૂ કરી અધુરીએ મરણ પામે છે. કેટલાક જીવો ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિની શરૂઆતમાં પણ આયુષ્ય બાંધી શકે છે. મતાંતરે વિકલેન્દ્રિય અપર્યાપ્તા જીવો શ્વાસોચ્છવાસ અધુરીએ મરણ પામે છે એમ વાત છે કારણકે દરેક લબ્ધિ અપર્યાપ્તા જીવો શ્વાસોચ્છવાસ અધુરી પર્યાપ્તિએ મરણ પામે એમ કેટલાક આચાર્યો માને છે.
આ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય જીવોને વિકલેન્દ્રિય રૂપે જ્ઞાની ભગવંતોએ કહેલા છે.
સંપૂર્ણ ઇન્દ્રિયોથી ઓછી ઓછી ઇન્દ્રિયો જેને હોય તે વિકલેન્દ્રિય કહેવાય છે. આ વ્યાખ્યાથી એકેન્દ્રિય જીવો પણ આવી શકે પણ એકેન્દ્રિય જીવોને સ્થાવર તરીકે જ કહેલા હોવાથી તેઓને લીધેલ નથી માટે વિકલેન્દ્રિયથી આ ત્રણ જ ગણાય છે.
વિકલેન્દ્રિય જીવો પોત પોતાના ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે પોતાના ભવો કરે તો આઠ ભવોથી વધારે કરતા નથી એટલે કે આઠ ભવે તેઓને યોનિ બદલવી જ પડે છે. એટલે કે બેઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર વરસનું છે તો તે બાર વરસના આઠ ભવ કરે પછી નવમે ભવે બેઇન્દ્રિય પણે ઉત્પન્ન ન થઇ શકે પણ તેઇન્દ્રિયાદિ ત્રસમાં કોઇપણ થઇ શકે પછી એ ભવપૂર્ણ કરી પાછો ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે બેઇન્દ્રિય થઇ શકે એમ ઉત્કૃષ્ટ આયુષ્યના આઠ આઠ ભવ કરતાં વચમાં બીજા ભવો એક એક કરતાં એક હજાર સાગરોપમ કાળ સુધી જન્મ મરણ કર્યા કરે પછી એક અંતર્મુહૂર્તનો પંચેન્દ્રિયનો ભવ કરે. પાછા એક હજાર સાગરોપમ સુધી
Page 81 of 234
Page #82
--------------------------------------------------------------------------
________________
વિકસેન્દ્રિયના ભવો કરી શકે એ રીતે ભમ્યા કરે છે. જીવ વિચાર પુસ્તકમાં વિકલેન્દ્રિયના સંખ્યાતા ભવો સ્વકાય સ્થિતિ કહેલી છે. પણ શ્રી પન્નવણા સૂત્રમાં બે હજાર સાગરોપમ કાળ ત્રસકાય પણાનો કહેલો છે. તેમાં એક હજાર સાગરોપમ પંચેન્દ્રિય પણાનો અને એક હજાર સાગરોપમ વિકસેન્દ્રિયપણાનો કહેલો છે માટે અહીં તે વાત લખેલ છે. વિકલેન્દ્રિય જીવો મરણ પામીને મનુષ્ય પણાને પામે તે મહાવિદેહ ક્ષેત્રમાં પણ પામે તો પણ તે ભવમાં મોક્ષે જઈ શકતા નથી વધારેમાં વધારે પુરૂષાર્થ કરીને છઠ્ઠા ગુણ સ્થાનકને એટલે સંયમના પરિણામને પામી શકે છે પણ આગળના પરિણામને પ્રાપ્ત કરી શકતા નથી. એમ શ્રી પન્નવણા સૂત્રમાં કહેલ છે.
આ વાત બરાબર બેસે પણ છે કારણકે ત્રસપણાની પ્રાપ્તિથી જ જીવોને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ સતેજ થતો હોવાથી પોતાની સંજ્ઞાઓના સંસ્કારો કેટલા દ્રઢ બનાવવાનો પ્રયત્ન કરે છે તેનાથી ખ્યાલ આવી શકે છે અને વાત મજબૂત થાય છે કીડીની વાતમાં જણાવેલ છે.
પંચેન્દ્રિય જીવોનું વર્ણન
આ જીવોના મુખ્ય ચાર પ્રકારો હોય છે. (૧) નારકી (૨) તિર્યંચ (૩) મનુષ્ય (૪) દેવ.
નારકીના જીવોનું વર્ણન
નારકીઓ સાત હોય છે. તે સાતેય નરકમાં ઉત્પન્ન થવા લાયક પર્યાપ્તા હોય છે અને અપર્યાપ્તા પણ હોય છે માટે ૭+૩ = ૧૪ ભેદો નારકીના થાય છે
અહીં અપર્યાપ્ત જીવો જે કહ્યા છે તે અપર્યાપ્તાવસ્થામાં મરણ પામતા નથી પણ એ અવસ્થાને ભોગવે છે એ અર્થમાં અપર્યાપ્તા કહેલા છે. માટે આ અપર્યાપ્તાવસ્થામાં રહેલા જીવોને કરણ અપર્યાપ્તા જીવો કહેવાય
અધોલોકમાં એક એક પછી એક એક નીચેના ભાગમાં સાત પૃથ્વીઓ આવેલી છે. પહેલી રત્નપ્રભા પૃથ્વી. એક લાખ એંશી હજાર યોજન. બીજી શર્કરામભા પૃથ્વી. એક લાખ બત્રીસ હજાર યોજન. ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વી. એક લાખ અઢાવીશ હજાર યોજન. ચોથી પંકપ્રભા પૃથ્વી. એક લાખ વીશ હજાર યોજન. પાંચમી ધૂમપ્રભા પૃથ્વી. એક લાખ અઢાર હજાર યોજન. છઠ્ઠી તમઃ પ્રભા પૃથ્વી. એક લાખ સોળ હજાર યોજન. અને
સાતમી તમસ્તમઃ પ્રભા પૃથ્વી એક લાખ આઠ હજાર યોજન જાડાઇવાળી હોય છે. પહોળાઇમાં પહેલી એક રાજ પહોળી, બીજી બે રાજ પહોળી, ત્રીજી ત્રણ રાજ પહોળી, ચોથી ચાર રાજ પહોળી, પાંચમી પાંચ રાજ પહોળી, છઠ્ઠી છ રાજ પહોળી અને સાતમી સાત રાજ પહોળી હોય છે.
Page 82 of 234
Page #83
--------------------------------------------------------------------------
________________
સાત નારકીઓનાં નામો :- ૧- ધમ્મા, ૨- વંશા, ૩- શેલા, ૪- અંજના, ૫- રિષ્ટા, ૬- મઘા અને ૭માઘવતી નામની છે.
દરેક પૃથ્વીની જાડાઇમાં પ્રતિરો અને આંતરા આવેલા હોય છે. જેમ મકાનને મજલા-માળ હોય તે માળથી ઉપરના બીજા માળનો ભેદ પાડનાર ભારવટ-ગડર આદિથી માળ જડાય છે. તે ભારવટીયા કે જડતર જેવો પ્રતર સમજવો. દરેક પ્રકરથી બીજા પ્રતરના વચમાં આંતરૂં હોય છે. દરેક પ્રતરની જાડાઈ ત્રણ હજાર યોજન હોય છે. ઉપરના હજાર યોજન અને નીચેના હજાર યોજન ગાઢ છે અને વચલા હજાર યોજનમાં પોલાણ હોય છે. જેમાં નરકાવાસો આવેલા છે. દરેક નરકાવાસની ઉંચાઈ એક હજાર યોજન હોય છે પણ ઉપરના ભાગમાં શિખરાકારે-ઘુમ્મટાકારે કે અણીવાળા થતા હોવાથી સકુચિત વિસ્તારે હોય છે.
પહેલી રત્નપ્રભા પૃથ્વી અને નારકીનું વર્ણન.
જંબુદ્વીપના બરાબર મધ્ય ભાગમાં મહાવિદેહક્ષેત્ર આવેલું છે. તે મહાવિદેહ ક્ષેત્રની બરાબર મધ્યમાં મેરૂ પર્વત આવેલો છે. તે મેરૂ પર્વતની સમભૂતલા નામની પૃથ્વીની સપાટી જે હોય છે ત્યાંથી રત્નપ્રભા પૃથ્વીની શરૂઆત ગણાય છે કે જે ૧૮0000 યોજન જાડાઇવાળી આવેલી છે તેના ત્રણ કાંડ કહેલા છે. પહેલો સોળ હજાર યોજન વાળો રત્ન કાંડ આવેલો છે. તેમાં એક એક હજાર યોજનમાં જુદી જુદી જાતનાં એટલે સોળ જાતનાં રત્નો આવેલા છે એટલે છૂટા છૂટા રહેલા હોય છે. તેથી રત્નકાંડ કહેવાય છે. પછી બીજો ૮૪000 (ચોરાસી હજાર) યોજનાનો અંક કાંડ આવેલો છે તેમાં મોટાભાગે કાદવ વિશેષ રહેલો છે અને ત્રીજો છેલ્લો જલકાંડ તે એંશી હજાર (20000) યોજનનો આવેલો છે કે જેમાં વિશેષ રીતે જલ ભરેલું હોય છે. આ રીતે પહેલી પૃથ્વી ૧૬OO0 + ૮૪000 + ૮OOOO યોજન = એક લાખ એંશી હજાર યોજન થાય છે. (૧૮OOOO)
આ પૃથ્વીના એક હજાર યોજન ઉપરના છોડીને અને એક હજાર યોજન નીચેના છોડીને બાકીના એક લાખ અઢોત્તેર હજાર (૧૭૮૦૦૦) યોજનને વિષે પહેલી નારકીના તેર પ્રતિરો આવેલા છે. તે દરેક પ્રતરોની વચમાં વચમાં આંતરૂં રહેલું હોય છે માટે તેર પ્રતરના આંતરા બાર થાય છે. એ જે તેર પ્રતિરો આવેલા છે તેમાં વચમાં પોલાણ ભાગ રહેલો હોય છે તે પોલાણ ભાગમાં નરકવાસો આવેલા છે આ તેર પ્રતરો પહોળાઇમાં એક રાજ પહોળા હોય છે. એક રાજ એટલે અસંખ્યાતા કોટાકોટી યોજન થાય છે. આ દરેક પ્રતરો ત્રણ હજાર યોજન ઉંચાઇ વાળા હોય છે તેમાં વચલા હજાર યોજનમાં પોલાણ ભાગ હોય છે ત્યાં નરકાવાસો આવેલા છે.
ચૌદરાજલોક રૂપ જગતને વિષે મધ્યમાં એક લાખ યોજનનો જંબુદ્વીપ નામનો દ્વીપ આવેલો છે તેમ ઉર્ધ્વલોકમાં સર્વાર્થ સિધ્ધ નામનું વિમાન તેજ સપાટી ઉપર બરાબર એક લાખ યોજનનું આવેલું છે તેવી જ રીતે અધોલોકમાં તેજ સપાટીથી બરાબર નીચેના ભાગમાં સાતમી નારકીનો વચલો મધ્યભાગમાં રહેલો અપ્રતિષ્ઠાન નામનો નરકાવાસ આવેલો છે. જેવી રીતે ચૌદરાજલોક રૂપ જગતને વિષે બરાબર મધ્ય ભાગમાં પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણ મનુષ્ય લોક આવેલો છે. તેવી જ રીતે ઉર્ધ્વલોકમાં બરાબર એ જ સપાટીએ પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણ સિધ્ધશીલા નામની પૃથ્વી આવેલી છે કે જે જીવો મનુષ્યલોકમાંથી જે સ્થાનેથી સિધ્ધ
Page 83 of 234
Page #84
--------------------------------------------------------------------------
________________
ગતિમાં જાય તે સિધી સપાટીએ બરાબર ત્યાં ઉર્ધ્વલોકમાં ઉપર જ પહોંચી જાય છે. તેવી જ રીતે અધોલોકમાં પહેલી નારકીનો પહેલો સીમંતક નામનો નરકવાસ પીસ્તાલીશ લાખ યોજનની બરાબર સપાટી રૂપે આવેલો છે. આ રીતે પીસ્તાલીશ લાખ યોજનની ત્રણ વસ્તુઓ જગતમાં શાશ્વત રૂપે રહેલી છે. એક લાખ ૭૮ હજાર જાડાઇવાળી પૃથ્વીમાં જે તેર પ્રતરો આવેલા છે તે એક એક ત્રણ-ત્રણ હજાર યોજનવાળા છે. એટલે ૧૩ X ૩ હજાર = ૩૯000 યોજન થયા અને બાર આંતરા જે આવેલા છે તે એક એક પ્રતરના વચલા ભાગમાં આંતરા રૂપે પૃથ્વીનો ભાગ ૧૧૫૮૩ યોજન અને એક યોજનનાં ત્રણ ભાગ કરી તેમાંનો ૧/૩ ભાગ અધિક યોજનના હોય છે એટલે કે એક એક આંતરું એટલા યોજનવાળું હોય છે માટે બાર આંતરાથી ગુણાકાર કરતાં ૧૭૮000 યોજન પૃથ્વી બરાબર થઇ જાય છે. આ તેર પ્રાતરોમાં પહેલી નારકીના નરકાવાસો ત્રીસ લાખ આવેલા છે તેમાં કેટલાક સંખ્યાતા યોજનવાળા હોય છે અને કેટલાક અસંખ્યાતા યોજનવાળા હોય છે જે સંખ્યાતા યોજનવાળા નરકાવાસો છે તેમાં નાનામાં નાનો જંબુદ્વીપના ભરત ક્ષેત્રના માપવાળો એટલે પર૬ યોજન અને ઉપર ૬ કલા અધિક વાળો હોય છે.
જે સંખ્યાતા યોજનવાળા નરકાવાસો હોય છે તેમાં સંખ્યાતા નારકીના જીવો હોય છે. અને જે અસંખ્યાતા યોજનવાળા નરકાવાસો હોય છે તે દરેક નરકાવાસમાં અસંખ્યાતા-અસંખ્યાતા નારકીના જીવો હોય છે. આથી પહેલો સીમંતક નામનો નરકાવાસ મધ્યમાં પીસ્તાલીશ લાખ યોજનના રહેલો છે તેમાં સંખ્યાતા નારકીના જીવો હોય છે. એક નરકાવાસ થી બીજા નરકાવાસનું આંતરું કેટલાક સંખ્યાતા યોજના અંતરે રહેલા હોય છે. કેટલાક અસંખ્યાતા યોજનાના આંતરે રહેલા હોય છે. કોઇ નિશ્ચિત માપરૂપે તેનું આંતરૂં હોતું નથી.
નારકીઓનો ઉપપાત (જન્મ) કુંભમાં થાય છે શરીર વૈકીય હોય છે.
વેદના પરમાધામી કૃત પહેલી ત્રણ નરક સુધી મતાંતરે ચાર નારકી સુધી હોય છે. પરસ્પર સંબંધી વેદના બે પ્રકારે છે. પહેલી શસ્ત્ર સંબંધી એ પાંચ નારકી સુધી હોય છે અને બીજી શરીર સંબંધી પરસ્પર વેદના છ નારકી સુધી હોય છે મતાંતરે સાતમી નારકીમાં પણ હોય છે. ક્ષેત્ર વેદના સાતે નારકીમાં હોય છે પણ પહેલી નારકી કરતાં બીજી નારકીમાં તીવ્ર વેદના ત્રીજી નારકીમાં તેનાથી તીવ્ર વેદના એમ દરેકમાં તીવ્ર તીવ્રરૂપે વેદના હોય છે.
બંધન રૂપ વેદના- પ્રત્યેક ક્ષણે થતું આહારાદિક પુદ્ગલોનું એટલે જુદા જુદા ઘણી જાતનાં પુદ્ગલોના પ્રકારનું બંધન હોય છે. તે જાજવલ્યમાન અગ્નિથી પણ અત્યંત ભયંકર (દારૂણ) હોય છે. ૨.ગતિ- રાસલ = ગધેડો અને ઉંટથી પણ અત્યંત ખરાબ અને તપાવેલા લોખંડ ઉપર પગ મુકીએ તેથી પણ અતિ દુઃખ દાયક ૩. સંસ્થાન = આકાર પાંચ કપાયેલા અંડજ પક્ષીથી પણ ખરાબ આકાર હોય છે. ૪. ભેદ- કુંભી આદિમાંથી શરીરના પુદ્ગલોને ખેંચવાનું છૂટા પડવાનું એટલે છૂટા પાડવાનું શસ્ત્રથી ખેંચે તેનાથી પણ અતિ દુઃખદાયક રૂપે હોય છે.
Page 84 of 234
Page #85
--------------------------------------------------------------------------
________________
૫ વર્ણ- અતિ બિભત્સ ભીષણ અને મલિન હોય છે. ભીષણ એટલે ભયંકર. ઉત્પન્ન થવાના નરકાવાસો બારી જાળી વગરના અશુચિવાળા એટલે ભયંકર વાસ મારે એવા પુદ્ગલોથી યુક્ત એટલે વિષ્ટા અને પરૂ જેવા પુદ્ગલોથી યુક્ત એવી ભૂમિતલવાળા નરકાવાસો હોય છે.
ગંધ- જ્યાં રહેતા હોઈએ ત્યાં ચારે બાજુ સિંહ, વાઘ વગેરેનાં મરેલા કલેવરો પડેલા હોય અને તે ગંધાઈ ઉઠે એટલે એક દિવસ, બે દિવસ, અઠવાડીયા પંદર દિવસથી ગંધાઇ ઉઠે અને જેવી દુર્ગધ મારે તેનાથી પણ અધિક અશુભતર દુર્ગધવાળા પુદ્ગલોથી યુક્ત હોય છે.
૭ રસ- લીમડાની ગળોથી પણ અત્યંત કટુ રસવાળા હોય છે. ૮ સ્પર્શ- અગ્નિ અને વિછીનો ડંખ તેનાથી પણ અતિ ભયંકર દુઃખ ઉત્પન્ન કરે એવો સ્પર્શ હોય છે. ૯ અગુરૂ લઘુ પુદ્ગલ પરિણામ હોવા છતાં તીવ્ર દુઃખના આશ્રય ભૂત અતિવ્યથાને પેદા કરનારા હોય
૧૦ શબ્દ સતત પીડાતા પચાતા નારકોના આકંદ એટલે અવાજ વાળા શબ્દો અતિ કરૂણા ઉપજાવે તેવા હોય છે. આ સિવાયની બીજી પણ દશ પ્રકારની વેદના પણ હોય છે.
શીત-ઉષ્ણ-ક્ષુધા = ભૂખ. ખરજ (ચળ) તૃષા = તરસ.
પરવશતા (આશ્રય વગરના) જવર = મનુષ્યથી અનંત ગુણો અધિક સખત તાવ હોય છે. દાહ, ભય અને શોક આ બધા પણ અનંતગુણા અધિક હોય છે.
| શિતોષ્ણ વેદના- ઉષ્ણ ક્ષેત્રમાં યોનિ હિમાલયથી પણ અધિક શીત હોય છે અને શીત ક્ષેત્રમાં યોનિ સળગતા ખેરના અંગારાથી પણ અધિક ઉષ્ણ હોય છે. જેથી પહેલી નારકીમાં તીવ્ર ઉષ્ણ વેદના બીજીમાં તીવ્રતર ઉષ્ણ વેદના ત્રીજીમાં તીવ્રતમ ઉષ્મ વેદના અને ચોથીમાં શરૂઆતના પ્રતિરોમાં અત્યંત તીવ્રતમ ઉષ્ણવેદના હોય અને ચોથીના નીચલા પ્રતરોમાં અતિ શીત વેદના પાંચમી નારકીમાં તીવ્રતર શીત વેદના છઠ્ઠી નારકીમાં તીવ્રતમ શીત વેદના અને સાતમી નારકીમાં અત્યંત તીવ્રતમ વેદના હોય છે. આ વેદનાઓ ક્રમસર અનંતગુણ અનંતગુણ અધિક હોય છે.
છઠ્ઠી અને સાતમી નારકીમાં સમયે સમયે પ૬ ૮૯૯૫૮૪ આટલા રોગો કાયમ હોય છે. પાંચ કરોડ અડસઠ લાખ નવ્વાણું હજાર અને પાંચસો ચોર્યાશી રોગો કાયમ હોય છે.
શસ્ત્ર સંબંધી વેદના નારકો અન્યોન્ય લડે ત્યારે અને પરમાધામીઓ કરે ત્યારે હોય છે.
નારકીઓને કવલાહાર નથી પણ ઇચ્છા થતાં જ અશુભ પુદ્ગલોના પરિણમનનો અનુભવ થાય છે અને આહાર રૂપે પરિણમે છે. આ આહાર અત્યંત પીડા કરે છે અને પાછી ક્ષણમાં તીવ્ર સુધા એટલે ભૂખ અને તૃષા એટલે તરસ ઉત્પન્ન થાય છે આ ભૂખ અને તરસનું દુઃખ ભવના અંત સુધીનું હોય છે. એટલે જ જ્ઞાનીઓ કહે છે કે નારકીના જીવને ભુખની વેદના કેટલીકે જગતમાં રહેલા ખાવા યોગ્ય બધા પદાર્થો એક જ જીવને ખવડાવી દેવામાં આવે તો પણ ક્ષણ પછી ભૂખ એવી સખત લાગે છે કે જેના પરિણામે અત્યંત વેદના થયા કરે છે માટે આ જીવોની ભૂખ કદી શમતી જ નથી એવી જ રીતે નારકીના જીવોને તરસ પણ એવી જોરદાર હોય છે કે જગતમાં રહેલા બધા સમુદ્રો અને જયાં જયાં દ્વીપોમાં રહેલું બધું પાણી પીવડાવી દેવામાં આવે તો પણ તે
Page 85 of 234
Page #86
--------------------------------------------------------------------------
________________
જીવોની તરસ છીપાતી નથી અર્થાત્ સદા માટે તરસ્યાને તરસ્યા જ રહે છે. આ ભૂખ અને તરસ ત્યાં ઉત્પન્ન થયા પછી જ્યાં સુધી ત્યાંથી મરણ ન પામે ત્યાં સુધી ચાલુ જ રહે છે. આના ઉપરથી વિચાર કરો કે અત્યારે આપણને ભૂખ ન લાગે તો પણ ખાવાનું ચાલુ છે તરસ ન લાગે તો પણ પીણા પીવાના પાણી પીવાનું ચાલુ છે અને જો નરકમાં જઈ ચઢ્યા તો ત્યાં થશે શું? અહીંયા થોડો કાળ પણ ભૂખ અને તરસ સહન ન થાય તો નરકમાં જઇશું અને સહન નહિ થાય તો પણ ઓછામાં ઓછા દશ હજાર વરસ અને ઉત્કૃષ્ટથી અહીંથી મરીને જઇએ તો ત્રણ સાગરોપમ સુધીમાં જવું પડે છે તો ત્યાં શું કરશું? કદાચ ત્યાં જવું પડે અને જવાય તો એવા દુઃખમાં સમાધિ જાળવી શકાય એવો પ્રયત્ન કરવાનું કામ અહીંયા ચાલુ છે ? જો ન હોય તો તેનો અભ્યાસ પાડવાનું કામ શરૂ કરશું તો જ કામ થશે ! માટે અહીંયા જ્યાં સુધી ભુખ ન લાગે ત્યાં સુધી ખાવું નહિ અને આગળ વધીને ગમે તેટલી ભૂખ લાગી હોય તો પણ જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી સહન કરવાની ટેવ પાડીશું તોજ કલ્યાણ થશે ! એવી જ રીતે તરસ ન લાગે ત્યાં સુધી પાણીનો ઉપયોગ ન કરવો જોઇએ એનાથી આગળ વધીને તરસ લાગે કે તરતજ પાણી પીવું નહિ પણ જ્યાં સુધી સહન શક્તિ હોય ત્યાં સુધી સહન કરવી અને ન જ ચાલે તો પછી પાણીનો ઉપયોગ કરવો આનાથી સહન શક્તિ વધતા કદાચ નરકમાં જવાનું થાય તો ત્યાં સમાધિ જાળવી શકાય આ સહન શક્તિ પેદા થઈ શકે છે. આ સહન કરતા કરતા જો સારા ભાવો પેદા થઇ જાય તો જ્ઞાની કહે છે કે કર્મોના ભુક્કા બોલાઇ જાય છે જો સહન શક્તિ નહિ કેળવીએ તો ભૂખ અને તરસ નારકીમાં વેઠવા છતાં જે કર્મોનો નાશ થાય છે તેના કરતાં આહાર અને પાણીની આશા અને ઇચ્છાથી વિશેષ કર્મ બંધ કરીને સંસારની વૃધ્ધિ થયા કરે છે.
નરકગતિમાં જવાલાયક કર્મ જીવને રૌદ્ર ધ્યાનના પરિણામથી બંધાય છે. રૌદ્ર એટલે ભયંકર ભયંકર કોટિના પરિણામ તે રૌદ્ર કહેવાય છે તે પરિણામની એકાગ્રતા પેદા થવી ટકવી તે રૌદ્રધ્યાન કહેવાય છે. આજે લગભગ મોટોભાગ ભયંકર પરિણામને એ રીતે માને છે કે કોઈનું પડાવી લઇએ કોઇનું ખૂન કરી નાંખીએ કોઇને મારવાના વિચારો વારંવાર કરીએ ભયંકર કોટિના જૂઠના ચોરીના પાપો કરી અને વ્યભિચાર આદિ સેવન વગેરેના વિચારો કરીએ અને ઘણાંના પરિગ્રહોને એટલે પૈસા મિલ્કત વગેરેને પડાવીને ભેગી કરી તે ભયંકર કહેવાય છે. એવું તો આપણે કરતા નથી માટે આપણને રૌદ્ર ધ્યાનનાં પરિણામ આવતા નથી. આથી આવું દુઃખ ભોગવવા લાયક નરક ગતિ આપણને બંધાય નહિ. પણ જ્ઞાનીઓ કહે છે કે એતો ભયંકર વિચારો તો છે જ પણ તે સિવાયના બીજા વિચારોને ભયંકર કોટિના કહ્યા છે તે ખબર છે? કે પુણ્યના ઉદયથી અનુકૂળ પદાર્થો જે મલ્યા છે તેના પ્રત્યેની અત્યંત આસક્તિ કરવી અત્યંત રાગ રાખવો અધિક મેળવવાના વિચારોમાં લીન થઈ મહેનત કર્યા કરવી જેટલું મલે તેટલું ઓછું જ લાગ્યા કરે અને એનાથી આગળ વધીને સામાન્ય ચીજ આપણી પાસે હોય પણ તેના પ્રત્યેનો અત્યંત રાગ અને મમત્વ જોરદાર હોય તેના વિચારામાં લીનતા પૂર્વક રહેતા હોઇએ છીએ. તો તે પણ રૌદ્ર ધ્યાન કહેવાય છે. જેમ કે કોઇ મુહપત્તિ હોય અથવા બોલપેન હોય પણ તે મુહપત્તિનું કાપડ ફોરેનનું હોય અને પેન પણ ફોરેનની હોય તેના પર મમત્વ કરી સાચવી રાખી જોયા કરીએ અને રાજી થયા કરીએ જે મલે તેને વાતો કર્યા કરોએ મારી પાસે કિંમતી ચીજ છે એમ વિચાર કરી રાગ અને મમત્વની જેટલી એકાગ્રતા થાય તે રૌદ્ર ધ્યાન કહેવાય. તેનાથી જીવો નરક ગતિને લાયક કર્મ બંધ કર્યા કરે છે.
Page 86 of 234
Page #87
--------------------------------------------------------------------------
________________
આથી જ્ઞાની ભગવંતો કહે છે કે અનુકૂળ પદાર્થની એક સેકંડ ઇચ્છા કરવામાં આવે તો ના૨કીના જીવો એકસઠ લાખ પંદર હજાર પાંચસોને પીસ્તાલીશ પલ્યોપમ સુધી જેટલું દુઃખ વેઠે છે તેટલું દુઃખ વેઠવા લાયક કર્મ બંધાયા કરે છે માટે જ જેટલા અનુકૂળ પદાર્થોમાં રાગાદિ ન થાય એની કાળજી રખાય એટલુંજ આત્મા કલ્યાણ સાધી શકે છે.
પહેલી નારકી અપર્યાપ્તા જીવો
શરીર- અંગુલના અસંખ્યાતા ભાગ જેટલું હોય છે.
આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્તનું હોય છે. કારણકે અપર્યાપ્તા જીવોની અવસ્થાનો કાળ એટલો જ હોય છે. અહીં અપર્યાપ્તાનું અંતર્મુહૂર્તનું આયુષ્ય કહ્યું કે કાળ અવસ્થાના કારણે પણ અધુરી અપર્યાપ્તિએ મરણ પામે એ અપેક્ષાએ નથી. કારણકે આ જીવો અપર્યાપ્તાવસ્થામાં મરણ પામતા નથી. કરણ અપર્યાપ્તા હોય છે. સ્વકાય સ્થિતિ- આ જીવોની સ્વકાય સ્થિતિ હોતી નથી કારણકે નારકી મરીને નારકી થતાં નથી. પર્યાપ્તિ- ૬. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા-પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ હોય છે. પ્રાણ-૧૦. આયુષ્ય, કાયબલ. પાંચ ઇન્દ્રિય. શ્વાસોચ્છવાસ, વચનબલ અને મનબલ રૂપે દશ પ્રાણો હોય છે.
કરાય છે.
પહેલી નારકી પર્યાપ્તા જીવો
આ નારકીમાં તેર પ્રતરો હોય છે માટે તેર પ્રતરોમાં જુદી જુદી અવગાહના વગેરે હોય છે માટે તે વર્ણન
પહેલા પ્રતરમાં રહેલા જીવોને :- સીમંત નામનો પ્રતર શરીર- ત્રણ હાથનું હોય છે. આયુષ્ય- જઘન્ય દશ હજાર વરસ. ઉત્કૃષ્ટ નેવું હજાર વર્ષ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬. પ્રાણો-૧૦ હોય છે.
બીજા પ્રતરમાં રહેલા જીવોને :- રોરૂક નામનો પ્રત૨. શરીર- એક ધનુષ્ય-એક હાથ અને સાડા આઠ અંગુલ, આયુષ્ય નેવું લાખ વરસ હોય છે.સ્વકાસ્થિતિ- નથી. પર્યાપ્તિ-૬. પ્રાણો-દશ.
ત્રીજા પ્રતરમાં રહેલા જીવોને :- ભ્રાન્ત નામનો પ્રતર. શરીર-૧ ધનુષ્ય- ત્રણ હાથ અને ૧૭ અંગુલ. આયુષ્ય પૂર્વક્રોડ વરસ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦
ચોથા પ્રતરમાં રહેલા જીવોને :- ઉદ્શાન્ત નામનો પ્રતર. શરીર- બે ધનુષ, બે હાથ, ૧|| અંકુલ. આયુષ્ય ૧/૧૦ સાગરોપમ સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦,
પાંચમા સંભ્રાત પ્રતરમાં રહેલા જીવોને :- શરીરની ઉંચાઇ- ૩ ધનુષ અને ૧૦ અંગુલ. આયુષ્ય ૧૫ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦ હોય છે.
છઠ્ઠા અસંભ્રાન્ત પ્રતરમાં રહેલા જીવોને :- શરીરની ઉંચાઇ- ૩ ધનુષ, ૨ હાથ અને ૧૮ ॥ અંગુલ. આયુષ્ય- ૩/૧૦ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦.
સાતમા વિભ્રાન્ત પ્રતરમાં રહેલા જીવોને :- શરીરની ઉંચાઇ ચાર ધનુષ, એક હાથ, ત્રણ અંગુલ. આયુષ્ય- ૨/૫ સાગરોપમ, સ્વકાય સ્થિતિ- નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦,
આઠમા તપ્ત પ્રતરમાં રહેલા જીવોને ઃ- શરીરની ઉંચાઇ- ચાર ધનુષ, ત્રણ હાથ, સાડા અગ્યાર અંગુલ. આયુષ્ય- ૧/૨ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦.
Page 87 of 234
Page #88
--------------------------------------------------------------------------
________________
નવમા શીત પ્રતરમાં રહેલા જીવોને :- શરીરની ઉંચાઇ- પાંચ ધનુષ્ય, એક હાથ, વીશ અંગુલ. આયુષ્ય- ૩/૫ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાણિ-૬, પ્રાણો-૧૦.
દશમા વક્રાન્ત પ્રતરમાં રહેલા જીવોને :- શરીરની ઉંચાઇ- છ ધનુષ અને સાડાચાર અંગુલ. આયુષ્ય૭/૧૦ સાગરોપમ. સ્વકીય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦.
અગ્યારમા અવકાન્ત પ્રતરમાં રહેલા જીવોને :- શરીરની ઉંચાઇ- છ ધનુષ્ય, બે હાથ અને તેર અંગુલ. આયુષ્ય- ૪૫ સાગરોપમ. સ્વકીય સ્થિતિ નથી. પર્યાણિ-૬, પ્રાણો-૧૦.
બારમા વિક્રાન્ત પ્રતરમાં રહેલા જીવાને :- શરીરની ઉંચાઈ- સાત ધનુષ અને સાડા એક વીશ અંગુલ. આયુષ્ય- ૯ ૧૦ સાગરોપમ. સ્વકીય સ્થિતિ નથી. પર્યાણિ-૬, પ્રાણો-૧૦ હોય છે.
તેરમા રોરૂક પ્રતરમાં રહેલા જીવોને :- શરીરની ઉંચાઈ- ૭ ધનુષ પ્રાણ, ત્રણ હાથ, છ અંગુલ હોય છે. આયુષ્ય- ૧ સાગરોપમ સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬ અને પ્રાણો દશ હોય છે.
આ છેલ્લો પ્રતર પૂર્ણ થાય છે. આ દરેક પ્રતરની વચમાં વચમાં આંતરું હોય છે. તે આંતરૂં ૧૧૫૮૩ ૧/૩ યોજનાનું હોય છે. માટે તેર પ્રતરની વચમાં બાર આંતરા થાય છે. જેમ પાંચ આંગળમાં વચમાં આંતરા ચાર થાય છે. એની જેમ આ બાર આંતરાનો પહેલો અને છેલ્લો એમ બે આંતરા છોડીને વચલા દશ આંતરા જે રહ્યા તેમાં એક એક આંતરામાં ભવનપતિ દેવોના આવાસો આવેલા હોય છે અને તેની સાથે સાથે પરમાધામી દેવોના પણ આવાસો આવેલા હોય છે. પછી એક હજાર યોજન સુધી પૃથ્વીનો ભાગ હોય છે. ત્યાર પછી પહેલી રત્નપ્રભા પૃથ્વી પર્ણ થાય.
આ રત્નપ્રભા પૃથ્વી પૂર્ણ થતાં ચારે બાજુથી વીંટળાઇને વીશ હજાર યોજન સુધી ઘનોદધિ આવેલો છે તેના પછી અસંખ્ય યોજન સુધી ઘનવાત આવેલો છે તેના પછી અસંખ્ય યોજન સુધી તનવામાં આવેલો છે અને તે પૂર્ણ થાય પછી અસંખ્ય યોજન સુધી આકાશ આવેલું છે એટલે ખાલી જગ્યા આવેલી છે તેના પછી જ બીજી પૃથ્વી શરૂ થાય છે.
બીજી શર્કરા પ્રભા પૃથ્વીનું વર્ણન
આ પૃથ્વી એક લાખ બત્રીસ હજાર (૧૩૨000) યોજન ઉંચાઇવાળી છે અને પહોળાઇમાં બે રાજવાળી છે તેમાં વચલા એક રાજમાં જ પોલાણ ભાગ હોવાથી નારકીના જીવો એક રાજમાં જ રહેલા હોય છે. બાકીનો એક રાજ યોજન જે છે તેમાંથી અડધો રાજ પૂર્વ તરફ અને અડધો રાજ પશ્ચિમ તરફ રહેલો હોય છે. આ પૃથ્વીમાં ૧૧ પ્રતરો હોય છે. દરેક પ્રતરની ઉંચાઇ ત્રણ હજાર યોજનાની હોય છે.
બીજી નારકી અપર્યાપ્ત જીવોને વિષે શરીરની ઉંચાઈ- અંગુલનો અસંખ્યાતમો ભાગ
આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્ત. અપર્યાપ્તાવસ્થા રૂપે. સ્વકીય સ્થિતિ નથી. પર્યાણિ-૬, પ્રાણો-૧૦ હોય છે.
પર્યાપ્તા બીજી નારકીને વિષે
Page 88 of 234
Page #89
--------------------------------------------------------------------------
________________
આ બીજી પૃથ્વીના એક હજાર યોજન ઉપરના અને એક હજાર યોજન નીચેના છોડીને વચલા એક લાખ ત્રીશ હજાર યોજનને વિષે અગ્યાર પ્રતર હોય છે.
પહેલા સ્ટનિત પ્રતરને વિષે :- શરીરની ઉંચાઇ- સાત ધનુષ, ત્રણ હાથ અને છ અંગુલ. આયુષ્ય- ૧ ૨/૧૧ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦ હોય છે.
બીજા સ્તનક પ્રતરને વિષે :- શરીરની ઉંચાઇ- આઠ ધનુષ, બે હાથ અને નવ અંગુલ. આયુષ્ય- ૧ ૪/૧૧ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦.
ત્રીજા મનક નામના પ્રતરને વિષે :- શરીરની ઉંચાઇ- નવ ધનુષ, એક હાથ, બાર અંગુલ. આયુષ્ય- ૧ ૬/૧૧ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦.
ચોથા વનક નામના પ્રતરને વિષે :- શરીરની ઉંચાઇ- દશ ધનુષ અને પંદર અંગુલ. આયુષ્ય- ૧ ૮/૧૧ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦ હાય છે.
પાંચમા ઘટટ નામના પ્રતરને વિષે :- શરીરની ઉંચાઇ- દશ ધનુષ્ય, ત્રણ હાથ, અઢાર અંગુલ. આયુષ્ય- ૧ ૧૦ ૧૧ સાગરોપમ, સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦.
છઠ્ઠા સંઘટટ નામના પ્રતરને વિષે :- શરીરની ઉંચાઇ- ૧૧ ધનુષ, ૨ હાથ, ૨૧ અંકુલ. આયુષ્ય- ૨ ૧/૧૧ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ- ૬, પ્રાણો-૧૦.
સાતમા જીવ્ઝ નામના પ્રતરને વિષે :- શરીરની ઉંચાઇ- બાર ધનુષ્ય, બે હાથ હોય છે. આયુષ્ય- ૨ ૩૧૧ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦.
આઠમા અપજીવ્ઝ પ્રતરને વિષે :- શરીરની ઉંચાઇ- તેર ધનુષ, એક હાથ, ત્રણ અંગુલ. આયુષ્ય- ૨ ૫/૧૧ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ- ૬, પ્રાણો-૧૦.
નવમા લોલ નામના પ્રતરને વિષે :- શરીરની ઉંચાઇ- ચૌદ ધનુષ, છ અંગુલ. આયુષ્ય- ૨ ૭/૧૧ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦.
દશમા લોલાવર્ત નામના પ્રતરને વિષે :- શરીરની ઉંચાઇ- ચૌદ ધનુષ, ત્રણ હાથ, નવ અંકુલ. આયુષ્ય- ૨ ૯/૧૧ સાગરોપમ, સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦.
અગ્યારમા સ્તન લોલુપ નામના પ્રતરને વિષે :- શરીરની ઉંચાઇ- ૧૫ ધનુષ, ૨ હાથ, ૧૨ અંગુલ. આયુષ્ય- ૩ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણ-૧૦ હોય છે.
આ પ્રતરોની વચમાં વચમાં એક એક આંતરું હોય છે. એમ દશ આંતરા હોય છે. તે દરેક આંતરા ૯૭૦૦ યોજનના હોય છે તે ભાગમાં કાંઇ હોતું નથી ખાલી પોલાણ ભાગ જ હોય છે.
આ અગ્યારમું પ્રતર પૂર્ણ થતાં બીજી પૃથ્વીના એક હજાર યોજન છોડેલો ભાગ આવે છે. તે પૃથ્વી પૂર્ણ થતાં તેને વીંટળાઇને વીશ હજાર યોજનનો થનોદધિ આવેલો છે. તેના પછી અસંખ્ય યોજન સુધી ઘનવાત તેના પછી અસંખ્ય યોજન સુધી તનવાત તેના પછી અસંખ્ય યોજન સુધી આકાશ આવેલું હોય છે. તેના પછી ત્રીજી પૃથ્વીની શરૂઆત થાય છે.
ત્રીજી વાલુકા પ્રભા ૧૨૮૦૦૦ યોજન જાડાઇવાળી પૃથ્વી.
Page 89 of 234
Page #90
--------------------------------------------------------------------------
________________
આ પૃથ્વીમાં નવ પ્રતરો આવેલા છે તેનાં આંતરા આઠ હોય છે તે એક એક આંતરું ૧૨૩૭૫ યોજનનું હોય છે અને દરેક પ્રત૨ ત્રણ ત્રણ યોજનનું હોય છે.
આ નારકીના ૧૨૮૦૦૦ યોજનમાંથી ઉપરના હજાર યોજન અને નીચેના હજાર યોજન છોડી દઇને બાકીના ૧૨૬૦૦૦ યોજનમાં નવ પ્રતરો આવેલા હોય છે.
અપર્યાપ્તા ત્રીજી નારકીના જીવોને વિષે શરીરની ઉંચાઇ- અંગુલનો અસંખ્યાતમો ભાગ. આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્ત. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦,
પર્યાપ્તા ત્રીજી નારકીના જીવોને વિષે
પહેલા તપ્ત નામના પ્રતરને વિષે :- શરીરની ઉંચાઇ- ૧૫ ધનુષ, ૨ હાથ, બાર અંગુલ. આયુષ્ય- ૩ ૪૯ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦.
બીજી તપિત નામના પ્રતરને વિષે :- શરીરની ઉંચાઇ- ૧૭ ધનુષ, ૨ હાથ, ૭ I અંકુલ. સ્વકાય સ્થિતિ નથી. આયુષ્ય- ૩ ૮૯ સાગરોપમ. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦.
ત્રીજા તપન નામના પ્રતરને વિષે :- શરીરની ઉંચાઇ- ૧૯ ધનુષ, ૨ હાથ, ૩ અંગુલ. આયુષ્ય- ૪ ૩/૯ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ- ૬, પ્રાણો-૧૦.
ચોથા તાપન નામના પ્રતરને વિષે :- શરીરની ઉંચાઇ- ૨૧ ધનુષ, ૧ હાથ, ૨૨ || અંગુલ. આયુષ્ય૪ ૭/૯ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦.
-
પાંચમા નિદાધ નામના પ્રતરને વિષે :- શરીરની ઉંચાઇ- ૨૩ ધનુષ, ૧ હાથ, ૧૮ અંગુલ. આયુષ્ય૫ ૨૯ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦.
છઠ્ઠા પ્રજવલિત નામના પ્રતરને વિષે :- શરીરની ઉંચાઇ- ૨૫ ધનુષ, ૧ હાથ, ૧૩૫ અંકુલ. આયુષ્ય ૫ ૬૯ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦.
સાતમા ઉજવ્વલિત નામના પ્રતરને વિષે :- શરીરની ઉંચાઇ- ૨૭ ધનુષ, ૧ હાથ, ૯ અંકુલ. આયુષ્ય- ૬ ૧૯ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦.
આઠમા સંજ્વલિત નામના પ્રતરને વિષે :- શરીરની ઉંચાઇ- ૨૯ ધનુષ, ૧ હાથ, ૪ | અંકુલ. આયુષ્ય- ૬ ૫૯ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ- ૬, પ્રાણો- ૧૦.
નવમા સંપ્રજ્વલિત નામના પ્રતરને વિષે :- શરીરની ઉંચાઇ- ૩૧ ધનુષ, ૧ હાથ આયુષ્ય- ૭ સાગરોપમ, સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦ હોય છે.
આ પ્રતર પૂર્ણ થયે ત્રીજી પૃથ્વીના એક હજાર યોજન ઉંચાઇવાળો ભાગ આવે તેના પછી તેને વીંટળાઇને વીશ હજાર યોજનનો ઘનોધિ આવેલો છે. તેના પછી અસંખ્ય યોજન સુધી ઘનવાત આવેલો છે. તેના પછી અસંખ્ય યોજન સુધી તનવાત આવેલો હોય છે. તેના પછી અસંખ્ય યોજન સુધી આકાશ એટલે ખાલી જગ્યા આવેલી હોય છે.
Page 90 of 234
Page #91
--------------------------------------------------------------------------
________________
આ ત્રીજી નારકી પહોળાઇમાં ત્રણ રાજ હોય છે તેમાં વચલા એક રાજ યોજનમાં નારકીના જીવો હોય છે અને બાકીના બન્ને બાજુ એક અક રાજ યોજન પોલાણ વગરની પૃથ્વી હોય છે. ચોથી પંપ્રભા પૃથ્વીનું વર્ણન
આ પૃથ્વીની જાડાઇ એક લાખ અને વીશ હજાર યોજન હોય છે. તેમાંના હજાર યોજન ઉ૫૨ના અને હજાર યોજન નીચેના છોડીને બાકીના એક લાખ અઢાર હજાર યોજનને વિષે સાત પ્રતો અને છ આંતરા આવેલા છે. એક એક આંતરાનું માપ ૧૬૧૬૬ ૨/૩ યોજનનું હોય છે.
અપર્યાપ્તા ચોથી નારકીના જીવોને વિષે
શરીર-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું.
આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્ત. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦ હોય છે.
પર્યાપ્તા ચોથી નારકીના જીવોને વિષે
પહેલું આર નામનું પ્રતર છે તેને વિષે શરીરની ઉંચાઇ- ૩૧ ધનુષ, એક હાથ આયુષ્ય- ૭ ૩/૭ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦ હોય છે.
બીજા તાર નામના પ્રતરને વિષે
શરીરની ઉંચાઇ- ૩૬ ધનુષ, ૧ હાથ, ૨૦ અંકુલ. આયુષ્ય- ૭ ૬/૭ સાગરોપમ સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦,
ત્રીજા માર નામના પ્રતરને વિષે
શરીરની ઉંચાઇ- ૪૧ ધનુષ, ૨ હાથ, ૧૬ અંકુલ. આયુષ્ય- ૮ ૨/૭ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦.
ચોથા વર્ચા નામના પ્રતરને વિષે
શરીરની ઉંચાઇ- ૪૬ ધનુષ, ૩ હાથ, ૧૨ અંગુલ. આયુષ્ય- ૮ ૫/૭ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦.
પાંચમા તમક નામના પ્રતરને વિષે
શરીરની ઉંચાઇ- ૫૨ ધનુષ, ૮ અંગુલ. આયુષ્ય- ૯ ૧/૭ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી.
Page 91 of 234
Page #92
--------------------------------------------------------------------------
________________
પર્યાણિ-૬, પ્રાણો-૧૦. છઠ્ઠી ખાડખડ નામના પ્રતરને વિષે શરીરની ઉંચાઈ- ૫૭ ધનુષ, ૧ હાથ, ૪ અંગુલ. આયુષ્ય- ૯ ૪૭ સાગરોપમ. કાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦. સાતમાં ખડખડ નામના પ્રતરને વિષે શરીરની ઉંચાઈ- ૬૨ ધનુષ, હાથ આયુષ્ય- ૧૦ સાગરોપમ. સ્વકીય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણ-૧૦.
પાંચમી ધૂમપ્રભા પૃથ્વીને વિષે આ પૃથ્વી ૧૧૮૦00 યોજન જાડાઇ વાળી હોય છે. તેમાંથી એક હજાર યોજન ઉપરના અને એક હજાર યોજન નીચેના છોડીને વચલા ૧૧૬૦૦૦ યોજનને વિષે પાંચ પ્રતરો આવેલા છે અને તેના આંતરા ચાર થાય છે. તે એક એક આંતરૂં ૨૫૨૫૭યોજનનું હોય છે.
અપર્યાપ્તા પાંચમી નારકીના જીવોને વિષે શરીરની ઉંચાઇ- અંગુલનો અસંખ્યાતમો ભાગ આયુષ્ય- નિયમાં એક અંતર્મુહૂર્ત સ્વકીય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦ હોય છે.
પર્યામાં પાંચમી નારકીના જીવોને વિષે પહેલા ખાદ નામના પ્રતરને વિષે શરીરની ઉંચાઇ- ૬૨ ધનુષ, ૨ હાથ આયુષ્ય- ૧૧ ૨/૫ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાણિ-૬, પ્રાણો-૧૦. બીજા તમક નામના પ્રતરને વિષે શરીરની ઉંચાઇ- ૭૮ ધનુષ, ૧૨ અંગુલ. આયુષ્ય- ૧૨ ૪/૫ સાગરોપમ. સ્વકીય સ્થિતિ નથી. પર્યાણિ-૬, પ્રાણ-૧૦. ત્રીજા ઝપ નામના પ્રતરને વિષે શરીરની ઉંચાઇ- ૯૩ ધનુષ, ૩ હાથ આયુષ્ય ૧૪ ૧૫ સાગરોપમ, રૂકાય સ્થિતિ નથી. પર્યાણિ-૬, પ્રાણો-૧૦. ચોથા અંધક નામના પ્રતરને વિષે
Page 92 of 234
Page #93
--------------------------------------------------------------------------
________________
શરીરની ઉંચાઇ- ૧૦૯ ધનુષ, ૧ હાથ, ૧૨ અંગુલ આયુષ્ય- ૧૫ ૩/૫ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાણિ-૬, પ્રાણો-૧૦. પાંચમા મહાતમિસ્ત્ર નામના પ્રતરને વિષે શરીરની ઉંચાઇ ૧૨૫ ધનુષ આયુષ્ય- ૧૭ સાગરોપમ. સ્વકીય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦.
છઠ્ઠી તમ પ્રભા પૃથ્વીને વિષે આ પૃથ્વીની ૧૧૬000 યોજન જાડાઇ હોય છે. તેમાં ઉપરના હજાર યોજન અને નીચેના હજાર યોજન છોડીને વચલા ૧૧૪000 યોજનને વિષે ત્રણ પ્રતરો અને બે આંતરા આવેલા છે. પર૫૦૦ યોજન એક એક આંતરાનું માપ હોય છે.
અપર્યાપ્તા છઠ્ઠી નારકીના જીવોને વિષે શરીરની ઉંચાઈ અંગુલનો અસંખ્યાતમો ભાગ. આયુષ્ય- નિયમા એક અંતમુહૂર્ત. સ્વકાય સ્થિતિ નથી. પર્યાણિ-૬, પ્રાણો-૧૦.
પર્યાપ્ત છઠ્ઠી નારકીના જીવોને વિષે પહેલા હિમ નામના પ્રતરને વિષે શરીરની ઉંચાઇ ૧૨૫ ધનુષ આયુષ્ય- ૧૮ ૧૩ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦. બીજા વાઈલ નામના પ્રતરને વિષે શરીરની ઉંચાઈ- ૧૮૭ ધનુષ, ૨ હાથ. આયુષ્ય- ૨૦ ૧૩ સાગરોપમ, રૂકાયસ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦. ત્રીજા લલ્લક નામના પ્રતરને વિષે શરીરની ઉંચાઇ- ૨૫૦ધનુષ. આયુષ્ય- ૨૨ સાગરોપમ. સ્વકીય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણ-૧૦.
સાતમી તમસ્તમઃ પ્રભા નામની પૃથ્વી ૧૦૮000 યોજન જાડાઇવાળી છે. એક હજાર યોજન ઉપરના અને એક હજાર યોજન નીચેના છોડીને ૧૦૬000 યોજનને વિષે એક પ્રતર હોય છે અને તેને આંતરૂં નથી પણ મધ્યમાં નરકાવાસ રહેલો હોવાથી ઉપરનો ભાગ અને નીચેનો ભાગ પર૫૦૦ યોજનવાળો હોય છે આથી ૧૦૫000 થાય અને વચલો ત્રણ હજાર યોજનવાળો હોવાથી ૧૦૮000 થાય છે.
Page 93 of 234
Page #94
--------------------------------------------------------------------------
________________
અપર્યાપ્તા સાતમી નારકીના જીવોને વિષે શરીરની ઉંચાઇ- અંગુલનો અસંખ્યાતમો ભાગ આયુષ્ય- એક અંતર્મુહૂર્ત. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણ-૧૦.
પર્યાપ્તા સાતમી નારકીને વિષે
મધ્યમાં રહેલા અપ્રતિષ્ઠાન નરકાવાસને વિષે
શરીરની ઉંચાઇ- ૫૦૦ ધનુષ.
આયુષ્ય- ૩૩ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી.
પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦ હોય છે.
ચોથી નારકી ચાર રાજ પહોળી હોય છે. તેમાં ૧।। રાજ પશ્ચિમ અને ૧।। રાજ પૂર્વ દિશા તરફનો કઠણ ભાગ હોય છે અને વચલો ૧ રાજ યોજન પોલાણવાળો ભાગ હોય છે તેમાં નારકીના જીવો હોય છે.
પાંચમી નારકી પાંચ રાજ યોજન પહોળી હોય છે. તેમાં બે રાજ યોજન પશ્ચિમના, બે રાજ યોજન પૂર્વના અને વચલો એક રાજ યોજન એમ પાંચ રાજ યોજન થાય છે. તેમાં પૂર્વ અને પશ્ચિમ બબ્બે રાજ યોજન કઠણ ભાગ રૂપે છે અને વચલો એક રાજ યોજન પોલાણવાળો છે તેમાં નારકીના જીવો રહેલા હોય છે.
છઠ્ઠી નારકી છ રાજ પહોળી છે. તેમાં પશ્ચિમના અઢીરાજ અને પૂર્વના અઢીરાજ એમ પાંચ રાજ યોજન કઠણ ભાગ હોય છે. વચલો એક રાજ યોજન પોલાણવાળો ભાગ હોય છે. તેમાં નારકીના જીવો રહેલા હોય છે.
સાતમી નારકી સાતરાજ પહોળી હોય છે. તેમાં પશ્ચિમના ૩ રાજ અને પૂર્વના ત્રણ રાજ યોજન એમ ૬ રાજ યોજન કઠણ ભાગ હોય છે. વચલો એક રાજ યોજન પોલાણવાળો ભાગ હોય છે. તેમાં નારકીના જીવો રહેલા હોય છે.
પહેલી નારકીના ત્રીશ લાખ નરકાવાસ. બીજી નારકીના પચ્ચીશ લાખ નરકાવાસ. ત્રીજી નારકીના પંદર લાખ નરકાવાસ. ચોથી નારકીના દશ લાખ નરકાવાસ.
પાંચમી નારકીના ત્રણ લાખ નરકાવાસ.
છઠ્ઠી નારકીના એક લાખમાં પાંચ ન્યૂન નરકાવાસ. અને સાતમી નારકીના પાંચ નરકાવાસ થઇને કુલ ચોરાશી લાખ નરકાવાસો આવેલા છે.
સૌથી વધારે નારકીના જીવો પહેલી નારકીમાં દક્ષિણ દિશામાં હોય છે. સાતમી નારકીના પૂર્વ દિશામાં સૌથી ઓછા તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક તેનાથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક તેનાથી દક્ષિણ દિશામાં વિશેષાધિક તેનાથી છઠ્ઠી નારકીના પૂર્વ દિશામાં વિશેષાધિક તેનાથી ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણમાં વિશેષાધિક તેનાથી પાંચમી નારકીના પૂર્વ દિશામાં વિશેષાધિક તેનાથી ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ દિશામાં વિશેષાધિક હોય તેનાથી ચોથી નારકીના પૂર્વ દિશામાં વિશેષાધિક હોય તેનાથી ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ દિશામાં વિશેષાધિક Page 94 of 234
Page #95
--------------------------------------------------------------------------
________________
હોય છે. તેનાથી ત્રીજી નારકીના પૂર્વ દિશામાં વિશેષાધિક તેનાથી ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ દિશામાં વિશેષાધિક હોય છે. તેનાથી બીજી નારકીના પૂર્વ દિશામાં વિશેષાધિક તેનાથી ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ દિશામાં વિશેષાધિક જીવો હોય છે. તેનાથી પહેલી નારકીના પૂર્વ દિશામાં વિશેષાધિક, તેનાથી ઉત્તર અને પશ્ચિમ દિશામાં વિશેષાધિક, તેનાથી દક્ષિણ દિશામાં વિશેષાધિક જીવો હોય છે.
સામાન્ય રીતે ચૌદે રાજ લોકની દરેક દક્ષિણ દિશામાં વિશેષાધિક એટલે સૌથી વધારે જીવો હોય છે. કારણકે ભારેકર્મી જીવો દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે.
નારકોને સતત દુ:ખ ચાલુ જ હોય છે. છતાં જન્મ વખતે કાંઇક સુખાભાસ હોય છે. શ્રી જિનેશ્વર દેવોના કલ્યાણક વખતે ક્ષણવાર સુખ હોય છે અને કોઇ મિત્ર દેવ આવીને પીડા ઉપશમાવે તે વખતે થોડો ટાઇમ શાતા હોય છે.
જે સમકિતી નારકીના જીવો હોય છે તે બહુ ઓહા પોહ કરતા નથી તેમજ બીજાને પીડા કરતા નથી પણ સહન કરે છે. તેથી નવા કર્મબંધ જોરદાર રસવાળા બાંધતા નથી. શ્રી જિનનામ કર્મ નિકાચીત કરીને નરકમાં ગયેલા અસંખ્યાતા જીવો હોય છે. તે જીવોને ત્યાં શુભ પુદ્ગલોનો જ આહાર હોય છે.
સમ્યદ્રષ્ટિ નારકીના જીવોને એટલે સમ્યકત્વ પામેલા જીવોને અને નવું પામતા જીવોને ત્રણ જ્ઞાન હોય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે. જ્યારે મિથ્યાદ્રષ્ટિ નારકીના જીવોને મતિઅજ્ઞાન, શ્રત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન રૂપ ત્રણ અજ્ઞાન હોય છે.
જે જીવો સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોમાંથી મરીને નરકમાં ઉત્પન્ન થાય છે. તે જીવોને ઉત્પત્તિના સમયથી જ ત્રણ અજ્ઞાન હોય છે. એટલે વિભંગ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થાય છે. જ્યારે જે જીવો અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તામાંથી નરકમાં ઉત્પન્ન થાય છે. તેઓને અપર્યાપ્તાવસ્થામાં બે અજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ હોય છે. વિભંગ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પર્યાપ્ત થાય પછી જ પેદા થાય છે. માટે અપર્યાપ્તામાં બે અજ્ઞાન, મતિઅજ્ઞાન,શ્રુત અજ્ઞાન ગણાય છે.
- નારકીઓ મરીને સન્ની પર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યો એટલે સન્ની પર્યાપ્તા મનુષ્યો થાય છે. તેમાં ૧ થી ૬ નારકીના જીવો મરીને સન્ની પર્યાપ્તા તિર્યચોકે સન્ની પર્યાપ્ત મનુષ્યો થઇ શકે છે. જ્યારે સાતમી નારકીમાંથી મરીને જીવો નિયમાં સન્ની પર્યાપ્તા તિર્યંચો જ થાય છે. મનુષ્ય થતા જ નથી.
તંદુલીયો મચ્છ જે હોય છે. તે મરીને નિયમો સાતમી નારકીમાં જ ઉત્પન્ન થાય છે. તે તંદુલીયા મચ્છનું આયુષ્ય નિયમા એક અંતર્મુહૂર્તનું હોય છે.
ચક્રવર્તી, ચક્રવર્તીની રાજગાદી ઉપર મરણ પામે તો નિયમા નરકમાં જ ઉત્પન્ન થાય છે.
નારકી મરીને નારકી થતાં નથી પણ નારકી મરીને પર્યાપ્તા સન્ની તિર્યંચ થાય અને ત્યાંથી મરીને નારકી થાય. પાછો તિર્યંચ થાય. પાછો નારકી થાય એ રીતે એક હજાર સાગરોપમ સુધી ફરનારા એવા ભારે કર્મી જીવો હોય છે. એવી જ રીતે એક હજાર સાગરોપમ કાળ પૂર્ણ થયે એક ભવ વિકલેન્દ્રિયમાંથી કોઇપણ એકનો કરી પર્યાપ્તા સન્ની તિર્યંચ થઈને પાછો નરકમાં જાય અને એક હજાર સાગરોપમ સુધી તિર્યંચ નારકી કરતાં કરતાં
Page 95 of 234
Page #96
--------------------------------------------------------------------------
________________
પસાર કરે છે. આ રીતે બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ કરી એકેન્દ્રિયમાં જાય પાછો પંચેન્દ્રિય તિર્યંચ થઇ નારકી એમ કરતાં કરતાં અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપિણી કાળ સુધી ફર્યા કરે છે.
એવી જ રીતે કેટલાક ભારેકર્મી જીવો દુઃખ ભોગવતે ભોગવતે મોક્ષે જવાવાળા હોય તે જીવો મનુષ્યપણામાંથી નરકમાં જાય પાછો મનુષ્ય થાય પાછો નારકી થાય એમ એક હજાર સાગરોપમ કાળ રખડે પછી મનુષ્ય થઇ બેઇન્દ્રિય થાય. ત્યાંથી મનુષ્ય થાય પાછો નારકી થઇ મનુષ્ય નારકી કરતાં એક હજાર સાગરોપમ કાળ પસાર કરી મનુષ્યપણામાંથી એકેન્દ્રિયમાં જાય ત્યાંથી મનુષ્ય નારકી થઇ અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપિણી કાળ રખડ્યા કરે છે. આ રીતે અસંખ્યાતા જીવો ફર્યા કરે છે. પહેલી નારકીથી છ નારકી સુધી મનુષ્ય અને તિર્યંચો આ રીતે ફરે અને સાતમી નારકીમાં તિર્યંચો અને નારકી થઇને ફર્યા કરે છે. જે રીતે જીવોએ જેવા અનુબંધો બાંધ્યા હોય તે પ્રમાણે સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે. એ અનુબંધ સુખના રાગથી આસક્તિથી અને મમત્વ બુધ્ધિથી બંધાયા જ કરે છે. માટે દુઃખના કાળરૂપે પરિભ્રમણ ન કરવું હોય તો સુખનું મમત્વ આસક્તિ અને રાગ ઓછો કરતાં કરતાં જીવન જીવવાનો અભ્યાસ કરવો જોઇએ. તોજ દુઃખના કાળથી બચી શકાય. નારકીમાં જઘન્યથી એક જીવ પણ ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી બે ત્રણ-સંખ્યાતા અસંખ્યાતા જીવો ઉત્પન્ન થઇ શકે છે અને મરણ પામે છે એટલે ચ્યવે છે.
સમુદાય રૂપે નારકીના જીવોનો વિરહ થાય તો કોઇ કાળે ઉત્પન્ન ન થાય એવું વધારેમાં વધારે ૨૪ મ્હૂર્ત સુધી બની શકે છે.
આજ વસ્તુનું સ્પષ્ટ સ્વરૂપે પ્રતિપાદન કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા સંસાર ભાવનાના આંતર શ્લોકો પૈકીના પ્રથમજ શ્લોક દ્વારા ફરમાવે છે કે
"संसारिणश्चतुभेदाःश्वभतिर्यगनरामराः ।
प्रायेण दुखवहलाः कर्मसम्बन्धबाधिताः //917" સંસારી જીવોના પ્રકાર ચાર છે:- “૧-એક નારકી, ૨- બીજા તિર્યંચ, ૩- ત્રીજા મનુષ્ય અને ૪-ચોથા દેવ.” કર્મોના સમ્બન્ધથી બાધિત થયેલા એ ચારે પ્રકારના જીવો પ્રાયે કરીને ઘણા જ દુઃખી હોય છે.
આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાશે કે
સંસારવર્તિ આત્માઓ ચાર ગતિઓમાં વહેંચાયેલા છે એટલે કે-નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ સિવાય કોઇ પણ સંસારી નથી : કારણ કે સંસારી માત્રનો સમાવેશ એ ચારમાં જ થઈ જાય છે અને એ ચારે ગતિમાં રહેલા આત્માઓ કર્મોના સમ્બન્ધથી બાધિત થયેલા છે; એ કારણે ભયંકર પરતંત્ર અવસ્થામાં પડેલા એ ચારે પ્રકારના આત્માઓ ઘણું કરીને દુઃખથી રીબાતા હોય છે. કર્મની પરવશતા એ સંસારી આત્માની ભારેમાં ભારે બૂરી દશા છે. કર્મની પરવશતામાં પડેલા પ્રાણીઓ પોતાનું આત્મભાન કોઈ પણ પ્રકારે નથી પામી શકતા, પ્રપંચી આત્માઓ ધારે તો કારમી ગણાતી રાજસત્તાના ફંદામાંથી બચવા કૂટ પ્રયત્નો આદરે અને એ આદરવામાં કુશળ હોય તો કદાચ બચી પણ શકે છે પણ કર્મસત્તાના પંજામાંથી બચવું એ કર્માધીન આત્માઓ માટે ઘણુંજ અશક્ય છે, કારણ કે કર્મની સત્તા ભયંકર છે. બહાદુરી શામાં? :
Page 96 of 234
Page #97
--------------------------------------------------------------------------
________________
સમય પામીને કર્મ નબળા આત્માઓને પાયમાલ કરે છે ને બળવાનને પણ ગબડાવી દે છે. કર્મના સંયોગથી આત્મા ન બચે તો કોઈ પણ કાળે મુક્તિ થવાની નથી; આજ કારણે જ્ઞાનીઓ કહે છે કે-કર્મના ઉદય વખતે ચિંતા કરવાની નથી પણ બંધ વખતે ચેતવાની જરૂર છે. કારણ કે એકવાર જે કર્મ આત્મા સાથે મળી ગયું તે તેનો વિપાક આપ્યા સિવાય રહેવાનું નહિ. કર્મને ભોગવવાનાં સ્થાન ચાર છે. દેવ, મનુષ્ય, નર્ક અને તિર્યંચ સિવાય પાંચમી સિદ્ધિ ગતિમાં કર્મનો પ્રચાર નથી. ચારે ગતિમાં કર્મના વિપાકનો ભોગવટો છે. સારા યા નરસા કર્મના યોગે સુખ યા દુ:ખનાં સાધન મળે છે. ચારે ગતિમાં કર્મે આપેલું લેવાનું છે. બાકી કર્મ સામે થઇ જેટલું આપણે આપણું પોતાપણું પ્રગટ કરીએ તેટલીજ આપણી બહાદુરી.
ઉપકારી મહાપુરૂષો ફરમાવે છે કે
દેવગતિના આત્માઓ વિષયોમાં પ્રસક્ત છે, નરકગતિના આત્માઓ દુઃખોથી સંતપ્ત છે, તિર્યંચ ગતિના આત્માઓ વિવેકથી રહીત છે, માત્ર મનુષ્યો પાસેજ પૂરતી ધર્મની સામગ્રી છે.”
આ છતાં એ ગતિમાં પણ કર્મના વિપાકમાં લીન થઇ જવાય એટલે કે શુભના ભોગવટામાં અને અશુભના ષમા એ દુર્લભ જીવને વેડફી નખાય તો કર્મની સત્તામાંથી છૂટવાનું એકેય સ્થાન નથી. કર્મના વિપાકને સાંભળીને જો નિર્વેદ અને વૈરાગ્ય હૃદયમાં સ્થાન લઈ લે તો તો કલ્યાણ જ થઇ જાય અર્થાત્ જે કર્મવિપાકને આધિન ન થાય તેજ મુક્તિ મેળવે. સંસારમાં રહેવું પડે ત્યાં સુધીમાં અમૂક ગતિમાં નહિ જવું પડે એ બનવાનું નથી. (આયુષ્ય) કર્મની અમૂક પ્રકૃતિ અમૂક ભવ સાથે બંધાયેલી તે ઉદયમાં તો આવશે. ચારે ગતિમાં એક ગતિતો નિર્માણ થયેલી જ છે, એટલે જવું તો પડશેજ પણ ત્યાં મુક્તિનો માર્ગ ઓછો યા અધિક ત્યારેજ આરાધી શકાય કે જ્યારે કર્મના વિપાકને આધીન ન થવાય. કર્મના ઉદય વખતે સમભાવે રહેવાય તોજ ધર્મનું આરાધન થાય; અર્થાત નિર્વેદ આવે નહિ અને વૈરાગ્ય હૃદયમાં વસે નહિ ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવનો ધર્મ સ્પર્શતોજ નથી; આ કારણે કર્મ શું છે, એનો વિપાક શું ચીજ છે, વિપાકના ઉદય વખતે શું હાલત થાય છે, એ વિગેરે કાળજી પૂર્વક સાંભળવું, વિચારવું અને વિચારીને યોગ્ય વર્તન કરવું જોઇએ; છતાં પણ કહો કે-જીવ અજીવનું સ્વરૂપ, આશ્રવ અને સંવરના હેતુઓ, સ્વ શું અને પર શું, હું કોણ અને આ બધું શું, આત્મા શું અને આત્માનો ધર્મ શો, જડ શું અને ચેતન શું, એ જાણનાર આજે કેટલા ? ખરેખર આ જાતિનાં વિચારોજ મોટા ભાગને નથી આવતા; આજે તમે સ્વ અને પરના સ્વરૂપને નથી સમજી શકતા, મિત્ર અને દુશ્મનની પરીક્ષામાં નિષ્ફળ નીવડ્યા છો. આત્મા પોતાના સ્વરૂપને સમજી જાય તો પારકાની તાકાત નથી કે તેને ફસાવી શકે. આ બધા વિચારો રોજ રાત્રિદિવસ જાગૃત રહેવા જોઇએ. કેવળ દુનિયાદારીના વિચારોમાથી ઉંચા આવવું નહિ અને શ્રી જિનેશ્વરદેવનો ધર્મ આરાધવો એ ખરેજ અસંભવિત છે; માટે કર્મનાંજ ભોગવટામાં લીન નહિ થતાં પ્રભુએજ્ઞાની આરાધનામાં રક્ત થવું એમાંજ સાચી બહાદુરી છે. નરકમાં પણ શાંતિ કોણ આપે? :
નારકીના જીવો નારકીમાં ઉત્પન્ન થતાની સાથે તેમાંથી નીકળવાના ફાંફાં માર્યા કરે છે. ખરાબમાં ખરાબ આયુષ્ય હોય તો તે નારકીનું છે. બીજી ગતિના જીવો પ્રાયઃ મરવા ઇચ્છતા નથી પણ નારકીઓ તો મરવાને જ ઇચ્છે છે. નારકીનું ઓછામાં ઓછું આયુષ્ય દસ હજાર વર્ષનું હોય છે. ગમે તેટલા મરવાના પ્રયત્ન કરે તો પણ આયુષ્યજ એવું છે કે ભોગવ્યેજ છૂટકો અને બહુ નાનામાં નાનું બાંધ્યું હોય તો પણ દસ હજાર વર્ષ
Page 97 of 234
Page #98
--------------------------------------------------------------------------
________________
તો ખરાં જ. ત્યાં રહેલા જીવોને એક ક્ષણભરની પણ શાંતિ નહિ. ત્યાં પણ શાંતિ આપનાર કોઈ હોય તો શ્રી જિનેશ્વરભગવાનના શાસનમાં વર્ણવાયેલું તત્ત્વજ્ઞાન જ છે; એજ કારણે ઉપકારીઓ ફરમાવે છે કે આત્માના સ્વરૂપની બરબાદી ન કરવી હોય તો કર્મના વિપાકને આધીન ન થાઓ, પણ એના ભોગવટાના સમયે પણ એને આધીન નહિ થતાં અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા તત્ત્વજ્ઞાનના ચિંતનમાં રક્ત બની આત્માના સમભાવને સારામાં સારી રીતિએ કેળવો; એટલે નરક જેવા ભયંકરમાં ભયંકર સ્થાનમાં પણ સાચી શાંતિનો સાક્ષાત્કાર ઘણીજ સહેલાઇથી કરી શકશો. પરિણામની વિચિત્રતાને વિચારો. -
સભામાંથી – પણ સાહેબ ! નરક આદિ કાલ્પનીક છે એમ આજના કેટલાક ભણેલાઓ કહે છે!
એવાઓને પૂછો કે “પાપનું ફળ શું? પાપની ક્રિયાનો બદલો માનો છો કે નહિ? જીંદગી સુધી પાપ કરવાં છતાં, અનેકનાં ખૂન, અનેક પ્રકારની લુંટ અને વ્યભિચાર વિગેરે સેવ્યાં છતાં, આખી જીંદગી સુધી જેઓ આનંદ ભોગવતા દેખાય છે તેઓ તેનું ફળ ક્યાં ભોગવશે? બુદ્ધિ શું એટલી બધી બુટ્ટી બની ગઈ છે કે જેથી કર્યાનું ફળ મળે એની પણ શંકા થાય છે? અયોગ્ય આત્માઓ અયોગ્ય કાર્યનો નતીજો ક્યાં ભોગવશે? પાપ કરનારો ભયંકર ગતિમાં જાય એની શંકા શી ? જેઓ પોતાને બુદ્ધિના ભંડાર સમજે છે તેઓ પાપ વખતે થતી પરીણામની ધારાને વિચારે તો તેઓને દેખાય ને? તેઓને ક્યાં ખબર છે કે પાપીનું હૈયું નઠોર, લજજા, શરમ કે મર્યાદાહીન બને છે; તે વખતે પાપીઓના વિચાર અને વિવેકનો નાશ થાય છે અને એવી ઉલ્લંઠતા આવે છે કે ત્યાં સદ્વિચારને જન્મવાને સ્થાન જ નથી રહેતું, પરિણામની વિચિત્રતા સમજનારને પાપ અને પુણ્યના શાસ્ત્રનિદ્રિષ્ટ ફળમાં કશીજ શંકા રહેતી નથી. અપ્રમત્તથી હિંસા થઇ જાય તો પણ તેઅહિંસક છે અને પ્રમાદને વશ થયેલા આત્માથી હિંસા ન થાય તો પણ તે હિંસક છે. સાધુ નિર્દોષ ભિક્ષા લાવે તેમાં મિષ્ટાન પણ આવે તો તે ઉપોપિત તેમજ અહિંસક છે અને લાલસાથી સુકા રોટલા ખાનાર પણ આસક્ત અને હિંસક છે. ચિત્ત એટલું બધું ચંચળ છે કે-એ સર્વત્ર પહોંચી જાય છે. “અમેરીકામાં અચૂક માળની હવેલીઓ, સોના ચાંદીના ઝરૂખા, આટલા પાઉંડની મિલ્કત, એ વાંચીને મનમાં થાય શું એજ કે બધું ત્યાં ક્યાંથી ગયું અને મને કેમ નહિ ? એવા વિચાર કરનારને જ્ઞાની કહે છે કે-પેલાએ જેટલા આરંભ સમારંભ કરીને પૈસા મેળવ્યા તે બધાનો તારા પરિણામ પ્રમાણે હિસ્સેદાર તું પોતે થાય છે અને એવી વિચારણાના પ્રતાપે ઇર્ષ્યા આદિ બીજા પાપસ્થાનકો સેવાય તેનું પાપ તો વધારામાંજ. વળી એક અયોગ્ય શબ્દ દુનિયામાં કેટલી ભયંકરતા ઉભી કરે છે તે વિચારો. એક ઉન્માર્ગ પોષક વચનથી, એક ઉન્માર્ગની દેશનાથી અને એક ઉંધા વર્તાવથી કેટલાઓના ભવ અને આત્મા નષ્ટ થઈ જાય છે ! વેપારમાં જરાક ભૂલથી ઘર સાફ થઇ જાય છે, એક મીનીટની ભૂલથી લાખ્ખોની ખોટ આવે છે, પાકલાકમાં લક્ષાધિપતિ અને પાકલાકમાં ઠીકરાપતી બની જાય છે, એ તો પ્રત્યક્ષ છે ને ! તો વિચારો, આટલી નજીવી ભૂલમાં આવું કેમ બની જાય છે ? આ વિચારશો એટલે ‘જ્યારે બધી જાતિનાં પાપ એકત્રિત થઇ જાય છે ત્યારે આત્માની અધોગતિ થતાં વાર લાગતી નથી.' આ વાત સહેલાઇથી સમજાશે. મહેનત મજુરો વધારે કરે છે કે શેઠીઆઓ? છતાં આવકની ફેરફારી કેમ? પૂણ્ય અને પાપની તાકાત :સભામાંથી - મજુરોને શારીરીક મહેનત હોય છે જ્યારે શેઠીઆઓને માનસીક મહેનત કરવી પડે છે.
Page 98 of 234
Page #99
--------------------------------------------------------------------------
________________
એવા ઘણાય શેઠીઆઓ છે કે જેને શારીરીક અને માનસીક એકેય મહેનત કરવી પડતી નથી અને લાખોની આવક ચાલુ હોય છે. એ બધું શું? કહેવુંજ પડશે કે-તીવ્ર પુણ્ય. જેમ પુણ્ય ખરૂં તેમ પાપ પણ ખરું કે નહિ? એક કુબડો છે છતાં કોટ્યાધિપતી અને એક રૂપાળો છતાં ભિખારી છે. પુણ્યના પ્રતાપથી ન ઇચ્છેલાં સુખો મળી આવે છે, તેમ પાપપ્રતાપથી ન ઇચ્છેલા દુઃખ પણ આવી મળે છે. બચ્યું નાનું હોય છતાં પાંચ ડીગ્રી તાવ આવે કે નહિ? ત્યાં “આ બીચારો એ ચાલે ? નહિ જ. આ જ રીતિએ કર્મ બંધાવનાર આત્માના ઉંધા અને ભયંકર પરિણામોનો વિચાર કરો તો નારકીના તેત્રીસ સાગરોપમ પણ બરાબર બેસી જશે. મહારંભ અને મહાપરીગ્રહ એ શું ચીજ છે? કપડાના એક ટુકડા ઉપર પણ મૂછ આવે તોએ શાસ્ત્ર તેને પરીગ્રહ કહ્યો. પાપની ક્રિયા એક ક્ષણની પણ પાપ પહેલાં અને પછીની દશા ભયંકર હોય છે. પાપ થવામાં વાર કેટલી? નહિ જેવીજ. પણ તે પાપના પરિણામ ઉત્પન્ન કરવામાં અને તેને ટકાવી રાખવામાં આગળ પાછળ અશુભ ક્રિયાઓનો ધોધમાર ચાલી રહ્યો છે, તે સમજાય તો બધુંજ સમજાય. એટલા માટે હું તત્વજ્ઞાનનો અભ્યાસ કરવાને કહું છું. નરકની વેદના, થયેલા અશુભ પરિણામ કરતાં વધારે નથી. તેવીજ રીતે શુદ્ધ પરીણામની ધારા વધી જાય તો પુદ્ગલની-કર્મની શક્તિ નથી કે વળગી શકે. કર્મના વિપાક વખતે ગુલામ ન થાઓ તો વળગેલાં કર્મ પણ છૂટી જાય. શાસ્ત્રકારોના કથનાનુસાર જેઓ ચારે ગતિનાં સ્વરૂપને સમજયા હશે, તેઓ તો પોતાના આત્માનું હિત ગમે તેવા સંયોગોમાં પણ પોતાનું ચાલશે ત્યાંસુધી બગડવા નહિ દે. સંસારની લાલસાવાળાઓને તો આ બધી ચાલબાજી લાગશે. કેટલાકો તો કહે છે કે મહારાજની વાકચાતુરી સારી એટલે લોભાવીને સમજાવી દે છે ! તેઓ તો ઉપહાસમાં એમ કહે છે પણ જેઓ હદયથી કહેતા હોય તેઓને હું કહું છું કે કેવલ વિદ્વત્તા કે વાકચાતુરીમાંજ ન મુંઝાઓ. જે તત્વને ન વળગે તેને હુંસાચ શ્રોતા નથી માનતો. વક્તા તો ઘણાય હોય; દુનિયાના પાપ કાર્યોમાં વક્તાઓ ક્યાં ઓછા છે? એવા વક્તાઓ વાણીના બળથી ડાહ્યાઓને પણ ચક્કરમાં ચડાવી દે છે. માટે કર્મના સ્વરૂપને અને પરિણામની વિચિત્રતાને સમજો. કર્મના સ્વરૂપ, પરીણામની દશા અને મનોવૃત્તિઓને સમજાય તો ચારે ગતિનું સ્વરૂપ આપોઆપ જ સમજાય. આજુબાજુના-પહેલા અને પછીનાં પાપના પરીણામના આધારે કર્મનો બંધ છે, ક્રિયા એ તો વચ્ચેની સામાન્ય વસ્તુ છે. માટે આટલું પાપ અને ફળ આટલું કેમ ?” એમાંને એમાં ન મુંઝાઓ. સુખ પણ દેવગતિમાં એટલુંજ છે. શ્રી શ્રેણિકાદિને નર્કના આયુષ્યનો બંધ કેટલી વારમાં થયો? પાપ કરનારાઓ આયુષ્યના બંધ વખતે શુભ પરિણામ આવી જાય તો દેવાયું પણ બાંધી દે પણ પ્રથમ બાંધ્યાં એતો ભોગવવાનાંજ, શાસ્ત્ર કહે છે કે એક નવકાર મંત્ર જપતાં, દેવગુરૂને હાથ જોડીને પગે લાગતાં, સાધુની પગચંપી કરતાં, દાન દેતાં, શીલ પાળતા અને નાનો તપ વિગેરે કરતાં પણ કેવળજ્ઞાન થાય શાથી? તો કહેવું પડશે કે-પરિણામની તીવ્રતાથી. તેમ “આટલું પાપ નરકે કેમ લઇ જાય?” એવો પ્રશ્ન ન હોઈ શકે, શું પાપ કુદરતી બને છે, એમ? આર્યક્ષેત્રમાં સારા કુળમાં જન્મેલાને જ્યારે પાપની મતિ આવે ત્યારે અશુભ પરીણામનું જોર કેટલું જબ્બર આવવું જોઇએ. ભાગ્યવાનો સમજો કે-પાપનું સામ્રાજ્ય મોટું છે અને પુણ્યનું નાનું છે. પાપના સાધન વધારે છે અને પુણ્યનાં થોડાં છે. પાપની વાત કરનારા વધારે છે અને પુણ્યની વાત કરનારા થોડા છે. હિંસકોનો પાર નથી અને અહિંસક મુઠ્ઠીભર છે. સાચું બોલનારા થોડા છે અને જુનો તોટો નથી. મોક્ષમાર્ગના બતાવનારા થોડા છે અને સંસારમાં રૂલાવનારા સંખ્યાબંધ છે. બધી
Page 99 of 234
Page #100
--------------------------------------------------------------------------
________________
સામગ્રી અને સ્થળ એવાં છે. પાપની તો હારમાળા ચાલે છે, પાપ કુદરતે નથી બનતું, માટે પાપ કઈ કઈ રીતે જન્મે છે એને ખૂબ ચિંતવો, મહાસંયમીને પણએક ઉન્માર્ગપોષક વચન પતિત કરી નાંખે. બધી આરાધનામાં એક ક્રિયા એવી થાય કે બધાને નિરાશ બનાવી દે. મોટા ચિત્રમાં એક સહીનો ખડીઓ ઢોળી દો તો તે નકામું થાય. જેમ સહીના છાંટામાં ચિત્રને બરબાદ કરવાની શક્તિ છે તેમ નાના પણ પાપમાં ઘણા સુકૃતનો નાશ કરવાની તાકાત છે. થોડો પણ અપ્રશસ્ત કષાય કોડ પૂર્વના ચારિત્રને બાળીને ભસ્મીભૂત કરે છે. ઉંધા વિચારોનું પરિણામ :
‘ફલાણું પાપ તે સાધુને લાગે, અમારે શું?’ આમ કહેનારને કહો કે-ભાઇ ! વાત મોટાને નામે થાય, તમારે નામે ન હોય. જોખમદારીના સોદા દરેકની સાથે ન થાય ! “કાચા પાણીને અડે તો સાધુને પાપ લાગે. અમે તો નાહીએ, કુદીએ તો અમને પાપ બાપ કાંઇ નહિ.” આવા વિચારથી ભાવના ક્રૂર અને કરપીણ થઈ જાય છે. વિચારમાળાજ ખોટી. આંખની ઉંધી પૂતળીની જેમ મિથ્યત્વના પાયા પણ ઉંધા જ હોય છે. ગૃહસ્થાશ્રમમાં જે પાપ છે તેને પાપ તરિકે ઓળખાવીને પાપથી બચાવવાનો જે સદુપદેશ છે તે પણ એવાઓને ઉંધો પરિણમે છે. એનાજ પરિણામે તેઓ કહે છે કે- “અમારા ગૃહસ્થાશ્રમની જે નિંદા કરે તેને અમે નિંદીયે, ગાળો દઇએ તેમાં ખોટું શું?” આની સામે કહેવું પડે છે કે-ખરેખર પાપને પાપ તરિકે ઓળખાવવામાં આવે ત્યાં પણ ઉંધી પૂતળીવાળાઓને ઉધુંજ દેખાય. ‘પાપીને પણ તું પાપી છો એમ કહેવું તે નિંદામાં ચાલ્યું જાય.” પણ આ પાપ છે અને એ જે કરે તે છે પાપી, એમ તો કહેવાય : એજ રીતે જે ભણેલા ન હોય, તે મૂર્ખ અને ભણેલા છતાં પણ ઉંધી બુધ્ધિવાળા હોય, અગર કુબુધ્ધિના ધરનાર હોય તો મહામૂર્ખ છે એમ પણ ખુશીથી કહેવાય. શાસ્ત્ર પણ કહ્યું છે કે સમદ્રષ્ટિને મિથ્યાશ્રુત પણ સમ્યગુરૂપે પરિણમે છે અને મિથ્યાદ્રષ્ટિને સમ્યકુશ્રુત પણ મિથ્યાશ્રુત પણે પરિણમે છે. કુબુદ્ધિ એટલે સ્વેચ્છાચારીપણું. પાપને પુણ્ય મનાવવું અને ધર્મના નામે પાપની ક્રિયાને પોષવી એ સુવિદ્યા નથી પણ કુવિદ્યા છે. કુવિદ્યારૂપી મદિરાના પાનથી ઉન્મત્ત બનેલા દુર્ગતિએ જાય એમ કહેવામાં આવે ત્યારે તો-તેમાં કશું જ ખોટું નથી. શ્રી વીરવિજયજી મહારાજે એક પૂજામાં કહ્યું છે કે
પ્રભુ તુજ શાસન અતિ ભલું, માને સુરનર રાણોરે,
મિચ્છ અભવ્ય ન ઓળખે, એક અંધો એક કાણોરે.” કાણા એકજ આંખે જુએ. મિથ્યા દ્રષ્ટિ અને અભવિને એકને અંધાપો અને એકને કાણાશ, એ ગુણ હોય
જે જે પોતાને ભણેલા, કેળવાયેલા કે સુધારકો માનતા હોય તેઓને મારી ભલામણ છે કે વિદ્વાન અને સારા ગણાતા સાધુ પાસે જઈને તેઓ શાસ્ત્રાધારે શાંતિપૂર્વક વિચાર કરે; તેઓ પોતાને સાધુઓથી મોટા માનતા હોય તો તેમના મનથી નાના એવા સાધુઓને સુધારવા તો પરિચય કરે ને ! ભાષ્યકાર મહર્ષિ શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણજી મહારાજા કહે છે કે જ્ઞાનને અજ્ઞાન બનાવનાર યથેચ્છ પ્રવૃત્તિ છે. જેમાં સદ્ અને અસની વિશેષતા વિવેચન-નથી, જેમાં યથેચ્છ પ્રવર્તન છે અને પાપમાંથી વિરામ નથી, તે જ્ઞાન એ જ્ઞાન નથી. એ દ્રષ્ટિએ કુવિદ્યાને ભણેલાઓ પણ મહા મૂર્ખ છે એમ અમો કહીએ છીએ. આજના ધર્મી ગણાતા મનુષ્યોમાં પણ એક જાતની શિથિલતા આવી ગઈ છે. ખોટા જેટલાં પાપ કાર્યમાં નીડર રહી શકે એટલા સાચા ધર્મકાર્યમાં પણ ધર્મિઓ નિડર રહી શકતા નથી. એક ધર્મીમાં જેટલું કૌવત છે તેટલું હજાર અધર્મી અને લાખ
Page 100 of 24
Page #101
--------------------------------------------------------------------------
________________
ધર્મના વિરોધમાં નથી પણ ધર્મી ધર્મી હોવો જોઇએ. તેવા ધર્મીની પાસે અધર્મીને પગ મૂકતાં પણ કંપારી થાય. ધર્મીપક્ષ બળવાન થતો જાય, હેજે સ્થિર હોય તો બીજાને જોવા આવવાનું પણ મન થાય અને આવે તો ધર્મી પણ થાય. જે વસ્તુ વસ્તુસ્વરૂપે છે તે તમને તે સ્વરૂપે સમજાઈ જાય તો આપત્તિ આપોઆપ ટળી જાય. માટે તમે જાતે વસ્તુના સમજદાર થાઓ. કેવળ અમારા દોરવાયેલા દોરવાઓ તે ઠીક છે પણ તમે તમારી મેળે કાંઇક સમજતાં થાઓ. અસત્ય પક્ષ સામે સત્ય પક્ષનો મોરચો મંડાય ત્યારે એક વખત ઉકળાટ થાય. જેમ પહેલા વરસાદમાં જમીન બાફ મારે છે. બધી ગરમી ચૂસાઇ જાય ત્યારેજ ઠંડક વળે છે, તેમ આ કેટલાય કાળની ગરમી શાન્ત કરવા માટે ધોધમાર વરસાદ પડવો જોઇએ.
સૂત્રકાર મહર્ષિ નિર્વેદ અને વૈરાગ્ય પેદા કરવા માટે ચારે ગતિમાં રહેલ જીવોના કર્મ વિપાકને કહેવા ઇચ્છે છે; કારણ કે તે સમજાય તોજ શ્રી જિનેશ્વરદેવનો ધર્મ તમારા આત્મામાં પરિણામ પામે. સૂત્રકાર પરમર્ષિ કર્મ વિપાકનું વર્ણન કરે તે પૂર્વે સૂત્રકાર પરમર્ષિએ પ્રરૂપેલી વસ્તુ સ્પષ્ટતાથી સમજાઇ જાય તે કારણે ટીકાકાર મહર્ષિ, આપણે પ્રથમ કહી આવ્યા તે સઘળીએ વસ્તુઓનું વર્ણન કરવા ઇચ્છે છે. સંસાર એ ચાર ગતિમય છે. આટલું કહ્યા પછી એ ચારે ગતિની દુઃખમયતાનો ચિતાર આપતાં ટીકાકાર મહર્ષિ શું શું વર્ણવે છે, એ આપણે હવે પછી જોશું.
કર્મવશવર્તિ પ્રાણીઓના Áવિપાક્ત વિશિષ્ટ પ્રકારે વર્ણન
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા, પ્રાણિઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય થાય એ હેતુથી છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદેશાના આ બીજા સૂત્રદ્વારા, સંસારવર્તિ પ્રાણીઓને કમને પણ ભોગવવા પડતાં કર્મવિપાકનું વર્ણન કરવા ઇચ્છે છે. આ વસ્તુ તો આપણે અવતરણિકા અને આ સૂત્રના તં સુus fહીં dહીં આ અવયવ દ્વારા જાણી ગયા છીએ. પણ સૂત્રકાર પરમર્ષિ, પોતે જે કર્મવિપાકનું વર્ણન કરવા ઇચ્છે છે, તે કર્મવિપાકનું વર્ણન સહેલાઇથી સમજી શકાય તે માટે બીજા સ્ત્રાવયવોની વ્યાખ્યા કરવા પૂર્વે જ ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા પોતેજ અનેક વસ્તુઓને સ્પષ્ટ કરવાનો સુંદરમાં સુંદર પ્રયત્ન કરે છે. ખરેખર ટીકાકાર મહર્ષિઓનો આ ઉપકાર કોઇ જેવો તેવો નથી, પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિઓએ અર્થિ જીવોના ઉપકાર માટે એક સૂત્ર કે એક ગ્રંથની ટીકા કરતાં પોતાના સઘળાય જ્ઞાનનો યથોચિત ઉપયોગ એવી રીતિએ કર્યો છે કે-જો વાંચનાર અને સાંભળનાર વિચક્ષણ, વિવેકી તથા શ્રદ્ધા સંપન્ન હોય તો સહેલાઇથી અનેક સૂત્રો અને ગ્રંથોનું સાચું જ્ઞાન મેળવી શકે. ટીકાકાર મહર્ષિઓએ, કઠિનમાં કઠિન સૂત્રાદિકનું ઘણીજ ઓછી મહેનતે સારામાં સારું અને સ્પષ્ટ જ્ઞાન કરાવવા સાથે અનેક સૂત્રાદિનો સારામાં સારો બોધ કરાવવાનો જે ઉપકાર કર્યો છે તે ખરેજ વચનાતીત છે. જેઓ સૂત્રો ઉપર રચાયેલ ટીકા વિગેરેને નથી સ્વીકારતા તેઓ ખરેજ સૂત્રોના સમ્યજ્ઞાનથી પ્રાયઃ વંચિતજ રહ્યા છે, રહે છે અને રહેશે એમ કહેવામાં કશીજ અતિશયોક્તિ નથી.
અનેક વસ્તુઓ પૈકીની એક વસ્તુને સ્પષ્ટ કરતાં તો ટીકાકાર મહર્ષિએ કહ્યું કેસંસારનું વર્ણન:
સંસાર એટલે ચાર ગતિ અને ચાર ગતિ એટલે સંસાર, અર્થાત્ આખાએ સંસારનો સમાવેશ ચાર ગતિમાંજ થઇ જાય છે. સંસારવર્તિ આત્માઓ પૈકીના કેટલાક આત્માઓ નરક અને તિર્યંચ ગતિમાં રીબાય છે,
Page 101 of 234
Page #102
--------------------------------------------------------------------------
________________
જ્યારે કેટલાક આત્માઓ દેવગતિ અને મનુષ્યગતિમાં કર્મ પરવશતાથી પરિભ્રમણ કરે છે. સંસારવર્તિ કોઇ પણ આત્મા એવો નથી કે જેની હયાતિ આ ચાર ગતિ પૈકીની કોઈ પણ એક ગતિમાં ન હોય, કર્મપરવશ આત્માને ઇચ્છાએ કે અનીચ્છાએ આ ચાર ગતિમાંજ ફરવાનું છે. જે આત્મા એ ચારે ગતિઓના પરિભ્રમણથી કાયર થયો હોય તેની ફરજ છે કે તેણે કર્મપરવશ નહિ બનતાં અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા કર્મવિપાકના વર્ણનને સમજી નિર્વેદ અને વૈરાગ્યના ઉપાસક બનવું. જે આત્માઓ પોતાની એ ફરજ અદા કરે છે તેઓ પોતાના આ માનવજીવનમાં સાધ્યને સાધી શકે છે.
જેઓ પોતાના માનવજીવનના સાધ્યને સાધવા ઇચ્છે છે, તેઓ માટેજ ચારે ગતિના કર્મવિપાકનું વર્ણન પરમોપકારી પરમર્ષિઓએ કર્યું છે. અને એજ હેતુથી આ પરમોપકારી ટીકાકાર પરમર્ષિ પણ ચારે ગતિના કર્મવિપાકનું વર્ણન કરે છે. “નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ’ આ ચાર ગતિઓ છે એમ ફરમાવીને નરકગતિના કારમા વિપાકનું વર્ણન કરવા માગતા ટીકાકાર પરમર્ષિ નરકગતિમાં યોનિ વિગેરેનું નિરૂપણ કરતાં ફરમાવે છે કે
“तत्र नरक गतौ चत्वारो योनि लक्षा: पंचविंशतिकूलकोटिलक्षा: जयस्त्रिंशत्सागरोपमाण्युत्कृष्टा स्थिति: वेदनाश्च परमाधार्मिक-परस्परोदीरितस्वाभाविकदुःखानां नारकाणां या भवन्ति ता वाचामगोचरा, यद्यपि लेशतश्विकथयिपोरमिधेयविषयं न वागवतरति तथाडपि कम्मविपाकावेदनेन प्राणिनां वैराग्यं यथा स्यादित्येवमर्थ श्लाकैरेव किंचिदभिधीयते"
ચાર ગતિઓ પૈકીની નરકગતિમાં યોનિ ચાર લાખ છે, કુલકોટિ પચીસ લાખ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે અને પરમાધાર્મિકોએ ઉદીરેલ, પરસ્પરની ઉદીરેલ તથા સ્વાભાવિક જે દુઃખો તે દુઃખોથી રીબાતા નારકીઓને જે વેદનાઓ છે તે તો વાણીના વિષયમાં આવી શકે તેમ નથી. અર્થાત શબ્દો દ્વારા તેનું વાસ્તવિક સ્વરૂપ વર્ણવી શકાય તેમ નથી. જો કે-લેશથી અભિધેયવિષયને કહેવા ઇચ્છતા અમારી વાણી એના વર્ણનમાં ઉતરી શકે તેમ નથી તો પણ કર્મ વિપાકના આવેદનથી પ્રાણીઓને જે રીતિએ વૈરાગ્ય થાય તે માટે શ્લોકો દ્વારા કાંઇક નારકીઓના દુઃખોનું વર્ણન કરાય છે.
આટલા સામાન્ય વર્ણન ઉપરથી પણ તમે સમજી શકશો કે-ચારે ગતિમાં નરકગતિ એ ઘણીજ કારમી ગતિ છે. ખુદ શાસ્ત્રકારપરમર્ષિ પોતેજ ફરમાવે છે કે-નરકમાં રહેલા જીવોની વેદનાનું વર્ણન એ વચનાતીત છે. ખરેખર ઉપકારીઓના આ કથન ઉપર શ્રદ્ધા નહિ ધરનારા બીચારા મિથ્યાભાવમાંજ સબડે છે અને એ મિથ્યાભાવનાના યોગે સદાને માટે સ્વછંદી બની પાપની પ્રવૃત્તિથી નિર્ભીક બને છે, અને આ દુર્લભ એવા માનવજીવનની પ્રાપ્તિને એળે ગુમાવી દે છે. આવા ધર્મસામગ્રીથી ભરપુર માનવજીવનને પામીને તો પુણ્યશાલી આત્માઓએ મિથ્યાભાવનો ત્યાગ કરી સર્વસ્તુના સેવક બનવું જોઇએ અને અમને ન બેસે તે ખોટું એમ માનવાનો જે ખોટો ઘમંડ તેનો સર્વથા ત્યાગ કરવો જોઇએ.
ધ્યાનમાં રાખજો કે-ખોટો ઘમંડ આત્માને નરક જેવી દુર્ગતિમાં પડતાં નહિજ બચાવી શકે. માનનાર કે નહિ માનનાર ઉભય બહુ આરંભ અને બહુ પરિગ્રહના સેવનથી ઉત્કૃષ્ટ સ્થિતિ જે નરકમાં છે તે સાતમી નરકે ગયા છે; તેવીજ રીતિએ આ લોકમાં વર્તમાન સમયે પણ જેઓ બહુ આરંભ અને પરિગ્રહમાં પ્રસક્ત રહે છે
Page 102 of 234
Page #103
--------------------------------------------------------------------------
________________
તેઓ માને કે ન માને તો પણ એ બહુ આરંભની પ્રવૃત્તિ અને પરિગ્રહની અતિશય આસક્તિ તેઓને નરકગતિમાં ઘસડી ગયા વિના રહેનાર નથી એ શંકા વિનાની વાત છે : એજ કારણે ઉપકારી મહાપુરૂષો આ ભયંકર સંસાર ઉપરથી નિર્વેદ તથા વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટેજ ચારે ગતિના દુઃખોનું જેવું છે તેવું વર્ણન કરે છે. ચાર ગતિમાં કોઇ ભયંકરમાં ભયંકર ગતિ હોય તો તે નરકગતિ છે. એ ગતિમાં રહેલા જીવોને પરમાધામિ દેવો પણ વેદના કરે, તેઓ પરસ્પર પણ લઢે એટલે એની પણ વેદના થાય અને સ્વાભાવિક વેદના પણ ત્યાં વર્ણન ન થઇ શકે તેવી છે. પરમાધામિ દેવો ત્યાં રહે છે એમ નથી પણ ત્યાં રમવા આવે અને કુતુહલ કરે. અનાર્યો અગર તો અનાર્ય જેવાઓ જેમ નાના અને નિરાધાર જીવોને સતાવે છે તેમ ત્યાં પણ એ લોકો નરકના જીવોને ખુબજ સતાવે છે. બીજાને વગર પ્રયોજને સતાવે અને ઇરાદાપૂર્વક બીજાઓનું બુરૂ કરવાનીજ વૃત્તિવાળા મનુષ્યો પણ એક રીતે મનુષ્યલોકના પ૨માધામિ જેવાજ છે એમ સમજો ! નરકના પ૨મામિ પણ પોતાના આનંદ ખાતરજ નરકના જીવોને દુઃખ કરે છે અને એવા કર્મ બાંધે છે કે મરીને ભયંકર યાતનાઓ સહે છે અને દુર્ગતિમાં રીબાય છે. ચારે ગતિમાં કુતુહલી જીવો હોય છે.
ક્યાંથી લાવ્યા ? શાથી જાણ્યું ? જવાબમાં કહે છે, અનુભવથી. પૂછો કે શાથી અનુભવ થયો ? તો કહે કે શાસ્ત્ર ભણ્યો નથી. પછી એને કહો કે શાસ્ત્ર ભણ્યા નથી તો તમારી આ માન્યતાને બહાર ન મૂકો. તો તે કહે કે મૂકવાનો. કોઇ પૂછે કે, એમ કેમ ? તો કહે કે ‘મારી મરજી’ આ બધા ઉત્તરો છપાયેલા છે. આવાઓ આજ મહાત્મા ગણાય છે. પોતે સર્વથા કર્મથી રહિત ન થાય ત્યાં સુધી ચાર પૈકીની કોઇ એક ગતિમાં જ પોતાનું જીવન પસાર કરવાનું છે એ વાતમાં કશી જ શંકા નથી. વેદનાના પ્રકાર અને સ્વરૂપ ઃ
ચાર ગતિઓમાં કોઇ નીચતમ ગતિ હોય તો એક નરકગતિ જ છે. એ નરકગતિની યોનિ આદિ કેટલી છે અને એ ગતિમાં પડેલા આત્માઓ કેવી અને કેટલા પ્રકારની વેદનાઓ ભોગવે છે. એ વસ્તુનું વર્ણન કરતાં પણ ટીકાકાર મહર્ષિ ફરમાવી ગયા કે
‘નરકગતિમાં યોનિ ચાર લાખ છે, કુલ કોટિ પચીસ લાખ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. નરકગતિમાં રહેલા આત્માઓને વેદના ત્રણ પ્રકારની હોય છે. એક પરમાધામી દેવોએ કરેલી, બીજી પરસ્પર યુધ્ધાદિકથી ઉત્પન્ન થયેલી અને ત્રીજી ક્ષેત્રના સ્વભાવથી થતી તથા એ વેદનાઓ એવી હોય છે કે- જેનું વર્ણન વચનાતીત છે.’
આ પ્રમાણે ફરમાવીને વધુમાં ટીકાકાર મહર્ષિએ એમ પણ ફરમાવ્યું કેઃ
લેશથી કહેવાની ઇચ્છા રાખનારની વાણી અભિધેય વિષયને સ્પષ્ટતયા નથી વર્ણવી શકતી, તો પણ જે રીતિએ પ્રાણીઓ કર્મના વિપાકને સમજી શકે અને એને સમજવાથી તેઓને સંસાર પ્રત્યે જે રીતિએ વૈરાગ્ય થાય તે રીતિએ- ‘નીચતમ નરકગતિમાં રહેલા નારકીઓ કેવી કેવી વેદનાઓ ભોગવે છે અને એ ભોગવતાં
તેઓની કેવી દુર્દશા થાય છે.’ –આ વસ્તુ કંઇક કંઇક શ્લોકો દ્વારા અમે કહીએ છીએ.
Page 103 of 234
Page #104
--------------------------------------------------------------------------
________________
હવે ટીકાકાર મહર્ષિ શ્લોકોદ્વારા નરકમાં રહેલાં આત્માઓની દુર્દશાનું દિગ્દર્શન કરાવે તે પૂર્વે આપણે, નરકના જીવો કેટલા પ્રકારની કેવી વેદનાઓ ભોગવે છે એનું વર્ણન કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શબ્દોમાં યોગશાસ્ત્રની અંદર જે થયેલું છે તે સહજ જોઇ લઇએ.
કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી યોગશાસ્ત્રમાં સંસાર ભાવનાના સ્વરૂપને વિસ્તારમાં નીચતમ નરકગતિમાં રહેલા આત્માઓ નરકગતિમાં કેટલા પ્રકારનાં દુઃખોથી રીબાતા વસે છે એનું વર્ણન કરે છે અને એ વર્ણનમાં ફરમાવે છે કે -
"आधेपु निपु नरकेपण्ण, शीतं परेषु च । चतुर्थ शीतमुष्णं च, दुःखं क्षेत्रोद्भवं त्विदम् //9//
नरकेपुष्णशीतेषु, चेत पतेल्लोहपर्वतः । विलीयेत विशीत, तदा भुवमनाप्नुवन ////
उदीरितमहादुःखा, अन्योन्येनासुरैव ते ।
હતિ ક્ષિત્તિ:વાત, વસત્તિ નરવનો //// નરક સાત છે, તેમાંની પ્રથમ ત્રણ નરકમાં શીત વેદના છે, ચોથી નરકમાં શીત અને ઉષ્ણ ઉભય છે અને પાંચમી, છઠ્ઠી તથા સાતમી એ ત્રણ નરકમાં ઉષ્ણ વેદના છે. આ શીત, શીતોષ્ણ અને ઉષ્ણ વેદના ક્ષેત્રસ્વભાવથી જ ઉત્પન્ન થયેલી હોય છે.
વળી એ ઉષ્ણ અને શીત નરકોમાં જો કદાચ લોઢાનો પર્વત પડે તો તે પણ ભૂમિ ઉપર પહોંચવા પૂર્વે જ વિલીન થઇ જાય અને વિખરી જાય.
વધુમાં બીચારા એ નરકમાં પડેલા જીવોને પરસ્પરના યુદ્ધથી અને અસુરોથી મહા દુઃખ ઉત્પન્ન થાય છે : અર્થાત્ એ જીવોની દુર્દશા એક ક્ષેત્રવેદનાથી જ નથી અટકતી પણ પરસ્પરના યુદ્ધથી પણ એ જીવો ઘણા દુઃખી થાય છે અને અસુરો દ્વારા પણ એ જીવોની ન વર્ણવી શકાય તેવી કનડગત થાય છે : એ રીતિએ ત્રણ પ્રકારનાં દુઃખોથી પીડાતાં તે જીવો નરકની અવનિમાં વસે છે.
આ ઉપરથી એ વસ્તુ ઘણીજ સહેલાઇથી સમજી શકાશે કે-નરકના જીવોને એક ક્ષણની પણ શાંતિ હોઇ શકતી નથી. નરકનું ક્ષેત્રજ એવું હોય છે કે-ત્યાં સ્વાભાવિક રીતિએજ શીત અને ઉષ્ણ વેદના ભયંકર હોય છે. એ શીત અને ઉષ્ણ વેદનાના સ્વરૂપનો સહજ ખ્યાલ આપતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ એટલુંજ જણાવ્યું કે :
લોઢાનો પર્વત જો નરકના ક્ષેત્રમાં રહેલી શીતતામાં કે ઉષ્ણતામાં પડે તો તે નરકક્ષેત્રની ભૂમિ ઉપર પહોંચતાં પહેલાં જ વિલય પામી જાય અને વિખરી જાય.”
વિચારો કે એ કેવી ભયંકર શીત વેદના અને ઉષ્ણ વેદના? એવા પ્રકારની શીત વેદના અને ઉષ્ણ વેદના જીવન પર્યત ઇચ્છા હોય કે ન હોય તો પણ નરકમાં પડેલા જીવોને ભોગવ્યા વિના છૂટકો જ નથી. નરકમાં પડેલા
Page 104 of 234
Page #105
--------------------------------------------------------------------------
________________
જીવો એ પીડાથી અકળાઈને ભાગવા માંગે તો ભાગી શકે તેમ નથી અને મરવા ઇચ્છે તો મરી શકે તેમ નથી. નરકના જીવોનું આયુષ્ય જ એવું છે કે તે તુટે જ નહિ. આયુષ્ય તુટી શકે તેવું નહિ હોવાથી અને મર્યા વિના ત્યાંથી છૂટી શકાય તેમ નહિ હોવાથી ત્યાં ઉત્પન્ન થયેલા જીવોને ત્યાંની એ કારમી શીત વેદના અને ઉષ્ણ વેદના ગમે તે પ્રકારે ભોગવ્યે જ છૂટકો છે. અહીંઆ નાસ્તિતાના ઉપાસક બનેલા જે આત્માઓ “નરક છે' એવા જ્ઞાનીઓના કથનને નહિ સ્વીકારી, યથેચ્છપણે ઘોર આરંભ અને ઘોર પરિગ્રહની ભાવનાને પેદા કરનારી, પોષનારી, વધારનારી અને ખીલવનારી પ્રવૃત્તિમાં રાચ્યા માચ્યા રહે છે, અભક્ષ્યોના ભોજનમાં રક્ત બને છે, અપેયના પાનમાં પાગલ બને છે અને એ બધીય વસ્તુના નિષેધક સદ્દગુરૂઓ અને શાસ્ત્રોની સામે જેહાદ પોકારે છે તે આત્માઓને એ સઘળાય ઘોર પાપના પ્રતાપે નરકે ગયા વિના છૂટકો નથી અને ત્યાં ગયા પછી નહિ માનવા છતાં પણ એવી કારમી વેદનાઓ ભોગવ્યા વિના બીજો કોઇ પણ રસ્તો જ નથી. અર્થાત કોઇ પણ આત્માને પછી તે માને કે ન માને પણ પાપના ફલ તરીકે મળેલી નરકમાં ગયા પછી ત્યાંની અ કારમી પીડા તો નરકમાં રહેવાનું આયુષ્ય જ્યાં સુધી પુરૂં થાય ત્યાં સુધી ભોગવવી જ પડે છે.
એ કારણે ચરમશરીરી શ્રી મૃગાપુત્રજી પણ પોતાને પૂર્વાવસ્થામાં પાપના પ્રતાપે ભોગવવી પડેલી શીત અને ઉષ્ણ વેદનાનું વર્ણન કરતાં પોતાના માતા પિતા પ્રત્યે કહે છે કે -
, udોડvid[[[ ત8 / नएसुवेअणा उपहा, अर र [ 1 या वेइआ गए //91/
जहा इह इमं सी, एतोण्णंतगुणा तहिं / नएसु वेअणा सोआ, अर र । [ वा वेइआ गए //27/ જે નરકોમાં હું ઉત્પન્ન થયો હતો તે નરકોની ભૂમિમાં ભૂમિ સંબંધી જ ઉષ્ણતા એવી હતી કે- “આ મનુષ્યલોકમાં રહેલા અગ્નિમાં જે ઉષ્ણતા છે તેના કરતાં પણ અનંતગુણી થાય.” એવી અશાતાને ઉત્પન્ન કરનારી ઉષ્ણ વેદના તે તે નરકગતિઓમાં મેં ભોગવેલી છે.
અને જે નરકોમાં હું ઉત્પન્ન થયો હતો તે નરકોમાં શીત વેદના એવી હતી કે- “આ મનુષ્યલોકમાં મહામાસ આદિમાં સંભવતી જે શીત તેના કરતાંય અનંતગુણી થાય.” એવી અશાતાને ઉત્પન્ન કરનારી શીત વેદના પણ તે તે નરકોમાં મેં એટલે મારા આત્માએ વેદી છે.
આ વસ્તુવર્ણન આસ્તિક્તાના ઉપાસકોને સમજાવે છે કે-કર્મથી પરવશ બનેલા આત્માઓ, સુખી થવાના ઇરાદે જે ઘોર પાપ પ્રવૃત્તિઓ હૃદયપૂર્વક આચરી રહ્યા છે તેના પ્રતાપે તે આત્માઓને એવી દુઃખદ દશામાં મૂકાવું પડવાનું છે કે-જેનું વર્ણન વચનાતીત છે. અનંત જ્ઞાનીઓનું આ કથન નાસ્તિક બની ગયેલા આત્માઓને ભલેજ ન સાચું લાગે પણ આસ્તિક આત્માઓને તો એ સાચું લાગવું જ જોઇએ. એ કથન જે પુણ્યાત્માઓને સારું લાગે છે તે પુણ્યાત્માઓ સહેજે સહેજે અનેક કુર પાપકર્મોથી બચી જાય છે. પાપકર્મોથી બચનારા આત્માઓ ન ઇચ્છે તો પણ સુખ તેમનો સાથ છોડતું નથી. અર્થાત એવા આત્માઓ શાશ્વત સુખને ન પામે ત્યાં સુધી આ દુનિયામાં પણ
Page 105 of 234
Page #106
--------------------------------------------------------------------------
________________
તેઓ માટે લીલાલહેરજ હોય છે અને જેઓ આ દુન્યવી સુખમાં મસ્ત બનીને પુણ્ય અને પાપ તથા એ ઉભયના પ્રતાપે મળતાં સ્વર્ગ અને નરકનો અસ્વીકાર કરી યથેચ્છપણે મ્હાલવામાં અને રાચવામાંજ મશગુલ રહે છે; તે આત્માઓ મુક્તિસુખને તો નથીજ પામી શકતા પણ આ સંસારમાંય બૂરામાં બૂરી દુર્દશા ભોગવે છે. એક આ લોકની સાધનામાંજ સર્વસ્વ સમજી અનીતિ આદિ પાપકર્મમાં રક્ત બનેલા આત્માઓ નથી સુખી થતા આ લોકમાં કે-નથી સુખી થતા પરલોકમાં. ખરેખર એવા આત્માઓની દશાજ કોઇ ભયંકર છે. કેવલ મતિકલ્પનાના નાદે ચઢેલા એ બીચારાઓને દેવ, ગુરૂ અને ધર્મ વિગેરે સઘળુંય હંબગજ લાગ્યા કરે છે. એવા આત્માઓ સમક્ષ શ્રી વીતરાગપરમાત્મા અને એ પરમતારક પરમાત્માની સમતા રસને ઝરતી પ્રતિમાની ઉપાસના કરવાની વાત કરો તો પણ તેઓ છેડાઇ પડે છે અને બોલી ઉઠે છે કે- ‘પરમાત્માને ભાળ્યાજ કોણે છે અને નિર્જીવ પ્રતિમામાં ભર્યું પણ શું છે ?' પણ આવું બોલતાં તેઓને એ યાદ નથી આવતું કે- ‘અમે અમારા પૂર્વજોને વિના ભાળ્યે માનીએ છીએ તેનું શું અને હાડ, માંસ, ચરબી અને રૂધિર આદિ બિભત્સ વસ્તુઓથી ભરેલી અમારી સ્ત્રીઓની પ્રતિમાને હૃદય સરસી ચાંપીને ફરીએ છીએ તેનું શું ?’ આવા વિચારહીન અને વિવેકવિકલ આત્માઓ, હ્રદયપૂર્વક આત્મા, પરલોક અને પુણ્ય પાપ આદિને નહિ માનનારા હોવાથી તેઓ આ લોકનાજ એક ઉપાસક બને એમાં આશ્ચર્ય શું છે ? એવા આત્માઓને, એક મોક્ષમાર્ગનાજ પ્રચારક મુનિવરો અને અનંતજ્ઞાની શ્રી જિનેશ્વર દેવોએ અસાધારણ રીતિએ અનુભવીને ઉપદેશેલો અજોડ મુનિમાર્ગ ન રૂચે એ સર્વથા સંભવિત છે. ૫૨મતા૨ક તીર્થો અને તેની ભક્તિના પ્રકારો તથા એવાજ બીજાં પરમવીતરાગ પરમર્ષિઓએ પ્રરૂપેલાં : એજ કા૨ણે ૫૨મ વીતરાગતાની પ્રાપ્તિ માટે અવશ્ય ઉપયોગી અનુષ્ટાનો પણ એવા આત્માઓને અરૂચિકર થાય એ પણ આશ્ચર્યજનક નથી. એવી એવી કારમી મનોદશાના કારણે એવા આત્માઓ સ્થાવર તીર્થો અને જંગમતીર્થોની ભક્તિ છોડીને અનેક પ્રકારે આશાતના કરવામાંજ ઉદ્યમશીલ થાય છે. એવા આત્માઓની દુર્દશાનું વર્ણન કરતાં પંડિત વીરવિજયજી પણ નવ્વાણું પ્રકારની પૂજાઓ પૈકીની અગીઆરમી પૂજામાં કહે છે કેઃ
“આશાતના કરતાં થકાં ધનહાણી, ભુખ્યાં ન મળે અન્નપાણી, કાયા વળી રોગે ભરાણી, આ ભવમાં એમ....તી. ૧. પરભવ પરમાધમામીને વશ પડશે, વૈતરણી નદીમાં ભળશે, અગ્નિને કુંડે બળશે, નહીં શરણું કોઇ તી. ૨.’ આજ હેતુથી
એવા આત્માઓની છાયાથી પણ સુખના અર્થિ અત્માઓએ અલગ રહેવું જોઇએ. કારણ કે એવા આત્માઓનો સંસર્ગ પણ ભયંકર છે. એવા આત્માઓ સ્વયં દુર્ગતિના માર્ગે પ્રયાણ કરવા સાથે અન્ય આત્માઓને પણ એવા ઉન્માર્ગે જવાની સતત પ્રેરણા કર્યા કરે છે : નાસ્તિક્તાના પ્રતાપે એવાઓનો આત્મા આરંભથી ડરતો પણ નથી અને પરિગ્રહથી પાછો પણ હઠતો નથી. બહુ આરંભ અને બહુ પરિગ્રહમાં રક્ત બનેલા આત્માઓ ભણ્યાભક્ષ્યનો વિવેક પણ ભૂલે છે અને પરિણામે ક્રુર બને છે. ક્રુરતાના પ્રતાપે રૌદ્રપરિણામી બને છે અને એ રૌદ્રપરિણામના યોગે નરકના આયુષ્યનો બંધ થાય છે. એ બંધના યોગે અનીચ્છા હોય તો પણ
Page 106 of 234
Page #107
--------------------------------------------------------------------------
________________
નરકમાં જવુંજ પડે છે. ઘોર પાપકર્મોના પ્રતાપે નરકમાં પડેલા આત્માઓની દુર્દશા કેવા પ્રકારની થાય છે એનું વર્ણન કરતાં ટીકાકાર મહર્ષિ શું શું ફરમાવે છે તે હવે પછી
નીચતમ નરગતિમાં પડેલા નારકીઓની દુર્દશાનું દિગ્દર્શન સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા, જે કર્મવિપાકનું વર્ણન કરવા ઇચ્છે છે, તે કર્મવિપાકનું વર્ણન સહેલાઇથી સમજી શકાય તે માટે ટીકાકર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા પોતેજ અનેક વસ્તુઓને સ્પષ્ટ કરવા માંગે છે અને એ ખાતર શરૂઆતમાંજ એ ઉપકારીએ ફરમાવ્યું કે :
“नारकतिर्यनरागरलक्षणावतस्त्रो गतयो" નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવલક્ષણ ચાર ગતિઓ છે.”
' અર્થાત સંસાર એટલે ચાર ગતિ અને ચાર ગતિ એટલે સંસાર. ચાર ગતિમાં જ સમગ્ર સંસારનો સમાવેશ થઇ જાય છે. સંસારમાં વસતા આત્માઓ પૈકીનો કોઇ પણ આત્મા એવો નથી કે જે આત્મા, એ ચારે ગતિઓ પૈકીની કોઈ પણ એક ગતિમાં વસતો ન હોય. ઇચ્છા હોય કે ન હોય તે છતાં પણ કર્મપરવશ આત્માને એ ચાર ગતિઓ પૈકીની કોઇ પણ એક ગતિમાં વસવું જ પડે છે.
નીચતમ નરકગતિમાં પડેલા નારકીઓની દુર્દશાનું દિગદર્શન
ટીકાકાર મહર્ષિની અભિલાષા :
સૂત્રકાર પરમર્ષિ શ્રીસુધર્માસ્વામિજી મહારાજા, સંસારવર્તિ પ્રાણીઓ સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય પામે એ હેતુથી આ “ધૂત’ નામના છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદેશાના આ બીજા સૂત્રદ્વારા, સંસારવર્તિ પ્રાણીઓને કર્મની પરવશતાથી કે મને પણ ભોગવવા પડતા કર્મવિપાકનું વર્ણન કરવા માગે છે એ વાત તો આ બીજા સૂત્રની અવતરણિકા અને“d
dહ7' આ સૂત્રાવયવ દ્વારા જાણીએ જ છીએ. સૂત્રકાર પરમર્ષિના એ આશયને સારામાં સારી રીતિએ ફળરૂપ બનાવવાના હેતુથી ટીકાકાર મહર્ષિ પોતેજ, ચાર ગતિરૂપ સંસારમાં ભટકતા જીવો કેવી કેવી દુર્દશામાં સબડે છે એનું કિંચિત્ વર્ણન કરવાને ઇચ્છે છે એજ કારણે ચાર ગતિઓ પૈકીની સૌથી અધમ એવી જે નરકગતિ, તેની યોનિઓની સંખ્યા, કુલકોટિઓની સંખ્યા, તેમાં પડેલા જીવોની ઉત્કૃષ્ટ આયુષ્યની સ્થિતિ કેટલી છે તેનું અને નારકી જીવોની વેદનાઓ કેટલા પ્રકારની છે તેનું વર્ણન કર્યા બાદ પણ તે મહર્ષિએ સૂચવ્યું છે કે:
‘લેશથી કહેવાની ઇચ્છાવાળાની વાણી, નરકમાં પડેલા આત્માઓની વેદનાઓનું વર્ણન કરવાને અશક્ત છે તો પણ કર્મવિપાકના આવેદનથી સંસારવર્તિ પ્રાણીઓને વૈરાગ્ય થાય એવી રીતિનું સામાન્ય વર્ણન કરવાની તો અમારી અવશ્ય અભિલાષા છે.' વેદનાઓનો સહજ ખ્યાલ :
એજ અભિલાષાને અનુસરીને નરકના આત્માઓ કેવી કેવી વેદનાઓ કેવા કેવા પ્રકારે ભોગવી રહ્યા છે તેનો સહજ ખ્યાલ આપતાં ટીકાકાર પરમર્ષિ છે શ્લોકોથી ફરમાવે છે કે
Page 107 of 234
Page #108
--------------------------------------------------------------------------
________________
"श्रवणलवनं नेत्रोद्धारं करमामपाटनं, हृदयदहनं नासाच्छेदं प्रतिक्षणदारुणं /
कटविदहनं तीक्ष्णापातत्रिशूलविभेदनं, दहनवदनैः कडकैचरिः समन्तविभक्षणम //91/ तीक्ष्णैरसिभिदीप्तैः कुन्तविपमैः परवधिकैः /
परशुत्रिशुलमुद्ररतोमरवासीमुपण्ढीभिः //2/ सम्मिनतालुशिरसरिछन्न-भुजारिछन्नकर्णनासौष्ठाः । Ramહ
/-1qCZ :qld: //રૂ// निपतन्त उत्पतन्तो विष्टमाना महीतले दीनाः ।
નેaો ગd[Ė જેર/ર[; pપcભWI: //// छिद्यन्ते कपणाः कृतान्तपरशो-स्तोक्षणेन धारासिना, क्रन्दन्तो विपवीचित्यवच्छोभिः परिष्टताः, संभक्षणव्याप्रतैः
पाट्यन्ते क्रकचेन दारुचदसिरा, प्रच्छिन्नवाहुदया, कुम्भीप पुपान दग्वतनवो, मुपासु चान्तगता: //// भृज्जयन्ते ज्वलदम्बरीपहुतभुग-ज्चालाभिराराविणो, दीप्तागारनिमेषु वज्रभवने-
प्वगरकेत्यिताः । दहान्ते विकृतोववाहुवदनाः, क्रन्दन्त आतरवनाः,
gW7: pg[ હિ? જરVI-XIIIF @ોનો IQત //// ઘોર પાપકર્મના પ્રતાપે નીચતમ નરક ગતિમાં પડેલા આત્માઓની પ્રતિક્ષણ કેવી ભયંકર દશા થાય છે. તેનું વર્ણન કરતાં ટીકાકાર પરમર્ષિ ફરમાવે છે કે
દરેક ક્ષણે દારૂણ રીતિએ તેઓના કાનોનું છેદન થાય છે, તેઓના નેત્રોનો ઉદ્ધાર કરવામાં આવે છે એટલે નેત્રોને ઉખેડી નાખવામાં આવે છે, તેઓના હાથોને અને પગોને ફાડી નાખવામાં આવે છે, હૃદયને બાળવામાં આવે છે, કમ્મરના ભાગને સળગાવી દેવામાં આવે છે, તીક્ષ્ણ ત્રિશૂળના કારમા ઘાથી તેઓનું વિશેષ પ્રકારે ભેદન કરવામાં આવે છે અને અગ્નિ જવા મુખવાળા એજ કારણે ભયંકર એવા કંકોથી તેઓનું ચારે બાજુએ ભેદન થાય છે : અર્થાત્ તેઓનું કોઇ પણ અંગ એવું નથી કે જેના ઉપર દરેક ક્ષણે ભયંકરમાં ભયંકર પીડા પરમાધામિક અસુરો દ્વારા ન થતી હોય.
તીક્ષ્ણ તલવારો દ્વારા, ચળકતા ભાલાઓ દ્વારા, વિષમ કુહાડાઓ અને ચક્રો દ્વારા તથા ‘પરશુ, ત્રિશૂલ, મુદગર, તોમર, વાસી અને મુષઢી' નામનાં શસ્ત્રો દ્વારા સારી રીતિએ ભેદાઇ ગયેલ છે, તાલ અને મસ્તક જેઓનાં, છેદાઈ ગયાં છે. ભુજાઓ જેઓની કપાઇ ગઇ છે; કાન, નાસિકા અને હોઠ જેઓના, ભૂદાઇ ગયા છે, હૃદય અને આંતરડાં જેઓનાં ફુટી ગયાં છે. આંખોનાં પડ જેઓના એજ કારણે દુઃખથી અતિશય પીડાતા, નીચે પટકાતા કે ઉંચે ઉછળતા પૃથ્વિના તલ ઉપર વિષમ પ્રકારની ચેષ્ટાઓ કરતા, દીન બની ગયેલા અને કર્મરૂપ પડલના પ્રતાપે અંધ થઇ ગયેલા એવા નરકના આત્માઓ, પોતા માટે કોઈ પણ રક્ષકને જોઇ શકતા નથી.
પણ એવા નરકના આત્માઓ; યમરાજના પરશુથી અને તીક્ષ્ણ ધારવાળી તલવારથી છેદાય છે અને ચોમેરથી ભક્ષણ કરવા માટે પ્રવૃત્ત થઇ ગયેલા વિષમય વિછુઓથી ઘેરાઇ ગયેલા હોવાના કારણે રોતા હોવા
Page 108 of 234
Page #109
--------------------------------------------------------------------------
________________
છતાં પણ કરવતથી કાષ્ટની માફક કપાય છે અને તલવારથી છેદાઇ ગયેલી છે. બન્ને ભુજાઓ જેની એવા તથા કુંભીઓમાં તપાવેલા સીસાના રસનું પાન કરવાથી દગ્ધ થઇ ગયું છે શરીર જેઓનું એવા, તે આત્માઓ મૂપાની અંદર ગયા થકા જાજવલ્યમાન ખેરના અગ્નિની જવાલાઓથી શેકાય છે : એજ કારણે ચીસો મારતા અને અંગારકોમાં ઉસ્થિત થયેલા તેઓ સળગતા અંગારા જેવાં વ્રજભુવનમાં બળાય છે. આથી એ બીચારા વિકૃતપણે ભુજાઓને અને મુખને ઉંચું કરીને આર્તસ્વરે રૂદન કરતા અને દશેય દિશાઓને જોવા છતાં પણ સઘળીય રીતિએ શરણરહિત એવા તેઓના રક્ષણ માટે કોઇ પણ મળી શકતું નથી : અર્થાત્ એવી સઘળીએ પીડાઓ તેઓને શરણરહિત પણે ગમે તેમ કરીને સહન કરવીજ પડે છે.
આજ પ્રકારે, બોચારા નારકીઓની વેદનાઓનો સહજ ખ્યાલ આપતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પણ ફરમાવે છે કે
“समुत्पन्ना घटीयन्त्र-ण्वधार्मिकसुरैर्वलात् । आकृष्यन्ते लघुद्धारात यथा सीसशलाकिकाः //91/
गृहीत्वा पाणिपादादौ, वज्रकण्टसककटे । आस्काल्यन्ते शिलापृष्ठे, वासांसि रजकैरिव ////
दारुदारं वियन्ते, दारुणः कृकचा क्चचित । તિભi { fો . રિસન્ન Quત : //3//
पिपासार्ताः पुनस्तप्त-त्रपुसीसकवाहिनीम् । નદી રેતરપી નમ-qતા4@DI: ///// छायाभिकाडिक्षणः क्षिप्र-मसिपत्रवनं गताः ।
: ૫તશિtd છો તિભSTIPQ //P// आश्लेष्यन्ते च शाल्मल्यो, वज्रकण्टकसकटाः । तप्तायः पुत्रिका: क्वापि, स्मारितान्यवधुरतम //६//
संरमार्य मांसलोलत्व-पाश्यन्ते गांसमगजम् । प्रख्याप्य मधुलौल्यं च, पीप्यन्ते तापितं पु ////
भाष्ट्रकन्दुमहाशूल-कुम्भीपाकादिवेदनाः । #જોમgII , #orો મટિઝવત //૮//
छिन्नभिन्नशरीराणां, पुनर्मिलितवर्मणाम् । જેના[[[ b[ો, વ@pgp[રિપોશી: ////
एव महादुःखहताः, सुखांशेनापि वर्जिताः ।
Pત્તિ b[-/RxWRRIORI //9o/?' પરમાધામિક અસુરો, ઘટીયંત્રોમાં ઉત્પન્ન થયેલા નારકીઓને લઘુદ્ધારથી બળાત્કારે જેમ સીસાની સળીઓને ખેંચી નાંખે તેમ ખેંચી નાખે છે.
તે પછી પણ ધોબી લોકો જેમ વસ્ત્રોને શિલાપૃષ્ટ ઉપર અફાળે છે તેમ તે અસુરો, તે બીચારાઓને હાથ અને પગ આદિથી પકડીને વજકંટકોથી વ્યાપ્ત એવા સ્થળ ઉપર અફાળે છે : કોઇ વખત કરપીણ કરવતોથી જેમ કષ્ટોને ફાડી નાખે તેમ તે બીચારાઓને ફાડી નાખે છે : વળી કોઇ વખત વિચિત્ર પ્રકાના યંત્રોદ્વારા જેમ તલને પીસી
Page 109 of 234
Page #110
--------------------------------------------------------------------------
________________
નાખે તેમ તે બીચારાઓને પીસી નાખે છે : પીપાસા એટલે તૃષા તેનાથી પીડાતા તે ગરીબડાઓને તપાવેલા ત્રપુ અને સીસાને વહન કરનારી “વૈતરણી' નામની નદીમાં ઉતારે છે.
વળી તાપથી ગભરાઇને છાયા મેળવવાની અભિલાષાથી તે બીચારાઓ એકદમ અસિપત્ર વનમાં દોડી જાય છે, પણ ત્યાં પડતાં પત્રરૂપ શસ્ત્રોદ્વારા તે બીચારાઓના અનેકવાર તલ તલ જેટલા ટુકડા થઇ જાય છે.
વધુમાં તે અસુરો, પરસ્ત્રીલંપટતાના પ્રતાપે નરકમાં ઉત્પન્ન થયેલાઓને અન્યવધુ રક્તતા યાદ કરાવી કરાવીને વજકંટકોથી વ્યાપ્ત એવી શાલ્મલીઓ સાથે આલિંગન કરાવે છે અને કોઈ સ્થળે તપાવેલી લોઢાની પુતળીઓ સાથે આલિંગન કરાવે છે : માંસલોલુપતાના પ્રતાપે નરકમાં ઉત્પન્ન થયેલાઓને માંસલોલુપતાનું સ્મરણ કરાવીને તેમના પોતાનાજ અંગથી ઉત્પન્ન થયેલા માંસને ખવડાવે છે : મધુની લોલુપતાના પ્રતાપે નરકમાં ઉત્પન્ન થયેલાઓને મધુની લોલુપતાનું ખુબ ખુબ કથન કરીને તપાવેલા ત્રપાથી શીક્ષા કરે છે.
આ રીતિએ બ્રાઝ, કન્દુ, મહાલ અને કલ્પીપાક આદિની વેદનાઓનો અવિશ્રાન્તપણે અનુભવ કરાવે અને ભાટત્રની માફક તેઓને મુંજે છે.
અને પ્રથમ છિન્ન ભિન્ન થઈ ગયું છે શરીર જેઓનું અને તે પછી ફરીથી આખું થઈ ગયું છે શરીર જેઓનું એવા તે નારકી જીવોનાં નેત્ર આદિ જે અંગો તેને બક અને કંક આદિ પક્ષીઓ ખેંચી કાઢે છે.
આ પ્રમાણે મહા દુઃખોથી હણાઇ ગયેલા અને સુખના એક અંશથી પણ રહિત એવા તે બીચારાઓ, બહુ કાલ એટલે તેત્રીસ સાગરોપમ જેટલા દીર્ધ કાલને નરકગતિમાં પસાર કરે છે. અતિ આસક્તિનું પરિણામ :
આ વર્ણન ઉપરથી તમે સમજી શકશો કે- ‘નરકમાં પડેલા જીવોને ક્ષેત્રની પીડા અને પરસ્પરના યુદ્ધથી ઉત્પન્ન થતી પીડા એના કરતાં પરમધામિક અસુરોદ્વારા થતી પીડા પણ કાંઇ સામાન્ય નથી હોતી.'
ગાઢ વિષયાસક્તિમાં પડેલા આત્માઓએ આ વસ્તુ બહુજ વિચારવા જેવી છે. ગાઢ વિષયાસક્તિના પ્રતાપે આત્મા આત્મભાન ભૂલી જાય છે અને અતિશય અસંતોષી બને છે. પોતાના એ અપરિમિત અસંતોષને સંતોષવા માટે એ આત્માઓ પછી પાપ કરતાં પાછું વાળીને જોતાંજ નથી. ગાઢ આસક્તિના પ્રતાપે આત્મભાન ભૂલીને અસંતોષી બનેલા આત્માઓ અભક્ષ્યના ભક્ષણમાં, અપેયના પાનમાં, અગમ્યગમનમાં અને અનાચરણીય આચરણાઓમાં નિરંકુશપણે વર્તે છે. એ નિરંકુશ વર્તનની આડે આવનારા સઘળાજ તેઓને મન પોતાના દુશ્મન લાગે છે અને જે કોઇ એ નિરંકુશ વર્તનને પોષનારા હોય, ખીલવનારા હોય અને ‘ઇચ્છા મુજબ વર્તો' એમ કહીને ઉત્તેજન આપનારા હોય, તેઓ જ તેમને મન મિત્ર સમા ભાસે છે. એના પરિણામે સાચી આસ્તિક્તા ભાગવા માંડે છે અને નાસ્તિક્તા છૂપી રીતે સ્થાન પામે છે. એ છૂપી નાસ્તિક્તાના પ્રતાપે તેઓને મુક્તિ તો હંબગજ ભાસે છે, પુણ્ય પાપના વિચારો કાલ્પનિક લાગે છે, આત્માના અસ્તિત્વમાં પણ
Page 110 of 234
Page #111
--------------------------------------------------------------------------
________________
આશંકાઓ ઉદ્દભવે છે, એટલે પરલોકની કથાઓ તો એમને મન કોરાં ગપ્પાં જ જણાય છે; આવા આત્માઓ દેવને, ગુરૂને અને ધર્મને તથા શાસ્ત્રોનું માનવાનો ખુલ્લો ઇન્કાર ન પણ કરે પરંતુ એ બધીએ વસ્તુઓ પોતાની વિષયાશક્તિને પુષ્ટ કરવામાં ઉપયોગી કેવી રીતિએ થાય એનોજ તેઓ રાત્રિદિવસ વિચાર કર્યા કરે છે અને એની યોજનાઓ ઘડ્યા કરે છે; એમ છતાં પણ જો એ બધી વસ્તુઓ પોતાની એ વિષયાશક્તિતા, વિષયાશક્તિની સફળતા માટે અતિશય આવશ્યક ભારે આરંભશીલતા અને અપરિમિત પરિગ્રહશીલતાને, પોષણ કે અનુમોદન ન આપવી હોય તો એ સઘળી વસ્તુઓ સામે કારમો બળવો જગાડવાનું તેઓને કર્તવ્યરૂપ લાગે છે. આવા આત્માઓ નરકગામી અને બલસંસારી બને એમાં આશ્ચર્ય પણ શું?
ર્મવશવર્તિ પ્રાણીઓના ર્મ વિપાક્ન વિશિષ્ટ પ્રકારે વર્ણન
નીચતમ નરક ગતિમાં પડેલા નારકીઓની દુર્દશાનું દિગદર્શન સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજીના આશયને સ્પષ્ટ કરવા માટે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, ચારે ગતિની યોનિ આદિનું વર્ણન કરવા ઇચ્છે છે એમ આપણે જોઇ આવ્યા. ચારે ગતિની યોનિ આદિનું વર્ણન કરવા ઇચ્છતા ટીકાકાર મહર્ષિએ, નરકગતિની યોનિ આદિનું વર્ણન કર્યું અને હવે તિર્યંચગતિ આદિની યોનિ આદિનું વર્ણન કરતાં એ પરમર્ષિ શું શું ફરમાવે છે એ જોવા પૂર્વે આપણે ચરમ શરીરી શ્રી મૃગાપુત્રજી, નરકનાં દુઃખો પોતે કેવાં કેવાં સહ્યાં છે એનું વર્ણન કરતાં શું કહે છે તે જોઇએ - શ્રી મૃગાપુત્રજીએ કરેલું નરક દુઃખોનું વર્ણન:
ચરમશરીરી શ્રી મૃગાપુત્રજીને મુનિવરના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એ જ્ઞાનના પ્રતાપે શ્રી મૃગાપુત્રજીએ પોતાની પૂર્વજાતિ જાણી અને પૂર્વે જે શ્રમણપણું પાળ્યું હતું તે પણ જાણ્યું. એ કારણે વિષયોથી રાગ નહિ પામતા અને સંયમમાં રાગ પામતા શ્રી મૃગાપુત્રજીએ, પોતાના માતાપિતા સામે સંયમ લેવાની અનુમતિ માંગી. સંયમ માટે અનુમતિ માંગતા શ્રી મૃગાપુત્રજી પ્રત્યે સંયમની દુષ્કરતાનું દર્શન કરાવી માતા પિતાએ કહ્યું કે :
“હે પુત્ર ! તું સુખ માટે યોગ્ય છો, તું સુકુમાર છો અને તું સ્નાન તથા અલંકારો આદિથી અલંકૃત રહેનારો છો માટે તું સંયમના પાલન માટે અસમર્થ છા.”
માતા પિતાના એ કથનનો પ્રતિકાર કરવા શ્રી મૃગાપુત્રજીએ, પોતે પૂર્વે વેચેલી અનેક પ્રકારની વેદનાઓનું વર્ણન કરતાં નરકગતિમાં વેકેલી વેદનાઓનું પણ વર્ણન કર્યું છે : તેમાંની શીતવેદના અને ઉષ્ણવેદનાનું વર્ણન તો આપણે જોઈ જ ગયા છીએ : તે સિવાયની વેદનાઓનું વર્ણન કરતાં પણ શ્રી મૃગાપુત્રજી, પોતાના માતા પિતા પ્રત્યે કહે છે કે:
"कं दंतो कंदुकुंभीस, उड़पाओ अहोसिरो। हुआसणे जलंतम्मि, पव्वापूच्चो अणंतसो //91/
महादवग्गिसंकासे, मरुम्मि व इरवालुए। कलंववालुआए अ, दडपच्चो अणंतसो ///
Page 111 of 234
Page #112
--------------------------------------------------------------------------
________________
દીનપણે રોતા મને, ઉંચે પગે અને નીચે મસ્તકે લટકાવીને લોહાદિમય કંદુકુંભીઓની અંદર જાજ્વલ્યમાન અગ્નિમાં અનંતીવાર પૂર્વે પકાવ્યોઃ મોટા દાવાનલના અગ્નિ જેવા અને મારવાડ દેશની રેતીના તપેલા સમૂહ જેવા વજવાલુકા નદીના અને કદમ્બવાલુકા નદીના પુલીન ઉપર અનંતીવાર પૂર્વે બાવ્યો : અર્થાત પાપકર્મના પ્રતાપે નરકગતિમાં ઉત્પન્ન થયેલા મને ત્યાં અનંતીવાર લોહાદિમય કંદુકુંભીઓમાં ઉંચે પગે અને નીચે મસ્તકે લટકાવીને પકાવ્યો છે અને વજવાલુકા તથા કદમ્બવાલુકા નદીનો પુલીન કે જે અહીંના અગ્નિ કરતાં અને મારવાડ દેશની તપેલી રેતીના સમૂહ કરતાં પણ અનંતગુણા ઉષ્ણ છે તેમાં પટકી પટકીને અનંતીવાર બાળ્યો છે.
વળી “સંતો ¢¢¢ji[, Bg Zeaો Hdઇat / करवत्तकरकयाईहि, च्छिन्नपुचो अणंतसो //३//
अइतिक्खकंप्याइण्णे, तमे सिंचलिपायचे। खेवियं पासवदेणं, कडो काहिं दुक्करं ।।४।।
मेराजतेस उच्छू वा, आरसंती सुभेखें। पीलिओनिम सकम्महिं, पावकम्मो अणंतसो ////
कूवंतो कोलसुणएहिं, सामेहिं सवलेहि अ / पाडिओ फालिओ छिन्नो, विप्फुरंतो अणेगसो //६//
असीहिं अयसीवण्णाहिं भल्लीहिं पद्धिसहिय /
છો farmો વિજો , JQUણો પવછ/[ //o/?' બંધુઓથી રહિત એવો હું, ખુબજ આક્રંદ કરતો હતો; તે છતાં પણ ઉંચો બંધાયો અને કરપત્ર તથા ક્રકચ આદિ શસ્ત્રોથી અનંતીવાર પૂર્વે છેદાયો છું. અતિશય તીક્ષ્ણ કંટકોથી વ્યાપ્ત અને ઉંચા શાલ્મલીવૃક્ષ ઉપર પાશબંધ દ્વારા બંધાયો થકો ફેંકાયો છું અને ફેંક્યા પછી કરવામાં આવેલ આકર્ષણો અને પ્રકર્ષણોથી છિન્નભિન્ન થઇ ગયેલા મેં દુઃસહ વેદનાઓ સહી છે : અતિશય ભયંકર રીતિએ બૂમો મારતો હું, સ્વકર્મોથી પાપકર્મવાળો બનેલો હોવાથી અનંતીવાર મહામંત્રોમાં શેલડીની માફક પીલાયો છું. પાપકર્મના પ્રતાપે હું, શુકર અને શ્વાનરૂપને ધરનારા શ્યામવર્ણવાળા અને વિચિત્ર પ્રકારના પરમાધાર્મિક અસુરોદ્વારા ભૂમિ ઉપર પટકાયો અને આમ તેમ અફળાતો હું જીર્ણ વસ્ત્રની માફક ફડાયો અને વૃક્ષની માફક છેદાયો : પાપકર્મના પ્રતાપે નરકમાં ઉત્પન્ન થયેલો હું અતસીના વર્ણ જેવી કૃષ્ણ કૃપાણીથી, તથા ભલ્લી અને પટ્ટીશ નામનાં શસ્ત્ર વિશેષોથી છેદાયો, ભેદાયો અને સૂક્ષ્મ સૂક્ષ્મ ટુકડા જેટલો કરાયો; અર્થાત્ કૃપાણ આદિ શસ્ત્રો દ્વારા મારા બે ટુકડા કર્યા, મને ભેદ્યો અને મારા સૂક્ષ્મ સૂક્ષ્મ ટુકડા પણ કરી નાખ્યા.
અને
“अवसो लोहरहे जता, जलंते समिलाजुए/ चोइओ तोत्त जोत्तेहिं, रोज्झो वा जह पाडिओ ////
हुआसणे जलंतमि, चिआसु महिसो विव / दडो पक्को अ अवसो, पावकम्मेहिं पाविओ //९//
वला संडासतुंडेहि, लोहतुंडहिं पविखहि । વિભુdો વિભddોડહં દ્વિદિડvidો //yo/?'
Page 112 of 24
Page #113
--------------------------------------------------------------------------
________________
પરાધીન એવો હું, સળગતા અને સમિલાયુક્ત એવા લોઢાના રથમાં જોડાયો અને ચાબુક તથા બન્ધન આદિથી પ્રેરાયેલો હું રોઝની માફક પીટાયો અને પટકાયો : પાપકર્મોની પરવશતાથી નરકને પામેલો હું પરમાધાર્મિક અસુરો દ્વારા રચાયેલી ચિતાઓમાં સળગતા અગ્નિની અંદર પાડાની માફક ભસ્મીભૂત કરાયો અને પકાવાયો : પરમધાર્મિક અસુરોએ વિદુર્વેલાં સાણસા જેવાં મુખવાળા ‘ઢંક” નામનાં પક્ષીઓ દ્વારા અને લોઢા જેવાં મુખવાળા ગીધ પક્ષીઓ દ્વારા હું વિલાપ કરવા છતાં પણ બલાત્કારથી વિવિધ પ્રકારે છેદાયો.
"तण्हा किलंता धावतो. पत्तो वेअरणिं नई/ जलं पाहति चिंतंतो, खुरधारा हिं विवाइओ //991/
उपहाभतत्तो संपत्तो, असिपत्तं महावणं । #/vde Vidઉં છન્નપૂqો પારો ////
मुग्गरेहिं मुसंडीहिं मूलहिं मुसलहिं अ / O/III , MH[dો //93//
खरे हिं तिक्खधाराहिं, छरिआहिं कप्पणीहि अ/ @gtai/ bulભો છશો. ૩/Qptz # 3007rI //98//
पारोहिं कूडजालेहिं, मिओ वा अवसो अहं । વાહો વહૃદ્ધો ૨, વહૂ વ વિવISHો ////
गलहिं मगरजालहिं, मच्छो वा अवसो अहं। उल्लिओ फालिओ माहओ, मारिओ अ अणंतसो //१६//
विदंसएहिं जालहिं, लिपाहिं सउणोविव / गहिओलग्गो अवदो अ, मारिओ अ अणंतसो //90//
कुहाडपरसुमाइहि, वडइहं दुमो विव / कुदिओ फालिओ छिन्नो, तच्छिआ अ अणंतसो //१८//
चवेडमुडमाईहिं, कुगारोहिं अयंपिव /
ताडिओ कड़िओ भिन्नो, चुण्णिओ अ अणंतसो //9/" તૃષ્ણાથી પીડાતો હું દોડતો વૈતરણ નદીમાં પહોંચ્યો, ત્યાં જઈને પાણી પીઉં એમ વિચારતો હું કઠોર ધારાઓથી વ્યાપાદિત થઈ ગયો; અર્થાત્ છિન્ન ભિન્ન થઇ ગયો : વજવાલુકાદિના તાપથી ખુબ ખુબ તપી ગયેલો હું ઠંડક લેવા ખાતર તલવાર જેવાં ભેદી નાખે તેવાં છે પત્રો જેમાં એવા અસિપત્ર નામના વનમાં ગયો ત્યાં પડતાં અસિપત્રો દ્વારા હું અનંતીવાર પર્વ છેડાયો છું : રક્ષણની આશા ચાલી ગઈ છે એવાં અને “મુદુગર, મુસંઢી, શુલ અને મુશલ’ આદિ શસ્ત્રો દ્વારા ભગ્ન થઇ ગયા છે ગાત્રો જેના એવા મેં અનંતીવાર અસહ્ય દુઃખ ભોગવ્યું છે : તીક્ષ્ણ ધારવાળી કાતરોથી કપાતો હું વસ્ત્રની માફક બે વિભાગમાં અનંતીવાર ફડાયો છું, તીક્ષ્ણ ધારવાળો છુરીઓથી અનંતીવાર ખંડીત થયો છું અને તિક્ષ્ણ ધારવાળા સુરોથી અનંતીવાર મારી ચામડી પણ ઉખેડી નાખવામાં આવી છે : હરણીયાની માફક પાપના યોગે પરવશ એવા મને કુટજાલવાળા પાણીથી અનેકવાર ઠગ્યો છે, બંધનોથી બાંધ્યો છે, બહાર ન જઈ શકાય એવી રીતિએ રૂંધ્યો છે અને આ રીતિએ મારો
નેકવાર વિનાશ કર્યો છે : “ગલ, મગર અને જાલ’ નું રૂપ ધરનારા પરમાધાર્મિક અસુરોએ મને અનંતીવાર ઉલ્લિખિત કર્યો, ફાડ્યો, પકડ્યો અને માર્યો : પક્ષીની માફક અનંતીવાર મને, વિશેષ પ્રકારે કરડનારા યેન
Page 113 of 234
Page #114
--------------------------------------------------------------------------
________________
આદિ પક્ષીઓએ મને પકડ્યો, વજ્રલેપાદિ લેપોથી સંલગ્ન કર્યો, જાલો દ્વારા બાંધ્યો અને સઘળાઓએ માર્યો : વૃક્ષની માફક અનંતીવાર મને કુહાડાથી કુચ્ચો, પરશુ આદિથી ફાડ્યો અને છેઘો તથા વાર્ષકિથી મારી ચામડી પણ ઉતારી : લુહારો જેમ લોઢાને ઘણ આદિથી તાડે, કુટે, ભેદે અને ચૂરી નાખે તેમ મને અનંતીવાર ચપેટા અને મુઠી આદિથી તાડયો, કુટ્યો, ભેઘો અને ચૂર્ણીભૂત કરી નાખ્યો છે.
તેમજ
“તત્તારું તુંવ લોહારું, ત31ા િસિાળિ ૩ | पाइओ कलकलंताई, आरसंतो सुमेखं //२०// हं पिआई मंसाई, खंडाई, सोललगाणि अल्ल खाइओमि समंसाई अग्गिवण्णाई णेगसो / तु हं पिआ सरा सीहू, मेरओ अ महूणि अ / पज्जिओमि जलतीओ, वसाओ रुहिराणि अ //2//
અતિશય ભયંકર રીતિએ બૂમો પાડતા એવા મને તપાવેલાં તામ્ર, લોહ, ત્રપુ અને સીસક ખુબ ઉકાળેલાં હોવાથી કલકલ શબ્દ કરતાં પાવામાં આવ્યાં છે : ‘તને ખંડીભૂત કરેલાં અને પકાવેલાં માંસ બહુ પ્રિય છે’ એમ યાદ કરાવી કરાવીને મારા શરીરમાંથીજ માંસ કાઢી તેને ઉષ્ણ એવું બનાવે કે જેથી તે અગ્નિના વર્ણ જેવું બની જાય, એવા મારાજ શરીરના માંસને મને અનેકવાર ખવડાવવામાં આવ્યું છે : ‘તને, સુરા, સીહુ, મે૨ક અને મધુ’ આવી આવી જાતિની મદિરા બહુ પ્રિય છે એમ યાદ કરાવી કરાવીને બળતી વસાઓ અને રૂધિર પાયું છે.
આ પ્રકારે
" निच्चं भीएणं तत्थेणं, दुहिएणं वहिएण य / परमा दुहसंबद्धा, वेअणा वेइआ मए ||२३|| तिव्व चं डप्पगाढाओ, धोराओ अइदुस्सहा / महाभयाओ भीमाओ नरएसुं वेइया मए ||२४|| जारिसा माणुसे लोए, ताया ! दीसंति वेअणा /
છત્તો ગાંતયુાિ, નરનું ટુવવવેગળા ////
નરકમાં નિત્ય ભયભીત, વિવિધ પ્રકારનાં દુ:ખોથી દુઃખિત અને કંપતા અંગવાળા મેં દુઃખથી ભરેલી ૫૨મ વેદનાઓ વેદી છે : નરકગતિઓમાં મેં તીવ્ર, પ્રચંડ, ગાઢ, ઘોર, અતિદુઃસહ, મહાભય કરનારી અને ભયંકર એવી વેદનાઓ વેદી છે :
વધુ શું કહું ?
હે પિતાજી ! મનુષ્યલોકમાં જે વેદનાઓ દેખાય છે એના કરતાં અનંતગણી વેદનાઓ નરકગતિમાં છે અને એવી દુઃખમય વેદનાઓ મેં નરકગતિઓમાં ખુબ ખુબ અનુભવેલી છે.
તો પછી
હું સુખ માટે જ ઉચિત છું અથવા સુકુમારજ છું એમ કહેવું એ ઉચિત નથી અને જે મેં એવા પ્રકારની વ્યથાઓ ભોગવી છે તેવી મારા માટે દીક્ષા દુષ્કર કેમ જ હોઇ શકે ? અર્થાત્ મારા માટે દીક્ષા દુષ્કર નથી. ડરવું શાથી? Page 114 of 234
Page #115
--------------------------------------------------------------------------
________________
આવાં પ્રકારનાં નરક દુઃખોનું વર્ણન કયા આત્માને સંસાર ઉપર નિવેદ અને વૈરાગ્ય ઉત્પન્ન ન કરે? કહેવુંજ પડશે કે-હરકોઇ વિવેકી આત્માને નરકગતિમાં પડેલા આત્માઓની આવી દશા અવશ્ય નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરે જ : પણ માત્ર આ સ્થળે વિચારવાનું એટલું જ છે કે-વિવેકી આત્માઓએ ડરવું શાથી? વિવેકી આત્માઓએ દુઃખથી ડરવું એ હિતકર નથી પણ દુઃખના હેતુઓથી ડરવું એ હિતકર છે કારણ કેદુઃખથી ડરવામાં દુઃખ દુર નથી થતું પણ દુઃખના હેતુથી ડરવામાંજ દુઃખ દુર થાય છે. દુઃખથી ડરનારો દુઃખથી ભાગવા ઇચ્છે છે. ત્યારે દુઃખના હેતુઓથી ડરનારો પાપથી ભાગવા ઇચ્છે છે. દુઃખથી ભાગનારો દુઃખથી ન બચ પણ પાપથી ભાગનારો અવશ્ય દુ:ખથી બચે. આ બધા હેતુઓથી આત્માઓએ દુ:ખથી નહિ ડરવું પણ દુ:ખમાં હેતુભૂત પાપોથી ડરવું જોઇએ. નરકનું આયુષ્ય બાંધે કોણ? :
આ હેતુથી હરેક પાપભીરૂએ વિચારવું જોઇએ કે-કયો આત્મા નરકનું આયુષ્ય બાંધે છે ? નરકનું આયુષ્ય કેવો આત્મા બાંધે એનું વર્ણન કરતાં પ્રકરણકાર પરમર્ષિ શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા કર્મવિપાક નામના પ્રથમ કર્મગ્રંથમાં ફરમાવે છે કે
“वंधड़ निरयाउ महा-रंभवरिण्गहो रुद्दो' મહા પરિગ્રહી, મહારંભી અને રૌદ્રપરિણામી આત્મા નરકના આયુષ્યનો બંધ કરે છે.' નરકના હેતુઓ:
વળી પરમોપકારી પરમર્ષિઓ- “મહારંભ, મહાપરિગ્રહ, પંચેદ્રિય જીવોનો ઘાત અને માંસનું ભક્ષણ” આ ચાર વસ્તુઓને પણ નરકના કારણ તરીકે ઓળખાવે છે.
આથી એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે- “મહાનું આરંભ, મોટો પરિગ્રહ, પંચેદ્રિય જીવોનો વધ, માંસાહાર અને રૌદ્રપરિણામ” આ બધા નરકગતિમાં લઇ જનારા પાપો છે અર્થાત જે કોઇ વસ્તુ આત્માને રૌદ્રપરિણામી બનાવે તે સઘળીજ વસ્તુ નરકમાં લઇ જનાર પાપ તરીકે મનાય છે.
આ ઉપરથી એ વાત તદૃનજ સ્પષ્ટ થાય છે કે-નરકગતિનાં દુ:ખોથી ગભરાનારાઓએ મહારંભ આદિ મહાપાપોથી જ ગભરાવું જોઇએ અને એમાંજ સાચી આસ્તિક્તા છે. નરકગતિને માનવાનો દાવો કરવો અને નરકના દુઃખો સાંભળીને કંપી ઉઠવું તે છતાં પણ તેમાં લઇ જનારાં પાપોથી સહજ પણ નહિ ડરવું એ કાંઇ સાચી આસ્તિક્તા નથી એટલું જ નહિ પણ એક જાતિનો દંભ છે. નરકગતિને માનનારો આત્મા, મહારંભ આદિને ખીલવનારી પ્રવૃત્તિઓમાં કદી પણ ન રાચે. નરકગતિને માનનારા આત્માઓ મહારંભ આદિ ઘોર પાપની પ્રવૃત્તિઓમાં કર્મના યોગે ફસી ગયેલા હોવા છતાં પણ અવસરે અવસરે એ આત્માઓને એ વસ્તુ ખ્યા વિના રહેજ નહિ. એવી દશા તમારી પોતાની છે કે નહિ એ વિચારો. એ વિચારશો તોજ નરકના હેતુઓથી બચી શકશો. સૂત્રકાર પરમર્ષિ તથા ટીકાકાર મહર્ષિનો પણ નરકના હેતુઓથી બચાવવાનો જ આશય છે : એ આશયને પોતાની જાત માટે સફળ કરવો એ તમારા પોતાના હાથમાં છે.
Page 115 of 234
Page #116
--------------------------------------------------------------------------
________________
નારકીના જીવોનું વર્ણન સમાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ જીવોનું વર્ણન.
આ જીવોના મુખ્ય ત્રણ ભેદો હોય છે. (૧) જલચર (૨) સ્થલચર અને (૩) ખેચર તિર્યંચો
જલચર-જલમાં ઉત્પન્ન થાય અને જલ એટલે પાણીમાં તેમજ જમીન ઉપર જીવનારા હોય તે જલચર કહેવાય છે. જેમકે મગર, માછલા વગેરે હોય છે.
સ્થલચર- જમીન પર પેદા થનારા અને જમીન તથા પાણીમાં જીવનારા જે જીવો હોય તે સ્થલચર કહેવાય છે. એના ત્રણ ભેદો હોય છે.
(૧) ચતુષ્પદ (૨) ઉરપરિસર્પ અને (૩) ભૂજ પરિસર્પ.
ખેચર- આકાશમાં ઉત્પન્ન થનારા અને આકાશ તથા જમીન ઉપર જીવનારા તે ખેચર કહેવાય છે. તે રૂવાંટીની પાંખવાળા અને ચામડાની પાંખવાળા એમ બે પ્રકારે હોય છે. પક્ષી વગેરે જેવો હોય છે.
ચતુષ્પદ- ચાર પગવાળા કે એથી અધિક પગવાળા જેટલા પ્રાણીઓ હોય તે બધા ચતુષ્પદ કહેવાય છે. મોટાભાગના જીવો ચાર પગવાળા હોય છે. માટે અહીં ચતુષ્પદ તરીકે કહેલા છે. ગાય, ભેંસ, ઘોડો વગેરે.
ઉરપરિસર્પ- છાતી અને પેટેથી ચાલનારા જે જીવો હોય તે ઉરપરિસર્પ કહેવાય છે. સાપ વગેરે.
ભુજપરિસર્પ- જે ભુજાથી ચાલનારા હોય. એટલે પોતાની ભુજાને ચાલવાના ઉપયોગમાં તથા ખાવાપીવા આદિના ઉપયોગમાં પણ લઈ શકે એવા ભુજાથી ચાલનારા જે હોય તે ભુજ પરિસર્પ જીવો કહેવાય છે. જેમકે વાંદરા વગેરે.
આ રીતે કુલ પાંચ ભેદ થાય :(૧) જલચર (૨) ચતુષ્પદ (૩) ઉર ભુજપરિસર્પ (૪) ભુજ પરિસર્પ અને ખેચર જીવો.
આ પાંચ પ્રકારના જીવો સમૂચ્છિમ અને ગર્ભજ એમ બે પ્રકારના હોય છે. સમૂચ્છિમ એટલે ગર્ભ વગર પેદા થવાવાળા મટી અને પાણીના સંયોગથી અથવા કોઇ એવા એક બીજા પદાર્થોના સંયોગથી ઉત્પન્ન થતાં પંચેન્દ્રિય જીવો. તે પાંચ પ્રકારમાંથી કોઇપણ પ્રકારના પેદા થઇ શકે છે. તે સમૂચ્છિમ પચેન્દ્રિય જીવો કહેવાય છે. આ સમૂચ્છિમ જીવો મોટી કાયાવાળા અને મોટા આયુષ્યવાળા અઢી દ્વિપની બહારના ભાગમાં અસંખ્યાતા હોય છે. જેમકે છાણના ઢગલામાં વિછી પેદા થાય તેમાં સાપ પણ પેદા થાય છે. એવી જ રીતે ઉનાળાની ગરમી બાદ સૌથી પહેલા વરસાદમાં પાણી ભરાઇ જાય તેમાં માટી અને પાણીના સંયોગથી દેડકા ઉત્પન્ન થાય છે તે સમૂચ્છિમ દેડકા હોય છે.
ગર્ભથી ઉત્પન્ન થનારા જે તિર્યંચો હોય છે તે ગર્ભજ તિર્યંચ જીવો કહેવાય છે એ પણ પાંચ પ્રકારના હોય છે. આથી ૫ સમૂચ્છિમ અને ૫ ગર્ભજ = ૧૦ ભેદ થાય છે. આ ૧૦ અપર્યાપ્તા અને ૧૦ પર્યાપ્તા સાથે ૨૦ કહેવાય છે. આ વીશ ભેદો તિચ્છ લોકને વિષે અસંખ્યાતા કોટાકોટી યોજન રૂપ એક રાજ યોજનને વિષે
Page 116 of 234
Page #117
--------------------------------------------------------------------------
________________
રહેલા હોય છે અને ઉર્ધ્વલોકમાં પાંડુકવન સુધીમાં આ જીવો રહેલા હોય છે તથા અધોલોકમાં કુબડી વિજયમાં તથા હજાર યોજન ઉંડા જલાશયોમાં આ જીવો ઉત્પન્ન થાય છે.
(૧) અપર્યાપ્તા સમુચ્છિમ જલચર
શરીર- અંગુલનો અસંખ્યાતમો ભાગ.
હોય છે.
આયુષ્ય
- એક અંતર્મુહૂર્ત. સ્વકાય સ્થિતિ સાતભવ.
પર્યાપ્ત- પાંચ. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાષા પર્યાતિ અધુરી હોય છે. પ્રાણ-૯. આયુષ્ય, કાયબલ, પાંચઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને વચનબલ. આમાં નવમો પ્રાણ અધુરો
(૨) અપર્યાપ્તા સમૂચ્છિમ ચતુષ્પદ
શરીરની ઉંચાઇ- અંગુલનો અસંખ્યાતમો ભાગ.
આયુષ્ય- એક અંતર્મુહૂર્ત. સ્વકાય સ્થિતિ સાતભવ.
પર્યાપ્તિ- પાંચ. તેમાં પાંચમી ભાષા પર્યાપ્તિ અધુરી હોય છે.
પ્રાણ- નવ. તેમાં છેલ્લો વચનબલ અધુરો હોય છે. (૩) અપર્યાપ્તા સમુચ્છિમ ઉપરિસર્પ. શરીરની ઉંચાઇ- અંગુલનો અસંખ્યાતમો ભાગ આયુષ્ય- અંતર્મુહૂર્ત. સ્વકાય સ્થિતિ સાતભવ. પર્યાપ્તિ- પાંચ. પાંચમી અધુરી. પ્રાણ-નવ. નવમો વચનબલન અધુરો હોય છે. (૪) અપર્યાપ્તા સમુચ્છિમ ભુજ પરિસર્પ શરીરની ઉંચાઇ- અંગુલનો અસંખ્યાતમો ભાગ આયુષ્ય- અંતર્મુહૂર્ત. સ્વકાય સ્થિતિ સાતભવ. પર્યાપ્તિ- પાંચ. તેમાં ભાષા પર્યાપ્તિ અધુરી હોય. પ્રાણ- નવ. તેમાં વચનબલ અધુરો હોય છે. (૫) અપર્યાપ્તા સમુચ્છિમ ખેચ૨
શરીરની ઉંચાઇ- અંગુલનો અસંખ્યાતમો ભાગ આયુષ્ય- અંતર્મુહૂર્ત. સ્વકાય સ્થિતિ- સાતભવ.
કારણકે આઠમો ભવ આ જીવો અસંખ્યાત વરસનો કરી શકે છે. જ્યારે આ જીવો વધારેમાં વધારે આયુષ્યનો બંધ કરે તો પૂર્વક્રોડ વરસનું આયુષ્ય બાંધે છે માટે આઠમો ભવ ઘટતો નથી. આ પાંચેય જીવો માટે
સમજવું.
પર્યાપ્તિ પાંચ :- ઉત્પત્તિના પહેલા સમયે આહાર ગ્રહણ કરી પરિણમાવે તે આહાર પર્યાપ્તિ. અસંખ્યાત સમય સુધી આહાર ગ્રહણ કરી રસવાળા પુદ્ગલો ના સંગ્રહથી જે શક્તિ પેદા કરે તે શરીર પર્યાપ્તિ. પછી
Page 117 of 234
Page #118
--------------------------------------------------------------------------
________________
આહારના પુદ્ગલોને પરિણાવી રસવાળા પુદ્ગલોના સંગ્રહથી જે શક્તિ પેદા થાય તે ઇન્દ્રિય પર્યાપ્તિ. ત્યાર પછી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવીને રસવાળા પુદ્ગલોના સંગ્રહથી જે શક્તિ પેદા થાય છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે. અને આહારના પુદ્ગલોના ગ્રહણથી પરિણમાવી રસવાળા પુદ્ગલોના સંગ્રહથી જે શક્તિ પેદા થાય છે તેમાં ભાષા પર્યાતિની શરૂઆત કરે છે. પરભવનું આયુષ્ય બંધાય છે અને પોતાનું આયુષ્ય પૂર્ણ કરી અધુરી પર્યાપ્તિએ મરણ પામે છે. માટે પાંચમી અધુરી પર્યામિ ગણાય છે.
પ્રાણ નવ :- આયુષ્ય, કાયબલ, પાંચ ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને વચનબલ. તેમાં જે સ્થાનેથી પોતાનું આયુષ્ય પૂર્ણ કરી આ અપર્યાપ્તા સમૂચ્છિમનું આયુષ્ય ઉદયમાં શરૂ કરે છે ત્યારથી આયુષ્ય પ્રાણની શરૂઆત ગણાય છે. શરીર પર્યામિ પૂર્ણ થયે કાયબલ પ્રાણની શક્તિ પેદા કરે છે. જેનાથી જગતમાં રહેલા ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી વિસર્જન કરવાની શક્તિ પેદા કરતો જાય છે. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે પાંચ ઇન્દ્રિય રૂપી પ્રાણો પ્રાપ્ત કરે છે. તેનાથી પાંચ ઇન્દ્રિયના ત્રેવીશ વિષયોમાં અનુકૂળ વિષયોમાં રાગ કરતો જાય છે અને પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ કરતો જાય છે. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયે ઉચ્છવાસ નામના પ્રાણને પ્રાપ્ત કરે છે. તે ઉચ્છવાસ પ્રાણથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી ઉચ્છવાસ રૂપે પરિણાવી વિસર્જન કરવાની શક્તિ પેદા કરે છે અને ભાષા પર્યાપ્તિની શરૂઆતથી જગતમાં રહેલા ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણાવવાની શક્તિ પેદા કરતો કરતો પોતાના આયુષ્યને પૂર્ણ કરે છે. આ પાંચેય સમૂરિજીમ અપર્યાપ્તા તિર્યંચોને માટે સમજવું.
(૬) પર્યાપ્તા સમૂચ્છિમ જલચર શરીરની ઉંચાઈ- ઉત્કૃષ્ટથી એક હજાર યોજન. આયુષ્ય- જઘન્યથી અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ- પૂર્વક્રોડ વરસ. સ્વકાય સ્થિતિ જઘન્યથી ૧ ભવ ઉત્કૃષ્ટથી સાત ભવ. પર્યાપ્તિ- પાંચ સંપૂર્ણ પ્રાણ-નવ સંપૂર્ણ હોય. (૭) સમૂછિમ પર્યાપ્તા ચતુષ્પદ શરીરની ઉંચાઈ- ૨ થી ૯ ગાઉ (ગાઉ પૃથકત્વ) આયુષ્ય- જઘન્ય અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ સ્વકાય સ્થિતિ- જઘન્ય- ૧ ભવ. ઉત્કૃષ્ટ સાત ભવ. પર્યાપ્તિ- પાંચ અને પ્રાણો નવ સંપૂર્ણ હોય. (૮) સમૂચ્છિમ પર્યાપ્તા ઉરપસિર્પ જીવો શરીરની ઉંચાઇ યોજન પૃથકત્વ. ૨ થી ૯ યોજના આયુષ્ય- જઘન્ય- ૧ અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ સ્વકાય સ્થિતિ- જઘન્યથી ૧ ભવ. ઉત્કૃષ્ટથી સાત ભવ. પર્યાપ્તિ પાંચ અને પ્રાણો નવ સંપૂર્ણ હોય છે. (૯) સમુશ્લિમ પર્યાપ્તા ભુજ પરિ સર્પ.
Page 118 of 234
Page #119
--------------------------------------------------------------------------
________________
શરીરની ઉંચાઇ યોજન પૃથક્વ. ર થી ૯ યોજના આયષ્ય- જઘન્ય. ૧ અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ સ્વકાય સ્થિતિ- જઘન્ય ૧ ભવ ઉત્કૃષ્ટ ૭ ભવ. પર્યાપ્તિ- પાંચ અને પ્રાણો નવ હોય છે. (૧૦) સમુશ્લિમ પર્યાપ્તા ખેચર જીવો શરીરની ઉંચાઈ ધનુષ પૃથકત્વ ૨ થી ૯ ધનુષ. આયુષ્ય- જઘન્ય-૧ અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સ્વકાય સ્થિતિ- જઘન્ય ૧ ભવ. ઉત્કૃષ્ટ સાત ભવ. પર્યાપ્તિ- પાંચ હોય અને પ્રાણો નવ સંપૂર્ણ હોય છે. (૧૧) ગર્ભજ અપર્યાપ્તા જળચર જીવો શરીરની ઉંચાઇ- અંગુલનો અસંખ્યાતમો ભાગ આયુષ્ય- એક અંતર્મુહૂર્ત. સ્વકીય સ્થિતિ- ૭ ભવ. પર્યાપ્તિ- પાંચ. પાંચમી અધુરી. પ્રાણ- નવ વચનબલ અધુરો. (૧૨) ગર્ભજ અપર્યાપ્તા ચતુષ્પદ શરીરની ઉંચાઇ અંગુલના અસંખ્યાતમો ભાગ. આયુષ્ય- એક અંતર્મુહૂર્ત. સ્વકીય સ્થિતિ- સાતભવ. પર્યાપ્તિ- પાંચ. પાંચમી અધુરી. પ્રાણ- નવ. વચનબલ અધુરો. (૧૩) ગર્ભજ અપર્યાપ્તા ઉરપરિસર્પ. શરીરની ઉંચાઇ- અંગુલનો અસંખ્યાતમો ભાગ. આયુષ્ય- ૧ અંતર્મુહુર્ત. સ્વકાય સ્થિતિ- ૭ ભવ. પર્યાપ્તિ- પ પાંચમી અધુરી. પ્રાણા-૯, નવમો વચન બલ અધુરો. (૧૪) ગર્ભજ અપર્યાપ્તા ભુજપરિસર્પ. શરીરની ઉંચાઇ- અંગુલનો અસંખ્યાતમો ભાગ. આયુષ્ય- એક અંતર્મુહૂર્ત. સ્વકાય સ્થિતિ- ૭ ભવ. પર્યાપ્તિ-૫. પાંચમી અધુરી. પ્રાણ-૯. વચન બલ અધુરો. (૧૫) ગર્ભજ અપર્યાપ્તા ખેચર શરીરની ઉંચાઈ- અંગુલનો અસંખ્યાતમો ભાગ. આયુષ્ય- ૧ અંતર્મુહૂર્ત. સ્વકીય સ્થિતિ- ૭ ભવ, પર્યાપ્તિ-૫. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાષા પર્યાપ્તિ તેમાં પાંચમી અધુરી હોય છે.
પ્રાણ-૯, આયુષ્ય, કાયબલ, પાંચ ઇન્દ્રિય, ઉચ્છવાસ અને વચનબલ તેમાં વચનબલ હંમેશા અધુરોજ હોય છે.
Page 119 of 234
Page #120
--------------------------------------------------------------------------
________________
(૧૬) ગર્ભજ પર્યાપ્ત જલચર જીવો. શરીરની ઉંચાઈ- એક હજાર યોજન. આયુષ્ય- પૂર્વકોડ વર્ષનું ઉત્કૃષ્ટ, જઘન્ય એક અંતર્મુહર્ત.
સ્વકાય સ્થિતિ- સાત અથવા આઠ ભવ. તેમાં સાતભવ પૂર્વક્રોડ વરસના આયુષ્યવાળા કરીને અસંખ્યાત વર્ષનું આયુષ્ય બાંધીને ગર્ભજ તિર્યંચ રૂપે ઉત્પન્ન થઇ શકે છે. માટે જલચર જલચર રૂપે સાતભવ અને આઠમો ભવ ગર્ભજ તિર્યંચ રૂપે ચતુષ્પદ કે ખેચરનો હોય છે.
પર્યાપ્તિ-૬ અને પ્રાણો-૧૦ હોય છે. (૧૭) ગર્ભજ ચતુષ્પદ પર્યાપ્તા જીવો. શરીરની ઉંચાઇ- છ ગાઉની હોય છે. આયુષ્ય- જઘન્ય અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમ.
સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવ. અને ઉત્કૃષ્ટથી સાત અથવા આઠ ભવની હોય છે. કારણકે સાતભવ સંખ્યાના આયુષ્યના કર્યા પછી આઠમો ભવ અસંખ્યાતા વર્ષનો ૩ પલ્યોપમનો ભવ કરી શકે છે.
(૧૮) ગર્ભજ પર્યાપ્તા ઉરપરિસર્પ જીવો શરીરની ઉંચાઈ- એક હજાર યોજન. આયુષ્ય- જઘન્ય અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ વરસ. સ્વકાય સ્થિતિ જઘન્ય ૧ ભવ. ઉત્કૃષ્ટ સાત અથવા ૮ ભવ. પર્યાપ્તિ-૬ અને પ્રાણો- ૧૦ હોય છે. (૧૯) ગર્ભજ પર્યાપ્તા ભુજપરિસર્પ જીવો શરીરની ઉંચાઈ- ૨ થી ૯ ગાઉ-ગાઉ પૃથકત્વ. આયુષ્ય- જઘન્ય. ૧ અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટ પૂર્વકોડ વરસ. સ્વકાય સ્થિતિ- સાત અથવા આઠ ભવ. પર્યાપ્તિ-૬. અને પ્રાણો-૧૦ હોય છે. (૨૦) ગર્ભજ પર્યાપ્તા ખેચર જીવો શરીરની ઉંચાઈ- ૨ થી ૯ ધનુષ. ધનુષ પૃથકત્વ. આયુષ્ય- પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું સ્વકાય સ્થિતિ- સાત અથવા આઠભવ. પર્યાપ્તિ-૬. અને પ્રાણો- ૧૦ હોય છે.
આ ખેચરના જીવો રૂવાંટીની પાંખવાળા અને ચામડાની પાંખવાળા અઢીદ્વીપમાં હોય છે તે બેસે ત્યારે બીડાયેલી પાંખવાળા હોય છે અને ઉડે ત્યાર ઉઘાડી પાંખવાળા હોય છે. જયારે અઢીદ્વીપની બહાર આ જીવો જે બીડાયેલી પાંખવાળા હોય તે બેસે ત્યારે અને ઉડે ત્યારે બીડાયેલી જ પાંખવાળા હોય છે અને ખુલ્લી પાંખવાળા જીવો બેસે ત્યારે અને ઉડે ત્યારે ખુલ્લી પાંખવાળા જ હોય છે.
Page 120 of 234
Page #121
--------------------------------------------------------------------------
________________
આ પર્યાપ્તા સમુચ્છિમ તથા ગર્ભજ તિર્યંચોના શરીરની ઉંચાઇ જે કહી છે તે મોટે ભાગે અઢીદ્વીપની બહારના ભાગમાં રહેલા તિર્યંચોની હોય છે. કોક કોક તિર્યંચોની મોટી કાયા લવણ સમુદ્રમાં રહેલા તિર્યંચોની હોય છે. તેમાંના કોક જીવો જંબુદ્વીપમાં પ્રવેશ કરીને ભરત ક્ષેત્રમાં આવેલા હોય તો જોવા મળે છે. થોડાવર્ષો પહેલા એક મગર ૮૫ ફૂટ લાંબો અને ત્રીશ ફૂટ ઉંચો મલી આવેલો હતો. જંગલોને વિષે આવી મોટી કાયાવાળા તિર્યંચો કદાચ મલી પણ આવે છે. તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી. જૈન શાસન તો અનાદિ કાળથી માને છે અને અનંતા તીર્થકરો પોતાના જ્ઞાનથી જે રીતે કાયા જોયેલી હોય છે તે જણાવે છે.
આ તિર્યંચના જીવોને વિષે કેટલાક ભારે કર્મ જીવોની સ્વકાય સ્થિતિ વિચારીએ તો જઘન્ય જઘન્ય આયુષ્ય રૂપે, જઘન્ય મધ્યમ આયુષ્ય રૂપે, મધ્યમ મધ્યમ આયુષ્ય રૂપે, સાત સાત ભવ કરતાં વચમાં વચમાં બેઇન્દ્રિય, તેઇન્દ્રિય કે ચઉરીન્દ્રિય પણાના નાના આયુષ્યવાળો એક એક ભવ કરતાં કરતાં બે હજાર સાગરોપમ સુધી ફર્યા કરે છે. બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ થાય એટલે એક નાનો ભાવ એકેન્દ્રિય પણામાં જઇ પાછો પંચેન્દ્રિય તિર્યંચ થઈ સાતભવ કરતો વચમાં વિકલેન્દ્રિયનો ભવ કરતો કરતો બે હજાર સાગરોપમ કાળ પસાર કરે. આ રીતે ફરતાં અસંખ્યાતી ઉત્સરપિણી અને અસંખ્યાતી અવસરપિણી કાળ ફર્યા કરે. એવા જીવો જગતમાં અસંખ્યાતા હોય છે. અને પરિભ્રમણ કર્યા જ કરે છે. આ પરિભ્રમણ કરવામાં મુખ્ય કારણ મોટાભાગે શરીરનો રાગ, ધનનો રાગ અને કાંતો કુટુંબ પરિવારનો રાગ મુખ્ય ભાગ ભજવે છે. માટે ઉત્તરધ્યયન સૂત્રને વિષે લખ્યું છે કે માતા-પિતા, પતી-પત્નિ, દીકરી-દીકરો, સ્નેહી-સંબંધીનો રાગ રાખીને ભગવાનની ભક્તિ કરવામાં આવે તો તેમાં એકેન્દ્રિપણામાં ઉત્પન્ન થવા લાયક કર્મ બંધાય છે. જો આ કર્મબંધ ન કરવો હોય તો રાગ દૂર કરવાની જરૂર પ્રયત્ન કરવો જોઇએ તો અનુબંધ ઓછા બંધાશે અને સંસારની રખડપટ્ટી પણ ઓછી થશે.
આ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચા કેટલાય લઘુકર્મી હોય છે. કે જ્યાં નવું સમકિત પામી ઉપશમ સમકિત ક્ષયોપશમ સમકિતને પામીને દેશ વિરતિના પરિણામને પણ પામી શકે છે. એવા દેશ વિરતિના પરિણામથી પોતાની શક્તિ મુજબ તેનું પાલન કરનારા તિર્યંચો અત્યારે અસંખ્યાતા વિદ્યમાન છે. એવી જ રીતે ક્ષાયિક સમકિત મનુષ્યપણામાં પામતા પહેલા તિર્યંચનું અસંખ્યાત વરસનું આયુષ્ય બંધાઇ ગયું હોય અને પછી ક્ષાયિક સમકિત પામી Nિચમાં ગયેલા હાલ અસંખ્યાતા ક્ષાયિક સમકિતી જીવો વિદ્યમાન છે એમ જ્ઞાની ભગવંતો કહે છે પણ આ જીવો ત્યાંથી દેવલોકમાં જઇ મનુષ્યપણામાં આવીને મોક્ષે જરૂર જનારા હોય છે. આ જીવો ઉત્કૃષ્ટ આયુષ્યવાળા એટલે પૂર્વક્રોડ વરસના આયુષ્યવાળા ભવ કરે તો સાત ભવોથી વધારે ભવો કરતા જ નથી. પછી અવશ્ય યોનિ બદલાઈ જાય છે.
તિર્યંચ જીવોનું વર્ણન સમાપ્ત મનુષ્યના જીવોના ૩૦૩ ભેદોનું વર્ણન
૧૫ કર્મભૂમિ + ૩૦ અકર્મભૂમિ + પ૬ અંતર દ્વીપ = ૧૦૧
Page 121 of 234
Page #122
--------------------------------------------------------------------------
________________
આ ૧૦૧ ક્ષેત્રોને વિષે ગભજ અપર્યાપ્તા- ગર્ભજ પર્યાપ્તા અને તેજ મનુષ્યોના અશુચિ પદાર્થોમાં ઉત્પન્ન થતાં સમૂચ્છિમ એટલે અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા મનુષ્યો હોય છે માટે ૧૦૧ ક્ષેત્રમાં આ ત્રણ પ્રકારના ઉત્પન્ન થતાં હોવાથી ૧૦૧ X ૩ = ૩૦૩ ભેદો થાય છે.
ત્રણ લોકમાંથી મધ્યલોક જે તિચ્છલોક ગણાય છે કે જે ૯00 યોજન ઉંચો અને નવસો યોજના નીચેના ભાગમાં રહેલો છે. મેરૂ પર્વતની સપાટીથી આ માપની શરૂઆત થાય છે. એવો જે તિચ્છ લોક અને પહોળાઇમાં એક રાજયોજન પહોળાઇ વાળો આવેલો છે તે તિર્જીલોકની બરાબર મધ્યભાગમાં થાળી જેવા આકારવાળો ૧ લાખ યોજનવાળો જંબુદ્વીપ આવેલો છે. તેને ફરતો વલયાકારે બે લાખ યોજનના વિસ્તારવાળો લવણ સમુદ્ર આવેલો છે. તેને ફરતો ચાર લાખ યોજન વિસ્તાર વાળો ઘાતકી ખંડ નામનો દ્વીપ આવેલો છે તેને ફરતો આઠ લાખ યોજનાના વિસ્તારવાળો કાલોદધિ સમુદ્ર આવેલો છે તેને ફરતો સોળ લાખ યોજનના વિસ્તારવાળો પુષ્કરવર દ્વીપ આવેલો છે. આ પુષ્કરવર દ્વીપના આઠ લાખ યોજનનો વિસ્તાર પૂર્ણ થાય ત્યારે તેમાં માનુષોત્તર પર્વત આવેલો છે. તે માનુષોત્તર પર્વતની બહારના ભાગમાં કોઇપણ મનુષ્ય જન્મ પામતા નથી. તેમજ મરણ પણ પામતા નથી. આથી આ ક્ષેત્ર અઢીદ્વીપ વાળું ગણાય છે. (૧) જંબુદ્વીપ આખા (૨) ધાતકી ખંડ આખો અને પુષ્કરવર દ્વીપ અડધો એમ અઢીદ્વીપ થાય છે અને તેની મધ્યમાં બે સમુદ્રો આવેલા છે. (૧) લવણ સમુદ્ર અને (૨) કાલોદધિ સમુદ્ર.
જંબુદ્વીપ પછીનો લવણ સમુદ્ર બે લાખ યોજનાનો છે તે એક બાજુનો અને તેજ રીતે બીજી બાજુનો બે લાખ જાણવો. એવી જ રીતે ધાતકી ખંડ વગેરે પણ જાણવા આથી. ૨ + ૪ + ૮ + ૮ = ૨૨ લાખ યોજન એક બાજુના થાય અને બાવીશ લાખ બીજી બાજુના થઇને ૪૪ લાખ થાય અને વચલો જંબુદ્વીપ એક લાખ યોજનનો થઇને ૪૫ લાખ યોજન મનુષ્ય ક્ષેત્રનું પ્રમાણ ગણાય છે. આ પીસ્તાલીશ લાખ યોજનને વિષે મનુષ્ય જન્મ અને મરણ થાય છે.
મનુષ્ય લોકની બહાર એટલે અઢીદ્વીપની બહાર મનુષ્યો જઇ શકે છે ત્યાં મન થાય તો રહે છે પણ રા. પણ જયારે મરણ નજીક આવે એટલે પોતાના સ્થાનમાં આવવાનું મન થઇ જ જાય અને એ પણ ન થાય તો દેવતાઓ તેમને ઉપાડીને મનુષ્ય લોકમાં મુકી દે છે. માટે ત્યાં મરણ થતું જ નથી. એવી જ રીતે માનુષોત્તેર પર્વતની બહારના ભાગમાં મનુષ્યો ગયેલા હોય ત્યાં રહે છતાં ત્યાં ગર્ભમાં મનુષ્યોની ઉત્પત્તિ થતી જ નથી અને અશુચિ પદાર્થોમાં પણ સમુચ્છિમ મનુષ્યોની પણ ઉત્પત્તિ એટલે જન્મ થતો નથી આ કારણથી માનુષોત્તર પર્વતની બહાર જન્મ મરણ થતા નથી એમ કહેવાય છે.
જંબદ્વીપમાં એક મેરૂ પર્વત આવેલો છે. ધાતકી ખંડમાં પૂર્વ અને પશ્ચિમ થઇને બે મેરૂ પર્વત આવેલા છે. એવી જ રીતે અર્ધ પુષ્કરવર દ્વીપમાં પણ પૂર્વ અને પશ્ચિમ થઈને બે મેરૂ પર્વત આવેલા છે. દરેક મેરૂ પર્વતની પૂર્વ પશ્ચિમે મહા વિદેહ ક્ષેત્ર આવેલું છે માટે પાંચ મહાવિદેહ ક્ષેત્ર થાય છે. તે કર્મભૂમિ રૂપે જ હોય છે અને સદાને માટે ચોથો આરો દુષમ સુષમ આરાના ભાવો ત્યાંના જીવોમાં રહેલા હોય છે.
જંબુદ્વીપના મધ્ય ભાગમાં મેરૂ પર્વત જે રહેલો હોય છે તે મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો ગણાય છે. એ મહાવિદેહ ક્ષેત્રની નીચેના ભાગમાં નિષધ પર્વત આવેલો છે. તેની નીચેના ભાગમાં હરિવર્ષ ક્ષેત્ર આવેલું છે.
Page 122 of 234
Page #123
--------------------------------------------------------------------------
________________
તેની નીચેના ભાગમાં મહાહિમવંત પર્વત આવેલો છે. તેની નીચેના ભાગમાં હિમવંત ક્ષેત્ર આવેલું છે. તેની નીચેના ભાગમાં હિમવંત પર્વત આવેલો છે અને તેની નીચેના ભાગમાં ભરત ક્ષેત્ર આવેલું હોય છે.
એવી જ રીતે મહાવિદેહ ક્ષેત્રની ઉપરના ભાગમાં નીલવંત પર્વત આવેલો છે. તેનાથી ઉપરના ભાગમાં રમ્યક્ષેત્ર આવેલું છે. તેની ઉપરના ભાગમાં રૂકમી પર્વત આવેલો છે. તેની ઉપરના ભાગમાં હીરણ્યવંત ક્ષેત્ર આવેલું છે. તેની ઉપરના ભાગમાં શિખરી પ્રવત આવેલો છે. આ રીતે જંબુદ્વીપને વિષે હિમવંત પર્વત- મહા હિમવંત પર્વત- નિષધ પર્વત- મેરૂ પર્વત- નીલવંત પર્વત- રૂકમી પર્વત અને શીખરી પર્વતો આવેલા છે અને ક્ષેત્ર રૂપે ભરત ક્ષેત્ર, હિમવંત ક્ષેત્ર, હરિવર્ષ ક્ષેત્ર, દેવકુફ ક્ષેત્ર, ઉત્તર કુરુ ક્ષેત્ર, રમ્ય ક્ષેત્ર, હિરણ્યવંત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર અને વચમાં મહાવિદેહ ક્ષેત્ર એમ નવ ક્ષેત્રો આવેલા છે. મેરૂ પર્વત જે વચમાં રહેલો છે તેની દક્ષિણ તરફ મધ્યમાં અર્ધ ચન્દ્રાકારે દેવકુરૂ ક્ષેત્ર આવેલું છે અને એજ મેરૂ પર્વતની ઉત્તર દિશા તરફ અર્ધ ચન્દ્રાકારે ઉત્તર કરૂ ક્ષેત્ર આવેલું હોય છે.
આ નવ ક્ષેત્રોમાંથી ભરત ક્ષેત્ર, મહાવિદેહ ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર આ ત્રણ ક્ષેત્રો કર્મભૂમિ રૂપે ગણાય છે અને હિમવંત ક્ષેત્ર- હરિવર્ષ ક્ષેત્ર, દેવકુરૂ ક્ષેત્ર, ઉત્તરકુરૂ ક્ષેત્ર-રમ્યક્ષેત્ર અને હિરણ્યવંત ક્ષેત્ર. આ છ ક્ષેત્રો અકર્મભૂમિના ક્ષેત્રો રૂપે ગણાય છે. તેમાં દેવકુરૂ અને ઉત્તર કુરૂક્ષેત્રના ભાવો એક સરખા હોય છે.
ધાતકીખંડને વિષે તે વલયાકારે હોવાથી બરોબર મધ્યભાગમાં વક્ષસ્કાર પર્વત દક્ષિણમાં, તથા બીજો વક્ષસ્કાર પર્વત ઉત્તરમાં આવીને પૂર્વ અને પશ્ચિમ બે ભાગ પાડે છે. તેમાં પૂર્વ અને પશ્ચિમ એક જ સપાટ મેરૂ પર્વત રહેલો હોવાથી બે મેરૂ પર્વત હોય છે. માટે તેના ક્ષેત્રો અને બાકીના પર્વતો જંબુદ્વીપની અપેક્ષાએ ડબલ હોય છે. માટે ૨ ભરત ક્ષેત્ર, ૨ ઐરવત ક્ષેત્ર અને ૨ હિમવંત ક્ષેત્ર, ૨ હરિવર્ષ ક્ષેત્ર, ર દેવકુફ ક્ષેત્ર, ૨ ઉત્તરકુરૂક્ષેત્ર, ૨ રમ્યક્ષેત્ર અને ૨ હિરણ્યવંત ક્ષેત્ર થઇને બાર ક્ષેત્રો અકર્મભૂમિ રૂપે હોય છે. તેવી જ રીતે ૨ હિમવંત પર્વત, ૨ મહાહિમવંત પર્વત, ર નિષધ પર્વત, ૨ નીલવંત પર્વત, ૨ રૂકમી પર્વત અને ર શીખરી પવત થઇને બાર પર્વતો આવેલા છે અને બે મેરૂ પર્વતો મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા સાથે ૧૪ પર્વતો હોય છે.
વર દ્વીપને વિષે ર ભરત ક્ષેત્ર, ર મહાવિદેહ ક્ષેત્ર અને ર ઐરાવત ક્ષેત્ર એમ છ કર્મભૂમિઓ હોય છે. ૨ હિમવંત ક્ષેત્ર, ૨ હરિવર્ષ ક્ષેત્ર. ૨ દેવકર ક્ષેત્ર, ર ઉત્તર કરૂ ક્ષેત્ર, ૨ રમ્યક ક્ષેત્ર અને ૨ હિરણ્યવંત ક્ષેત્રો સાથે ૧૨ ક્ષેત્રો અકર્મભૂમિ કહેવાય છે. અને ૨ હિમવંત પર્વત, ૨ મહાહિમવંત પર્વત, ૨ નિષધ પર્વત, ૨ મેરૂ પર્વત, ૨ નીલવંત પર્વત, ૨ રૂકમી પર્વત અને ૨ શીખરી પર્વત સાથે ૧૪ પર્વતો થાય છે.
આ રીતે ૩+ ૬ + ૬ = ૧૫ કર્મભૂમિ ક્ષેત્રો થાય છે. ૬+ ૧૨ + ૧૨ = ૩૦ અકર્મભૂમિ ક્ષેત્રો થાય છે.
કર્મભૂમિ = જે ક્ષેત્રોને વિષે અસિ = તલવાર, મસિ = લેખન, કૃષિ = ખેતી. આ ત્રણ જ્યાં હોય તે ક્ષેત્રો કર્મભૂમિના કહેવાય. જયાં આ ત્રણમાંથી એકપણ ન હોય અને કલ્પવૃક્ષથી જ જીવનારા જીવો હોય તે અકર્મભૂમિવાળા જીવો કહેવાય છે.
અંતરદ્વીપોનું વર્ણન
Page 123 of 234
Page #124
--------------------------------------------------------------------------
________________
જંબુદ્વીપને વિષે ભરત ક્ષેત્ર પછી હિમવંત પર્વત આવેલો છે અને ઐરવત ક્ષેત્રની ઉપર શીખરી પર્વત આવેલો છે. આ બે પર્વતો પૂર્વ અને પશ્ચિમ લવણ સમુદ્ર સુધી લાંબા છે અને તેની પથ્થરની દાઢાઓ એટલે શીલાઓ નવસો યોજન લાંબી લવણ સમુદ્ર ઉપર રહેલી હોય છે. તેમાં હિમવંત પર્વતની પશ્ચિમ દિશામાં ઉત્તર તરફ અને દક્ષિણ તરફ અર્ધ ચન્દ્રાકારે બે દાઢાઓ આવેલી છે. એવી જ રીતે પૂર્વ દિશામાં પણ ઉત્તર બાજુ અને દક્ષિણ બાજુમાં પણ બે દાઢાઓ આવેલી છે. આવી જ રીતે શીખરી પર્વત પણ પૂર્વ પશ્ચિમ લવણ સમુદ્ર તરફ લાંબા વિસ્તારવાળો છે. તેની ઉપર પણ લવણ સમુદ્રની પાણીની સપાટી ઉપર પશ્ચિમ બાજુની ઉત્તર તરફ અને દક્ષિણ તરફની બે દાઢાઓ હોય છે અને પૂર્વ તરફની ઉત્તર તરફ અને દક્ષિણ તરફની બે દાઢાઓ હોય છે. આ રીતે એક એક પર્વતની ચાર ચાર દાઢાઓ થાય છે. માટે ૪ X ૨ = ૮ દાઢાઓ આવેલી છે. આ એક એક દાઢાઓના પથ્થરના ઉપરના ભાગમાં લવણ સમુદ્રના પાણીથી ઉપરની સપાટીના ઉપરના ભાગ ઉપર સાત સાત દ્વીપો આવેલા છે. માટે ૮ X ૭ = પદ દ્વીપો આવેલા છે. આ દ્વીપો કોઇ દ્વીપમાં રહેલા ન હોવાથી તેમજ કોઈ સમુદ્રમાં રહેલા ન હોવાથી અને દ્વીપ અને સમુદ્રના આંતરામાં પાણીની સપાટી ઉપર રહેલા હોવાથી અંતર દ્વીપ તરીકે કહેવાય છે. આ અંતર દ્વીપોમાં રહેલા મનુષ્યો કલ્પવૃક્ષથી જીવનારા હોય છે. માટે યુગલીક રૂપે ગણાય છે. આ રીતે મનુષ્યોને ઉત્પન્ન થવાના ક્ષેત્રો ૧૫ + ૩૦ + પ = ૧૦૧ ક્ષેત્રો થાય છે. આ ક્ષેત્રોમાં મનુષ્યોના જન્મ અને મરણ થાય છે. આથી પીસ્તાલીશ લાખ યોજન મનુષ્ય લોકનો જે વિસ્તાર છે. તેમાં કોઇ તસુભાર જેટલી જમીન બાકી નથી કે જે જમીન ઉપરથી અનંતા કાલની અપેક્ષો અનંત જીવો મોક્ષે ન ગયા હોય અર્થાત્ દરેક ભૂમિના કણ ઉપરથી અત્યાર સુધીમાં અનંતા અનંતા જીવો મોક્ષે ગયેલા છે. માટે જ ઉર્ધ્વલોકમાં પણ સિધ્ધશીલા પીસ્તાલીશ લાખ યોજનની કહેલી છે. કે જે સ્થાનમાંથી જીવો સકલ કર્મથી રહિત થાય તે ઉપર સીધી સપાટી રૂપે શુધ્ધ બનેલો આત્મા લોકના છેડે પહોંચી જાય છે.
ગર્ભજ મનુષ્યોની સંખ્યા. બેની સંખ્યાનો છ વખત વર્ગ કરવો જે રકમ આવે તે રકમને બે ના પાંચ વખતના વર્ગની રકમ હોય તેનાથી ગુણતાં જે રકમ આવે તેટલા ગર્ભજ મનુષ્યો હોય છે અથવા બીજી રીતે એકને છન્નુ વખત બમણા કરવાથી એટલે (એકને એક બે, બેને બે ચાર, ચારને ચાર આઠ એ રીતે કરવાથી) જે રકમ આવે તે રકમ જેટલા ગર્ભજ મનુષ્યો હોય છે. બન્ને રીતે સરખા જ આવે છે. (૨૯ આંકની સંખ્યા આવે છે) ૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૩૫૪૩૯૫૦૩૩૬ આટલા ગર્ભજ મનુષ્યો હોય છે. ૭ કરોડ ૯૨ લાખ ૨૮ હજાર ૧૬૨ કરોડ પ૧ લાખ ૪૨ હજાર ૬૪૩ કરોડ ૩૭ લાખ ૨૯ હજાર ૩૫૪ કરોડ ૩૯ લાખ ૫૦ હજાર ૩૩૬ ગર્ભજ મનુષ્યો હોય છે. આ ગર્ભજ મનુષ્યોની સંખ્યામાં એક ભાગ પુરૂષનો હોય છે. ૨૮૨૯૫૭૭૨૩૨૬૬પર૩૯૭૭૭૧૯૭૯૯૮૨૨૬ આટલી સંખ્યાવાવા પુરૂષો હોય છે અને આથી સત્તાવીશ ગણી સ્ત્રીઓ ૭૬૩૯૮૫૮૫૨૮૧૬૧૨૦૩૯૮૨૨૩૪૫૯૫૧૦૨ ની સંખ્યા હોય. આ બેની સંખ્યામાં આઠ ઉમેરતાં કુલ ઉપર જણાવેલ આંકની સંખ્યા જેટલા ગર્ભજ મનુષ્યો હોય છે.
Page 124 of 234
Page #125
--------------------------------------------------------------------------
________________
સમૂચ્છિમ મનુષ્યો ગર્ભજ મનુષ્યોના અશુચિસ્થાનોમાં ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના ચૌદ સ્થાનો જ્ઞાનીઓએ કહેલા છે.
(૧) મનુષ્યની વડી નીતિ (સંડાસ) (૨) લઘુનીતિ (પેશાબ) (૩) શ્લેખ. (૪) શરીર મેલ (૫) નાક મેલ (૬) ઉલટી (૭) પિત્ત (૮) પરૂ (૯) રૂધિર (૧૦) શુક્ર = વીર્ય (૧૧) મૃત ફ્લેવર (૧૨) સંભોગ ક્રિયા (૧૩) ગામ કે નગરની ખાઇમાં અને (૧૪) ગામ કે નગરની ખાલમાં ઉત્પન્ન થાય છે.
જંબુદ્વીપનું વર્ણન
તિર્થાલોકની મધ્યમાં થાળી જેવા વૃત્તાકારે રહેલો છે. તેનો વિખંભ એક લાખ યોજનનો છે. તેની પરિધિ ૩૧૬૨૨૭ યોજન અને ૩ ગાઉથી કાંઇક અધિક છે. ક્ષેત્રફળ ૭૯૦૫૬૯૪૧૫) યોજન અને ૧ ગાઉથી કાંઇક અધિક હોય છે.
મેરૂ પર્વત- બરોબર જંબુદ્વીપની મધ્યમાં, સમભૂતલા = આઠ રૂચક પ્રદેશથી ૯૯OOO યોજન ઊંચો અને નીચે મૂળમાં ૧૦00 યોજન ઉંડો મલીને એક લાખ યોજનનો છે. વિખંભ મૂળમાં ૧૦૦૯૦ ૧૦/૧૧ યોજન સમભૂતલા પૃથ્વીએ ૧0000 યોજન અને ઉપરના તળીએ ૧000 યોજન વિસ્તારવાળો ગોળાકારે રહેલો છે. મેરૂની ચારે બાજુ નીચે જમીન ઉપર ભદ્રશાલ વન આવેલું છે. તે પૂર્વ અને પશ્ચિમમાં બાવીશ હજાર યોજન અને ઉત્તર તથા દક્ષિણમાં અઢીસો અઢીસો યોજન વિસ્તારવાળું છે. સમભૂલા જમીનની સપાટીથી ૫00 યોજન ઉંચે ચારેબાજુ મેરૂને ફરતું પ00 યોજનાના વિસ્તારવાળું નંદન વન છે. તેનાથી ૬૨૫OO યોજન ઉંચે મેરૂને ફરતું ચારે બાજુ પાંચસો યોજના વિસ્તારવાળું સોમનસ વન છે. તેનાથી ૩૬OO0 યોજન ઉંચે એટલે મેરૂના ઉપરના તળીયામાં પાંડુકવન છે. તેની મધ્યમાં ૪૦ યોજન ઉંચી નીચે ૧૨ યોજન વિખંભવાળી અને ઉપરના તળીએ ૪ યોજન વિખંભવાળી ચૂલિકા છે. ચૂલિકાની ઉપર મધ્યમાં ૧ ગાઉ લાંબુ અડધો ગાઉ પહોળું અને ૧૪૪૦ ધનુષ ઉંચું જિન ચૈત્ય છે તેમાં ૧૦૮ પ્રતિમા છે. ત્યાં ફક્ત દેવદેવીઓજ દર્શને આવે છે. ચૂલિકાની ચારે બાજુ ૫૦ યોજન દૂર પાંડુકવનમાં એક એક જિન ચૈત્ય છે તે ૫૦ યોજન લાંબા ૨૫ યોજના પહોળા અને ૩૬ યોજન ઉંચા છે. તે દરેકમાં ૧૨૪ પ્રતિમાઓ છે. ચૂલિકાની ચારે વિદિશામાં ૫૦૦ યોજન ઉંચા અને ૨૫૦ યોજના સમચોરસ વિસ્તારવાળા પ્રાસાદો છે. આ પ્રાસાદોની ચારે બાજુ ૫૦ યોજન લાંબી અને ૨૫ યોજન પહોળી એક એક વાપીકા છે. (મલીને ૧૬ છે) પાંડુકવનમાં ચૈત્ય અને વનના છેડાની વચમાં ચૂલિકાની ચારે દિશામાં એક એક અભિષેક શીલા છે. તે ચારે બાજુની ચાર શીલાઓ થાય છે. તે ઉત્સધ અંગુલે ૪ યોજન ઉંચી ૫00 યોજન લાંબી અને ૨૫૦ યોજન પહોળી શ્વેત વેદિકા અને વન સહિત છે. પૂર્વ તરફની શીલાનું નામ પાંડુકમ્બલા છે. પશ્ચિમમાં રત્નકમ્બલા આ બે શીલાઓ ઉપર બબ્બે સિંહાસોનો છે. અને ઉત્તર તરફ અતિ રક્ત કમ્બલા અને દક્ષિણમાં અતિપાડુકમ્બલા નામની છે. આ બે શીલાઓ ઉપર એક એક સિંહાસન છે. એમ મળીને કુલ છ (૬) સિંહાસનો આવેલા છે. બધા સિંહાસનો ૫૦૦ ધનુષ લાંબા, ૨૫૦ ધનુષ પહોળા અને ૪ યોજન ઉંચા છે. બધા વન ચૂલિકા અને વેદિકા સહિત છે. વનસહિત છે. સોમનસવન અભિષેક શીલાઓ સિવાય પાંડકવન સરખેજ છે. નંદનવન સોમનસવન સરખું છે પણ દિશાઓના ચૈત્ય અને
Page 125 of 234
Page #126
--------------------------------------------------------------------------
________________
વિદિશાના પ્રાસાદોની વચમાં ઉર્ધ્વલોકની આઠ દિશિકુમારીઓનો એક એક ગિરિ કુટ એમ આઠ ગિરિકુટ આવેલા છે. તે ૫00 યોજન ઉંચા છે. નવમો બળ અધિપતિનો ૧000 યોજન ઉંચો બળકૂટ છે. આ નવકૂટો સોમનસ કરતાં વધારે છે. બાકી બધું સોમનસ પ્રમાણે છે. ભદ્રશાલવન પણ નંદનવન સરખું જ છે. પણ વિસ્તારમાં ફેર છે. તેમજ સિતા અને સિતોદા નદીઓ ચારે દિશામાં વહેતી હોવાથી તથા ચારે એક એક વિદિશામાં એક એક એમ ચાર ગજદંત ગિરિ આવેલા હોવાથી ચૈત્યો નદીના કિનારા ઉપર અને પ્રાસાદો ગિરિકૂટોની જોડે છે. આ આઠે કૂટો કિરિકૂટ કહેવાય છે. દરેક ૫00 યોજન ઉંચા છે. નવમો સહસ્ત્રાંક કુટ નથી. મેરૂ પર્વત સંબંધી ચૈત્યો- ૪ ભદ્રશાલ વનનાં, ૪ નંદનવનનાં, ૪ સોમનસવનનાં, ૪ પાંડુક વનનાં અને ૧ ચૂલિકા ઉપરનું એમ ૧૭ છે.
મહાવિદેહ ક્ષેત્રનું વર્ણન
મેરૂની પૂર્વ તરફ ૨૨૦00 યોજન ભદ્રશાલ વન છે. ત્યાર પછી ઉત્તર અને દક્ષિણની વચમાં (મધ્યમાં) ભદ્રશાલ વનની અંદરથી વહેતી આવતી ૫00 યોજન ઉત્તર, દક્ષિણ પહોળી સિતા નામની નદી છે. આ નદી વહેલી પર્વ તરફ લવણ સમુદ્રને મળે છે. આ નદીની ઉત્તર, દક્ષિણ બન્ને બાજુ ભદ્રશાલ વન પુરૂ થાય ત્યાર પછી એટલે ભદ્રશાલ વનની લગોલગ ૨૨૧૨ ૭ ૮ યોજન ની વિસ્તારવાળો એક વિજય છે. પછી ૫00 યોજન પૂર્વ પશ્ચિમ પહોળો વક્ષકાર પર્વત આવેલો છે. પછી તે પૂર્ણ થાય એટલે બીજી વિજય આવેલી છે. પછી ૧૨૫ યોજન પહોળી નદી આવેલી છે. પછી ત્રીજી વિજય એના પછી બીજો પક્ષકાર પર્વત. એના પછી ચોથી વિજય એના પછી બીજી નદી એના પછી પાંચમી વિજય એના પછી ત્રીજો પક્ષકાર પર્વત એના પછી છઠ્ઠી વિજય એના પછી ત્રીજી નદી એના પછી સાતમી વિજય એના પછી ચોથો પક્ષકાર અને એના પછી આઠમી વિજય આવેલી છે. એના પછી છેડે ૨૯૨૨ યોજન જગતી સુધીનું વન છે.
આ પ્રમાણે સિતા નદીની એક બાજુ ૮ વિજય ચાર વક્ષકાર પર્વત અને ત્રણ નદીઓ તથા છેડાનું વન આવેલું છે. તે જ રીતે બીજી બાજુનું પણ છે. તે ગણતાં ૧૬ વિજય, ૮ વક્ષકાર પર્વત, ૬ આંતર નદી અને છેડે વન છે. આજ રીતે મેરૂની પશ્ચિમ દિશામાં પણ છે. તે સિતોદા નદીની બન્ને બાજુ છે. છેડે જગતીને અડતુ ૨૯૨૨ યોજનનું વન પર્વ. પશ્ચિમ બન્ને તરફનાં છે. તે માપ વનના મધ્યભાગનું છે. પછી દક્ષિણ અને ઉત્તર બન્ને તરફ ઘટતું જાય છે. જગતી તરફથી ઘટતું છે. વિજય તરફતો સીધી લાઇનમાં છે. આ પ્રમાણે પૂર્વ-પશ્ચિમ બન્ને તરફ થઇ ૩ર વિજય ૧૬ વક્ષકાર પર્વત, ૧૨ આંતર નદી અને બે છેડાના વન. વચમાં ભદ્રશાલ વન અને ભદ્રશાલ વનની મધ્યમાં મેરૂ.
વિજય પક્ષકાર- આંતર નદીઓ અને વનનું જે માપ બતાવ્યું છે. તે પૂર્વ, પશ્ચિમ પહોળાઇનું છે. ઉત્તર, દક્ષિણ લંબાઇમાં તો વિજયો પક્ષકાર પર્વતો અંતર નદીઓ અને છેડાના વન આ બધા ૧૬૫૯૨ યોજન અને ૨ કળા હોય છે.
આ વિજયોમાં સદાને માટે દુષમા સુષમા નામના આરાના ભાવો વર્તી રહ્યા છે. દરેક વિજયો પૂર્વપશ્ચિમ ૨૨૧૨ ૭ ૮ યોજન અને ઉત્તર દક્ષિણ ૧૬૫૯૨ યોજન અને બે કળા છે.
Page 126 of 234
Page #127
--------------------------------------------------------------------------
________________
કચ્છ
દરેકની મધ્યમાં એક એક વૈતાઢ્ય પર્વત છે તે ૨૫ યોજન ઉંચા છે. નીચે ૫૦ યોજનાના વિસ્તારવાળા છે અને ઉપરના તલીએ ૧૦યોજન વિસ્તારવાલા છે.
બત્રીશ વિજયોનાં નામો અને તેની રાજધાનીનાં નામો વિજયો
રાજધાની
ક્ષેમા (૨). સુકચ્છ
ક્ષેમપુરા મહાકચ્છ
અરિષ્ટા કચ્છાવતી
અરિષ્ટાવતી આવર્ત
ખગી (૬) મંગલાવર્ત
મંજૂષા (૭) પુષ્કલાવર્ત
ઔષધીપુરી (૮) પુષ્કલાવતી
પુંડરીકાણી (૯) વત્સ
સુષીમાં (૧૦) સુવત્સ
કંડલા (૧૧) મહાવત્સ
અપરાજિતા (૧૨) વસાવતી
પ્રભંકરા (૧૩) રમ્યા
અંકાવતી (૧૪) રમ્યÉ
પદ્માવતી (૧૫) રમણિક
શુભા (૧૬) મંગલાવતી
રત્નસંચયા (૧૭) પદ્મ
અશ્વરપુરા (૧૮) સુપદ્મ
સિંહપુરા (૧૯) મહાપદ્મ
મહાપુરા (૨૦) પદ્માવતી
વિજયપુરા (૨૧) શંખ
અપરાજીતા (૨૨) કુમુદ
અપરા (૨૩) નલિની
અશોકા (૨૪) નલિનાવતી
વિતશોકા (૨૫) વ
વિજયા (૨૬) સુવ,
વૈજયંતી (૨૭) મહાવમ
જયંતી
SEZIELISETTEZZAZITSECTETODS
Page 127 of 234
Page #128
--------------------------------------------------------------------------
________________
(૨૮) વપ્રાવતી
અપરાજીતા (૨૯) વલ્થ
ચન્દ્રપુરા (૩૦) સુવલ્લુ
ખગપુરા (૩૧) ગંધીલ
અવધ્યા (૩૨) ગંધીલાવતી
અયોધ્યા મેરૂની દક્ષિણે ૨૫0 યોજન ભદ્રશાલ વન છે. તે વનના છેડે પૂર્વ, પશ્ચિમ ભાગમાં બે ગજદંત ગિરિઓ, ઘટીને પહોળાઇમાં તરવારની ધાર જેવા થયેલા અને વધીને ઉંચાઇમાં ૫00 યોજન થયેલા બન્ને મલે છે. આ બન્ને નિષધ પર્વતમાંથી નીકળેલા છે. અને નીકળ્યા તે સ્થાને બન્નેનું અંતર ૫૩000 યોજનનું છે. ૪00 યોજન ઉંચા છે અને પૂર્વ, પશ્ચિમ પહોળાઇ ૫00 યોજન છે. ત્યાંથી નીકળી ક્રમસર પહોળાઇમાં ઘટતાં ઉંચાઇમાં વધતા પરસ્પરનું અંતર ઓછું કરતાં અને નિષેધ પર્વત સાથેનું અંતર વધારતાં ભદ્રશાલ વનના છેડે મલતી વખતે પહોળાઇમાં તરવારની ધાર જેવા થયેલા ઉંચાઇમાં ૫00 યોજન થયેલા પરસ્પર આંતરા રહિત થયા છે. ત્યાં નિષધથી ૧૧૫૯૨ ૨/૧૯ યોજના અંતર છે. બન્ને ગિરિઓ મલી ગયે ધનુષાકાર થઇ ગયેલ છે. આ બન્ને ગિરિના ધનુષાકાર થયેલ આંતરામાં દેવકુરૂ નામનું યુગલિક ક્ષેત્ર આવેલું છે. મેરૂની ઉત્તર તરફ પણ દક્ષિણની જેમ એટલે દેવકુફ ક્ષેત્ર જે રીતે રહેલું છે તેમાં જે રીતે પર્વતો વગેરે આવેલા છે તેજ પ્રમાણે ધનુષાકારે થયેલ પર્વતોના મધ્યભાગમાં ઉત્તર કુરૂક્ષેત્ર આવેલું છે.
મેરૂથી પશ્ચિમ તરફની ભૂમિ ક્રમસર નીચી ઉતરતી છે. તે પ્રમાણે ૪૨000 યોજને ૧000 યોજન નીચી છે. જગતી પાસે તો તેનાથી પણ નીચી છે. મેરૂથી ૩૭૮૦) યોજને અધોગામની શરૂઆત થાય છે. જેથી ૨૪મી અને ૨૫મી વિજયો અધોગ્રામમાં ગણાય છે. તેવીસમી અને છવ્વીશમીનો પણ અમુક ભાગ અધોગ્રામમાં આવેલો છે. નવસોથી નીચેનો ભાગ અધોગ્રામ કહેવાય છે. પણ શાસ્ત્રમાં ૨૪મી અને ૨૫મીના કેટલાક નગરો અધોગ્રામમાં છે. તેમ જણાવેલ છે. પણ તે કર્ણ ગતિએ હશે.
દરેક વિજયની મધ્યમાં પૂર્વ, પશ્ચિમ, લાંબા, વૈતાઢ્ય પર્વત છે અને દક્ષિણ ઉત્તર વહેતી તેમજ ઉત્તર દક્ષિણ વહેતી પૂર્વ તરફ એક અને પશ્ચિમ તરફ એક એમ બે નદીઓ હોવાથી દરેક વિજયના છ ખંડ હોય છે.
દેવકુફ અને ઉત્તરકુરૂ આ બન્ને ક્ષેત્રો મહાવિદેહ ક્ષેત્રમાં જ ગણાય છે. જેથી નિષધ અને નિલવંત પર્વતની વચમાં મહાવિદેહ ઉત્તર-દક્ષિણ ૩૩૬૮૪ યોજન અને ૪ કલા છે. મહાવિદેહની દક્ષિણે નિષધ પર્વત અને ઉત્તરે નિલવંત પર્વત છે. મહાવિદેહના પૂર્વ-પશ્ચિમ છેડે લવણ સમુદ્ર છે તે એક લાખ યોજન છે. પૂર્વ તરફનું માપ- ૮ વિજયનું ૧૭૭૩૦ યોજન
૪ વક્ષકાર પર્વતનું ૨૦OOયોજન ત્રણ આંતર નદી ૩૭૫ યોજન
ભદ્ર શાલ વન ૨૨૦૦૦ યોજન છેડે જગતી પાસેનું વન ૨૯૨૨ યોજન
૪૫000 યોજન થાય છે.
Page 128 of 234
Page #129
--------------------------------------------------------------------------
________________
મધ્યમાં મેરૂ પર્વ. ૧૦૦૦૦ યોજન અને પશ્ચિમમાં પૂર્વની જેમ ૪૫૦૦૦ યોજન. આ ત્રણેનો સરવાળો કરતાં ૧૦૦000 લાખ યોજન થાય છે.
ઉત્તર-દક્ષિણ માપ
કુરૂ તરફનું માપ
ઉત્તર તરફની વિજયો મધ્યમાં નદી
૫૦૦
દક્ષિણ તરફની વિજયો ૧૬૫૯૨ ૨
૩૩૬૮૪ ૪
દેવકુરૂ
ભદ્રશાલવન
મેરૂ પર્વત
યોજન કલા
૧૬૫૯૨ ૨
ભદ્રશાલ વન
ઉત્તર કુરૂ ક્ષેત્ર
યોજન
કલા
૧૧૫૯૨ ર
૨૫૦
૭
૧૦૦૦૦
છ
૨૫૦
O
૧૧૫૯૨ ૨
૩૩૬૮૪ ૪
દેવકુર ક્ષેત્રનું વર્ણન
આ ક્ષેત્રમાં સો કંચન ગિરિ પર્વતો છે. તેના ઉપર એક એક જિન ચૈત્યો છે. એમ ૧૦૦ ચૈત્યો એટલે મંદિરો છે. શાલ્મલી વૃક્ષ આવેલું છે. તેના સંબંધી નવ ચૈત્યો થાય છે. ૮૪૦૦૦ નદીઓ આવેલી છે. આ ક્ષેત્રના સુષમા સુષમા આરાના ભાવો જેવા ભાવો હોય છે. એટલે પહેલા આરા જેવા ભાવો હોય છે. યુગલીક ક્ષેત્ર છે તેમજ આ આરાના ભાવ પણ યુગલિક પણાના જ હોય છે. મનુષ્યો તથા તિર્યંચો જોડેલે જ જન્મે છે. આયુષ્ય મનુષ્યો અને તિર્યંચોનું ત્રણ પલ્યોપમનું હોય છે. શરીરની અવગાહના મનુષ્યની ત્રણ ગાઉની અને તિર્યંચોની છ ગાઉની હોય છે.
મનુષ્યો ત્રણ દિવસને અંતરે તુવેરના દાણા જેટલો આહાર કરે છે. અને તિર્યંચો બે બે દિવસને આંતરે તુવેરના દાણા જેટલો આહાર કરે છે.
૨૫૬ પાંસળીઓ હોય છે. સ્ત્રીઓ એકજ વખત જોડલાને જન્મ આપે છે. ૪૯ દિવસ સુધી અપત્યનું (જોડલાનું) પાલન કરે છે. (અપત્ય પાલનના દિવસોના સાત ભાગ નીચે પ્રમાણે પુરા થાય છે.) પહેલા ભાગમાં સાત દિવસ ચત્તા સુતા સુતા અંગુઠો ચુસ્તા કરે છે. બીજા ભાગમાં સાત દિવસ પૃથ્વી પર જરા પગ માંડે છે. ત્રીજા ભાગમાં સાત દિવસ કાંઇક મધુર વાણી વડે બોલે છે. ચોથા ભાગમાં સાત દિવસ કાંઇક સ્ખલના પામતો ચાલે છે. પાંચમા ભાગમાં સાત દિવસ સારી રીતે સ્થિરતા પૂર્વક ચાલે છે.
Page 129 of 234
Page #130
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠા ભાગમાં સાત દિવસ સમસ્ત કળાઓને જાણનાર બને છે. અને સાતમા ભાગમાં સાત દિવસ યૌવન અવસ્થા પામીને ભોગ સમર્થ બને છે. પછી કેટલાક તો સમકિતને યોગ્ય બને છે. સમકિતની યોગ્યતા અપત્યા પાલણ પૂરી થયા પછી કહી પણ પ્રજ્ઞાપનાની વિશેષ વૃત્તિમાં તો ઉત્કૃષ્ટ આયુવાલા એટલે ત્રણ પલ્યોપમના આયુવાલા છ માસ આયુ બાકી રહ્યુ હોય ત્યારે વૈમાનિકનું આયુષ્ય બાંધે છે તે વખતે સમ્યક્ત્વનો લાભ થયેલો હોય છે. એમ કહે છે એટલે એનો અર્થ એ છે કે વૈમાનિકનું આયુષ્ય સમકિતી મનુષ્યો બાંધતા હોવાથી એ રીતે લખેલ છે. બીજી વાત- છએ આરાના ભાવમાં સમ્યક્ત્વ સામાયિક અને શ્રુત સામાયિક આ બન્ને સંભવે છે માટે સમકિત હોય છે. એમ નક્કી થાય છે એટલે કેટલાક જીવોને સમકીત હોય અથવા નવું પણ પામી શકે છે એમ થાય છે. ત્રીજો મત- પરંતુ આવશ્યકની મલયિગિર કૃત વૃત્તિમાં દેશોન કોટી પૂર્વ આયુષ્યથી વધુ આયુષ્યવાળાને સમકિત સંભવતું નથી એમ જણાય છે. એમ ત્રણ મત છે. તત્વ કેવલી ભગવંતો જાણે. મલયગિરિજી મહારાજાની વાતમાં એમ જણાય છે કે સમકિત સાથે દેશવિરતિ કે સર્વ વિરતિ રૂપ ભાવને પ્રાપ્ત કરી ન શકે અથવા સમિકતી જીવો દેશોન પૂર્વકોટી આયુષ્યવાળાથી અધિક આયુવાળા દેશ વિરતિ કે સર્વ વિરતિ ન પામે એમ અર્થ હોઇ શકે એમ જણાય છે. કારણકે કર્મ પ્રકૃતિ આદિમાં મલયગિર મહારાજાએ યુગલિક જીવોને સકિત હોય એમ જણાવેલ છે અને નવું પણ પામે એમ પણ કહેલ છે. તત્વ કેવલી ભગવંતો જાણે.
આ જીવો ને જે ઇચ્છિત પદાર્થો જોઇએ તે કલ્પવૃક્ષોથી મેળવે છે. ફળ, ફુલાદિ પદાર્થો રસકસથી ભરપુર હોય છે. શુભવર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ઉત્તમ પ્રકારના હોય છે. બધાને પહેલું સંઘયણ અને પહેલું સંસ્થાન હોય છે. મંદ કષાય હોય છે. જાતિ વૈરવાલા સિંહ, વાઘ, અજગર આદિ પણ કાળ અને ક્ષેત્રના સ્વભાવે (પ્રભાવે) રૌદ્ર અને હિંસક પરિણામવાળા હોતા નથી. પંચેન્દ્રિય તિર્યંચોમાં ચતુષ્પદ અને પક્ષીઆ ગર્ભજ હોય છે. ઉપરિસર્પ, ભુજપરિસર્પ અને સમુચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચો હોતા નથી એટલે પશુઓ પણ અલ્પકષાયી હોય છે. પુણ્યનો ભોગવટો અને ઉપભોગ સારી રીતે કરે છે. આયુષ્ય પૂર્ણ થયે પોતાના આયુષ્ય જેટલા આયુષ્યવાળા દેવો અથવા એથી ઓછા આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થાય છે પણ એથી અધિક આયુષ્યવાળા દેવો થતા નથી કારણકે તથા સ્વભાવથી એવા આયુષ્યનો બંધ થઇ શકતો નથી. છ મહિના બાકી રહે ત્યારે એક જ નર માદાને જોડલા રૂપે જન્મ આપે છે. એ જોડલું અરસ પરસ વિષયનો ભોગવટો કરે છે. શરીરની સુંદરતા રૂપ વગેરે અતિશય હોવા છતાં વિષયાસક્તિ ઓછી હોય છે. અનાચારનો વિચારપણ પ્રાયે આવતો નથી. હાથી, ઘોડા વગેરે હોવા છતાં યુગલિક મનુષ્યો પાદચારી જ હોય છે એટલે તેનો ઉપયોગ કરતા નથી. ગાય, ભેંસાદિ મધૂર દૂધ આપવા વાળા હોવા છતાં દોહતા નથી. જમીનમાં પણ ઘાસની જેમ (વાવવાદિ પ્રયત્ન કર્યા સિવાય) શાળી, ગોધૂમ વગેરે ઔષધિઓ, ફળો વગેરે થાય છે. પણ કોઇ ઉપયોગ કરતું નથી. સર્વ યુગલિકો અહમિન્દ્રો જેવા હોય છે. માટીપણ શર્કરાથી ઘણી જ સ્વાદિષ્ટ હોય છે. ગંદકી, કચરો વગેરે સિવાય સર્વ ઠેકાણે સ્વચ્છતા હોય છે. યુગલિકમાં પણ અકાલ મૃત્યુ સંભવે છે. એમ પંચ સંગ્રહમાં કહલ છે.
આજ દેવકુરૂ ક્ષેત્રની જેમ મેરૂ પર્વતની ઉત્તરમાં પણ ઉત્તરકુરૂ ક્ષેત્ર આવેલું છે. તેનાં ભાવો તેના યુગલિકનો આહાર વગેરે બધા ભાવો દેવકુરૂ ક્ષેત્રની જેમ જ હોય છે. એટલે ત્યાં સદા પહેલો આરો હોય છે.
Page 130 of 234
Page #131
--------------------------------------------------------------------------
________________
ઇત્યાદિ દરેક વર્ણન જાણવું વિશેષમાં ત્યાં શાલ્મલી વૃક્ષ નથી પણ જંબુવૃક્ષ આવેલું છે તેના ઉપર ચૈત્યો છે. મેરૂથી પશ્ચિમ તરફની ભૂમિ ક્રમસર નીચી નીચી ઉતરતી છે. તે પ્રમાણે ૪૨000 યોજને ૧૦00 યોજન નીચી છે. જગતી પાસે તો તેનાથી પણ નીચી છે. મેરૂથી ૩૭૮૦) યોજને અધો ગ્રામની શરૂઆત થાય છે. જેથી ૨૪મી અને ૨૫મી વિજય અધોગ્રામમાં ગણાય છે. તવીસમી અને છવ્વીસમીનો પણ અમુક ભાગ અધોગ્રામમાં આવેલ છે. પણ શાસ્ત્રમાં તો ચોવીશમી અને પચ્ચીશમી વિજયના કેટલાક નગરો છે એમ જણાવેલ છે.
નિષધ પર્વતનું વર્ણન
આ પર્વત મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણે આવેલો છે. રક્ત સુવર્ણ જેવો લાલ છે. ૪00 યોજન ઉંચો છે. ઉત્તર દક્ષિણ ૧૬૮૪૨ યાજન, ૨ કલા, ૩૨ ખંડ પ્રમાણ છે. ૯૪૧૫૬ યોજના પૂર્વ પશ્ચિમ લાંબો છે. ઉપરના તલીયે મધ્યમાં ૪000 યોજન લાંબુ અને ૨૦00 યોજન પહોળું અને ૧૦ યોજન ઊંડું વનવેદિકા સહિત તિગિચ્છ નામનું દ્રહ છે. તેની ધી દેવી છે. પાંચસો યોજન ઉંચાઈ વાળા નવકુટ છે. એક કુટ ઉપર જિન ચૈત્ય છે. બાકીના આઠ ફુટ ઉપર પ્રાસાદ છે. પર્વત વન અને વેદિકા સહિત છે.
નીલવંત પર્વત-મહાવિદેહ ક્ષેત્રની ઉત્તર દિશા બાજુ છે. માપાદિ સર્વ નિષધ પર્વત પ્રમાણે છે. નામ ફેર છે. વૈદુર્યરત્ન જેવો લીલો કેશરી દ્રહ છે. અને કીર્તિ દેવનું નિવાસ સ્થાન છે.
હરિવર્ષ ક્ષેત્રનું વર્ણન- નિષધ પર્વતની દક્ષિણ દિશાએ આવેલું છે. ઉત્તર દક્ષિણ ૮૪૨૧ યોજન ૧ કલા ૧૬ ખંડ પ્રમાણ આવેલું છે. પૂર્વ પશ્ચિમ ૭૩૯૦૧ યોજન અને ૧૭ કલા છે. ક્ષેત્રની મધ્યમાં ૧૦૦૦ યોજના ઉંચો મૂલમાં ૧000 યોજન ઉપર ૫00 યોજનાના વિસ્તારવાલો વૃત્ત વૈતાઢય પર્વત આવેલો છે. તે ગંધાપાતી નામનો છે. તેની ઉપર જિન ચૈત્ય છે. સદાને માટે સુષમા આરાના એટલે બીજા આરાના ભાવ વર્તે છે. બે પલ્યોપમના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો હોય છે. શરીરની અવગાહના મનુષ્યની ૨ ગાઉની અને તિર્યંચની ૪ ગાઉની હોય છે. બે દિવસને આંતરે બોર જેટલો આહાર કરે છે. તિર્યંચો એક દિવસને આંતરે આહાર કરે છે. ૧૨૮ પાંસળીઓ હોય છે. ૬૪ દિવસ અપત્યપાલન હોય છે. બાકી બધું દેવકુફ ક્ષેત્રની જેમ જાણવું પણ બધું ય ઉતરતા રસકસવાળું. ત્યાં સુખ સુખ હતું. અહીં સુખ છે. પૂર્વ તરફ પ૬૦૦૦ નદીઓના પરિવાર વાલી હરિસલિલા નદી અને પશ્ચિમ તફ હરિકાન્તા નદી નીકળે છે.
- રમ્ય ક્ષેત્ર- નીલવંત પર્વતની ઉત્તરે આવેલું છે. હરિવર્ષ ક્ષેત્રની જેમ વર્ણન જાણવું નામ ફેરફાર રૂપે છે. તે વૃત્ત વૈતાઢ્યનું નામ માલ્યવંત છે. ઉપર ચૈત્ય છે. નદીનું નામ નરકાન્તા અને નારીકાન્તા નદી છે.
મહા હિમવંત પર્વત- હરિવર્ષ ક્ષેત્રની દક્ષિણે આવેલો છે. પીત્ત વર્ણનો છે. ૨00 યોજન ઉંચો ૪૨૧૦ યોજન ૧૦ કલા ઉત્તર દક્ષિણ પહોળો છે. આઠ ખંડ પ્રમાણ છે. અને પૂર્વ પશ્ચિમ લાંબો પ૩૯૩૧ યોજન અને ૬ કલા છે. 2000 યોજન લાંબુ ૧000 યોજન પહોળું અને ૧૦ યોજન ઊંડું મહાપદ્મદ્રહ છે. હીં દેવનું સ્થાન છે. (શ્રી દેવી પ્રમાણે વર્ણન) ઉપર ૫00 યોજન ઉંચા ૮ કુટ છે. એક કુટ ઉપર જિનચૈત્ય અને બાકીના ઉપર પ્રાસાદો વન-વેદિકા સહિત હોય છે.
Page 131 of 234
Page #132
--------------------------------------------------------------------------
________________
રૂકિમ પર્વત- રમ્યક્ષેત્રની ઉત્તર તરફ આવેલો છે. બધુ માહિમવંત પ્રમાણે નામ ફેર છે તે રૂપાના વર્ણવાળો છે. મહાપુંડરીક દ્રહ છે અને બુધ્ધિ દેવીનું નિવાસ સ્થાન છે.
હિમવંત ક્ષેત્ર- મહા હિમવંત પર્વતની દક્ષિણે આવેલું છે. યુગલિક ભાવનું છે. સદાને માટે સુષમા દુષમા આરાના ભાવ એટલે ત્રીજા આરાના ભાવો વર્તે છે. એક પલ્યોપમનું આયુષ્ય મનુષ્ય અને તિર્યંચોનું હોય છે. શરીરની અવગાહના મનુષ્યની ૧ ગાઉની અને તિર્યંચોની બે ગાઉની હોય છે. એક દિવસને આંતરે આમળા જેટલો આહાર હોય છે. તિર્યંચને દરરોજ એક વખતે ચોવીશ કલાકે આહાર હોય છે. ૬૪ પાંસળીઓ ૭૯ દિવસ સુધી અપત્યપાલન હોય છે. બાકી બધુ હરિવર્ષ ક્ષેત્રની જેમ પણ રસ, કસ, સુખ વગેરે ભાવોમાં ઉતરતું. ઉત્તર દક્ષિણ પહોળાઈ ૨૧૦૫ યોજન અને પકલા ચારખંડ પ્રમાણ છે. પૂર્વ પશ્ચિમ લાંબુ ૩૭૬૭૪ યોજન ૧૫ કલા છે. ૨૮000 ના પરિવાર વાલી પૂર્વમાં રોહિતા નદી અને પશ્ચિમમાં રોહિતાશા નદી છે. ૧000 યોજન ઉંચો મૂલમાં ૧000 યોજન ઉપર ૫૦૦ યોજનના વિસ્તારવાળો વૃત્ત વૈતાઢય શબ્દાપાતી નામનો છે. મધ્યમાં છે તેના ઉપર જિન ચૈત્ય છે.
હિરણ્યવંત ક્ષેત્ર- રૂકિમ પર્વતની ઉત્તર દિશામાં આવેલું છે. યુગલિક ક્ષેત્ર છે. હિમવંત ક્ષેત્રની જમ છે. એટલે ત્રીજા આરા જેવા ભાવો વર્તે છે. સુવર્ણકલા અને રૂપ્ય કલા નામની બે નદીઓ છે. વિકરાપાતી (વિકટાપાતી) નામનો વૃત્ત વૈતાઢ્ય પર્વત છે. તેના ઉપર જિન ચૈત્ય છે. બાકી બધુ હિમવંત ક્ષેત્રની જેમ જાણવું.
લઘુ હિમવંત પર્વત- હિમવંત ક્ષેત્રની દક્ષિણ બાજુ આવેલું છે. પીત્ત વર્ણન છે. ૧00 યોજન ઉંચો, ઉત્તર દક્ષિણ ૧૦૫ર યોજન અને ૧૨ કલા પહોળો બે ખંડ પ્રમાણ છે. અને પૂર્વ પશ્ચિમ લાંબો ૨૪૯૩૨ યોજન છે. ૧૧ કુટ છે. એક કુટ ઉપર જિન ચૈત્ય છે. બાકીના ઉપર પ્રાસાદો છે. ૧૦00 યોજન લાંબુ ૫૦૦ યોજન પહોળું અને ૧૦યોજન ઉંડું પદ્મદ્રહ છે. વન વેદિકાયુક્ત છે અને શ્રીદેવીનું સ્થાન આવેલું છે.
શિખરી પર્વત- હિરણ્યવંતની ઉત્તરે આવેલો છે. બધું લઘુ હિમવંત પર્વતની જેમ નામ ફેરફાર છે. પીત્ત વર્ણનો છે. પુંડરીક દ્રહ છે. લક્ષ્મી દેવીનું સ્થાન છે. ૧૧ કુટ છે. એક કુટ ઉપર જિન ચૈત્ય છે. બાકીના ઉપર પ્રાસાદ છે. વન વેદિકા સહિત છે.
ભરતક્ષેત્રનું વર્ણન- લઘુ હિમવંત પર્વતની દક્ષિણે આવેલું છે. કાળચક્રવર્તતું હોવાથી ઉત્સરપિણી (ક્રમસર સમયે સમયે રસ કસાદિ ભાવોમાં વધારો થવો) અને અવસરપિણી (સમયે સમયે રસ કસાદિ ભાવોમાં ઘટાડો થયા કરવો) ના છ છ આરાના ફરતા ભાવવાનું છે. દક્ષિણ તરફ લવણ સમુદ્રને સ્પર્શતું અર્ધચન્દ્રાકારે છે. ઉત્તર દક્ષિણ મધ્યમાં ૨૫ યોજન ઉંચો દીર્ધ વૈતાઢય છે. તે ઉત્તર દક્ષિણની સપાટી ઉપર ૫૦ યોજન વિસ્તારવાલો અને ઉપરના તળીએ ૧૦ યોજન વિસ્તારવાળો છે. પૂર્વ પશ્ચિમ લંબાઈ દક્ષિણ લવણ સમુદ્ર તરફના છેડાની ૯૭૪૮ યોજન ૧૨ કલા છે અને ઉત્તર મેરૂ તરફના છેડાની ૧૦૭૨૦ યોજન ૧૧ કલા છે. ઉપર ૬ ૧/૪ યોજન ઉંચો મૂલમાં ૬ ૧/૪ યોજન અને ઉપર તેનાથી અડધો ૩ ૧૮ યોજન વિસ્તારવાળું છે. ૯ કૂટો છે. તેમાં પૂર્વ તરફના કુટ ઉપર ૧ ગાઉ લાંબો ના ગાઉં પહોળો અને ૧૪૪૦ ઉંચું એક જિન ચૈત્ય છે. તે ૫૦૦ ધનુષ ઉંચુ અને ૨૫૦ ધનુષ પહોળા ત્રણ વાર વાળું છે. આ પર્વતને સપાટીથી ૧૦ યોજને ઉંચો ઉત્તર
Page 132 of 24
Page #133
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ બન્ને બાજુ દસ દસ યોજનાના વિસ્તારવાળી સપાટ મેખલા છે. તેમાં દક્ષિણ તરફની મેખલામાં ૫૦ અને ઉત્તર તરફની મેખલામાં ૬૦બ મલીને ૧૧૦ વિદ્યાધરોના નગરની શ્રેણિઓ આવેલી છે. આ મેખલાથી ૧૦ યોજન ઉંચે આજ પ્રમાણે બન્ને બાજુ દસ દસ યોજનના વિસ્તારવાળી બે મેખલા છે. તેમાં અભિયોગિક દેવો રહે છે. આ મેખલાથી ઉંચે પાંચ યોજન ઉપરનું તલીયું (મેખલા) ૧૦ યોજનાના વિસ્તારવાનું છે. તેની ચારે બાજુ વેદિકા અને વન છે અને મધ્યમાં બન્ને તરફ વનવાલી વેદિકા છે. આ પર્વતની નીચે પૂર્વ તરફ ખંડ પ્રતાપ અને પશ્ચિમ તરફ તમિસ્ત્રી નામની બે ગુફા છે. તે ઉત્તર દક્ષિણ ૫૦ યોજન લાંબી અને બાર યોજન પહોળી છે. અને ૮ યોજન ઉંચી છે. બન્ને ગુફામાં પ્રવેશ દ્વારથી ૨૧ યોજના અંદરના ભાગમાં ૩ યોજન વિસ્તારવાળી ઉન્મગ્ના (જેમાં ભારે વસ્તુપણ તરે એવા સ્વભાવવાળી) નામની નદી છે. તે સિધુ નદીને મળે છે ત્યાંથી ૨ યોજન આગળ ૩યોજન વિસ્તારવાળી નીમગ્ના (હલકી વસ્તુ પણ ડૂબે એવા સ્વભાવ વાળી) નામની નદી છે. તે ગંગાને મળે છે. ચક્રવર્તી ઉત્તર તરફના ત્રણ ખંડ સાધવા એક ગુફામાં થઇને જાય છે અને સાધીને બીજી ગુફાથી પાછો આવે છે. ચક્રવર્તી ગુફાની અંદર કાકીણી રત્નથી યોજન યોજનને અંતરે બન્ને ભીંતો તરફ પ્રકાશ મંડલો કરતો જાય છે. અને વળતી વખતે બીજી ગુફામાં કરતો કરતો આવે છે. એકી ભીંતે ૪૯ મંડલો મતાંતરે તે બન્ને ભીંતના થઈને ૪૯ મંડલો કરે છે. મંડલનો વિસ્તાર ઉત્સધ થી ૫૦૦ ધનુષ છે. અને પ્રકાશ ૧૨ યોજન પહોળો ૮ યોજન ઉંચો અને ૧ યોજન લાંબો છે. તમિસ્ત્રીનો અધિપતિ કુતમાલ દેવ અને ખંડ પ્રતાપ નો નૃતમાલ દેવ છે. આ ભરત ક્ષેત્રમાં પૂર્વ તરફ ગંગા અને પશ્ચિમ તરફ સિધુ નામની બે નદીઓ ચૌદ-ચૌદ હજારના પરિવારવાળી ઉત્તર દક્ષિણ વહે છે અને દક્ષિણમાં લવણ સમુદ્રને મળે છે. રાજધાની અયોધ્યા નગરી, દક્ષિણ તરફના ત્રણ ખંડ છે તેમાં વચલા ખંડમાં છે. આ નગરી પૂર્વ-પશ્ચિમ ૧૨ યોજન લાંબી અને ઉત્તર દક્ષિણ ૯ યોજન પહોળી છે. ૧૨૦૦ ધનુષ ઉંચો અને ૮૦૦ ધનુષ પહોળો કોટ હોય છે. આ ક્ષેત્રના મધ્યમાં વૈતાઢ્ય આવવાથી ઉત્તર દક્ષિણ બે ભાગ પડે છે અને બન્ને બાજુ તરફ બે નદીઓ આવેલી હોવાથી ત્રણ ત્રણ ભાગ થયા તેમ છ ખંડ છે. ઉત્તર દક્ષિણ પર યોજન ૬ કલા એક ખંડ પ્રમાણ અને પુર્વ પશ્ચિમ ૧૪૪૧ યોજન ૫ કલા લાંબુ છે. ગંગા સિન્યુના બે પ્રપાત કુંડની વચમાં ૮ યોજન ઉંચો ૧૨ યોજન મૂલમાં અને ઉપર ચાર યોજનના વિસ્તારવાળો એક ઋષભકુટ છે. તેના ઉપર ૧ ગાઉ લાંબો, વા ગાઉ પહોળો અને ગાઉ ઉંચો પ્રાસાદ છે. આ ક્ષત્ર કાલચક્રના ભાવવાળું છે. તેનું સ્વરૂપ બતાવે છે તે અવસરપિણીના ક્રમથી છ આરાનું સ્વરૂપ બતાવે
(૧) સુષમા સુષમા નામનો આરો
ચાર કોટાકોટી સાગરોપમવાળો અને યુગલિક ભાવનો છે. શરૂઆતમાં બધુ દેવકુફ ક્ષેત્ર પ્રમાણે જાણવું પછી જેમ જેમ કાળ જાય તેમ રસકસાદિ ઘટતું ઘટતું સર્વકાળ પૂર્ણ થયે સુષમા નામના આરા યોગ્ય બને છે.
(૨) સુષમા નામનો બીજો આરો
ત્રણ કોટાકોટી સાગરોપમ કાળ પ્રમાણ યુગલિક ભાવનો છે. અને શરૂમાં હરિવર્ષ યુગલિક ક્ષેત્ર પ્રમાણે જાણી લેવું કાળક્રમે હિણપણું પામતું પૂર્ણકાળ થએ સુષમા દુષમા નામના આરા યોગ્ય બને છે.
(૩) સુષમા દુષમા નામનો આરો
Page 133 of 234
Page #134
--------------------------------------------------------------------------
________________
બે કોટાકોટી સાગરોપમના કાળ પ્રમાણ યુગલીક ભાવો છે. શરૂમાં હિમવંત ક્ષેત્ર યુગલીક પ્રમાણે જાણવું. આ આરામાં સુખ છે પણ છેડાના કાળમાં દુઃખ પણ છે. ક્રમે ક્રમે હીન ભાવવાળું થતું જાય છે. આ આરાના ૨૩ કાળ સુધી તો પહેલા અને બીજા પ્રમાણે જ ક્રમસર હાની થતી આવે છે. પણ છેલ્લા ૧૩ ભાગમાં ક્રમનો નિયમ રહેતો નથી. અનિયમિત પણે થાય છે.
દરેક બાબતમાં ઘટાડો ઘણોજ થતો જાય છે. ત્રીજા ભાગની શરૂઆતમાં છએ સંઘયણ વાલા છએ સંસ્થાન વાલા સેંકડો ધનુષની કાયાવાલા અસંખ્ય હજાર વર્ષના આયુષ્યવાલા હોય છે. તેમજ કાળ પામીને દેવલોકમાં જાય છે. ક્રમે ક્રમે ઉંચાઇ આયુષ્ય ઘટતું જાય છે. આહારનું અંતર પણ ઘટતું જાય છે. પ્રેમ રાગ દ્વેષ ગર્વાદિ વધતા જાય છે. અપત્યપાલના પણ વધતી જાય છે. અને મરણ પામીને ચારે ગતિમાં જનારા થાય છે. સારાપણું દરેક પદાર્થોમાં ઓછું થતું જાય છે. કલ્પવૃક્ષનાં પ્રભાવો પણ ઘટતા જાય છે. જેથી યુગલિકો વૃક્ષના ફળ, ફુલ અને ઔષધિ = અનાજ ખાનારા, સંગ્રહ કરનારા, પરસ્પર વાદ કરનારા બને છે. કષાયો વધતા જાય છે.પાચન શક્તિ મંદ પડતી જાય છે. છેલ્લો પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહે કુલકરો ક્રમસર થાય છે. કુલકરો સાત થાય છે. (મતાંતરે૧૫ થાય છે.) તે યુગલીકાને સાચવે છે, ઠપકા તરીકે અને શિક્ષા તરીકે હું આટલા શબ્દો કહેતાં યુગલીકો ઘણી શિક્ષા થઇ એમ માનતા અને સમજી જતાં કેટલોક કાલગએ તે શબ્દનો ભય જતાં ડબલ વખત હે હે કરીને શિક્ષા કરતાં. તેનો ભય ગયે ધીક્કાર શબ્દ કહીને શિક્ષા કરતાં. કેટલેક કાળે તેનો ભય પણ ગયો આવી રીતે થતાં યુગલીક ભાવ નષ્ટ થાય છે. કલ્પવૃક્ષો નિષ્ફળ થઈ જાય છે. આ પ્રમાણે કાળ જતાં એક ત્રુટિતાંગ = ચોરાશી લાખપૂર્વ અને નેવ્યાસી (૮૯) પખવાડીયા = ત્રણ વરસ અને સાડા આઠ માસ આ આરાના બાકી રહે છેલ્લા કુલકરને ત્યાં પ્રથમ તીર્થંકરનો જન્મ થાય છે. આ તીર્થકર સંસારી અવસ્થામાં યુગલિક ભાવ નષ્ટ થએલ હોવાથી મનુષ્યોને સાચવે છે (કુલકરો બધા મધ્ય ખંડમાં જ થાય છે જેથી તીર્થકર મધ્ય ખંડને જ સાચવે છે) અગ્નિ ઉત્પન્ન થાય છે. નીતિ, શામ, દામ, દંડ અને ભેદ એ ચાર પ્રકારની કળા, શિલ્પ, રસોઇ વગેરેનું જ્ઞાન વર્ણ બંધારણ ગોત્ર આદિ પ્રવર્તાવે છે. અસિ, મસિ અને કૃષિ આદિ કર્મ પ્રવર્તે છે. ત્યારથી કર્મભૂમિ બને છે. આ વખતે ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વક્રોડ વર્ષ અને ૫૦૦ ધનુષની શરીરની
વગાહના હોય છે. ઈન્દ્ર આવી રાજાપણે અભિષેક કરીને સ્થાપન કરે છે. લગ્ન કરાવી આપે છે. ત્યારથી લગ્નનો વ્યવહાર ચાલુ થાય છે. આ પ્રમાણે બધી વ્યવસ્થા થાય છે. ૮૩ લાખ પૂર્વ વર્ષ સુધી ગૃહસ્થવાસ ભોગવે છે. દીક્ષા લેવાના અવસર પહેલા એક વર્ષે લોકાંતિક દેવો આવીને ધર્મ પ્રવર્તાવો એમ વિનંતી કરે છે. ત્યારથી વાર્ષિક દાન આપવું શરૂ કરે છે. પછી શ્રમણપણું અંગીકાર કરે છે. મનઃ પર્યવજ્ઞાન તેજ વખતે થાય છે (ત્રણ જ્ઞાન તો સાથે લઈને જન્મે છે) એક હજાર વર્ષે કેવલજ્ઞાન થાય છે. ત્યારથી તીર્થકર નામકર્મનો રસોદય થાય છે. ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તીર્થ પ્રવર્તાવે છે. આ આરાના ૮૯ પખવાડીયાં બાકી રહે તીર્થંકરનો મોક્ષ થાય છે. તેમના શાસનમાં એક ચક્રવર્તી થાય છે. આ બધુ મધ્યખંડમાં જ બને છે. બાકીનાં પાંચ ખંડમાં જાતિ સ્મરણાદિ મનુષ્યોથી તેમજ તે તે ક્ષેત્રોના અધિષ્ઠાયક દેવોથી લોકનીતિ પ્રવર્તે છે. ત્યાર પછી કેટલીક નીતિ તો કાળના મહાભ્યથી પોતાની મેળે પ્રવર્તે છે.
(૪) દુષમા સુષમા નામનો આરો
Page 14 of 234
Page #135
--------------------------------------------------------------------------
________________
૪૨ હજાર વર્ષ ઓછા એક કોટાકોટી સાગરોપમ કાળ માનનો હોય છે. કર્મભૂમિના ભાવ હોય છે. શરૂમાં આયુષ્ય પૂર્વકોડ વરસનું અવગાહના ૫૦૦ ધનુષની હોય છે. ક્રમસર ઘટતું જાય છે. આ આરામાં દુઃખ અને કાંઇક સુખ હોય છે. શરૂઆતમાં મહા વિદેહની વિજય જેવા ભાવ વર્તતા હોય છે. પછી ક્રમે પદાર્થોમાંથી રસ, કસ, શુભપણું વગેરે ઘટતું જાય છે. ધર્મનું સામ્રાજ્ય સારું પ્રવર્તે છે. પચાસ લાખ ક્રોડ સાગરોપમ ગયે બીજા તીર્થકર થાય છે. આ આરામાં ક્રમે ક્રમે આંતરે આંતરે ત્રેવીસ તીર્થંકરો ૧૧ ચક્રવર્તીઓ, ૯ પ્રતિ વાસુદેવો, ૯ વાસુદેવો અને ૯ બલદેવો આ રીતે ૬૧ શલાકા પુરૂષો થાય છે. તેમજ નવ નારદો અને બાર રુદ્રો થાય છે. આ આરામાં જન્મેલા જીવા પાંચમા આરામાં પણ મોક્ષમાં જઈ શકે છે. છએ સંઘયણવાળા હોય છે. સાતમી નરક સુધી અને મોક્ષમાં જનારા જીવો હોય છે. ૮૯ પખવાડીયાં બાકી રહે છેલ્લા ચોવીસમાં તીર્થકરનો મોક્ષ થાય છે. અને ૮૯ પખવાડીયે આ આરો પૂરો થાય છે.
(૫) દુષમા નામનો આરો
૨૧ હજાર વર્ષ પ્રમાણ હોય છે. શરૂઆતમાં અવગાહના ર ધનુષ અને આયુ પ્રાયે ૧૩૦ વર્ષનું કોઇકને વધુ પણ આયુષ્ય 300 વર્ષનું પણ હોય) આ આરામાં દુઃખ જ છે. ક્રમે ક્રમે જમીન આદિના રસકસી ઘટતાં જાય છે. ઉપદ્રવો વધતા જાય છે. આયુ અવગાહના ઘટતા જાય છે. કષાયો વધતા જાય છે. શરૂઆતમાં ચોથા આરામાં જન્મેલા કોઇક જીવો મોક્ષ જાય છે. આ આરામાં જન્મેલાનો મોક્ષ થતો નથી. સંઘયણો નષ્ટ થતાં જાય છે ને છેલ્લું છેવટું સંઘયણ રહે છે. એ સંઘયણવાલા ચોથા દેવલોક સુધી અને બે નરક સુધી જઈ શકે છે. ધીમે ધીમે ધર્મનો હ્રાસ થતો જાય છે. વચમાં વચમાં યુગપ્રધાનો થાય છે તે વખતે ધર્મનો પ્રકાશ કાંઇક વધે છે છતાં તે પ્રકાશ અમુક ટાઇમ રહે છે ને પાછો ક્રમસર બ્રાસ થતો જાય છે ધર્મી જીવો ઓછા થતાં જાય છે. મત મતાંતર વધતાં જાય છે. કલેશ, કંકાસ, રોગ, શોક, અનિતિ, મૃત્યુનું પ્રમાણ વગેરે અશુભની વૃધ્ધિ થતી જાય છે. ઋધ્ધિ, આયુ, સંપ, નીતિ વગેરે શુભની ક્રમસર હાની થતી જાય છે. શ્રુતજ્ઞાન પણ ક્રમસર ઘટતું જાય છે. તપ પણ ઘટતો જાય છે. છેડે બે હાથની કાયા અને વીશ વર્ષનું આયુષ્ય રહેશે. તપમાં છેવટે છઠ્ઠ રહેશે. આ પ્રમાણે ઘટતું ઘટતું છેલ્લા દિવસે એક સાધુ, એક સાધ્વી એક શ્રાવક અને એક શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ રહેશે. શ્રુતજ્ઞાન દશવૈકાલિક આવશ્યક જેટલું રહેશે. આ બધું છેલ્લા દિવસે નાશ પામશે છેલ્લા દિવસના પ્રથમ પ્રહરે શ્રુતધર્મ અને આચાર્યાદિ ચતુર્વિધ સંઘ (વર્તમાન ચાલુ પાંચમા આરાના છેડે છેલ્લા યુગપ્રધાન આચાર્ય મહારાજ દુષ્પહસૂરિ થવાના છે. તેઓ બે હાથની કાયાવાળા, બાર વરસ ગૃહસ્થ પર્યાય અને આઠ વરસ ચારિત્ર પર્યાય તેમાં ચાર વરસ સામાન્ય પર્યાય અને ચાર વરસ આચાર્ય પર્યાય પાળે. ૨૦ વર્ષનું આયુષ્ય, ક્ષાયિક સમકિત સાથે જન્મેલા, દશવૈકાલિક, જીતકલ્પ, આવશ્યક, નંદી અને અનુયોગ દ્વાર આટલા શ્રતને ધારણ કરનારા ઇન્દ્રથી નમસ્કાર કરાશે. જેઓ અટ્ટમનો તપ છેલ્લો કરીને કાળધર્મ પામશે અને સૌધર્મ દેવ લોકમાં જશે. અને ધર્મનો વિચ્છેદ થશે. જ્ઞાન દશવૈકાલિક તે અષ્ટ પ્રવચન માતા જેટલું તે પણ વિચ્છેદ પામશે. મધ્યાન્હ રાજા, મંત્રી (વર્તમાન પાંચમા આરામાં વિમલવાહન રાજા અને સુધર્મ મંત્રી થવાના છે) અને રાજધર્મ વિચ્છેદ પામશે. સંધ્યાકાળે અગ્નિ વિચ્છેદ પામશે. અંતે ક્ષાર આમ્બવિષ વિષાગ્નિ અને વજમય જલની આવી વૃષ્ટિ થાય છે. ભયંકર વાયરાઓ વાય છે. જેથી ખેદાન મેદાન થઇ જાય છે. ફક્ત બીજરૂપ મનુષ્યો રહેશે તે પણ ગંગા સિન્ડ્રના કિનારે બીલોમાં છપાયેલા અંતે મનુષ્યો વૈતાઢ્ય પર્વત, ગંગા સિંધુ બે નદી ગાડાના ચીલા પ્રમાણ
Page 135 of 234
Page #136
--------------------------------------------------------------------------
________________
વિસ્તારવાળી, ઋષભકૂટ અને લવણ સમુદ્રની ખાડીઓ આ પાંચ સિવાય બધુ નાશ પામશે અને છઠ્ઠો આરો શરૂ
થશે.
(૬) દુષમા દુષમા નામનો આરો
૨૧૦૦૦ વર્ષ પ્રમાણ છે. દુઃખ દુઃખ અને દુઃખ જ છે. શરૂમાં ૨૦ વર્ષનું આયુષ્ય અને છેડે ૧૬ વર્ષનું આયુષ્ય હોય છે. શરૂમાં બે હાથની કાયા અને છેવટે ૧ હાથની કાયા હોય છે. છઠ્ઠા વર્ષે સ્ત્રી ગર્ભ ધારણ કરે છે. જીવો સખત યાતના ભોગવે છે. સૂર્ય ઉગ્રતપે છે. ચન્દ્ર અતિ શીત થાય છે. વનસ્પતિ આદિ બીલકુલ રહેતું નથી. જેથી મનુષ્યો રાત્રીના માંછલાંનું ભક્ષણ કરે છે. દિવસના મનુષ્યો બહાર રહી શકતા નથી. જેથી ગંગા અને સિંધુના કાંઠે બીલોમાં ભરાઇ રહે છે. રાતના બહાર નીકળી ગંગા સિંધુમાંથી માંછલા લઇ રેતીમાં દાટે છે અને આગલી રાત્રિના દાટેલા બહાર કાઢી ભક્ષણ કરે છે. પછી બીલોમાં ભરાઇ જાય છે. સૂર્યના તાપથી રેતી બહુ તપે છે. તે રેતીની ગરમીથી રેતીમાં દાટેલા માછલા બફાઇ જાય છે. નદીમાં પાણી પગનું તળીયું ડુબે તેટલું વહેતું રહે છે. આવી રીતે છઠ્ઠો આરો પુરો થાય છે. છઠ્ઠામાં પણ સમ્યક્ત્વનો સંભવ છે. અવસરપિણીના દશ કોટાકોટી સાગરોપમના છએ આરા પૂર્ણ થાય છે. ઉત્સરપિણી કાળ દશકોટાકોટી સાગરોપમનો શરૂ થાય છે. તે અવસરપણી કાળ કરતાં ઉલ્ટા ક્રમે શરૂ થાય છે. એટલે અવસપિણી કાળનો છઠ્ઠોઆરો તે ઉત્સરપિણી કાળનો પહેલો આરો ૨૧૦૦૦ વર્ષનો હોય છે. ફેર ફક્ત અવસરપિણીમાં ઉતરતા ભાવવાળો છ. જ્યારે ઉત્સરપિણીમાં ક્રમસર ચઢતા ભાવવાળો હોય છે.
ઉત્સરપિણી કાળનું વર્ણન
(૧) દુષમા દુષમા નામનો આરો
૨૧ હજાર વર્ષ પ્રમાણ છે. સર્વથા દુઃખ દુઃખ અને દુઃખ જ છે. તેમાં અવસરપણીના છઠ્ઠા આરાનો છેલ્લો દિવસ તે ઉત્સરપિણીના પહેલા આરાનો પહેલો દિવસ તેના જેવો ગણાય છ અને અવસરરપણી કાળના છઠ્ઠા આરાનો પહેલો દિવસ એવોજ ઉત્સરપિણીના પહેલા આરાનો છેલ્લો દિવસ ગણાય છે.
ઉત્સરપિણીનો બીજો દુષમા નામનો આરો
૨૧૦૦૦ વર્ષ પ્રમાણ છે. અવસરપણીના પાંચમા આરાજેવો આ હોય છે. આ આરાની શરૂઆતમાં શુભ પાંચ પ્રકારની વૃષ્ટિઓ થાય છે.
(૧) પુષ્કર મેઘ- તે પૃથ્વીના દાહને શમાવીને તૃપ્ત કરે છે.
(૨) ક્ષીર મેઘ- તે પૃથ્વીને શુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળી કરે છે.
(૩) ધૃતમેઘ- તે પૃથ્વીને સ્નિગ્ધ કરે છે.
(૪) અમૃત મેઘ- તે વનસ્પતિઓ ઔષધિઓ લતાઓ વગેરેને ઉત્પન્ન કરે છે.
(૫) રસમેઘ- તે ગાજવીજ સાથે વરસે છ અને વનસ્પતિ આદિમાં પાંચે પ્રકારના રસોને ઉત્પન્ન કરે છે.
આ પ્રમાણે પાંચ શુભવૃષ્ટિઓ થાય છે. સૂર્યનો તાપ ઓછો થાય છે. બીલમાં બીજ તરીકે રહેલા મનુષ્યો બહાર આવે છે. અને વનસ્પતિ વગેરે જોઇ ખુશ થાય છે. પૂર્વ જન્મોની સંજ્ઞાઓના અભ્યાસથી ક્રમે ક્રમે વ્યવહાર પ્રવર્તે છે. આ પ્રમાણે બીજો આરો છે.
Page 136 of 234
Page #137
--------------------------------------------------------------------------
________________
(૩) દુષમા સુષમા નામનો ત્રીજો આરો
૪૨૦૦૦ વર્ષ જૂન એક કોટાકોટી સાગરોપમ કાળનો છે. ૮૯ પખવાડીયા ગયે પહેલા તીર્થકરનો જન્મ થશે ત્યાર પછી ક્રમસર બાવીશ તીર્થકરો, ૧૧ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો, ૯ પ્રતિવાસુદેવો, ૯ બળદેવો, ૯ નારદો અને ૧૨ રૂદ્રો આદિ થાય છે.
(૪) સુષમા દુષમા નામનો ચોથો આરો
બે કોટાકોટી સાગરોપમનો હોય. ૮૯ પખવાડીયા ગયે ચોવીશમાં તીર્થંકર ગર્ભમાં આવે જન્મ થાય અને બારમા ચક્રવર્તી થાય. આ તીર્થકર મોક્ષે ગયા પછી યુગલીક ભાવની ક્રમસર શરૂઆત થાય છે.
(૫) સુષમા નામનો આરો ત્રણ કોટા કોટી સાગરોપમનો યુગલિક મનુષ્યોનો કાળ હોય છે. (૬) સુષમા સુષમા નામનો આરો ચાર કોટા કોટી સાગરોપમનો યુગલિક કાળ હોય છે. આ રીતે ઉત્સરપિણી કાળ પૂર્ણ થાય છે. અવસરપિણી અને ઉત્સરપિણી બન્ને કાળ ભેગા થઇને વીશ કોટાકોટી સાગરોપમનો એક કાલચક્ર થાય
ઐરવત ક્ષેત્રનું વર્ણન
શિખરી પર્વતની ઉત્તરે આવેલ છે. બધુ ભરત ક્ષેત્રની જેમ જાણવું. ઉત્તર તરફ લવણ સમુદ્રને સ્પર્શેલું છે. રક્તા અને રક્તાવતી નામની નદીઓ છે. બાકી બધુ ભરત ક્ષેત્ર પ્રમાણે જાણવું.
