SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ તેની નીચેના ભાગમાં મહાહિમવંત પર્વત આવેલો છે. તેની નીચેના ભાગમાં હિમવંત ક્ષેત્ર આવેલું છે. તેની નીચેના ભાગમાં હિમવંત પર્વત આવેલો છે અને તેની નીચેના ભાગમાં ભરત ક્ષેત્ર આવેલું હોય છે. એવી જ રીતે મહાવિદેહ ક્ષેત્રની ઉપરના ભાગમાં નીલવંત પર્વત આવેલો છે. તેનાથી ઉપરના ભાગમાં રમ્યક્ષેત્ર આવેલું છે. તેની ઉપરના ભાગમાં રૂકમી પર્વત આવેલો છે. તેની ઉપરના ભાગમાં હીરણ્યવંત ક્ષેત્ર આવેલું છે. તેની ઉપરના ભાગમાં શિખરી પ્રવત આવેલો છે. આ રીતે જંબુદ્વીપને વિષે હિમવંત પર્વત- મહા હિમવંત પર્વત- નિષધ પર્વત- મેરૂ પર્વત- નીલવંત પર્વત- રૂકમી પર્વત અને શીખરી પર્વતો આવેલા છે અને ક્ષેત્ર રૂપે ભરત ક્ષેત્ર, હિમવંત ક્ષેત્ર, હરિવર્ષ ક્ષેત્ર, દેવકુફ ક્ષેત્ર, ઉત્તર કુરુ ક્ષેત્ર, રમ્ય ક્ષેત્ર, હિરણ્યવંત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર અને વચમાં મહાવિદેહ ક્ષેત્ર એમ નવ ક્ષેત્રો આવેલા છે. મેરૂ પર્વત જે વચમાં રહેલો છે તેની દક્ષિણ તરફ મધ્યમાં અર્ધ ચન્દ્રાકારે દેવકુરૂ ક્ષેત્ર આવેલું છે અને એજ મેરૂ પર્વતની ઉત્તર દિશા તરફ અર્ધ ચન્દ્રાકારે ઉત્તર કરૂ ક્ષેત્ર આવેલું હોય છે. આ નવ ક્ષેત્રોમાંથી ભરત ક્ષેત્ર, મહાવિદેહ ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર આ ત્રણ ક્ષેત્રો કર્મભૂમિ રૂપે ગણાય છે અને હિમવંત ક્ષેત્ર- હરિવર્ષ ક્ષેત્ર, દેવકુરૂ ક્ષેત્ર, ઉત્તરકુરૂ ક્ષેત્ર-રમ્યક્ષેત્ર અને હિરણ્યવંત ક્ષેત્ર. આ છ ક્ષેત્રો અકર્મભૂમિના ક્ષેત્રો રૂપે ગણાય છે. તેમાં દેવકુરૂ અને ઉત્તર કુરૂક્ષેત્રના ભાવો એક સરખા હોય છે. ધાતકીખંડને વિષે તે વલયાકારે હોવાથી બરોબર મધ્યભાગમાં વક્ષસ્કાર પર્વત દક્ષિણમાં, તથા બીજો વક્ષસ્કાર પર્વત ઉત્તરમાં આવીને પૂર્વ અને પશ્ચિમ બે ભાગ પાડે છે. તેમાં પૂર્વ અને પશ્ચિમ એક જ સપાટ મેરૂ પર્વત રહેલો હોવાથી બે મેરૂ પર્વત હોય છે. માટે તેના ક્ષેત્રો અને બાકીના પર્વતો જંબુદ્વીપની અપેક્ષાએ ડબલ હોય છે. માટે ૨ ભરત ક્ષેત્ર, ૨ ઐરવત ક્ષેત્ર અને ૨ હિમવંત ક્ષેત્ર, ૨ હરિવર્ષ ક્ષેત્ર, ર દેવકુફ ક્ષેત્ર, ૨ ઉત્તરકુરૂક્ષેત્ર, ૨ રમ્યક્ષેત્ર અને ૨ હિરણ્યવંત ક્ષેત્ર થઇને બાર ક્ષેત્રો અકર્મભૂમિ રૂપે હોય છે. તેવી જ રીતે ૨ હિમવંત પર્વત, ૨ મહાહિમવંત પર્વત, ર નિષધ પર્વત, ૨ નીલવંત પર્વત, ૨ રૂકમી પર્વત અને ર શીખરી પવત થઇને બાર પર્વતો આવેલા છે અને બે મેરૂ પર્વતો મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા સાથે ૧૪ પર્વતો હોય છે. વર દ્વીપને વિષે ર ભરત ક્ષેત્ર, ર મહાવિદેહ ક્ષેત્ર અને ર ઐરાવત ક્ષેત્ર એમ છ કર્મભૂમિઓ હોય છે. ૨ હિમવંત ક્ષેત્ર, ૨ હરિવર્ષ ક્ષેત્ર. ૨ દેવકર ક્ષેત્ર, ર ઉત્તર કરૂ ક્ષેત્ર, ૨ રમ્યક ક્ષેત્ર અને ૨ હિરણ્યવંત ક્ષેત્રો સાથે ૧૨ ક્ષેત્રો અકર્મભૂમિ કહેવાય છે. અને ૨ હિમવંત પર્વત, ૨ મહાહિમવંત પર્વત, ૨ નિષધ પર્વત, ૨ મેરૂ પર્વત, ૨ નીલવંત પર્વત, ૨ રૂકમી પર્વત અને ૨ શીખરી પર્વત સાથે ૧૪ પર્વતો થાય છે. આ રીતે ૩+ ૬ + ૬ = ૧૫ કર્મભૂમિ ક્ષેત્રો થાય છે. ૬+ ૧૨ + ૧૨ = ૩૦ અકર્મભૂમિ ક્ષેત્રો થાય છે. કર્મભૂમિ = જે ક્ષેત્રોને વિષે અસિ = તલવાર, મસિ = લેખન, કૃષિ = ખેતી. આ ત્રણ જ્યાં હોય તે ક્ષેત્રો કર્મભૂમિના કહેવાય. જયાં આ ત્રણમાંથી એકપણ ન હોય અને કલ્પવૃક્ષથી જ જીવનારા જીવો હોય તે અકર્મભૂમિવાળા જીવો કહેવાય છે. અંતરદ્વીપોનું વર્ણન Page 123 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy