________________
આ ૧૦૧ ક્ષેત્રોને વિષે ગભજ અપર્યાપ્તા- ગર્ભજ પર્યાપ્તા અને તેજ મનુષ્યોના અશુચિ પદાર્થોમાં ઉત્પન્ન થતાં સમૂચ્છિમ એટલે અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા મનુષ્યો હોય છે માટે ૧૦૧ ક્ષેત્રમાં આ ત્રણ પ્રકારના ઉત્પન્ન થતાં હોવાથી ૧૦૧ X ૩ = ૩૦૩ ભેદો થાય છે.
ત્રણ લોકમાંથી મધ્યલોક જે તિચ્છલોક ગણાય છે કે જે ૯00 યોજન ઉંચો અને નવસો યોજના નીચેના ભાગમાં રહેલો છે. મેરૂ પર્વતની સપાટીથી આ માપની શરૂઆત થાય છે. એવો જે તિચ્છ લોક અને પહોળાઇમાં એક રાજયોજન પહોળાઇ વાળો આવેલો છે તે તિર્જીલોકની બરાબર મધ્યભાગમાં થાળી જેવા આકારવાળો ૧ લાખ યોજનવાળો જંબુદ્વીપ આવેલો છે. તેને ફરતો વલયાકારે બે લાખ યોજનના વિસ્તારવાળો લવણ સમુદ્ર આવેલો છે. તેને ફરતો ચાર લાખ યોજન વિસ્તાર વાળો ઘાતકી ખંડ નામનો દ્વીપ આવેલો છે તેને ફરતો આઠ લાખ યોજનાના વિસ્તારવાળો કાલોદધિ સમુદ્ર આવેલો છે તેને ફરતો સોળ લાખ યોજનના વિસ્તારવાળો પુષ્કરવર દ્વીપ આવેલો છે. આ પુષ્કરવર દ્વીપના આઠ લાખ યોજનનો વિસ્તાર પૂર્ણ થાય ત્યારે તેમાં માનુષોત્તર પર્વત આવેલો છે. તે માનુષોત્તર પર્વતની બહારના ભાગમાં કોઇપણ મનુષ્ય જન્મ પામતા નથી. તેમજ મરણ પણ પામતા નથી. આથી આ ક્ષેત્ર અઢીદ્વીપ વાળું ગણાય છે. (૧) જંબુદ્વીપ આખા (૨) ધાતકી ખંડ આખો અને પુષ્કરવર દ્વીપ અડધો એમ અઢીદ્વીપ થાય છે અને તેની મધ્યમાં બે સમુદ્રો આવેલા છે. (૧) લવણ સમુદ્ર અને (૨) કાલોદધિ સમુદ્ર.
જંબુદ્વીપ પછીનો લવણ સમુદ્ર બે લાખ યોજનાનો છે તે એક બાજુનો અને તેજ રીતે બીજી બાજુનો બે લાખ જાણવો. એવી જ રીતે ધાતકી ખંડ વગેરે પણ જાણવા આથી. ૨ + ૪ + ૮ + ૮ = ૨૨ લાખ યોજન એક બાજુના થાય અને બાવીશ લાખ બીજી બાજુના થઇને ૪૪ લાખ થાય અને વચલો જંબુદ્વીપ એક લાખ યોજનનો થઇને ૪૫ લાખ યોજન મનુષ્ય ક્ષેત્રનું પ્રમાણ ગણાય છે. આ પીસ્તાલીશ લાખ યોજનને વિષે મનુષ્ય જન્મ અને મરણ થાય છે.
મનુષ્ય લોકની બહાર એટલે અઢીદ્વીપની બહાર મનુષ્યો જઇ શકે છે ત્યાં મન થાય તો રહે છે પણ રા. પણ જયારે મરણ નજીક આવે એટલે પોતાના સ્થાનમાં આવવાનું મન થઇ જ જાય અને એ પણ ન થાય તો દેવતાઓ તેમને ઉપાડીને મનુષ્ય લોકમાં મુકી દે છે. માટે ત્યાં મરણ થતું જ નથી. એવી જ રીતે માનુષોત્તેર પર્વતની બહારના ભાગમાં મનુષ્યો ગયેલા હોય ત્યાં રહે છતાં ત્યાં ગર્ભમાં મનુષ્યોની ઉત્પત્તિ થતી જ નથી અને અશુચિ પદાર્થોમાં પણ સમુચ્છિમ મનુષ્યોની પણ ઉત્પત્તિ એટલે જન્મ થતો નથી આ કારણથી માનુષોત્તર પર્વતની બહાર જન્મ મરણ થતા નથી એમ કહેવાય છે.
જંબદ્વીપમાં એક મેરૂ પર્વત આવેલો છે. ધાતકી ખંડમાં પૂર્વ અને પશ્ચિમ થઇને બે મેરૂ પર્વત આવેલા છે. એવી જ રીતે અર્ધ પુષ્કરવર દ્વીપમાં પણ પૂર્વ અને પશ્ચિમ થઈને બે મેરૂ પર્વત આવેલા છે. દરેક મેરૂ પર્વતની પૂર્વ પશ્ચિમે મહા વિદેહ ક્ષેત્ર આવેલું છે માટે પાંચ મહાવિદેહ ક્ષેત્ર થાય છે. તે કર્મભૂમિ રૂપે જ હોય છે અને સદાને માટે ચોથો આરો દુષમ સુષમ આરાના ભાવો ત્યાંના જીવોમાં રહેલા હોય છે.
જંબુદ્વીપના મધ્ય ભાગમાં મેરૂ પર્વત જે રહેલો હોય છે તે મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો ગણાય છે. એ મહાવિદેહ ક્ષેત્રની નીચેના ભાગમાં નિષધ પર્વત આવેલો છે. તેની નીચેના ભાગમાં હરિવર્ષ ક્ષેત્ર આવેલું છે.
Page 122 of 234