મહાવિદેહના દક્ષિણ તરફની જે ૧૬ વિજયો ના ૧૬ અને ભરત ક્ષેત્રનો ૧ એમ સત્તર વૈતાઢ્યની બીજી મેખલામાં સૌધર્મ દેવલોકના લોકપાલ સોમ, યમ, વરૂણ અને કુબેરના આભિયોગિક સેવક દેવો તિર્યક્રમક દેવો અને વ્યંતર જાતિના દેવોના ભવનો છે અને તેમાં વ્યંતરો રહે છે. તેજ પ્રમાણે ઉત્તર તરફની ૧૬ વિજયો અને ઐરાવતનો- ૧ આ સત્તર ઉપર ઇશાનના લોકપાલના તિર્યક્રૂજાભક દેવો અને વ્યંતરો રહેલા
૩૨ વિજયો, ૧ ભરત, ૧ ઐરવત મલીને ૩૪ વિજયોમાં આવેલા દીર્ધ વૈતાઢ્યો ક્ષેત્રના બે ભાગ પાડે છે અને તે બન્ને ભાગમાં પૂર્વ પશ્ચિમ બન્ને તરફ એક એક એમ બે નદી હોવાથી વૈતાઢ્યની ઉત્તરે ત્રણ અને દક્ષિણે ત્રણ ક્ષેત્રના (વિજયના) છ ખંડ થાય છે. ચક્રવર્તી છે એ ખંડ સાધે છે. વાસુદેવ દક્ષિણ તરફના ત્રણ સાધે છે. રાજધાનીની નગરી દક્ષિણ તરફના ત્રણ ખંડના વચલા ખંડની મધ્યમાં આવેલી હોય છે. આ વચલા ખંડમાંજ સાડી પચ્ચીશ આર્યદેશ આવેલ છે. ત્રેસઠ શલાકા પુરૂષો પણ સાડા પચ્ચીશ આર્ય દેશમાં જ થાય છે અને ધર્મ પણ તે ખંડમાં જ થાય છે અને છે. આ વચલા ખંડના બાકીના દેશ અને બાકીના પાંચ ખંડના બધા દેશ મલી ૩૧૯૭૪ દેશો અનાર્યો છે. એટલે કુલ ૨પી + ૩૧૯૭૪ = ૩૨૦૦૦ દેશો એક એક વિજયના થઇને છ ખંડના થાય છે. સાડી પચ્ચીશ આર્યદેશના નામો અને તેની રાજધાનીનાં નામો
દેશના નામ રાજધાની ના નામ ગામની સંખ્યા (૧) મગધ દેશ
રાજગૃહી
૬૬ લાખ Page 137 of 234
Page #138
--------------------------------------------------------------------------
________________
અંગદેશ ચંપાપુરી
પાંચ લાખ બંગદેશ તાપ્રલિપ્તી
૫૦ હજાર કાશીદેશ વાણારસી
૧ લાખ કલીંગ દેશ કાંચનપુરી
૧૯૨OOO કોશલ અયોધ્યા
૯૯OOO
હસ્તિનાપુર ૮૭૩૨૫ (૮) કુશાર્ત
સૌર્યપુર
૧૪૦૮૩ (૯) પંચાલ
કાંપીલ્યપુર
૩૮૩૦૦૦ (૧૦) જંગલ
અહિચ્છત્રાપુરી ૧૪૫OOO (૧૧) વિદેહ
મીથીલાપુરી ૬૮૦૫OOO (૧૨) સોરઠ
દ્વારીકા
૮OOO (૧૩) વત્સ
કસબીપુરી
૨૮OOO (૧૪) મલય
ભદ્દીલપુર ૧૦OOO (૧૫) સંદર્ભ
નાંદીપુર
૭ લાખ (૧૬) વરૂણ
પુનરૂચ્છાપુરી ૮OOOO (૧૭) મત્સ્ય
વૈરાટ નગર, મત્સ્યપુરી ૨૪OOO (૧૮) ચેદી
શુક્તીમતીપુરી ૧૮૯૨OOO (૧૯) દશાર્ણ
મૃતીકા વતી
૬૮૦૦૭ (૨૦) સીંધુ
વિત્તભય નગરી ૬૮૫૦૦ (૨૧) સૌવીર
મથુરાપુરી
૬૮000 (૨૨) સુરસેન
અપાપાપુરી ૩૬000 (૨૩) વર્ત
ભંગીપુરી
૧૪૨૫ (૨૪) કુણાલ
શ્રાવસ્તીપુરી ૬૩૦૨૫ (૨૫) લાટ
કોટવર્ષપુર ૨૧૦૩૦૦૦ (ર૬) અડધો કે નકાઈ શ્વેતાંબીપુરી
નિમિત્ત ભેદથી છ પ્રકારના આર્યો હોય છે.
(૧) ક્ષેત્રથી (૨) જાતિથી (૩) કુલથી (૪) કર્મથી (૫) શિલ્પથી (૬) ભાષાથી. દરેક વિજયમાં છ ખંડ છે. તેમાં પાંચ ખંડ અનાર્ય છે. તે દરેક ખંડમાં પ૩૩૬ દેશ છે. એક આર્ય ખંડ છે. તેમાં પ૩૨૦ દેશ છે. તેમાં ૨પી આર્યદેશો આવેલા છે. બાકી બધા અનાર્ય છે. દરેક વિજયના મધ્યખંડમાં એક ક કોટિશીલા છે. આ શીલાને વાસુદેવ પણ ત્રણ ખંડ સાધ્યા પછી ઉપાડે છે. જંબુદ્વીપ ઉત્તર દક્ષિણ ૧ લાખ યોજનાનો હોય છે તેનું માપ:અનુ. નામ
ખંડ માપ-જોજન કલા
Page 138 of 234
૨૫૮
Page #139
--------------------------------------------------------------------------
________________
(૧)
(૨)
(૩) હિમવંત ક્ષેત્ર
ભરત ક્ષેત્ર
હિમવંત પર્વત
મહાહિમવંત પર્વત
હરિવર્ષ ક્ષેત્ર
નિષધ પર્વત
મહાવિદેહ ક્ષેત્ર
નીલવંત પર્વત
(૯) રમ્યક્ ક્ષેત્ર (૧૦) રૂકિમ પર્વત
(૧૧) હિરણ્યવંત ક્ષેત્ર
(૧૨) શિખરી પર્વત
(૧૩) ઐરવત ક્ષેત્ર
જંબુદ્વીપનું માપ
૧
૨
૪
८
૧૬
૩૨
૬૪
૩૨
૧૬
૫૨૬
૧૦૫૨
૨૧૦૫
૪૨૧૦
૮૪૨૧
૧૬૮૪૨
૩૩૬૮૪
૧૬૮૪૨
८
૪
૨
૧
૧૯૦
૮૪૨૧ ૧
૪૨૧૦ ૧૦
૨૧૦૫ ૫
૧૦૫૨ ૧૨
૫૨૬
૧૦૦૦૦૦લાખ-યોજન
૧૦૧ સમુચ્છિમ અપર્યાપ્તા મનુષ્યોને વિષે
૬
૧૨
૫
૧૦
૧
૨
૪
૨
Page 139 of 234
૬
૭૬ = ૪
યોજન
શરીરની ઉંચાઇ- અંગુલના અસંખ્યાતમા ભાગની આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્ત.
સ્વકાય સ્થિતિ- સાત ભવની આ જીવોની આઠ ભવની સ્વકાય સ્થિતિ હોતી નથી. કારણકે પરભવનું આયુષ્ય પૂર્વક્રોડ વરસથી અધિક બાંધી શકતા નથી. આઠમો ભવ મનુષ્યનો થાય તો નિયમા અસંખ્યાત વર્ષનો થાય છે. આ જીવો સાતભવ મનુષ્યના અને એક ભવ વિકલેન્દ્રિયમાંથી કોઇપણ એકનો કરી પાછા સાતભવ મનુષ્યના એક ભવ વિકલેન્દ્રિયનો એમ કરતાં કરતાં બે હજાર સાગરોપમ સુધી ફરનારા જીવો હોય છે. બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ થાય એટલે એકભવ એકેન્દ્રિયનો કરે પછી સમુચ્છિમ મનુષ્ય રૂપે ઉત્પન્ન થઇ સાતભવ, એક બેઇન્દ્રિયનો સાતભવ મનુષ્યના, એકભવ બેઇન્દ્રિયનો એમ કરતાં બે હજાર સાગરોપમ કાળ ફરે પાછો એકેન્દ્રિયનો એક ભવ આવી રીતે જન્મ મરણ કરતાં કરતાં અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપણી સુધી રખડ્યા કરે છે. આ રીતે રખડનારા જીવો તઓના ભારેકર્મીતાના પ્રતાપે ફરનારા અસંખ્યાતા હોય છે. આ રીતે ફરવા માટેનું કર્મ જીવોને અનુકૂળ પદાર્થોની આસક્તિ મમત્વ તથા પોતાના શરીરીનું મમત્વ પણ સહાયભૂત થાય છે અને આવા અનુબંધો બંધાવી જન્મ મરણ કરાવ્યા કરે છે.
ત્રીશ અકર્મભૂમિ- પર્યાપ્તા ગર્ભજ જીવો, ત્રીશ અકર્મ ભૂમિ ગર્ભજ અપર્યાપ્તા જીવો. ૫૬ અંતર દ્વીપ, ગર્ભજ પર્યામા જીવો ૫૬ અંદર દ્વીપ ગર્ભજ અપર્યાપ્તા જીવો એમ ૧૭૨ જીવોમાં સ્વકાય સ્થિતિ હોતી નથી
Page #140
--------------------------------------------------------------------------
________________
કારણકે ગર્ભજ પર્યાપ્તા જીવો મરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને ગર્ભજ અપર્યાપ્તા જીવો કરણ અપર્યાપ્તા રૂપે હોવાથી અપર્યાપ્તાવસ્થામાં મરણ પામતા નથી માટે આ જીવોની સ્વકાય સ્થિતિ હોતી નથી.
(૨) ૫ ભરત, ૫ ઐરવત અને ૫ મહાવિદેહ આ પંદર કર્મભૂમિના ગર્ભજ અપર્યાપ્તા ૧૫ જીવોને
વિષે.
શરીરની ઉંચાઇ- અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી
આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્ત.
સ્વકાય સ્થિતિ- સાત ભવની. આ જીવો પણ પર ભવનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધ તો પૂર્વક્રોડ વરસનું જ બાંધે છે પણ અસંખ્યાત વરસનું બાંધતા નથી માટે આઠભવ સ્વકાય સ્થિતિના હોતા નથી પણ સાતભવ પછી એક વિકલેન્દ્રિયનો ભવ, પાછા સાત ભવ પાછો એક વિકલેન્દ્રિયનો ભવ એમ કરતાં કરતાં બે હજાર સાગરોપમ સુધી જન્મ મરણ કરે પછી એક ભવ એકેન્દ્રિયનો પાછા સાત ભવ ગર્ભજ અપર્યાપ્તા મનુષ્યના, એકભવ વિકલેન્દ્રિયનો એમ કરતાં બે હજાર સાગરોપમ ફરે. આ રીતે કરતાં કરતાં અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપિણી કાળ સુધી રખડ્યા કરે છે. જે પ્રકારે અનુબંધ બાંધેલ હોય તે પ્રમાણે ફરે છે. (૩) પાંચ ભરત, પાંચ ઐરવત કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્તા ૧૦ જીવોને વિષે
શરીરની ઉંચાઇ- અનિયત હોય છે. છ આરા પ્રમાણે વધઘટ બન્યા કરે છે માટે ઉત્કૃષ્ટથી ૩ ગાઉ
જઘન્ય ૨ હાથ.
આયુષ્ય- અનિયત ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમ જઘન્ય અંતર્મુહૂર્ત.
સ્વકાય સ્થિતિ- સાત અથવા આઠ ભવો હોય છે. સાત ભવો સંખ્યાતા વર્ષના થાય અને આઠમો ભવ અસંખ્યાતા વર્ષોનો થાય છે. પછી દેવલોકમાં જ જાય છે. માટે આઠ ભવો ગણાય છે. જઘન્ય આયુષ્યવાળા કે પૂર્વક્રોડ વરસના આયુવાલા જીવો ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધી શકે છે.
જઘન્ય અંતર્મુહૂર્તના આયુષ્યવાળા જીવો ઉત્કૃષ્ટ આયુષ્યનો બંધ કરે તો પૂર્વક્રોડ વરસનું આયુષ્ય બાંધી શકે પણ અધિક ન બાંધે માટે એ જીવોની સાતભવની સ્વકાય સ્થિતિ હોય અને મધ્યમ આયુષ્યવાળા કે પૂર્વક્રોડ વરસના આયુષ્યવાળા જીવો ઉત્કૃષ્ટ આયુષ્યનો બંધ કરેતો ત્રણ પલ્યોપમના આયુષ્યનો બંધ કરી શકે છે. માટે સાત અથવા ૮ ભવો સ્વકાય સ્થિતિ રૂપે થઇ શકે છે.
સમૂચ્છિમ મનુષ્યો ૧૦૧ અપર્યાપ્તા હોય છે. તેઓને પાંચ પર્યાપ્તિઓ હોય છે.
(૧) આહાર (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ (૫) ભાષા પર્યાપ્તિ. આ જીવોને મન ન હોવાથી મન પર્યાપ્ત કરતાં નથી માટે છઠ્ઠી અધુરી રૂપે પણ પર્યાપ્ત હોતી નથી. અને પાંચમી ભાષા પર્યાપ્ત નિયમા અધુરી હોય છે. એટલે કે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અધુરી એ અથવા શ્વાસોચ્છવાસ પર્યાપ્ત પૂર્ણ કર્યા પછી પરભવનું આયુષ્ય બાંધી શકે છે અને ભાષા પર્યાપ્ત શરૂ કરી મરણ પામી જે પ્રમાણે આયુષ્ય બાંધ્યું હોય ત્યાં ઉત્પન્ન થઇ શકે છે. આ પાંચમી પર્યાપ્તિ અધુરી રહેલી હોવાથી વચન બલ નામનો નવમો પ્રાણ પણ અધુરો રહે છે પૂર્ણ થતો નથી.
૩૦ અકર્મભૂમિના ગર્ભજ અપર્યાપપ્તા અને ૫૬ અંતર દ્વીપના ગર્ભજ અપર્યાપ્તા એમ ૮૬ મનુષ્યોના
ભેદને વિષે
Page 140 of 234
Page #141
--------------------------------------------------------------------------
________________
છ પર્યાપ્તિઓ હોય છે. આ અપર્યાપ્તા જીવો જે કહેવાય છે તે અપર્યાપ્તા અવસ્થાની અપેક્ષો કહેવાય છે. પણ અધુરી પર્યાપ્તિએ મરણ પામે એ અપેક્ષો અપર્યાપ્તા ગણાતા નથી. આથી જે જીવો જેટલી પર્યાપ્તિ પૂર્ણ કરીને રહેલા હોય અને આગળ પર્યાપ્તિ કરતા હોય પણ સંપૂર્ણ પર્યાપ્તિ પૂર્ણ થયેલ નથી ત્યાં સુધી અપર્યાપ્તા કહેવાય છે. માટે આ જીવોને કરણ અપર્યાપ્તા જીવો કહેવાય છે.
કર્મભૂમિના ૧૫ ગર્ભજ અપર્યાપ્તા જીવોને વિષે
છ પર્યાપ્તિઓ હોય છે તેમાં છઠ્ઠી મન પર્યાપ્તિ અવશ્ય અધુરીએ મરણ પામે છે. આથી આ જીવોને દશમો મનબલ પ્રાણ અવશ્ય અધુરો રહે છે. આ જીવો ઇન્દ્રિય પર્યાપ્ત પૂર્ણ થયે અથવા શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયે અથવા ભાષા પર્યાપ્તિ પૂર્ણ થયે પરભવનું આયુષ્ય બાંધી શકે છે અને મનપર્યાપ્ત શરૂ કરીને પછી અવશ્ય મરણ પામે છે તે ગર્ભજ અપર્યાપ્તા કહેવાય છે.
૧૦૧ ગર્ભજ પર્યાપ્તા જીવો
પયાપ્તિઓ છ એ હોય છે. ઉત્પત્તિના પહેલા સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરે તે આહાર પર્યામિ કહેવાય છે. અસંખ્યાત સમય પછી આહારના પુદ્ગલોમાંથી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ થાય તે શરીર પર્યાપ્તિ કહેવાય છે. ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરતો જે શક્તિ પેદા કરે તે ઇન્દ્રિય પર્યાપ્તિ. ત્યાર પછી અસંખ્યાતા સમયો સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી જે શક્તિ પેદા કરે છે તેનાથી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ થાય છે. ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવીને જે શક્તિ પેદા કરે છે. તેનાથી જગતમાં રહેલા ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવવાની શક્તિ પેદા થાય છે તે ભાષા પર્યાપ્ત કહેવાય છે. ત્યાર પછી અસંખ્યાત સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી જે શક્તિ પેદા થાય છે તેનાથી જગતમાં રહેલા મન વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી મન રૂપે એટલે વિચાર રૂપે પરિણમાવી વિસર્જન કરવાની શક્તિ પેદા થાય છે તે મન પર્યાપ્ત કહેવાય છે. આ છ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા બાદ પોતાનું આયુષ્ય જેટલું હોય તે પ્રમાણે તે સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી, પરિણમાવી, સાથે સાથે ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગણાનાશ્વાસોચ્છવાસ ગ્રહણ યોગ્ય વર્ગણાના-ભાષા ગ્રહણ યોગ્ય વર્ગણાના-મન ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરતો પરિણમાવતો પોતાનું જીવન જીવતો જાય છે અને સાથે સાથે કાર્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી સાત કર્મરૂપે પરિણામ પમાડતો જાય છે અને એક અંતર્મુહૂર્ત આઠ કર્મનો બંધ કરે છે.
જ્ઞાની ભગવંતા કહે છે કે જેમ સમુચ્છિમ મનુષ્યોનાં અનુબંધરૂપે સાત-સાત ભવ કરતાં કરતાં અસંખ્યાતા ભવો એટલે અસંખ્યાતી વાર જન્મ મરણ કરતાં ભમ્યા કરે છે. એવી જ રીતે ગર્ભજ મનુષ્યોનાં પણ ગર્ભમાંને ગર્ભમાંજ એક એક અંતર્મુહૂર્તના આયુષ્યવાળા સાત-સાત ભવો કરતાં કરતાં અસંખ્યાતી ઉત્સરપિણી અને અસંખ્યાતી અવસરપિણી કાળ સુધી જીવો ફર્યા કરે છે. તેમાં બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ થાય એટલે વચમાં વચમાં એકેન્દ્રિયના ભવમાં જઇ આવે છે શા કારણથી પરિભ્રમણ કર્યા કરે ?
જ્ઞાનીઓ કહે છે કે માતા-પિતા,પતી-પત્ની, દિકરા-દિકરી, સ્નેહી-સંબંધીનો રાગ રાખીને દેવ-ગુરૂધર્મની આરાધના કરવામાં આવે તેમાં એકેન્દ્રિયમાં જવા લાયક કર્મ બંધાય છે. તેમજ સંસારના પદાર્થો પ્રત્યેનો રાગ રાખીને અને તે પદાર્થો મેળવવા-વધારવા-ટકાવવા અને ન ચાલ્યા જાય તેની કાળજી રાખી જીવન જીવવા Page 141 of 234
Page #142
--------------------------------------------------------------------------
________________
માટે ઉપયોગ કરે તો ગર્ભજ મનુષ્યપણે અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અનુબંધો સંખ્યાતા કાળના, અસંખ્યાતા કાળના બાંધીને તેમાં વચમાં વચમાં સાત-સાત ભવે વિકલેન્દ્રિયના ભવનો અનુબંધ બાંધતા બે હજાર સાગરોપમ કાળ રખડે. પાછા એકેન્દ્રિયનો એક ભવ કરી પાછા બે હજાર સાગરોપમ રખડે આવી રીતે અસંખ્યાતી ઉત્સરપિણી અવસરપિણી સુધી રખડ્યા કરે છે આ ઉપરથી વિચાર કરો કે અરિહંત દેવની આરાધના કરતાં એટલે એમના શાસનની આરાધના કરતાં જવાબદારી કેટલી કહેલી છે? એવી જ રીતે જો આસક્તિ થોડી વધારે હોય અને મનુષ્યપણાના અનુબંધ ન બાંધે તો તિર્યચપણામાં પંચેન્દ્રિય તિર્યંચ રૂપે ઉત્પન્ન થવા લાયક કર્મ બાંધી સાહેબનેત્યાં, શેઠને ત્યાં કુતરા તરીકે ઉત્પન્ન થઇ શકે છે અથવા ચક્રવર્તીને ત્યાં મંગલ ઘોડા રૂપે પણ ઉત્પન્ન થઇ શકે છે. મંગલ ઘોડા તરીકે જે ઉત્પન્ન થયેલા હોય છે. તેઓને કાંઇ ઉપાડવાનું નહિ કામ વિશેષ કરવાનું નહિ પુણ્ય એવું કે ખાવા સારૂં મલે તેના પેશાબ અને સંડાસને જમીન ઉપર ન પડે તેની કાળજી રાખનારા મનુષ્યો હોય છે. તેના શરીર ઉપર માખી, મચ્છર ન બેસે તે માટે ચોવીસ કલાક તે ઘોડાના શરીર ઉપર ચામર વીંઝાતા હોય છે. માત્ર જ્યારે ચક્રવર્તીઓ સવારી કાઢી બહાર ફરવા નીકળે ત્યારે દાગીના આદિથી શણગાર સજાવીને એક ઘોડાને આગળ ચાલવાનું અને એક ઘોડાને પાછળ ચાલવાનું હોય છે. તેના ઉપર કોઇ બેસે નહિ. એક માત્ર શોભા માટે જ, મંગલ માટે જ આ વ્યવસ્થા હોય છે. એ ઘોડો કમને એટલે મન વગર પણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. માટે મરીને નિયમા આઠમા દેવલોકે ઉત્પન્ન થાય છે.
જો આવીરીતે એકેન્દ્રિયમાં પંચેન્દ્રિય તિર્યંચમાં કે નાના ભવોવાળા મનુષ્યોમાં રખડવા ન જવું હોય તો ચેતી જવા જેવું છે. માટે એક મંત્રનો ખાસ સંસ્કાર પાડવા જેવો છે ! જાય છે તે મારું નથી અને મારું છે તે જતું નથી ! આટલું મગજમાં બેસી જાય તો જગતના સચેતન કે અચેતન પદાર્થો પ્રત્યેની મારાપણાની બુધ્ધિ ઓછી થશે અને તેના કારણે રાગ પણ ઓછો થશે તોજ આત્મિક સુખ તરફનું લક્ષ્ય થશે અને પુણ્યાનુબંધિ પુણ્ય બંધાશે. મનુષ્ય જન્મમાં કરવા લાયક આ રીતે પ્રયત્ન કરી સાર્થક કરવા ભલામણ તોજ આત્માચિર સ્થાયી આદિ અનંતકાળ શાશ્વત સુખનો ભોક્તા બનશે ! મનુષ્યગતિ પણ દુ:ખથી ભરેલીજ છે :
નરકગતિ અને તિર્યંચગતિને દુઃખથી ભરેલી ફરમાવ્યા પછી મનુષ્યગતિને પણ"मनुष्यगतावपि चतुर्दश योनिलक्षा द्वादश कुलकोटीलक्षाः, वेदनास्तु एवम्भूताः' મનુષ્યગતિમાં પણ ચૌદ લાખ યોનિ છે, બાર લાખ કુલકોટિ છે અને વેદનાઓ તો આવા પ્રકારની
આ પ્રમાણે ફરમાવીને ઉપકારી ટીકાકાર પરમર્ષિ, “મનુષ્યગતિ પણ દુઃખથીજ ભરેલી છે.' એમ ફરમાવે છે દુઃખ દુઃખમાં ફરક જરૂર હોય પણ કોઈ એમ ન સમજી લે કે-સંસારમાં એક પણ ગતિ સુખમય છે. જે આત્માઓ વિષય કષાયને આધીન છે તે આત્માઓને આ સંસારમાં કોઇપણ સ્થળે સુખ નથી એ વસ્તુ સુનિશ્ચિત છે અને એજ વાત આ ઉપકારી પરમર્ષિ ફરમાવી રહ્યા છે. સુખ માનનારાઓને આહુદ્વાન :
આ પરમોપકારી, એકાંત પરોપકારની ભાવનાથી : જે લોકો, સંસારમાં આવેલી મનુષ્યગતિમાં પણ સુખ માની રહ્યા હોય તેઓને આહ્વાન કરવા પૂર્વક પણ ફરમાવી ગયા કે
Page 142 of 234
Page #143
--------------------------------------------------------------------------
________________
"दुख स्त्रीकुक्षिमध्ये प्रथममिह भवे गर्भवासे नराणां, बालत्वे चापि दुःखं मल्लुलिततनुस्त्रीपयपानमिश्रम् ।
तारुण्ये चापि दुःखं भवति विरहजं वृद्धभावोडप्यसार, संसारे रे मनुष्या / वदत यदि सुखं स्वल्पमप्यस्ति किंचित् //917"
અર્થાત - ‘આ સંસારમાં મનુષ્યોને પ્રથમ દુઃખ, સ્ત્રીની કુક્ષિનો મધ્ય ગર્ભવાસમાં છે : જમ્યા પછી બાળપણમાં પણ, મલથી વ્યાપ્ત શરીરવાળી સ્ત્રીના દુધનું જે પાન તેનાથી મિશ્રિત એવું ઘણું દુઃખ છે : તરૂણ અવસ્થામાં પણ, વિરહથી ઉત્પન્ન થયેલું દુઃખ થાય છે અને વૃદ્ધભાવ પણ અસાર છે. આ કારણથી રે મનુષ્યો ! જો સંસારમાં અતિશય થોડું પણ કંઇક સુખ હોય તો તમે બોલો !
પરમ ઉપકારિનું પુદ્ગલાનંદિઓ પ્રત્યે આ પાછું ન ઠેલી શકાય એવું આહ્વાન છે. જે પુદ્ગલાનંદિઓ, સંસારમાં સુખ માની મનાવીને સ્વપરના હિતનો સંહાર કરી રહ્યા છે : તેઓએ, આ આહ્વાનને અવશ્ય ઝીલી લેવા જેવું છે : પણ તેઓની એ તાકાત નથી કે જેથી તેઓ આ આહ્વાનને ઝીલે. નરકગતિ આદિનો સ્વીકાર નહિ કરનારાઓને પણ આ જ્ઞાનીઓ, મનુષ્યગતિની દુઃખમયતાથી પણ સંસારની દુઃખમયતા સમજાવી શકે તેમ છે. કોણ કહી શકે તેમ છે કે સ્ત્રીની કુક્ષિની અંદર ગર્ભવાસમાં રહેલા આત્માને કારમું દુ:ખ નથી ભોગવવું પડતું ? કોણ કહી શકે તેમ છે કે-બાલ્યપણામાં, અજ્ઞાનના પ્રતાપે આત્માને અનેક દુઃખોના ભોગ નથી થવું પડતું? કોણ કહી શકે તેમ છે કે-તરુણાવસ્થામાં, વિષયાધીનતાના પ્રતાપે ઇષ્ટવિયોગ આદિના યોગે અનેકાનેક દુ:ખો આત્માને નથી અનુભવવાં પડતાં ? અને કોણ કહી શકે તેમ છે કે-વૃદ્ધાવસ્થામાં તૃષ્ણા આદિના યોગ આત્માને અસહ્ય દુ:ખોનો આસ્વાદ નથી લેવો પડતો? આ દુ:ખનો ઇન્કાર કોઇપણ વિચારશીલ આત્માથી થઇ શકે તેમ નથી અને એથી સ્પષ્ટ છે કે- “મનુષ્યગતિના નામે પણ કોઇથી સંસારને સુખમય સાબીત કરી શકાય તેમ નથી.' એજ હેતુથી ઉપકારિનું આહ્વાન પૂર્વક ફરમાન છે કે-સંસારમાં સુખ હોય તો સાબીત કરો. આવું આહ્વાન કરવાનું એકજ કારણ છે અને તે એજ કે-સંસાર દુ:ખમય લાગ્યા વિના આત્મા ધર્મ તરફ આકર્ષાતો નથી. આત્મા જ્યાં બેઠો છે તે એને ખરાબ સમજાય તોજ પ્રતિપક્ષી વસ્તુ તરફ તેને સદૂભાવ જાગે અને એ જગાવવાનો આ ઉપકારિનો હેતુ છે. ગર્ભાવસ્થાની વિષમતા :
ગર્ભાવસ્થાની વિષમતા ખરેખર ન વર્ણવી શકાય તેવી છે. નવ મહિના જેટલો સમય અશુચિથી ભરેલા ગર્ભવાસમાં ઉંધે મસ્તકે લટક્યા કરવું, અશુચિ પદાર્થોનું ભક્ષણ કરવું વિગેરે વિગેરે કંઇ ઓછી આપત્તિઓ છે ? પણ અજ્ઞાન કોઈ એવી વસ્તુ છે કે-જેથી એ બધીએ બની ગયેલી અવસ્થાઓ જાણવામાં નથી આવતી ! એ અજ્ઞાન જ આત્માને સંસારમાં સ્થિર રાખનાર છે ! જે આત્માઓને સંસારથી છૂટી મુક્તિએ પહોંચવું હોય તે આત્માઓએ, પોતાનું અજ્ઞાન ન ટળે ત્યાં સુધી અનંતજ્ઞાનીઓની આજ્ઞાને આધીન થવું એજ હિતાહવ છે. બાલ્યાવસ્થાની અરોચકતા :
જેમ ગર્ભાવસ્થા વિષમ છે તેમ બાલ્યાવસ્થા પણ અરોચક છે. એ અવસ્થા, પાલકના આધારે જ ટકે છે. એ અવસ્થા એવી નાજુક છે કે જેમાં દુઃખમાત્ર અસહ્ય થઈ પડે છે. અજ્ઞાનપણે પણ એ અવસ્થા સાથે સહજ છે.
Page 143 of 234
Page #144
--------------------------------------------------------------------------
________________
એ અવસ્થા એવી નિર્લજ્જ છે કે એ અવસ્થામાં વિષ્ટા અને મૂત્ર જેવી બીભત્સ વસ્તુઓ સાથે ખેલતાં પણ આત્મા લાજતો નથી. એ અવસ્થામાં આત્મા માતૃમુખ જ બન્યો રહે છે. તરૂણાવસ્થાની તિરસ્કતદા:
જેમ બાલ્યાવસ્થામાં આત્મા, માતમુખ બન્યો રહે છે : તેમ તરૂણાવસ્થામાં આત્મા, તરૂણીમુખ બની જાય છે : એજ કારણે એ અવસ્થા, એવી તિરસ્કૃતદશા બની જાય છે કે-જેનું વર્ણન પણ સભ્ય સમાજમાં શરમજનક નીવડે. બાલ્યાવસ્થામાં આત્મા, “પુરીષશુકર” એટલે વિષ્ટાના ભુંડ જેવો બને છે : ત્યારે તરૂણાવસ્થામાં આત્મા, “મદનગર્દભ' એટલે કામ કરીને ગધેડા જેવો બની જાય છે. એ અવસ્થામાં કામવશ બનેલો આત્મા, પોતાની બધી જ ફરજોને વિસરી જાય છે અને કામચેષ્ટાઓ કરતાં એ આત્મા જરાપણ લાજતો કે શરમાતો નથી. વૃદ્ધાવસ્થાની વિરસતા :
વદ્ધાવસ્થામાં આત્મા, બુઢા બેલ જેવો બની જતો હોવાથી એ અવસ્થા એવી વિરસ બની જાય છે કે-એ અવસ્થા ઉપર આત્માને પોતાને જ અભાવ થઇ જાય છે. જે અવસ્થા ઉપર પોતાને પણ અભાવ થઇ જાય તે અવસ્થા ઉપર અન્યને અભાવ થઈ જાય એ તદન સહજ છે. આત્મા, બાલ્યાવસ્થામાં જેમ માતૃમુખ બની જાય છે અને યુવાવસ્થામાં તરૂણામુખ બની જાય છે તેમ વૃદ્ધાવસ્થામાં પુત્રમુખ બની જાય છે. વળી એ અવસ્થામાં આત્મા, પોતાની શિથિલતાના યોગે ચીડીયો બની જાય છે. આથી સ્પષ્ટ છે કે-વૃદ્ધભાવ પણ સાર વિનાનો છે. ધર્મભાવ વિના સુખ નથી જ:
આથી સ્પષ્ટ છે કે-મનુષ્યગતિની એક પણ અવસ્થામાં ધર્મભાવ વિના આત્મા સુખી છેજ નહિ ધર્મભાવ એજ મનુષ્યગતિમાં પણ સુખનો દાતા છે. એ સિવાય મનુષ્યપણાની કોઇપણ અવસ્થા સુખરૂપ નથી એ સ્પષ્ટ છે. અશુભના ઉદયથી રીબાતા આત્માઓ તો, મનુષ્યપણામાં પણ બાલ્યકાલથી આરંભીને મરતાં સુધી રોગથી રીબાતા અને અનેકનાં અનેક જાતિના પરાભવોથી પીડાતા રહે છે એમાં કશીજ શંકા નથી. અશુભના ઉદયથી મનુષ્યપણામાં પણ આત્મા માટે ઇષ્ટવિયોગાદિકના યોગે શોક આદિના અનેક પ્રસંગો આવીજ પડે છે. અશુભના ઉદયથી ઘેરાઈ ગયેલો આત્મા, મનુષ્યપણામાં પણ ક્ષુધા આદિથી અને દૌર્ભાગ્ય આદિથી હંમેશાં પરતજ બની જાય છે. આ બધા ઉપરથી એ વસ્તુ સહેલાઇથી સમજી શકાય તેમ છે કેમનુષ્યગતિમાંથી પણ જો એક ધર્મભાવને દૂર કરી દેવામાં આવે તો એ ગતિમાં પણ સુખને અવકાશ નથી.
આ બધીજ વસ્તુઓ કલ્યાણના અથિએ વિચારવા જેવી છે પણ એ બધો વિચાર થવાનો આધાર સંસારની દુઃખમયતા સમજાય એ ઉપર છે અને એજ કારણે ઉપકારીઓ સંસારની દુઃખમયતા સમજાવી રહ્યા
સર્વ અવસ્થાઓની ભયંકરતા :
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા, આ ‘ધુત’ નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદેશના બીજા સૂત્ર દ્વારા : ભવ્ય જીવોને નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરવા ઇચ્છે છે. એ સૂત્રનું સમર્થન કરવા માટે ટીકાકાર પરમર્ષિ શ્રી શીલાંકસૂરિજી
Page 14 of 234
Page #145
--------------------------------------------------------------------------
________________
મહારાજા, ચારે ગતિરૂપ સંસારને દુઃખમય વર્ણવતાં : નરકગતિ અને તિર્યંચગતિને દુઃખમય વર્ણવ્યા બાદ, મનુષ્યગતિની દુઃખમયતા વર્ણવતાં પણ ફરમાવી ગયા કે
ચૌદ લાખ યોનિ અને બાર લાખ કુલકોટિ ધરાવનાર મનુષ્યગતિમાં પણ અનેક પ્રકારનાં દુઃખો છે. એ ગતિમાં, પ્રથમ દુઃખ છે ગર્ભવાસનું અને એનો કોઇથીજ ઇન્કાર થઈ શકે તેમ નથી. એ ગતિની બાલ્યાવસ્થા પણ કારમી છે, તરૂણાવસ્થા પણ તિરસ્કરણીય છે અને વૃદ્ધાવસ્થા પણ સાર વિનાની છે : અર્થાત્ ધર્મભાવ વિનાની એક પણ અવસ્થા : મનુષ્યગતિમાં પણ સારભૂત નથી. રોગ અને વિયોગ આદિ અનેક દુ:ખોથી મનુષ્યગતિ ભરપૂર છે. એ ગતિમાં સુખ તોજ છે કે-જો પ્રભુશાસનની પ્રાપ્તિ હોય. પ્રભુશાસનની પ્રાપ્તિ વિના તો એ ગતિનો બાલ્યકાલ ભુંડ જેવો, યૌવનકાલ ગદભ જેવો અને વૃદ્ધકાલ બુઢ્ઢા બેલ જેવો હોઇ ભયંકર છે : અર્થાત સર્વ અવસ્થાઓ ભયંકર છે. ધર્મદ્રષ્ટિ વિનાનો આત્મા બાલ્યકાલમાં માવડીમુખો, તરૂણ અવસ્થામાં તરૂણીમુખો અને વૃદ્ધાવસ્થામાં પુત્રમુખો બન્યો રહે છે પણ અંતર્મુખો કદીજ નથી બનતો એ કારણે એની સઘળીજ અવસ્થાઓ ઘણીજ ભયંકર રીતિએ પસાર થાય છે. યુવાવસ્થાની બન્ને બાજ:
“મનુષ્યપણાની સઘળીજ અવસ્થાઓ ભયંકર છે.” એ વાત તદન સાચી છે, તેમ “ધર્મભાવ આવી જાય તો એ સઘળીજ અવસ્થાઓ મનોહર પણ છે.’ એ વાત પણ તદનજ સાચી છે. આમ છતાં પણ એ ગતિની જે યુવાવસ્થા, તેની બન્ને બાજુ કમાલ કરનારી છે. યુવાવસ્થા એ ઉન્માદાવસ્થા છે અને ઉન્માદાવસ્થામાં યોગ્યાયોગ્યનો વિવેક કરવાની તાકાત નથી હોતી.' આ વાત તદન સાચી હોવા છતાં પણ જો એ અવસ્થામાં વિવેક જાગી જાય તો યુવાન, જેમ ભોગમાં કમાલ કરે છે તેમ ત્યાગમાં પણ કમાલજ કરે. યુવાવસ્થા એવી છે કે ધાર્યું કામ પાર પાડે. ભોગમાં લીન થયેલા યુવકને શાસ્ત્ર ઉન્મત્ત તરીકે ઓળખાવે છે : કારણ કે-એની હાલત ભયંકર હોય છે, એજ કારણે ભોગમાં પડેલા યુવકનો સહવાસ પણ ભયંકર છે. યુવક, વિકારી અને ભોગમાં લીન બન્યો કે એના વિચાર તથા વર્તન ભયંકર થાય છે એટલે એનો સહવાસ પણ દુનિયા માટે ભયંકર થાય છે. એ ઉન્માદી માટે આ દુનિયામાં ન કરવા જોણું કાંઈ જ નથી હોતું. વિષયાધીન તથા અર્થકામનો પ્રેમી હોઈ ઉન્મત્ત બનેલો યુવાન, જે ન કરે એજ ઓછું : એજ કારણે એ યુવાવસ્થા ભયંકર ગણાય છે. એજ અવસ્થામાં જો આત્મા, વિવેકી બને અને ત્યાગ તરફ વળે તો એજ અવસ્થા કલ્પતરૂની માફક મનોહર બને અને વિશ્વને અનુપમ લાભ આપે : એજ કારણે યુવાવસ્થા એ આખી દુનિયાને શાંતિનો પયગામ પહોંચાડનારી તથા ધાર્યું કામ આપનારી પણ થાય. જેવી ધારણા હોય એવી અવસ્થા બનાવી શકાય છે : આથી સ્પષ્ટ છે કે-અવસ્થા એ સ્વભાવથી ખોટી નથી પણ કાર્યવાહી ખોટી છે જેને લઇને એ અવસ્થા નકામી ચાલી જાય છે. વિવેક તથા વિનય જાગૃત કરીને મોક્ષમાર્ગને સાધવા લાયક એવી એ અવસ્થામાં જો ભોગ તરફ વળાય તો ઉદ્ધતાઈ, સ્વચ્છંદતા વિગેરે આવેજ. અર્થકામના પ્રેમીને વિકાર થાય અને એમાં એ અવસ્થાનો ઉન્માદ ભળે પછી દશા ભયંકર બને એમાં શું આશ્ચર્ય છે? આ રીતિએ યુવાવસ્થાની બે બાજુ છે પણ એની મનોહર બાજુના ઉપાસક આત્માઓ વિરલજ હોય છે. સ્વતંત્રવાદનું ભૂત :
Page 145 of 24
Page #146
--------------------------------------------------------------------------
________________
યુવાવસ્થાની જે બીજી મનોહર બાજુ, તેની ઉપાસના નહિ કરી શકનારા યુવાનો, હ્રદયથી અર્થ કામનાજ ઉપાસકો હોઇ ઉન્માદી બનેલા છે. એ ઉન્માદના પ્રતાપે, તેઓનો સારાસારનો વિવેક નાશજ પામી ગયો છે : એ કારણે, તેઓને સ્વતંત્રવાદનું એવું ભુત વળગ્યું છે કે-જેના પ્રતાપે, તેઓ પોતાની માન્યતાથી કે વિચારથી વિરૂદ્ધ લાગતી માન્યતા-પછી તે ચાહે તેટલી સાચી હોય તે છતાં પણસ્વીકા૨વાને તૈયાર નથી : આ તેઓની સામાન્ય દુર્દશા નથી. આ અસામાન્ય દુર્દશાની પરાધીનતાથી એ બીચારાઓ, પ્રભુઆગમના કથનની સામે પણ ઃ પાગલની માફક ‘અમે કંઇ હાજી હા કરનારા પરતંત્ર નથી, અમે તો સ્વતંત્ર છીયે અને અમને અમારી મરજી મુજબ ચાલવાનો હક્ક છે.' આ પ્રમાણે બોલે છેઃ સ્વતંત્રવાદના ભુતની પરાધીનતાથી એ બીચારાઓનો દેવ, ગુરૂ અને ધર્મની સામે આજે આ જાતિનો અર્થહીન વિવાદ છે. એવાઓ માટે હું કહું છું કેઆવા સ્વતંત્રવાદને જો તેઓ, પોતાના ઘરમાં, પોતાના વ્યવહારમાં અને પોતાની જાત ઉપર લાગુ કરે તો આજે એમને ધન્યવાદ આપું : ધર્મની વાતમાં સ્વતંત્રતાને આગળ કરનારાઓ, જો જાતપર અને વ્યવહારમાં સ્વતંત્રવાદને લાગુ કરે, અર્થકામની કોઇપણ પ્રવૃત્તિને આધીન ન થાય તો તો હું માનું કે-એ સાચા સ્વતંત્રઃ કારણ કે એ તો આપણે ઇચ્છીએ છીએ કે-દુનિયાના દરેક પ્રાણી એવા સાચા સ્વતંત્ર બને : પણ આ યુવકોની ઘરમાં, બજારમાં અને વ્યવહારમાં તો એવી કંગાલ દશા છે કે-જે જોતાંજ દયા આવે. ખરેખર એ સ્વતંત્રવાદના ભુતને પરવશ બનેલાઓની, આજે ‘જ્યાં ઝુકાવવું જોઇએ ત્યાં અક્કડતા, જેની આજ્ઞા શિરસાવંદ્ય ત્યાં વિવાદ, અને જે શાંતિથી સાંભળવું જોઇએ ત્યાં હકવાદને નામે હડકવા.' આવી અનીષ્ટ દશા થઇ છે. વધુમાં એ બીચારાઓ, જેની આજ્ઞા નહિ માનવા યોગ્ય ત્યાં હાથ જોડે છે ઃ આથીજ કહેવું પડે છે કે-એ ભુતને પરવશ થયેલાઓને, ખરેજ ઉન્માદ જાગ્યો છે અને એમના એ ઉન્માદને જે પોષે તેની પાછળ તેઓ ફીદા ફીદા હોઇ મરી ફીટવાને તૈયાર છે અને દેવ, ગુરૂ તથા ધર્મ નો વિકાસ નથી થયો પણ વિકાર થયો છે, એવાઓની બુદ્ધિ ખીલેલી નથી પણ બીડાઇ ગયેલી છે, માટે એમને મંદિર તથા સાધુ ગમતા નથી અને આગમની વાતોનેસાંભળવા પણ તેઓ તૈયાર નથી. એ સ્વતંત્રતાના ભુતે, આ રીતે દરેક હિતકર બાબતોમાં આજના યુવાનોને પાયમાલ કર્યા છે. એ ભુતને વશ થયેલાઓ, દેવ, ગુરૂ અને આગમનેજ નહિ માને એમ નથી પણ તેઓ પોતાના માતા પિતા આદિ વડિલને અને કોઇ પણ જાતની શિષ્ટ મર્યાદાને પણ નહિ માને તેઓ, માત્ર માનશે ૨મણીઓને ! લક્ષ્મીને ! અને જમાનાની હવાને ! આવી દશામાં મૂકનાર સ્વતંત્રતાના ભુતથી હિતના અર્થિએ બચી જવુંજ જોઇએ.
સુખ,
મોહની મસ્તીમાં નથી પણ ધર્મરંગમાં છે ઃ
આ ઉપરથી સ્પષ્ટ છે કે- મનુષ્યગતિમાં પણ, સુખ મોહની મસ્તીમાં નથી પણ ધર્મના રંગમાં છે અને એથીજ ઉપકારી મહર્ષિએ, ફરમાવ્યું કે- ‘ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, તરૂણાવસ્થા અને વૃદ્ધાવસ્થા.’ આ ચારે અવસ્થામાંથી એક પણ અવસ્થામાં સુખ નથી. જે અવસ્થામાં જ્ઞાન પ્રકટે અને વિરક્તભાવ આવે તે અવસ્થામાં સુખ છે પણ એ સુખ મનુષ્ય ગતિનું નથી પણ મનુષ્યપણું પામીને મનુષ્યપણાને છાજતી થતી કાર્યવાહીને પ્રતાપે એટલે કે-ધર્મરંગને લઇને એ સુખ છે. લક્ષ્મીવાન્ પણ, સુખી હોય તો સંતોષથી છે. જેઓ, સંતોષી નથી એ : તેઓથી તો, પાંચમી ચીજના અભાવે ચાર સારી ચીજને પણ આનંદથી ખાઇ શકાતી નથી. કોટ્યાધિપતિ થવાની ઇચ્છાવાળો, લક્ષાધિપતિ પણ દુ:ખી છે અને એથી અધિકવાળો થવાની ભાવનાવાળો કોટ્યાધિપતિ પણ
Page 146 of 234
Page #147
--------------------------------------------------------------------------
________________
દુઃખી છે. એજ રીતે સર્વત્ર લાલસા એજ દુઃખનું કારણ છે અને મોહની મસ્તીમાં લાલસાનું સામ્રાજ્ય વર્તે છે એજ કારણે ધર્મરંગથી વંચિત બનેલાઓને, આજે તો નથી શુભોદય ભોગવતાં આવડતો કે નથી અશુભોદય ભોગવતાં આવડતો. તમને મળ્યું છે એ છે તો શુભોદય. મુંબઇ જેવું શહેર અને ગજબ જેવી આવક છે ને? પણ જાવકના જે એમના એ કારમા ઉન્માદને મચક નહિ આપતાં તેના નાશની શીખામણ આપનાર છે તેની સામે પણ જોવાને તેઓ તૈયાર નથી : આ ભયંકર દુર્દશાના પ્રતાપેજ, એ બીચારાઓ, પોતાની જે યુવાવસ્થા તારનારી છે તેને ડુબાડનારી બનાવે છે. ખરેખર યુવાવસ્થા એ બળવતી અવસ્થા છે. એ અવસ્થામાં વિચારોની હારમાળા હોય છે, અંગે અંગમાં કૌવત હોય છે અને એ અવસ્થાથી ઉંચે પણ જવાય અને નીચે પણ જવાય. શક્તિમાનું, જો ક્ષમાશીલ ન હોય તો મારે કે મરે અગર મારે ને મરે અને જો ક્ષમાશીલ હોય તો બચે અને બચાવે : એજ રીતે યુવાવસ્થા છે કૌવતવાળી, કંઈ ફેંકી દેવા જેવી નથી : પણ જો એની યોગ્યતા નષ્ટ થાય તો એનાથી મનુષ્યભવમાં રતિભર પણ સુખ નથી અને આજનું સ્વતંત્રતાનું ભુત એ અવસ્થાની યોગ્યતાને નષ્ટ કરનાર છે એટલુંજ નહિ પણ એ ભુતને પનારે પડેલાઓની યોગ્યતા નષ્ટ થઈ પણ ગઈ છે : એનાજ પ્રતાપે, આજના યુવકોની શેઠનું ન માનીએ તો ખાઇએ શું, ઘરનું ન માનીએ તો ઘર ન ચાલે, ઘર ચલાવવું હોય તો ઘરનું માનવુંજ પડે, પેઢી ચલાવવા અનેકની ગુલામી કરવી જ પડે, નોકરીમાં બધા હુકમ મનાય અને છ કલાકને બદલે સાત કલાક કામ પણ કરાય પણ દેવ, ગુરૂ અને ધર્મની વાત તો ફાવે તો, રૂચે તો અને માનવી હોય તોજ માનીએ નહિ તો કંઇ નહિ. આવા પ્રકારની માન્યતા થઇ ગઇ છે : આવા પ્રકારની માન્યતાના પ્રતાપે, તેઓ, ‘અમે, મૂર્તિને દેવ નથી માનતા.' એમ કહીને ઉભા રહે છે પણ પોતાની રમણીના ફોટાને બટનમાં, વીંટીમાં કે ઘડીયાળના છેડામાં રાખતા નથી શરમાતા : તેઓને, પ્રભુની મૂર્તિ જડ લાગે છે અને રમણીની મૂર્તિ ચેતનવંતી લાગે છે. ખરેખર શ્રી જિનેશ્વરદેવની મૂર્તિનો વિરોધ કરનારની પાસે રમણીની મૂર્તિ જોઇને આશ્ચર્ય થાય છે. જેને જોતાં દુનિયાની છાયા ભૂલાય, વૈરાગ્યનાં ઝરણાં ઝરે એવી જિનમૂર્તિ જેને ન ગમે તેને પોતાની છાતી ઉપર રમણીની મૂર્તિ રાખવાનું ગમે છે એ શું આશ્ચર્યજનક નથી ? ભલે એ વાત આશ્ચર્યજનક હોય પણ એથી એટલું તો નક્કી થાય છે જ કે-એ સ્વતંત્રતાના ભુતના પ્રતાપે, એવાઓમાં દરવાજા એટલા બધા છે કે- અકળામણ
ય. જાવક વ્યાજબી છે કે ગેર વ્યાજબી તે તમે જાણો. શુભયોગે મળેલી સામગ્રીને કર્મની થીયરી સમજનારો ભોગવી જાણે નહિ તો બીજી આશાઓ અને વિચારો ઉલટા હેરાન કરે. આથીજ આજે તો અશુભોદયમાં જેમ મુંઝવણ થાય છે તેમ શુભોદયમાં પણ થાય છે અને એથી ધર્મરંગ વિના મનુષ્યગતિમાં પણ સુખ નથી. તીવ્ર પુણ્યોદયના અભાવે, મનુષ્યભવમાં પણ રોગ અને પરાભવ તો માથે બેઠેલાજ છે : યોગ અને વિયોગ પણ સાથેજ છે. આ બધું મનુષ્યગતિનાં દુ:ખોનું વર્ણન ચાલે છે એ ધ્યાનમાં રાખજો. આ મનુષ્યભવમાં પણ વિવેકના અભાવે, ઇષ્ટના યોગની ખામીમાં શોક અન ઈષ્ટના વિયોગમાં અને અનીષ્ટના સંયોગમાં મહા દુઃખ. વળી તીવ્ર અશુભના ઉદયે ઘણાને બાલ્યકાળથી લઇને રોગ તથા પરાભવ તો ચાલુ છે. આ મનુષ્યભવ પામીને પરાભવમાં માન માનનારા પણ જીવે છે. ટૂકડાની લાલસાએ ડંડા ખાવા છતાં પણ પુછડી હલાવનારી જાતિ પણ છે ને ? કૂતરાને ચાર ઇંડા મારીને કાઢો અને ફેર તું, તું કરો તો આવે ને ? એ રીતે ગમે તેવા
Page 147 of 234
Page #148
--------------------------------------------------------------------------
________________
પરાભવોને પણ સન્માન માનનારી જાત મનુષ્યોમાં પણ જીવતી અને તે પણ નાની સુની નહિ પણ મોટી છે ને
સભામાંથી. હા સાહેબ ! હા છે !
કુતરો તો તિર્યંચ છે, એ બીચારો ન સમજે પણ મનુષ્ય, એમાં પણ શ્રીજિનશાસનને પામેલો ગણાતો તે પણ ન સમજે તો તેને કેવો ગણવો?
સભામાંથી. ઘણોજ ખરાબ.
કુતરાની જાતને તો ન ખબર પડે પણ માનવી એમાં પણ આર્યદેશમાં જન્મેલો પ્રભુશાસનને પામેલો ગણાતો હોય એમાં જો અધમતા દેખાય તો જરૂર ખટકે. ટુકડા રોટલા માટે દંડા ખાઇ ભાગાભાગ કરનાર કુતરાની કિંમત પણ શી બળી છે ? પણ મનુષ્યપણામાં પણ આર્યદેશ, આર્ય જાતિ અને આર્ય કુળમાં જન્મેલાની, પોતાને મહાજૈન તરીકે ઓળખાવનારની, મહાન સુધારકના ઉપનામથી ભૂષિત થયેલાની તથા ઇલ્કાબાર ઇલ્કાબ ધરનારની દશા જો આવી દીનમાં દીન હોય તો એ કેટલી તીરસ્કારપાત્ર દશા છે ! રૂડો રૂપાળો સાધનસંપન્ન શ્રીમાન બળવાન છતાં ભીખ માગે એ કેવો લાગે ?
સભામાંથી. ઘણોજ વિચિત્ર !
તો આથી સમજો કે-મનુષ્યભવ પામીને પણ મોહની મસ્તીમાં પડેલાને સહજ પણ સુખ નથી. ત્રણ પ્રકારના પુરૂષો :
પુરૂષો- “મર્દ, નામર્દ અને અર્ધ મર્દ- આ ત્રણ પ્રકારના હોય છે. મર્દ તે કે જે મોહન કાબુમાં રાખે. કાબુમાં રાખવા છતાં લટુ બની જાય તે અમર્દ અને ગુલામ થાય તે નામર્દ આ વિષયમાં એક દ્રષ્ટાંત છે અને તે વિચારણીય છે.”
- એક દ્રષ્ટાન્ત કોઇ એક બ્રાહ્મણીને ત્રણ પુત્રીઓ હતી. તે બ્રાહ્મણીએ વિચાર્યું કે- “હું તેવો કોઈ ઉપાય કરું કે જેથી મારી પુત્રીઓ પરણ્યા પછી સુખી થાય.” આ પ્રમાણે વિચાર કરીને તે માતાએ પોતાની મોટી પુત્રીને કહ્યું કે
‘તારો પતિ તારા વાસભુવનમાં આવે ત્યારે તારે કોઇ પણ અપરાધ ઉભો કરીને પતિના મસ્તક ઉપર પાદપ્રહાર કરવો, એટલે કે લાત મારવી અને તે પછી તે જે કાંઇ કરે ને તારે મને જણાવવું.'
એ મોટી પુત્રીએ પોતાની માતાને કહેવા પ્રમાણે વાસભુવનમાં આવેલા પોતાના પતિના મસ્તક ઉપર પાદપ્રહાર કર્યો : પોતાની પત્નીના પાદપ્રહારથી રોપાયમાન થવાને બદલે તેણીના અતિશય સ્નેહથી ભરેલા તે પતિએ તો
“હે પ્રિયે ! તારા સુકોમલ ચરણને ઘણી જ પીડા થઈ હશે?” આ પ્રમાણે કહીને તેણે તો પોતાની પત્નીના ચરણની સેવા કરવા માંડી.
આ બનાવ મોટી પુત્રીએ પોતાની માતાને જણાવ્યો. આથી જમાઇની સ્થિતિ માતાએ જાણી લીધી અને એથી તેણીએ પોતાની તે મોટી પુત્રીને કહ્યું કે- “હે પુત્રી! તું તારે ઘેર તારી ઇચ્છા મુજબ વર્તજે, કારણ કે તારો પતિ તારા વચનથી જરા પણ વિરૂદ્ધ વર્તાવ નહિ કરે, એટલે કે-તને આધીન થઈને જ વર્તશે માટે તારે જરાય ડરવાનું કારણ નથી.'
Page 148 of 24
Page #149
--------------------------------------------------------------------------
________________
આ પછી પોતાની બીજી પુત્રીને પણ તેણીએ તેજ પ્રમાણેની શીખામણ આપી અને તે બીજી પુત્રીએ પણ પોતાના પતિના મસ્તક ઉપર પાદપ્રહાર કર્યો. આથી એ બીજી પુત્રીના પતિએ પોતાની તે પાદપ્રહાર કરનારી પત્નીને કહ્યું કે
આ પ્રમાણે કરવું એ ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓ માટે યોગ્ય નથી. ઇત્યાદિ કહીને એક ક્ષણ વાર સહજ રોષ કરીને પછી તે શાંત થઈ ગયો.
આ હકીકત એ બીજી પુત્રીએ પોતાની માતાને કહી અને એ સાંભળીને માતાએ તે બીજી પુત્રીને કહ્યું કે- “હે પુત્રી ! તું પણ તારા પતિના ઘરમાં તને જેમ ઠીક લાગે તેમ આનંદ કર, કારણ કે તારો પતિ પ્રસંગ પડ્યું એક ક્ષણવાર ગુસ્સે થઇને પછી આપોઆપ શાંત થઇ જશે.”
તે પછી તે માતાએ પોતાની ત્રીજી પુત્રીને પણ એવાજ પ્રકારની શિખામણ આપી. તેથી તેણીએ પણ પોતાના પતિ પ્રત્યે તેવોજ વર્તાવ કયા : આથી એ ત્રીજી પુત્રીનો પતિ તો અતિશય કોપાયમાન થઇ ગયો અને કોપાયમાન થઇને તેણે- ‘નક્કી તું અકલીન છો. એથી જ આવી રીતિએ વિશિષ્ટ લોકોમાં અનુચિત એવી ચેષ્ટાને કરે છે. આ પ્રમાણે કહીને અને ખૂબ કુટીને ઘરથી બહાર કાઢી મૂકી.
આ હકીકત ત્રીજી પુત્રીએ પોતાની માતાને કહી, એથી તેણીએ પોતાના જમાઈ પાસે જઈને કહ્યું કે‘વહુએ પ્રથમ સમાગમ સમયે વરને આ પ્રમાણે કરવું' –એવી અમારી કુલ સ્થિતિ છે. આ પ્રમાણે સમજાવીને જમાઈને મુશીબતે શાંત કર્યો અને પોતાની પુત્રીને કહ્યું કે- હે પુત્રી ! તારો પતિ દુઃખે કરીને આરાધવા યોગ્ય છે, માટે તારે તારા પતિની અપ્રમત્તપણે પરમદેવતાની માફક આરાધના કરવી.”
આ દ્રષ્ટાંત ઉપરથી સમજી શકાય તેમ છે કે સંસારમાં પણ સાચો પુરૂષ તે છે કે-જે વિષયને આધીન થઇને વિષયની સામગ્રીનો ગુલામ ન બની જાય. વિષયની સામગ્રીના ગુલામો કોઇ પણ કાળે સ્વપરનું હિત સાધી નથી શકતા.
સૂત્રકાર મહર્ષિ શ્રીસુધર્માસ્વામીજી મહારાજા અને ટીકાકાર-મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવી રહ્યા છે કે- ‘કર્મથી ભારે બનેલા જીવો ધર્મને આચરવા યોગ્ય છતાં વિષયાસક્તિને લઇને એમના પર ગમે તેટલી આપત્તિ આવે તો પણ સકલ દુઃખના સ્થાનરૂપ ગૃહસ્થાવાસને છોડી શકતા નથી.” આપણે જોઇ શકીએ છીએ કે-વિષયાસક્ત આત્માઓ અશુભોદયના યોગે આપત્તિ આવે તો રૂએ, ચીસો પાડે, બૂમો મારે, સ્નેહિસંબંધીઓની સલાહ લેવી પડે તો દેવ-ગુરૂ અને ધર્મને પણ સાંભળે, પણ આ બધુ ત્યાંથી ખસવા માટે નહિ, પણ ત્યાં જ રહેવા માટે ! આપત્તિ ટળે અને સન્માર્ગે જાઉં, એ ભાવનાએ સાંભળતા હોય અગર આ બધું કરતા હોય તો ઠીક પણ આપત્તિ ટળે અને હું તો અહીં જ રહું, એ ભાવનાએજ એ જીવો દેવ-ગુરૂ અને ધર્મને પણ સાંભળે છે, વિલાપ કરે, દુઃખની બૂમો પાડે એ બધું સાચું, પણ તે સંસારથી છૂટવા માટે નહિ પણ રહેવા માટે વિષયને યોગે આવેલી આપત્તિને આપત્તિ માને અને દીનતા એટલી બધી કરે કે-ન પૂછો વાત. એ દીનતાનો પાર પણ નહિ અને દીનતામાં આવીને તે એમ પણ બોલે કે-મારા માથે આવા દેવ, આવા ગુરૂ અને આવો ધર્મ છતાંય આવી આફત ! પણ એમાંએ આશય તો એ જ કે-આફત ટળે અને આનંદથી અહીં
Page 149 of 234
Page #150
--------------------------------------------------------------------------
________________
રહેવાય. ખરેખર, કર્મથી ભારે બનેલા જીવોની વિષયવાસના આપત્તિઓ આવવા છતાંયે જતી નથી. એવી દશામાં પણ આવેલી આપત્તિ કેમ જાય, એ જ વિચાર અને પ્રયત્નોમાં પણ એ જ હતુ કે-વિષયની સામગ્રી આપત્તિ જવાથી રીતસર ભોગવાય. આ શિવાયની બીજી એક પણ શુભ ભાવના જ ન મળે ! માંદાને પૂછો કે‘દવા શા માટે લેવાય છે?” –તો તે કહેશે કે- “સારી રીતિએ ખવાય, પીવાય અને મોજશોખ કરાય એ માટે !' હૃદયની આ ભાવનાના પ્રતાપે સમજાતું નથી કે- વિષય સામગ્રી મેળવવામાં પણ પાપ, ભોગવવામાં પણ પાપ, એને યોગે આવેલી આપત્તિથી દુર્ગાન થાય એથી પણ પાપ, આપત્તિ દૂર કરવા દુર્ભાવનાઓ થાય એથી પણ પાપ અને પરિણામે દુર્ગતિમાં જવાનું, ત્યાં પણ હાલત તો ચીસો જ મારવાની અને એ હાલતમાંથી કોઈ જ બચાવી શકે તેમ નથી. આ સ્થિતિમાં એ સાચું જ છે કે- ‘ઉપકારીઓના કથન મુજબ એવા પામર આત્માઓ કોઈ પણ રીતિએ મોક્ષ એટલે દુઃખોનો અપગમ અથવા તો મોક્ષનું કારણ જે સંયમાનુષ્ઠાન તેને પામી શકતા નથી.'
હવે
જયારે એ પામર આત્માઓ દુ:ખોના અપગમને અથવા તો મોક્ષના કારણરૂપ સંયમાનુષ્ઠાનને નથી પામતા. ત્યારે શું પામે છે? –એ બતાવતાં સૂત્રાવયવની અવતરણિકા, તે સૂત્રાવયવ અને તેનો અર્થ દર્શાવતાં ટીકાકાર-મહર્ષિ શ્રીશીલાંકરસરિજી મહારાજા ફરમાવે છે કે
“दुःखविमोक्षाभावे च यथा नानाव्याध्युपसृष्टाः संसारोदरे प्राणिनो विवर्तन्ते तथा दर्शयितुमाह
"अह पास तेहिं कलेहिं आयत्ताए जायो" 'अथ इति वाक्योपन्यासार्थे पश्य त्वं तेपूच्चावचेपु कुलेपु, आत्मत्वायआत्मीयकम्र्मानुभवाय जाताः । દુઃખનો વિમોક્ષ એટલે ‘સર્વથા દુઃખનો જે નાશ’ તેની પ્રાપ્તિના અભાવમાં નાના પ્રકારની વ્યાધિઓ રૂપ ઉપસર્ગોથી રીબાતા પ્રાણીઓ, સંસારોદરમાં જે રીતિએ વર્તે છે. તે દર્શાવવા માટે સૂત્રકારમહર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા ફરમાવે છે કે
"अह पास तेहिं कूलहिं आयत्ता जायो' આ સૂત્રાવયવમાં પ્રથમ જે “થે શબ્દ છે તે વાક્યના ઉપન્યાસ માટે છે, એટલે “378 શબ્દથી વાક્યનો ઉપવાસ કરીને સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે
“હે ભવ્ય ! તું જો-તે ઉચ્ચ નીચ કુલોમાં સઘળાય પ્રાણીઓ RI[QIછે એટલે પોતાનાં કર્મોનો અનુભવ કરવા માટે ઉત્પન્ન થયેલા છે.”
આ પછી "तदुदयाच्चेमां अवस्थामनुभवन्तीत्याह षोडशरोगवक्त व्यानुगतं श्लोकत्रय"
“તે પોતાના કર્મના ઉદયથી સંસારમાં ભટકી રહેલા પ્રાણીઓ આવી જાતિની અવસ્થાને અનુભવે છે, એમ દર્શાવવા માટે સૂત્રકારમહર્ષિએ સોલ રોગોના વક્તવ્યને કહેતા ત્રણ શ્લોકો કહ્યા છે.”
આ પ્રમાણે
Page 150 of 234
Page #151
--------------------------------------------------------------------------
________________
કહીને ટીકાકારમહર્ષિ સૂત્રમાં કહેલા ત્રણ શ્લોકો તરફ ધ્યાન ખેંચે છે. અને તે પછી તે ત્રણ શ્લોકોની વ્યાખ્યા કરતાં ત્રણે શ્લોકોમાં કહેલા રોગો વિગેરેનું સ્વરૂપ ઘણા જ વિસ્તારથી બતાવી, તે પછી પણ સૂત્રકારમહર્ષિ આ વસ્તુનો ઉપસંહાર કરતાં શું ફરમાવે છે તે અને તેનો ઉદ્દેશ શું છે, એ ટીકાકાર મહર્ષિએ અલ્પ શબ્દોમાં પણ ઘણું જ સુંદર સમજાવ્યું છે.
પ્રથમ આપણે એ જ જોઇએ કે સોલ રોગ આદિને દર્શાવતા ત્રણ શ્લોકો સૂત્રકારમહર્ષિએ કયા કહ્યા છે
___ "गंडी अहवा कोढी. रायंसी अवमारियं । काणियं झिमियं चेव, कुणियं खजियंतहा //91/ उदार छ पास मयं च, सूर्णीयं च गिलासणि/ वेवई पीढसणि च, सिलिवयं महमेहणि ////
सोलस एए रोगा, अक्खाया अणुपुत्वसो।
अहणं फसति आयंका, फासा य असमंजसा //३//' આ ત્રણ શ્લોકો પૈકીના પ્રથમના બે શ્લોકોમાં ગંડ આદિ સોલ રોગોનું પ્રતિપાદન છે અને ત્રીજા શ્લોકના પૂર્વાદ્ધમાં કહેલા સોલે રોગોનો ઉપસંહાર કર્યો છે તથા તે પછી બાકીના અડધા શ્લોકમાં સોલ શિવાયના આતંકો અને સ્પશા નું વર્ણન છે.” એ સઘળાયનું સ્પષ્ટ વર્ણન ટીકાકારમહર્ષિએ કર્યું છે:૧- ‘ગાંડી
સોલ રોગોનો નામનિર્દેશ કરતાં સૂત્રકારમહર્ષિએ પ્રથમ પદ “અંડી મૂક્યું છે. એનો ભાવ સમજાવતાં અને એ પદ પછી મૂકવામાં આવેલ ‘હવો નો સંબંધ કોની કોની સાથે છે તે અને એનો અર્થ શુ કરવો એ દર્શાવતાં ટીકાકારમહર્ષિ ફરમાવે છે કે
“वातपित्तश्लेप्मसन्निपातजं चतुर्दा गण्डं, तदस्यास्तीतिगण्डी-गण्डमालावानित्यादि, अथवेत्येतत्यतिरोगमभिंसम्बध्यते, अथवा राजांसी अपरमारीत्यादि, अथवा तथा'
“ગંડ નામનો રોગ વાત, પિત્ત, ગ્લેખ અને સન્નિપાત આ ચારથી ઉત્પન્ન થાય છે અને એ રોગ જેને હોય તે ગંડી-ગંડમાલાવાન ઇત્યાદિ કહેવાય છે.”
તથા અથવા એ દરેક રોગની સાથે સંબંધ ધરાવે છે : જેમ કે- અથવા રાજંસી, અપરમારી-ઇત્યાદિ અને અથવા’ એ ‘તથા” ના અર્થમાં છે, અર્થાત- ગંડ રોગથી રોગી બનેલો ગંડી તથા રાજયશ્મા નામના રોગથી રોગી બનેલો રાજસી તથા અપસ્માર નામના રોગથી રોગી બનેલો અપસ્મારી એ રીતિએ ‘અથવા” ને “તથા’ ના અર્થમાં દરેક રોગોની સાથે યોજાય છે. ૨-તથા pdf
ગંડી અને અથવા નો ભાવ સમજાવ્યા પછી કોઢી પદનો ભાવ અને કોઢના ભેદ આદિનું વર્ણન કરતાં ફરમાવે છે કે
"तथा कुष्ठी कुष्ठमष्टादशभेदं तदस्यास्तीति कुष्ठी, तत्र सत महाकुष्ठानि, तद्यथाअरुणोदुम्बर निश्यजिहव कपालकाकनाद पौण्डरोकदवकुष्ठानीति, महच्वं चैपां सर्व
Page 151 of 234
Page #152
--------------------------------------------------------------------------
________________
धात्वनुप्रवेशादसाध्यत्वाच्चैतिः एकादश क्षुद्रकुष्ठानि, तद्यथा-स्थूलारुष्क (१) महाकुष्टै (२) PG (3) વર્નન (૪) પરિસર્પ (૭) વિસર્પ (૨) સિઘ્ન (૭) વિવિંગ (૮) િિટમ (9) પાના (90) Adle (99) સંજ્ઞાનીતિ, સર્વાપ્યાલા, સાનાન્યતઃ ō સર્વ સન્નિપાતનપિ વાતાહિ दोषोत्कटतयो तुं भेदभाग भवतोति ।"
“તથા કુષ્ઠ નામનો રોગ અઢાર પ્રકારનો છે. એ અઢારે પ્રકારનો કુષ્ઠ રોગ જેને હોય તે કુષ્ઠી એટલે કોઢીઓ કહેવાય. એ અઢારે પ્રકારોમાં- ‘૧-અરૂણ, ૨-ઉદુમ્બર, ૩-નિશ્યાજિવ, ૪-કપાલ, પ-કાકનાદ, ૬પૌણ્ડરીક અને ૭-૬ઠ્ઠુ’ –આ સાત પ્રકારનો કોઢ મહાકોઢ કહેવાય છે. આ સાતે પ્રકારના કોઢ સર્વ ધાતુઓમાં પ્રવેશ કરતા હોવાથી અને અસાધ્ય હોવાથી મહાકોઢ કહેવાય છે. આ સાત સિવાયના- ‘૧- સ્થુલારૂષ્ક, ૨મહાકુષ્ટ, ૩-એકકુષ્ઠ, ૪-ચર્મદલ, ૫-પરિસર્પ, ૬-વિસર્પ, ૭-સિધ્દ, ૮-વિચર્ચિકા, કિટિણ, ૧૦-પામા અને ૧૧-શતારૂક' -આ અગીઆર નામના કોઢો ક્ષુદ્ર કોઢો કહેવાય છે. આ રીતિએ સાત મોટા અને અગીઆર ક્ષુદ્ર મળીને અઢાર પ્રકારના કોઢ છે. જો કે–સામાન્ય રીતિએ તો એ અઢાર પ્રકારના કોઢ સન્નિપાતથીજ થાય છે, તે છતાં પણ વાત આદિ દોષોની ઉત્કટતાના યોગે એ કોઢ રોગના આ પ્રકારના ભેદ પડે છે.”
3- तथा रायांसी
રાયા પદની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે" तथा-राजांसो - राजयक्ष्मासोडस्यांस्तीतिराजांसी, सन्निपातजश्वनुर्भ्यः कारणेभ्यो भवति इति, उक्तं च-"
क्षयीत्यर्थः, स च क्षय:
“કોપો નાયટે યજ્ઞા, ગદ્દો હેતુ વતુદયાત્ । વેરોધાત્ ક્ષાવ્યેવ, સારસા વિનાશનાત્ /////
“તથા રાજાંસો એટલે રાજ્યમાા અને એ રાજ્યક્ષ્મા જેને હોય તે રાજાંસી એટલે ક્ષયરોગી કહેવાય છે. સન્નિપાતથી પેદા થતો તે ક્ષય ચાર કારણોથી થાય છે. આ વાતને કહેતાં કહેલું છે કે
ત્રણ દોષોથી ઉત્પન્ન થતો ક્ષય નામનો રોગ-૧-વેગનો રોધ, ૨-ક્ષય, ૩-સાહસ અને ૪-વિષમ અશન એટલે અયોગ્ય કાલે ભોજન કરવું તે અથવા અનિયમિત પ્રમાણમાં ભોજન કરવું તે- આ ચાર હેતુઓથી થાય
છે.”
४- तथा अवमारियं
વનારિયપદની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે
" तथा अपस्पारो वातपित्तश्लेमसन्निपातजत्वा चतुर्धा, तद्वानपगतसदसद्विवेकः भ्रममूर्च्छादिकामवस्थामनुभवति प्राणोति उक्तं च-"
“અનાવેશો સંરો, હેપોને તસ્કૃતિઃ । अपस्मार इति ज्ञेयो, गदो घोरश्वतुर्विधः //9/
“તથા અવમારિયું એટલે અપસ્માર તે વાત, પિત્ત, શ્લેષ્મ અને સન્નિપાત –આ ચારથી ઉત્પન્ન થતો હોવાથી ચાર પ્રકારે છે. જે પ્રાણી એ અપસ્માર નામના રોગને આધીન થઇ જાય તે પ્રાણી સત્ અને અસા વિવેકથી રહિત થઇને ભ્રમ અને મૂર્છા આદિની અવસ્થાનો અનુભવ કરે છે. એ સંબંધમાં કહ્યું છે કે
Page 152 of 234
Page #153
--------------------------------------------------------------------------
________________
૧-ભ્રમાવેશ, રસસંરક્ષ્મ, ૩-પોક, અને ૪-હૃતસ્કૃતિ -આ ચાર પ્રકારનો અપસ્માર નામનો રોગ એ ભયંકર છે, એમ જાણવા યોગ્ય છે.” ૫- તPI- birmયું
birmઘંની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે
"तथा काणियं ति अक्षिरोग, स च द्विधा-गर्भ-गंतस्योत्पद्यते जातस्य च, तत्र गर्भस्थस्य द्रष्टिभागम-प्रतिपन्नं तेजो जात्यन्धं करोति, तदेवैकाक्षिगतं काणं विधत्ते, तदेव रक्तानुगतं रक्ताक्षं पित्तानुगतं पिङ्गाक्षं श्लेष्मानुगतं शुक्लाक्षं वातानुगतं विकृताक्षं, जातस्य च वातादिजनितोडभिप्यन्दो भवति, तर 111 च्च सर्वे रोगाः प्रादुत्यन्तोति, उक्तं च"
__“वातात्त्तिात्कफाद्रक्ता-दभियन्दश्चतुर्विधः ।
TI[ Mતે વોર: સર્વનામથot; //// “તથા કાણિયું એટલ આંખોનો રોગ. એ આંખોનો રોગ બે પ્રકારે છે : એટલે ૧-ગર્ભમાં રહેલાને પણ ઉત્પન્ન થાય છે, અને ર-જમ્યા પછી પણ થાય છે.” તે બે પૈકીની
પ્રથમ અવસ્થામાં એટલે કે-ગર્ભમાં રહેલાને જો એ રોગ થાય, તો તેને અનેક પ્રકારનો એ રોગ થાય છે : એટલે કે
૧- દ્રષ્ટિભાગ ઉપર પ્રાપ્ત નહિ થયેલું તેજ તેને જાલંધ એટલે જન્મથી માડીનેજ અંધ બનાવે છે. ૨- એજ તેજ જો એક આંખમાં ગયેલું હોય તો તેને કાણો બનાવે છે. ૩- તે જ તેજ જો લોહી સાથે મળી જાય તો તેને લાલ આંખવાળો બનાવે છે. ૪- તે જ તેજ જો પિત્તની સાથે મળી ગયું હોય, તો તેને પાળી આંખોવાળો બનાવે છે. ૫- તે જ તેજ જો શ્લેષ્મની સાથે મળી ગયું હોય, તો તેને ધોળી આંખોવાળો બનાવે છે, અને ૬-તે જ તેજ જો વાયુની સાથે મળી ગયું હોય, તો તેને વિકૃત આંખોવાળો બનાવે છે.
અને
બીજી અવસ્થામાં એટલે કે-જમ્યા પછી જો એ રોગ થાય, તો તેને વાતાદિકથી અભિષ્કન્દ નામનો એક નેત્રરોગ થાય છે અને તેનાથી સઘળાય રોગો પ્રગટ થાય છે, કહ્યું છે કે
પ્રાયઃ કરીને નેત્રોના સર્વ રોગોને કરનાર ભયંકર અભિષ્યન્દ વાતથી, પિત્તથી, કફથી અને રક્તથી એમ ચાર પ્રકારનો થાય છે.” ह-तथा झिमियं
તથા હિમચંની વ્યાખ્યા કરતાં પણ ફરમાવે છે કે"तथा-झिामियं ति जाइयता सर्वशरीरावयवानाभवशित्वमिति'
“તથા “મિર્ચ એટલે જાગ્રતા, એના યોગે શરીરના સઘળાય અવયવોમાં એવી જાડ્યતા આવે છે કે-જેથી તે શરીરનાં સઘળાંય અવયવો શરીરના સ્વામિની આધીનતામાં નથી રહેતાં, અર્થાત્ તે રોગવાળો આત્મા પોતાના શરીર ઉપર પોતાનો કાબુ રાખી શકતો નથી.”
Page 153 of 234
Page #154
--------------------------------------------------------------------------
________________
७- तथा कुणिर्य
તથા ‘કુણિય’ ની વ્યાખ્યા કરતાં પણ ફરમાવે છે કે
“ तथा कुणियंति गर्भाधानदोषाद् हुस्वैकपादो न्यूनैकपाणिर्वा कुणि!”
“તથા ‘કુણિય’ એટલે ગર્ભાધાન દોષથી એક પગે કરીને ટુંકો એટલે લુલો અથવા લંગડો અને એક ટુંકા હાથવાળો એટલે ઠુંઠો જ હોય, તેને કુણિ નામનો રોગ કહેવાય છે, અર્થાત્ કુણિ તે કહેવાય છે કે-ગર્ભમાં આવતી વખતના દોષથી જે એક પગની ખામીવાળો અથવા તો એક હાથની ખામીવાળો થાય છે.’’ ८- तथा खुज्जियं
તથા ‘ખુલ્જિયં’ ની વ્યાખ્યા કરતાં લખે છે કે
" तथा- खुज्जियं ति कुब्जं पृष्ठादावस्यास्तीति कुब्जो, मातापितृ शोणित शुक्रदोषेण गर्भरथदोषोद्भवाः कुव्जवामनकादयो दोषा भवन्तीति उक्तं च
“મેં વાતપ્રોપેન, રોહરે વાડપમાનિત
વેત્ યુl: gpf, પડ્યુંનો મન C વા 1/9/
भूको मन्मन एवेत्येतदेकान्तरिते मुखदोषे लगनीयमिति "
“તથા ‘ખુજ્જિય’ એટલે કુબ્જ અને એ કુબ્જ રોગ પીઠ આદિ ઉપર જેનો હોય તે કુબડો. આ કુબ્જ અને વામનક આદિ દોષો માતાનું લોહી અને પિતાના વીર્યના દોષથી ગર્ભમાં રહેલ દોષોથી ઉત્પન્ન થયેલા હોય છે ઃ કહ્યું છે કે
“ગર્ભમાં વાતનો પ્રકોપ થવાથી અથવા દૌહદનું અપમાન કરવાથી ગર્ભ કુબડો, ઠુંઠો, પાંગળો, મુંગો અથવા ગુંગણો થાય.’’
“મુગો એ ગુંગણોજ છે, એ વાત આ પછીના એક દોષ પછી આવતા મુખદોષમાંજ એને લગાડી
દેવો.”
૯- તથા ‘૩
‘ઉદિ’ પદની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે
" तथा-उदरिं च ति, चः समुच्चये वातपित्तादिसमुत्थमष्टधोदरं तदस्यास्तीत्युदरी तत्र जलोदर्यसाध्यः शेपास्त्वचिरोत्थिताः साध्या इति, ते. चामी भेदा:
66
'पृथक् समस्तैरपि चानिलाद्यैः, प्लीहोदरं वध्धगुदं तथैव । आगन्तुकं सप्तमष्टमं तु, जलोदरं चेति भवन्ति तानि //9//
“તથા ઉચિં ચ આ સ્થળે જે ચ શબ્દ છે તે સમુચ્ચય અર્થમાં છે અને વાત તથા પીત્ત આદિથી ઉત્પન્ન થયેલ ઉદર નામનો રોગ એ આઠ પ્રકારનો હોય છે. તે રોગ જેને હોય તે રોગી ઉદરી તરીકે ઓળખાય છે. એ આઠ પ્રકારોમાં છેલ્લો જલોદરી અસાધ્ય છે, ત્યારે બાકીના સાત જો થોડા સમયમાં ઉત્પન્ન થયેલા હોય તો તે સાધ્ય કોટિના છ. તે આઠ ભેદો આ પ્રમાણે ગણાવવામાં આવ્યા છે’’
પૃથ નિલાશે: આ પ્રમાણે કહીને- ૧. વાત જન્ય, ૨. પિત્તજન્ય અને ૩. કજન્ય આ ત્રણ અને ‘સનસ્ટેરપિ જ્ઞાનિનાો આ પ્રમાણે કહીને ૪. વાત, પિત્ત અને કફ એ ત્રણે જન્ય' આ ચોથો તે પછી Page 154 of 234
Page #155
--------------------------------------------------------------------------
________________
૫. પાંચમો પ્લીહોદર ૬. છઠ્ઠો ‘બદ્રુગુદ’ ૭. સાતમો આગંતુક અને ૮. આઠમો જલોદર આ પ્રમાણે તે આઠ ભેદો થાય છે.
१० तथा मूयं
‘પારા ગૂર્ય 7 ની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે
“ तथा - पास मूयं च ति पश्य - अवधारय मुकं मन्मनभाषिणं वा, गर्भ दोपादेव जातं तदुत्तरकालं च, पझ्चषष्ठिर्मुखे रोगाः सप्तस्वायतनेषु जायन्ते, तत्रायतनानि औष्टौ दन्तमूलानि दन्ता जिह्वा तालुकण्ठः सर्वाणि चेति, तत्राष्टावोष्ट्यो: पञ्चदश दन्तमूलेप्वष्टौ दन्तेषु पच जिहवायां नव तालुनि सप्तदस कण्ठे त्रयः सर्वेग्वायतनेविति'
“તથા નિશ્ચિત કર કે-મૂંગો અથવા મન્મનભાષી, એ ગર્ભના દોષથીજ થાય છે અને તે પછીના કાળમાં પણ થાય છે. મુખમાં સાત સ્થાનોને વિષે થતાં રોગો એકત્રિત કરીએ, તો પાંસઠ રોગો થાય છે. મુખમાં-૧. હોઠો, ૨. દાતના મૂલો, ૩. દાંતો, ૪. જિવા, ૫. તાલુ, ૬. કંઠ અને ૭. સઘળાય. આ સાત સ્થાનો ગણાય છે. તેમાં ૧. પ્રથમ હોઠ નામના આયતનમાં આઠ રોગો થાય છે, ૨. બીજા દન્તમૂલ નામના આયતનમાં પંદર રોગો થાય છે, ૩. ત્રીજા દન્ત નામના આયતનમાં આઠ રોગો થાય છે. ૪. ચોથા જિવા નામના આયતનમાં પાંચ રોગો થાય છે. ૫. પાંચમા તાલુ નામના આયતનમાં નવ રોગો થાય છે. ૬. છઠ્ઠા, કંઠ નામના આયતનમાં સત્તર રોગો થાય છે અને ૭. સાતમા સર્વ એટલે બધાંય મળીને બનેલ આયતન માં ત્રણ રોગો થાય છે. આ રીતિએ સાતેય આયતનોના મળીને મુખમાં ૬૫ રોગો થાય છે.”
૧૧- તથા ઝૂળીય
‘ઝુળિયું જેની વ્યાખ્યા કરતાં ફ૨માવે છે કે
..
“सूणियं च ति शूनत्वं श्वयथुर्वातपितश्लेष्म सन्निपातरक्तामि धातजोडयं पोढेति, उक्तं चशोफः स्यात् पडिवधो धोरो, दोषैरुत्सेधलक्षणः ।
વ્યસ્તે: સનટેવાપીઠ, તયા રણનિધાતન: //9}}}
“સુણિયું” એટલે સોજો અને તે ૧. વાત ૨. પિત્ત, ૩. શ્લેષ્મ, ૪. સન્નિપાત, ૫. રક્ત અને ૬. અભિઘાત આ છથી ઉત્પન્ન થતો હોવાથી છ પ્રકારે છેઃ કહ્યું છે કે
“રસ્તે ટ્રોજે” એટલે છૂટા છૂટા ત્રણ વાત, પિત્ત, અને કફના દોષોથી ત્રણ પ્રકારનો અને રાનરત તો' એટલે ભેગા મળેલા એ ત્રણેના દોષથી ચોથો તથા રક્ત થી પાંચમો અને અભિઘાત થી છઠ્ઠો એમ છ પ્રકારે ઉત્પન્ન થતો ઉંચાઇ છે સ્વરૂપ જેનું એવો ભયંકર સોજો છ પ્રકારનો થાય છે. ૧૨- તથા આભારિ
66
ગિલાસણિ ની વ્યાખ્યા કરતા ફરમાવે છે કે
“ तथा गिलासणि ति भस्मको व्याधि, स च वातपित्तोत्कटतया श्लेष्मनूनतयोपजायत
"
sd"
“તથા ગિલાસણી એટલે ભસ્મક નામનો વ્યાધિ એ વ્યાધિ, વાત અને પિત્ત ની ઉત્કટતાથી અને શ્લેષ્મ ની ન્યૂનતાથી ઉત્પન્ન થાય છે.’’
