Book Title: Jeev Vichar Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 9
________________ આ બાદર પર્યાપ્ત પૃથ્વીકાય એક જીવનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. આંગળીના એક વેઢા જેટલો ભાગ તે એક અંગુલ કહેવાય છે તેના અસંખ્યાતમા ભાગ જેટલું શરીર હોય તે. બાદર પર્યાપ્તા પૃથ્વીકાય જીવના શરીરની અવગાહનામાં એટલે એટલી જગ્યામાં જ એ જીવની સાથેને સાથે જ બાદર અપર્યાપ્ત પૃથ્વીકાયના જીવો અસંખ્યાતા લોકાકાશના આકાશ પ્રદેશોની જેટલી સંખ્યા થાય એટલા રહેલા હોય છે. એટલે કે એક ચૌદરાજ લોકના આકાશ પ્રદેશો અસંખ્યાતા હોય છે. એવા એંદરાજ લોક અલોકને વિષે બીજો -ત્રીજો યાવતું અસંખ્યાતા હોય અને તે બધાના આકાશ પ્રદેશો ભેગા કરીએ એ જેટલી સંખ્યા થાય એટલા જીવો આ બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના એક જીવની અવગાહનાની સાથે બાદર અપર્યાપ્ત પૃથ્વીકાયના જીવો રહેલા હોય છે આથી એ ક સોયના અગ્ર ભાગ ઉપર લીધેલ કાચા મીઠાનો કણીયો આંખે થી જોઇ શકાય છે જે તેમાં અસંખ્યાતા શરીરો ભેગા થયેલા છે તે એક એક શરીરમાં એક એક બાદર પર્યાપ્તા પૃથ્વીકાયનો જીવ રહેલો છે અને તેજ એક એક બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવની સાર્થને સાથે જ બાદર અપર્યાપ્તા પૃથ્વીકાયના જીવો અસંખ્યાતા અસંખ્યાતા સદા માટે રહેલા હોય છે માટે એમ કહી શકાય કે એક કણીયામાં જેટલા જીવો છે તે સાતે નારકીના જીવો કરતાં અસંખ્યાત ગુણા અધિક હોય છે. અથવા ચારે નિકાયના દેવોની સંખ્યા કરતાં અસંખ્યાત ગુણા અધિક રહેલા હોય છે. માટે એ જીવોની હિંસા કરતાં આટલા જીવોની હિંસાનો દોષ લાગે છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે શક્ય હોય તો આ જીવોની દયા પાળો એટલે હિંસા કરવાનું સદંતર બંધ કરો એ ન બને તો એ જીવોની જેટલી બને તેટલી જયણા પાળો અહિંસાના લક્ષ્યપર્વક જેટલી વધારે ને વધારે જયણા પળાશ તેટલા વહેલામાં વહેલા નિરાબાધ એવા મોક્ષ સુખને પામી શકશો. સૂક્ષ્મ અપર્યાપ્તા પૃથ્વીકાયના જીવોની શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી હોય છે અને આયુષ્ય નિયમા એક અંતર્મુહૂર્તનું હોય છે. આ જીવો સૂક્ષ્મ અપર્યાપ્તા રૂપે ઉત્પન્ન થયા કરે તો અસંખ્યાતી ઉત્સરપિણી, અસંખ્યાતી અવસરપિણી એટલે કે અસંખ્યાતા કાલચક્ર સુધી ઉપ્ત થયા કરે છે. જઘન્યથી એક અંતર્મુહૂર્ત સુધી પણ રહી શકે છે. આ જીવોને આહાર પર્યાપ્તિ-શરીર પર્યાપ્તિ-ઇન્દ્રિય પર્યાપ્તિ આ ત્રણ પર્યાદ્ધિઓ પૂર્ણ થયેલી હોય છે અને ચોથી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ શરૂ કરી પૂર્ણ કર્યા વગરજ મરણ પામે છે આથી ચાથી શરૂ થઇ એટલે તે પર્યામિ ગણાય છે. જીવ જયારે વિગ્રહગતિમાં ઉત્પન્ન થઇ ઉત્પત્તિ સ્થાને આવે છે અને ત્યાં કાર્પણ શરીરથી આહારના પુલોને ગ્રહણ કરી પરિણાવી વિસર્જન કરવાની શક્તિ પેદા કરે છે તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. અને તે નિયમા એક સમયની હોય છે. ત્યાર પછી સમયે સમયે આહારના પુગલોને દારિક મિશ્ર યોગથી ગ્રહણ કરી પરિણમાવી વિસર્જન કરતો કરતો અસંખ્ય સમય સુધી પ્રક્રિયા કરતો રસવાળા પુદ્ગલોને એકઠા કરી જે શક્તિ પેદા થયેલી હોય છે તેમાંથી શરીર બનાવવાની શક્તિ પેદા કરે છે તે શરીરપર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાતિથી આ જીવોને કાયબલ નામનો પ્રાણ પેદા થાય છે. ત્યાર બાદ સમયે સમયે આહારના Page 9 of 234Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 234