________________
જંબુદ્વીપને વિષે ભરત ક્ષેત્ર પછી હિમવંત પર્વત આવેલો છે અને ઐરવત ક્ષેત્રની ઉપર શીખરી પર્વત આવેલો છે. આ બે પર્વતો પૂર્વ અને પશ્ચિમ લવણ સમુદ્ર સુધી લાંબા છે અને તેની પથ્થરની દાઢાઓ એટલે શીલાઓ નવસો યોજન લાંબી લવણ સમુદ્ર ઉપર રહેલી હોય છે. તેમાં હિમવંત પર્વતની પશ્ચિમ દિશામાં ઉત્તર તરફ અને દક્ષિણ તરફ અર્ધ ચન્દ્રાકારે બે દાઢાઓ આવેલી છે. એવી જ રીતે પૂર્વ દિશામાં પણ ઉત્તર બાજુ અને દક્ષિણ બાજુમાં પણ બે દાઢાઓ આવેલી છે. આવી જ રીતે શીખરી પર્વત પણ પૂર્વ પશ્ચિમ લવણ સમુદ્ર તરફ લાંબા વિસ્તારવાળો છે. તેની ઉપર પણ લવણ સમુદ્રની પાણીની સપાટી ઉપર પશ્ચિમ બાજુની ઉત્તર તરફ અને દક્ષિણ તરફની બે દાઢાઓ હોય છે અને પૂર્વ તરફની ઉત્તર તરફ અને દક્ષિણ તરફની બે દાઢાઓ હોય છે. આ રીતે એક એક પર્વતની ચાર ચાર દાઢાઓ થાય છે. માટે ૪ X ૨ = ૮ દાઢાઓ આવેલી છે. આ એક એક દાઢાઓના પથ્થરના ઉપરના ભાગમાં લવણ સમુદ્રના પાણીથી ઉપરની સપાટીના ઉપરના ભાગ ઉપર સાત સાત દ્વીપો આવેલા છે. માટે ૮ X ૭ = પદ દ્વીપો આવેલા છે. આ દ્વીપો કોઇ દ્વીપમાં રહેલા ન હોવાથી તેમજ કોઈ સમુદ્રમાં રહેલા ન હોવાથી અને દ્વીપ અને સમુદ્રના આંતરામાં પાણીની સપાટી ઉપર રહેલા હોવાથી અંતર દ્વીપ તરીકે કહેવાય છે. આ અંતર દ્વીપોમાં રહેલા મનુષ્યો કલ્પવૃક્ષથી જીવનારા હોય છે. માટે યુગલીક રૂપે ગણાય છે. આ રીતે મનુષ્યોને ઉત્પન્ન થવાના ક્ષેત્રો ૧૫ + ૩૦ + પ = ૧૦૧ ક્ષેત્રો થાય છે. આ ક્ષેત્રોમાં મનુષ્યોના જન્મ અને મરણ થાય છે. આથી પીસ્તાલીશ લાખ યોજન મનુષ્ય લોકનો જે વિસ્તાર છે. તેમાં કોઇ તસુભાર જેટલી જમીન બાકી નથી કે જે જમીન ઉપરથી અનંતા કાલની અપેક્ષો અનંત જીવો મોક્ષે ન ગયા હોય અર્થાત્ દરેક ભૂમિના કણ ઉપરથી અત્યાર સુધીમાં અનંતા અનંતા જીવો મોક્ષે ગયેલા છે. માટે જ ઉર્ધ્વલોકમાં પણ સિધ્ધશીલા પીસ્તાલીશ લાખ યોજનની કહેલી છે. કે જે સ્થાનમાંથી જીવો સકલ કર્મથી રહિત થાય તે ઉપર સીધી સપાટી રૂપે શુધ્ધ બનેલો આત્મા લોકના છેડે પહોંચી જાય છે.
ગર્ભજ મનુષ્યોની સંખ્યા. બેની સંખ્યાનો છ વખત વર્ગ કરવો જે રકમ આવે તે રકમને બે ના પાંચ વખતના વર્ગની રકમ હોય તેનાથી ગુણતાં જે રકમ આવે તેટલા ગર્ભજ મનુષ્યો હોય છે અથવા બીજી રીતે એકને છન્નુ વખત બમણા કરવાથી એટલે (એકને એક બે, બેને બે ચાર, ચારને ચાર આઠ એ રીતે કરવાથી) જે રકમ આવે તે રકમ જેટલા ગર્ભજ મનુષ્યો હોય છે. બન્ને રીતે સરખા જ આવે છે. (૨૯ આંકની સંખ્યા આવે છે) ૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૩૫૪૩૯૫૦૩૩૬ આટલા ગર્ભજ મનુષ્યો હોય છે. ૭ કરોડ ૯૨ લાખ ૨૮ હજાર ૧૬૨ કરોડ પ૧ લાખ ૪૨ હજાર ૬૪૩ કરોડ ૩૭ લાખ ૨૯ હજાર ૩૫૪ કરોડ ૩૯ લાખ ૫૦ હજાર ૩૩૬ ગર્ભજ મનુષ્યો હોય છે. આ ગર્ભજ મનુષ્યોની સંખ્યામાં એક ભાગ પુરૂષનો હોય છે. ૨૮૨૯૫૭૭૨૩૨૬૬પર૩૯૭૭૭૧૯૭૯૯૮૨૨૬ આટલી સંખ્યાવાવા પુરૂષો હોય છે અને આથી સત્તાવીશ ગણી સ્ત્રીઓ ૭૬૩૯૮૫૮૫૨૮૧૬૧૨૦૩૯૮૨૨૩૪૫૯૫૧૦૨ ની સંખ્યા હોય. આ બેની સંખ્યામાં આઠ ઉમેરતાં કુલ ઉપર જણાવેલ આંકની સંખ્યા જેટલા ગર્ભજ મનુષ્યો હોય છે.
Page 124 of 234