Page 155 of 234
Page #156
--------------------------------------------------------------------------
________________
१३- तथा वेवड़
वेवईनी व्याध्या २०i ३२मावेछ"तथा वेवई तिं वातसमुत्था शरीरावयवानां कम्प इति उक्तं च
प्रकामं वेयते यस्तु, कम्पमानश्च गच्छति ।
कलायखंचं तं विद्या-न्मुक्त सन्धिनिबंन्धकम् //91/ “તથા વેવÉએટલે વાતથી ઉત્પન્ન થયેલો શરીરના અવયવોનો કમ્પ કહ્યું છે કેજે ખુબ ધ્રુજે છે અને ધ્રુજતો ધ્રુજતો જાય છે, તેને મૂકાઇ ગયું છે સાંધાઓનું બંધન જેને એવો કલાયખંજ वो." १४- तथा पीढसर्पि
पीढसर्पिनी व्याध्या २त ५९॥३२भावेछ
"तथा पीढसर्पि च त्ति जन्तुर्गर्भद्रोयात् पीढ सर्पित्वेनोत्पद्यते, जातो वा कर्मदोपाजावति स किल पाणिगृहोतकाप्ठः प्रसर्पतोति'
તથા પીઢસર્પિ એટલે ગર્ભના દોષથી પીઢસપિપણાથી ઉત્પન્ન થાય છે અથવા તો જમ્યા પછી કર્મના દોષથી તેવો થાય છે અને તે રોગના પ્રતાપે તે હાથમાં લાકડી પકડીને ચાલી શકે છે. १५-तथा सिलिवयं ।
सिलिवयंनी व्याज्या ४२त। ३२भावेछ :
"तथा सिलिवयं ति श्लोपदं पादादी काठिन्यं, तद्यथाप्रकुपितवातपित्तश्लेप्माणोडधप्रपन्ना वङ क्षणोरु जडधास्ववतिष्ठमाना कालान्तरेण पादमाश्रित्य शनैः शनैः शोफ मुपजनयन्ति तच्छ्लीपदमित्याचक्षते
“पुराणोदकभूमिष्ठाः, सर्व पु च शीतलाः । ये देशास्तेप जायन्ते, श्लीपदानि विशेषतः //91/
पादयोहस्तयोश्चापि, श्लीपदंजायते नृणाम् ।
कोप्ठनासास्वपि च, केचिदिच्छन्ति तदिदः //// तथा 'सिलिवर्य ५॥ माहिने विषे हीनता, नीये माव्या छतां ॥ धना सांधा, साथ અને જંગામાં નહિ રહી શકતા એવા પ્રકુપિત થયેલા વાત, પિત્ત અને કફ કાલાંતરે પગનો આશ્રય કરીને ધીમ ધીમે શોફ એટલે હાથ પગ વિગેરે સુજાડી દેનાર રોમને પેદા કરે છે, તેનું નામ શ્લીપદ એ પ્રમાણે કહે છે
વિશેષે કરીને શ્લીપદો તે દેશોમાં ઉત્પન્ન થાય છે કે-જે દેશો પુરાણ-જૂના પાણીવાળી ભૂમિમાં રહેલા હોય અને સર્વ ઋતુઓમાં શીતલ હોય. એ શ્લીપદ રોગ મનુષ્યોના પગને વિષે પણ થાય છે અને હાથોને વિષે પણ થાય છે. કેટલાક તે વસ્તુના જ્ઞાતાઓ તો કાન, હોઠ અને નાસિકા ઉપર પણ થાય છે.” એમ પણ માને
१६-तथा- महुमेहणि
"तथा महुमेहणि ति मधुमेहो-वरितरोगः स विद्यते यरयासौ मधुमेही, मधतुल्यप्रस्त्राववानित्यर्थः, तत्र प्रमेहाणां विशतिभेदाः, तत्रारयासाध्यत्वेनोपन्यास, तत्र सर्व एव
Page 156 of 234
Page #157
--------------------------------------------------------------------------
________________
प्रमेहाः प्रायशः सर्वदीपोत्थास्तथापि वाताात्कटमेदादिशतिभेदा भवन्ति, तर कफादश पट पित्तात् वातजाश्चत्वार इति, सर्वेडपि चैते ड साध्यावस्थायां मधुप्रमेहत्वमुपयान्तीति, उक्तं च
सर्व एव प्रमेहास्तु, कालेनाप्रतिकारिणः ।
मधुमेहत्वमायान्ति, तदाडसाध्या भवन्ति ते //917" તથા મધુમેહ એટલે બસ્તિરોગ છે જેને હોય એ મધુમેહી કહેવાય છે અને તેનો પેશાબ મધુ જેવો હોય છે. પ્રમેહ નામના રોગના ભેદો વીશ છે. તેમાં આ મધુમેહી અસાધ્ય હોવાથી જ અહીં એનો ઉપવાસ કર્યો છે. જો કે-સઘળાય પ્રમેહો પ્રાયઃ કરીને સર્વ દોષોથી ઉત્પન્ન થનારા છે, તો પણ વાતાદિકની ઉત્કટતાના ભેદથી તેના ભેદો વીશ થાય છે, તેમાં દશ થાય છે કફથી, છ થાય છે પિત્તથી અને ચાર થાય છે વાતથી. એ સઘળા પણ પ્રમેહો અસાધ્ય અવસ્થામાં મધુમેહપણાને પામે છે. કહ્યું છે કે
કાલે કરીને અપ્રતિકારિ બનેલા સઘળા જ પ્રમેહો જયારે મધુમેહપણાને પામે છે. ત્યારે તે અસાધ્ય થાય છે.” ઉપસંહાર :
આ પ્રમાણે સૂત્રગત બે શ્લોકોમાં કહેલા સોલે રોગોનું પ્રતિપાદન કરીને હવે ત્રીજા શ્લોકના પૂર્વાર્ધ દ્વારા સૂત્રકાર મહર્ષિ એ સોલે રોગોના કથનનો ઉપસંહાર કેવી રીતિએ કરે છે, એ દર્શાવતાં ટીકાકર મહર્ષિ ફરમાવે છે કે"तदेवं पोडशाप्येते-अनन्तरोता: रोगा व्याधियो व्याख्याताः अनुपूर्वशी अनुक्रमेणं'
“આ પ્રકારે તરત જ કહેલા એ સોલે પણ રોગો એટલે વ્યાધિઓની વ્યાખ્યા ક્રમે કરીને કરી.” વ્યાધિઓ શિવાય બીજું શું?
હવે ઉપર કહી આવ્યા તે સોલ વ્યાધિઓ શિવાય બીચારા તે પામર આત્માઓ શું શું પામે છે, એનું વર્ણન કરતાં ત્રણ શ્લોકો પૈકીના ત્રીજા શ્લોકના ઉત્તરાર્ધમાં સૂત્રકાર મહર્ષિએ શું ફરમાવ્યું છે એ દર્શાવતાં ટીકાકાર મહર્ષિ લખે છે કે
“अथ अनंतरं णं इति वाक्यालइकारे स्पृशन्ति अभिभवन्ति आतडका आशुजीवितापहारिणः शुलादयो व्याधिविशेषाः स्पर्शाश्च गाढपहारादिजनिता दुःखविशेषाः असमइजसाः क्रमयोगपद्यनिमितानिमितोत्पन्नाः स्पृशन्तीति सम्बन्ध:/' ।
ત્રીજા શ્લોકના ઉત્તરાર્ધની શરૂઆતમાં જ આવતો અર્થ એ અનંતર અર્થમાં છે અને “[ એ વાક્યના અલંકાર માટે છે. આ પછી “ppitત એટલે અભિભવ કરે છે, ‘Idol એટલે અકદમ જીવિતનો અપહાર કરનારા શૂલાદિ વ્યાધિવિશેષો “DPRો એટલે ગાઢ પ્રહાર આદિથી ઉત્પન્ન થયેલ દુઃખવિશેષો અને “W{Íનો એટલે ક્રમે કરીને એકી સાથે નિમિત્તથી કે અનિમિત્તથી ઉત્પન્ન થયેલા આ પ્રમાણેનો અર્થ છે.
અર્થાતુ ઉપર કહી આવેલા રોગો શિવાયના પણ એકદમ જીવિતનો નાશ કરનારા શૂલાદિ વ્યાધિ વિશેષો ગાઢ પ્રહારો આદિથી ઉત્પન્ન થતા દુઃખવિશેષો અને ક્રમે કરીને એકી સાથે નિમિત્તથી કે અનિમિત્તથી ઉત્પન્ન થતા રોગવિશેષો પણ સંસારમાં રખડતાં આત્માઓને હેરાન કરે છે. મનુષ્યગતિમાં ઉત્પન્ન થયેલા આત્માઓની પણ યોનિ,
Page 157 of 234
Page #158
--------------------------------------------------------------------------
________________
કુલકોટિ અને વેદના આદિકનું-આવેદન -
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા, સંસારવર્તિ પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાના હેતુથી આ છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદેશના બીજા સૂત્ર દ્વારા કર્મવિપાકનું વિશિષ્ટ પ્રકારે વર્ણન કરે છે. સૂત્રકાર પરમષિએ કરેલું એ વર્ણન સહેલાઇથી સમજી શકાય એ માટે ટીકાકાર મહર્ષિએ પ્રથમ સંસારની ચારે ગતિઓની યોનિ આદિનું વર્ણન કરતાં સૌથી નીચતમ નરકગતિની યોનિ, કુલકોટિ, ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રતિપાદન કરવા સાથે તે ગતિમાં પડેલા જીવોને ભોગવવી પડતી દારૂણ વેદનાઓના પ્રકારો અને તેના સ્વરૂપનો કંઈક ખ્યાલ આપ્યા બાદ તિર્યંચગતિમાં પડેલા જીવોના પ્રકાર, તે સઘળાય પ્રકારોની યોનિ અને કુલકોટિની સંખ્યા કહેવા સાથે તે જીવોને ભોગવવી પડતી વેદનાઓનો પણ કેટલાક ખ્યાલ કરાવ્યો.
હવે એ પરમોપકારી ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, મનુષ્યગતિમાં પણ યોનિ અને કુલકોટિ કેટલી છે તથા મનુષ્યગતિમાં ઉત્પન્ન થયેલા આત્માઓને વેદનાઓ કેવા પ્રકારની છે એનું વર્ણન કરતાં ફરમાવે છે કે"मनुष्यगतावपि चर्तुदश योनिलक्षा द्वादश कुलकोटीलक्षाः, वेदनास्त्वम्भूता इति
दुखं स्त्रीकुलक्षिमध्ये प्रथममिह भवे गर्भवारो नराणां, बालत्वे चापि दुःखं मललुलिततनुस्त्रीपयः पानमिश्रम ।
तारुण्ये चापि दुखं मवति विरहजं वृद्धभावोडप्यसार, संसारे रे मनुष्या / वदत यदि सुखं स्वल्पमप्यरित किंचित् ।।9।। वाल्यात्मभूति च रोग-दष्टोभिभवश्च यावदिह मृत्युः ।
शोकवियोगायोगै-र्गतदोपैश्च कविधैः ////
क्षुत्तहिमोग्णानिलशीत-दाहदारिद्यशोकप्रियविमयोगैः । दौर्भाग्यमौखयनिभिजात्य-दार र [ वैरुप्यरोगादिभिरखतन्नः //३//" મનુષ્યગતિમાં પણ યોનિઓ ચૌદ લાખ છે અને કુલ કોટિઓ બાર લાખ છે તથા વેદનાઓ તો વિવિધ પ્રકારની છે.
જેવી કે આ સંસારમાં પ્રથમ તો મનુષ્યોને સ્ત્રીની કુક્ષીની અંદર ગર્ભવાસમાંજ દુઃખ છે અને જન્મ પામ્યા પછી બાલપણામાં પણ દુઃખ છે, કારણ કે-બાલપણામાં મલથી વ્યાપ્ત શરીરવાળી સ્ત્રીના દુધનું પાન કરવું પડે છે. તથા તરૂણપણામાં પણ વિરહથી ઉત્પન્ન થતું દુઃખ ભોગવવું પડે છે અને વૃદ્ધભાવ પણ સાર વિનાનો છે.
આવી અવસ્થામાં હે મનુષ્યો ! જો મનુષ્યગતિમાં સ્વલ્પ પણ કિંચિત્ સુખ હોય તો તમે ખુશીની સાથે બોલો,
વળી અરે આ મનુષ્યગતિમાં બાલ્યકાલથી આરંભીને યાવત મૃત્યુ થાયત્યાં સુધી મનુષ્ય, રોગરૂપી ઉરગોથી ડસાયેલો રહે છે અને શોક, પ્રિયનો વિયોગ અને અપ્રિયનો સંયોગ તથા અનેક પ્રકારના દુર્ગત દોષોથી મનુષ્યનો અભિભવ થયાજ કરે છે.
તથા
Page 158 of 234
Page #159
--------------------------------------------------------------------------
________________
સદાને માટે મનુષ્ય ક્ષુધા, તૃષા, હિમ, ઉષ્ણ, અનિલ, શીત, દાહ, દારિદ્ર, શોક અને પ્રિયનો વિપ્રયોગ તથા દૌર્ભાગ્ય, મૂર્ખતા, અમનોહરતા, દાસપણું, ખરાબ રૂપવાળાપણું અને રોગ આદિથી અસ્વતન્ત્ર એટલે પૂરો પરતન્ત્ર છે. ગર્ભવાસની ભીષણતા :
આ ઉપરથી સહજમાં સમજી શકાય તેમ છે કે-મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થવા છતાં પણ કર્મ પરવશ આત્માઓને સહજ પણ સુખ નથી, કારણ કે-કર્મયોગે આવી પડતી આપત્તિઓ મનુષ્યને મને કે કમને સહવીજ પડે છે.
કોઇ પણ મનુષ્ય એવો નથી કે-જેને મનુષ્યગતિમાં આવતાં ગર્ભવાસનું દુઃખ વેઠવું ન પડતું હોય અને ગર્ભવાસનું દુઃખ એટલું બધું ભીષણ છે કે-જેનું વર્ણન સાંભળતાં આસ્તિક હૃદય કંપી ઉઠ્યા વિના રહેજ નહિ. ગર્ભાવાસના દુ:ખનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, શ્રી યોગશાસ્ત્રમાં ફ૨માવે છે કે
“નરા રુના સ્મૃતિ ચિં, ન તથા ધ્વારાં | गर्भवासो यथा घोर नरके वाससन्निभः //9//
વૃદ્ધાવસ્થા, રોગ, મરણ અને દાસપણું તેવું દુઃખનું કારણ નથી કે જેવું દુઃખનું કારણ ગર્ભાવાસ છે, કારણ કે ગર્ભવાસને અન્ય કોઇ ઉપમા લાગુ નથી પડતી પણ એક ભયંકર નરકાવાસની જ ઉપમા લાગુ પડી શકે તેમ છે એટલો બધો ભયંકર મનુષ્ય માટે એક ગર્ભવાસ છે.
અર્થાત્
મનુષ્યનો ગર્ભવાસ એટલે એક જાતિનો ભયંકર નરકાવાસ એટલે એ પ્રાથમિક ગર્ભાવાસનો આગળ વૃદ્ધાવસ્થાનું દુઃખ, રોગોનું દુ:ખ, મરણનું દુઃખ અને દાસપણાનું દુઃખ પણ કશાજ હીસાબમાં નથી અને એવા ઘોર દુઃખથી ભરેલા ગર્ભાવાસનું દુઃખ કર્મથી પરતન્ત્ર બનેલા મનુષ્ય માત્રને ભોગવ્યા વિના ચાલી શકતુંજ નથી.
ગર્ભવાસના દુઃખનો ખ્યાલ :
એવા ઘોર દુઃખથી ભરેલા ગર્ભવાસના દુ:ખનો ખ્યાલ કરાવવા માટે એજ સૂરિપુંરંદર જણાવે છે કે" सूचिभिरग्निवर्णाभि-भिन्नस्य प्रतिरोग यत् ।
दुखं नरस्याण्टगुणं, तद्भवेद् गर्भवासिन: //9//
અગ્નિ જેવા વર્ણવાળી બની જાય તેવી રીતિએ તપાવેલી સોયોથી રોમેરોમ ભેદાઇ ગયેલા મનુષ્યને જે દુઃખ થાય તેના કરતાં પણ આઠગણું દુ:ખ ગર્ભમાં વસતા મનુષ્યને થાય છે.
અર્થાત્
કોઇ એક મનુષ્ય, કોઇ મનુષ્યના શરીરમાં જેટલી રોમ છે તે દરેકે દરેક રોમમા એકી સાથે તપાવી તપાવીને અગ્નિ જેવા વર્ણવાળી બનાવેલી સોયો ખોસી દે અને તેથી તે મનુષ્યને જેટલું દુઃખ થાય તેના કરતાં આઠગણું દુ:ખ ગર્ભમાં વસતા કર્મ પરતન્ત્ર આત્માને થાય છે. જન્મનું દુઃખ ઃ
Page 159 of 234
Page #160
--------------------------------------------------------------------------
________________
વળી એવા ભયંકર ગર્ભવાસમાં જે દુઃખ છે તેના કરતાં જન્મ સમયે મનુષ્યને જે દુઃખ થાય છે તે તો કોઈ વચનાતીતજ થાય છે. એજ કારણે તે એટલે જન્મસમયનું જે દુઃખ તેનું વર્ણન કરતાં તો એ પ્રવચનપારદર્શી સૂરિપુરંદર ફરમાવે છે કે
“योनियन्बाद् विनिक्रामन्, यदुखं लभते भवो ।
गर्भवासभवाद् दुःखात्, तदनन्तगुणं खलु //21/" યોનિરૂપ યન્ત્રમાંથી વિષમ વેદનાપૂર્વક નીકળતો સંસારી જે દુઃખ મેળવે છે તે દુઃખ તો ગર્ભવાસમાં થતા દુઃખથી સો ગણું નહિ, હજારગણું નહિ, લાખ ગુણું નહિ, ક્રોડ ગુણું નહિ, અબજ ગુણું નહિ, પરાધ ગણું નહિ અને અસંખ્ય ગુણું પણ નહિ પરંતુ અનંતગણું છે.
અર્થાત્ કારમાં ગર્ભવાસમાં થતા દુઃખનો ખ્યાલ આપવા માટે તો ઉપમા પણ મળી શકે છે પરંતુ જન્મસમયના દુ:ખનો ખ્યાલ આપવા માટે તો ઉપમા પણ મળી શકતી નથી એવું કારમું દુ:ખ મનુષ્યને જન્મ સમયે ભોગવવું પડે છે. અન્ય દુઃખ તો પ્રત્યક્ષજ છે :
ગર્ભવાસ અને જન્મ સિવાયનાં જે દુઃખો છે તે તો સૌ કોઇને જો જુએ તો પ્રત્યક્ષજ છે, કારણ કે‘બાલપણાનું દુઃખ, યૌવનપણામાં વિરહના યોગે થતું દુઃખ અને વઢપણાની વેદનાઓ કોને અપ્રત્યક્ષ છે ? રોગોની દુરંતતા કયો મનુષ્ય નથી વેદતો? શોકાદિની પીડા અને અનેક પ્રકારના દોષોનો પરાભવ કયા મનુષ્યને પ્રત્યક્ષ નથી? સુધા આદિની પીડાઓ કયા મનુષ્યને ભોગવવી નથી પડતી ? દૌર્ભાગ્ય આદિના ઉપદ્રવોથી કોણ કોણ નથી રીબાતું?” અર્થાત ગર્ભવાસ અને જન્મના દુઃખ સિવાયના અન્ય દુઃખો તો પ્રાયઃ સૌને પ્રત્યક્ષજ છે-કેટલાંક પોતાના ઉપર તો કેટલાંક પરની ઉપર. તો પછી પ્રશંસા કેમ?:
જો આ રીતિએ મનુષ્યગતિમાં પણ દુઃખ સિવાયની વાત નથી તો પછી મનુષ્યભવની પ્રશંસા કેમ ? આ પ્રશ્ન, મનુષ્યભવની પ્રશંસાના હેતુને નહિ સમજનારાઓના અંતરમાં સહેજે ઉદ્ભવે એની ના નથી, કારણકે જ્ઞાનીઓના કથનને શ્રદ્ધાહીન પણે ફાવતી રીતિએ ઉપાડી લેનારા આત્માઓને એવા પ્રશ્નો ઉદ્ભવે એમાં કશું જ આશ્ચર્ય નથી. પણ એવાઓએ સમજવું જોઇએ કે-વિષયકપાયમાં રક્ત બનીને યથેચ્છપણે વર્તનારાઓના મનુષ્યભવને જ્ઞાનીઓએ કદીજ પ્રશંસ્યો નથી. અનંત ઉપકારી શ્રી વીતરાગપરમાત્માઓએ તેઓનાજ મનુષ્યભવને પ્રશસ્યો છે કે જેઓએ પ્રાપ્ત થયેલા મનુષ્યભવને સંસારની સાધનામાં નહિ યોજતાં મોક્ષમાર્ગની આરાધનામાં યોજ્યો છે આ વાત એવાઓએ બરાબર સમજી લેવા જેવી છે અને સમજીને સદાય યાદ રાખવા જેવો છે.
એજ કારણે મનુષ્યભવને પામીને પણ જેઓ વિષયકષાયમાં આસક્ત બનીને સ્વચ્છંદી જીવન તથા અજ્ઞાન જીવનને ગુજારનારા છે તેઓ માટે મનુષ્યગતિનાં દુઃખોનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા શું શું ફરમાવે છે તે આપણે હવે પછી જોશું.
Page 160 of 234
Page #161
--------------------------------------------------------------------------
________________
મનુષ્યભવને પામવા છતાં પણ મનુષ્ય ભવની મહત્તાના અનંતજ્ઞાનીઓએ દ શ 1 વ લ ા હેતુને નહિ સમજી શક્તારા
અજ્ઞાાન મનુષ્યની દુઃખદ દુર્દશાનું દિગદર્શન : એક જ દુઃખ, બીજી વાત નહિ ! :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા, સંસારવર્તિ પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી કર્મવિપાકની જે ગરિષ્ઠતા વર્ણવવા માગે છે તે સહેલાઇથી સમજી શકાય તે આશયથી ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, સંસારની ચારે ગતિની દુઃખદ દશાનું વર્ણન કરતાં નરકગતિ, તિર્યંચગતિ અને મનુષ્યગતિની દુઃખદ દશાનો ખ્યાલ આપ્યો. એ ત્રણેય ગતિની દુઃખદ દશાનો ખ્યાલ આપતાં એ પરમોપકારી પરમર્ષિએ ફરમાવ્યું કે:
૧- નરકગતિની વેદનાઓ તો વચનાતીત છે, ર-તિર્યંચગતિમાં પડેલા આત્માઓ માટે પણ સુખની વાત કરવી એ વ્યર્થ છે અને ૩- મનુષ્યગતિમાં પડેલા આત્માઓ પણ સુખી નથી, કારણ કે-તેઓની ત્રણે અવસ્થાઓ દુઃખથી ભરેલી છે અને એ જીવો જન્મથી આરંભીને મરણ પર્યત રોગોથી રીબાતા અને દોષોથી પરાભવ પામેલાજ રહે છે તથા ક્ષુધા આદિ દુઃખોથી અને દૌર્ભાગ્ય આદિ કારમી વસ્તુઓથી સદાય અસ્વતન્ન હોય છે. અનાર્ય મનુષ્યોની અનાર્યતા :
મનુષ્યગતિની દુર્લભતાના વર્ણન ઉપરથી જેઓ એમ સમજે છે કે- “મનુષ્યો અને દુઃખી એ સંભવેજ નહિ.' તેઓ ખરે જ અજ્ઞાન છે કારણ કે- દુર્લભ મનુષ્યભવને પામવા છતાં પણ આત્માઓને પોતાનાં પૂર્વકૃત કર્મો છોડતાં નથી અને જેઓ “અમે મનુષ્ય છીએ માટે ઉંચાજ છીએ અને એથી અમને તો યથેચ્છપણે વર્તવાનો હક્ક છે' આવું માની યથેચ્છપણે વર્તે છે તેઓની દુ:ખદ દુર્દશાનું દિગ્ગદર્શન કરાવતાં તો કલિકાલસર્વજ્ઞા ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ અનાર્ય મનુષ્યોની અનાર્યતા આદિનો ઘણોજ સુંદર ખ્યાલ કરાવ્યો છે અને આ અવસરે તે ખ્યાલ આપણે પણ ખાસ કરી વિચારી લેવા જેવો છે.
કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસુરીશ્વરજી મહારાજા અનાર્યતાને ત્રણ વિભાગમાં વહેચે છે.
૧. એક અનાર્યતા, અનાર્ય દેશમાં ઉત્પન્ન થવાને લઇને આવે છે કારણકે-અનાર્ય દેશના આચાર અને વિચારજ એવા હોય છે કે ત્યાં ઉત્પન્ન થયેલા મનુષ્યોમાં આર્યતાનો પ્રાયઃ આવિર્ભાવજ ન થાય અને ૨. બીજી અનાર્યતા, આર્યદેશમાં પણ અનાર્ય જાતિમાં ઉત્પન્ન થવાને લઇને આવે છે કારણકે-અનાર્ય જાતિમાં ઉત્પન્ન થવાને લઇને અનાર્ય જાતિનાજ આચાર અને વિચારની ઉપાસનાના યોગે આર્યદેશના યોગે જે આર્યતા આવવી જોઇએ તે પ્રાયઃ આવી શકતી નથી તથા ૩-ત્રીજી અનાર્યતા, આર્ય દેશમાં અને આર્યવંશમાં ઉત્પન્ન થવા છતાં પણ અનાર્ય ચેષ્ટાઓના પ્રતાપે ઉત્પન્ન થાય છે અને તેમાં હેતુ તરીકે અશુભ કર્મનો ઉદયતો અવશ્ય હોય છે તે છતાં પણ મોટે ભાગે તે કુસંસર્ગ અને સ્વછંદવૃત્તિનેજ આભારી હોય છે.
Page 161 of 234
Page #162
--------------------------------------------------------------------------
________________
આ ત્રણેય પ્રકારોની અથવા તો ત્રણ પૈકીની કોઇ પણ એક અનાર્યતાનો ભોગ થયેલા આત્માઓની ભયંકર દુઃખદ દુર્દશા હોય છે. એ ત્રણેય પ્રકારોની અનાર્યતાને આધીન થયેલા આત્માઓની કેવી દુઃખદ દુર્દશા હોય છે એનો ખ્યાલ કરાવતાં એ પરમ ઉપકારી સૂરિપુરંદર શ્રી હેમચંદ્ર મહારાજા ફરમાવે છે કેઃ
“મનુષ્યત્વેડનાર્યદેશે, અત્યુત્પન્ના શરીરળ / તત્ તત્ પાપં પ્રર્વતિ, યુદ્ધનળ ન ક્ષનમ્ II9I/ उत्पन्ना आर्यदेशेडपि, चण्डालश्वपचादयः / पापकर्माणि कुर्वन्ति, दुःखान्यनुभवन्ति च ॥२॥ आर्यवंशसमुद्भूता, अप्यनार्यविचेष्टिता: । दुःखदारिध्रदौर्भाग्य - निर्दग्धा दुःखमाराते ||३|
મનુષ્યપણામાં અનાર્ય દેશની અંદર ઉત્પન્ન થયેલા આત્માઓ તે તે પાપોને કરે છે, કે જે પાપોનું વર્ણન કરવું એ પણ શક્ય નથીઃ આર્યદેશમાં પણ ઉત્પન્ન થયેલા ચંડાલ અને શ્વપચ આદિ લોકો પાપકર્મોને કરે છે અને દુઃખોને અનુભવે છેઃ આર્યવંશમાં ઉત્પન્ન થયેલા એવાં પણ અનાર્ય ચેષ્ટાઓની આચરણમાં પડેલા આત્માઓ । દુઃખ દારિદ્ર અને દૌર્ભાગ્યથી બળી ગયા થકા દુ:ખપૂર્વક રહે છે.
વિચારવામાં આવે તો અનાર્યદેશમાં અને અનાર્યજાતિમાં ઉત્પન્ન થવાના કારણે અનાર્ય બનેલા આત્માઓના કરતાં આર્યદેશમાં અને આર્યદેશની અંદર પણ આર્યવંશમાં ઉત્પન્ન થયેલા આત્માઓ, અનાર્ય ચેષ્ટાઓને આધીન થાય એ ઘણીજ ભયંકર વસ્તુ છે, કારણ કે-આર્યદેશની અંદર પણ આર્યવંશમાં જન્મેલા આત્માઓ અનાર્ય ચેષ્ટાઓને આધીન થાય એથી તેઓને મહાન્ પુણ્યોદયે મળેલી સુંદરમાં સુંદર સામગ્રી પણ કલંકિત થાય છે ! અને એ પણ મુખ્યતયા એક તેઓની સ્વછંદવૃત્તિનાજ પ્રતાપે ! આર્યદેશ અને આર્યવંશમાં જન્મ પામવા છતાં પણ એક સ્વછંદવૃત્તિના પ્રતાપે તેઓ એવી એવી આચરણાઓ કરે છે કે-જેથી ઘડીભર એક વિચક્ષણ આત્માને પણ એમ થઇ જાય કે આ લોકોના કરતાં તો અનાર્ય જાતિમાં અને અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલા પણ સારા ! અનાર્ય દેશમાં અને અનાર્ય જાતિમાં ઉત્પન્ન થયેલા આત્માઓ સામગ્રીના અભાવે ધર્મની આરાધના નથી કરી શકતા પણ સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતાના પનારે પડેલા આત્માઓ તો ધર્મના નાશનીજ કા૨વાઇ કરે છે ! સ્વચ્છંદી આત્માઓ આર્ય ગણાવા છતાં પણ આજે કેવો કેર વર્તાવી રહ્યા છે એ શું વર્તમાનમાં અપ્રત્યક્ષ છે ? અને આવા આત્માઓ એ ઘોર પાપકરણીના પ્રતાપે આજ ભવમાં દુઃખ, દારિદ્ર અને દૌર્ભાગ્યના દાવાનળમાં સળગી મરવા જેવી દશામાં મૂકાય એમાં આશ્ચર્ય પણ શું છે ?
આવા આત્માઓ અને બીજા પણ ભાગ્યહીન આત્માઓ દુનિયાદારીનું દાસપણું ભોગવે, ગમે તેવા અયોગ્ય આત્માઓના દાસ બનીને અનેક પ્રકારની સેવાઓ કરે પણ પરમ તારક શ્રી વીતરાગપરમાત્માની અને શ્રી વીતરાગ પરમાત્માના પંથે વિહરતા પ૨મોપકારી પરમર્ષિઓની તથા એ પરમોપકારીઓએ પ્રરૂપેલા પરમપદપ્રાપક ધર્મની સેવા કરવામાં પોતાની લઘુતા સમજે, એવી એ બીચારાઓની કારમી દુર્દશા હોય છે. આ વિશ્વમાં કોઇજ સંસારરસિક આત્મા સંપૂર્ણ હોઇ શકતોજ નથી; એ કારણે એને કોઇની ને કોઇની આજ્ઞા તો અવશ્ય ઉઠાવવીજ પડે છે એ કારણે અન્ય અનેકની આજ્ઞાઓ ઉઠાવે છે પણ સત્પુરૂષોની આજ્ઞા ઉઠાવવી એ બીચારાઓને ભારે પડે છે અને એથી એ જીવો આ સંસારમાં ઘણીજ દયાપાત્ર દુર્દશા ભોગવે છે. એવા
Page 162 of 234
Page #163
--------------------------------------------------------------------------
________________
આત્માઓની એવી દુર્દશાનું વર્ણન કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે
"परसम्पत्प्रकणा-प्रकण स्वसम्पदाम् । રણI I, Mવત્તિ માનવI: ////
of IRRUltતા, નવ@do¢ોdd.,
તાં તાં :વાં ઢીના: પપજો યાWદ્રશ્ન ////' પરની સમ્પત્તિ પ્રકર્ષવાળી અને પોતાની સંપત્તિ અપ્રકર્ષવાળી હોવાના કારણે પરના શ્રેષ્યપણાથી દગ્ધ થઇ ગયેલા એવા મનુષ્યો દુઃખપૂર્વક જીવે છેઃ રોગ, જરા અને મરણ કરીને ગ્રસ્ત થયેલા તથા નીચ કર્મોએ કરીને કદર્શિત થયેલા એજ કારણે દીન બની ગએલા એવા મનુષ્યો તે તે દયાપાત્ર દીનદશાને પામ છે.
આ ઉપરથી સમજી શકાશે કે-આર્યદેશમાં અને આર્યવંશમાં ઉત્પન્ન થવા છતાં પણ કુસંસર્ગ અથવા તો સ્વચ્છેદવૃત્તિના પ્રતાપે આર્યતાને નહિ પામી શકેલ અથવા તો ઘોર પાપકર્મ આત્માઓની દશા આ સંસારમાં ઘણીજ દયાપાત્ર હોય છે.
એવી જ રીતિએ જે આત્માઓ, વિષયકષાયમાં રક્ત હોય છે અને મોહથી મુગ્ધ હોય છે તે આત્માઓ પ્રાપ્ત માનવભવની કેવી કદર્થના કરે છે એ વિગેરેનું વર્ણન કરતાં એજ સૂરિપુરંદર શું શું ફરમાવે છે તે હવે પછી
મનુષ્યભવને પામવા છતાં પણ મનુષ્યભવની મહત્તાના અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા હેતુને નહિ સમજી શક્તાર અજ્ઞાન મનુષ્યની
દુખદ દુર્દશાનું દિગદર્શન - પૂર્વ સ્મૃતિ -
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા, સંસારવર્તિ પ્રાણીઓને સસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી ધૂત નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના આ બીજા સૂત્ર દ્વારા કર્મવિપાકની ગરિષ્ઠતા વર્ણવવા ઇચ્છે છે. એ પરમર્ષિએ વર્ણવલી કર્મવિપાકની ગરિષ્ઠતા સહેલાઇથી સમજી શકાય એ હેતુથી ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરતા આ સૂત્રની વ્યાખ્યા કરવા પૂર્વે સંસારની ૧- નરક, ૨-બીજી તિર્યંચ, ૩-ત્રીજી મનુષ્ય અને ૪-ચોથી ટેવ. આ ચારે ગતિની યોનિની સંખ્યા, કુલકોટિની સંખ્યા અને વેદનાઓનું વર્ણન કરી રહ્યા છે.
એ ચારેય ગતિની યોનિની સંખ્યા આદિનું વર્ણન કરતાં પ્રથમ નરકગતિની યોનિ અને કુલકોટિની સંખ્યા, એ ગતિની ઉત્કૃષ્ટ સ્થિતિ અને એ ગતિમાં પડેલા જીવોની વેદનાના પ્રકાર દર્શાવવા સાથે એ જીવોને ભોગવવી પડતી વચનાતીત વેદનાઓનો સહજ ખ્યાલ છે શ્લોકો દ્વારા આપ્યો : તે પછી તિર્યંચ ગતિના પ્રકારો અને તે પ્રકારોની યોનિની સંખ્યા અને કુલકોટિની સંખ્યાના પ્રતિપાદન સાથે તે જીવોને પણ ભોગવવી પડતી
Page 163 of 234
Page #164
--------------------------------------------------------------------------
________________
વેદનાઓનો ખ્યાલ કરાવ્યો . ત્યાર બાદ મનુષ્યગતિની યોનિ અને કુલકોટિની સંખ્યા દર્શાવવા પૂર્વક એ ગતિમાં પડેલા આત્માઓનો પણ દુઃખદ દશાનો સુંદર ખ્યાલ કરાવ્યો.
પણ જેઓ એમજ માની અને મનાવી રહ્યા છે કે મનુષ્ય ગતિ તો શાસ્ત્રોમાં ઘણીજ ઉંચી મનાય છે અને એજ કારણે દશ દશ દ્રષ્ટાંતો દ્વારા એની દુર્લભતાનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે માટે એવી મહત્તાને પામેલી મનુષ્યગતિમાં આવેલા આત્માઓ પણ દુઃખી છે એમ કહીને તેઓની સ્વતંત્ર પ્રવૃત્તિમાં ડખલ કરવી એ કોઇ પણ રીતિએ યોગ્ય નથી. તેઓની સાન, જો તેઓ સાણા હોય તો ઠેકાણે આવે એ ઇરાદાથી; કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ, જે મનુષ્યો અનંતજ્ઞાનીઓએ જે હેતુથી મનુષ્યપણાની મહત્તા વર્ણવી છે તે હેતુને નહિ સમજી શકવાથી પ્રાપ્ત થયેલા ઉત્તમ મનુષ્યભવને કારમી રીતિએ વેડફી રહ્યા છે. –તેઓની દુર્દશાનું દયાર્દ્ર હૃદયે શ્રી યોગશાસ્ત્રમાં કરેલું વર્ણન આપણે જોઇ રહ્યા છીએ.
એ વર્ણનમાં આપણે અનાર્ય મનુષ્યોની અનાર્યતા ના વર્ણનમાં જોઇ આવ્યા કે-અનાર્યો ત્રણ પ્રકારના હોય છે.
૧- એક તો અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલાજ અનાર્યો હોય છે કે-જેઓ દેશના આચાર અને વિચારને વશ હોઇને આખાએ જીવનમાં એવી એવી પાપમય આચરણાઓ આચરે છે કે જે આચરણાઓનું વર્ણન વચનાતીત થઇ જાય છે.
અને ૨- બીજા આર્ય દેશમાં ઉત્પન્ન થવા છતાં પણ ચંડાલ અને શ્વપચ આદિ જાતિ અનાર્યો હોય છે અને તેઓ પણ જીવનભર પાપકર્મોને કરે છે અને દુઃખોને અનુભવે છે.
તથા ૩- ત્રીજા એકલા આદેશમાં જ નહિ પણ આર્યવંશમાં ઉત્પન્ન થવા છતાં પણ અનાર્ય ચેષ્ટાઓના કારણે અનાર્ય ગણાય છે અને એવા આત્માઓ પણ અનાર્ય ચેષ્ટાઓના દુર્ભાગ્યના પરિણામે દુ:ખ, દારિદ્રય અને દોર્ભાગ્ય આદિના દાવાનળમાં બળ્યાજ કરે છે.
આ વસ્તુ વર્ણન આપણને સમજાવે છે કે- સારામાં સારો ગણાતો એવો પણ મનુષ્યભવ, જો અનાર્ય દેશમાં, અનાર્ય જાતિમાં કે અનાર્ય આચારોની ઉપાસનામાં પડેલા આર્યવંશોમાં પણ મળી જાય તો તે કેવલ વ્યર્થજ નથી પણ એકાંતે હાનિકર છે. અનાર્યદેશ અને અનાર્યજાતિ કરતાં પણ આર્યદેશમાંજ રહેલા આર્યવંશમાં ઉત્પન્ન થઇને જેઓ અનાર્ય આચારોની ઉપાસનામાંજ અહર્નિશ મચ્યા રહે છે તેઓની દુર્દશાની તો કોઇ અવધિજ નથી. એવા આત્માઓ, સ્વપર ઉભયના માટે એવા ભયંકર અહિત કરનારા નીવડે છે. કે જેનું પરિણામ આ લોક કરતાંય પરલોક માટે ઘણુંજ કારમું, આવે છે. એવા આત્માઓ સ્વતંત્રતાના નામે પરમાત્મા અને પરમાત્માની એકાંત હિતકર આજ્ઞાની પણ સામેજ થાય છે ! વિષયવિલાસના ભૂખ્યા બનેલા એ આત્માઓ ગમે તેવાનું ગમે તેવું દાસત્વ સ્વીકારશે તેની હા; પણ તે સ્વચ્છંદી આત્માઓને એકાંત ઉપકારી આત પુરૂષોનું દાસત્વસ્વીકારવું પ્રાણાંતે પણ પસંદ નહિ પડે ! વિષયોની પેઠે એવા આત્માઓ ખુવાર થઈ જશે ! તેની હા પણ તેઓ અનંતજ્ઞાની અને પરમવીતરાગ એવા આપ્તપુરૂષોની આજ્ઞાના શરણે રહી સંતોષી જીવન જીવવાનું કદીજ પસંદ નહિ કરે ! એવા આત્માઓને ધર્મ જેવી વસ્તુ રોગી અવસ્થામાં, વૃદ્ધ અવસ્થામાં કે
Page 164 of 234
Page #165
--------------------------------------------------------------------------
________________
મરણની અવસ્થામાં પણ રૂચિકર નહિ થાય ! એવી અવસ્થાઓમાં પણ એ બીચારાઓ નીચકર્મ કરી કરીને દયાપાત્ર દુઃખદશા ભોગવશે તેની હા, પણ નીચકર્મોથી પરાડમુખ થવાની વાત કોઈ પણ રીતિએ તેઓના ગળે નહિ ઉતરે ! એવા હણાચારી અને હીણકર્મિ આત્માઓનું દાસત્વ કદી પણ ન મટે અને જીવનભર એવાઓ દુઃખ, દારિદ્રય અને દર્ભાગ્યના દાવાનળમાં સળગ્યા કરે એમાં આશ્ચર્ય પણ શું છે? અને કદાચ પૂર્વ પુણ્યના પ્રતાપે એવા આત્માઓ વર્તમાનમાં સુખી પણ દેખાતા હોય તે છતાં પણ તે આત્માઓ ભવિષ્યમાં અવશ્ય દુઃખી, દુઃખી અને દુ:ખીજ થવાના એમ માનવામાં હરકત પણ શી છે?
સભામાંથી-કશીજ નહિ.
કારણ કે-જે આત્માઓ, આર્યવંશમાં ઉત્પન્ન થવા છતાં પણ સ્વચ્છંદી બની આપ્તપુરૂષો કે- જેઓએ વિશ્વના કલ્યાણ માટે એકાંત હિતકર મોક્ષ માર્ગ ઉપદેશ્યો છે અને વર્તમાનમાં ઉપદેશે છે તેઓની આજ્ઞાથી ઉપરવટ થાય છે એટલું જ નહિ પણ એવી કલ્યાણકારી આજ્ઞા અને એ આજ્ઞાને અનુસાર ચાલતા સર્વોત્તમ માર્ગનો નાશ કરીને યથેચ્છ મ્હાલવામાંજ રાચે છે તેઓ સન્માર્ગના નિષ્કારણ વૈરિ હોવાના કારણે ભવિષ્યમાં દુઃખી, દુઃખી અને દુઃખી થાય એમાં કશુંજ નવું નથી. ત્રણે અવસ્થાની નિર્લજ્જતા :
અનાર્યતા ની દુઃખદ દશાનું વર્ણન કર્યા બાદ કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, જે આત્માઓએ મનુષ્યભવ પામવા પૂર્વે પણ ઉત્તમ ધર્મની આરાધના નથી કરી અને પામ્યા પછી પણ જેઓને ઉત્તમ સામગ્રી મળી નથી અથવા તો મળવા છતાં પણ ઉત્તમ સામગ્રીની જે આત્માઓ ઉપર ઉત્તમ અસર નથી થઈ શકી તે આત્માઓની ત્રણે અવસ્થાની નિર્લજ્જ કારવાઇનું વર્ણન કરતાં ફરમાવે છે કે
વીજે મઝાર પાડ્યાં, રૌવને રded: /
વાદ્ધ શ્વIRRORIોનો નાતુ ન ખિતે //// બાલ્ય અવસ્થામાં મૂત્ર અને વિષ્ટાએ કરીને જીવન પૂર્ણ કરે છે, યૌવન અવસ્થામાં રત ચેષ્ટિતો દ્વારા જીવન પૂર્ણ કરે છે અને વૃદ્ધાવસ્થામાં શ્વાસ અને કાસ આદિથી જીવન પૂર્ણ કરે છે. આ પ્રકારે
પસાર થતી અવસ્થાઓ પરિપૂર્ણ રીતિએ લજજાનું સ્થાન હોવા છતાં પણ મનુષ્યજન્મની મહત્તાને નહિ સમજી શકનાર મનુષ્ય, બાલ્યકાલમાં મૂત્ર અને વિષ્ટા સાથે ખેલવામાં-યૌવનકાલમાં કામક્રીડાઓ કરતાં અને વૃદ્ધકાલમાં શ્વાસ અને કાસ આદિથી રીબાવા છતાં પણ લજ્જાને પામતો નથી. એવી કારમી નિર્લજ્જતા અજ્ઞાન મનુષ્યમાં આવે છે. એ કારમી નિર્લજ્જતાના કારણે જે રીતિએ બાલ્ય અવસ્થામાં મૂત્ર અને વિષ્ટા સાથે નિર્લજ્જ પણે ખેલે છે તેજ રીતિએ યૌવન અવસ્થામાં કામની ચેષ્ટાઓ કરવાને પ્રવર્તે છે અને એજ કારણે વદ્ધાવસ્થામાં શ્વાસ અને કાસ આદિ ભયંકર રોગાવસ્થાઓ પણ નિર્લજપણે ભોગવવી પડે છે. પુરૂષપણાનું કારમું લીલામ :
એજ કારણે એવા નિર્લજજ આત્માઓ, કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે- પુરૂષરૂપે હોવા છતાં કોઈ પણ અવસ્થામાં પુરૂષ તરીકે રહી શકતા નથી અર્થાત્ પુરૂષપણાનું લીલામ કરે છે; કારણ કે
Page 165 of 24
Page #166
--------------------------------------------------------------------------
________________
"पुरीपशुकर पूर्व, ततो मदनगर्दभः ।
गराजरगवः पश्चात्, कदापिन पुमान् पुमान् //91/" આકૃતિએ પુરૂષ હોવા છતાં પણ પૂર્વાવસ્થામાં વિષ્ટામાં ખેલનારો હોવાથી ભુંડ બને છે, તે પછીની યૌવન અવસ્થામાં કામદેવની સેવામાં આસક્ત બનવાથી રાસભ બને છે અને તે પછી અતિશય કામાસક્તિના કારણે એકદમ અશક્ત બની જવાના હેતુથી વૃધ્ધ અવસ્થામાં બુઢા બેલ જેવો બને છે પણ પુરૂષ એ કદી પણ પુરૂષ બનતો નથી : અર્થાત્ બાલ્યકાલમાં વિષ્ટાપ્રેમી ભુંડના જેવી આચરણા કરે છે. યૌવનકાલમા મદનપ્રેમી ગર્દભ જેવી આચરણ કરે છે અને વૃદ્ધકાલમાં શક્તિહીન બુટ્ટા બેલ જેવી આચરણા કરે છે પણ નિર્લજ્જ બનેલો પુરૂષ કોઇ પણ કાળે પુરૂષ જેવી આચરણા નથી કરતો.
ખરેખર પુરૂષ બનવા માટે તો મોક્ષ પુરૂષાર્થની સાધના ખાતર ધર્મ પુરૂષાર્થને જ આચરવાની આવશ્યક્તા છે અને એજ કારણે શ્રી અજિતનાથ સ્વામિની સ્તવના કરતાં કવિ શ્રી આનંદઘનજી પણ કહે છે કે
જે તેં જીત્યારે તેને હું જીતીયો રે, પુરૂષ કશ્ય મુજ નામ.
અર્થાત જે રાગાદિ આંતર શત્રુઓને, હે ભગવન્! આપે જીત્યા તે રાગાદિ આંતર શત્રુઓને હું જીતું ત્યારેજ હું પુરૂષ નામ ધરાવવાને લાયક બની શકે તેમ છું પણ આવી રાગાદિ શત્રુઓની પરાધીન અવસ્થામાં હું પુરૂષ નામ ધરાવવાને કોઇપણ રીતે લાયક નથી. મૂર્ખતાનું ખુલ્લું પ્રદર્શન :
પણ વિષ્ટાપ્રેમી ભંડ, મદનપ્રેમી ગર્દભ અને બુઢ્ઢા બેલ જેવુંજ જીવન ગુજારવામાં પડેલાઓને આવી વાતો ગમતીજ નથી એજ કારણે એ બીચારાઓ પોતાની જાતે જ પોતાની મૂર્ખતાનું પ્રદર્શન ખુલ્લું મૂકે છે; એટલે
“रयाच्छैशवे मातृमुख-स्तारुण्ये तरुणीमुखः
वृद्धभावे सुतमुखो, मूखों नान्तर्मुखः क्वचित् ।।91/" એ મૂર્ખ માનવી, બાલ્ય અવસ્થામાં માતૃમુખ એટલે માતાની સન્મુખ જોયા કરનાર, માતાનું જ કહ્યું કરનાર અને માતાનું બોલાવ્યું જ બોલનાર બને છે : તરૂણપણામાં તરૂણમુખો એટલે તરૂણીની સન્મુખજ જોયા કરનાર, તરૂણીનું જ કહ્યું કરનાર અને તરૂણીને બોલાવ્યું જ બોલનાર બને છે અને વૃદ્ધ ભાવમાં સુતમુખ એટલે પુત્રની સન્મુખ જ જોયા કરનાર, પુત્રનું કહ્યું કરનાર અને પુત્રનું જ બોલાવ્યું બોલનાર બને છે પણ અંતર્મુખ એટલે અનંતજ્ઞાનીઓની આજ્ઞા તરફ જ જોનાર અને આજ્ઞાથી અવિરૂદ્ધ જ બોલનાર કે આચરનાર કદી જ નથી બનતો.
અર્થાત્ પોતાની મૂર્ખતાના પ્રતાપે પોતાનું સમગ્ર જીવન અનંતજ્ઞાનીઓની સેવામાં સમર્પિત કરવાને બદલે બાલ અવસ્થામાં મોહમગ્ન માતાને સમર્પે છે, યુવાવસ્થામાં મોહથેલી પત્નિને સમર્પે છે અને વૃદ્ધાવસ્થામાં
Page 166 of 234
Page #167
--------------------------------------------------------------------------
________________
મોહમસ્ત પુત્રને સમર્પે છે. એવા આત્માઓને બાલકાલમાં માતા મરજી મુજબ નચાવે છે, યૌવનકાલમાં પત્ની ફાવે તેમ નચાવે છે, અને વૃદ્ધકાલમાં પુત્ર ઠીક પડે તેમ નચાવે છે, પણ એ આત્માઓ કોઇ પણ કાળે અનંતજ્ઞાનીઓની આજ્ઞાને શરણે થતા નથી. ધનની લાલસાથી વિહવળતા :
એ પ્રકારે આખાએ જીવનની બરબાદીમાં પડેલા આત્માઓને ધનની લાલસા અવશ્ય જન્મે છે, ધનની લાલસાથી એ આત્માઓ અતિશય વિવલ બને છે અને એ વિવલતાના પ્રતાપે મૂઢ બનેલો મનુષ્ય
___“सेवाकर्पणवाणिज्य-पाशुपाल्यादिकर्मभिः ।
#Wત્યDY , નાવિહવભો નન: //// क्वचिइचोर्यं क्वचिद् छुतं, क्वचिद् नीचैर्मुजङ्गता ।
મgણા[[મહો / મુચો, વ4મજિવન //// પોતાનો આખોએ જન્મ અન્યોની સેવા, ખેતી, વાણિજ્ય અને પાશુપાલ્ય આદિ કર્મોદ્વારા અફળપણે ગુમાવી દે છે; અર્થાત-ધનની આશાથી વિહવળ બનેલો માણસ, જીવનની સફલતા સાધી લેવાને બદલે સ્વાર્થિઓની સેવા, ખેતી. વ્યાપાર અને પશુપાલપણાદિનાં કર્મો દ્વારા આખાએ જીવનને નિષ્ફળપણે પૂર્ણ કરે
છે.
એટલુંજ નહિ પણ કોઇ કોઇ વખત તો ધનની ઉત્કટ આશાના યોગે ચોરી જેવા અધમ ધંધાનો આશ્રય કરે છે, કોઇ વખત જુગાર જેવા પાપ વ્યસનનો સ્વીકાર કરે છે અને કોઇ વખત અધમાધમ શઠતા કે જેમાં અસત્ય આદિ અનેક પાપોનો સમાવેશ થાય છે તેનો અમલ કરે છે. આ પ્રકારે
ખેદની વાત છે કે-મનુષ્યો, મનુષ્યપણાને પામવા છતાં પણ પુનઃ ભવમાં ભ્રમણ કરવાનાં કારમાં સાધના સેવે છે અને એના પ્રતાપે ચિર સમય સુધી સંસારમાં અનેક પ્રકારનાં દુઃખોના ભોગવટા પૂર્વક ભ્રમણ કરે છે. મોહની મુંઝવણ :
એવી એવી અધમ આચરણાઓથી દુર્લભ માનવજીવનનો કારમો દુરુપયોગ કરી રહેલા મોહમૂઢ આત્માઓની મોહજન્ય મુંઝવણ ઘણીજ કારમી હોય છે. મોહની કારમી મુંઝવણના પ્રતાપે એ બીચારાઓ સુખી અવસ્થામાં ઘેલા બને છે અને દુઃખી અવસ્થામાં ગાંડા બને છે એજ કારણે
“सुवित्चे कामललिते-दुःखित्वे दैन्यरोदनैः ।
નવા મોહન્દી, ન શુદ્ધof h: //9/?' મોહથી અંધ બનેલા આત્માઓ, સુખી અવસ્થામાં કામની લીલાઓ દ્વારા અને દુઃખી અવસ્થામાં દીનતા ભરેલાં રૂદનો દ્વારા જન્મને ગુમાવે છે પણ બેમાંથી એક પણ અવસ્થામાં ધર્મકર્મો દ્વારા જીવનનો સદુપયોગ કરતા નથી.
અર્થાત્
Page 167 of 234
Page #168
--------------------------------------------------------------------------
________________
મોહથી અંધ થઇ ગયેલા આત્માઓને ધર્મ નથી યાદ આવતો સુખી અવસ્થામાં કે નથી યાદ આવતો દુઃખી અવસ્થામાં, કારણ કે-એ બીચારાઓ, સુખી અવસ્થામાં મોહની ચેષ્ટામાં મસ્ત રહે છે અને દુઃખી અવસ્થામાં દીનતાની ચેષ્ટાઓમાં ડુબેલા રહે છે એટલે એક પણ અવસ્થા મોહાંધ આત્માઓ માટે આત્મહિતની સાધના માટે લાયક રહી શકતી નથી.
એક પાપનીજ પ્રવૃત્તિ :
સુખી અવસ્થામાં એક મોહનીજ અને દુઃખી અવસ્થામાં એક દીનતાનીજ ચેષ્ટાઓમાં પડેલા આત્માઓ માટે એક પાપની પ્રવૃત્તિજ જીવનધ્યેય બની જાય છે એ હેતુથી
“31ના{પ્રચય-યક્ષનમિત શાત્ /
નાનુષત્વનમિ પ્રાપ્તા:, પાપા: પાપાનિ ર્વત (19/0
પાપકર્મમાં રક્ત રહેલા આત્માઓ, એક ક્ષણવારમાં અનન્ત કર્મોના પ્રચયનો ક્ષય કરવામાં સમર્થ એવા આ મનુષ્યપણાને પણ પામેલા હોવા છતાં પાપોને કરે છે.
અર્થાત્
કર્મક્ષય કરવાના અદ્વિતીય સાધનરૂપ મનુષ્યપણાને પામેલા હોવા છતાં પણ પાપરક્ત આત્માઓને કર્મક્ષયની કારવાઇ કરવાનું નથી સુઝતું પણ કેવલ અનેક પ્રકારનાં પાપકર્મ કરવાનુંજ સુઝયા કરે છે. અર્થકામરસિક આત્માઓની એજ દશા હોય છે. અર્થકામના રસિક આત્માઓ તો ધર્મપ્રવૃત્તિ અને ધર્મસિદ્ધાંતોનો ઉપયોગ પણ અર્થકામની સાધનામાંજ કરે છે. એવા આત્માઓને એવું ભાન ક્યાંથીજ હોય કે– “જ્ઞાન વર્ણન વાત્રિ-ત્નરતયન્માનને
मनुजत्वे पापकर्म स्वर्णभाण्डे सुरोपमम् ||१||
જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રિતયના ભાજનરૂપ મનુષ્યપણામાં પાપકર્મની આચરણા એ સુવર્ણના ભાજનમાં સુરા મંદિરા ભરવા બરાબર છે.
અધમતાનો નિરવધિ :
આવા ભાનભૂલા આત્માઓની અધમતાનો અવધિજ નથી હોઇ શકતો. અવિધિવનાની અધમતાના ઉપાસક બનેલા આત્માઓ, અતિ દુર્લભ ગણાતા મનુષ્ય ભવની કેવી કેવી હાલત કરે છે એ વસ્તુનું વર્ણન કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
“ સંસારસાગરમà:, શમિતાયુગયોવત્ / ભથ્થ થવિત્ માનુષ્ય, હા ! મિવ હાતે III लब्धे मानुष्यके स्वर्ग- मोक्षप्राप्तिनिबन्धने / હા ! બરાષ્ટુપાપુ, ર્નતિôતે નબ: //// आशास्यते यत प्रयत्ना-दनुत्तरसुरैरपि ।
તાત્ ાનાાં મનુષ્યત્વે, પાપે પાણેજુ યોન્યd II3II
શિમલાયુગના યોગની માફક, સંસાર સાગરમાં આથડતા આત્માઓને મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ છે. એવા દુર્લભ મનુષ્યભવને મુશીબતે પામવા છતાં પણ પ્રમાદી આત્માઓ જેમ ખેદજનક રીતિએ રત્નને હારી
Page 168 of 234
Page #169
--------------------------------------------------------------------------
________________
જાય છે. તેમ વિષયકષાયની ઉપાસનામાં રક્ત બનેલા આત્માઓ પણ પ્રાપ્ત થયેલા મનુષ્યજન્મને ઘણીજ ખેદજનક રીતિએ હારી જાય છે !
ખેદની વાત છે કે-પ્રમાદપરવશ મનુષ્ય, સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિમાં કારણભૂત એવા મનુષ્યપણાને પામવા છતાં નરકની પ્રાપ્તિમાં ઉપાયરૂપ જે જે પાપકર્મો તેની આરાધનામાં ઉઘુક્ત થાય છે !
દુઃખની વાત છે કે જે મનુષ્યપણું પામવાની અનુત્તર સુરો પણ પ્રયત્નપૂર્વક આશા કર છે તે પ્રાપ્ત થયેલા મનુષ્યપણાને પાપી આત્માઓ પાપ કાર્યોમાં યોજે છે !
શું આ ઓછી અધમતા ગણાય? સભામાંથી-ઘણી જ.
જે મનુષ્યભવ, શમિલાયુગના યોગથી સૂચિત થતાં દશ દશ દ્રષ્ટાંતોથી દુર્લભ છે તેની કારમી રીતિએ નાશ કરી દેવો, જે મનુષ્યભવ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિમાં કારણભૂત છે તે મનુષ્યભવમાં નરક પ્રાપ્તિના ઉપાયોની ઉપાસના કરવી અને જે મનુષ્યભવની આશા પ્રયત્નપૂર્વક અનુત્તર વિમાનમાં વસતા સર્વોત્તમ સુરો કરે છે તે મનુષ્યભવને પાપકારવાઇમાં યોજવો એ ખરેજ અવધિ વિનાની અધમતા છે. મનુષ્યભવનું દુઃખ પ્રત્યક્ષ છે :
એવી ભયંકર અધમતાની ઉપાસનામાં પડેલા આત્માઓનું દુઃખ વર્ણવતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજા વર્ણવે છે કે
__ “परोक्ष नरके दुःखं, प्रत्यक्ष नरजन्मनि ।
નરકમાં પરોક્ષ દુઃખ છેત્યારે નરજન્મમાં પ્રત્યક્ષ દુઃખ છે માટે મનુષ્યજન્મના દુઃખસમુદાયને વિસ્તારથી શા માટે વર્ણવવો જોઇએ : અર્થાત્ મનુષ્યજન્મનું દુ:ખે પ્રત્યક્ષ હોવાથી તેને વિસ્તારથી વર્ણવવાની કશીજ આવશ્યક્તા નથી. ડહાપણ શામાં? :
કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ કરેલું આ વર્ણન કલ્યાણાર્થિ આત્માઓએ ખુબ ખુબ વિચારવા જેવું છે. ગુણસંપન્ન જે જે ઉપમાઓ એકાંત હિતબુદ્ધિથી એ ઉપકારી આચાર્યદેવે આપી છે એથી ઉભગી જવાની જરૂર નથી પણ અનુપમ વિવેકી બનીને એ ઉપમાઓ આપવાનો એ ઉપકારીનો જે આશય છે તેને સમજી લઇને એ ઉપકારીના આશયને સફલ કરવા ઉઘુક્ત થવું એ જરૂરી છે. ઉપદેશાત્મક ઉપાલભ્યોને હિતકર તરીકે અંગીકાર કરવા એમાં જ ડહાપણ છે. એ વિષયમાં ભવાભિનંદી આત્માઓની સલાહને આધીન થવું એ પોતાના જ હાથે પોતાના આત્માનું અહિત કરવા બરાબર છે માટે ઉપકારીઓની ઉપકારક પ્રવૃત્તિઓમાં એવા આત્માઓથી બહુ જ સાવધ રહેવાની જરૂર છે, ઉપકારીઓના કટુ શબ્દો એકાંત હિતકર હોવાથી સંસારરૂપ રોગનો નાશ કરવા માટે અમોધ ઔષધસમા છે. એ ઔષધનું સેવન મુમુક્ષુ આત્માઓએ અહર્નિશ આનંદ અને ઉલ્લાસભર હૃદયે કર્યાજ કરવું જોઇએ.
મનુષ્યના ભેદોનું વર્ણન સમાપ્ત
Page 169 of 24
Page #170
--------------------------------------------------------------------------
________________
દેવગતિ નાં ૧૯૮ ભેદોનું વર્ણન
દેવો મુખ્ય પાંચ પ્રકારે હોય છે.
(૧) નરદેવ = ચક્રવર્તી (૨) દ્રવ્યદેવ = જે જીવોએ દેવ આયુષ્ય બાંધેલું હોય તે. (૩) ભાવદેવ = દેવાયુષ્યનો ભોગવટો કરતાં હોય તે. (૪) ધર્મદેવ = આચાર્યાદિ સદ્ગુરૂઓ હોય તે. (૫) દેવાધિ દેવ = તીર્થંકર પરમાત્માઓ.
આ પાંચમાંથી અહીં ભાવ દેવનો અધિકાર છે. ભાવદેવ-ચાર પ્રકારના હોય છે. (૧) ભવનપતિ (૨) વ્યંતર (૩) જ્યોતિષ અને (૪) વૈમાનિક દેવો.
ભવનપતિ દેવોનું વર્ણન
આ દેવો ભવનોમાં રહે છે અને ક્રીડામાં રહેતા હોવાથી કુમાર કહેવાય છે. તે દશ ભેટવાળા છે. (૧) અસુર કુમાર (૨) નાગ કુમાર (૩) સુવર્ણ કુમાર (૪) વિદ્યુત કુમાર (૫) અગ્નિ કુમાર (૬) દ્વીપ કુમાર (૭) ઉદધિ કુમાર (૮) દિશી કુમાર (૯) વાયુ કુમાર (૧૦) સ્વનિત કુમાર,
આ દશે પ્રકારના દેવો રત્નપ્રભા પૃથ્વી એકલાખ અને એંશી હજાર જાડાઇવાળી છે. એક રાજ પહોળી છે. તેમાં એક હજાર યોજન ઉપરના અને નીચેના એક હજાર યોજન છોડીને વચલા એકલાખ ઇદ્યોતેર હજાર યોજનને વિષે પહેલી નારકીના તેર પ્રતરો આવેલા છે તેનાં વચલાં આંતરા બાર થાય છે. તે બાર આંતરાના ઉપરનો એક અને નીચેનો એક એમ બે આંતરા છોડીને વચલા દશ આંતરામાં એક એક ભવનપતિ નિકાયના દેવોના આવાસો આવેલા હોય છે. જેમકે રત્નપ્રભા પૃથ્વીના એક હજાર યોજન છોડીને શરૂઆત થાય તેમાં પહેલી નારકીનો પહેલો પ્રતર આવે પછી વચમાં પહેલું આંતરું આવે તે ખાલી છે તે આંતરાનો ભાગ પૂર્ણ થાય એટલે પહેલી નારકીનો બીજો પ્રતર આવે તે પૂર્ણ થાય એટલે બીજું આંતરું આવે. આ આંતરામાં ભવનપતિના અસુરકુમાર દેવોના આવાસો અસંખ્ય આવેલા છે. ત્યાર પછી પહેલી નારકીનો ત્રીજો પ્રતર આવે તે પૂર્ણ થાય ત્યારે પહેલી નારકીનો ત્રીજો આંતરો આવે. આ આંતરામાં ભવનપતિના બીજા દેવોના એટલેકે નાગ કુમારના દેવોના આવાસો આવેલા છે. ત્યાર પછી પહેલી નારકીનો ચોથો પ્રતર આવે છે તે પ્રતર પૂર્ણ થાય ત્યારે ચોથો આંતરો આવે છે. આ આતરામાં ભવનપતિના ત્રીજા સુવર્ણકુમાર નામના દેવોના આવાસો આવેલા છે. ત્યાર પછી પહેલી નારકીનો પાંચમો પ્રતર આવેલો છે. તે પૂર્ણ થાય ત્યારે ભવનપતિના ચોથા વિદ્યુતકુમાર દેવોના આવાસો આવેલા છે તેના પછી પહેલી નારકીનો છઠ્ઠો પ્રતર આવે છે તે પૂર્ણ થયે છઠ્ઠો આંરો આવે છે તેમાં ભવનપતિના પાંચમા અગ્નિકુમાર દેવોના આવાસો છે. તે પૂર્ણ થયે પહેલી નારકીનો સાતમો પ્રતર આવે છે. તે પૂર્ણ થયે સાતમો આંતરો આવે છે. તેમાં ભવનપતિના છઠ્ઠા દ્વીપ કુમાર દેવોના આવાસો આવેલા છે તેના પછી પહેલી નારકીનો આઠમો પ્રતર આવે છે. તે પૂર્ણ થયે આઠમો આંતરો આવે છે. તેમાં સાતમા ભવનપતિના
Page 170 of 234
Page #171
--------------------------------------------------------------------------
________________
ઉદધિકુમારના આવાસો આવેલા છે. તે પૂર્ણ થયે પહેલી નારકીનો નવમો પ્રતર આવે છે. તે પૂર્ણ થયે નવમો આંતરો આવે છે. તેમાં ભવનપતિના આઠમાં દિશીકુમાર દેવોના આવાસો આવેલા છે. ત્યાર પછી પહેલી નારકીનો દશમો પ્રતર આવે છે તે પૂર્ણ થયે દશમો આંતરો આવે છે તેમાં ભવનપતિના નવમા વાયુ કુમાર દેવોના આવાસો આવેલા છે. ત્યાર પછી પહેલી નારકીનો અગ્યારમો પ્રતર આવે તે પૂર્ણ થયે અગ્યારમો આંતરો આવે છે. તેમાં દશમા ભવનપતિના સ્વનિત કુમારના આવાસો આવેલા છે. તેના પછી પહેલી નારકીનો બારમા પ્રતર આવે છે. તે પૂર્ણ થયે બારમો આંતરો આવે છે. તે બારમો આંતરો ખાલી હોય છે. તે પૂર્ણ થયે પહેલી નારકીનો તેરમો પ્રતર આવે છે. તેમાં એટલે દરેક નારકીના પ્રતરોમાં નરકાવાસો રહેલા હોય છે. તે તેરમા પ્રતરનો ભાગપૂર્ણ થયે એક હજાર યોજન સુધી પૃથ્વી રહેલી હોય છે. આ રીતે ભવનપતિ દેવોના આવાસો આવેલા હોય છે.
આ ભવનો નાનામાં નાના એટલે જઘન્યથી એકલાખ યોજનનાં હોય છે એટલે જંબુદ્વીપના માપ જેટલા હોય અને ઉત્કૃષ્ટથી અસંખ્ય યોજનાનાં હોય છે.
ઇન્દ્રના પરિવારમાં પોતા સાથે ગણતાં દરેક ઇન્દ્રોને દશ પ્રકારનાં દેવો હોય છે. (૧) ઇન્દ્ર- દેવલોકનો સ્વામી હોય તે. (૨) સામાનિક દેવો- સ્વામી પણાના અધિકાર સિવાય કાત્તિ અને વૈભવ વગેરેમાં ઇન્દ્ર સરખાં જ હોય છે. આ સામાનિક દેવો ચમરેન્દ્ર જે દક્ષિણ દિશા બાજુનો ઇન્દ્ર છે. તેમને ૬૪CO૦ દેવો હોય છે. અને ઉત્તર દિશા બાજુની બલીન્દ્ર જે ઇન્દ્ર છે તેમને ૬0000 સામાનિક દેવો હોય છે. બાકીના ૧૮ ઇન્દ્રોને છ છ હજાર સામાનિક દેવો હોય છે. (૩) આત્મરક્ષક દેવો- ઇન્દ્રના બોડી ગાર્ડ- રક્ષક. ઇન્દ્ર સમર્થ છે પણ આ દેવો સભામાં ખુલ્લા હથીયારે ઇન્દ્રની ચારે તરફ રહે છે. સામાનિક દેવોથી ચારગણા અધિક હોય છે. (૪) ત્રાય ત્રિશક દેવો- મંત્રી જેવા, રાજગોર અને પુરોહિતનું કામ પણ કરે છે. ભવનોની અને દેવોની ચિંતા કરનાર અને શાંતિક પૌષ્ટિક કર્મ કરનારા હોય છે. દરેક ઇન્દ્રોને તેત્રીશ હોય છે. (૫) પર્ષદા- ઇન્દ્રના મિત્ર સરખા દેવો તેમની બાહ્ય-મધ્યમ અને અત્યંતર એમ ત્રણ પ્રકારની સભાઓ હોય છે. (૬) લોકપાળ- અમુક વિભાગનું રક્ષણ કરનાર લોકપાલોને પણ ત્રણ પ્રકારની પર્ષદા હોય છે તે સોમ, યમ, વરૂણ અને કુબેર આ ચાર નામના ચાર લોકપાળ દરેક ઇન્દ્રને હોય છે. (૭) અનિક સેના- તે સાત પ્રકારની. તેના અધિપતિઓ તે સેનાધિપતિ સાથે હોય છે. સાત સેનાના નામો- ગન્ધર્વ, નાટ્ય, અશ્વ, ગજ, મહિષ (વૈમાનિક દેવોન વૃષભ હોય છે) રથ અને પાયદલ. બે સૈન્ય ઉપભોગના કામમાં અને બાકીના સંગ્રામમાં કામમાં આવે છે. (૮) આભિયોગિકનોકર, ચાકર, સેવક જેવા અસંખ્ય હોય છે. (૯) કિલ્બિષીક-ભંગી, ચંડાલ જેવા સાફ સુફ કરવાવાળા અસંખ્ય છે. (૧૦) પ્રકાર્ણ- પૂજા તરીકેના દેવ, દેવીઓ અસંખ્ય હોય છે. આ પ્રમાણે દરેક ઇન્દ્રોને આ દશ પ્રકારવાળા દેવો હોય છે. અસુરેન્દ્રની રાજધાની ૩૬ યોજન ઉંચી હોય છે.
આ ભવનપતિ દેવોનાં શરીરની ઉંચાઇ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી ઉત્કૃષ્ટથી સાત હાથની હોય છે.
આયુષ્ય- જધન્ય દશ હજાર વરસ. ઉત્કૃષ્ટ- ૧ સાગરોપમથી અધિક સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ- ૬ હોય છે. પ્રાણો- ૧૦ હોય છે. યોનિ- સર્વદેવોને આશ્રયીને ૪લાખ યોનિ હોય છે. દેવ મરીને દેવ થતા ન
Page 171 of 234
Page #172
--------------------------------------------------------------------------
________________
હોવાથી યોનિ હોતી નથી. મિથ્યાદ્રષ્ટિ મનુષ્યો અને તિર્યંચો આ દેવ યોનિમાં ઉત્પન્ન થાય છે અને કેટલાક જીવો સમકિત લઇને પણ ઉત્પન્ન થઇ શકે છે. જે જીવો મનુષ્યપણામાં સમકિત પામ્યા હોય અને સાતિચાર સમકિતની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો ભવનપતિનું આયુષ્ય બાંધે છે. એવા જીવો સમકિત સાથે ઉત્પન્ન થાય અથવા પહેલા ગુણસ્થાનકે મનુષ્યપણામાં પહેલા આયુષ્ય ભવનપતિનું બાંધી પછી સમ્યકત્વ પામે તો સમકિત લઇને આ દેવ ભવમાં ઉત્પન્ન થઇ શકે છે. પણ ક્ષાયિક સમકિત લઈને જીવો ઉત્પન્ન થતાં નથી. તે વૈમાનિકમાં જ જાય
આ ભવનપતિ દેવો જે સ્થાનોમાં રહેલા હોય છે. ત્યાં જ તેજ ભૂમિમાં પરમાધામી દેવોના પંદર પ્રકાર છે. તેમના પણ આવાસો આવેલા છે. એટલે તે ભવનપતિની જાતિના કહેવાય છે. આથી ૧૦ ભવનપતિ + ૧૫ પરધામી = ૨૫ દેવો ગણાય છે. ૨૫ અપર્યાપ્તા અને + ૨૫ પર્યાપ્તા = ૫૦ દેવોના ભેદો ભવનપતિના થાય છે. આ અપર્યાપ્તા દેવો અપર્યાપ્તાવસ્થામાં નિયમ મરણ પામતા ન હોવાથી કરણ અપર્યાપ્તા દેવો કહેવાય છે. અપર્યાપ્ત અવસ્થા હોય છે તે પૂર્ણ કરવા માટે જ હોય છે.
વ્યંતર જાતિના દેવોનું વર્ણન
૮ વ્યંતર + ૮ વાણવ્યંતર + ૧૦ તિર્યંચ જાંભક દેવો = ૨૬
વ્યંતર દેવોના નગરોનાં સ્થાનો- રત્નપ્રભા પૃથ્વીના એક હજાર યોજન ઉપરના જે છોડેલા છે તેમાંથી સો યોજન ઉપરના અને સો યોજના નીચેના મુકીને બાકીના આઠસો યોજનને વિષે આ આઠ વ્યંતર જાતિના દેવોના નગરો આવેલા હોય છે. અને ઉપલા સો યોજન જે છોડ્યા છે તેમાંથી દશ યોજન ઉપરના અને દશ યોજના નીચેના મુકીને બાકીના એંશી યોજનને વિષે આઠ જાતિના વાણ વ્યંતર દેવોનાં નગરો આવેલા છે. આ દેવોની ઉત્પત્તિ પોતાના સ્થાનમાં હોય છે અને પછી કેટલાક ત્યાં રહે છે. કેટલાક તિ લોકમાં આવીને રહે છે. કેટલાક કાયમ રહે છે કેટલાક સારા સ્થાનોમાં, દેવાલયોમાં, ગિરિ પર્વતોમાં અધિષ્ઠિત થઈને રહે છે. હલકા દેવો કોતરોમાં અને નિર્જન સ્થાનાદિમાં આવીને રહે છે અને મનુષ્યોને પીડા કરે છે. કેટલાક પર્વતો ઉપર, જગતી ઉપર અને અઢી દ્વીપની બહાર ક્રીડા કરવા આવે છે. અને કેટલાક ત્યાં કાયમ રહે છે. કેટલાક દેવ,દેવીઓ સમ્યદ્રષ્ટિ હોય છે. તેમાં અધિષ્ઠાયક રૂપે પણ હોય છે. વ્યંતરની આઠ જાતિમાં પેટા જાતિઓ પણ છે. સ્થાનમાં અસંખ્ય નગરો છે. મોટામાં મોટા નગર એક લાખ યોજનનાં હોય છે. નાનામાં નાનું ભરત ક્ષેત્ર પ્રમાણ હોય છે. અને મધ્યમરૂપે જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રના માપ જેટલું હોય છે. દરેક નગરોમાં જિન ચૈત્યો હોય છે. જેથી વ્યંતર જાતિમાં અસંખ્ય જિન ચૈત્યો છે. તિર્જીલોકમાં અઢીદ્વીપના બહારના ભાગમાં અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં વ્યંતરોની અસંખ્ય રાજધાનીઓ છે તેમાં અસંખ્ય નગરો છે. તિર્યંચ જાંભક દેવો દશ પ્રકારના છે. અન્ન-પાન-વસ્ત્ર-લેણ = ઘર, પુષ્પ, ફળ, શયન, વિધ્યા, અવ્યક્ત = અવિપત, પુષ્પફળ. આ દરેક નામને જાંભક શબ્દ જોડવો આ દેવો તીર્થંકરાદિ પુણ્યવાન માણસોને ત્યાં ધન ધાન્યાદિ ન ધણીયાતું હોય ત્યાંથી લાવી લાવીને નાંખે છે અને ધન વગેરેની વૃષ્ટિ પણ કરે છે. પોત પોતાના નામ પ્રમાણેની વસ્તુઓ આપવાવાળા છે. આ દેવોનો શાપ દેવાનો અરે નિગ્રહ અનુગ્રહ કરવાનો પણ સ્વભાવ છે અને તેવી શક્તિ પણ છે. આ દેવો
Page 172 of 234
Page #173
--------------------------------------------------------------------------
________________
૧000 કંચન ગિરિઓ ચમક ચમક પર્વત-૧૦ ચિત્ર વિચિત્ર-૧૦ વૈતાઢ્ય પર્વત-૧૭) અને મેરૂ પર્વત-૫ ઉપર વસવાવાળા એટલે રહેવાવાળા છે.
અવધિજ્ઞાનનો વિષય પૂર્વના એક બેથી યાવત્ નવભવ સુધી જાણે તેથી વધુ જુએ તો જાતિસ્મરણનો શુભ ભાવ જાણવો. જાતિ સ્મરણવાળા જીવો આ અપેક્ષાએ સંખ્યાતા ભવ દેખે એમ કહેવાય છે. આ દેવોની એટલે વ્યંતર જાતિના બધાય દેવોની ૨૬ ભેદોની શરીરની ઉંચાઇ જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટથી ૭ હાથ. આયુષ્ય- જઘન્યથી દશ હજાર વર્ષ ઉત્કૃષ્ટ- ૧ પલ્યોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦ હોય છે. બધા દેવોને આશ્રયીને યોનિ ૪ લાખ હોય છે.
જ્યોતિષી દેવોનું વર્ણન
પાંચ પ્રકારના ચર અને પાંચ પ્રકારના સ્થિર દેવો એમ ૧૦ ભેદો હોય છે. ૧ ચન્દ્ર, ૨ સૂર્ય, ૩ ગ્રહ, ૪ નક્ષત્ર, પ તારા = ચર પરિભ્રમણ કરતાં અઢી દ્વીપમાં અથવા મનુષ્યલોકમાં હોય છે અને સ્થિરવિમાનો અઢી દ્વીપની બહાર હોય છે. દરેકના પાંચ પાંચ ભેદ હોય છે. આ પાંચમાં ચન્દ્ર અને સૂર્ય ઇન્દ્ર ગણાય છે. પરંતુ મુખ્યતા ચન્દ્રની છે જેથી પરિવાર ચન્દ્રનો ગણાય છે. એક ચન્દ્રના પરિવારમાં મુખ્ય પોતે ચન્દ્ર ઇન્દ્ર રૂપે છે. એક સૂર્ય એ પણ ઈન્દ્ર રૂપે છે. ગ્રહ-૮૮, નક્ષત્ર-૨૮ અને તારા ૬૬૯૭૫ ક્રોડા ક્રોડ આટલો એક ચન્દ્રનો પરિવાર છે. આવા પરિવાર જંબુદ્વીપમાં ૨, લવણ સમુદ્રમાં ૪, ધાતકી ખંડમાં ૧૨, કાલોદધિ સમુદ્રમાં ૪૨, અર્ધ પુષ્કરવરદ્વીપમાં ૭૨ મલીને ૧૩૨ ચન્દ્રના પરિવાર અઢીદ્વીપમાં છે અને બધાય ફરતાં છે. આ ૧૩૨ પંક્તિ બધ્ધ જંબુના મેરૂથી ૧૧૨૧ યોજના અંતર રાખીને પ્રદક્ષિણા આપતા પોત પોતાના મંડળમાં ફર્યા જ કરે છે. જેથી ચર જ્યોતિષી કહેવાય છે. આદેવો પોત પોતાના વિમાનમાં પોતાના પરિવાર સાથે રહેલા છે અને વિમાનો ફર્યા જ કરે છે. પ્રકાશ પડે છે તે પણ વિમાનો નો જ છે આ વિમાનો સ્વાભાવિક જ ચાલે છે છતાં દેખાવ માટે અભિયોગીક = સેવક દેવો રૂપ વિકુર્તીને, પૂર્વ તરફ સિંહરૂપે, દક્ષિણે હાથીરૂપે, પશ્ચિમે વૃષભરૂપે અને ઉત્તરે અશ્વરૂપે રહે છે. ચારે દિશામાં સરખા હોય છે. ચારે દિશામાં થઈને પ્રત્યેક ચન્દ્ર વિમાનને ૧૬૦૦૦, સૂર્ય વિમાનને ૧૬૦૦૦, ગ્રહ વિમાનને ૮૦૦૦ નક્ષત્ર વિમાનને 1000 અને તારા વિમાનને ૨૦૦૦ એટલે દરેક દિશામાં પાંચશો પાંચશો હોય છે.
જંબુદ્વીપમાં પ્રવુતારા-૪ છે. તે મેરૂની ચારે દિશામાં રહેલા છે. જેથી દરેક દેશની ઉત્તર દિશામાં જ કાયમ રહે છે. આ ધ્રુવ ચારે તારા સ્થિર છે. તેની નજીક વર્તતું તારામંડલ મેરૂને નહિ પણ ધ્રુવના તારાને જ પ્રદક્ષિણા આપે છે.
જંબુદ્વીપના બે સૂર્ય અને બે ચન્દ્ર બરાબર સામ સામાજ રહે છે. એક મેરૂની ઉત્તરમાં હોય તો બીજો મેરૂની દક્ષિણમાં હોય એક ભરતમાં હોય તો બીજો તે જ લાઇન ઉપર ઐરવતમાં હોય તે ગતિ કરતો કરતો ભરતના પશ્ચિમ મહા વિદેહમાં આવે ત્યાર ઐરવતનો પૂર્વ મહાવિદેહમાં આવે આ પ્રમાણે સામ સામેજ રહે છે. દરેક ક્ષેત્રો પોત-પોતાની ઉત્તર દિશામાં જ મેરૂને ગણે છે.
Page 173 of 234
Page #174
--------------------------------------------------------------------------
________________
સ્થિર જ્યોતિષીના અઢીદ્વીપની બહાર અસંખ્ય અસંખ્ય પરિવારો છે. તે સંપૂર્ણ તિÁલોકમાં અલોકથી ૧૧૧૧ યોજનનું આંતરૂં રાખીને પથરાયેલ છે. અર્થાત્ રહેલા છે.
સ્થાન- સમભુતલા પૃથ્વીથી ૭૯૦ યોજન ઉપર અને ૯૦૦ યોજનની અંદર એટલે ૯૦૦ યોજન સુધી એટલેકે ૧૧૦ યોજન આકાશમાં બધા વિમાનો રહેલા હોય છે. આથી જ્યોતિષી દેવો તિર્આલોકમાં ગણાય છે. કારણકે સમભુતલા પૃથ્વીથી ૯૦૦ યોજન ઉંચો તિર્હાલોક ગણાય છે (હોય છે ) માટે.
શરીરની ઉંચાઇ- જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ.
ઉત્કૃષ્ટ- ૭ હાથ.
આયુષ્ય- જય. ૦ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ૧ પલ્યોપમ.
સ્વકાય સ્થિતિ નથી પર્યાપ્તિ-૬, પ્રાણો ૧૦ હોય છે. આ જીવો અપર્યાપ્તા હોય છે. માટે ૧૦ અપર્યાપ્તા અને પર્યાપ્તા પણ હોય છે. માટે ૧૦ = ૨૦ ભેદો થાય છે. અહીં અપર્યાપ્તા જીવો જે કહ્યા છે તે અપર્યાપ્તાવસ્થાની અપેક્ષાએ એટલે પર્યાપ્તિ પૂર્ણ કરવા માટેની અવસ્થા છે પણ અપર્યાપ્તાવસ્થામાં મરણ પામતા નથી.
વૈમાનિક દેવોનું વર્ણન
૧૨ દેવલોક, ૩ કિલ્બિષીક, ૯ લોકાંતિક આ ચોવીશ કલ્પોપન્ન દેવો કહેવાય છે. કલ્પોપન્ન એટલે જ્યાં સ્વામિ અને સેવક પણાનો ભાવ હોય છે. વ્યવહાર હોય છે તે અને ૯ ત્રૈવેયક તથા પાંચ અનુત્તર આ ૧૪ ભેદો કલ્પાતીત તરીકે ગણાય છે. જ્યાં સ્વામી સેવક પણાનો ભાવ ન હોય તે. અહમ્ ઇન્દ્રો તરીકે ગણાય તે કલ્પાતીત કહેવાય.
સમભૂતલા પૃથ્વીથી એક રાજ ઉપર પહેલો અને બીજો દેવલોક દક્ષિણ અને ઉત્તરમા એક જ સપાટી ઉપર રહેલા છે તેની ઉપર એક રાજે ત્રીજો અને ચોથો દેવલોક એક સપાટીએ છે તેની ઉપર અડધા રાજે પાંચમો દેવલોક છઠ્ઠો દેવલોક હોય છે. તેનાથી અડધા રાજે સાતમો આઠમો દેવલોક હોય છે. નવમો દશમો એક સપાટીએ તે બન્નેનો ઇન્દ્ર એક છે અને અગ્યારમો બારમા એક સપાટીએ છે તે બન્નેનો ઇન્દ્ર એક છે. અહીં સુધી કલ્પોપન્ન દેવો છે. પછી કલ્પાતીત દેવો છે. તેમાં એક રાજ ઉપર નવ ત્રૈવેયક ઉપરા ઉપરી છે. તેની ઉપર એક રાજે પાંચ અનુત્તર સરખી સપાટીએ આવેલ છે. તેમાં જ્યાદિચાર ચારે દિશામાં અને સર્વાર્થ સિધ્ધ વચમાં આવેલ છે. તેની ઉપરે ૧૨ યોજને સિધ્ધશીલા છે તેની ઉપર એક યોજને અલોક છે. પંચસંગ્રહમાં ઇસાન સુધી ૧|| રાજ, માહેન્દ્ર સુધી (ચોથા દેવલોક સુધી) ૨।। રાજ, આઠમા સહસ્ત્રાર સુધી ૫ રાજ, બારમા અચ્યુત સુધી ૬ રાજ, અને લોકાન્તે ૭ રાજ જણાવેલ છે.
કિલ્બિષીયા- ત્રણ પ્રકારના છે. તે ૩ પલ્યોપમ ના આયુષ્યવાલા. પહેલા અને બીજા દેવલોકના અધોભાગમાં, ત્રણ સાગરોપમવાલા ત્રીજાના અધોભાગમાં અને તેર સાગરોપમના આયુષ્યવાલા છઠ્ઠાના અધોભાગમાં હોય છે (ઉત્પન્ન થાય છે)
Page 174 of 234
Page #175
--------------------------------------------------------------------------
________________
લોકાંતિક દેવો- નવ પ્રકારના છે તે પાંચમા દેવલોકના રિષ્ટ નામના ત્રીજા પ્રતરમાં કૃષ્ણ રાજીના આઠ દિશામાં આઠ અને એક મધ્યમાં પોતાના પરિવાર સાથે રહેલા છે. આ દેવો એકાવતારી હોય છે. મતાંતરે સાત અથવા આઠ ભવ છે. તેમનો આચાર દિક્ષા અવસર પહેલા એક વર્ષ અગાઉ તીર્થકરો પાસે જઇ આપ ધર્મ તીર્થ પ્રવર્તાવો એમ વિનંતી કરવાનો છે.
શરીરની ઉંચાઇ જાન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ.
