Book Title: Jeev Vichar Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 1
________________ ભુવન પઇવ વીર નમિ ઉણ ભણામિ અબુહ બોહë I જીવ સર્વં કિંચિવ જહ ભણિયું ખુબ સુરિહિં // મુનિ શ્રી નરવાહનવિજયજી અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના આત્માઓ ત્રીજા ભવે જિનનામ કર્મ નિકાચીત કરવા માટે શ્રી વીશ સ્થાનકના વીશે વીશ પદની આરાધના અથવા કોઇપણ એક પદની આરાધના એકાગ્રચિત્તે કરીને પોતાના આત્માને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર કરીને આત્મા અને શરીરની ભિન્નતા એટલે ભેદને સમજીને તેના વિચારોમાં સ્થિર બનીને આત્માની ચિંતા વિચારણામાં એકાગ્ર બનીને જ્ઞાનના ઉપયોગને બરાબર સ્થિર કરે છે ત્યારે જિન નામની નિકાચના થાય છે. તે ભવમાં શરીરના ભેદ જ્ઞાનને એવી રીતે સ્થિર કરે છે કે તે વખતે તેમના શરીરને કોઈ વાંસલાથી છોલી જાય તો તે જીવ પ્રત્યે દ્વેષ થતો નથી અને કોઇ તેમના શરીરને ચંદનનો લેપ કરી જાય તો તેના પ્રત્યે રાગ થતો નથી. બન્ને પ્રત્યે સમવૃત્તિની સ્થિરતા વાળા બનીને જ્ઞાનના ઉપયોગમાં મસ્ત રહે છે ત્યાંથી છેલ્લે કાળ કરીને વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને કાંતો પહેલા નરકનું આયુષ્ય બંધાઇ ગયું હોય તો નરકમાં પણ જાય છે પણ તે આત્માઓ સુખની સામગ્રીમાં જેટલો કાળ રહેવાના હોય તેટલા કાળ સુધી સ્વાધ્યાયમાં મગ્ન હોય છે. રાગવાળા પદાર્થોમાં વૈરાગ્યની સ્થિરતા વધારીને સાવચેતી પૂર્વક કાળ પસાર કરે છે જ્યારે નરકમાં રહેલા આત્માઓ પહેલી ત્રણ નરક સુધી ઉત્પન્ન થઇ શકે છે ત્યાં પોતાના આત્માને સમાધિમય બનાવી જ્ઞાનનો સ્વાધ્યાય કરતાં કાળ પસાર કરે છે. ત્યાંથી ચ્યવીને માતાના ગર્ભમાં આવે છે ત્યારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન ત્રણ જ્ઞાન સહિત આવે છે. એ જ્ઞાન પણ તેઓનું અનુપમ હોય છે. ત્યાં પણ અંધારી કોટડી જેવી નાની જગ્યામાં પોતાના આત્માને સમાધિમય રાખીને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર રહીને કાળ પસાર કરી જન્મ પામે છે. તે છેલ્લે ભવે સંયમનો સ્વીકાર કરે છે તે સંયમના પાલનમાં જે કાંઇ પરિસહો કે ઉપસર્ગો આવે તે સમતાભાવથી સહન કરી છદ્મસ્થ પર્યાય પૂર્ણ કરીને અપ્રમત્ત ભાવ પ્રાપ્ત કરી ક્ષપકશ્રેણિ માંડી મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ કરી વોતરાગ દશાને પામીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. જ્યાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય તે ક્ષેત્રને વિષે દેવતાઓ આવીને સમવસરણની રચના કરે છે. તેની આજુબાજુ રહેલા મનુષ્યો, તિર્યંચો અને દેવો સમવસરણમાં દેશના સાંભળવા માટે એકઠા થાય છે અને શ્રી તીર્થકર પરમાત્મા પણ પૂર્વ દિશાથી પ્રવેશ કરી પૂર્વ સન્મુખ મુખ રાખીને સિંહાસન ઉપર બિરાજમાન થાય છે. ત્યાં એકઠા થયેલા મનુષ્યોમાં ગણધર થવાની યોગ્યતાવાળા આત્માઓ મોટા ભાગે દેશના સાંભળવા હાજરજ હોય છે. અનંતકાળે એવું બને છે કે જ્યાં ગણધર ભગવંતની યોગ્યતાવાળા આત્માઓ હોતા નથી. સૌ પ્રથમ Page 1 of 234Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 234