ઉત્કૃષ્ટથી પહેલા બીજા દેવલોક પહેલો કિલ્બિપીયો- ૭ હાથ, ત્રીજો ચોથો દેવલોક બીજો કિસ્બીષીયો ૬ હાથ
પાંચમો છઠ્ઠો દેવલોક ત્રીજો કિસ્બીપીયો નવ લોકાંતિક- પાંચ હાથ સાતમો આઠમો દેવલોક ૪ હાથ. નવ-દશ-અગ્યાર-બાર દેવલોક-૩ હાથ નવરૈવેયક દેવોની ૨ હાથ અને પાંચ અનુત્તર વાસી દેવોની ૧ હાથની કાયા હોય છે. આયુષ્ય- જઘન્યથી પલ્યોપમ ઉત્કૃષ્ટ- ૩૩ સાગરોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મન પ્રાણો-૧૦, આયુષ્ય, કાયબલ, પાંચ ઇન્દ્રિયો, શ્વાસોચ્છવાસ, વચનબલ અને મનબલ.
દેવભવના આયુષ્યનો ઉદય થાય ત્યારથી આયુષ્ય પ્રાણ કહેવાય. શરીર પર્યામિ પૂર્ણ કરે ત્યારે કાયબલ પ્રાણ પેદા થાય. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યારે પાંચ ઇન્દ્રિયના પ્રાણો શરૂ થાય. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પર્ણ થયે શ્વાસોચ્છવાસ પ્રાણ ચાલુ થાય. ભાષા પર્યાપ્તિ પૂર્ણ થયે વચન બલ નામનો પ્રાણ ચાલુ થાય અને મન પર્યાપ્તિ પૂર્ણ થયે મનબલ પ્રાણ પેદા થાય છે.
યોનિ સમુદાય ગત- ચાર લાખ યોનિ દેવોની હોય છે. આ રીતે દેવગતિના- ૧૯૮ ભેદો થયા.
૨૫ ભવનપતિ- ૨૬ વ્યંતર-૧૦ જ્યોતિષ- ૩૮ વૈમાનિકના મલીને ૯૯ ભેદો થાય છે તે ૯૯ અપર્યાપ્તા + ૯૯ પર્યાપ્તા = ૧૯૮ ભેદો થાય છે. અહીં જે અપર્યાપ્તા જીવો કહ્યા છે તે અપર્યાપ્ત અવસ્થા એક અંતર્મુહૂર્તની હોય છે તે અપેક્ષાએ છે પણ અપર્યાપ્તાવસ્થામાં મરણ પામે તે અપેક્ષા નથી.
આ દેવોના જીવોને લોભ, કષાય વિશેષ હોવાથી ભવનપતિ-વ્યંતર જ્યોતિષ અને વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવો તથા પહેલો કિસ્બીલીયો આ ૬૪ પ્રકારના દેવો મનુષ્યની જેમ અત્યંત ક્રોધાદિ કષાયો કે લોભ કષાયના પરિણામમાં એકેન્દ્રિયમાં જવાલાયક આયુષ્ય બાંધીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે. ત્રીજા દેવલોકથી આઠમા દેવલોકના દેવો, બીજો ત્રીજો કિલ્દીષીયો અને નવ લોકાંતિક દેવો મરીને તિર્યંચમાં પણ ઉત્પન્ન થઇ શકે છે. નવ લોકાંતિકના વિમાનના મુખ્ય નવ છોડીને તે વિમાનમાં રહેલાં બીજા દેવો મરીને તિર્યંચમાં જઇ શકે છે. નવમા દેવલોકથી પાંચ અનુત્તર સુધીના મરીને મનુષ્ય થાય છે.
સંસારમાં કેટલાક તથા ભવ્યત્વ વાળા જીવો એવા પ્રકારના હોય છે કે મનુષ્ય ભવ અને દેવલોકનો ભવ એમ વારંવાર ભવો કરતાં એક હજાર સાગરોપમ સુધી કર્યા કરે. પછી એક ભવ બેઇન્દ્રિયનો. પાછા મનુષ્ય
Page 175 of 234
Page #176
--------------------------------------------------------------------------
________________
અને દેવના ભવો એક હજાર સાગરોપમ સુધી કર્યા કરે ત્યાં સુધીમાં મોક્ષમાં ન જાય તો અવશ્ય એકેન્દ્રિયમાં જાય છે. એક ભવ એકેન્દ્રિયનો કરી મનુષ્ય થઇ પાછા બે હજાર સાગરોપમ એમ કરતાં કરતાં અસંખ્યાતી ઉત્સરપણી અવસરપણી કાળ રખડ્યા કરે છે. કેટલાક તથા ભવ્યત્વ વાળા જીવો એવા હોય છે કે જેઓ તિર્યંચ અને દેવ કરતાં કરતાં પણ રખડે છે અને અસંખ્યાતી ઉત્સરપિણી અવસરપણી ફર્યા કરે છે. આથી લોભ, કષાય ન થઇ જાય તેની કાળજી રાખી જીવન જીવવું જોઇએ તોજ કલ્યાણ થાય.
ચોથી ‘દેવગતિ’ માં પણ એકાંત આનંદ માનનારાઓ અજ્ઞાન છે, કારણ કે દેવગતિમાં રહેલા આત્માઓ પણ કર્મપરવશ હોવાના કારણે સુખી નથી. દેવગતિમાં પણ કેવાં કેવાં દુ:ખો છે એનું વર્ણન હવે પછી
દેવગતિમાં રહેલ આત્માઓની પણ યોનિ આદિનું આવેદન. અને
કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ દેવગતિમાં રહેલા આત્માઓના
દુઃખ સામ્રાજ્યનું કરાવેલું દિગ્દર્શન.
સુખાભાસનું ફોગટ અભિમાન ! :
સૂત્રકાર ૫૨મર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા, સંસારવર્તિ પ્રાણીઓને નિર્વેદ અને વૈરાગ્ય પેદા કરવાના હેતુથી કર્મવિપાકની જે ગરિષ્ઠતા વર્ણવવા ઇચ્છે છે તે અતિશય સ્પષ્ટતાથી સમજાવવાના હેતુથી ચારે ગતિમાં ભટકી રહેલા જીવોની યોનિ આદિનું વર્ણન કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ‘નરક તિર્યંચ અને મનુષ્ય’ આ ત્રણ ગતિના જીવોની યોનિ આદિનું વર્ણન તો કરી આવ્યા અને હવે જે દેવગતિના જીવો અજ્ઞાન દુનિયામાં ઘણા સુખી મનાય છે તે દેવગતિમાં રહેલા જીવો પણ કેવા દુઃખી છે એનું વર્ણન કરતાંતેની યોનિ અને કુલકોટિની સંખ્યાનું પ્રતિપાદન કરવાપૂર્વક એ પરમોપકારી પરમર્ષિ ફરમાવે છે કે"देवगताचपि चत्वारो योनिलक्षा: तेषामपीर्ष्याविपादमत्सरच्यवनभयशल्यवितुद्यमानमनमां सुखाभासाभिमानस्तु केवलमिति,
षड्विंशतिः कुलकोटिलक्षा: दुःखानुपङ्ग
Pa,
उक्त च देवेषु च्यवनवियोगदुःखितेषु, क्रोधेर्ष्यामदमदनानितापितेषु / आर्या ! नस्तदिह विचार्य संगिरन्तु,
गरमौखयं किमपि निवेदनीयमस्ति //9/2
દેવગતિમાં પણ ચાર લાખ યોનિ છે અને છવ્વીસ લાખ કુલકોટિ છે. દેવગતિના આત્માઓ પણ ઇર્ષ્યા, વિવાદ, મત્સર, ચ્યવન, ભય અને શલ્યથી અતિશય પીડિત હોય છે. ઇર્ષ્યા આદિથી અતિશય પીડિત મનવાળા તે જીવોને પણ દુઃખનોજ સંગ છે એ હેતુથી એ આત્માઓએ પણ સુખાભાસનું અભિમાન કરવું એ ફોગટ છે.
Page 176 of 234
Page #177
--------------------------------------------------------------------------
________________
એજ કારણે દેવગતિમાં પણ રહેલા આત્માઓની દુઃખદ સ્થિતિનું વર્ણન કરતાં પ્રશ્ન રૂપે મહાપુરૂષોએ ફરમાવ્યું છે કે
હે આર્યો ! આ સંસારમાં ચ્યવન અને વિયોગથી દુઃખિત અને ક્રોધ, ઇર્ષ્યા, મદ અને મદનથી અતિતાપિત એવા દેવોમાં જે કાંઇ પણ સુખ નિવેદનીય હોય તે તમે વિચારીને અમને કહો.
દેવગતિમાં પણ દુઃખનું સામ્રાજ્ય સુખાભાસના અભિમાનમાં પડેલા દેવોના દુઃખસામ્રાજયનું વર્ણન કરતાં શરૂઆતમાંજ કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
“mohપસ્થી-ચારિdg" /
अमरेवपि दुःखस्य, साम्राज्यमनुवर्तते ।।१।। શોક, આમર્ષ, વિષાદ, ઇર્ષ્યા અને દૈન્ય આદિથી હણાઈ ગયેલી છે બુદ્ધિ જેઓની તેવા અમરોમાં પણ દુઃખનું સામ્રાજ્ય વર્તે છે.
આ પ્રમાણે સામાન્ય રીતિએ દેવો પણ શોક આદિથી સળગી રહ્યા છે એવો સહજ ખ્યાલ આપીને તેમાં પણ દુઃખનું સામ્રાજય વર્તે છે એમ એ ઉપકારી સુરિપુરંદરે પ્રથમ ફરમાવ્યું એ પ્રમાણે સામાન્ય રીતિએ ફરમાવ્યા પછી એ ઉપકારી આચાર્ય ભગવાન્ એ એકેએક જાતિના દુઃખનો સ્પષ્ટ ખ્યાલ પણ કરાવે છે. શોકનો સંતાપ :
શોક આદિથી ઉત્પન્ન થતા દુઃખન દિગ્દર્શન કરાવતાં પ્રથમ શોકનો સંતાપ એ જીવોને કેવા પ્રકારનો હોય છે તેનું પ્રતિપાદન કરતાં એ શાસનના સાચા સૂરિસમ્રાટ ફરમાવે છે કે
"द्रष्टवा परस्य महती, श्रियं प्राग्जन्मजीवितम् ।
अर्जितस्वल्पसुकृतं, शोचन्ति सुचिरं सुराः //91/" અન્ય દેવની મોટી લક્ષ્મીને જોઇને અલ્પ સમૃદ્ધિને ધરાવનારા દેવો, અતિશય અલ્પ પેદા કર્યું છે સુકૃત જેમાં તેના પોતાના પૂર્વ જન્મના જીવિતને પણ લાંબા સમય સુધી શોચ્યા કરે છે અર્થાત્ અલ્પ ઋદ્ધિવાળા દેવો વિશાળ ઋદ્ધિવાળા દેવોને જોઇ જોઇને વિશાલ ઋદ્ધિના અર્થિપણાના યોગે એવી જાતિનો શોક પ્રાયઃ સદાય કર્યા જ કરે છે કે-હાય ! કમભાગ્ય એવા અમોએ પૂર્વે સુકૃત કરવામાં ઘણી જ કચાશ રાખી કે જેથી આવી સુંદર અને વિશાળ ઋદ્ધિ અમને મળી શકી નહિ. અમર્ષરૂપ શલ્યની આધિ:
આ પ્રકારે શોકમાં સંતાપનું પ્રતિપાદન કર્યા પછી પ્રભુ શ્રી વીતરાગ પરમાત્માના શાસનના એ સાચા સૂરિસાર્વભોમ, અમર્ષરૂપશલ્યની કેવી કારમી આધિનો અનુભવ અશક્ત અમરો કરે છે એનું વર્ણન કરતાં ફરમાવે છે કે
“રાદ્ધ ભિનાજ, પ્રતિo તમક્ષII: / તીભાભfજેન, હોદ્યત્તે નિરન્તરણ ////
Page 17 of 234
Page #178
--------------------------------------------------------------------------
________________
અન્ય બળવાન્ અમર દ્વારા વિશેષ પ્રકારે અપમાન આદિને પામેલા શક્તિહીન અમરો, તે અપમાન આદિ કરનાર અમરનો પ્રતિકા૨ ક૨વાને અસમર્થ હોવાના કારણે તીક્ષ્ણ એવા અમર્ષરૂપ શલ્યના યોગે નિરન્તર અતિશય દુઃખી થયા કરે છે. વિષાદનો વિષવાદ :
આમર્ષરૂપ શલ્યની અસાધારણ આધિથી થતી દુઃખદ દશાનો ખ્યાલ આપ્યા બાદ એજ આરાધ્યપાદ આચાર્ય ભગવાન્ પોતાથી અધિક શ્રીના સ્વામિઓની લક્ષ્મીને જોઇને અલ્પ ઋદ્ધિનૈ ધરનારા અમરો કેવા પ્રકારના વિચારથી વિષાદનો વિષવાદ ભોગવે છે એનું વર્ણન કરતાં ફ૨માવે છે કે
" न कृतं सुकृतं किंचि-दामियोग्यं ततो हिनः । द्रष्टोत्तरोत्तरश्रोका, विपीदन्तीति नाकिनः //9//
અમે કાંઇ સુકૃત કરેલું નથી તેજ કારણથી અમારે આ અભિયોગપણું ભોગવવું પડે છે. આ પ્રમાણે
ઉત્તરોત્તર શ્રીને જોનારા અમરો વિષાદ પામે છે.
ઇર્ષ્યાનો અભિતાપ ઃ
તીવ્ર આસક્તિના પ્રતાપે અન્યની સમ્પદાઓને નહિ જોઇ શકનારા આત્માઓને ઇર્ષ્યાનો અભિતાપ ખુબ જ બાળે છે. એજ કારણે તીવ આસક્તિના પ્રતાપે અન્ય અમરોની સુવિશિષ્ટ સમ્પ્રદાઓના દર્શનથી સામાન્ય સમ્પદાઓના સ્વામી સુરો, ઇર્ષ્યારૂપ અનલની ઉર્મિઓથી કેવો પરિતાપ પામે છે એનું વર્ણન કરતાં એજ અનંત ઉપકારી આચાર્યદેવ ફરમાવે છે કે
" द्रष्टवान्येपां विमानस्त्री-रत्नोपवनसम्पदम् । यावज्जीवं विपच्यन्ते, ज्वलदीर्ष्यानलोभिभिः //9//
અન્ય અમરોની વિમાન, સ્ત્રી અને ઉપવન ની સમ્પ્રદા જોઇને સળગતા ઇર્ષારૂપ અગ્નિની ઉર્મિઓથી સામાન્ય સમ્પદાઓના સ્વામી અમરો જીંદગીભર સુધી ખુબ ખુબ પકાય છે.
દીનવૃત્તિના ઉદ્દગાર ! ઃ
લોભી દેવોની દુર્દશા ઘણીજ ભયંકર હોય છે. કારણ કે લોભી દેવો જો પરાક્રમી હોય છે તો તે અલ્પ પરાક્રમી દેવોની ઋદ્ધિને પડાવી લે છે અને એથી બીચારા અસમર્થ અમરો દીનવૃત્તિના ઉપાસક બની જાય છે. એ દીનવૃત્તિના પ્રતાપે દીન બની ગયેલા અમરો કેવા ઉદ્ગાર કાઢે છે એનું વર્ણન કરતાં એજ પરોપકાર પરાયણ પરમર્ષિ પ્રરૂપે છે કે
“હા પ્રાોશ ! પ્રશ્નો ! દેવ !, પ્રીતિ સમા / પિતાર્વવા, માપો દૃીનવૃત્ત: 119IN
અન્ય અમરો દ્વારા જેઓનું સર્વસ્વ ચોરાઇ ગયું છે તેવા અમરો અશક્તિના યોગે દીનવૃત્તિવાળા બની ગયા થકા- “હા પ્રાણેશ ! હા પ્રભો ! હા દેવ ! મહેરબાની કરા-પ્રસન્ન થાઓ.’” એ પ્રમાણે ગદગદ્ સ્વરે બોલે
છે.
અસ્વસ્થ અવસ્થા ! ઃ
Page 178 of 234
Page #179
--------------------------------------------------------------------------
________________
દેવલોકમાં રહેલા આત્માઓ પણ કામ, ક્રોધ અને ભયથી આતુર હોય છે. એવા અમરોની દશા સદાય અસ્વસ્થ હોય છે. એમ ફરમાવતાં એ અનુપમ ઉપકારી આચાર્ય ભગવાનું કહે છે કે
“WIdડ પુd: Ro, D[HotgHBgY/ /
R Wથતામસુવd, : DIQર્ષિo¢{; ////' પુણ્યના પ્રતાપે સ્વર્ગની પ્રાપ્તિ થવા છતાં પણ કામ, ક્રોધ અને લોભથી આતુર બનેલા કાર્દર્ષિ આદિ સુરો સ્વસ્થતાને પામતા નથી.
ચ્યવનચિન્હોનાં દર્શનથી થતી દુર્દશાનું દર્શન વધુમાં વન થવાનું હોય તે પહેલાં દેવોની સ્થિતિમાં કારમું પરિવર્તન થઇ જાય છે અને એ કારમાં પરિવર્તનના પ્રતાપે એ દેવો પણ પોતાનું મરણ જૂએ છે તેથી તેઓની દુર્દશા ખરે જ ભયંકર ત્રાસને કરનારી થઇ જાય છે. એ ઉભય વસ્તુનું પ્રતિપાદન, દેવોના દુઃખનું સામ્રાજ્ય વર્ણવવામાં અતિશય આવશ્યક છે એ કારણે કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પ્રથમ ચ્યવનનાં ચિન્હોનું અને તે પછી તેના દર્શન અને વિચારથી દેવોની જે જે ત્રાસજનક દુર્દશા થાય છે તેનું વર્ણન કરે છે. ચ્યવનનાં ચિન્હો:
“अग्लाना अपि हि माला, सुरमसमुशवाः / ભનીમવત્તિ સેવાનાં, વળાક્ષોઈ સમન્ //// हृदयेन समं पिष्वग विश्लिष्यत्सन्धिबन्धनाः । महाबलेरण्यकम्प्या, कम्पन्ते कल्पपादपाः ////
अकालप्रतिपन्नाभ्यां, प्रियाभ्यां च सदैव हि । श्रीहोम्यां परिमुच्यन्ते, कुतागस इवामराः //३//
अम्बरश्री रपमला, मलिनीभवति क्षणात्। अप्यकरमाद्धिसमरै-रघोधमलिनैर्धनैः ।।४।।
अदीना अपि दैन्येन, विनिद्रा अपि निद्रया। 31ીને , પક્ષIWITHવ @fcb2: //P//
विपयेचतिरज्यन्ते, न्यायधर्मविवाधया। अपथ्यान्यपि यत्नेन, स्पृहयन्ति ममूर्पवः //६// नीरुजामपि भज्यन्ते, सर्वाङ्गोपाङ्गसन्धयः । भाविदुर्गतिपातोत्थ-वेदनाविवशा इव //// पदार्थग्रहणेडकरमाद्, भवन्त्यपटुद्रष्टयः । परेषां सम्यदुत्कर्ष-मिव प्रेक्षितुपक्षमाः //८// गर्भावासनिवासोत्थ-दुःखागमभयादिव /
प्रकम्पतरलरइङ्ग-ऑपियन्ते परानपि //९//" સુરદ્રમથી ઉત્પન્ન થયેલી અમ્લાન એવી પણ માલાઓ, દેવોના મુખકમલોની સાથે મલીન થાય છે અર્થાત્ નહિ કરમાનારી માલાઓ પણ કરમાઇ જાય છે અને દેવોનાં મુખકમલો પણ કરમાઇ જાય છે : વિશેષ પ્રકારે શિથિલ થઇ ગયાં છે સન્ધિ બન્ધન જેમનાં અને મહાબલવાનોથી પણ અકમ્પ એવા કલ્પપાદપો દેવોના હૃદયની સાથે એકદમ કમ્પી ઉઠે છે. અર્થાત-દેવોનાં હૃદય કમ્પી ઉઠે છે તેની સાથેજ અક... એવાં પણ
Page 179 of 234
Page #180
--------------------------------------------------------------------------
________________
કલ્પવૃક્ષો કમ્પી ઉઠે છે જાણે અપરાધજ ન કર્યો હોય એવા અમરો, અકાલે અંગીકાર કરેલી પ્રિયાઓની સાથેજ
શ્રી” અને “ઠ્ઠી” થી મુકાઇ જાય છે. અર્થાત્ લક્ષ્મી અને લજ્જા ઉભય એ સમયે દેવોની ચાલી જાય છે : પાપોનાં સમુહો દ્વારા અકસ્માત ફેલાઈ ગયેલ મલિન મેઘોથી એક ક્ષણવારમાં મળ રહિત એવી પણ આકાશની શોભા મલીન થઇ જાય છે : મૃત્યુ સમયે કટિકાઓને જેમ પાંખો આવે છે તેમ અદીન એવા પણ દેવો દીનતાથી અને નિન્દ્રાથી રહિત એવા પણ દેવો નિન્દ્રાથી આશ્રિત કરાય છે : મરવાની ઇચ્છાવાળાઓ યત્નપૂર્વક અપથ્થોનું સેવન કરે છે તેમ દેવો, ન્યાયધર્મની બાધા થાય તેવી રીતિએ વિષયોમાં અતિશય રક્ત થાય છે : નિરોગી એવા પણ દેવોનાં સર્વ અંગ અને ઉપાંગની સન્ધિઓ, ભવિષ્યમાં થનારા દુર્ગતિના પાતથી ઉત્પન્ન થતી વેદનાઓને જાણે વિવશ બની ગઇ હોય તેમ ભાગી જાય છે : પારકાની સમ્પતિના ઉત્કર્ષને જોવા માટે જાણે અસમર્થ બની ગયા હોય તેમ દેવો એકદમ પદાર્થના ગ્રહણ માટે અપટુ દ્રષ્ટિવાળા બની જાય છે. ગર્ભાવાસના નિવાસથી ઉત્પન્ન થતા દુઃખના આગમનના ભયથીજ જાણે ન હોય તેમ પ્રકમ્પ કરીને ચપલ બની ગયેલાં અંગો દ્વારા દેવો પરને પણ ભય પેદા કરે છે.
અર્થાત્ ચ્યવનના ચિન્હ તરીકે-અપ્લાન માલાઓ મલીન થાય છે. નહિ કમ્પતાં કલ્પવૃક્ષો કમ્પી ઉઠે છે, લક્ષ્મી અને લજ્જા ચાલી જાય છે, અમલ એવી પણ આકાશની શોભા મલીન થઇ જાય છે, દીનતા અને નિદ્રા આવીને ખડી થાય છે. વિષયાસક્તિ વધી જાય છે, અંગોપાંગની સન્ધિઓ ભાંગી જાય છે, દ્રષ્ટિ પદાર્થના ગ્રહણમાં અસમર્થ બની જાય છે અને અંગો પ્રકમ્પ કરીને તરલ બની જાય છે. વિષાદભર્યો વિલાપ:
આવાં આવાં ચ્યવનનાં ચિન્હોથી પોતાનું ચ્યવન નિશ્વિત છે એમ જાણીને અંગારાથીજ આલિંગિત થયા હોય તેની માફક વિમાનમાં, નંદનવનમાં કે વાવડીમાં અર્થાત્ કોઇ પણ સ્થાને તેઓ રતિને પામતા નથી પણ વિષાદભર્યો વિલાપ કર્યા જ કરે છે. વિલાપમાં દેવલોકની વસ્તુઓનું અને ભવિષ્યના દુઃખનું સ્મરણ દુઃખદ રીતિએ કરે છે. અમારું ચ્યવન નિશ્ચિત છે એમ ચ્યવનનાં ચિન્હોથી જાણી ચૂકેલા દેવો પોતાની પ્રિય વસ્તુઓને યાદ કરી કરીને અને ભવિષ્યના દુઃખથી ગભરાઇને ગદ્ગદ્ સ્વરે બોલે છે કે
“/ મિનાજ ! [ QIણો / / દૂHI //
QR COL: પૂજ, હેતવિયનત? ////
હો //રમતં સુ દ-રહો 7 વિશ્વાસ: સુI / 3Rહો 740ft Tઘવજીં-હ/DI TIPwt ////
हा ! रत्नधटिताः स्तम्भाः, हा श्रीमन्मणिकुद्धिम !/ હZ / ટ્રિણ / રમૂDI / રચ થRપૂથ સંક્રમ્ ////
हा! रत्नसोपानचिताः, कमलोत्पलमालिताः । भविष्यन्न्युपभोगाय, करयेमाः पूर्णवापयः /18// છે Videખld / મીર / સાન /હ/
ર ભ // @દ્વI / વિમૌpવ્ય, óિ મશ્રિયં બંન: ////
हदाडशुचिरसारवादः, कर्तव्यो गयका मुहुः ।।६// दहा हा ! जठरागार-शक्टोपाकसम्भवम् ।
Page 180 of 234
Page #181
--------------------------------------------------------------------------
________________
मया दुखं विसोढव्यं, वढेन निजकर्मणा ////
रतेरिव निधानानि क्च तारताः सुरयापितः ।
क्चाशुचिस्यन्दवीभ सा, भोक्तव्या नरयोपितः //८1/" હા પ્રિયાઓ ! હા વિમાનો ! હા વાવડીઓ ! અને હા સુરક્રુમો ! હવે મારે તમને ક્યાં જોવાં કારણ કેહણાઈ ગયેલું દૈવ, મારાથી તમારો વિયોગ કરાવે છે : ખરેખર મારી કાત્તાનું સ્મિત એ સુધાની વૃષ્ટિ છે ! બિમ્બાધર એ પણ સુધા છે અને વાણી સુધાવર્ષિણી છે અર્થાત્ મારી કાન્તા એ સુધામયજ છે ! હા રત્નઘટિત સ્તમ્ભો ! હો શ્રીમનમણિ કુટ્ટિમ ! હા રત્નમયી વેદિકાઓ ! તમે હવે કોના આશ્રયે જશો ? હા રત્નમય સોપાનોથી વ્યાપ્ત અને કમલ તથા ઉત્પલથી માલિત એવા આ પૂર્ણ વાપીઓ કોના ઉપભોગને માટે થશે? હે પારિજાત ! હે મન્દાર! હે સન્તાન! હે હરિચંદન ! હે કલ્પદ્રુમ ! શું તમે બધાય આ જનને મૂકી દેશો? હા હા અવશ એવા મારે સ્ત્રીગર્ભરૂપ નરકમાં વસવાનું. હાહા મારે વારંવાર અશુચિરસનો આસ્વાદ કરવાનો ! હા હા મારે મારાં પોતાનાં બાંધેલાં કર્મોના પ્રતાપે જઠરરૂપી અંગારાની ગાડીના પાકથી ઉત્પન્ન થતા દુઃખને સહન કરવાનું ! હા હા રતિના નિધાનસમી તે તે દેવાંગનાઓ ભોગવવી એ ક્યાં અને અશુચિનાં ઝરણાંથી બીભત્સ એવી મનુષ્ય સ્ત્રીઓને ભોગવવી એ ક્યાં?
આ પ્રમાણે દેવલોકની વસ્તુઓનું સ્મરણ કરી કરીને કારમો વિલાપ કરતા દેવો, દીપક જેમ બુઝાઇ જાયતેમ એક ક્ષણની અંદર ચ્યવી જાય છે.
આ વર્ણન ઉપરથી સૌ કોઇ સમજી શકશે કે સુખરૂપ ગણાતી દેવગતિમાં પણ સુખ નથી કિંતુ દુઃખનુંજ સામ્રાજય છે, એટલે સંસારમાં એવું કોઇ પણ સ્થાન નથી કે જયાં દુઃખના લેશ વિનાનું, સંપૂર્ણ અને શાશ્વત સુખ હોય એજ કારણે ઉપકારીઓ આ સંસારને દુઃખમય-દુઃખફલક અને દુઃખપરમ્પરક તરીકે ઓળખાવે છે. દુ:ખમય, દુ:ખફલક અને દુઃખપરમ્પરક છે એજ કારણે સંસાર ભાવનાનો ઉપસંહાર કરતાં કલિકાલ સર્વજ્ઞા ભગવાનું શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
"एवं नारित सुखं चतुर्गतिजुपामप्यत्र संसारिणां, दुखं केवलमेव मानसमयो शारीरमत्यायतम ।
ज्ञात्वं ममतानिरासविधये ध्यायन्तु शुद्धाशया,
38%IqWqનાં ITIછે HMÇ ચઢિ //9/?' હે શુદ્ધ આશયને ધરનારા ભવ્ય આત્માઓ ! જો તમે ભવભયનો ઉચ્છેદ કરવા માટે ઉજમાળ હો તો‘અમે કહી આવ્યા તે પ્રમાણે ચારેગતિને ભજનારા સંસારી આત્માઓને આ સંસારમાં સુખ નથી પણ કેવલ માનસિક અને શારિરીક અતિશય દુઃખજ છે.” એ પ્રમાણે જાણીને પૌલિક પદાર્થ માત્ર પ્રત્યેની જે મમતા તેનો નાશ કરવાને માટે અશ્રાન્તપણે ભવ ભાવનાને ભાવો.
દેવગતિનું વર્ણન સમાપ્ત
Page 181 of 234
Page #182
--------------------------------------------------------------------------
________________
પતિ- અપર્યાપ્ત જીવોનું વર્ણન
(૧) લબ્ધિ અપર્યાપ્ત. (૨) લબ્ધિ પર્યાપ્ત. (૩) કરણ અપર્યાપ્ત. (૪) કરણ પર્યાપ્ત. એમ ચાર ભેદો હોય છે. તેમાં લબ્ધિ અપર્યાપ્તાનો નિયમા એકજ ભેદ હોય છે. જ્યારે લબ્ધિ પર્યાપ્તા જીવો બે અવસ્થામાં રહેલા હોય છે.
(૧) અપર્યાપ્તાવસ્થામાં (૨) પર્યાપ્તાવસ્થામાં આથી અપયાતા જીવો લબ્ધિ અપર્યાપ્તામાં ભેગા ન થઇ જાય માટે તેને ઓળખવા માટે જ્ઞાની ભગવંતોએ તે જીવોને કરણ અપર્યાપ્તા કહ્યા છે. અને જે પર્યાપ્ત સંપૂર્ણ પર્યાપ્તિ પૂર્ણ કરી પર્યાપ્ત થયેલો હોય તે કરણ પર્યાપ્ત કહેવાય છે આથી એ ફલિત થાય છે કે લબ્ધિ અપર્યાપ્તજીવ અવશ્ય અપર્યાપ્તાવસ્થામાં મરણ પામે છે જે જીવોને શાસ્ત્રોમાં જેટલી પર્યાદ્ધિઓ કહેલી છે તેમાંની છેલ્લી પર્યાપ્તિ અધુરીએ મરણ પામે તે લબ્ધિ અપર્યાપ્તા કહેવાય છે. કેટલાક આચાર્યોના મતે દરેક લબ્ધિ અપર્યાપ્તા જીવો ચોથી પર્યાપ્તિ અધુરીએ અવશ્ય મરણ પામે એમ કહે છે.
લબ્ધિ પર્યાપ્તાના બે ભેદ (૧) કરણ અપર્યાપ્તા (૨) કરણ પર્યાપ્ત.
(૧) કરણ અપર્યાપ્ત જીવો જે જીવોને જેટલી પર્યાદ્ધિઓ કહેલી છે. તે હાલ પૂર્ણ કરી નથી. કરી રહેલા છે અને અવશ્ય પૂર્ણ કરવાના છે. તે કરણ અપર્યાપ્ત જીવો કહેવાય છે.
(૨) કરણ પર્યાપ્તા- જે જીવોને જેટલી પર્યાદ્ધિઓ કહેલી છે તે પર્યાયિઓ જે જીવોએ પૂર્ણ કરેલી છે તે કરણ પર્યાપ્ત કહેવાય.
(૩) લબ્ધિ પર્યાપ્ત- જે જીવોને જેટલી પર્યાદ્ધિઓ કહેલી છે તે સંપૂર્ણ પૂર્ણ કર્યા પછી મરણ પામે એટલે પોતાનું આયુષ્ય જેટલું હોય તે ભોગવીને મરણ પામે તે લબ્ધિ પર્યાપ્તા જીવો કહેવાય છે.
પ્રાણો જીવે છે તે જીવ. જીવવું એટલે પ્રાણ હોવા ધારણ કરવા તે. પ્રાણ બે પ્રકારે છે. (૧) ભાવપ્રાણ. (૨) દ્રવ્ય પ્રાણ. ભાવ પ્રાણ ચાર છે. (૧) શુધ્ધ ચેતના. (૨) અનંત વીર્ય (૩) અક્ષય સ્થિતિ અને (૪) અનંત સુખ દ્રવ્ય પ્રાણ તેના મુખ્ય ચાર ભેદ છે. તેના પેટા ભેદ ૧૦ છે. (૧) ઇન્દ્રિય પ્રાણ તે અશુધ્ધ ચેતના મય છે તેના પાંચ ભેદ છે.
(૨) અનંત વીર્ય રૂપથી વિપરીત બળ તે યોગ બળ પ્રાણ તેના ૩ ભેદ છે. મનોબળ, વચનબળ, કાયબળ.
(૩) અનાદિ અનંત સત્તારૂપથી વિપરીત સાદિ સાન્ત રૂપ જે પ્રાણ તે આયુષ્ય નામનો પ્રાણ છે. (૪) અનંત સુખ રૂપ થી વિપરીત અલ્પ ખેદ નિવૃત્ત રૂપ જે પ્રાણ તે શ્વાસોચ્છવાસ પ્રાણ કહેવાય છે.
આ ચારે મુખ્ય પ્રાણો સર્વ સંસારી જીવોને હોય છે. જેના યોગે આત્માનું મનુષ્ય ગત્યાદિને વિષે જીવન ટકી શકે છે અને જેના વિયોગે મરણ થાય છે તે દ્રવ્યપ્રાણ કહેવાય છે.
Page 182 of 234
Page #183
--------------------------------------------------------------------------
________________
યોનિ- તૈજસ અને કાર્પણ આ બે શરીરવાળા જીવો ઔદારિક આદિ શરીરને યોગ્ય સ્કંધો વડે = સાથે જે સ્થાને જોડાયા છે તે સ્થાનને યોનિ કહેવાય છે. વ્યક્તિ પરત્વે યોનિનાં અસખ્યાત ભેદ થાય પણ સમાન વર્ણાદિ જાતિને લઇને તેની સંખ્યા ચોરાશી લાખ છે.
આ ચોરાશી લાખ જીવાયોનિને વિષે અનંતી વાર જન્મ મરણ કરીને આવ્યા છીએ હવે જન્મ મરણ ન કરવા હોય તો સાવચેત બની અનુકૂળ પદાર્થોના રાગને ઓળખી તેનાથી સાવચેતી રાખી જીવન જીવવાનો પ્રયત્ન કરો અને પ્રતિકૂળ પદાર્થોના દ્વેષને ઓળખીને તે પદાર્થોમાં દ્વેષ ન થાય તેનો પ્રયત્ન કરો તો યોનિમાં ભટકવાનો કાળ ઓછો થતાં થતાં મોક્ષ માર્ગમાં આગળ વધી રાગાદિનો સંપૂર્ણ ત્યાગ કરવાનું સામર્થ્ય પામી આત્માને મુક્તિમાં જલ્દી પહોંચાડી દઇશું આવો પ્રયત્ન કરી સૌ કોઈ વહેલામાં વહેલી મુક્તિને પામો એ અભિલાષા.
જીવ વિચાર પ્રકરણ સંપૂર્ણ
પરિશિષ્ટ- ૧
Page 183 of 234
Page #184
--------------------------------------------------------------------------
________________
નિગોદના જીવો કયા કર્મથી અનંતકાળ સુધી અતિ દુ:ખીત હોય છે ?
આ સંબંધી સંપૂર્ણ વિચાર જણાવવાને કેવલી સિવાય કોઈ સમર્થ નથી તો પણ તેનો આશય સમજવા સારૂં કિંચિત્ કર્મ પ્રકાર કહેવામાં આવે છે.
નિગોદના જીવો સ્થલ આશ્રવ સેવવાને સમર્થ નથી. પરંતુ તે એક એકને વિધિને એક એક શરીર આશ્રી અનંત રહેલા છે. પૃથક પૃથક્ દેહરૂપી ગૃહથી એટલે શરીર રૂપી ઘરથી રહિત છે. પરસ્પર દ્વેષના કારણભૂત દારિક શરીરમાં સંસ્થિત છે અને અત્યંત સંકીર્ણ નિવાસ મળવાથી અન્યોન્ય વિંધીને નિકાચીત વૈર બાંધે છે જે પ્રત્યેકને અનંત જીવો સાથે ઉગ્રપણે બંધાય છે. હવે જયારે એક જીવે એક જીવ સાથે બાંધેલુ વૈર અત્યંત ગાઢ હોઇને એક જીવે અનંત જીવો સાથે બાંધેલ વૈર અનંત કાળે ભોગવાય તેમાં શું આશ્ચર્ય ? અને તે ભોગવવાનો કાળ અનંત છે. કેદખાનામાં પૂરાયેલા કેદીઓ જેમ પરસ્પર સંમર્દનથી એટલે કે ઘસારાથી પીડાયા છતાં આમાંથી કોઈ મરે અથવા જાય તો હું સુખે રહું ને ભક્ષ્ય એટલે ખોરાક પ્રમાણમાં કાંઇક વધારે મલે એવી દુષ્ટ ભાવનાથી એક એક જીવ પ્રત્યે અશુભ કર્મ બાંધે છે તેમ નિગોદ જીવોના કર્મબંધ વિષે પણ સમજવું. અતિ સાંકડા પાંજરામાં પૂરાયેલા પક્ષીઓ, જાળ વગેરેમાં સપડાયેલા માછલાં પરસ્પરની બાધાથી એટલે પીડાથી ઢેષ યુક્ત થયા છતાં અતિ દુઃખી થાય છે. પંડિતો કહે છે કે ચોરને મરાતો અથવા સતિને અગ્નિમાં પ્રવેશ કરતી કુતુહલથી જોનારા વિના પણ સામુદાયિક અશુભ કર્મ બાંધે છે. જે ખરેખર અનેક જીવોને એક સાથે ભોગવવું પડે છે. એ પ્રમાણે કૌતુકથી બાંધેલા કર્મો નો વિપાક અતિ દુ:ખદાયી થાય છે તો પછી નિગોદ જીવોએ પરસ્પર બાધાજન્ય એટલે પીડાજન્ય વિરોધથી અનંત જીવો સાથે બાંધેલા કર્મોનો ભોગ અનંત કાળ વીત્યા છતાં પૂરો ન થાય તેમાં શું આશ્ચર્ય !
નિગોદના જીવોને મન નથી તો પણ અન્યોન્યની પીડાથી તેમને દુષ્કર્મ તો ઉત્પન્ન થાય જ કારણકે આ અનંત જીવોને ઔદારિક શરીર એક હોય છે. પણ તે અનંતા જીવોને પોત પોતાના તૈજસ શરીર અને કાર્પણ શરીર જૂદા જૂદા હોય છે.
વિષ એટલે ઝેર જાણતાં ખાધું હોય અથવા અજાણતા ખાધું હોય તો પણ તે મારે જ. જાણવામાં ખાધું હોય તો પોતે અથવા બીજા ઉપાય કરે તો તેથી કદાચ બચી જાય પરંતુ અજાણ પણે ખાધેલું તો મારી જ નાંખે. તેવી જ રીતે મન વિના ઉત્પન્ન થયેલું પરસ્પર વૈર અનંત કાળે પણ ભોગવતા પુરૂં થાય નહિ. નિગોદના જીવોને મન નથી પણ મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને કાયયોગ જે કર્મ બંધના હેતુઓ છે તે હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે વીર્ય બે પ્રકારના છે. એક મન ચિંતન સહિત અને બીજું મન ચિંતન રહિત. મન ચિંતન રહિત વીર્યથી પણ દરેક આત્મા સમયે સમયે કર્મ બંધ કરે છે. અહીં જે મન ચિંતન રહિત જે વીર્ય કીધું તે દ્રવ્ય મન રહિત સમજવું. જેમ આહારાદિનું પાચન મનના ચિંતન વિના થાય છે તેમ અનાભો ગથી કર્મ પણ બંધાય છે. જીવ
Page 184 of 234
Page #185
--------------------------------------------------------------------------
________________
કોઇપણ દશામાં વર્તતો કેમ ન હોય છતાં તેના પર્યાયો તેના વીર્ય જનિત હોય છે તેથી કર્મ બંધાય છે.
નિગોદના જીવોને શરીરને લગતી સઘળી ક્રિયા સમાન હોય છે. પરંતુ કર્મનો બંધ ઉદય અને આયુષ્યનું પ્રમાણ એ કાંઇ સઘળા એક સાથે ઉત્પન્ન થયેલાને સરખા જ હોય છે એમ નથી સરખાય હોય તેમ ઓછાવત્તા પણ હોય છે કારણકે સમયે સમયે અનંતમા ભાગ જેટલા જીવો ચ્યવન પામે જ છે અને ઉત્પન્ન થાય છે. આથી સમય સમયના અંતરના આયુષ્યવાળા જીવો નિગોદમાં સદા માટે રહેલા હોય છે.
વનસ્પતિમાં જીવત્વ. હાલનો જમાનો શાસ્ત્ર કરતાં યુક્તિને વધારે પસંદ કરે છે. શાસ્ત્રમાં ગમે તેમ કહ્યું હોય પણ જો તે યુક્તિથી સિદ્ધ થતું ન હોય તો તેને માનતાં આંચકો ખાય છે. માત્ર શાસ્ત્રોક્ત હકીકત માનનારાની શ્રધ્ધાને હાલના જમાનાવાળા આંધળી શ્રદ્ધા તરીકે ઓળખે છે. આવી માન્યતાના પાયામાં એક મોટી ખામી એ છે કે-યુક્તિને તૈયાર કરવા માટે પ્રથમ શાસ્ત્રના અભ્યાસની જરૂર છે. ન્યાયાદિકના અભ્યાસ વિના અમુક હકીકત યુક્તિથી સિદ્ધ છે કે નહીં તે ચોક્કસ કહી શકાતું નથી. નવા જમાનાવાળા ધર્મશાસ્ત્રના અભ્યાસની બાબતમાં બહુધા પ્રમાદવાળા અને નિરાદરવાળા હોય છે. તેઓ પોતે વ્યવહારિક અભ્યાસ જે કરેલો હોય તેનાથી ઉદ્ભવેલી તર્કશક્તિ દરેક હકીકતમાં દોરવે છે પરંતુ ઇંજીનીયર લાઇનવાળાની તર્કશક્તિ જેમ દરદીને જોવામાં–તેના વ્યાધિનો નિર્ણય કરવામાં ચાલી શકતી નથી તેમ ધર્મશાસ્ત્રના બીલકુલ અભ્યાસ સિવાય તેમાં બતાવેલા ઇંદ્રિયગોચર અને અતીન્દ્રિય એમ બંને પ્રકારના પદાર્થોના સ્વરૂપના સંબંધમાં વ્યવહારિક કેળવણીથી ઉદ્ભવેલી તર્કશક્તિ પુરતું કામ કરી શકતી નથી.
હાલના જડવાદીઓની મોટી સંખ્યાવાળા જમાનામાં મનુષ્યમાં પણ જીવત્વ અને પુનર્જન્મ પણ કેટલાક દેશોમાં માનવામાં આવતું નથી તો પછી પશુમાં અને માખી, મચ્છર, કીડી, મકોડા, માંકણ તેમજ એળ અને અળસીયાં જેવા ઝીણા જંતુઓમાં તેમજ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ કે વનસ્પતિમાં જે જીવત્વ અને પુનર્જન્માદિક માનવું તે તો અત્યંત મુશ્કેલ હકીકત છે. સદ્ભાગ્યે ઘણા ખરા અર્થશાસ્ત્રો તો એ બધામાં જીવત્વ માને છે. પરંતુ તેની હિંસાથી લાગતા પાપના સંબંધમાં કેટલાક પશુઓની હિંસામાં જ પાપ માનીને અટકે છે, કેટલાક તેનાથી આગળ વધીને બે ઇંદ્રિય, તેંઇન્દ્રિ, અને ચરેંદ્રિય જીવોમાં જીવ માને છે પરંતુ તેની હિંસામાં તો બેદરકાર રહે છે. ઉપરાંત પૃથ્વી, પાણી વિગેરેમાં જીવત્વ માનનારા અને તેની હિંસા પણ નિષ્કારણ નહીં કરનારા તેમજ સકારણ પણ જેમ બને તેમ ઓછી વિરાધના કરવાના વિચારવાળા માત્રા જૈનોજ છે એમ કહીએ તો તેમાં કાંઇ અતિશયોક્તિ જેવું નથી.
Page 185 of 234
Page #186
--------------------------------------------------------------------------
________________
પૃથ્વી, પાણી વિગેરે સ્થાવર છે. તેમાં જીવ માનવા માટે અનેક શાસ્ત્રાધાર છતાં યુક્તિવાદીઓનું મન તેમ માનતાં અચકાય છે. આ એકેંદ્રી જીવોમાં જીવત્વ બતાવવાને માટે તેના એક ભેદરૂપ વનસ્પતિદ્વારા પ્રયત્ન કરવામાં આવેલ છે.
પૃથ્વી, પાણી વિગેરે પાંચે સ્થાવરમાં સાત્મકત્વ યુક્તિયુક્ત છે તથાપિ વનસ્પતિમાં જે સાત્મકત્વ છે તે સ્થૂળ દ્રષ્ટિવાળાને પણ ગમ્ય છે, તેથી તેનું દિગ્માત્ર દર્શન અહીં કરાવવામાં આવે છે. તે અનુસારે બીજા એકેંદ્રી જીવોમાં પણ ચેતના સમજી લેવી.
(૧) વૃક્ષના મૂળમાં જળનું સિંચન કરવાથી તેનો રસ ફળાદિકમાં સ્પષ્ટ જણાય છે તે જો વૃક્ષ ઉચ્છવાસ લેતું ન હોય તો તે રસ ઉંચો શી રીતે ચડી શકે ? મનુષ્યાદિકમાં રસનું પ્રસર્પણ શ્વાસોચ્છવાસ સતે જ પ્રત્યક્ષ જણાય છે અને શ્વાસોચ્છવાસના અભાવે મૃતક વિગેરેમાં તેનો અભાવ દેખાય છે. આ પ્રમાણે અન્વય ને વ્યતિરેકથી રસનું પ્રસર્પણ શ્વાસોચ્છવાસની ખાત્રી આપે છે. વ્યાપ્ય વ્યાપકવિના હોતું નથી. ઉચ્છવાસ આત્માનો ધર્મ છે એ નિર્વિવાદ છે. ધર્મ ધર્મીને ઓળખાવે છે. કેમકે ધર્મ ધર્મી વિના રહેતો જ નથી.
(૨) મનુષ્યોની જેમ વૃક્ષોને પણ દોહદની ઉત્પત્તિ થાય છે અને તેનો દોહદ પૂરાવવાથી હર્ષિત થયેલ હોય તેમ તે ફળે છે. અને જો દોહદ પૂરવામાં ન આવે તો તે સુકાતું જાય છે. દોહદ એટલે ઇચ્છા તે આત્માનો ધર્મ છે. તે આત્માને સ્પષ્ટ કરે છે, કેમકે ઇચ્છાવાળા વિના ઇચ્છા હોતી જ નથી.
(૩) નિયતપણે સંકોચને વિકાસ વિગેરે જે સુર્યવિકાસી ચંદ્રવિકાસી કમળો વિગેરેનો થાય છે તે સંજ્ઞાવાળા આત્માને પ્રત્યક્ષ જણાવે છે. કેમકે સંજ્ઞા સિવાય એ વાત બની શકે નહીં અને સંજ્ઞારૂપ ધર્મ તેના ધર્મી આત્માને સ્કુટ કરે છે.
(૪) મનુષ્યની જેમ વૃક્ષો માં પણ તારતમ્ય રહેલું છે. જુઓ ! કેટલાક એરંડાની જેવા નીચ વૃક્ષો કહેવાય છે અને કેટલાક આંબાની જેવા ઉત્તમ વૃક્ષો કહેવાય છે. કેટલાક કાંટાની જેવા ઉત્કટ હોય છે ને કેટલાક પુષ્પોની જેવા અત્યંત કોમળ હોય છે. કેટલાક વૃક્ષો કુટિલ (વાંકા ચુકા) હોય છે ને કેટલાક સરલ (સીધા) હોય છે. કેટલાક વૃક્ષો કુન્જ (નીચા) હોય છે ને કેટલાક દીર્ધ (ઉંચા-લાંબા) હોય છે. કેટલાક સુષ્ટ વર્ણ, ગંધ, રસ ને સ્પર્શવાળા હોય છે ને કેટલાક અશુભ વર્ણ, ગંધ, રસ સ્પર્શવાળા હોય છે. કેટલાક ઝેરી ઝાડ હોય છે અને કેટલાક નિર્વિષ હોય છે. કેટલાક ફળવાળા હોય છે ને કેટલાક નિષ્ફળ-ફળ જ ન થાય તેવા વંધ્ય હોય છે. કેટલાક ઉકરડામાં ઉગેલા હોય છે ને કેટલાક સુંદર ઉદ્યાનમાં ઉગેલા હોય છે. કેટલાક ચિરાયુષ્યવાળા હોય છે ને કેટલાક શસ્ત્રાદિકથી અલ્પ કાળમાં મૃત્યુ પામે તેવા હોય છે. હવે વિચારો કે જો કર્મ ન હોય તો આ પ્રમાણે ની વિચિત્રતા શી રીતે હોઇ શકે ? કારણમાં જો વિચિત્રતા ન હોય તો કાર્યમાં વિચિત્રતા સંભવે જ નહીં. અને કમ જે છે તે કાયાવડે તેના કર્તા આત્માને બતાવી આપે
Page 186 of 234
Page #187
--------------------------------------------------------------------------
________________
છે. કારણકે જેમ ઘડો કુંભાર વિના હોઇ શકતો નથી તેમ કર્મ તેના કર્તા જીવવિના હોઇ શકતા નથી. આ પ્રમાણે વનસ્પતિમાં જીવત્વ સિદ્ધ થાય છે.
(૫) વળી વનસ્પતિમાં સાત્મકત્વ, જન્યાદિ ધર્મો વડે પણ સિદ્ધ થાય છે. કેમકે મનુષ્યાદિના શરીરની જેમજ તેમાં પણ જન્યાદિ ધર્મો રહેલા છે. અનુમાનને આગળ કરીને આગમ પણ વનસ્પતિનું સચેતનપણું સિદ્ધ કરે છે. તે આ પ્રમાણે -
“ જેમ મનુષ્યનું શરીર જન્ય ધર્મવાળું છે તેમ વનસ્પતિનું શરીર પણ જન્ય ધર્મવાળું છે કેમકે તે નવું ઉત્પન્ન થાય છે. આ શરીર જેમ વૃદ્ધિ ધર્મવાળું છે તેમ તે પણ વૃદ્ધિ ધર્મવાળું છે કારણકે ઉત્પન્ન થયા પછી વધે છે.”
આ મનુષ્ય શરીર જેમ શસ્ત્રાદિના ઉપઘાતથી વિનાશ પામે છે તેમ વૃક્ષો પણ શસ્ત્રાદિના ઉપઘાતથી નાશ પામે છે. આ મનુષ્ય શરીર જેમ ચિત્તવાળું છે તેમ તે પણ ચિત્તવાળું છે કારણકે તેને પણ જુદી જુદી ઇચ્છાઓ થાય છે. જેમ આ શરીર છેડાયું થયું પાછું મળી જાય છે તેમ વનસ્પતિનું શરીર પણ છેડાયું થયું પાછું મળી જાય છે-તેનો ઘા રૂઝાઈ જાય છે. જેમ આ શરીર આહાર ગ્રહણ કરે છે તેમ તે પણ આહાર ગ્રહણ કરે છે, કેમકે જો તેને જળાદિકનું પોષણ ન મળે તો તે સુકાઈ જાય છે. જેમ આ શરીર અનિત્ય છે તેમ તે પણ અનિત્ય છે, કેમકે દરેક વૃક્ષ અમુક કાળે તદન નાશ પામી જાય છે. જેમ આ શરીર ચયાપચયવાળું છે એટલે હાનિ વૃદ્ધિ થવાવાળું છે તેમ તે પણ ચયાપચયવાળું છે, કેમકે વૃક્ષ પણ વધે છે અને ઉપઘાતના કારણને પામીને ઘટે પણ છે. જેમ આ શરીર વિપરિણામ ધર્મવાળું છે તેમ તે પણ વિપરિણામવાળું એટલે જુદા જુદા પરિણામને પામવાવાળું છે. જેમ આ શરીરને જન્મ જરા ને મરણ ત્રણ અવસ્થા પ્રાપ્ત થાય છે તેમ વૃક્ષને પણ તે ત્રણે અવસ્થા પ્રાપ્ત થાય છે. તે ઉગે છે, વૃદ્ધ થાય છે ને સુકાઇ જાય છે (મરી જાય છે) જેમ આ શરીર વ્યાધિ, વ્રણ ને તેની ચકિત્સાવાળું છે તેમ વૃક્ષને પણ વ્યાધિઓ આવે છે, વ્રણ પડે છે ને તેની ચિકિત્સા પણ થાય છે કે જેથી તેમાં આવેલો વ્યાધિ (સળો) દૂર થાય છે તેમજ ત્રણ રૂઝાઈ જાય છે. આ શરીરને જેમ હાથ પગ વિગેરે અંગોપાંગ છે તેમ વૃક્ષને પણ શાખા પ્રશાખા વિગેરે થાય છે તે તેના અંગોપાંગ છે. મનુષ્ય (મસ્તક વિના બાકીના) અંગોપાંગના છેદનાદિથી જેમ એકાએક મરણ પામતું નથી તેમ વૃક્ષ પણ તેની શાખા પ્રશાખાદિના છેદનથી નાશ પામી જતું નથી. જેમ કીડા, એળ વિગેરે જીવોને સ્પર્શ કરવાથી સંકોચાય છે-પોતાના શરીરને સંકોચે છે તેમ અમુક અમુક વનસ્પતિ પણ સ્પર્શ કરવાથી સંકોચાય છે. મનુષ્ય જેમ પોતાનું શરીર બચાવવા પ્રયત્ન કરે છે તેમ વેલડી વિગેરે વનસ્પતિઓ પણ પોતાના રક્ષણ માટે વડ વૃક્ષ કે વંડી વિગેરેનો આશ્રય પામીને તેના પર ચડી જાય છે. મનુષ્ય શરીરને જેમ સ્વાપ ને પ્રબોધાવસ્થા પ્રાપ્ત થાય છે તેમ અમુક વૃક્ષો પણ સંકોચને વિકસપણાથી પોતાની સ્વાપને પ્રબોધાવસ્થા બતાવે છે. મનુષ્ય જેમ જુદી જુદી વસ્તુઓ ખાવા પીવા ઇચ્છે છે
Page 187 of 234
Page #188
--------------------------------------------------------------------------
________________
તેમ બકુળ, અશોક, કુરબક, વિરહ, ચોહ, તિલકાદિ વૃક્ષો પણ યથાકાળે યોગ્ય વસ્તુને ઇચ્છે છે અને તેને અનુકૂળ શબ્દ રૂપ, ગંધ, રસ, સ્પર્શાદિ વિષયની પ્રાપ્તિ થવાથી તે વિકસ્વર થાય છે.” (૧) રીસામણી વેલ (૨) નિદ્રીત થવું ને જાગવું.
આ પ્રમાણે મનુષ્ય શરીર ને વનસ્પતિ શરીરમાં સમાનતા રહેલી છે.
(૬) જેવી રીતે મનુષ્યાદિકમાં દશ સંજ્ઞા પ્રત્યક્ષ જણાય છે તેમ વનસ્પતિમાં પણ આહારાદિ સંજ્ઞા વર્તે છે તે આ પ્રમાણે
મનુષ્ય જેમ અનેક વસ્તુઓનો આહાર કરે છે અને તેનાથી શરીરને ટકાવે છે તેમ વૃક્ષને પણ જળનો આહાર છે-તેના વડેજ તે જીવે છે એ આહાર સંજ્ઞા. અમુક વૃક્ષો સ્પર્શાદિથી સંકોચ પામે છે તે ભય સંજ્ઞા, પોતાના તંતુ વડે વેલડીઓ ફળાદિને વીંટી લેય છે અથવા વેલડી વૃક્ષાદિપર ચડે છે તે પરિગ્રહ સંજ્ઞા, સ્ત્રીના આલિંગનથી કુરબકનું વૃક્ષ ફળે છે તે મૈથુન સંજ્ઞા, કોકનદના વૃક્ષના મૂળમાંથી હુંકારા જેવો શબ્દ ઉઠે છે તે ક્રોધ સંજ્ઞા, રૂદંતી વેલમાંથી પાણીના ટીપાં ઝરે છે તે માન સંજ્ઞા, (તે એમ માને છે કે હું જગતમાં છતાં આ જગત્ દરિદ્રી શા માટે ૨હે છે ? એવા અભિમાનથી તે રૂએ છે.) વેલડી પોતાના ફલોને ઢાંકી રાખે છે તે માયા સંજ્ઞા, બીલ્વ અને પલાશાદિવૃક્ષો તેના મૂળમાં રહેલા નિધાનને પોતાના મૂળમાંથી વીંટી વળે છે તે લોભ સંજ્ઞા, કમળ રાત્રે સંકોચ પામે છે તે લોક સંજ્ઞા અને વેલડીઓ માર્ગને તજીને વૃક્ષ ઉ૫૨ જ ચડે છે ત ઓઘ સંજ્ઞા. આ પ્રમાણે વનસ્પતિમાં દશ સંજ્ઞાનો સદ્ભાવ જાણીને તેનામાં જીવ છે એવો નિર્ણય સમજવો. કેમકે અજીવ પદાર્થોમાં એ સંજ્ઞાઓ બીલકુલ હોતી નથી.”
66
(6)
વૃક્ષાદિકને દ્રવ્યઇંદ્રી જો કે એકજ છે. પરંતુ ભાવઇંદ્રી તેનામાં પાંચે ઘટી શકે છે તેથી પણ તેનું સાત્મકત્વ સિદ્ધ થાય છે. દ્રષ્ટાંત તરીકે બકુલ વૃક્ષ ઝણઝણાટ કરતા નેઉ૨વાળી,ચપળ નેત્રવાળી તેમજ સુંદર આકૃતિવાળી અને વસ્ત્રાભૂષણથી અલંકૃત સ્ત્રીના મુખમાંથી સુગંધી મદિરાના ગંડુષવડે તેમજ તેના પાદઘાતવડે પ્રફુલિત થાય છે. એટલે તેવા પ્રયોગથી તેને તત્કાળ પુષ્પ આવી જાય છે. આવાં નેઉરના ઝણઝણાટથી ક્ષોત્રેદ્રીનો, સુંદરાકૃતિ વિગેરેથી ચક્ષુ ઇંદ્રીનો, સુગંધી મદિરાથી ઘ્રાણેંદ્રીનો, મદિરાના કોગળાના આસ્વાદથી ૨સેદ્રીનો અને ચરણ ઘાતથી સ્પર્શેન્દ્રિનો તેને બોધ હોવાનું પ્રગટ થાય છે. પરંતુ તેને દ્રવ્યેદ્રી એકજ હોવાથી તે એકેંદ્રી કહેવાય છે. કેટલાક કવિ કહે છે કે બકુલ વૃક્ષ સ્ત્રોના આલિંગનથી, કેસર વૃક્ષ મદિરાના કોગળાથી ને અશોક વૃક્ષ સ્ત્રીના પાદઘાતથી પુષ્પિત થઇ જાય છે. આ પ્રમાણેની હકીકત તેનામાં જીવત્વ છે એ હકીકતને પુષ્ટ કરે છે.
ઉપર જણાવેલી તમામ યુક્તિઓને એકત્ર કરીને લક્ષમાંલેવાથી વનસ્પતિમાં જીવત્વ છે એવી બુદ્ધિમાન મનુષ્યોને ખાત્રી થયા વિના રહેશે નહીં એવો અમને ભરોસો રહે છે. આવી ખાત્રી થયાનું ફળ એ છે કે જો વનસ્પતિમાં અને તેની જેવીજ સ્થિતિવાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુમાં જીવ છે તો પછી તેની વિરાધના-તેનો વિનાશ નિષ્કારણ કરવો નહીં, જરૂરીયાતથી
Page 188 of 234
Page #189
--------------------------------------------------------------------------
________________
વધારે કરવો નહીં, જરૂરી કારણે કરવામાં આવે ત્યારે પણ તેમ કરતાં સંકોચ પામવો, બની શકે તો તેની વિરાધનાથી તદન દૂર રહેવું, સચિત્તાદિકનો ત્યાગ કરીને સચિત્ત પૃથ્વી, પાણીને વનસ્પતિના ઉપભોગથી વિરમવું અથવા યથાશક્તિ તેનો ત્યાગ કરવો. આ બધાં જાણવાનાં ફળ છે. કેમકે જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિ ન થાયતો, પ્રાપ્ત કરેલ જ્ઞાન વંધ્ય ગણાય છે. માટે ઉત્તમ જીવોએ આ જ્ઞાન મેળવીને તેને સાર્થક કરવાનો અહર્નિશ પ્રયત્ન કરવો. આટલું લખીને આ લેખ સંપૂર્ણ કરવામાં આવે છે. પૃથ્વીકાયાદિમાં જીવત્વની સિદ્ધિ કરનારા બીજા કેટલાકહેતુઓ છે તે હકીકત શ્રી આચારાંગ સૂટ, શ્રી વિશેષાવશ્યક, લોક પ્રકાશ વિગેરે શાસ્ત્રમાં ઘણા વિસ્તારથી બતાવવામાં આવેલ છે. આ તો માત્ર તેના નિણંદ તુલ્ય છે. વધારે જાણવાની ઇચ્છાવાળાએ તે શાસ્ત્રોથી જાણી લેવું.
સ્થાવરોનો સંવાદ પૃથ્વીકાય:- જગતમાં મારા જેવો ઉપકાર કોણ કરે છે ? હું હોવાથી જગતમાં ધાન્યની ઉત્પત્તિ, ઘર બાંધવામાં મારી જરૂર, ધાતુઓની ઉત્પત્તિ મારાથી, જગતના ભારને વહન કરનાર પણ હું, દરેક પ્રકારના કાચ પણ મારાથી ઉત્પન્ન થાય-વાસણ જેવી ચીજ માંજવામાં પણ મારીજરૂર, કહો મારો કેટલો ઉપકાર ?
અપુકાય :- મારા જેટલો ઉપકાર જગતમાં કોઇનો નથી, ઘર બાંધવામાં તમારી જરૂર ખરી પણ મારી મદદ વગર તમારી કંઈ કિંમત નથી. ધાન્ય વાવ્યા છતાં હું ન હોઉં તો તેની ઉત્પત્તિ થાય નહિ. કાચની બનાવટમાં તથા વાસણ માંજવામાં દરેકમાં તમારે મારી મદદ લેવી જ જોઇએ, છતાં પણ એક ગુણ મારામાં એવો છે કે જગતનાં પ્રાણી મારા સિવાય જીવી જ શકે નહિ. કહો તમારા કરતાં પણ મારો ઉપકાર વધારે કે નહિ ?
તેઉકાય:- પૃથ્વીકાય અને અપુકાય ! ઝઘડો છોડો, તમો બન્ને જગતને ઉપકાર કરો છો છતાં હું ન હોઉં તો તમારી ફુટી કોડી જેટલી પણ કિંમત નથી. જુઓ જગતના અંધકારમાં મારી જરૂર, સોનીને, લુહારને દરેક કારખાનામાં મારી જરૂર, અરે ! જગતના દરેક પ્રાણીને મારા વગર ચાલે જ નહિ. તમારા બન્નેની ઓળખાણ મારાથી જ છે. કારણ ધાન્યને પકાવવું હોય ત્યારે ચૂલાની જરૂર- પાણીની જરૂર એટલે તમે બશે એકઠા થયા પણ હું હોઉં ત્યારે તે પકાવી શકાય અને જગત તેનાં આધારે જીવે. કહો કોનો ઉપકાર વધારે છે?
વાયુકાય:- તમારા વાદવિવાદમાં મારે પણ કાંઇક બોલવું જોઇએ. તમે ત્રણ જણા જગતમાં ઉપકારી રહ્યા છો પણ તમારી જાહેરાત મારાથી જ છે. ભલે તમે જગતને ઉપકાર કરતા હો; પરંતુ તમારા જીવનરૂપે જીવનશક્તિ ધારી રાખવા હું અનન્ય મદદગાર છું અને તે રૂપે તમે જીવી શકો છો. તમે મારાથી જીવ્યા એટલે જગત તમોને પૃથ્વી, અપૂ, તે ઉરૂપે ઓળખતું થયું, પણ હું જ ન હોત તો તમોને ઓળખત કોણ ? એટલે મારા જેટલો ઉપકાર જગતનાં પ્રાણીઓને બીજા કોઈનો નથી.
Page 189 of 234
Page #190
--------------------------------------------------------------------------
________________
વનસ્પતિકાય :- રહેવાદો. અભિમાન કોઇનું છાજતું નથી અને છાજશે પણ નહિ. તમોને ગર્વ આવેલ છે પરંતુ તે કાચી ઘડી પણ રહી શકવાનો નથી. સાચાને સાચી રીતે સમજાય ત્યારે ગર્વ ગળી જાય છે. સાંભળો, હું જગતને શું ઉપકાર કરું છું તે ટૂંકામાં કહું. હું રોગીને નિરોગી કરું છું. કીડીથી માંડી કુંજર સુધીના જીવોને તેમજ મનુષ્યોને હું જ જીવાડું છું. મારા એક શરીરથી અનંત જીવોની રક્ષા કરું છું. પૃથ્વી, અપુ, તેલ કે વાયુ બધાય પોતપોતાની શક્તિ ચલાવો છો પણ હું જ ન હોત તો તમારી શી કિંમત ? પૃથ્વીને અપુ ની મદદ, તે બન્નેને તેઉની મદદ અને પૃથ્વી-અ-તેઉને વાયુની મદદની જરૂરત રહે છે પરંતુ તમને મારી મદદ વિના અધુરા છો એટલે મારા જેટલો ઉપકાર જગતના પ્રાણીઓને બીજા કોઇનો નથી.
મહાકાય પ્રાણીઓ અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન મહાવીરસ્વામીએ જગતની સન્મુખ જે જે સત્યો મૂક્યાં છે તેને જૂઠાં ઠરાવવા માટે વિભિન્ન દર્શનાચાર્યો નિષ્ફળ નિવડ્યા છે. આજના વૈજ્ઞાનિકો તેમાંનાં ઘણાં સત્યોને પૂર્ણ સત્યરૂપે નિહાળી તેનું સમર્થન કરી રહ્યા છે. મહાકાય પશુ-પક્ષીઓ માટે પણ એવું જ એક સત્ય જગતના ચોકમાં ચમકી રહ્યું છે.
ભૂસ્તરશાસ્ત્રીઓ ભૂમિના પડોમાં દટાયેલી વસ્તુઓને બહાર કાઢી તેના આધારે પુરાણકાળના ઘણાં તથ્યોને પ્રકાશમાં લાવી મૂકે છે. આવા સંશોધનમાં તેઓને જુદા જુદા સ્થાનોમાંથી જુદા જુદા કાળે ઘણાં અસ્થિપિંજરો (હાડકાનાં માળખાં) મલ્યાં છે. ભૂસ્તરશાસ્ત્રીઓ તેની ચારે બાજુની જમીન કે ચટ્ટાનો વગેરે જે હોય તેને ઝીણવટથી હાઇડ્રોક્લોરિક વગેરે દ્વારા હઠાવી, તેને અખંડરૂપે બહાર કાઢી, તેના પ્લાસ્ટિક નમૂનાઓ તૈયાર કરી, તે માળખાંઓના આધારે તે તે પ્રાણીઓની લંબાઇ, પહોળાઈ, ઊંચાઇ, જડબાનું માપ, માથાનું માપ, મોંનું માપ, પોલાણ, માંસ રહેવાના ભાગો, માંસનુ વજન, હાડકાનું વજન, શરીરનું વજન અને અખંડ શરીરનું માપ રજૂ કરે છે, અને એ રીતે તેમના સંશોધનમાં અનેક મહાકાય પ્રાણીઓનો ઇતિહાસ ઉભો થાય છે. વૈજ્ઞાનિકો એવું પણ અનુમાન કરે છે કે-કરોડો વર્ષ પહેલાં આ ભૂમિ પર એવા મહાકાય પ્રાણીઓ હતા. તે જ જાતિના લઘુકાય પ્રાણીઓ ગિરોળી, કાકીડો, નોળિયો, મગરમચ્છ, કાચબો, ઉંદર, ઘેસ, ઘો, સાપ વગેરે આજે આપણી સામે વિદ્યમાન છે.
આ માટે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા ભા.૧૭ ધી સ્ટોરી ઓફ એનિમલ લાઇફ (મ્યુસ્સિબારટેન), એનિમલ ફાર્મ્સ એન્ડ પેન્ટર્સ (એડોલ્ફ પોર્ટમેન) અને એનિમલ ઇમોલ્યુશનએ સ્ટડી ઓફ રીસેન્ટ બૂક ઓફ ઇટ્સ કાજેજ (જો . એસ. કાર્ટર) વગેરેમાં ઘણું નિર્દશન મળે છે. તેમાં ઘણાં પ્રાણીઓનું વર્ણન છે. તેમાંથી થોડાંએક મહાકાય પ્રાણીઓનું વર્ણન નીચે આપવામાં આવે છે.
Page 190 of 234
Page #191
--------------------------------------------------------------------------
________________
મોટું શરીર- એવાં અસ્થિપિંજરો મળ્યાં છે કે જેના આધારે તે પ્રાણીઓનું વજન ૮૪૦ મણ અને લંબાઈ ૭૦ ફૂટની હશે એમ અનુમાન થાય છે.
કેમ્પટો- જે પ્રાણી કંગાસ જેવા આકારનું મહાકાય હતું. તે માંસભોજન કરતું નહોતું.
પ્લેટો સોરસ- જે માંસાહારી અને ભયાનક હતું. તેના મુખથી પુંછ સુધીની લંબાઇ ૨૦ ફૂટ હતી.
એલોસોરસ- તેની લંબાઇ ૩૦ ફૂટ હતી. તેના મોંમાં ચપ્પ જેવા દાંતની ઘણી લાઇનો હતી. એ શિકારી પ્રાણી હતું.
આરકોપેરિસ- તે પ્રાણી એલોસોરસથી વધુ બલવાન હતું. આકાશમાં ઊડતું હતું અને ગિરોલી જેવા આકારનું હતું.
બ્રોટોસોરસ- તે ભીમકાય પ્રાણી નિરામિષભોજી હતું. તેનું વજન ૮૪૦ મણ અને નાથી પૂંછ સુધીની લંબાઇ ૭૦ ફૂટ હતી. તેને સાપ જેવી ગરદન, નાનું માથું અને ચમચા જેવા દાંત હતા.
સ્ટેગો- તેને કુબડી છાતી હતી, વજન ૨૮૦ મણ હતું અને લંબાઇ ૨૦ ફુટ, નાના ૪ પગ અને મોં મેળ વગરનું હતું. પીઠ પર ત્રિકોણ કોઢ જેવું હતું. મોઢાનું માપ માત્ર ૧ી છટાંક હતું.
ટ્રાઇસેરાટોપ્સ- તે ૨૦ ફૂટ લાંબુ અને વચમાં ૮ ફુટ ઉંચું પ્રાણી હતું. તેને ૩ શિંગડાં અને ૭ ફૂટ ઉંચું મોં હતું.
એનેટો સરટ- તે ૨૫ ફૂટ લાંબુ હતું. તેને ૨ પગ હતા, સારસ જેવી ચાંચ હતી. ૨ હજાર જેટલા દાંત હતા. જે ખોરાક ચાવવામાં ઘંટીના બે પૈડા જેવું કામ દેતા હતા, તે જમીન પર અને પાણીમાં ચાલતું હતું.
ટાઇરેનો- તેની લંબાઇ ૫૦ ફુટ હતી, તેનું મોં જમીનથી ૧૮ થી ૨૦ ફુટ ઊંચું રહેતું હતું. તેને મોંમાં છ છ ઇંચ લાંબા દાંતો હતા.
ભૂસ્તરશાસ્ત્રીઓ આ પ્રમાણે અનેક પશુ-પક્ષીઓનું પ્રાચીનકાળમાં અસ્તિત્વ બતાવે છે. અને સાથોસાથ જણાવે છે કે આ એ જાતનાં પ્રાણીઓ આજે પૃથ્વી પર વિદ્યમાન નથી.
જૈન સાહિત્યમાં અષ્ટાપદ, ભારંડ, ગ્રાહ, ભૂમિજ-મસ્ય વગેરે નામો આવે છે. તેના ડીલડોલ-શરીર અને સામર્થ્યના ઉલ્લેખો મળે છે પરંતુ આજે તે જાતના પશુ, પક્ષી-જલચરો દેખાતા નથી. “ દેખાતા નથી ” એટલે એ જાતનાં પ્રાણીઓ હતાં જ નહીં એમ અનુમાન કરી નાંખવું એ ઉપરના પ્રાણીવર્ણનો વાંચ્યા પછી આપણને એક ઉતાવળું સાહસ જ લાગે છે.
આફ્રિકામાં થોડાં જ વર્ષો પહેલાં એક ભયંકર પક્ષી હતું એ વાત જાહેરમાં આવી છે. તેનું સ્વરૂપ જોતાં-વિચારતાં આપણને અષ્ટાપદ વગેરે માટે શંકાને સ્થાન રહેતું નથી. સાથોસાથ જૈન સાહિત્યનું નિરૂપણ કેટલું વાસ્તવિક્તાથી સંકળાયેલું છે એ વસ્તુ સમજવામાં જરાય વાર લાગતી
Page 191 of 234
Page #192
--------------------------------------------------------------------------
________________
નથી. જૈન સમાજમાં વિજ્ઞાન, પુરાતત્વ, ભૂસ્તરજ્ઞાન વગેરેનો જાણકાર વર્ગ ઊભો થાય તો જગતની સામે આવાં અનેક સત્યો રજૂ કરશે એ નિર્વિવાદ વસ્તુ છે.
परिशिष्ट- २
जीवायुप्पमाणकुलयं
मणुआण विसोत्तरसयं, सयं सिंह-काग-गय-हंसा ।। कच्छ-मच्छ-मयरसहस्सं, सयमाउं गिद्वपक्खीणं ।।१।।
चडलिय-सारस-सूअर-आइ जीवाण पन्नासं । वग्धाणं चउवीसं, सट्ठी बग-कोंच-कुक्कडगं ।।२।।
सारंगाण तीसं, सुअ-सुणह-विलाड-वारसगं । भिग-जंबुग-चउवीसं, गो-महीसि-उंट-पणवीसं ।।३।।
गंडस्स वीसवरिसं, सोलस अज-गडरियाणं च । ससगं च चउदसगं, वासदुगं मुसगस्साङ ।।४।। सरड-गिह-गोह-कीडग, वरिसदुगं जुआ य कं सारी ।
मासतिगं च वीययपंखी, अहिआउं जिणे सरदि8 ।।५।। संवत् १७२९ आश्विनधवलपक्षे सरवडीग्रामे लि. जिनविनयमुनिना ।
मनूष्यका १२० वर्षका; सिंह, काक, हाथी, हंस आदि का १०० वर्षका; कच्छप, मकर आदि का १००० वर्षका; गृद्वपक्षीका १०० वर्षका; चिडिया, सारस, सूकर, आदि का ५० वर्षका; व्याघ्र का २४ वर्षका; बगुला, कौंच, कुकडा (मा) आदि का ६० वर्षका; सारंग (मयूर) का ३० वर्षका; तोता, कुत्ता, बिलाव आदि का १२ वर्षका; हिरण, श्रृंगाल आदि का २४ वर्षका; गो, भै स, उंट आदि का २५ वर्षका; गैंडा का बीस वर्षका; वकरा, भेड आदि का १६ वर्षका; शराक (सुसलिया) का १४ वर्षका; उदरका २ वर्षका, गिरगट, गृहगो वा
Page 192 of 234
Page #193
--------------------------------------------------------------------------
________________
(छिपकली), मकोडा आदि का २ वर्ष का जवा, और विततपंखी आदि का ३ मास का अधिक से अधिक आयुष्य जिने श्वरोने देखा है -से कहा है ।
विक्रमीय १८ वी शताब्दी के इक हस्तलिखित-पत्र में इस विषय का एसा उल्लेख मिलता है
तिर्यंच
वर्षायु तिर्यंच
वर्षायु तिर्यंच
वर्षायु
mo
हाथीका सिंहका व्याघ्रका कच्छप घोडाका वैलका मै सका गायका उंटका
१२० बकरी १६ पपैया १०० सियार १३ तोता ६४ बिल्ली १२ सांप
१२० ३८० हंस १०० बिच्छु ६ मास ४० सारस ६० कंसारी ४ मास २५ टीली १ जू
४ मास २५ उन्दर २ मच्छ १००० २५ सुसलिया १४ बागुल ५०
२५ मुरगा ६० गिरगट १ ५० गला ६० बन्दर ४०
२४ कौंच ६० मयूर २४ धुरधु ६ ६ मुरगी ३४ ४० समली ५० भालू (रीछ) ३३ १६ चीवरी ५ गीध ११८
सूरका
मृगका गर्द भ गैंडाका कृत्ताका
२२
सिंह
इस्वी की १३ वी सदी में श्रीहंसदे वरचित — मृगपद शाख ' में कुछ प्राणीओ का आयूष्य इस प्रकार बतलाया है
गेंडा उंट ३० वर्ष
२० वर्ष कुत्ता १० वर्ष बकरा ९ वर्ष हंस
७ वर्ष मयूर खरगोश
१।। वर्ष सूकर १० वर्ष
वर्ष
Page 193 of 234
Page #194
--------------------------------------------------------------------------
________________
चूहा
| વ7 उपरोक्त कुलक और तालिका में आयूष्य का जो फेर-फार विहित होता है वह क्षेत्रान्तर विशेष से समझाना चाहिये । सामान्य रुपसे यह आयुष्य अधिक से अधिक बयाया गया मालूम होता है। श्रीरत्नशेखरसूरिरचित 'लघुक्षेत्रसमास' ग्रन्थ में लिखा है कि
मणुआउसम याई, इयाइ चउरंस अजाइ अट्ठसा ।
गोमहिसुखराइ, पणंस साणाइ दसमंसा ।।१८।। अर्थात-:- आरकों के अनुसार मनुष्यों का जितना आयूष्य होता है उतना ही आयुष्य हाथी, सिंह, अष्टापद आदि जन्तुओं का होता है । उनके चौथे भाग का अश्व आदि का; पांचवें भाग का गो, भैंस, गर्दभ आदि का; आठवें भाग का बकरा, घेटा आदि का; और दशवे भाग का श्वान (कुत्ते) आदि प्राणियों का आयूष्य अधिक से अधिक समझाना चाहिये ।
પરિશિષ્ટ- ૩
આ પ્રમાણે આપણે ટીકાકાર પરમર્ષિ અને કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શબ્દોમાં સંસારની દુઃખમયતા જોઈ આવ્યા અને સૂત્રકારપરમર્ષિ સંસારવર્તિ પ્રાણીઓના કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરતાં શું શું ફરમાવે છે એ હવે પછીઅંધતા અને અંધકાર :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજાએ, સંસારવર્તિ પ્રાણીઓને સંસાર ઉપર નિવેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી
“તં સુહ નહીં તહ' તે યથાવસ્થિત કર્મવિપાકને યથાસ્તિતપણેજ
આવેદન કરતા મને હે ભવ્યો ! તમે સાંભળો. આ પ્રમાણે ફરમાવીને પુનઃ પણ કર્મવિપાકની ગરિષ્ઠતાનું જે પ્રતિપાદન કર્યું છે તે અને તેની વ્યાખ્યા કરવા પૂર્વે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, સંસારની ચારેય ગતિઓની દુઃખમયતા વર્ણવી એ આપણે જોઇ આવ્યા.
ચારે ગતિના જીવોની દુઃખદ દશાનું વર્ણન કર્યા બાદ “જુનેદ નહીં તહ7' પછીના બીજા સુત્રાવયવોની અવતરણિકા કરતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે
Page 194 of 234
Page #195
--------------------------------------------------------------------------
________________
"तदेवं चतुर्गतिपतिताः संसारिणो नानारूपं
कर्मविपाकमनुभवन्तीत्येतदेव सूत्रेण दर्शयवाह' સંસારવર્તિ પ્રાણીઓ, ચાર ગતિઓમાં પરિભ્રમણ કરતા અનેક પ્રકારની વેદનાઓનો અનુભવ કરે છે. તે કારણથી ઉપર વર્ણવી ગયા તે પ્રમાણે કર્મની વિવશતાથી ચાર ગતિમાં પડેલા સંસારી પ્રાણીઓ નાના પ્રકારના કર્મવિપાકને અનુભવે છે. એ પ્રમાણે એજ વસ્તુને સૂત્રકાર પરમર્ષિ, સૂત્રદ્વારા દર્શાવવા માટે ફરમાવે છે કે
"संति पाणा अंधा तमसि वियाहियो' 'सन्ति विद्यन्ते 'प्राणा प्राणिनः 'अन्धा. चक्षुरिन्द्रियविकला भावान्धा अपि सद्धिवेकविकला:
तमसि अन्धकारे नरकगत्यादौ भावान्धकारेडपि मिथ्यात्वाविरतिप्रमादकषायादिके कमविपाकापादिते व्यवस्थिता व्याख्याताः
વિશ્વમાં બે પ્રકારના અંધ પ્રાણીઓ વર્તે છે-એક ચક્ષુ ઇંદ્રિયથી રહિત અને બીજા સવિવેકથી રહિત અને એ બન્ને પ્રકારના જીવો, કમના વિપાકથી આપાદિત કરેલા બે પ્રકારનાએક નરકગતિ આદિ રૂપ અંધકાર અને બીજા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિ રૂપ ભાવ અંધકારમાં પણ રહેલા છે એમ અનંતજ્ઞાની શ્રી તીર્થંકરદેવોએ ફરમાવેલું છે.
- આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે-અંધતા બે પ્રકારની છે. એક અંધતા ચક્ષના અભાવની છે ત્યારે બીજી અંધતા સવિવેકના અભાવની છે. એ કેંદ્રિય, બે ઇંદ્રિય અને તે ઇંદ્રિય જીવો બન્ને પ્રકારે અંધ છે કારણકે તેઓમાં નથી ચક્ષુનો સદ્ભાવ કે નથી તો સવિવેકનો સદ્ભાવ. તે સિવાયના આત્માઓમાં ચક્ષુનો સદ્ભાવ હોવા છતાં પણ અપવાદ બાદ કરતાં સદ્દવિવેકનો અસદુભાવ હોવાથી અંધતા ઠાંસી ઠાંસીને ભરી છે. દ્રવ્યઅંધતા કરતાં ભાવઅંધતા ઘણીજ કારમી છે. આખાએ સંસારની અથડામણ એ ભાવઅંધતાને આભારી છે. એ ભાવઅંધતાના પનારે પડેલા આત્માઓ પુણ્યયોગે પ્રાપ્ત થયેલી ચક્ષુનો પણ સદુપયોગ નથી કરી શકતા. અંધતાની માફક અંધકાર પણ દ્રવ્ય અને ભાવ બે પ્રકારનો છે અને એમાં પણ દ્રવ્યઅંધકાર કરતાં ભાવઅંધકાર કારમો છે. ભાવ અંધતાનું કારમું પરિણામ :
દ્રવ્યઅંધતા કરતાં ભાવઅંધતા ઘણીજ કારમી છે એમાં એક લેશ પણ શંકા નથી. ભાવઅંધતા એટલે બીજું કશું જ નહિ પણ એક સવિવેકનો અભાવજ. એ સવિવેક સર્વમાં નથી હોઇ શકતો એ કારણે સવિવેક જે આત્માઓમાં ન હોય તે આત્માઓએ સવિવેકથી વિભૂષિત આત્માના સહવાસમાં રહેવું એમ ઉપકારીઓ ફરમાવે છે; કારણ કે-એથી પણ આત્મા ઉન્માર્ગે જતાં અને ભાવઅંધતાના કારમા પરિણામથી બચી જાય છે. ઉપકારીઓ સવિવેકરૂપી ચક્ષુની આગળ બાહ્ય ચક્ષુની કશીજ કિંમત નથી આકતા : એ જ કારણે બેય પ્રકારની સવિવેકરૂપ ચક્ષુથી રહિત બનેલા આત્માઓની દયા ચિતવે છે. એ દયા ચિંતવતાં ઉપકારીઓ ફરમાવે છે કે
Page 195 of 234
Page #196
--------------------------------------------------------------------------
________________
"एक हि चक्षुरमल सहजी विवेक स्तददिभरेव सह संवसतिद्धितीयम / एतद्धयं भुवि न यस्य स तच्चतोडन्ध
स्तस्यापमार्गचलने खलु कोडपराधः //91/" ખરેખર એક નિર્મલ ચક્ષુ સ્વાભાવિક વિવેક છે અને બીજી નિર્મલ ચક્ષુ સવિવેકથી વિભૂષિત મહા પુરૂષોની સાથે સારી રીતિએ વસવું તે છે, આ બેય પ્રકારની ભાવચક્ષુ, ભૂમિ ઉપર જેને નથી તે તત્ત્વથી અંધ છે તેવો ભાવથી અંધ બનેલો આત્મા ઉન્માર્ગે ચાલે એમાં તેનો અપરાધ શો છે ? અર્થાતુ એ બેય પ્રકારની ભાવચક્ષુથી રહિત બનેલા એજ કારણે ભાવ અંધતાથી આથડતા એવા તે આત્માઓ ઉન્માર્ગે ચાલે એમાં ખરેખર તેઓનો કશો જ અપરાધ નથી એટલે કે એવી જાતિનો અપરાધ થઇ જવો એ તે આત્માઓ માટે તદન સ્વાભાવિકજ છે.
ઉપકારીઓના આ કથનથી સ્પષ્ટપણે સમજી શકાય તેવું છે કે-ભાવઅંધતાનું પરિણામ ઘણું જ ભયંકર છે. આ સંસારની શાશ્વત સ્થિતિ પણ ભાવઅંધતામાં ફસાયેલા આત્માઓને જ આભારી છે; કારણ કે એ ભાવઅંધતામાં ફસેલા આત્માઓજ નરકાદિ ગતિઓને ભરી રાખે છે અને મિથ્યાત્વાદિરૂપ ભાવ અંધકારમાં અથડાયા કરે છે.
ભાવઅંધતાના પ્રતાપે ભાવઅંધકારમાં આથડી રહેલા આત્માઓની દશા કેવા પ્રકારની થાય છે એનું પ્રતિપાદન કરતાં પરમોપકારી શ્રી સિદ્ધર્ષિગણિવર, શ્રી ઉપમિતિભવ પ્રપંચકથામાં ३२मावेछ :
“न जानीत कार्याकार्यविचारं न लक्षयति भक्ष्याभक्ष्यविशेषं न कलयति पेयापेयस्वरुपं नावबुध्यते हेयोपादेयविभागं नावगच्छति स्वपरयोगुणदोषनिमित्त मपीति, ततोडसौ कुतर्क श्रान्तचितचिन्तयति-नास्ति परलोको न विद्यते कुशलाकुशलकम्र्मणां फलं न संभवति खल्वयमात्मा नोपपद्यते सर्वज्ञः न घटते तदुपदिष्टो मोक्षमार्ग इति, ततोडसाव तत्त्वाभिनिविष्टचित्तोहिनस्ति प्राणिनो भापतेडलीकमादत्ते परधन रमते मैशुने परदारेषु वा गृहणाति परिग्रहं न करोति नेच्छापरिमाणं भक्षयति मांसामास्वादयति मद्यं न गृहणाति सदुपदेशं प्रकाशयति कुमार्ग निन्दति वन्दनीयान् वन्दतेडवन्दनीयान् गच्छति स्वपरयोर्गुणदोषनिमित्तमिति वदति परावर्णवादमाचरति समस्तपातकानीति / ततो वनाति निबिड भूरिकर्मजालं पतत्येप जीवो नरकेषु, तत्र च पतितः पच्यते कुम्भीपाकेन विपाटयते क्रकचपाटनेन आरोहते वज्रककाकुलासु शाल्मलीपु पाप्यते सन्दंशकै मुखं विवृत्य कलकलायमानं तप्तं पु भक्ष्यन्ते निजमांसानि भण्जयन्तेडत्यन्तसन्तप्तभ्रा तीर्यते पूयवसारुधिरक्लेद मूत्रान्त्रकलुषां वैतरणी छिद्यतेडसिपत्रवनेषु स्वपापभरप्रेरितैः परमाधार्मिकसुरैरिति, तथा समस्तपुद्गल राशिभक्षणेडपि नोपशाम्पति बुभुक्षा निःशेषजलधिपानेडपि नापगच्छति तर्पः, अभिभूयते शीतवेदनया कदयंत तापातिरेकेण, तथादीरयन्ति च तदन्यनारका नानाकाराणि दुःखानि, ततवायं जीवो गाढतापानुगतो हामाता नाथास्त्रायवं त्रायवमिति विक्लवमाक्रोशति, नचास्य तत्र गात्रत्रायका कधिदिबद्यते; कथञ्चिदुत्तिणोंडपि नरकादिवाध्यते तिर्यक्ष वर्तमानः, कथम् ? वाहते भारं
Page 196 of 234
Page #197
--------------------------------------------------------------------------
________________
कुटयते लकुटादिभिः छिद्यन्तेडस्य कर्णपुच्छादयः खाद्यते कृभिजालैः सहते तुमुक्षां मियते पिपासया तुद्यते नानाकारयाननाभिरिति, ततः कथचिदवाप्तमनुष्यभावोडप्येप जीवः पीड़यत एव दु:खे, कथम् ? तदुच्यतेक्लेशयन्त्य नन्तरोगवाता: जर्जरयन्ति जराविकाराः दोदुयन्त दुर्जना: विहवलयन्तीष्ट वियोगा: परिवेदयन्त्यनिष्ट संप्रयोगा: विसंस्थुलयन्ति धनहरणानि आकुलयन्ति स्वजनमरणानि विहवलयन्ति नानाडध्य सनानीति, तथा कथथिल्लब्धविबुध जन्माप्येप जीवो ग्रस्यत एव नानावेदनाभिः, तथाहिआज्ञाप्यते विवशः शक्रादिभिः विद्यते परोत्कर्पदर्शनेन जीर्यते प्राग्भवकृतप्रमादस्मरणेनदन्द हयतेडस्वाधीनामरसुन्दरी प्रार्थनेन शल्यते तनिदानचिन्तनेन निन्द्यते महद्धिकदेववन्देन विलपत्यात्मनचयवनदर्शनेन आक्रन्दति गाढप्राप्तासनमृत्युः पतति रामरताशुचिनिदाने गर्भकलमले /"
જે આત્મામાં સાહજિક વિવેકનો અભાવ હોય છે અથવા તો જે આત્મા સુંદર વિવેકને ધરાવનારા મહાપુરૂષોની નિશ્રામાં નથી રહેતો તે આત્મા ભાવથી અંધતાનો ઉપાસક હોવાના કારણે -
કાર્ય કે અકાર્યના વિચારને જાણતો નથી, ભક્ષ્ય અને અભક્ષ્યના વિશેષને જોઇ શકતો નથી, પેય અને અપેયના સ્વરૂપને કળી શકતો નથી, હેય અને ઉપાદેયના વિભાગને જાણી શકતો નથી અને સ્વપરના ગુણદોષનું નિમિત્ત શું છે એ પણ જાણતો નથી.
તે કારણે કુતર્કથી શ્રાન્ત ચિત્તવાળા બની ગયેલો એ આત્મા વિચારે છે કે:
પરલોક નથી, કુશલકર્મો કે અકુશલક એટલે પુણ્યકર્મો કે પાપકર્મોનું ફલ વિદ્યમાન નથી, ખરેખર આ આત્મા પણ યુક્તિથી ઉત્પન્ન નથી. સર્વજ્ઞ હોય એ પણ સંભવિત નથી અને સર્વ ઉપદેશેલો મોક્ષમાર્ગ પણ ઘટી શકતો નથી.
એવા એવા વિચારોના પરિણામે અવિવેકી અગર વિવેકીની નિશ્રા વિનાનો આત્મા, અતત્ત્વોમાં અભિનિવિષ્ટ ચિત્તવાળો બની જાય છે એટલે કે-આત્મા આદિ તત્ત્વને માનનારો નથી રહેતો એના પરિણામે-એવો આત્મા પ્રાણીઓની હિંસા કરે છે, અસત્ય ભાષણ કરે છે, પારકાના ધનને ગ્રહણ કરે છે એટલે કે ચોરી કરે છે, મૈથુનમાં અથવા તો પરદારાઓમાં રમે છે એટલે કે અબ્રહ્મચારી અથવા તો વ્યભિચારી બને છે, પરિગ્રહને ગ્રહણ કરે છે, ઇચ્છાના પરિણામને નથી કરતો એટલે કે અસંતોષને તજી સંતોષને ધરનારો નથી બનતો, માંસનું ભક્ષણ કરે છે, મધનો આસ્વાદ કરે છે, સદુપદેશનો સ્વીકાર કરતો નથી, કુમાર્ગને પ્રકાશિત કરે છે, વન્દનીય પુરૂષોની નિંદા કરે છે, અવન્દનીય આત્માઓને વંદન કરે છે, સ્વપરના ગુણદોષના નિમિત્તને પામે છે એટલે ગુણ થાય તો પોતાને નિમિત્ત માને છે અને દોષ થાય તો પરને નિમિત્ત તરીકે કહ્યું છે, એજ કારણે પરના અવર્ણવાદને બોલે છે અને સઘળાંય પાપોનું આચરણ કરે છે.
એ સઘળાંય પાપકમાં ના પ્રતાપે એ જીવ ગાઢ એવાં ઘણાં ઘણાં કર્મોની જાળને બાંધે છે અને એ ગાઢ કર્મબંધના યોગે એ જીવ નરકમાં પડે છે. નરકમાં પડેલા એ જીવને, તેનાં પોતાનાજ પાપકર્મોના સમૂહથી પ્રેરાયેલા
Page 197 of 234
Page #198
--------------------------------------------------------------------------
________________
પ૨માધાર્મિક સુરો કુમ્ભી પાકદ્વારા પકાવે છે, કરવતદ્વારા વેરે છે, વજ્રકંટકોથી વ્યાપ્ત એવા શાલ્મલી વૃક્ષો ઉપર આરોહણ કરાવે છે, સાણસાઓથી મુખને ફાડીને કલકલાયમાન થાય તેવી રીતનાં તપાવેલા સીસાનું પાન કરાવે છે, તેનાં પોતાનાંજ અંગોના માંસનુ ભક્ષણ કરાવે છે, અત્યન્ત સંતપ્ત ભઠ્ઠીઓમાં ભુંજે છે, રસી, ચરબી, રૂધિર, મળ, મૂત્ર અને આંતરડાંથી કલુષિત બનેલી વૈતરણી નદીમા તરાવે અને તલવાર જેવાં પત્રવાળાં વૃક્ષોથી ભરપૂર એવાં વનોમાં લઇ જઇને એ પત્રોદ્વારા તેના ખંડખંડ કરી નાખે છે.
આ પ્રકારની
૫૨માધાર્મિક સુરો દ્વારા કરાતી અનેક પ્રકારની પીડાઓનો ભોગવટો કરતા એ જીવને ક્ષુધા, તૃષા, ટાઢ અને તાપની પીડા પણ ઘણીજ હોય છે. એ જીવની ક્ષુધા સઘળાય પુદ્ગલોની રાશિનું ભક્ષણ કરવા છતાં પણ ન શમે તેવી હોય છે, એ જીવને તરસ પણ એવી લાગે છે કે-તે સઘળાય સાગરોના પાણીનું પાન કરવાથી પણ નાશ ન પામે. શીતલવેદનાથી એ જીવ પીડાય છે અને તાપના અતિરેકથી એ જીવ કદર્શના પામે છે તથા તેનાથી અન્ય નારકીઓ પણ તેના ઉપર અનેક પ્રકારનાં દુઃખોની ઉદીરણા કરે છે : અર્થાત્ નરકમાં પડેલો એ જીવ પરમાધાર્મિક સુરોથી કરાતી અને ક્ષેત્રના પ્રતાપે ઉત્પન્ન થતી અનેક વેદનાઓને ભોગવે છે તેની સાથે ત્યાં પોતાની સાથે રહેલા અન્ય નરકના જીવોદ્વારા કરાતી વેદનાઓ પણ તેને ભોગવવી પડે છે.
એ સઘળીય પીડાઓના પ્રતાપે
ગાઢ તાપને આધીન થયેલો એ જીવ હા માતા ! હા નાથો ! તમે રક્ષણ કરો રક્ષણ કરો. આ પ્રમાણે વિકલવપણે આક્રોશ કરે છે પણ ત્યાં તેના ગાત્રોની રક્ષા કરનાર કોઇપણ વિદ્યમાન હોતું નથી આથી એ આત્માને તે નરકમાં મને કે કમને ત્રણે પ્રકારની અનેક કારમી વેદનાઓ ભોગવવીજ પડે છે.
વળી
કોઇ પણ રીતિએ કારમી નરકગતિમાંથી એ જીવ બહાર નીકળે છે તો ત્યાંથી નીકળીને તે બીચારો પોતાનાં પાપકર્મોના પ્રતાપે તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં પણ તેને અનેક પ્રકારની વેદનાઓ ભોગવવી પડે છે. તિર્યંચગતિમાં તેને ભાર વહન કરવો પડે છે અને લફુટ આદિથી કુટાવું પડે છે. એ ગતિમાં એ બીચારાનાં કાન અને પુંછડું વિગેરે છેદાય છે, એ બીચારાને કૃમિનાં જાલો ખાય છે, એ બીચારો ભુખને સહન કરે છે, એ બીચારો તરસથી મરે છે અને અનેક પ્રકારની તીવ્ર વેદનાઓથી એ બીચારો પીડાય છે.
અને
તિર્યંચગતિના ત્રાસથી છુટીને કોઇપણ રીતિએ મનુષ્યભવને પણ પામેલો એ જીવ, પોતાનાં તીવ્ર પાપોના પ્રતાપે મનુષ્યભવમાં પણ દુ:ખોથી પીડાયજ છે. મનુષ્યભવમાં પણ એ આત્માને અનેક રોગોના સમૂહો કલેશ પમાડે છે, વૃદ્ધાવસ્થાના વિકારો જર્જરિત કરી નાખે છે, દુર્જન લોકો ઘણી ઘણી રીતિએ દુ:ખી કરે છે, ઇષ્ટના વિયોગો વિલ કરે છે, અનિષ્ઠના Page 198 of 234
Page #199
--------------------------------------------------------------------------
________________
સંપ્રયોગો શોક કરાવે છે, ધનહરણો એટલે લુંટારાઓ તેના ધનને ઉઠાવી જઇને તેને દીન હીન બનાવી દે છે, સ્વજનોનાં મરણો તેને આકુળ વ્યાકુળ કરી નાખે છે અને અનેક પ્રકારના અધ્યવસાયો તેને વિવલ બનાવી દે છે.
તથા એ જીવ કોઇપણ રીતિએ દેવજન્મને પામે તો તે જન્મમાં પણ એ બચારો વિવિધ પ્રકારની વેદનાઓથી ગ્રસિત થાય છે. દેવલોકમાં પણ પરવશ બનેલા એ આત્માને શક આદિની આજ્ઞાઓ ઉઠાવવી પડે છે, પારકાના ઉત્કર્ષનું દર્શન કરવાથી તેને ઘણોજ ખેદ થયા કરે છે, ઇચ્છિત વસ્તુ નહિ મળવાનાં કારણ તરીકે પૂર્વજન્મમાં કરેલો જે પ્રમાદ તેના સ્મરણથી પણ તે પીડાય છે, અસ્વાધીન એવી અમરસુંદરીઓની પ્રાર્થનાથી એટલે જે અમરસુંદરીઓ પોતાને વશ થાય તેવી ન હોય તેઓને કરેલી પ્રાર્થનામાં મળેલી નાસી પાણીથી અથવા પ્રાર્થના કરતી અમર સુંદરીઓની ઇચ્છાને પૂર્ણ કરવાની શક્તિ ન હોવાના કારણથી તેને અંતરમાંને અંતરમાં ઘણું જ બળ્યા કરવું પડે છે, ઇચ્છિત નહિ થવાના નિદાનની ચિંતાથી સદાય તેના હૃદયમાં શલ્ય રહ્યાજ કરે છે, અલ્પ ઋદ્ધિવાળો હોવાથી તે મોટી ઋદ્ધિવાળા દેવોના સુમદાયથી નિંદાયા કરે છે, પોતાના ચ્યવનનાં દર્શનથી તે વિલાપ કરે છે અને અતિશય નજીક આવી ગયું છે મૃત્યુ જેનું એવા તે આજંદ કરે છે તથા સઘળીજ અશુચિના સ્થાનભૂત ગર્ભના કલકમલમાં ત્યાંથી ચ્યવીને તે પડે છે. અંધકારથી બચવાના ઉપાય :
ભાવ અંધતાનું આ કારમું પરિણામ વિચારવાથી સમજી શકાશે કે- આખાએ આ સંસારનું મૂળ કારણ જ એ ભાવઅંધતા છે. એ ભાવઅંધતાજ આત્માને ઉભય પ્રકારના અંધકારમાં પટકે છે. ભાવઅંધતાના પરિણામે ઉભય પ્રકારના અંધકારમાં પટકાયેલા આત્માઓની કેવી દશા થાય છે એ આપણે શ્રી સિદ્ધર્ષિ ગણિવરના કથનથી સારી રીતિએ જોયું. ભાવઅંધતા એટલે વિવેકનો અભાવ અથવા તો વિવેક સંપન્ન મહાપુરૂષોની નિશ્રાનો અભાવ. વિવેક કે વિવેકી મહાપુરૂષોની નિશ્રાના અભાવરૂપ ભાવઅંધતામાં પડેલા આત્માઓ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કપાય આદિ રૂપ ભાવઅંધકારમાં કેવી રીતિએ ફસાય છે અને એના પરિણામે “નરકગતિ' આદિ દ્રવ્ય અંધકારમાં એની શી દશા થાય છે એનો ખ્યાલ આપણને પરમ ઉપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવર આ કથનદ્વારા સારામાં સારી રીતિએ સમર્પે છે. જો એ ઉભય પ્રકારના અંધકારમાં આથડવાની ઇચ્છા આપણી ન હોય તો આપણી ફરજ છે કે-આપણે અનંત ઉપકારીઓ ના શાસનની સુંદરમાં સુંદર સેવા કરવા દ્વારા સવિવેકરૂપી ભાવચક્ષુ મેળવવા સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ અને જયાં સુધી એ ભાવચક્ષની પ્રાપ્તિ આપણને ન થાય ત્યાં સુધી એ એકાંત ઉપકારક પ્રભુશાસનના સારને પામવાથી પરમ વિવેકસંપન્ન બનેલા પુણ્યપુરૂષો ની નિશ્રામાં રહેવારૂપ જે ભાવચક્ષુ તેનો આપણે કદીપણ ત્યાગ કરવો જોઇએ નહિ. સંપૂર્ણ વિવેકરૂપ ભાવચક્ષુ પ્રગટ ન થાય ત્યાં સુધી વિવેકસંપન્નરૂપ ભાવચક્ષુની સેવા કલ્યાણના અર્થિ આત્મા માટે અતિશય આવશ્યક છે. એ કારણે
Page 199 of 24
Page #200
--------------------------------------------------------------------------
________________
તા પરમ કારૂણિક શ્રી જિને થરદેવોએ અગીતાર્થ કે અગીતાર્થની નિશ્રાના વિહારની પણ મના ફરમાવી છે. અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવની એ આજ્ઞાનું યથાસ્થિત પાલન કરનારા પુણ્યાત્માઓ મિથ્યાત્વ આદિ ભાવઅંધકારથી બચી જાય છે અને એના પ્રતાપે તેઓને નરકગતિ આદિ રૂપ દ્રવ્ય અંધકારમાં આથડવું પડતું નથી.
ભાવ અંધકારરૂપ મિથ્યાત્વ આદિનું સ્વરૂપ પણ ભિન્ન ભિન્ન ગતિએ જાણવાની જરૂર છે અને તે હવે પછીત્યાગ કરવા છતાં ઇરાદો તો ત્યાજ્યને મેળવવાનો છે ને? :
સૂત્રકાર પર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજાએ ફરમાવેલા આ છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદેશના બીજા સૂત્રની અવતરણિકા કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાં કસૂરિજી મહારાજા ફરમાવી ગયા કે
આ બીજું સૂત્ર સૂત્રકાર મહર્ષિએ, સંસારવર્તિ પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય એ માટે ફરમાવ્યું છે.”
આ ઉપરથી એ વસ્તુ સ્પષ્ટ રૂપમાં પતીત થાય છે કે- નિર્વેદ અને વૈરાગ્ય વિના સ્વજનાદિકનું ધૂનન એ અશક્ય છે. શ્રી જિનેશ્વરદેવના ધર્મ પ્રત્યે રૂચિ થવા માટે પણ સામાન્ય રીતના નિર્વેદ અને વૈરાગ્યની આવશ્યક્તા છે. અવિવેકરૂપ અંધતા ગયા વિના મિથ્યાત્વાદિરૂપ અંધકારમાં આથડવાનું મટી શકતું નથી. મિથ્યાત્વરૂપ અંધકારમાં આથડતા આત્માઓને શ્રી જિનેશ્વરદેવના માર્ગ પ્રત્યે રૂચિ ન જાગે એ સહજ છે. ચાહે શeોદય હોય કે અશુભોદય હોય, પણ આમાંની એકપણ ચીજ આત્માની નથી, એ સમજાય તો સંસારના પદાર્થો ઉપરની રૂચિ ઘટે અને તોજ શ્રી જિનેશ્વરદેવનો માર્ગ હૈયામાં પેસે : માટે ધર્મોપદેશકે સૌથી પહેલાં સંસારનું મમત્વ ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઇએ. જયાં સુધી એ ન થાય ત્યાં સુધી ડગલે ને પગલે વાંધા આવવાના. એવી દશામાં ત્યાજયને તજવું જોઇએ અને તજીએ એને ઇચ્છવું ન જોઇએ, એ વસ્તુ બનવી મુકેલ છે. લક્ષ્મીનું દાન દેનારો લક્ષ્મી માટે દાન દે ? પાંચસે માટે પાંચનું દાન દે ? નહિ, છતાં પણ એ તો આજે ચાલુ જ છે. એવીજ રીતિએ શીલ, તપ અને ભાવમાં પણ સાંસારિક ધ્યેયનું જ પોષણ ચાલી રહ્યું છે : એટલે કે-ત્યાજયને મેળવવાના ઇરાદે મોટે ભાગે ધર્મપ્રવૃત્તિ ચાલી રહી છે. આથી બચવા માટે દાનાદિકનું વિધાન શ્રી જિનેશ્વરદેવનું શાસન શા માટે કરે છે, એ ખાસ જાણવાની જરૂર છે. પ્રભુ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં દાનાદિકનું વિધાન એક સંસારથી મક્તિ મેળવવા માટે જ કરવામાં આવ્યું છે. એ ચારેમાં સંસારનો ત્યાગ સિવાય અન્ય કોઇ વસ્તુ જ નથી. સંસારનો ત્યાગ, એ જ એ ચારેનું ધ્યેય છે. લોભી વૈદ્ય અને માની ગર ! :
સભામાંથી- આ પ્રમાણે હોવા છતાં પણ ત્યાગની સામે ઘોંઘાટ કેમ ?
ત્યાગની સામે ઘોંઘાટનું કારણ એક જ છે ક-મળેલું પણ મૂકવું પડે છે. ઘોંઘાટ કરનારા કહે છે કે- “પુણ્યોદયે મળેલી સામગ્રી પણ ભોગવવાની કેમ ના પાડો છો ? અમે ખાઇએ-પીઇએ
Page 200 of 234
Page #201
--------------------------------------------------------------------------
________________
એમાં તમારું શું જાય ?' અમે કહીયે છીયે, કહેવાનો દાવો કરીએ છીએ કે- આનંદપૂર્વકના એ ભોગવટામાં પાયમાલી છે, એ પાયમાલી ન થાય એ માટે જ કહેવું પડે છે. શ્રી જિનેશ્વરદેવોની આ દયા છે. ભૂખ્યાને દેખીને સારી દુનિયાને દયા આવે, પણ-“એ ભૂખ્યા કેમ છે ?' એવા વિચારપૂર્વકની દયા સમ્યદ્રષ્ટિને જ આવે છે. તાવ ચઢે ત્યારે તાવવાળાની સેવા માટે બધા કુટુંબી આવે, પણ ફરી તાવ ન આવે એવી સેવા થવી જોઇએ. આ શાસ્ત્ર એવી સેવા ફરમાવે છે. આજે આટલી સામગ્રી પામ્યા છો, ફેર કંગાલ ન થાઓ- એ ચિંતા ખાસ થવી જોઇએ. પૂર્વે સારું કર્યું માટે મળ્યું, પણ હવે ભુંડું કરો તો પરિણામ શું ? જેના યોગે આ મળ્યું એને જ ભૂલો તો દશા કયી ? ધર્મગુરૂની તથા ધર્મી માતાપિતાની આ ચિંતા હોવી જોઇએ. શ્રી જિનેશ્વરદેવે આ ચિંતા ઉભી કરી, માટે જ એ તારક 2ાણ લોકના નાથ થયા. ત્રણ ભુવનના જીવોની આવી ચિંતા કરી માટે જ એ ત્રણ ભુવનના નાથ થયા. દુનિયાના જીવો સારૂં ખાય-પીએ એની ઇર્ષ્યા નથી, પણ જ્ઞાનીને દયા આવે છે. દરદીને કુપથ્ય ખાવાનું મન થાય અને ના કહેવા છતાંયે ખાય તો કાંડુ પણ પકડવું પડે, એમ કરતાં લાલચુ દરદીને ગુસ્સો આવે એનો ઉપાય નથી. બાળક પોતાના મોમાં કોલસો કે માટી ઘાલે ત્યારે માતા શું કરે ? એને ગમે છે માટે ખાવા દે ? નહિ જ, ખાવા ન દે એટલું જ નહિ પણ ખાધેલું કઢાવે; એમ કરતાં બાળક રૂએ અને કોઈ ઠપકો આપે તો મા કહે કે- તમે ન સમજો, એ મરે તો મારો જાય. માતાપિતા, કે જે શરીરના પૂજારી છે, તે પણ બાળકને નુકશાનકારક વસ્તુથી બચાવે તો જ્ઞાની કે જેમની ફરજ આત્મરક્ષાની છે, તે કુપથ્યમાં લીન કેમ જ થવા દે ? જે આત્માના આરોગ્યને બગાડનાર કુપથ્યની પ્રશંસા કરે, અનુમોદના કરે, એના જેવો ધમદ્રોહી અન્ય કોઇ જ નથી. બાળક તો વિશ્વાસે દૂધ પીએ, પણ જે માતા ઝેર આપે એ કેવી ? વિશ્વાસે ધર્મ લેવા આવનારને જે ધર્મગુરૂ અર્થકામની લાલસામાં જોડે, એના જેવો વિશ્વાસઘાતી કોણ ? સંસારાસક્ત આત્માઓને રૂચે એવું જ ન અપાય. વ્યવહારમાં પણ કહેવાય છે કે-માંદાની રૂચિ પ્રમાણે પથ્ય ન જ અપાય અને આપે એ વૈરી છે પણ સ્નેહી નથી. માંદા માગે તેવી નુકશાનકારક છૂટ આપે એ વૈદ્ય નથી પણ લોભીયા છે. લોભીયા વૈદ્ય એવી છૂટ આપે કે દરદી ઉઠવા જો ગો થાય જ નહિ. એજ રીતિએ પોતાનાં માનપાન જાળવી રાખવા તથા વધારવા માટે અને પોતાના બનાવી રાખવા માટે સત્ય નહિ કહેતાં, નુકશાનકારક રૂચતું કહેનારા ધર્મગુરૂઓ પણ લોભીયા વૈદ્ય જેવા જ છે, એમ સમજવું જોઇએ. ધર્મના યોગે મળે બધું. જેનામાં મોક્ષ આપવાની તાકાત છે તે સંસારના પદાર્થો પણ આપે. ભગવાનું શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા કહે છે કે-ધર્મ અર્થાર્થીને અર્થ, કામાર્થીને કામ, રાજયાર્થીને રાજય, પુત્રાર્થિને પુત્રી અને મોક્ષાર્થીને મોક્ષ આપે છે. એ તો માગે તે આપે. ચિંતામણિમાં ગુણ છે કે- રાજય માંગો તો રાજય આપે અને ધોલ માંગો તો ધોલ પણ આપે. ચિંતામણી પાસે ગાલ કુટાવે કે મુઠી આટો માંગે એ કેવો ? કહેવું જ પડશે કે મૂર્ખ ! એવી જ રીતિએ ધર્મ પણ આપે બંધુએ ! રાજા,
Page 201 of 234
Page #202
--------------------------------------------------------------------------
________________
મહારાજા અને ચક્રવર્તિ બન્યા, એ બધા ધર્મના જ પ્રતાપે, પણ ધર્મની પાસે દુનિયાના પદાર્થો માંગવા જેવા જ છે એમ માનીને માંગે, એ પણ મૂર્ખાજ છે. છઠ્ઠો આરો શું હેલો લાવવો છે ? :
સભામાંથી :- તો એવા મૂર્ખાઓને ઉપદેશ શું કામ?
નાદાન બાળક સુખો કેમ થાય, એ માતાની ભાવના છે. ચંદનનો ગુણ છે કે-એને ઘસે, કાપે, બાળે, તો પણ સુગંધિ દે, તેમ માતાનું હૈયું જ એવું છે કે-લાત મારનારા દીકરાનું પણ ભલું ચાહે. નઠોર દીકરાને માના હૈયાનું ભાન ન હોય, એ કારણે કાંઇ માથી નઠોર ઓછું જ બનાય ? અપકારી ગમે તેમ કરી લે, પણ ઉપકારી તો ઉપકારનાં જ છાંટણાં છાંટે. છોરૂ કછોરૂ થાય, પણ માવતરથી કમાવતર નજ થવાય. છોકરો કે મારી ભૂલ હતી. વિજ્ઞસંતોષીઓ બધું કરે, પણ ધર્મિઓ સાવધ રહે તો કશું જ ન થાય. વાત કરનારને ઓળખો. વ્યક્તિના પૂજારી ન બનો પણ ગુણના પૂજારી બનો દેવમાં વીતરાગતા, ગુરૂમાં નિર્ગથતા અને ધર્મમાં ત્યાગમયતા એમ ત્રણમાં રાણ ગુણ હોય, તો તે પૂજય અને એ ત્રણ ન હોય, તો કહો કે-એ અમારા નહિ.
આ બધું ત્યારે જ બને કે-જયારે વિવેકના અભાવરૂપ જે અંધતા તેનો વિનાશ થાય. વિવેકના અભાવરૂપ અંધતાના યોગે આત્માઓ મિથ્યાત્વાદિ અંધકારમાં આથડે, એમાં કશું જ આશ્ચર્ય નથી. કર્મવશ આત્માઓ એ અંધતાના યોગે અનાદિથી મિથ્યાત્વાદિ અંધકારમાં આથડે છે એ બતાવવાનો જ આ પ્રયત્ન ચાલે છે, અને એ બતાવવાનો હેતુ ધૂનન કરાવવાનો છે. વિવેકના અભાવરૂપ અંધતાના યોગે આત્માની શી શી દશા થાય છે, એ તો આપણે જોઈ ગયા છીએ અને મિથ્યાત્વ આદિનું સ્વરૂપ તથા તેના યોગે થતી દુર્દશા હજુ જો વાની છે અને તે હવે પછીજિનપ્રવચન એટલે શું ? :
સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા ફરમાવે છે કે-અવિવેક એ ભારે અંધતા છે અને એ અંધતાના યોગે નરકાદિ અને મિથ્યાત્વ આદિ અંધકારમાં અનેક આત્માઓ આથડ છે. આ કહેવાનો આશય પણ એ જ છે કે- “કોઈ પણ રીતિએ સંસારવર્તિ પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય. આ વાત આપણને ટીકાકાર મહર્ષિએ પ્રથમ જ કહી દીધી છે. આ વાત કહ્યા પછી પણ પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિ, સૂત્રકાર પરમર્ષિએ ફરમાવેલી કર્મવિપાકની ગરિષ્ઠતાને આપણે સહેલાઇથી સમજી શકીએ, એ માટે ચારે ગતિના જીવોની દશા વિગેરેનું આપણને સારામાં સારું ભાન કરાવી ગયા. એ ઉપરથી આપણે સમજી ગયા કે- “ચારે ગતિમાંથી એક પણ ગતિમાં સુખ નથી.' આ વાત જો હૃદયમાં બરાબર જચી જાય, તો આત્માને હેજે નિર્વેદ થાય અને નિર્વેદના યોગે વૈરાગ્ય પણ આપોઆપ જ થાય. એ રીતની વિરક્ત દશા આવે, એટલે શ્રી જિનેશ્વરદેવની એ કે એક આજ્ઞા રૂચે. એ શિવાય તો અનંતજ્ઞાનીઓ ની આજ્ઞા રૂચવી એ કઠીન છે. ‘દેવ અને મનુષ્ય ગતિમાં જે સુખ છે, તે પણ પરિણામે દુઃખ રૂ૫ છે, એ સુખ પણ ક્ષણિક છે અને સંયોગજન્ય છે, માટે એમાં લેપાવું નજ જો ઇએ.” –એવી બુદ્ધિ થાય તો
Page 202 of 234
Page #203
--------------------------------------------------------------------------
________________
જ શ્રી વીતરાગ પરમાત્માનું ત્યાગમય પ્રવચન ગમે. શ્રી જિનેશ્વરદેવનું પ્રવચન જ એ કે-જેના યોગે આત્મા દુનિયાના પદાર્થોની આરાધના અને આસક્તિથી પાછો વળે. ભોગવે પણ આધીન ન બને :
કર્મને યોગે સંયોગ અને સંયોગને યોગે કર્મ, આ દશામાં જો આત્મા સયોગને આધીન થયા જ કરે, તો એ ઘટમાળ ચાલુ જ રહે, પછી મુક્તિ થાય ક્યાંથી ? અજ્ઞાનાવસ્થામાં કર્મ તો બાંધ્યાં, પણ સજ્ઞાનાવસ્થામાં ઉદય આવે. તો ફરજ કયી ? સમ્યદ્રષ્ટિની અવસ્થા તો સજ્ઞાન કહેવાય જ ને ? આપણે કર્મના સ્વરૂપ તથા વિપાકને જ્ઞાનીઓના કથનથી સમજીએ છીએ. છતા કર્મ બાંધતી વખતની જ અજ્ઞાનાવસ્થા કર્મના ઉદય વખતે પણ રહે, તો આપણે પણ અજ્ઞાન. સમ્મદ્રષ્ટિ પર કંઇ ખાસ છાપ નથી. કર્મના વિપાકોથી સાવધ રહે, અને ચાલે ત્યાં સુધી એને આધીન ન થાય, એ સમ્યદ્રષ્ટિ. સંસારમાં રહેલા માટે, ચાહ્ય સમ્યદ્રષ્ટિ હોય કે મિથ્યાદ્રષ્ટિ હોય, ચારે ગતિ તો છે જ. જે ગતિમાં જઇએ એ ગતિની પ્રકૃતિનો ઉદય તો આવવાનો. તે તે ગતિને યોગ્ય સામગ્રી સાથે આવવાની જ. તે ગતિના વિપાકો સમ્યગુદ્રષ્ટિને ન વળગે એમ કંઇ નથી ! એને માટે સરખો ન્યાય છે. ફરક ક્યાં છે ? મિથ્યાદ્રષ્ટિ ઉદયને આધીન થાય અને સમ્યગુદ્રષ્ટિ ઉદયને આધીન ન થાય, એજ ફરક છે. બાકી ભોગવે તો બેય. કર્મ ચીકાશને વળગે છે અને ઉદયને આધીન થવું એ ચીકાશ. સ્વાધીનતા એ ચીકાશનો અભાવ છે. રાગદ્વેષની મંદતા છે. જેટલા અંશે એની મંદતા, તેટલા અંશે કર્મનું આવાગમન ઓછું, ચાટવું ઓછું, અને કર્મ ચોટે ઓછાં એટલે ભવિષ્યના સંસર્ગ ઓછા અને એથી મુક્તિ નિકટ. મધલિપ્ત તલવાર :
વિષયનું સુખ ક્ષણિક છે અને વિપાક કઇ ગુણો છે. દ્રષ્ટાંતમાં, મધથી લેપાયલી તરવારની ધારા ચાટવા જેવું એ સુખ છે. મધથી લેપાયેલી અણીદાર તરવારની અણી ચાટવામાં જેટલું સુખ, તેટલું વિષયસેવામાં સુખ, પરિણામે જીભને છેદ થાય અને જે પીડા ભોગવવી પડે, તે રીતે વિષય ભોગવ્યા પછીની પીડા છે. જીભ અડે ત્યારે જરા મધુર તો લાગે, પણ પછી વાત કરવાનો સમય રહે નહિ. બૂમ પાડ્યા શિવાય છૂટકો જ નથી. બીમારને કુપથ્ય પા કલાક આનંદ આપે, પછી પરિણામે એ કુપથ્ય શરીરમાં પરિણામ પામ્યા બાદ વેદના થાય. જ્ઞાનીએ કહેલી વાત પ્રત્યક્ષ અનુભવસિદ્ધ છે. શબ્દ-ગંધાદિ પાંચ વિષયોને મેળવવાની મહેનત, એ ભયંકર મજુરી છે. પણ તીવ્ર આશાના યોગે એ દુઃખ નથી લાગતું. ક્લોરોફોર્મથી ભાન વિનાના થઇ જવાથી કાપકુપની વેદના માલુમ ન પડે, એ રીતે આશામાં લીનતાના યોગે ચૈતન્ય દબાઈ જાય છે, માટે દુઃખની ખબર નથી પડતી. સત્યને મૂકી અસત્યની પાછળ જનારને શાસ્ત્ર અચેતન જેવા કહ્યા છે. શાસ્ત્રો તો સમ્યગુદ્રષ્ટિ સિવાયના બધાને અસંશી પણ કહ્યા છે. મનવાળો પણ યોગ્ય કારવાઇ ના કરે, તો મનવાળા અને મન વગરનામાં ફેર શો ? જે વર્તમાન સુખમાં લીન થઈ ભવિષ્યના સુખને ન વિચારે, એને ડાહ્યો કહે કોણ ? સમ્યગદ્રષ્ટિ આત્મા ભવિષ્યના હિતનો વિચાર કરે, પણ વર્તમાનસુખની ઇચ્છા ન કરે. વ્યવહારમાં પણ ભવિષ્યના સુખ માટે વર્તમાનમાં તકલીફ
Page 203 of 234
Page #204
--------------------------------------------------------------------------
________________
વેઠો છો. બાપની મુડી બેંકમાં શું કામ મૂકો છો ? બેંક તુટે તો ? તુટવાનો સંભવ છતાં પણ બારે વસે બમણા થવા માટે મૂકો છો ને ? શું વર્તમાનની એ આપત્તિ નથી ? છેજ, વળી વીમા ઉતરાવી લવાજમ ભરો છો તે શા માટે ? સંતાન આદિના સુખને માટે ને ? સંતાન ભાગ્યહીન હોય તો પાઇ પણ ન પામે એમ પણ થાય, એ વાત જુદી, પણ ત્યાં માન્યતા કયી ? કહેવું જ પડશે કે-એજ ! એ રીતિએ ભવિષ્યના ભલા ખાતર વર્તમાન વસ્તુ ગુમાવવામાં હ૨કત નથી લાગતી ને ? જો હા, કહો કેભવિષ્યના હિતની દરકાર વગર વિષયસુખમાં લીન થવું, એ મધથી લેપેલી અણીદાર તરવાર ચાટવા જેવું કે બીજું કંઇ છે ? ભવિષ્યની દરકાર વિના એ તરવાર ચાટે અને ચાટવું વ્યાજબી કહે, એ ડાહ્યો કે મૂર્ખે ? વિષય ભોગવે અને વ્યાજબી કહે તો સમ્યક્ત્વ ક્યાં રહે ? વિષય ભોગવતાં છતાં પામરતા કબૂલે ત્યાં સુધી તો ઠીક, પણ સેવવા જોઇએ એમ કહે ત્યાં શું થાય ? આત્મા એ ભાવુક દ્રવ્ય છે ! ઃ
ફલાણા વિષય કેમ સેવે, એની કાળજી સમ્યગ્દષ્ટિ રાખે કે કેમ છૂટે એની કાળજી રાખે ? વિષયમાં પડેલા પણ સમ્યદ્રષ્ટી હોય, તે ઇતર વિષયથી બચ એમાં સહાયક થાય કે ઇતરને વિષયમાં હોમવામાં સહાયક થાય ? કોઇ વિષયને તજવા તૈયાર થાય ત્યારે-તમે વિષયો અનુભવ્યા છે કે નહિ ? -એમ સમ્યગ્દષ્ટિ પૂછે ? અગ્નિની આગળ મીણનો ગોળો મૂકવો, એ મીણના ગોળાનો નાશ કરવા જેવું છે. આજના કહેવાતા સુધારકો અને પોતાને સમ્યદ્રષ્ટિઓ તરીકે ઓળખાવનારાઓ મીણના ગોળાને ગોળા તરીકે રાખવા માટે અગ્નિ આગળ મૂકી આવે એવા છે. મીણનો ગોળો ગમે તેવો મજબૂત, પણ અગ્નિ આગળ તો ઢીલો જ. શાસ્ત્ર આત્માને ભાવુક દ્રવ્ય કહ્યું છે. વજ્રાદિક કેટલાંક દ્રવ્ય અભાવુક છે, જેમાં કાણું ન પડે, પરિવર્તન ન થાય, પણ આત્મા એ તો ભાવુક દ્રવ્ય છે.
પરીક્ષા થાય, પણ ક્યી રીતે ? :
શ્રી તીર્થંકરદેવ જેવા પણ નિયમા ઘર તજે ત્યારે કેવલજ્ઞાન થાય. એમના જેવાને ઘ૨ તજવું પડે, અટવીઓ લંઘવી પડે, ઉપસર્ગ સહેવા પડે. તપ કરવા પડે ત્યારે કેવલજ્ઞાન થાય અને તમને-અમને એમ ને એમ જ થાય એમ ? જ્ઞાની કહે છે કે-કોઇ અપવાદને બાદ કરીએ તો સંયોગને આધીન થયા વગર આત્મા પ્રાયઃ ૨હે નહિ. માટે યાદ રાખો કે-અંકુશ વગર કોઇને ન ચાલે. મુનિઓ માટે પણ કેટલા અંકુશ છે ? શ્રી વીતરાગ જેવા ચારિત્રવાળા પણ પડતાં વાર ન લાગે. વિરાગીની પરીક્ષા માટે એને વિષયના ઘરમાં નજ મૂકાય. વિરાગીને એક સેકંડ પણ વિષયમાં રહેવાની સલાહ સભ્યષ્ટિ આત્મા ન આપે. વિરાગીની પરીક્ષા માટે એને વિષયના સંયોગમાં એક સેકંડ પણ રહેવાનું કહેવું, એને સમ્યદ્રષ્ટિ ઇષ્ટ ન માને, તો પછી સમ્યગ્દષ્ટઓના સમુદાયનો એવો કાયદો તો કેમ જ હોય ? અને એવો કાયદો થાય ત્યાં સમ્યક્ત્વ કેમ રહે ? ઘણાઓ કહે છે કે- ‘આટલામાં શું ?' હું કહું છું કે-કુવાના કીનારેથી જરા પગ ખસે તો શું થાય ? આથી વિરાગીની પરીક્ષાનો નિષેધ નથી, એની પરીક્ષા જરૂર થાય, પણ
Page 204 of 234
Page #205
--------------------------------------------------------------------------
________________
સુસંયોગમાં રાખીને ! એવા સારા સંયોગમાં જોડીને થાય ! એની ભાવના ચઢે એવી કાળજી રાખવી જોઇએ પણ એને વિષયના સંસર્ગમાં મૂકવાની ભાવના તો નજ હોવી જોઇએ. છતી સાહ્યબીએ ત્યાગી કેમ ? :
સભ્યષ્ટિએ સાચાને સાચું તથા ખોટાને ખોટું કહેવું જોઇએ. એમાં ખોટી શરમ અને ખોટી મર્યાદા રાખવી એ મિથ્યાદ્રષ્ટિપણું છે. જાણે ખરો અને અવસરે પણ કહે નહિ એ જાણપણું મોહના ઘરનું છે. શાસ્ત્રે કહ્યું કે-મિથ્યાદ્રષ્ટિનો સુંદર પરિણામ પણ અસુંદર છે અને મિથ્યાદ્રષ્ટિની ક્ષમા, શાંતિ તથા સમતા એ પણ મોહની મૂર્છા છે સમ્યગ્દષ્ટિ તે કે જે વર્તમાન સમયના તુચ્છ સુખની ખાતર ભવિષ્યનું હિત તોડવા ન ઇચ્છે. છતી સાહ્યબીએ દીક્ષા લેવી એટલે વિદ્યમાન હાથીઘોડા અને હાટહવેલી છોડીને ભિક્ષા માગવા નીકળવાનું છે, વસ્તી પણ માગી મળે, કોઇ આપે તો રહેવાય અને ન આપે તો ન રહેવાય. છ ખંડના માલિકો છ ખંડની સાહ્યબી છોડી એકલા કેમ નીકળી પડતા ? એ ડાહ્યા કે વર્તમાન સુખને વળગી રહેલા ડાહ્યા ? શ્રી જિનેશ્વરદેવો છતી સામગ્રીએ ત્યાગી કેમ બન્યા એ હેતુ તો તપાસો ? રોગ થવાથી શ્રી સનતકુમાર ચાલી કેમ નીકળ્યા ? રોગની સેવા તો સંસારમાં સારી થાત પણ શ્રી સનતકુમારે વિચાર્યું કે ભલે થોડો વખત વ્યાધિ ભોગવવી પડે, પણ ભવિષ્યના રોગને મટાડવા માટે આજ જરૂરી છે.
પ્રભુશાસન કોને માટે છે ? :
વર્તમાન વિષય સુખને વળગેલા છતાં જે એને સારૂં નથી કહેતા અને નથી માનતા તેને પ્રભુશાસનમાં સ્થાન છે પણ જેઓ એને સારૂં કહે છે તેને પ્રભુના શાસનમાં સ્થાન નથી. વર્તમાન વિષય સુખનેજ ઉપાદેય માનીને વળગી રહેનારાઓ આત્માની પણ દયા વિસરી ગયા છે અને જેઓ પોતાના આત્માની પણ દયા વિસરે તે બીજાની ભાવદયા શું કરે ? જેને પોતાની ભાવદયા ન આવે એ બીજાની શું કરે ? પાપમાંથી ઝેરના ફણગા ફુટે છે. ‘અમે જે વિષય ભોગવીયે છીયે એતો ફરજ છે, બે પાંચ લાખ મેળવવાજ જોઇએ, તોજ અમારૂં પોઝીશન વધે, રાજકાજમાં ઘુસવુંજ જોઇએ, રાજદ્ધિ મેળવવીજ જોઇએ.' -આવી આવી માન્યતાના મૂળમાંથી પાપરૂપ કાયદાના ફણગા ફુટે છે. પોતે વિષયના સંગમાં રહેતાં થરથરે એ બીજાને વિષયના સંગમાં રક્ત રહેવાની સલાહ કેમ આપે ? આજે તો કાયદો થાય છે કે-રહેવું જ, પણ એ કાયદા કરનારને વિરાગી પૂછે કે- ‘તમે કોણ છો ?’ ત્યારે એ શું કહેશે ? ‘અમે શ્રીમાન છીયે.’ એમ કહેશો તો તો વિરાગી કહેશે કે- ‘તમને અમે નથી માનતા, તમે ભગવાન્ શ્રી મહાવીરના દીકરા હો તો તમને માનવા તૈયાર છીયે, બાકી તમારી શ્રીમંતાઇની તો અમને કશીજ કીંમત નથી કારણ કેતમારી શ્રીમંતાઇ કાંઇ અમને અમારે જે જોઇએ છે તે નથી દેવાની માટે તમે મહાવીરને માનો તો અમે તમન માનીએ.' આવું કહેનારને ઉત્તર તો આપવો જ પડશે ને ? બુદ્ધિપૂર્વક ઉત્તર આપવો જોઇએ કે જેથી આબરૂ ન ગુમાવવી પડે. શ્રી જૈનશાસન સમ્યગ્દષ્ટ માટે છે, ભવને ખોટો માનનાર માટે છે, સંસારની સામગ્રી આપવા બંધાયેલો નથી. હું ઘી દુધ ખાઉં ને તમને ન Page 205 of 234
Page #206
--------------------------------------------------------------------------
________________
આપું તો વાંક ખરો બાકી તમારી ખાતર અનીતિ કે જુઠ આદિ પાપ હું કરવાનો નથી. આ જમાનામાં અનીતિ વિના ચાલે નહિ માટે અનીતિમાં પાપ કેમ કહેવાય ? એમ માનવું એના જેવું મિથ્યાત્વ કયું છે ? સમ્યગુદ્રષ્ટિ તો કહી દે કે- હું સંસાર છોડી શકતો નથી માટે નીતિપૂર્વક મળે એથી તમારું રક્ષણ કરીશ. વસ્તુસ્થિતિ આવી હોવા છતાં પણ આજ તો કહે છે કે-જેની જરૂર એનો નિષેધ કેમ ? પણ વિચારો કે-દુનિયાના જીવોને તો અઢારે પાપસ્થાનકોની જરૂર છે માટે એનો નિષેધ નહિ એમ ? શ્રી અરિહંતદેવને માનવાનો દાવો કરે અને છોકરો માંદો પડે ત્યારે મેલડી પાસે જાય, ત્યાં શું શાસ્ત્રકાર હા પાડે ? ગુરૂ નિગ્રંથ જોઇએ એમ કહે, પણ પાછા કહે કેઅમારા વેપાર રોજગાર ચાલતા નથી માટે તમે પણ અમારા ભેળા ભળો અને અમારી સ્થિતિ સુધારો આ કઇ દશા ? શું સાધુ, એ વાતને માને ? માને તો પરિણામ એ આવે કે-વીસમી સદીમાં પ્રભુના શાસનને દેશવટો જ આપવો પડે અને તે શું યોગ્ય છે? નહિ જ, તો વિચારો કેદેવ વીતરાગ, ગુરૂ નિગ્રંથ, અને ત્યાગમયી ધર્મ, એ ત્રણની પાસે શું મંગાય ? વીતરાગ દેવ પાસે રાગનાં સાધનો મંગાય ? કેસરીયાજીને કહે કે- ‘છોકરો સારો કરો તો પાંચ શેર કેસર ચઢાવું' –એ શું? એ વીતરાગ પરમાત્માની ભક્તિ છે ?
ખરેખર, આજની દશા જ કોઈ વિચિત્ર છે. કેટલાક તો આજે કહે છે કે-ગુરૂ કંચન, કામિનીના ત્યાગી ખરા, પણ એ ગુરૂ. અમારા કંચન-કામિનીને સારાં કેમ ન કહે ? આનો અર્થ એ જ કે-પંચ એ પરમેશ્વર, પણ મારી ખીલી ન ફરે. આવી દશાના યોગે જ ભવાભિનંદીઓ કહે છે કે- ‘દેવ વીતરાગ, ગુરૂ નિગ્રંથ, ધર્મ ત્યાગમય એ વાત સાચી, પણ એ ત્રણેયે અમારી જરૂરીઆત જોવી જ જોઇયે.' આવાઓને પૂછવું જોઇએ કે શું એ તમારી જરૂર જો વા નીકળ્યા છે
સદુપયોગ એ ધર્મ :
સભા. સોબતમાં રહો તો એટલું ન હોય ?
દેવ તો મુક્તિમાં છે, ધર્મ એ તારકની આજ્ઞામાં છે અને અમો તમારી સોબતમાં છીયેજ નહિ, કારણ કે-સાધુ ગૃહસ્થ નિશ્રાએ રહે છે પણ કાદવ તથા પાણી વચ્ચે રહેલ કમળની જેમ નિલે પ રહે છે, જો નિલે પ રહે તો સાધુતા ટકે, નહિ તો કમળ કોહવાઇ જાય, તેમ સાધુતામાં પણ સડો થાય. ગૃહસ્થો અને સાધુઓની સ્થિતિમાં ઘણોજ ફરક છે.
ગૃહસ્થને દ્રવ્યદાનનો અધિકાર છે પણ મુનિને નથી એનું કારણ એ જ કે:
ગૃહસ્થ પાસે દ્રવ્ય છે માટે એની મૂચ્છ છોડાવવા માટે દાન છે, ગૃહસ્થ પરિગ્રહ આરંભ સમારંભ રૂપ રોગથી પીડાય છે માટે દાનરૂપી ઔષધની એને જરૂર છે, અને મુનિને દ્રવ્ય નથી માટે મૂર્છા પણ નથી અને દ્રવ્યદાન પણ નથી, દાનનો ઉપદેશ દે તે રોગીને મૂચ્છથી બચાવવા માટે. દ્રવ્યમૂચ્છમાં પડેલાને દાનનો ઉપદેશ દે પણ દાન માટે કમાવાનું ન કહે. મૂચ્છનાં સાધનવાળાને ઉપદેશ દે, શ્રાવક જમવા બેસે ત્યારે મુનિની રાહ જૂએ, પણ એક જ આદમી હોય અને રસોઈ બનાવી નથી તો મુનિને બનાવી દેવાનું વિધાન નથી. પૌષધમાં
Page 206 of 24
Page #207
--------------------------------------------------------------------------
________________
તવિહારો ઉપવાસ અગર એકાસણું કરનાર શ્રાવક માટે આવેલ ચીજ મુનિને એ શ્રાવક વહોરાવે પણ ચોવીહારો ઉપવાસ કર્યો હોય એ શ્રાવક મંગાવીને મુનિને ન વહોરાવી શકે. અર્થાત્ મળેલાનો સદુપયોગ કરવો એ ધર્મ.
લક્ષ્મી એ પાપસ્થાનક સેવ્યા વિના આવતી નથી. એ લક્ષ્મી દ્વારા પાપના ત્યાગના ઉપદેશ એ લક્ષ્મીવાનને મુનિ દે પણ દાન માટે પાપને સેવી લક્ષ્મી મેળવવાનું જૈનશાસ્ત્ર કહેતું નથી. દાન લક્ષ્મી પરની મૂર્છા ઉતારવા માટે છે. પારકાનું કલ્યાણ થાય એમાં વાંધો નહિ પણ ભાવના તો મૂચ્છના ત્યાગની છે. કેવલ પારકાના કલ્યાણની ભાવનામાં દ્રવ્યદાનનો લાભ પણ એમાં એ આપુ એનાથી સો ગણું મળે એવી ભાવના આવે તો એ લાભ પણ નહિ. મુનીને દાન દેવામાં ભાવના કયી ?
મુનિ ઉત્તમ પાત્ર છે, રત્નત્રયાના ધારક છે, શકાય જીવના પાલક છે, રક્ષક છે અને જગતમાં છકાય જીવની રક્ષાના પ્રચારક છે એ માટે, એ મુનિને સંયમપુષ્ટિ માટે એમનું શરીર વધુ ટકે તો જગતમાં પકાયની રક્ષા વધુ થાય, અકાય રક્ષાનો પ્રચાર વધુ થાય એ માટે, તેમજ પોતાને પણ આના યોગે સંયમનો અવસર આવે એ માટે મુનિને ભક્તિપૂર્વક દાન દેવાય. મુનિને દાન દેવામાં ઇરાદો આ ઓછો કે વધતો, પણ ઇરાદો તો આ ! શાસ્ત્ર કહે છે કે- “મુનિને દાન દેતી વખતે શ્રાવકને હર્ષનાં આંસુ આવે, તે ક્યારે આવે ? આવી ભાવના વિના આવે ? આજે તો કેટલાક કહે છે કે- અમે હોઇએ તો સાધુ જીવે, અમે જીવાડનાર અને અમારા આધારે એ જીવનાર.' આ ભાવનાથી અક્કડાઇ આવી છે ત્યાં હર્ષના આંસુ ક્યાંથી આવે ? સમ્યગુદ્રષ્ટિ તો સામાન્ય વાચકો માટે પણ માને કે યાચકો ન હોત તો દાન કોને દેત? યાચકો છે તો કલ્યાણના દરવાજા ઉઘાડા છે. આનો અર્થ એ નહિ કે-બીજાને યાચકો બનાવવા ઇચ્છે. શ્રાવકુળના મનોરથ :
સભામાં થી. દેશમાં ભીખારી વધે ને ?
જૈનદર્શન એ વાત માન્ય નથી રાખતું. બધા પુરૂષો ત્યાગી થાય તો એમનાં કુટુંબો શું કરશે ? એ ફીકર જૈનદર્શન નથી કરતું, કારણ કે જે દિવસે બધા ત્યાગી થશે, ત્યારે તેમનાં કુલ પણ પુણ્યવાન હશે. આજ તો પાપાત્માઓ ઉત્તમ કુળને પણ અધમ કરવાની પેરવીઓ કરે છે. પ્રભુનો સંયમ માર્ગ સાંભળી સમ્યગુદ્રષ્ટિ દેવતાઓ પણ ઇચ્છે છે કે- ક્યારે શ્રાવકકુલ મળે અને સંયમપણું પામું !' શ્રાવકકુલની ગળથુથીમાં જ તત્ત્વનું જ્ઞાન હોય. નિર્વેદ અને વૈરાગ્યનાં ઝરણાં એ શ્રાવકકુલમાંથી નીતરતાં હોય. શ્રાવકના રસોડામાં પણ તત્ત્વજ્ઞાનની જ વાત હોય. શ્રાવકના વેપારમાં સુંદર નીતિ, પ્રમાણીકતા અને ઉદારતા હોય, એની દરેક કરણીમાં સદાચાર હોય, એના જીવનમાં શાંતિ, સહિષ્ણુતા અને સદાચાર હોય, પણ મોહ, લોભ કે લફંગાઇ ન હોય. શ્રાવક, જો પોતાના ઘરમાંથી કોઇ સંયમી નીકળે તો પોતે પોતાના ઘરને પુણ્યઘર માને, અને કોઈ પણ આત્મા એવો ન નીકળે તો એને થાય કે-એ કે ચૈતન્યવંતી મૂર્તિ મારા ઘરમાં છે કે બધાંય ધમણ જેવાં પુતળાં છે ? આ બધું ય સમજવા માટે સમજો કે-શ્રાવકના મનોરથ કયા હોય ? સદાય
Page 207 of 234
Page #208
--------------------------------------------------------------------------
________________
ક્યારે મમતા છૂટે અને ક્યારે મુનિચર્યા પાળું ? આવાજ મનોરથો શ્રાવકોના હોય, એવા શ્રાવકો પોતાનાં સંતાનોને સંસારમાં રસપૂર્વક હાલવાનું કેમ જ કહે ? સમ્યગુદ્રષ્ટિ માબાપ બાળકને સારામાં સારી ચીજ ખવડાવે પણ કાનમાં કુંક મારે કે એના રસમાં લીન થવામાં મજા નથી : જો એમાં રાચ્યો તો દુર્ગતિ થવાની ! આવા શિક્ષણથી ટેવાયેલો આત્મા, થાળીમાં જેટલી ચીજ આવે એમાંથી જે ચીજ ઉપર પોતાનો પ્રેમ વધારે હોય તે તજે, પણ એવા શિક્ષણના અભાવે આજ તો ન હોય તો ઇષ્ટ વસ્તુ માગીને રસપૂર્વક ખવાય છે. શ્રાવકના આચારો ગયા માટેજ ભયંકર પાપની જરૂરીયાત મનાઇ, પાપની જરૂરીયાત મનાઇ માટે જ ધર્મનો ઉપદેશ કડવો મનાયો, એથી જ શુદ્ધ પ્રરૂપક સાધુ પ્રત્યે વૈર ભાવના જાગી, આગમ ઉપરનો પ્રેમ ગયો, ભગવાન શ્રી મહાવીર પરમાત્માના વચન ઉપરની શ્રદ્ધા ગઈ અને એજ હેતુથી ઘોર મિથ્યાત્વનો ઉદય થવાથી કારમું નાસ્તિકપણું આવ્યું. એવાઓ તો આપત્તિના સમયે રોદણાં રોતા આવે, પણ એવાઓને સાધુ શું કહે ? એવાઓને સાધુ તો એ જ કહે કે- “WuRIોડા અને સંtI TI[વોરા પ્રભુ શાસનનો પ્રતાપ :
ખરે ખર આજે તત્ત્વદ્રષ્ટિની વિચારણા મોટે ભાગે નાશ પામી છે, અન્યથા શ્રાવક, સાધુ પાસે આવીને “ખાવા નથી મળતું’ એમ કહે ? પણ એ બધું કોણે શીખવ્યું ? કહેવું જ પડશે કેસંસારીઓ સાથે માનપાન માટે ભેગા ભળેલાઓએ જ પ્રાયઃ એવું એવું શીખવ્યું છે. સાધુતાના મર્મને સમજનારા સાધુ તો કહે કે- ‘ભાઇ ! એવી કરણી કર કે ભવિષ્યમાં આવું ન થાય.” આવી આવી શુદ્ધ પ્રરૂપણાના પ્રતાપે સાધુ પાસે આવેલો પણ એવું પામી જાય કે-એને ઠંડક વળે. મુનિ સાધર્મિના ઉદ્ધારનો, સાધર્મિની ભક્તિનો ઉપદેશ અવશ્ય આપે, પણ પેલાને તો મુનિ એમજ કહે કે-પ્રભુનું શાસન પામીને આવી દીનતા નજ કરાય, કારણકે-સુખ અને દુ:ખ તો કર્મના યોગે આવે અને જાય. શ્રી શાલિભદ્ર જેવા સાહ્યબીવાળા જે સમયે વસે, તે જ સમયે સાડાબાર દોકડાની મુડીવાળો પણ શાંતિથી વસે, એ શ્રી ભગવાન મહાવીરના શાસનમાં પણ બીજે નહિ, શ્રી શ્રેણિક મહારાજા , પો હાથી પણ અધિક શ્રી શાલિભદ્રની ઋદ્ધિ જૂએ તે છતાં પણ ઈર્ષ્યા ન થાય. એ પ્રભુના શાસનનો જ પ્રભાવ. શ્રી શાલિભદ્રની બત્રીસ સ્ટીઓ આનંદ કરે અને ઘરનો વહીવટ માતા કરે, છતાં પણ એ માતાને એમ ન થાય કે-હું કામ કરું અને વહુઓ બેસી રહે એ પણ ભગવાનના શાસનનો પ્રતાપ. જંગલની મુસાફરીમાં રાખવામાં આવે છે, જેને મેણા કહે છે. શાહુકાર, મેણા સાથે ચાલતાં શોભે ? એ એની આજ્ઞા મુજબ ચાલે ? હા ! ન ચાલે તો લુંટાઇ જાય. એ સાથે ન હોયતો એજ લુંટે. એને આઠ આના આપી સાથે લેવામાં આવે છે એનો હેતુ એ છે કે એની જાતના લુંટારા લુંટી શકે નહિ. જે રાગ લૂંટી રહ્યો છે તે શ્રી જિનેશ્વરદેવના શાસન પ્રત્યે થાય તો તે વળાઉ છે. દુનિયાના પદાર્થ માટે થતા કપાય તે લુંટારા છે. પણ એજ કષાય પ્રભુ માર્ગને સાચવવા થાય તો તે વળાઉ છે. વળાઉ સાથે રહે, દુશમનથી બચાવે અને હદથી પાછો વળે. તેવી રીતે પ્રશસ્ત કષાય, રાગ વિગેરે અયોગ્ય કાર્યવાહીથી બચાવે અને આત્મા નિર્મળ થાય કે એ આપોઆપ પાછા વળે. વીતરાગદશા નથી આવી ત્યાં સુધી ધર્મરક્ષા માટે,
Page 208 of 234
Page #209
--------------------------------------------------------------------------
________________
આત્મરક્ષા માટે, પ્રશસ્ત કષાયો હેયકોટિના નથી. શ્રી દશાર્ણભદ્ર રાજાનું અભિમાન પ્રશસ્ત હતું પણ મારાપણાનો ઉકાંટો અપ્રશસ્ત હતો. અયોગ્યને સુધારવાની લાલાશમાં વાંધો નહિ પણ હૈયામાં કાળાશ થાય તો જરૂર ડાઘ લાગે. વળાઉને પણ રાજી રખાય, સારૂં ખાવા અપાય પણ માલ ન દેખાડાય, હીરામાણેકને પશાની થેલી ન બતાવાય, નહિ તો એજ વળાઉં જરાક છેટે જઈ લૂંટે. અગર લૂંટાવે. વાઘ કે સિંહના બચ્ચાં પાળનારા માલીકો પોતાનું શરીર એમને ચાટવા ન દે, કેમકે જાણે છે કે દાંત બેઠા અને લોહી ચાખ્યું તો એ પ્રાણી જાતનો ભાવ ભજવ્યા વિના ન રહે. આથી જ પરમોપકારી શાસ્ત્રકાર પરમષિઓ ચેતવે છે કે પ્રશસ્ત કષાયોને પણ મતલબ પૂરતાજ રાખવાના છે માટે એને પણ આધીન ન થતા. આધીન થનારનો આ શાસનમાં પક્ષપાત નથી.
જેનું પરિણામ સારું તે પ્રશસ્ત સમજો અને જેનું પરિણામ ખોટું તે પ્રશસ્ત દેખાતા હોય છતાંય અપ્રશસ્ત સમજો . અભવ્યનું સંયમ સુંદર છતાં શાસ્ત્રકારે અનર્થકર નિષ્ફળ પ્રાદય કહ્યું કારણકે તે પૌગલિક લાલસાઓથી ભરેલું જ છે : આથીજ નિર્વેદ તથા વૈરાગ્ય વિના ધર્મ પામી શકાતો નથી અને પાળી શકાતો નથી: એજ કારણે સૂત્રકાર પરમર્ષિ સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય થાય તે માટે કર્મના વિપાકનું વર્ણન કરે છે, એ વિપાકનું વર્ણન કરતાં સૂત્રકાર પરમર્ષિ અને ટીકાકાર મહર્ષિ શું શું ફરમાવે છે એ આપણે ક્રમસર જ્ઞાની મહારાજાએ ભાળ્યું હશે તે હવે પછી જો શું -
કર્મવશવર્તિ પ્રાણીઓના કર્મવિપાનું
વિશિષ્ટ પ્રકારે વર્ણન કર્મવિપાક્ત વર્ણન શા માટે ?
સંસારવર્તિ પ્રાણીઓને નિર્વેદ તથા વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાના જ એક ઇરાદાથી સૂટકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી આ છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદેશાના બીજા સૂત્રોદ્વારા, કર્મના વિપાકનું વર્ણન કરવા માગે છે, કેમકે કર્મવિપાકના યોગે થતી સંસારની દુઃખમયતા સામાન્ય રીતે પણ સમજાય નહિ ત્યાં સુધી નિર્વેદ આવતો નથી અને વૈરાગ્ય ભાવના જાગૃત થતી નથી. તથા નિર્વેદ અને વૈરાગ્યવિના શ્રી જિનેશ્વર દેવનો માર્ગ રૂચતો નથી. પ્રભુના માર્ગની રૂચિ માટે નિર્વેદ તથા વૈરાગ્ય એ પ્રબળ સાધન છે. નિર્વેદ એટલે સંસારને કારાગાર માનવો અને એનાથી
ક્યારે છૂટાય એ ભાવના થાય છે. એ નિર્વેદના યોગે એ કે એક સંસારના પદાર્થ પ્રત્યે રાગ પાતળો પડે એ વૈરાગ્ય. એ થાય ત્યારે જ્ઞાનીનો માર્ગ સારામાં સારી રીતિએ આરાધાય. શ્રી વીતરાગ પ્રભુના માર્ગમાં દુનિયાદારીનાં પદાર્થોની અભિલાષાનો પણ નિષેધ છે કારણ કે-મળ્યું હોય એ પણ મુકવાનો એમાં ઉપદેશ છે. અર્થકામ, પૈસોટકો, રાજઋદ્ધિ વિગેરે મેળવવાની મહેનત તો સૌ કરે પણ આ શાસનમાં તો એ બધું મૂકવાની મહેનત છે. બહારથી છોડવાની સાથે હૈયેથી પણ ખસવું જોઇએ : આજ કારણે ધર્મની પ્રાપ્તિ માટે સામાન્ય રીતિએ પણ નિર્વેદ તથા વૈરાગ્ય એ ગુણોની અનિવાર્ય જરૂર છે. જયારે સંસાર પ્રત્યે નિર્વેદ આવે ત્યારે સંસારની પ્રતિપક્ષી વસ્તુ
Page 209 of 234
Page #210
--------------------------------------------------------------------------
________________
પ્રત્યે સદ્ભાવ થાય છે. ધ્યાનમાં રાખજો ક-નાનામાં નાની ક્રિયા આ શાસનની એટલે નવકાર મંત્રનો જાપ પણ સંસારથી છૂટવા માટે જ છે. અર્થાત્ કોઇ પણ ક્રિયા જિનેશ્વર દેવો એ સંસારમાં રહેવા માટે ફરમાવી જ નથી. પ્રાણીઓનાં સંસારનાં બંધન ઘટે, રાગદ્વેષ ઘટે, મોહની આસક્તિ ઘટે, તે માટે જ એકેએક ક્રિયાનું જ્ઞાનીએ વિધાન કરેલ છે. જયાં સુધી દુનિયાની તીવ્ર આસક્તિ બેઠી છે ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવ જેવા પરમોપકારીની આજ્ઞામાં રક્તતા નથી થતી, આથી જ નિર્વેદ તથા વૈરાગ્ય ગુણની ખીલવણી વગર ધુનન ન થાય. આજ હેતુથી સૂત્રકાર પરમણિએ આ છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદે શાના બીજા સૂરોની શરૂઆતમાં જ ફરમાવ્યું છે કે
d tvોહ નહીં તહ?' તે યથાવસ્થિત કર્મ વિપાકને તેજ રીતિએ પ્રતિપાદન કરતા મને હે ભવ્ય જીવો ! તમે સાંભળો. સંસાર એટલે ચારગતિ :
હવે સૂટકાર પરમર્ણિ સૂત્રદ્વારા તે કર્મવિપાકને કેવી રીતિએ વર્ણવે છે, એ વસ્તુનો સારી રીતિએ અને સ્પષ્ટતાથી ખ્યાલ આવે તે માટે, ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા પોતે જ પ્રથમ તેનો ખ્યાલ આપવા માટે સંસારમાં ગતિઓ કેટલી છે, તે ગતિઓમાં યોનિઓ અને કુલકોટિઓ કેટલી છે, તે તે ગતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે, તે તે ગતિઓમાં કેવા પ્રકારની અને કેવી કેવી વેદનાઓ તથા કઇ કઇ જાતિના અને કેવા કેવા પ્રકારનાં દુઃખો છે અને આ બધાય ઉપરાંત એ ભયાનક સંસારમાં કેવી અશરણ દશા છે, એનો અનંતજ્ઞાનીઓના વચનાનુસાર આબેહુબ ચિતાર આપવાનો ઇરાદો રાખે છે અને એ જ કારણે એ પરમોપકારી પરમર્ષિ ક્રમસર એ સઘળી વસ્તુઓનું વર્ણન કરતાં શરૂઆતમાંજ સંસાર એટલે શું ? એ સમજાવતાં ફરમાવે છે કે
"नारकतिर्यड नरामरलक्षणाश्चतस्त्रो गवयो" નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવલક્ષણ ચાર ગતિઓ છે : અર્થાત્ ચાર ગતિઓ કહો કે સંસાર કહો એ એકજ છે.
ગાથા-ભાવાર્થ -
Page 210 of 234
Page #211
--------------------------------------------------------------------------
________________
૧. ભુવન પઇવ વીંર નમિઉણ ભણામિ અબુહ બોહત્થા
જીવ સરુવં કિંચિવિ જહ ભણિય પુવ સૂરીહિં ||૧|| ભાવાર્થ :- ત્રણ ભુવનમાં દીપક સમાન શ્રી વીરભગવંત ને નમસ્કાર કરીને અજ્ઞાની જીવોને જ્ઞાનને માટે જેમ પૂર્વાચાર્યોએ કહેલું છે તેમ જીવનાં સ્વરુપને કાંઇક કહીશ. ૨. જીવા મુત્તા સંસારિણીય તસ થાવરાય સંસારી !
પુઢવી-જલ-જલણ વાઉ વણસ્સઇ થાવરાનેયા //ર// ભાવાર્થ :- જીવો બે પ્રકારે છે (૧) સંસારી જીવો (૨) મુક્તિના જીવો. સંસારી જીવો બે પ્રકારે છે. (૧) રાસ (૨) સ્થાવર, પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ તથા વનસ્પતિકાય જીવો સ્થાવર જાણવા. ૩. ફલિત મણિરયણ વિદુમ, હિંગુલ હરિયાલ મણસિલ રસિંદા,
કણગાઈ ધાઉ સેઢી વક્રિય અરણેટ્ટય પલેવા Ilall ભાવાર્થ :- સ્ફટીક-મણી-રત્ન-પરવાળાં-હિગલોક હડતાલ-મણશીલ-પારો-સોના વગેરે ધાતુની ખાણો પથ્થરો પાલેવાની જાતિઓ. ૪. અલ્મય તૂરી ઉસ મટ્ટી પાહાણ જાઇઓ -ભેગા |
સોવર જણ લુણાઈ પુઢવી ભોયાઈ ઇચ્ચાઈ //૪ ભાવાર્થ :- અબરખ. તેજંતૂરી, ખારો, માટી, પથ્થરો વગેરેની અનેક જાતિઓ આંખમાં આંજવાનો સૂરમો મીઠા વગેરેની જાતિઓ ઇત્યાદિ પૃથ્વીકાય જીવોનાં ભેદો જાણવા. ૫. ભોમંત રિકખ-મુદાં ઓસા હિમ કરગ હરિતણૂ મહિયા.
હુંતિ ઘણોદ હિમાઈ ભાયાણે ગા ય આઉમ્સ //પા ભાવાર્થ - ભૂમિ ઉપર રહેલું પાણી, આકાશમાં રહેલું પાણી ઝાકળ હિમ બરફના કરા લીલી વનસ્પતિ ઉપરનું પાણી ઘનોદધિ ઇત્યાદિ અપકાયના જીવો કહેલા છે. ૬. ઈંગાલ જાલ મુમુર ઉક્કાસણિ કણગ વિન્જમાઇયા !
અગણિ જીયાણું ભેયા નાયબ્બા નિઉણ બુદ્ધિએ દા ભાવાર્થ :- અંગારા, જવાળા, અગ્નિનાં કણીયા, ઉલ્કાપાત, વિજળી આદિ અગ્નિકાય જીવોના ભેદો નિપુણ બુદ્ધિથી જાણવા યોગ્ય છે. ૭. ઉભામગ ઉક્કલિયા મંડલિ મહ શુધ્ધ ગુંજવાયા ત્યાં
ઘણ તણુ વાયાઇયા ભેયા ખલુ વાઉ કાયસ્સ શા ભાવાર્થ :- ઉંચે ચડતો વાયુ, નીચે ભમતો વાયુ, ગોળ ગોળ ભમતો વાયુ, મહાશુદ્ધ વાયુ, ગુંજારવ કરતો વાયુ, ઘનવાત (ઘાટો વાયુ) તથા તનવાત (પાતળો વાયુ) ઇત્યાદિ વાયુકાય જીવોના ભેદો કહેલા છે. ૮. સાધારણ પdયા વણસ્સઇ જીવા દુહા સુએ ભણિયા !
જેસિમણું તાણે તણૂ એગા સાહારણા તે ઉ ટા ભાવાર્થ:- વનસ્પતિકાય જીવોનાં ભેદો છે. (૧) સાધારણ વનસ્પતિકાય જીવો
Page 211 of 234
Page #212
--------------------------------------------------------------------------
________________
(૨) પ્રત્યેક વનસ્પતિકાય જીવો જે અનંતા જીવોનું એક શરીર તે સાધારણ વનસ્પતિકાય કહેવાય છે ૯. કંદા અંકુર કિસલય પણગા સેવાલ ભૂમિ ફોડાય |
અલય તિય ગજ્જર મોથ વત્થલા થેગ પલંકા |ો. ૧૦. કોમલ ફલં ચ સવ્વ ગૂઢ સિરાઈ સિણાઇ પત્તાઈ !
થોહરિ કુંઆરી ગુગ્ગલી ગલો ય પમુહાઇ છિન્ન રુહા //holl ભાવાર્થ :- કાંદા, અંકુરા, ઉગતા સઘળા કુણા ફળો, પાંચે વર્ણવાળી લીલફુગ, સેવાળ, હિલાડીના ટોપ આદુ, ગાજર, મોન્દ નામની વનસ્પતિ, વત્થલા નામની ભાજી, જેની ગૂઢ નસો રહેલી હોય તેવી વનસ્પતિઓ, શણનાં પાંદડા, થોર, કુવારપાઠું, ગુગળ, ગળો, જેને છેદીને વાવવાથી ફરીથી ઉગે તે.
૧૧. ઇચ્ચાઇણો અણે ગે હવંતિ ભયા અસંત કાયાણું !
| તેસિં પરિજાણણથં લકખણ- મેયં સુએ ભણિયં //૧૧/
ભાવાર્થ :- ઇત્યાદિ અનેક પ્રકારનાં અનંતકાય જીવોનાં ભેદો હોય છે. તેઓને જાણવા માટે શાસ્ત્રોમાં આ પ્રમાણે લક્ષણ કહેલું છે. ૧૨. ગૂઢ સિર સંધિપવં સમભંગ મહિરૂગ્ગ ચ છિશરુહંત
સાહારણે શરીર તવિવરિયં ચ પત્તયં /૧રો ભાવાર્થ :- જે વનસ્પતિ જીવોની નસો ગુપ્ત રહેલી હોય, જેનાં સાંધા ગુપ્ત હોય અને જે વનસ્પતિકાયનાં પર્વો ગુપ્ત હોય અને જે વનસ્પતિ ને ભેદવાથી સરખા ભાગ થતાં હોય તે બધી વનસ્પતિકાયને શાસ્ત્રમાં અનંતકાય કહેલી છે. તેથી વિપરીત શરીરવાળા હોય તે પ્રત્યેક વનસ્પતિકાય જીવો કહેવાય છે. ૧૩. એગ સરીરે એગો જીવો જેસિ તુ તેય પdયા !
ફલ ફુલ છલ્લી કટ્ટા મૂલગ પત્તાણિ બીયાણિ //૧all ભાવાર્થ :- એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક જીવો કહેવાય છે. જેમ કે ફલ-ફૂલકાઠ-મૂલ-પાંદડા તથા બીજ વગેરે પ્રત્યેક જીવો કહેવાય છે. ૧૪. પત્તેય તરું મુત્તે પંચ વિ પુઢવાઇણો સયલ લોએ !
સુહુમા હવંતિ નિયમા અંતમહત્તાઉ અદિદાસ્સા ૧૪ ભાવાર્થ - પ્રત્યેક વનસ્પતિકાય જીવોને મુકીને પૃથ્વીકાયાદિ પાંચેય સૂક્ષ્મ સકલ લોકને વિષે નિયમો હોય છે. અંતર મુહૂર્તના આયુષ્યવાળા તથા અદ્રશ્ય હોય છે. ૧૫. સંખ કવડુય ગંડુલ જલોય ચંદણગ અલસ લહગાઈ !
મેહરિ કિમિ પૂઅરગા બેદિય માઇવાહાઈ ૧પ. ભાવાર્થ :- શંખ, કોડા, ગંડોલા, ચદનક, અળસીયા, લાળીયા જીવો લાકડામાં ઉત્પન્ન થતાં કીડા, પેટમાં નાનામાં નાના થતાં કૃમિઓ, પોરા ઇત્યાદિ ઘણાં પ્રકારના બે ઇન્દ્રિય જીવો હોય છે. ૧૬. ગોમી મંકણ જૂઓ પિપીલિ ઉદૃહિયા ય મક્કોડા !
Page 212 of 24
Page #213
--------------------------------------------------------------------------
________________
ઇલિય ઘયમિલ્લીઓ સાવય ગોકીડ જાઇઓ /૧દી. ૧૭. ગદૃય ચોર કીડા ગોમય કીડા ય ધશ કીડા યT
કુંથું ગોવાલિયા ઇલિયા હૈઇદિય ઇદગોવાઇ //1શા ભાવાર્થ :- માંકડ, જૂ, કીડી, ઉધઇ, મંકોડા, ધીમેલ ગાયના કાનમાં થતાં કીડા, વિષ્ટાનાકીડા, છણના કીડા, અનાજના કીડા (ધનેડા), કુંથુવા, ગોવાલિક અને ઇન્દ્રગોપ વગેરે અનેક પ્રકારના તે ઇન્દ્રિય જીવો કહેલા છે. ૧૮. ચઉરિંદિયાય વિષ્ણુ ઢિંકુણ ભમરા ય ભમરિયા તિડા !
મચ્છિય ઇંસા મસગા કંસારી કવિલ ડોલાઇ ||૧૮ ભાવાર્થ :- ચઉરિન્દ્રિય જીવો વિંછી ઢિંકણ ભમરા, ભમરી, તીડ, માખી, ડાંસ, મચ્છ૨, કંસારી વગેરે અનેક પ્રકારના જીવો હોય છે. ૧૯. પંચિદિયા ય ચઉહા નારય તિરિયા મણસ્સ દેવાય
નેરઇયા સત્તવિહા નાયબ્રા પૂઢવી ભેએણે ૧૯ાા ભાવાર્થ :- પંચેન્દ્રિય જીવો ચાર પ્રકારના કહેલા છે. નારકી-તિર્યચ-મનુષ્ય-દેવ તેમાં નારકીનાં પૃથ્વીનાં ભેદોથી સાત જાણવા. ૨૦. જલયર થલયર ખયરા તિવિહા પંચિદિયા તિરિકખાય છે
સુસુમાર મચ્છ કચ્છવ ગાહા મગરાય જલચારી /૧૦ll ભાવાર્થ:- પંચેન્દ્રિય તિર્યંચો ત્રણ પ્રકારનાં છે.
(૧) જલચર (૨) સ્થલચર (૩) ખેચર જીવો. તેમાં સુસુમાર, માછલાં, કાચબા, ગાહા તથા મગરો વગેરે જલચર જીવો કહેવાય છે. ૨૧. ચઉપય ઉરપરિસપ્પા ભયપરિસપ્રાય થલયા તિવિહા |
ગો સપ્પ નઉલ પમુહા બો ધબ્બા તે સમાસેણે ર લા ભાવાર્થ :- સ્થલચર જીવો ત્રણ પ્રકારના કહ્યા છે
(૧) ચતુષ્પદ (૨) ઉરપરિસર્પ (૩) ભુજપરિસર્પ. ચાર પગવાળા જીવો ચતુષ્પદ કહેવાય છે. છાતીથી ચાલનાર સર્પ વગેરે ઉરપરિસર્પ કહેવાય છે. અને ભુજાથી ચાલનાર નોળિયા વગેરે જીવો ભુજપરિસર્પ જીવો કહેવાય છે. ૨૨. ખયરા રોમય પકખી ચમ્મય પકખીય પાયડા ચવા
નર ગોલા-ઓ બાહિ સમુચ્ચ પક્કખી વવયય પકખી ૨૨ ભાવાર્થ :- ખેચર જીવો સંવાટીની પાંખવાલા તથા ચામડાની પાંખવાળા હોય છે. મનુષ્ય લોકની બહાર ઉઘાડેલી પાંખવાળા એ વાજ રહે છે તથા બીડેલી પાંખવાળા જીવો તેવાજ રહે છે. ૨૩. સવે જલ થલ ખયરા સમુચ્છિમાં ગબ્બયા દુહા હુંતિ .
કમ્મા કમૅગ ભૂમિ અંતરદીવા મણુસ્સા ય //ર ૩ી ભાવાર્થ :- સઘળાય જલચર, સ્થલચર, ખેચર જીવો સમુચ્છિમ તથા ગર્ભજ એમ બે પ્રકારના હોય છે. કર્મભૂમિ તથા અકર્મભૂમિ તથા અંતરદ્વિપ એમ મનુષ્યોના પ્રકારો કહેલાં છે. ૨૪. દસહા ભવાહિન અટ્ટવિહા વાણમંતરા હૃતિ |
Page 213 of 234
Page #214
--------------------------------------------------------------------------
________________
જોઇસિયા પંચવિહા દુવિહા વેમાણિયા દેવા ૨૪ ભાવાર્થ :- દશ ભવનપતિ, આઠ યંતર, આઠ વણવ્યંતર, દશ જયોતિષી તથા બે પ્રકારનાં વૈમાનિકના દેવો કહેલા છે. ૨૫. સિધ્ધા પનરસ ભેયા તિસ્થાડ તિસ્થા ઇ સિદ્ધભે એણું
એ એ સંખેણે જીવ વિગપ્પા સમખાયા |૨પી. ભાવાર્થ :- સિધ્ધ જીવો ના પંદર ભેદો કહેલા છે. સિધ્ધનાં તિર્થ સિધ્ધ, અતિર્થ સિધ્ધ વગેરે. સંક્ષેપથી જીવોના ભેદોનું વર્ણન જાણવું. આ રીતે જીવોના ભેદોનું વર્ણન સંક્ષેપથી પૂર્ણ થયું. ૨૬. એ એસિં જીવાણું સરીરમાઉ ઠિઇ સકાયમ્મિા
પાણા જોણિ પમાણે જેસિ જં અસ્થિ તંભણિમો ૨૬ll ભાવાર્થ :- એ જીવોનાં ભેદોને વિષે શરીરની ઉંચાઇ, આયુષ્ય, સ્વકીય સ્થિતિ, પ્રાણ તથા યોનિ જે પ્રમાણે સૂત્રોમાં કહેલાં છે તે મુજબ કહીએ છીએ. ૨૭. અંગુલ અસંખ ભાગો સરીર મેચિંદિયાણ સવેસિં /
જોયણ સહસ્તમહિયં નવરં પય રુકખાણું / ૨૭ી. ભાવાર્થ :- સઘળાય એ કેન્દ્રિય જીવોનાં શરીરની ઉંચાઇ અંગુલના અસંખ્યાત ભાગ જેટલી હોય છે. માત્ર એક પ્રત્યેક વનસ્પતિકાય બાદર પર્યાપ્ત જીવોની ઉત્કૃષ્ટ શરીરની ઉંચાઇ હજાર યોજનથી કાંઇક અધિક હોય છે. ૨૮. બારસ જોયણ તિન્નેવ ગાઉઆ જોયણુંચ અણુક્ક-મસો !
બેંઇદિય તેંડદિય ચઉરિંદિય દેહ મુશ્ચત્ત // ૨૮. ભાવાર્થ :- બે ઇન્દ્રિય જીવોનાં શરીરની ઉંચાઇ ૧૨ યોજન, તે ઇન્દ્રિય જીવોનાં શરીરની ઉંચાઈ ત્રણ ગાઉ તથા ચઉરીન્દ્રિય જીવોનાં શરીરની ઉંચાઈ એક યોજનાની હોય છે. ૨૯. ધણુ સંય પંચ પમાણા ને રઇયા સરમાઈ ૫ઢવીએ
તો અધુણા નેયા ૨યણસ્પૃહા જાવ ||૨૯ી. ભાવાર્થ :- સાતમી નારકીનાં પર્યાપ્ત જીવોનાં શરીરની ઉંચાઈ ૫૦૦ ધનુષની હોય છે. ત્યાર પછી ક્રમસર અડધી અડધી કરતાં છેવટે રત્નપ્રભા એટલે પહેલી નારકીનાં જીવોનાં શરીરની ઉંચાઇ શી ધનુ ષ્ય અને ૬ અંગુલ જાણવી. ૩૦. જોયણ સહસ્સ માણા મચ્છા ઉરગાય ગમ્ભયા ફંતિ.
"હું ત્ત પકિખસુ ભુ અચારી ગાઉએ પહd /૩ ll ભાવાર્થ :- ગર્ભજ તથા સમુચ્છિમ જલચર જીવોનાં શરીરની ઉંચાઇ એક હજાર યોજન ગર્ભજ ઉરપરિસર્પ જીવોનાં શરીરની ઉંચાઇ બેથી નવ ગાઉ (ગાઉ પૃથકુત્વ) તથા ગર્ભજ ખેચર પર્યાપ્તા જીવોનાં શરીરની ઉંચાઈ બે થી નવ ધનુષની (ધનુષ પૃથકત્વ) હોય છે. ૩૧. ખયરા ઘણુહ પુર્હત્ત ભયગા ઉરગાય જોયણ પુહુi
ગાઉઆ પુહુરૂ મિત્તા સમુચ્છિમા ચપિયા ભણિયા //૩૧/l
Page 214 of 234
Page #215
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ :- સમુચ્છિમ ખેચર જીવોનાં શરીરની ઉંચાઇ ધનુષ્ય, પૃથકત્વ સંમુચ્છિમ, ભુજપરિસર્પ તથા ઉરપરિસર્પના શરીરની ઉંચાઈ યોજન પૃથકૃત્વ તથા સમુચ્છિમ ચતુષ્પદ જીવોનાં શરીરની ઉંચાઇ ગાઉ પૃથફત્વ કહેલી છે. ૩૨. છચ્ચેવ ગાઉઆઈ ચઉધ્ધયા ગબ્બયા મુPયવ્વા |
કોસ તિગંચ મણુસ્સા ઉક્કોસ સરીર માણેણં ૩રા ભાવાર્થ :- ગર્ભજ ચતુષ્પદ પર્યાપ્ત જીવોનાં શરીરની ઉંચાઇ છ ગાઉની હોય છે. મનુ ગોની ઉત્કૃષ્ટ શરીરની ઉંચાઈ ત્રણ ગાઉની હોય છે. ૩૩. ઇસાણંત સુરાણું રણીઓ સત્ત હંતિ ઉચ્ચત /
દુગ દુગ દુગ ચલે ગેવિજજ યુત્તરે ઇકિક કક પરિહાણી //૩૩ી. ભાવાર્થ :- ભવનપતિથી માંડીને ઇશાન સુધીનાં દેવોનાં શરીરની ઉંચાઇ સાત હાથની હોય. ત્રીજા ચોથા દેવલોકની છ હાથ, પાંચ-છ દેવલોકની પાંચ હાથ, સાત-આઠ દેવલોકની ચાર હાથ, ૯-૧૦-૧૧-૧૨ એ ચાર દેવલોકની ત્રણ હાથ, નવ રૈવેયક દેવોનાં શરીરની ઉંચાઇ બે હાથ તથા પાંચ અનુત્તરમાં રહેલા દેવોનાં શરીરની ઉંચાઇ એક હાથની હોય છે. ૩૪. બાવીસા પુઢવીએ સત્તય આઉમ્સ તિશિવાઉસ્સી
વાસહસ્સા દસ તરુ ગણાણ તેઉ તિરરાઉ H૩૪ો. ભાવાર્થ :- પૃથ્વીકાયનું બાવીસ હજાર વર્ષ, અપૂકાયનું સાત હજાર વર્ષ, વાયુકાયન ત્રણ હજાર વર્ષ, પ્રત્યેક વનસ્પતિકાયનું દશ હજારવર્ષ તથા અગ્નિકાય જીવોનું ત્રણ અહોરાત્રિનું આયુષ્ય ઉત્કૃષ્ટ કહેલું છે. ૩૫. વાસાણિ બારસાઉ બેઈદિયાણં તેદિયાણં તુ
અઉણા પશ દિણાઈ ચઉરિદિણં તુ છમ્માસા //રૂપી ભાવાર્થ :- બે ઇન્દ્રિય જીવોનું બાર વર્ષ, તે ઇન્દ્રિય જીવોનું ઓગણપચાસ (૪૯) દિવસ તથા ચઉરિન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ માસનું હોય છે. ૩૬. સુરને રઇયાણ ઠિઇ ઉક્કોસા સાગરાણિતિત્તીસં.
ચઉપ્પય તિરિય મણુસ્સા તિશિય પલિઓવમાં હુતિ /૩૬ ભાવાર્થ :- દેવતા નારકીની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ ચતુષ્પદ તિર્યંચો તથા મનુષ્યોની ઉત્કૃષ્ટ આયુષ્યની સ્થિતિ ત્રણ પલ્યોપમની હોય છે. ૩૭. જલયર ઉર ભયગાણું પરમાઉ હોઇપુત્વ કોડીઉ .
પકખીણું પુણ ભણિઓ અસંખભાગો ય પલિયમ્સ /૩ી ભાવાર્થ :- જલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વક્રોડ વર્ષનું તથા પક્ષીઓનું પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય હોય છે ૩૮. સર્વે સુહુમા સાહારણાય સમુચ્છિમાં મણુસ્સા થી
ઉક્કોસ જહણે અંત મહત્ત ચિત્તે જિયંતિ ૩૮.
Page 215 of 234
Page #216
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ :- સઘળાય સૂક્ષ્મ જીવો અને સાધારણવનસ્પતિકાય જીવો તથા સમૂચ્છિમ મનુષ્યો જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત સુધી જીવે છે. ૩૯. ઓગાહણા ઉમાણે એવું સંખેવઓ સમકખાય !
જે પણ ઇન્થ વિસસા વિશેસ સત્તાઉ તે નેયા ||૩૯ ભાવાર્થ :- આ પ્રમાણે સંક્ષેપથી અવગાહના તથા આયુષ્ય દ્વારનું વર્ણન કર્યું તેમાં જે કાંઇ વિશેષ છે તે વિશે ષ સૂત્રોથી જાણી લેવું. ૪૦. એગિદિયાય સવૅ અસંખ ઉસ્સપિણી સકાયંમિ
ઉવવજંતિ ચયંતિ ય અસંતકાયા અસંતાઓ ૪૦માં ભાવાર્થ :- સઘળાંય એ કેન્દ્રિય જીવોની સ્વકાસ્થિતિ અસંખ્યાતી ઉત્સરપિણી તથા અવસરપિણી કહેલી છે. અને અનંતકાય જીવો અનંતીવાર ત્યાં જન્મે છે અને મારે છે. તેથી અનંતી ઉત્સરપિણી-અવસરપિણી કાળ કહેલ છે. ૪૧. સંખિજ્જ સમા વિગલા સાઠભવા પબિંદિ તિરિ મણુઓ .
ઉવજંતિ સકાએ નારય દેવા ય નો ચેવ ૪૧ ભાવાર્થ :- વિકલેન્દ્રિય જીવોની સ્વકાય સ્થિતિ સંખ્યાતા ભવો પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યયોની સ્વકાય સ્થિતિ સાત અથવા આઠ ભવો હોય છે. નારકી તથા દેવતાઓની સ્વકાય સ્થિતિ હોતી નથી. ૪૨. દસહા જિઆણ પાણા ઈદિય ઉસાસ આઉ બલ રુવા
એગિદિએ સુ ચઉરો વિગલે સુ છ-સત્ત અઢેવ ૪રા. ભાવાર્થ :- જીવોને દશ પ્રકારના પ્રાણો હોય છે. પાંચ ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, આયુષ્ય અને ત્રણ બલ એમ દશ પ્રાણો થાય છે. તેમાં એકેન્દ્રિયોને ચાર પ્રાણ, વિકલેન્દ્રિયોને છે, સાત અને આઠ પ્રાણો હોય છે. ૪૩. અસશિ સશિ પંચિદિએ સુ નવ દસ કમેણ બોધવા |
તેહિ સહ વિuિઓગો જીવાણું ભણએ મરણ ૪૩ll ભાવાર્થ :- અસન્ની પંચેન્દ્રિય જીવોને નવપ્રાણ તથા સન્ની પંચેન્દ્રિય જીવોને દશ પ્રાણ હોય છે તે પ્રાણની સાથે જીવને જે વિયોગ થવો તેનું નામ મરણ કહેવાય છે. ૪૪. એવં અણોરપારે સંસારે સાયરશ્મિ ભીમમ્મિી
પત્તો અસંત ખત્તો જીવેહિ અપત્ત ધમૅહિ ||૪૪ ભાવાર્થ :- આ રોતે જેનો પાર પામી ન શકાય એવા ભયંકર સંસાર રુપી સમુદ્રને વિષે ધર્મને નહિ પામેલા જીવો અનંતીવાર પડ્યા રહ્યા છે. ૪૫. તહ ચઉરાસી લકખા સંખા જોણીણ હોઇ જીવાણું !
પુઢવાણું ચહિં પયં સત્ત સત્તવ ૪પા
Page 216 of 234
Page #217
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ :- જગતમાં જીવોને ભમવા લાયક સ્થાનોને ૮૪ લાખ જીવાયોનિના સ્થાનો કહેલ છે. તેમાં પૃથ્વીકાયાદિ ૪ (ચાર) એટલે કે પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ દરેકની સાત લાખ યોનિ કહેલ છે. ૪૬. દસ પય તરુણે ચઉદસ લકખા હવંતિ ઇયરેસ્T
વિગલિંદિએ સુ દો દો ચઉરો પંચિદિ તિરિયાણું //૪૬ll ૪૭. ચહેરો ચહેરો નારય સુરસુ મણુઆણ ચઉદસ હવંતિ.
સંપિંડિયા ય સવે ચુલસી લકખાઉ જોણીયું //૪શી ભાવાર્થ :- પ્રત્યેક વનસ્પતિકાયની દશ લાખ, સાધારણ વનસ્પતિકાયની ચૌદ લાખ, બે ઇન્દ્રિયની બે લાખ, તે ઇન્દ્રિયની બે લાખ, ચકરીન્દ્રિયની બે લાખ, પંચેન્દ્રિય-તિર્યંચોની ચારલાખ જીવાયોનિ હોય છે. ૪૮. સિધ્ધાણં નલ્થિ દેહો ન આઉ કર્મ ન પાણ જોણીઓ !
સાઇઅર્ણતા તેસિં ડિઇ જિદાગમે ભણિયા ૪૮ ભાવાર્થ :- સિધ્ધ ભગવંતોના જીવોને શરીર નથી. આયુષ્ય નથી કર્મ નથી, પ્રાણો નથી, યોનિ પણ નથી. તે ઓની સ્થિતિ શ્રી જિનેશ્વર ભગવંતોના આગમને વિષે આદિ અનંતકાળની કહેલી છે. ૪૯. કાલે અણાઇ નિહણે જાણિ ગહણમ્પિ ભીસણે ઇOT
ભમિયા મિહિતિ ચિરં, જીવા જિણ વયણ મલહતા /૪ ભાવાર્થ :- જે જીવોને જિનેશ્વર ભગવંતોના વચનો સાંભળવા નથી મળ્યા તે જીવો અનાદિ કાળથી જીવાયોનિને વિષે ભમ્યા હતા. વર્તમાનમાં ભમે છે અને ભવિષ્યમાં પણ ભમશે એમ કહેલું છે. ૫૦. તા સંપઇ સંપત્ત મણુઅરે દુલહ વિ સમ્મતા
સિરિ સંતિ સૂરિ સિડૅ કરેહ ભો ઉત્ક્રમ ધમ્મ //૫oll ભાવાર્થ :- એ પ્રમાણે દુર્લભ એવો મનુષ્યજન્મ પ્રાપ્ત થવા છતાં સમ્યકત્વ પ્રાપ્ત થાય તેને વિષે શ્રી શાંતિસૂરિ મહારાજ કહે છે કે હે ભવ્ય જીવોએ સારી રીતે ધર્મને વિષે ઉદ્યમ કરવો જોઇએ. ૫૧. એસો જીવ વિયારો સંખેવ રુઇણ જાણણા હેઉ |
સંખિતો ઉધ્ધરિઓ રુદાઓ સુય સમુદ્રાઓ //પલા ભાવાર્થ :- એ પ્રમાણે જાણવાના હેતુથી જીવવિચાર પ્રકરણ ઋતરુપી સમુદ્રોમાંથી ઉધ્ધાર કરીને સંક્ષેપથી કહેલો છે.
Page 217 of 234
Page #218
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ- ૩
આ પ્રમાણે આપણે ટીકાકાર પરમર્ષિ અને કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શબ્દોમાં સંસારની દુઃખમયતા જોઇ આવ્યા અને સુત્રકારપરમર્ષિ સંસારવર્તિ પ્રાણીઓના કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરતાં શું શું ફરમાવે છે એ હવે પછીઅંધતા અને અંધકાર :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજાએ, સંસારવર્તિ પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી
__ "तं सुणेह जहा तहां' તે યથાવસ્થિત કર્મવિપાકને યથાસ્તિતપણેજ
આવેદન કરતા મને હે ભવ્યો ! તમે સાંભળો.’ આ પ્રમાણે ફરમાવીને પુનઃ પણ કર્મવિપાકની ગરિષ્ઠતાનું જે પ્રતિપાદન કર્યું છે તે અને તેની વ્યાખ્યા કરવા પૂર્વે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, સંસારની ચારેય ગતિઓની દુઃખમયતા વર્ણવી એ આપણે જોઇ આવ્યા.
ચારે ગતિના જીવોની દુઃખદ દશાનું વર્ણન કર્યા બાદ “d જુનેહ હિીં તહી' પછીના બીજા સૂત્રાવયવોની અવતરણિકા કરતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે
___ “तदेवं चतुर्गतिपतिताः संसारिणो नानारूपं
कर्मविपाकमनुभवन्तीत्येतदेव सूत्रेण दर्शयताहे" સંસારવર્તિ પ્રાણીઓ, ચાર ગતિઓમાં પરિભ્રમણ કરતા અનેક પ્રકારની વેદનાઓનો અનુભવ કરે છે. તે કારણથી ઉપર વર્ણવી ગયા તે પ્રમાણે કર્મની વિવશતાથી ચાર ગતિમાં પડેલા સંસારી પ્રાણીઓ નાના પ્રકારના કર્મવિપાકને અનુભવે છે. એ પ્રમાણે એજ વસ્તુને સૂત્રકાર પરમર્ષિ, સૂત્રદ્વારા દર્શાવવા માટે ફરમાવે
“संति पाणा अंधा तमसि वियाहियो'
Page 218 of 24
Page #219
--------------------------------------------------------------------------
________________
'सन्ति विद्यन्ते 'प्राणाः प्राणिन: 'अन्धा! चक्षुरिन्द्रियक्किला भावान्धा अपि
सद्विवेकविकला:
तमसि अन्धकारे नरकगत्यादौ भावान्धकारेsपि मिथ्यात्वाविरतिप्रमादकषायादिके कर्म्मविपाकापादिते व्यवस्थिता व्याख्याताः
વિશ્વમાં બે પ્રકારના અંધ પ્રાણીઓ વર્તે છે-એક ચક્ષુ ઇંદ્રિયથી રહિત અને બીજા સવિવેકથી રહિત અને એ બન્ને પ્રકારના જીવો, કર્મના વિપાકથી આપાદિત કરેલા બે પ્રકારનાએક નરકગતિ આદિ રૂપ અંધકાર અને બીજા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિ રૂપ ભાવ અંધકા૨માં પણ રહેલા છે એમ અનંતજ્ઞાની શ્રી તીર્થંકરદેવોએ ફ૨માવેલું છે.
આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે-અંધતા બે પ્રકારની છે. એક અંધતા ચક્ષુના અભાવની છે ત્યારે બીજી અંધતા સવિવેકના અભાવની છે. એકેંદ્રિય, બેઇંદ્રિય અને તેઇંદ્રિય જીવો બન્નેય પ્રકારે અંધ છે કારણકે તેઓમાં નથી ચક્ષુનો સદ્ભાવ કે નથી તો વિવેકનો સદ્ભાવ. તે સિવાયના આત્માઓમાં ચક્ષુના સદ્ભાવ હોવા છતાં પણ અપવાદ બાદ કરતાં સદ્વિવેકનો અસદ્ભાવ હોવાથી અંધતા ઠાંસી ઠાંસીને ભરી છે. દ્રવ્યઅંધતા કરતાં ભાવઅંધતા ઘણીજ કારમી છે. આખાએ સંસારની અથડામણ એ ભાવઅંધતાને આભારી છે. એ ભાવઅંધતાના પનારે પડેલા આત્માઓ પુણ્યયોગે પ્રાપ્ત થયેલી ચક્ષુનો પણ સદુપયાગ નથી કરી શકતા. અંધતાની માફક અંધકાર પણ દ્રવ્ય અને ભાવ બે પ્રકારનો છે અને એમાં પણ દ્રવ્યઅંધકાર કરતાં ભાવઅંધકાર કારમો છે.
ભાવ અંધતાનું કારમું પરિણામ :
દ્રવ્યઅંધતા કરતાં ભાવઅંધતા ઘણીજ કારમી છે એમાં એક લેશ પણ શંકા નથી. ભાવઅંધતા એટલે બીજું કશુંજ નહિ પણ એક સદ્વિવેકનો અભાવજ. એ સદ્વિવેક સર્વમાં નથી હોઇ શકતો એ કારણે સદ્વિવેક જે આત્માઓમાં ન હોય તે આત્માઓએ સદ્વિવેકથી વિભૂષિત આત્માના સહવાસમાં રહેવું એમ ઉપકારીઓ ફ૨માવે છે; કારણ કે-એથી પણ આત્મા ઉન્માર્ગે જતાં અને ભાવઅંધતાના કારમા પરિણામથી બચી જાય છે. ઉપકારીઓ સદ્વિવેકરૂપી ચક્ષુની આગળ બાહ્ય ચક્ષુની કશીજ કિંમત નથી આંકતા : એજ કારણે બેય પ્રકારની સદ્વિવેકરૂપ ચક્ષુથી રહિત બનેલા આત્માઓની દયા ચિંતવે છે. એ દયા ચિંતવતાં ઉપકારીઓ ફરમાવે છે કે
"एकं हि चक्षुरमलं सहजो विवेक स्तद्वद्भिरेव सह संवसतिर्द्वितीयम् / एतद्द्वयं भुवि न यस्य स तच्चतोडन्ध स्वस्यापमार्गचलने खलु कोडपराधः ||9||"
ખરેખર એક નિર્મલ ચક્ષુ સ્વાભાવિક વિવેક છે અને બીજી નિર્મલ ચક્ષુ સદ્વિવેકથી વિભૂષિત મહા પુરૂષોની સાથે સારી રીતિએ વસવું તે છે, આ બેય પ્રકારની ભાવચક્ષુ, ભૂમિ ઉપ૨ જેને નથી તે તત્ત્વથી અંધ છે તેવો ભાવથી અંધ બનેલો આત્મા ઉન્માર્ગે ચાલે એમાં તેનો અપરાધ શો છે ? અર્થાત્ એ બેય પ્રકારની ભાવચક્ષુથી રહિત બનેલા એજ કારણે ભાવ Page 219 of 234
Page #220
--------------------------------------------------------------------------
________________
અંધતાથી આથડતા એવા તે આત્માઓ ઉન્માર્ગે ચાલે એમાં ખરેખર તેઓનો કશોજ અપરાધ નથી એટલે કે-એવી જાતિનો અપરાધ થઇ જવો એ તે આત્માઓ માટે તદ્દન સ્વાભાવિકજ છે.
ઉપકારીઓના આ કથનથી સ્પષ્ટપણે સમજી શકાય તેવું છે કે-ભાવઅંધતાનું પરિણામ ઘણુંજ ભયંકર છે. આ સંસારની શાશ્વત સ્થિતિ પણ ભાવઅંધતામાં ફસાયેલા આત્માઓનેજ આભારી છે; કારણ કે-એ ભાવઅંધતામાં ફસેલા આત્માઓજ નરકાદિ ગતિઓને ભરી રાખે છે અને મિથ્યાત્વાદિરૂપ ભાવ અંધકારમાં અથડાયા કરે છે.
ભાવઅંધતાના પ્રતાપે ભાવઅંધકારમાં આથડી રહેલા આત્માઓની દશા કેવા પ્રકારની થાય છે એનું પ્રતિપાદન કરતાં પરમોપકારી શ્રી સિદ્ઘર્ષિગણિવર, શ્રી ઉપમિતિભવ પ્રપંચકથામાં ફરમાવે છે કે
" न जानीते कार्याकार्यविचारं न लक्षयति भक्ष्याभक्ष्यविशेषं न कलयति पेयापेयस्वरुपं नावबुध्यते हेयोपादेयविभागं नावगच्छति स्वपरयोर्गुणदोषनिमित्त मपीति, ततोsसौ कुतर्क श्रान्तचितश्विन्तयति - नास्ति परलोको न विद्यते कुशलाकुशलकर्म्मणां फलं न संभवति खल्वयमात्मा नोपपद्यते सर्वज्ञः न घटते तदुपदिष्टो मोक्षमार्ग इति, ततोडसाव तत्त्वाभिनिविष्ट चित्तोहिनस्ति प्राणिनो भाषतेडलीक मादत्ते परधनं रमते मैथुने परदारेषु वा गृहणाति परिग्रहं न करोति नेच्छापरिमाणं भक्षयति मांसामास्वादयति मद्यं न गृहणाति सदुपदेशं प्रकाशयति कुमार्ग निन्दति वन्दनीयान् वन्दतेडवन्दनीयान् गच्छति स्वपरयोर्गुणदोषनिमित्तमिति वदति परावर्णवादमाचरति समस्तपातकानीति । ततो वध्नाति निबिडं भूरिकर्मजालं पतत्येप जीवो नरकेषु, तत्र च पतितः पच्यते कुम्भीपाकेन विपाटयते क्रकचपाटनेन आरोहाते वज्रकणकाकुलासु शाल्मलीपु पाप्यते सन्दंशकै मुख विवृत्य कलकलायमानं तप्तं त्रपु भक्ष्यन्ते निजमांसानि भृज्जयन्तेइत्यन्तसन्तप्तभ्राष्ट्रेषु तीर्यते पूयवसारुधिरक्लेद मूत्रान्त्रकलुषां वैतरणी छिद्यते इसिपत्रवनेषु स्वपापभरप्रेरितैः परमाधार्मिकसुरैरिति, तथा समस्तपुदगल राशिभक्षणेsपि नोपशाम्पति बुभुक्षा निःशेषजलधिपानेsपि नापगच्छति तर्पः, अभिभूयते शीतवेदनया कदर्यंत तापातिरेकेण, तथादीरयन्ति च तदन्यनारका नानाकाराणि दुःखानि, ततश्वायं जीवो गाढतापानुगतो हामातर्हा नाथास्त्रायध्वं त्रायध्वमिति विक्लवमाक्रोशति, नचास्य तत्र गात्रत्रायकः कश्चिदिवद्यते; कथचिदुत्तिर्णोsपि नरकाद्विवाध्यते तिर्यक्षु वर्तमानः, कथम् ? वाह्यते भारं कुटयते लकुटादिभिः छिद्यन्तेडस्य कर्णपुच्छादयः खाद्यते कृभिजालैः सहते वुमुक्षां म्रियते पिपासया तुद्यते नानाकारयाननाभिरिति, ततः कथचिद वाप्तमनुष्यभावोडप्येप जीवः पीड़यत एव दुःखैः, कथम् ? तदुच्यतेक्लेशयन्त्य नन्तरोगव्राताः जर्जरयन्ति जराविकारा: दोदुयन्ते दुर्जनाः विह्वलयन्तीष्ट वियोगाः परिवेदयन्त्यनिष्ट संप्रयोगाः विसंस्थूलयन्ति धनहरणानि आकुलयन्ति स्वजनमरणानि विह्वलयन्ति नानाडध्य सनानीति, तथा कथचिल्लब्धविबुध जन्माप्येप जीवो ग्रस्यत एव नानावेदनाभिः, तथाहिआज्ञाप्यते विवश: शक्रादिभिः खिद्यते परोत्कर्पदर्शनेन जीर्यते प्राग्भवकृ तप्रमाद स्मरणेनदन्द हयतेडस्वाधीनामरसुन्दरी प्रार्थनेन शल्यते
Page 220 of 234
Page #221
--------------------------------------------------------------------------
________________
तनिदानचिन्तनेन निन्द्यते महर्दिकदेववृन्देन विलपत्यात्मनश्चयवनदर्शनेन आक्रन्दति गाढप्राप्तासक्षमृत्युः पतति समस्ताशुचिनिदाने गर्भकलमले /"
જે આત્મામાં સાહજિક વિવેકનો અભાવ હોય છે અથવા તો જે આત્મા સુંદર વિવેકને ધરાવનારા મહાપુરૂષોની નિશ્રામાં નથી રહેતો તે આત્મા ભાવથી અંધતાનો ઉપાસક હોવાના કારણે
કાર્ય કે અકાર્યના વિચારને જાણતો નથી, ભક્ષ્ય અને અભક્ષ્યના વિશેષને જોઈ શકતો નથી, પેય અને અપેયના સ્વરૂપને કળી શકતો નથી, હેય અને ઉપાદેયના વિભાગને જાણી શકતો નથી અને સ્વપરના ગુણદોષનું નિમિત્ત શું છે એ પણ જાણતો નથી.
તે કારણે કુતર્કથી ગ્રાન્ત ચિત્તવાળા બની ગયેલો એ આત્મા વિચારે છે કે:પરલોક નથી, કુશલકમ કે અકુશલકર્મો એટલે પુણ્યકર્મો કે પાપકર્મોનું ફલ વિદ્યમાન
ખરેખર આ આત્મા પણ યુક્તિથી ઉત્પન્ન નથી, સર્વજ્ઞ હોય એ પણ સંભવિત નથી અને સર્વ ઉપદેશેલો મોક્ષમાર્ગ પણ ઘટી શકતો નથી.
એવા એવા વિચારોના પરિણામે અવિવેકી અગર વિવેકીની નિશ્રા વિનાનો આત્મા, અતત્ત્વોમાં અભિનિવિષ્ટ ચિત્તવાળો બની જાય છે એટલે કે-આત્મા આદિ તત્ત્વને માનનારો નથી રહેતો એના પરિણામે-એવો આત્મા પ્રાણીઓની હિંસા કરે છે, અસત્ય ભાષણ કરે છે, પારકાના ધનને ગ્રહણ કરે છે એટલે કે ચોરી કરે છે, મૈથુનમાં અથવા તો પરદારાઓમાં રમે છે એટલે કે અબ્રહ્મચારી અથવા તો વ્યભિચારી બને છે, પરિગ્રહને ગ્રહણ કરે છે, ઇચ્છાના પરિણામને નથી કરતો એટલે કે અસંતોષને તજી સંતોષને ધરનારો નથી બનતો, માંસનું ભક્ષણ કરે છે, મધનો આસ્વાદ કરે છે, સદુપદેશનો સ્વીકાર કરતો નથી, કુમાર્ગને પ્રકાશિત કરે છે, વન્દનીય પુરૂષોની નિંદા કરે છે, અવન્દનીય આત્માઓને વંદન કરે છે, સ્વપરના ગુણદોષના નિમિત્તને પામે છે એટલે ગુણ થાય તો પોતાને નિમિત્ત માને છે અને દોષ થાય તો પરને નિમિત્ત તરીકે કહ્યું છે, એજ કારણે પરના અવર્ણવાદને બોલે છે અને સઘળાંય પાપોનું આચરણ કરે છે.
એ સઘળાંય પાપકર્મોના પ્રતાપે એ જીવ ગાઢ એવાં ઘણાં ઘણાં કર્મોની જાળને બાંધે છે અને એ ગાઢ કર્મબંધના યોગે એ જીવ નરકમાં પડે છે. નરકમાં પડેલા એ જીવને, તેનાં પોતાનાજ પાપકર્મોના સમૂહથી પ્રેરાયેલા પરમધાર્મિક સુરો કુમ્મી પાકદ્વારા પકાવે છે, કરવતદ્વારા વેરે છે, વજ કંટકોથી વ્યાપ્ત એવા શાલ્મલી વૃક્ષો ઉપર આરોહણ કરાવે છે, સાણસાઓથી મુખને ફાડીને કલકલાયમાન થાય તેવી રીતનાં તપાવેલા સીસાનું પાન કરાવે છે, તેના પોતાનાંજ અંગોના માંસનું ભક્ષણ કરાવે છે, અત્યન્ત સંતપ્ત ભઠ્ઠીઓમાં ભુજે છે, રસી, ચરબી, રૂધિર, મળ, મૂત્ર અને આંતરડાંથી કલુષિત બનેલી વૈતરણી નદીમાં તરાવે છે અને તલવાર જેવાં પત્રવાળાં વૃક્ષોથી ભરપૂર એવાં વનોમાં લઇ જઇને એ પત્રકોદ્વારા તેના ખંડખંડ કરી નાખે છે.
આ પ્રકારની Page 221 of 234
Page #222
--------------------------------------------------------------------------
________________
પરમાધાર્મિક સુરો દ્વારા કરાતી અનેક પ્રકારની પીડાઓનો ભોગવટો કરતા એ જીવને સુધા, તૃષા, ટાઢ અને તાપની પીડા પણ ઘણીજ હોય છે. એ જીવની ક્ષુધા સઘળાય પુગલોની રાશિનું ભક્ષણ કરવા છતાં પણ ન શમે તેવી હોય છે, એ જીવને તરસ પણ એવી લાગે છે કે તે સઘળાય સાગરોના પાણીનું પાન કરવાથી પણ નાશ ન પામે. શીતલવેદનાથી એ જીવ પીડાય છે અને તાપના અતિરેકથી એ જીવ કદર્થના પામે છે તથા તેનાથી અન્ય નારકીઓ પણ તેના ઉપર અનેક પ્રકારનાં દુઃખોની ઉદીરણા કરે છે : અર્થાતુ નરકમાં પડેલો એ જીવ પરમાધાર્મિક સુરોથી કરાતી અને ક્ષેત્રના પ્રતાપે ઉત્પન્ન થતી અનેક વેદનાઓને ભોગવે છે તેની સાથે ત્યાં પોતાની સાથે રહેલા અન્ય નરકના જીવોદ્વારા કરાતી વેદનાઓ પણ તેને ભોગવવી પડે છે.
એ સઘળીય પીડાઓના પ્રતાપે ગાઢ તાપને આધીન થયેલો એ જીવ હા માતા ! હા નાથો ! તમે રક્ષણ કરો રક્ષણ કરો. આ પ્રમાણે વિકલવપણે આક્રોશ કરે છે પણ ત્યાં તેના ગામોની રક્ષા કરનાર કોઇપણ વિદ્યમાન હોતું નથી આથી એ આત્માને તે નરકમાં મને કે કમને ટાણે પ્રકારની અનેક કારમી વેદનાઓ ભોગવવી પડે છે.
વળી કોઇ પણ રીતિએ કારમી નરકગતિમાંથી એ જીવ બહાર નીકળે છે તો ત્યાંથી નીકળીને તે બીચારો પોતાનાં પાપકર્મોના પ્રતાપે તિર્યચોમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં પણ તેને અનેક પ્રકારની વેદનાઓ ભોગવવી પડે છે. તિર્યંચગતિમાં તેને ભાર વહન કરવો પડે છે અને લફુટ આદિથી કુટાવું પડે છે. એ ગતિમાં એ બીચારાનાં કાન અને પુંછડું વિગેરે છેદાય છે, એ બીચારાને કૃમિનાં જાલો ખાય છે, એ બીચારો ભુખને સહન કરે છે, એ બીચારો તરસથી મરે છે અને અનેક પ્રકારની તીવ્ર વેદનાઓથી એ બીચારો પીડાય છે.
અને તિર્યંચગતિના ત્રાસથી છુટીને કોઇપણ રીતિએ મનુષ્યભવને પણ પામેલો એ જીવ, પોતાનાં તીવ્ર પાપોના પ્રતાપે મનુષ્યભવમાં પણ દુઃખોથી પીડાય છે. મનુષ્યભવમાં પણ એ આત્માને અનેક રોગોના સમૂહો કલેશ પમાડે છે, વૃદ્ધાવસ્થાના વિકારો જર્જરિત કરી નાખે છે, દુર્જન લોકો ઘણી ઘણી રીતિએ દુ:ખી કરે છે, ઇષ્ટના વિયોગો વિદ્ગલ કરે છે, અનિચ્છના સંપ્રયોગો શોક કરાવે છે, ધનહરણો એટલે લુંટારાઓ તેના ધનને ઉઠાવી જઇને તેને દીન હીન બનાવી દે છે, સ્વજનોનાં મરણો તેને આકુળ વ્યાકુળ કરી નાખે છે અને અનેક પ્રકારના અધ્યવસાયો તેને વિક્વલ બનાવી દે છે.
તથા એ જીવ કોઇપણ રીતિએ દેવજન્મને પામે તો તે જન્મમાં પણ એ બીચારો વિવિધ પ્રકારની વેદનાઓથી ગ્રસિત થાય છે. દેવલોકમાં પણ પરવશ બનેલા એ આત્માને શક્ર આદિની આજ્ઞાઓ ઉઠાવવી પડે છે, પારકાના ઉત્કર્ષનું દર્શન કરવાથી તેને ઘણોજ ખેદ થયા કરે છે,
Page 222 of 234
Page #223
--------------------------------------------------------------------------
________________
ઇચ્છિત વસ્તુ નહિ મળવાનાં કારણ તરીકે પૂર્વજન્મમાં કરેલો જે પ્રમાદ તેના સ્મરણથી પણ તે પીડાય છે, અસ્વાધીન એવી અમરસુંદરીઓ ની પ્રાર્થનાથી એટલે જે અમરસુંદરીઓ પોતાને વશ થાય તેવી ન હોય તેઓને કરેલી પ્રાર્થનામાં મળેલી નાસી પાસીથી અથવા પ્રાર્થના કરતી અમર સુંદરીઓની ઇચ્છાને પૂર્ણ કરવાની શક્તિ ન હોવાના કારણથી તેને અંતરમાંને અંતરમાં ઘણું જ બળ્યા કરવું પડે છે, ઇચ્છિત નહિ થવાના નિદાનની ચિંતાથી સદાય તેના હૃદયમાં શલ્ય રહ્યાજ કરે છે, અલ્પ ઋદ્ધિવાળો હોવાથી તે મોટી ઋદ્ધિવાળા દેવોના સુમદાયથી નિંદાયા કરે છે, પોતાના અવનનાં દર્શનથી તે વિલાપ કરે છે અને અતિશય નજીક આવી ગયું છે. મૃત્યુ જેનું એવો તે આક્રંદ કરે છે તથા સઘળીજ અશુચિના સ્થાનભૂત ગર્ભના કલકમલમાં ત્યાંથી ચ્યવીને તે પડે છે. અંધકારથી બચવાના ઉપાય :
ભાવ અંધતાનું આ કારમું પરિણામ વિચારવાથી સમજી શકાશે કે- આખાએ આ સંસારનું મૂળ કારણ જ એ ભાવઅંધતા છે. એ ભાવઅંધતાજ આત્માને ઉભય પ્રકારના અંધકારમાં પટકે છે. ભાવઅંધતાના પરિણામે ઉભય પ્રકારના અંધકારમાં પટકાયેલા આત્માઓની કેવી દશા થાય છે એ આપણે શ્રી સિદ્ધર્ષિ ગણિવરના કથનથી સારી રીતિએ જોયું. ભાવઅંધતા એટલે વિવેકનો અભાવ અથવા તો વિવેક સંપશ મહાપુરૂષોની નિશ્રાનો અભાવ. વિવેક કે વિવેકી મહાપુરૂષોની નિશ્રાના અભાવરૂપ ભાવઅંધતામાં પડેલા આત્માઓ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિ રૂપ ભાવઅંધકારમાં કેવી રીતિએ ફસાય છે અને એના પરિણામે “નરકગતિ' આદિ દ્રવ્ય અંધકારમાં એની શી દશા થાય છે એનો ખ્યાલ આપણને પરમ ઉપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવર આ કથનદ્વારા સારામાં સારી રીતિએ સમર્પે છે. જો એ ઉભય પ્રકારના અંધકારમાં આથડવાની ઇચ્છા આપણી ન હોય તો આપણી ફરજ છે કે-આપણે અનંત ઉપકારીઓ ના શાસનની સુંદ૨માં સુંદર સેવા કરવા દ્વારા સદવિવેકરૂપી ભાવચક્ષુ મેળવવા સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ અને જયાં
ભાવચક્ષની પ્રાપ્તિ આપણને ન થાય ત્યાં સુધી એ એકાંત ઉપકારક પ્રભુ શાસનના સારને પામવાથી પરમ વિવેકસંપશ બનેલા પુણ્યપુરૂષો ની નિશ્રામાં રહેવારૂપ જે ભાવચક્ષુ તેનો આપણે કદીપણ ત્યાગ કરવો જોઇએ નહિ. સંપૂર્ણ વિવેકરૂપ ભાવચક્ષ પ્રગટ ન થાય ત્યાં સુધી વિવેકસંપન્નરૂપ ભાવચક્ષુની સેવા કલ્યાણના અર્થિ આત્મા માટે અતિશય આવશ્યક છે. એ કારણે તો પરમ કારૂણિક શ્રી જિનેશ્વરદેવોએ અગીતાર્થ કે અગીતાર્થની નિશ્રાના વિહારની પણ મના ફરમાવી છે. અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવની એ આજ્ઞાનું યથાસ્થિત પાલન કરનારા પુણ્યાત્માઓ મિથ્યાત્વ આદિ ભાવઅંધકારથી બચી જાય છે અને એના પ્રતાપે તેઓને નરકગતિ આદિ રૂપ દ્રવ્ય અંધકારમાં આથડવું પડતું નથી.
ભાવ અંધકારરૂપ મિથ્યાત્વ આદિનું સ્વરૂપ પણ ભિન્ન ભિન્ન ગતિએ જાણવાની જરૂર છે અને તે હવે પછીત્યાગ કરવા છતાં ઈરાદો તો ત્યાજ્યને મેળવવાનો છે ને ? :
Page 223 of 234
Page #224
--------------------------------------------------------------------------
________________
સૂત્રકા૨ ૫૨મર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજાએ ફરમાવેલા આ છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદેશના બીજા સૂત્રની અવતરણિકા કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવી ગયા કે
“આ બીજું સૂત્ર સૂત્રકાર મહર્ષિએ, સંસારવર્તિ પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય એ માટે ફરમાવ્યું છે.”
આ ઉપરથી એ વસ્તુ સ્પષ્ટ રૂપમાં પતીત થાય છે કે- નિર્વેદ અને વૈરાગ્ય વિના સ્વજનાદિકનું ધૂનન એ અશક્ય છે. શ્રી જિનેશ્વરદેવના ધર્મ પ્રત્યે રૂચિ થવા માટે પણ સામાન્ય રીતના નિર્વેદ અને વૈરાગ્યની આવશ્યક્તા છે. અવિવેકરૂપ અંધતા ગયા વિના મિથ્યાત્વાદિરૂપ અંધકા૨માં આથડવાનું મટી શકતું નથી. મિથ્યાત્વરૂપ અંધકારમાં આથડતા આત્માઓને શ્રી જિનેશ્વરદેવના માર્ગ પ્રત્યે રૂચિ ન જાગે એ સહજ છે. ચાહે શુભોદય હોય કે અશુભોદય હોય, પણ આમાંની એકપણ ચીજ આત્માની નથી, એ સમજાય તો સંસારના પદાર્થો ઉ૫૨ની રૂચિ ઘટે અને તોજ શ્રી જિનેશ્વરદેવનો માર્ગ હૈયામાં પેસે : માટે ધર્મોપદેશકે સૌથી પહેલાં સંસારનું મમત્વ ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઇએ. યાં સુધી એ ન થાય ત્યાં સુધી ડગલે ને પગલે વાંધા આવવાના. એવી દશામાં ત્યાજયને તજવું જોઇએ અને તજીએ એને ઇચ્છવું ન જોઇએ, એ વસ્તુ બનવી મુશ્કેલ છે. લક્ષ્મીનું દાન દેનારો લક્ષ્મી માટે દાન દે ? પાંચસે માટે પાંચનું દાન દે ? નહિ, છતાં પણ અ તો આજે ચાલુ જ છે. એવીજ રીતિએ શીલ, તપ અને ભાવમાં પણ સાંસારિક ધ્યેયનું જ પોષણ ચાલી રહ્યું છે : એટલે કે-ત્યાજયને મેળવવાનાજ ઇરાદે મોટે ભાગે ધર્મપ્રવૃત્તિ ચાલી રહી છે. આથી બચવા માટે દાનાદિકનું વિધાન શ્રી જિનેશ્વરદેવનું શાસન શા માટે કરે છે, એ ખાસ જાણવાની જરૂર છે. પ્રભુ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં દાનાદિકનું વિધાન એક સંસારથી મુક્તિ મેળવવા માટે જ કરવામાં આવ્યું છે. એ ચારેમાં સંસારના ત્યાગ સિવાય અન્ય કોઇ વસ્તુ જ નથી. સંસારનો ત્યાગ, એ જ એ ચારેનું ધ્યેય છે. લોભી વૈદ્ય અને માની ગુરૂ ! :
સભામાંથી - આ પ્રમાણે હોવા છતાં પણ ત્યાગની સામે ઘોંઘાટ
કેમ ?
ત્યાગની સામે ઘોંઘાટનું કારણ એક જ છે કે-મળેલું પણ મૂકવું પડે છે. ઘોંઘાટ કરનારા કહે છે કે- ‘પુણ્યોદયે મળેલી સામગ્રી પણ ભોગવવાની કેમ ના પાડો છો ? અમે ખાઇએ-પીઇએ એમાં તમારૂં જાય ?’ અમે કહીયે છીયે, કહેવાનો દાવો કરીએ છીએ કે- આનંદપૂર્વકના એ ભોગવટામાં પાયમાલી છે, એ પાયમાલી ન થાય એ માટે જ કહેવું પડે છે. શ્રી જિનેશ્વરદેવોની આ દયા છે. ભૂખ્યાને દેખીને સારી દુનિયાને દયા આવે, પણ-‘એ ભૂખ્યા કેમ છે ?' એવા વિચારપૂર્વકની દયા સમ્યગ્દષ્ટને જ આવે છે. તાવ ચઢે ત્યારે તાવવાળાની સેવા માટે બધા કુટુંબી આવે, પણ ફરી તાવ ન આવે એવી સેવા થવી જોઇએ. આ શાસ્ત્ર એવી સેવા ફરમાવે છે. આજે આટલી સામગ્રી પામ્યા છો, ફેર કંગાલ ન થાઓ- એ ચિંતા ખાસ થવી જોઇએ. પૂર્વે સારૂં કર્યું માટે મળ્યું, પણ હવે ભૂંડું કરો તો પરિણામ શું ? જેના યોગે આ મળ્યું એને જ ભૂલો તા
Page 224 of 234
Page #225
--------------------------------------------------------------------------
________________
દશા કયી ? ધર્મગુરૂની તથા ધર્મી માતાપિતાની આ ચિંતા હોવી જોઇએ. શ્રી જિને થરદેવે આ ચિંતા ઉભી કરી, માટે જ એ તારક ત્રણ લોકના નાથ થયા. ત્રણ ભુવનના જીવોની આવી ચિંતા કરી માટે જ એ ત્રણ ભુવનના નાથ થયા. દુનિયાના જીવો સારૂં ખાય-પીએ એની ઇર્ષ્યા નથી, પણ જ્ઞાનીને દયા આવે છે. દરદીને કુપથ્ય ખાવાનું મન થાય અને ના કહેવા છતાંયે ખાય તો કાંડુ પણ પકડવું પડે, એમ કરતાં લાલચુ દરદીને ગુસ્સો આવે એનો ઉપાય નથી. બાળક પોતાના મોમાં કોલસો કે માટી ઘાલે ત્યારે માતા શું કરે ? એને ગમે છે માટે ખાવા દે ? નહિ જ, ખાવા ન દે એટલું જ નહિ પણ ખાધેલું કઢાવે; એમ કરતાં બાળક રૂએ અને કોઇ ઠપકો આપે તો મા કહે કે- તમે ન સમજો, એ મરે તો મારો જાય. માતાપિતા, કે જે શરીરના પૂજારી છે, તે પણ બાળકને નુકશાનકારક વસ્તુથી બચાવે તો જ્ઞાની કે જેમની ફરજ આત્મરક્ષાની છે, તે કુપથ્યમાં લીન કેમ જ થવા દે ? જે આત્માના આરોગ્યને બગાડનાર કુપથ્યની પ્રશંસા કરે, અનુમોદના કરે, એના જેવો ધર્મદ્રોહી અન્ય કોઇ જ નથી. બાળક તો વિશ્વાસે દૂધ પીએ, પણ જે માતા ઝેર આપે એ કેવી ? વિશ્વાસે ધર્મ લેવા આવનારને જે ધર્મગુરૂ અર્થકામની લાલસામાં જોડે, એના જેવો વિશ્વાસઘાતી કોણ ? સંસારાસક્ત આત્માઓને રૂચે એવું જ ન અપાય. વ્યવહારમાં પણ કહેવાય છે કે-માંદાની રૂચિ પ્રમાણે પથ્ય ન જ અપાય અને આપે એ વૈરી છે પણ સ્નેહી નથી. માંદા માગે તેવી નુકશાનકારક છૂટ આપે એ વૈદ્ય નથી પણ લોભીયા છે. લોભીયા વૈદ્ય એવી છૂટ આપે કે દરદી ઉઠવા જો ગો થાય જ નહિ. એ જ રીતિએ પોતાનાં માનપાન જાળવી રાખવા તથા વધારવા માટે અને પોતાના બનાવી રાખવા માટે સત્ય નહિ કહેતાં, નુક્શાનકારક રુચતું કહેનારા ધર્મગુરૂઓ પણ લોભીયા વૈદ્ય જેવા જ છે, એમ સમજવું જોઇએ. ધર્મના યોગે મળે બધું. જેનામાં મોક્ષ આપવાની તાકાત છે તે સંસારના પદાર્થો પણ આપે. ભગવાન્ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા કહે છે કે ધર્મ અર્થાર્થીને અર્થ, કામાર્થીને કામ, રાજયાર્થીને રાજય, યુગાર્થિને પુત્રી અને મોક્ષાર્થીને મોક્ષ આપે છે. એ તો માગે તે આપે. ચિંતામણિમાં ગુણ છે કે- રાજય માંગો તો રાજય આપે અને ધોલ માંગો તો ધોલ પણ આપે. ચિંતામણી પાસે ગાલ કુટાવે ક મુઠી આટો માંગે એ કેવો ? કહેવું પડશે કે-મૂર્ખ ! એવી જ રીતિએ ધર્મ પણ આપે બંધુએ ! રાજા, મહારાજા અને ચક્રવર્તિ બન્યા, એ બધા ધર્મના જ પ્રતાપે, પણ ધર્મની પાસે દુનિયાના પદાર્થો માંગવા જેવા જ છે એમ માનીને માંગે, એ પણ મૂર્ખાજ છે. છઠ્ઠો આરો શં હેલો લાવવો છે ? :
સભામાંથી :- તો એવા મૂર્ખાઓને ઉપદેશ શું કામ?
નાદાન બાળક સુખી કેમ થાય, એ માતાની ભાવના છે. ચંદનનો ગુણ છે કે એને ઘસે, કાપે, બાળે, તો પણ સુગંધિ દે, તેમ માતાનું હૈયું જ એવું છે કે-લાત મારનારા દીકરાનું પણ ભલું ચાહે. નઠોર દીકરાને માના હૈયાનું ભાન ન હોય, એ કારણે કાંઇ માથી નઠોર ઓછું જ બનાય ? અપકારી ગમે તેમ કરી લે, પણ ઉપકારી તો ઉપકારનાં જ છાંટણાં છાંટે. છોરૂ કછોરૂ થાય, પણ માવતરથી કમાવતર નજ થવાય. છોકરો કે મારી ભૂલ હતી. વિઘ્નસંતોષીઓ બધું
Page 225 of 234
Page #226
--------------------------------------------------------------------------
________________
કરે, પણ ધર્મિઓ સાવધ રહે તો કશું જ ન થાય. વાત કરનારને ઓળખો. વ્યક્તિના પૂજારી ન બનો પણ ગુણના પૂજારી બનો દેવમાં વીતરાગતા, ગુરૂમાં નિગ્રંથતા અને ધર્મમાં ત્યાગમયતા એમ ત્રણમાં ત્રણ ગુણ હોય, તો તે પૂજય અને એ ત્રણ ન હોય, તો કહો કે-એ અમારા નહિ.
આ બધું ત્યારે જ બને કે-જયારે વિવેકના અભાવરૂપ જે અંધતા તેનો વિનાશ થાય. વિવેકના અભાવરૂપ અંધતાના યોગે આત્માઓ મિથ્યાત્વાદિ અંધકારમાં આથડે, એમાં કશું જ આશ્ચર્ય નથી. કર્મવશ આત્માઓ એ અંધતાના યોગે અનાદિથી મિથ્યાત્વાદિ અંધકારમાં આથડે છે એ બતાવવાનો જ આ પ્રયત્ન ચાલે છે, અને એ બતાવવાનો હેતુ ધૂનન કરાવવાનો છે. વિવેકના અભાવરૂપ અંધતાના યોગે આત્માની શી શી દશા થાય છે, એ તો આપણે જોઇ ગયા છીએ અને મિથ્યાત્વ આદિનું સ્વરૂપ તથા તેના યોગે થતી દુર્દશા હજુ જોવાની છે અને તે હવે
પછી
જિનપ્રવચન એટલે શું ? :
સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા ફરમાવે છે કે-અવિવેક એ ભારે અંધતા છે અને એ અંધતાના યો ગે નરકાદિ અને મિથ્યાત્વ આદિ અંધકારમાં અનેક આત્માઓ આથડે છે. આ કહેવાનો આશય પણ એ જ છે કે- “કોઇ પણ રીતિએ સંસારવર્તિ પ્રાણીઓ ને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય. આ વાત આપણને ટીકાકાર મહર્ષિએ પ્રથમ જ કહી દીધી છે. આ વાત કહ્યા પછી પણ પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિ, સૂત્રકાર પરમર્ષિએ ફરમાવેલી કર્મવિપાકની ગરિષ્ઠતાને આપણે સહેલાઇથી સમજી શકીએ, એ માટે ચારે ગતિના જીવોની દશા વિગેરેનું આપણને સારામાં સારું ભાન કરાવી ગયા. એ ઉપરથી આપણે સમજી ગયા કે- “ચારે ગતિમાંથી એક પણ ગતિમાં સુખ નથી.' આ વાત જો હૃદયમાં બરાબર પચી જાય, તો આત્માને હે જે નિર્વેદ થાય અને નિર્વેદના યોગે વૈરાગ્ય પણ આપોઆપ જ થાય. એ રીતની વિરક્ત દશા આવે, એટલે શ્રી જિનેશ્વરદેવની એકે એક આજ્ઞા રૂચે. એ શિવાય તો અનંતજ્ઞાનીઓની આજ્ઞા રૂચવી એ કઠીન છે. “દેવ અને મનુ ષ્ય ગતિમાં જે સુખ છે, તે પણ પરિણામે દુ:ખ રૂપ છે, એ સુખ પણ ક્ષણિક છે અને સંયો ગજન્ય છે, માટે એમાં લે પાવું જ જોઈએ.' –એવી બુદ્ધિ થાય તો જ શ્રી વીતરાગ પરમાત્માનું ત્યાગમય પ્રવચન ગમે. શ્રી જિનેશ્વરદેવનું પ્રવચન જ એ કે જેના યોગે આત્મા દુનિયાના પદાર્થો ની આરાધના અને આસક્તિથી પાછો વળે. ભોગવે પણ આધીન ન બને :
કર્મને યો ગે સંયોગ અને સંયોગને યોગે કર્મ, આ દશામાં જો આત્મા સંયોગને આધીન થયા જ કરે, તો એ ઘટમાળ ચાલુ જ રહે, પછી મુક્તિ થાય ક્યાંથી ? અજ્ઞાનાવસ્થામાં કર્મ તો બાંધ્યાં, પણ સજ્ઞાનાવસ્થામાં ઉદય આવે. તો ફરજ કયી ? સમ્યગુદ્રષ્ટિની અવસ્થા તો સજ્ઞાન કહેવાય જ ન ? આપણે કર્મના સ્વરૂપ તથા વિપાકને જ્ઞાનીઓ ના કથનથી સમજીએ છીએ, છતાં કર્મ બાંધતી વખતની જ અજ્ઞાનાવસ્થા કર્મના ઉદય વખતે પણ રહે, તો આપણે પણ અજ્ઞાન. સમ્યદ્રષ્ટિ પર કંઇ ખાસ છાપ નથી. કર્મના વિપાકોથી સાવધ રહે, અને ચાલે ત્યાં સુધી એને
Page 226 of 234
Page #227
--------------------------------------------------------------------------
________________
આધીન ન થાય, એ સમ્યગ્દષ્ટ. સંસારમાં રહેલા માટે, ચાહ્ય સમ્યષ્ટિ હોય કે મિથ્યાદ્રષ્ટિ હોય, ચારે ગતિ તો છે જ. જે ગતિમાં જઇએ એ ગતિની પ્રકૃતિનો ઉદય તો આવવાનો. તે તે ગતિને યોગ્ય સામગ્રી સાથે આવવાની જ. તે તે ગતિના વિપાકો સભ્યષ્ટિને ન વળગે એમ કંઇ નથી બેને માટે સરખો ન્યાય છે. ફરક ક્યાં છે ? મિથ્યાદ્રષ્ટિ ઉદયને આધીન થાય અને સમ્યગ્દષ્ટ ઉદયને આધીન ન થાય, એજ ફરક છે. બાકી ભોગવે તો બેય. કર્મ ચીકાશને વળગે છે અને ઉદયને આધીન થવું એ ચીકાશ. સ્વાધીનતા એ ચીકાશનો અભાવ છે. રાગદ્વેષની મંદતા છે. જેટલા અંશે એની મંદતા, તેટલા અંશે કર્મનું આવાગમન ઓછું, ચોટવું ઓછું, અને કર્મ ચોટે ઓછાં એટલે ભવિષ્યના સંસર્ગ ઓછા અને એથી મુક્તિ નિકટ.
મધુલિસ તલવાર :
વિષયનું સુખ ક્ષણિક છે અને વિપાક કેઇ ગુણો છે. દ્રષ્ટાંતમાં, મધથી લેપાયલી તરવારની ધારા ચાટવા જેવું એ સુખ છે. મધથી લેપાયેલી અણીદાર તરવારની અણી ચાટવામાં જેટલું સખ, તેટલું વિષયસેવામાં સુખ, પરિણામે જીભને છેદ થાય અને જે પીડા ભોગવવી પડે, તે રીતે વિષય ભોગવ્યા પછીની પીડા છે. જીભ અડે ત્યારે જરા મધુર તો લાગે, પણ પછી વાત કરવાનો સમય રહે નહિ. બૂમ પાડ્યા શિવાય છૂટકો જ નથી. બીમારને કુપથ્ય પા કલાક આનંદ આપે, પછી પરિણામે એ કુપથ્ય શરીરમાં પરિણામ પામ્યા બાદ વેદના થાય. જ્ઞાનીએ કહેલી વાત પ્રત્યક્ષ અનુભવસિદ્ધ છે. શબ્દ-ગંધાદિ પાંચે વિષયોને મેળવવાની મહેનત, એ ભયંકર મજુરી છે . પણ તીવ્ર આશાના યોગે એ દુઃખ નથી લાગતું. ક્લોરોફોર્મથી ભાન વિનાના થઇ જવાથી કાપકુપની વેદના માલુમ ન પડે, એ રીતે આશામાં લીનતાના યોગે ચૈતન્ય દબાઇ જાય છે, માટે દુઃખની ખબર નથી પડતી. સત્યને મૂકી અસત્યની પાછળ જનારને શાસ્ત્ર અચેતન જેવા કહ્યા છે. શાસ્ત્ર તો સભ્યદ્રષ્ટિ સિવાયના બધાને અસંશી પણ કહ્યા છે. મનવાળો પણ યોગ્ય કા૨વાઇ ન કરે, તો મનવાળા અને મન વગ૨નામાં ફેર શો ? જે વર્તમાન સુખમાં લીન થઇ ભવિષ્યના સુખને ન વિચારે, એને ડાહ્યો કહે કોણ ? સમ્યગ્દષ્ટ આત્મા ભવિષ્યના હિતનો વિચાર કરે, પણ વર્તમાનસુખની ઇચ્છા ન કરે. વ્યવહારમાં પણ ભવિષ્યના સુખ માટે વર્તમાનમાં તકલીફ વેઠો છો. બાપની મુડી બેંકમાં શું કામ મૂકો છો ? બેંક તુટે તો ? તુટવાનો સંભવ છતાં પણ બારે વરસે બમણા થવા માટે મૂકો છો ને ? શું વર્તમાનની એ આપત્તિ નથી ? છેજ, વળી વીમા ઉતરાવી લવાજમ ભરો છો તે શા માટે ? સંતાન આદિના સુખને માટે ને ? સંતાન ભાગ્યહીન હોય તો પાઇ પણ ન પામે એમ પણ થાય, એ વાત જુદી, પણ ત્યાં માન્યતા કયી ? કહેવું જ પડશે કે-એજ ! એ રીતિએ ભવિષ્યના ભલા ખાતર વર્તમાન વસ્તુ ગુમાવવામાં હ૨કત નથી લાગતી ને ? જો હા, તો કહો કેભવિષ્યના હિતની દરકાર વગર વિષયસુખમાં લીન થવું, એ મધથી લેપેલી અણીદાર તરવાર ચાટવા જેવું છે કે બીજું કંઇ છે ? ભવિષ્યની દરકાર વિના એ તરવાર ચાર્ટ અને ચાટવું વ્યાજબી કહે, એ ડાહ્યો કે મૂર્ષોં ? વિષય ભોગવે અને વ્યાજબી કહે તો સમ્યક્ત્વ ક્યાં રહે ? વિષય ભોગવતાં છતાં પામરતા કબૂલે ત્યાં સુધી તો ઠીક, પણ સેવવા જોઇએ એમ કહે ત્યાં શું થાય ?
Page 227 of 234
Page #228
--------------------------------------------------------------------------
________________
આત્મા એ ભાવુક દ્રવ્ય છે ! :
ફલાણા વિષય કેમ સેવે, એની કાળજી સમ્મદ્રષ્ટિ રાખે કે કેમ છૂટે એની કાળજી રાખે ? વિષયમાં પડેલા પણ સમ્યગુદ્રષ્ટી હોય, તે ઇતર વિષયથી બચે એમાં સહાયક થાય કે ઇતરને વિષયમાં હોમવામાં સહાયક થાય ? કોઈ વિષયને તજવા તૈયાર થાય ત્યારે-તમે વિષયો અનુભવ્યા છે કે નહિ ? -એમ સમ્યદ્રષ્ટિ પૂછે ? અગ્નિની આગળ મીણનો ગોળો મૂકવો, એ મીણના ગોળાનો નાશ કરવા જેવું છે. આજના કહેવાતા સુધારકો અને પોતાને સમ્યગુદ્રષ્ટિ તરીકે ઓળખાવનારાઓ મીણના ગોળાને ગોળા તરીકે રાખવા માટે અગ્નિ આગળ મકી અ એવા છે. મીણનો ગોળો ગમે તેવો મજબૂત, પણ અગ્નિ આગળ તો ઢીલો જ. શાસ્ત્રો આત્માને ભાવુક દ્રવ્ય કહ્યું છે. વજાદિક કેટલાંક દ્રવ્ય અભાવુક છે, જેમાં કાણું ન પડે, પરિવર્તન ન થાય, પણ આત્મા એ તો ભાવક દ્રવ્ય છે. પરીક્ષા થાય, પણ ક્યી રીતે ? :
શ્રી તીર્થંકરદેવ જેવા પણ નિયમા ઘર તજે ત્યારે કેવલજ્ઞાન થાય. એમના જેવાને ઘર તજવું પડે. અટવીઓ લંઘવી પડે. ઉપસર્ગ સહેવા પડે. તપ કરવા પડે ત્યારે કેવલજ્ઞાન થાય અને તમને -અમને એમ ને એમ જ થાય એમ ? જ્ઞાની કહે છે કે-કોઇ અપવાદને બાદ કરીએ તો સંયોગને આધીન થયા વગર આત્મા પ્રાયઃ રહે નહિ. માટે યાદ રાખો કે-અંકુશ વગર કોઇને ન ચાલે. મુનિઓ માટે પણ કેટલા અંકુશ છે ? શ્રી વીતરાગ જેવા ચારિત્રાવાળા પણ પડતા વાર ન લાગે. વિરાગીની પરીક્ષા માટે એને વિષયના ઘરમાં નજ મૂકાય. વિરાગીને એક સેકંડ પણ વિષયમાં રહેવાની સલાહ સમ્મદ્રષ્ટિ આત્મા ન આપે. વિરાગીની પરીક્ષા માટે એને વિષયના સંયોગમાં એક સેકંડ પણ રહેવાનું કહેવું, એને સમ્યદ્રષ્ટિ ઇષ્ટ ન માને, તો પછી સમ્યગુદ્રષ્ટિઓના સમુદાયનો એવો કાયદો તો કેમ જ હોય ? અને એવો કાયદો થાય ત્યાં સમ્યકત્વ કેમ રહે ? ઘણાઓ કહે છે કે- “આટલામાં શું ?' હું કહું છું કે-કુવાના કીનારેથી જરા પગ ખસે તો શું થાય ? આથી વિરાગીની પરીક્ષાનો નિષેધ નથી, એની પરીક્ષા જરૂર થાય, પણ સુસંયોગમાં રાખીને ! એવા સારા સંયોગમાં જોડીને થાય ! એની ભાવના ચઢે એવી કાળજી રાખવી જોઈએ પણ એને વિષયના સંસર્ગમાં મૂકવાની ભાવના તો નજ હોવી જોઇએ. છતી સાહાબીએ ત્યાગી કેમ ? :
સમદ્રષ્ટિએ સાચાને સાચું તથા ખોટાને ખોટું કહેવું જોઇએ. એમાં ખોટી શરમ અને ખોટી મર્યાદા રાખવી એ મિથ્યાદ્રષ્ટિપણું છે. જાણે ખરો અને અવસરે પણ કહે નહિ એ જાણપણું મોહના ઘરનું છે. શાસ્ત્ર કહ્યું કે-મિથ્યાદ્રષ્ટિનો સુંદર પરિણામ પણ અસુંદર છે અને મિથ્યાદ્રષ્ટિની ક્ષમા, શાંતિ તથા સમતા એ પણ મોહની મૂચ્છ છે સમ્યગુદ્રષ્ટિ છે કે જે વર્તમાન સમયના તુચ્છ સુખની ખાતર ભવિષ્યનું હિત તોડવા ન ઇચ્છે. છતી સાહ્યબીએ દીક્ષા લેવી એટલે વિદ્યમાન હાથીઘોડા અને પાટહવેલી છોડીને ભિક્ષા માગવા નીકળવાનું છે, વસ્તી પણ માગી મળે, કોઇ આપે તો રહેવાય અને ન આપે તો ન રહેવાય. છ ખંડના માલિકો છ ખંડની સાહ્યબી
Page 228 of 234
Page #229
--------------------------------------------------------------------------
________________
છોડી એકલા કેમ નીકળી પડતા ? એ ડાહ્યા કે વર્તમાન સુખને વળગી રહેલા ડાહ્યા ? શ્રી જિનેશ્વરદેવો છતી સામગ્રીએ ત્યાગી કેમ બન્યા એ હેતુ તો તપાસો ? રોગ થવાથી શ્રી સનતકુમાર ચાલી કેમ નીકળ્યા ? રોગની સેવા તો સંસારમાં સારી થાત પણ શ્રી સનતકુમારે વિચાર્યું કે ભલે થોડો વખત વ્યાધિ ભોગવવી પડે, પણ ભવિષ્યના રોગને મટાડવા માટે આજ જરૂરી છે.
પ્રભુશાસન કોને માટે છે ? :
વર્તમાન વિષય સુખને વળગેલા છતાં જે એને સારૂં નથી કહેતા અને નથી માનતા તેને પ્રભુશાસનમાં સ્થાન છે પણ જેઓ એને સારૂં કહે છે તેને પ્રભુના શાસનમાં સ્થાન નથી. વર્તમાન વિષય સુખનેજ ઉપાદેય માનીને વળગી રહેનારાઓ આત્માની પણ દયા વિસરી ગયા છે અને જેઓ પોતાના આત્માની પણ દયા વિસરે તે બીજાની ભાવદયા શું કરે ? જેને પોતાની ભાવદયા ન આવે એ બીજાની શું કરે ? પાપમાંથી ઝેરના ફણગા ફુટે છે. ‘અમે જે વિષય ભોગવીયે છીયે એતો ફ૨જ છે, બે પાંચ લાખ મેળવવાજ જોઇએ, તોજ અમારૂં પોઝીશન વધે, રાજકાજમાં ઘુસવુંજ જોઇએ, રાજદ્ધિ મેળવવીજ જોઇએ.' -આવી આવી માન્યતાના મૂળમાંથી પાપરૂપ કાયદાના ફણગા ફુટે છે. પોતે વિષયના સંગમાં રહેતાં થરથરે એ બીજાને વિષયના સંગમાં રક્ત રહેવાની સલાહ કેમ આપે ? આજે તો કાયદો થાય છે કે-રહેવું જ, પણ એ કાયદા કરનારને વિરાગી પૂછ કે- ‘તમે કોણ છો ?’ ત્યારે એ શું કહેશે ? ‘અમે શ્રીમાન છીયે.’ એમ કહેશો તો તો વિરાગી કહેશે કે- ‘તમને અમે નથી માનતા, તમે ભગવાન્ શ્રી મહાવીરના દીકરા હો તો તમને માનવા તૈયાર છીયે, બાકી તમારી શ્રીમંતાઇની તો અમને કશીજ કીંમત નથી કારણ કે
તમારી શ્રીમંતાઇ કાંઇ અમને અમારે જે જોઇએ છે તે નથી દેવાની માટે તમે મહાવીરને માનો તો અમે તમને માનીએ.' આવું કહેનારને ઉત્તર તો આપવો જ પડશે ને ? બુદ્ધિપૂર્વક ઉત્તર આપવો જોઇએ કે જેથી આબરૂ ન ગુમાવવી પડે. શ્રી જૈનશાસન સમ્યગ્દષ્ટ માટે છે, ભવને ખોટો માનનાર માટે છે, સંસારની સામગ્રી આપવા બંધાયેલો નથી. હું ઘી દુધ ખાઉં ને તમને ન આપું તો વાંક ખરો બાકી તમારી ખાતર અનીતિ કે જુઠ આદિ પાપ હું કરવાનો નથી. આ જમાનામાં અનીતિ વિના ચાલે નહિ માટે અનીતિમાં પાપ કેમ કહેવાય ? એમ માનવું એના જેવું મિથ્યાત્વ કયું છે ? સભ્યષ્ટિ તો કહી દે કે- હું સંસાર છોડી શકતો નથી માટે નીતિપૂર્વક મળે એથી તમારૂં રક્ષણ કરીશ. વસ્તુસ્થિતિ આવી હોવા છતાં પણ આજ તો કહે છે કે-જેની જરૂર એનો નિષેધ કેમ ? પણ વિચારો કે-દુનિયાના જીવોને તો અઢારે પાપસ્થાનકોની જરૂર છે માટે એનો નિષેધ નહિ એમ ? શ્રી અરિહંતદેવને માનવાનો દાવો કર અને છોકરો માંદો પડે ત્યારે
મેલડી પાસે જાય, ત્યાં શું શાસ્ત્રકાર હા પાડે ? ગુરૂ નિગ્રંથ જોઇએ એમ કહે, પણ પાછા કહે કે
અમારા વેપાર રોજગાર ચાલતા નથી માટે તમે પણ અમારા ભેળા ભળો અને અમારી સ્થિતિ માને ? માને તો પરિણામ એ આવે કે-વીસમી
સુધા૨ો આ કઇ દશા ? શું સાધુ, એ વાતને સદીમાં પ્રભુના શાસનને દેશવટો જ આપવો પડે અને તે શું યોગ્ય છે ? નહિ જ, તો વિચારો કે
Page 229 of 234
Page #230
--------------------------------------------------------------------------
________________
‘દેવ વીતરાગ, ગુરૂ નિગ્રંથ, અને ત્યાગમયી ધર્મ, એ ત્રણની પાસે મંગાય ? વીતરાગ દેવ પાસે રાગનાં સાધનો મંગાય ? કેસરીયાજીને કહે કે- ‘છોકરો સારો કરો તો પાંચ શેર કેસર ચઢાવું’ -એ શું ? શું એ વીતરાગ પરમાત્માની ભક્તિ છે ?
ખરેખર, આજની દશા જ કોઇ વિચિત્ર છે. કેટલાક તો આજે કહે છે કે-ગુરૂ કંચન, કામિનીના ત્યાગી ખરા, પણ એ ગુરૂ. અમારા કંચન-કામિનીને સારાં કેમ ન કહે ? આનો અર્થ એ જ કે-પંચ એ પરમેશ્વર, પણ મારી ખીલી ન ફરે. આવી દશાના યોગે જ ભવાભિનંદીઓ કહે છે કે- ‘દેવ વીતરાગ, ગુરૂ નિગ્રંથ, ધર્મ ત્યાગમય એ વાત સાચી, પણ એ ત્રણેયે અમારી જરૂરીઆત જોવી જ જોઇયે.' આવાઓને પૂછવું જોઇએ કે-શું એ તમારી જરૂર જોવા નીકળ્યા છે
?
સદુપયોગ એ ધર્મ :
સભા. સોબતમાં રહો તો એટલું ન હોય ?
દેવ તો મુક્તિમાં છે, ધર્મ એ તારકની આજ્ઞામાં છે અને અમો તમારી સોબતમાં છીયેજ નહિ, કારણ કે-સાધુ ગૃહસ્થ નિશ્રાએ રહે છે પણ કાદવ તથા પાણી વચ્ચે રહેલ કમળની જેમ નિર્લેપ રહે છે, જો નિર્લેપ રહે તોસાધુતા ટકે, નહિ તો કમળ કોહવાઇ જાય, તેમ સાધુતામાં પણ સડો થાય. ગૃહસ્થો અને સાધુઓની સ્થિતિમાં ઘણોજ ફ૨ક છે.
ગૃહસ્થને દ્રવ્યદાનનો અધિકાર છે પણ મુનિને નથી એનું કારણ એ જ કેઃ
ગૃહસ્થ પાસે દ્રવ્ય છે માટે એની મૂર્છા છોડાવવા માટે દાન છે, ગૃહસ્થ પરિગ્રહ આરંભ સમારંભ રૂપ રોગથી પીડાય છે માટે દાનરૂપી ઔષધની એને જરૂર છે, અને મુનિને દ્રવ્ય નથી માટે મૂર્છા પણ નથી અને દ્રવ્યદાન પણ નથી, દાનનો ઉપદેશ દે તે રોગીને મૂર્છાથી બચાવવા માટે. દ્રવ્યમૂર્છામાં પડેલાને દાનનો ઉપદેશ દે પણ દાન માટે કમાવાનું ન કહે . મૂર્છાનાંસાધનવાળાને ઉપદેશ દે, શ્રાવક જમવા બેસે ત્યારે મુનિની રાહ જૂએ, પણ એક જ આદમી હોય અને રસોઇ બનાવી નથી તો મુનિને બનાવી દેવાનું વિધાન નથી. પૌષધમાં તેવિહારો ઉપવાસ અગર એકાસણું કરનાર શ્રાવક માટે આવેલ ચીજ મુનિને એ શ્રાવક વહોરાવે પણ ચોવીહારો ઉપવાસ કર્યો હોય એ શ્રાવક મંગાવીને મુનિને ન વહોરાવી શકે. અર્થાત્ મળેલાનો સદુપયોગ કરવો એ ધર્મ.
લક્ષ્મી એ પાપસ્થાનક સેવ્યા વિના આવતી નથી. એ લક્ષ્મી દ્વારા પાપના ત્યાગનો ઉપદેશ એ લક્ષ્મીવાનને મુનિ દે પણ દાન માટે પાપને સેવી લક્ષ્મી મેળવવાનું જૈનશાસ્ત્ર કહેતું નથી. દાન લક્ષ્મી પ૨ની મૂર્છા ઉતા૨વા માટે છે. પારકાનું કલ્યાણ થાય એમાં વાંધો નહિ પણ ભાવના તો મૂર્ચ્છના ત્યાગની છે. કેવલ પારકાના કલ્યાણની ભાવનામાં દ્રવ્યદાનનો લાભ પણ એમાંએ આપુ એનાથી સોગણું મળે એવી ભાવના આવે તો એ લાભ પણ નહિ. મુનીને દાન દેવામાં ભાવના કયી ?
Page 230 of 234
Page #231
--------------------------------------------------------------------------
________________
મુનિ ઉત્તમ પાત્ર છે, રત્નત્રયાના ધારક છે, શકય જીવના પાલક છે, રક્ષક છે અને જગતમાં શકાય જીવની રક્ષાના પ્રચારક છે એ માટે, એ મુનિને સંયમપુષ્ટિ માટે એમનું શરીર વધુ ટકે તો જગતમાં પકાયની રક્ષા વધુ થાય, અકાય રક્ષાનો પ્રચાર વધુ થાય એ માટે, તેમજ પોતાને પણ આના યોગે સંયમનો અવસર આવે એ માટે મુનિને ભક્તિપૂર્વક દાન દેવાય. મુનિને દાન દેવામાં ઇરાદો આ છો કે વધતો, પણ ઇરાદો તો આ ! શાસ્ત્ર કહે છે કે- “મુનિને દાન દેતી વખતે શ્રાવકને હર્ષનાં આંસુ આવે, તે ક્યારે આવે ? આવી ભાવના વિના આવે ? આજે તો કેટલાક કહે છે કે- અમે હોઇએ તો સાધુ જીવે, અમે જીવાડનાર અને અમારા આધારે એ જીવનાર.” આ ભાવનાથી અક્કડાઈ આવી છે ત્યાં હર્ષના આંસુ ક્યાંથી આવે ? સમ્મદ્રષ્ટિ તો સામાન્ય યાચકો માટે પણ માને કે યાચકો ન હોત તો દાન કોને દેત ? યાચકો છે તો કલ્યાણના દરવાજા ઉઘાડા છે. આનો અર્થ એ નહિ કે-બીજાને યાચકો બનાવવા ઇચ્છે . શ્રાવક્કળના મનોરથ :
સભામાંથી. દેશમાં ભીખારી વધે ને ?
જૈનદર્શન એ વાત માન્ય નથી રાખતું. બધા પુરૂષો ત્યાગી થાય તો એમનાં કુટુંબો શું કરશે ? એ ફીકર જૈનદર્શન નથી કરતું, કારણ કે જે દિવસે બધા ત્યાગી થશે, ત્યારે તેમનાં કુલ પણ પુણ્યવાન હશે. આજ તો પાપાત્માઓ ઉત્તમ કુળને પણ અધમ કરવાની પેરવીઓ કરે છે. પ્રભુનો સંયમ માર્ગ સાંભળી સમ્મદ્રષ્ટિ દેવતાઓ પણ ઇચ્છે છે કે- ક્યારે શ્રાવકકુલ મળે અને સંયમપણું પામું !' શ્રાવકકુલની ગળથુથીમાંજ તત્ત્વનું જ્ઞાન હોય. નિર્વેદ અને વૈરાગ્યનાં ઝરણાં એ શ્રાવકકુલમાંથી નીતરતાં હોય. શ્રાવકના રસોડામાં પણ તત્ત્વજ્ઞાનની જ વાત હોય. શ્રાવકના વેપારમાં સુંદર નીતિ, પ્રમાણીકતા અને ઉદારતા હોય, એની દરેક કરણીમાં સદાચાર હોય, એના જીવનમાં શાંતિ, સહિષ્ણુતા અને સદાચાર હોય, પણ મોહ, લોભ કે લફંગાઇ ન હોય. શ્રાવક, જો પોતાના ઘરમાંથી કોઇ સંયમી નીકળે તો પોતે પોતાના ઘરને પુણ્યઘર માને, અને કોઇ પણ આત્મા એવો ન નીકળે તો એને થાય કે-એ કે ચૈતન્યવંતી મૂર્તિ મારા ઘરમાં છે કે બધાંય ધમણ જેવાં પુતળાં છે? આ બધુંય સમજવા માટે સમજો કે-શ્રાવકના મનોરથ કયા હોય ? સદાય
ક્યારે મમતા છૂટે અને ક્યારે મુનિચર્યા પાળું ? આવાજ મનોરથો શ્રાવકોના હોય, એવા શ્રાવકો પોતાનાં સંતાનોને સંસારમાં રસપૂર્વક મહાલવાનું કેમ જ કહે ? સમ્મદ્રષ્ટિ માબાપ બાલકને સારામાં સારી ચીજ ખવડાવે પણ કાનમાં ફુક મારે કે એના રસમાં લીન થવામાં મજા નથી : જો એમાં રાચ્યો તો દુર્ગતિ થવાની ! આવા શિક્ષણથી ટેવાયેલો આત્મા, થાળીમાં જેટલી ચીજ આવે એમાંથી જે ચીજ ઉપર પોતાનો પ્રેમ વધારે હોય તે તજે, પણ એવા શિક્ષણના અભાવે આજ તો ન હોય તો ઇષ્ટ વસ્તુ માગીને રસપૂર્વક ખવાય છે. શ્રાવકના આચારો ગયા માટેજ ભયંકર પાપની જરૂરીયાત મનાઇ, પાપની જરૂરીયાત મનાઈ માટે જ ધર્મનો ઉપદેશ કડવો મનાયો, એથી જ શુદ્ધ પ્રરૂપક સાધુ પ્રત્યે વૈર ભાવના જાગી, આગમ ઉપરનો પ્રેમ ગયો, ભગવાન શ્રી મહાવીર પરમાત્માના વચન ઉપરની શ્રદ્ધા ગઇ અને એ જ હેતુથી ઘોર મિથ્યાત્વનો ઉદય થવાથી કારમું
Page 231 of 24
Page #232
--------------------------------------------------------------------------
________________
નાસ્તિકપણું આવ્યું. એવાઓ તો આપત્તિના સમયે રોદણાં રોતા આવે, પણ એવાઓને સાધુ શું કહે ? એવાઓને સાધુ તો એ જ કહે કે- ‘માવોયન્ અને સંસાર સ્વનાવોડય પ્રભુ શાસનનો પ્રતાપ ઃ
ખરેખર આજે તત્ત્વદ્રષ્ટિની વિચારણા મોટે ભાગે નાશ પામી છે, અન્યથા શ્રાવક, સાધુ પાસે આવીને ‘ખાવા નથી મળતું' એમ કહે ? પણ એ બધું કોણે શીખવ્યું ? કહેવું જ પડશે કેસંસારીઓ સાથે માનપાન માટે ભેગા ભળેલાઓએ જ પ્રાયઃ એવું એવું શીખવ્યું છે. સાધુતાના મર્મને સમજનારા સાધુ તો કહે કે- ‘ભાઇ ! એવી કરણી કર કે ભવિષ્યમાં આવું ન થાય.' આવી આવી શુદ્ઘ પ્રરૂપણાના પ્રતાપે સાધુ પાસે આવેલો પણ એવું પામી જાય કે-એને ઠંડક વળે. મુનિ સાધર્મિના ઉદ્ઘારનો, સાધર્મિની ભક્તિનો ઉપદેશ અવશ્ય આપે, પણ પેલાને તો મુનિ એમજ કહે કે-પ્રભુનું શાસન પામીને આવી દીનતા નજ કરાય, કારણકે-સુખ અને દુ:ખ તો કર્મના યોગે આવે અને જાય. શ્રી શાલિભદ્ર જેવા સાહ્યબીવાળા જે સમયે વસે, તેજ સમયે સાડાબાર દોકડાની મુડીવાળો પણ શાંતિથી વસે, એ શ્રી ભગવાન્ મહાવીરના શાસનમાં પણ બીજે નહિ. શ્રી શ્રેણિક મહારાજા, પોતાથી પણ અધિક શ્રી શાલિભદ્રની ઋદ્ધિ જૂએ તે છતાં પણ ઇર્ષ્યા ન થાય, એ પ્રભુના શાસનનો જ પ્રભાવ. શ્રી શાલિભદ્રની બત્રીસ સ્ત્રીઓ આનંદ કરે અને ઘરનો વહીવટ માતા કરે, છતાંપણ એ માતાને એમ ન થાય કે-હું કામ કરૂં અને વહુઓ બેસી રહે એ પણ ભગવાનના શાસનનો પ્રતાપ. જંગલની મુસાફરીમાં રાખવામાં આવે છે, જેને મેણા કહે છે. શાહુકાર, મેણા સાથે ચાલતાં શોભે ? એ એની આજ્ઞા મુજબ ચાલે ? હા ! ન ચાલે તો લુંટાઇ જાય. એ સાથે ન હોયતો એજ લુંટે. એને આઠ આના આપી સાથે લેવામાં આવે છે એનો હેતુ એ છે કે એની જાતના લુંટારા લૂંટી શકે નહિ. જે રાગ લૂંટી રહ્યો છે તે શ્રી જિનેશ્વરદેવના શાસન પ્રત્યે થાય તો તે વળાઉ છે. દુનિયાના પદાર્થ માટે થતા કષાય તે લુંટારા છે. પણ એજ કષાય પ્રભુ માર્ગને સાચવવા થાય તો તે વળાઉ છે. વળાઉ સાથે રહે, દુશ્મનથી બચાવે અને હદથી પાછો વળે. તેવી રીતે પ્રશસ્ત કષાય, રાગ વિગેરે અયોગ્ય કાર્યવાહીથી બચાવે અને આત્મા નિર્મળ થાય કે એ આપોઆપ પાછા વળે. વીતરાગદશા નથી આવી ત્યાં સુધી ધર્મરક્ષા માટે, આત્મરક્ષા માટે, પ્રશસ્ત કષાયો હેયકોટિના નથી. શ્રી દશાર્ણભદ્ર રાજાનું અભિમાન પ્રશસ્ત હતું પણ મારાપણાનો ઉકાંટો અપ્રશસ્ત હતો. અયોગ્યને સુધારવાની લાલાશમાં વાંધો નહિ પણ હૈયામાં કાળાશ થાય તો જરૂર ડાઘ લાગે. વળાઉને પણ રાજી રખાય, સારૂં ખાવા અપાય પણ માલ ન દેખાડાય, હીરામાણેકને પન્નાની થેલી ન બતાવાય, નહિ તો એજ વળાઉં જરાક છેટે જઇ લૂંટે. અગર લૂંટાવે. વાઘ કે સિંહના બચ્ચાં પાળનારા માલીકો પોતાનું શરીર એમને ચાટવા ન દે, કેમકે જાણે છે કે દાંત બેઠા અને લોહી ચાખ્યું તો એ પ્રાણી જાતનો ભાવ ભજવ્યા વિના ન રહે. આથી જ પ૨મોપકારી શાસ્રકાર પરમર્ષિઓ ચેતવે છે કે પ્રશસ્ત કષાયોને પણ મતલબ પૂરતાજ રાખવાના છે માટે એને પણ આધીન ન થતા. આધીન થનારનો આ શાસનમાં પક્ષપાત નથી.
Page 232 of 234
Page #233
--------------------------------------------------------------------------
________________
જેનું પરિણામ સારું તે પ્રશસ્ત સમજો અને જેનું પરિણામ ખોટું તે પ્રશસ્ત દેખાતા હોય છતાંય અપ્રશસ્ત સમજો . અભવ્યનું સંયમ સુંદર છતાં શાસ્ત્રકારે અનર્થકર નિષ્ફળ પ્રાલય કહ્યું કારણકે તે પૌગલિક લાલસાઓથી ભરેલું જ છે : આથીજ નિર્વેદ તથા વૈરાગ્ય વિના ધર્મ પામી શકાતો નથી અને પાળી શકાતો નથી. એ જ કારણે સૂત્રકાર પરમર્ષિ સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય થાય તે માટે કર્મના વિપાકનું વર્ણન કરે છે, એ વિપાકનું વર્ણન કરતાં સૂત્રકાર પરમર્ષિ અને ટીકાકાર મહર્ષિ શું શું ફરમાવે છે કે આપણે ક્રમસર જ્ઞાની મહારાજાએ ભાળ્યું હશે તે હવે પછી જો શું
કર્મવશવર્તિ પ્રાણીઓના કર્મવિપાનું
વિશિષ્ટ પ્રકારે વર્ણન કર્મવિપાનું વર્ણન શા માટે ?
સંસારવર્તિ પ્રાણીઓને નિર્વેદ તથા વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાના જ એક ઇરાદાથી સૂત્રોકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી આ છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદેશાના બીજા સૂત્રદ્વારા, કર્મના વિપાકનું વર્ણન કરવા માગે છે, કેમકે કર્મવિપાકના યોગે થતી સંસારની દુઃખમયતા સામાન્ય રીતે પણ સમજાય નહિ ત્યાં સુધી નિર્વેદ આવતો નથી અને વૈરાગ્ય ભાવના જાગૃત થતી નથી. તથા નિર્વેદ અને વૈરાગ્યવિના શ્રી જિનેશ્વર દેવનો માર્ગ રૂચતો નથી. પ્રભુના માર્ગની રૂચિ માટે નિર્વેદ તથા વૈરાગ્ય એ પ્રબળ સાધન છે. નિર્વેદ એટલે સંસારને કારાગાર માનવો અને એનાથી
ક્યારે છુટાય એ ભાવના થાય તે. એ નિવદના યોગે એ કે એક સંસારના પદાર્થ પ્રત્યે રાગ પાતળો પડે એ વૈરાગ્ય. એ થાય ત્યારે જ્ઞાનીનો માર્ગ સારામાં સારી રીતિએ આરાધાય. શ્રી વીતરાગ પ્રભુના માર્ગમાં દુનિયાદારીનાં પદાર્થો ની અભિલાષાનો પણ નિષેધ છે કારણ કે-મળ્યું હોય એ પણ મુકવાનો એમાં ઉપદેશ છે. અર્થકામ, પૈસોટકો, રાજઋદ્ધિ વિગેરે મેળવવાની મહેનત તો સૌ કરે પણ આ શાસનમાં તો એ બધું મૂકવાની મહેનત છે. બહારથી છોડવાની સાથે હૈયેથી પણ ખસવું જોઇએ : આજ કારણે ધર્મની પ્રાપ્તિ માટે સામાન્ય રીતિએ પણ નિર્વેદ તથા વૈરાગ્ય એ ગુણોની અનિવાર્ય જરૂર છે. જયારે સંસાર પ્રત્યે નિર્વેદ આવે ત્યારે સંસારની પ્રતિપક્ષી વસ્તુ પ્રત્યે સદ્ભાવ થાય છે. ધ્યાનમાં રાખજો કે-નાનામાં નાની ક્રિયા આ શાસનની એટલે નવકાર મંત્રનો જાપ પણ સંસારથી છૂટવા માટે જ છે. અર્થાત્ કોઇ પણ ક્રિયા જિનેશ્વર દેવોએ સંસારમાં રહેવા માટે ફરમાવી જ નથી. પ્રાણીઓનાં સંસારનાં બંધન ઘટે, રાગદ્વેષ ઘટે, મોહની આસક્તિ ઘટે, તે માટે જ એ કે એક ક્રિયાનું જ્ઞાનીએ વિધાન કરેલ છે. જયાં સુધી દુનિયાની તીવ્ર આસક્તિ બેઠી છે ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવ જેવા પરમોપકારીની આજ્ઞામાં રક્તતા નથી થતી, આથી જ નિર્વેદ તથા વૈરાગ્ય ગુણની ખીલવણી વગર ધુનન ન થાય. આજ હેતુથી સૂરાકાર પરમર્ષિએ આ છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદે શાના બીજા સુત્રાની શરૂઆતમાં જ ફરમાવ્યું છે કે
d Fut M&I dé7'
Page 233 of 24
Page #234
--------------------------------------------------------------------------
________________ તે યથાવસ્થિત કર્મ વિપાકને તેજ રીતિએ પ્રતિપાદન કરતા મને હે ભવ્ય જીવો ! તમે સાંભળો. સંસાર એટલે ચારગતિ : હવે સૂત્રકાર પરમષિ સૂત્ર દ્વારા તે કર્મવિપાકને કેવી રીતિએ વર્ણવે છે, એ વસ્તુનો સારી રીતિએ અને સ્પષ્ટતાથી ખ્યાલ આવે તે માટે, ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા પોતે જ પ્રથમ તેનો ખ્યાલ આપવા માટે સંસારમાં ગતિઓ કેટલી છે, તે ગતિઓમાં યોનિઓ અને કુલકોટિઓ કેટલી છે, તે તે ગતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે, તે તે ગતિઓમાં કેવા પ્રકારની અને કેવી કેવી વેદનાઓ તથા કઈ કઈ જાતિનાં અને કેવા કેવા પ્રકારનાં દુઃખો છે અને આ બધાય ઉપરાંત એ ભયાનક સંસારમાં કેવી અશરણ દશા છે, એનો અનંતજ્ઞાનીઓના વચનાનુસાર આબેહુબ ચિતાર આપવાનો ઇરાદો રાખે છે અને એ જ કારણે એ પરમોપકારી પરમર્ષિ ક્રમસર એ સઘળી વસ્તુઓનું વર્ણન કરતાં શરૂઆતમાંજ સંસાર એટલે શું ? એ સમજાવતાં ફરમાવે છે કે “नारकतिर्य नरामरलक्षणाश्चतस्त्रो गतय?" નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવલક્ષણ ચાર ગતિઓ છે : અર્થાત્ ચાર ગતિઓ કહો કે સંસાર કહો એ એકજ છે. Page 234 of 234