________________
આ તે ઇન્દ્રિય જીવોને ઉત્પન્ન થવાના સ્થાનોમાં વિશેષ રીતે તિ લોકમાં એટલે મેરૂ પર્વતની સમભૂતલા સપાટીથી નવસો યોજન ઉચેનો ભાગ અને નવસો યોજન નીચેનો ભાગ એમ અઢારસો યોજન સુધીનો ભાગ તે તિચ્છ લોક ગણાય છે અને પહોળો એક રાજ યોજન હોય છે. આ તિર્જી લોકને વિષે અસંખ્યાતા દ્વીપો અને સમુદ્રો આવેલા છે. તેમાં ઉત્પન્ન થયા કરે છે. અધોલોકમાં એટલે નવસો યોજનથી નીચેના સો યોજન ભાગમાં કુબડી વિજય આવેલી છે. ત્યાં આ જીવો ઉત્પન્ન થયા કરે છે અને હજાર યોજન ઉંડા જે જલાશયો હોય છે તેમાં પણ ઉત્પન્ન થયા કરે છે તે અધોલોક રૂપે ઉત્પત્તિ ગણાય છે એવી જ રીતે નવસો યોજનથી ઉપરના ભાગમાં પાંડકવન આવેલું છે તે પાડુક વનમાં રહેલી વાવડીઓ વગેરેના પાણીમાં ત્યાંના જંગલોમાં આ તે ઇન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે તે ઉર્ધ્વલોકમાં ઉત્પન્ન થયેલા ગણાય છે. દેવતાની વાવડીઓના પાણીમાં આ જીવો ઉત્પન્ન થતાં નથી કારણકે દેવોના શરીરો સ્વચ્છ હોય છે તેમના શરીરને પરસેવો થતો નથી માટે પેદા થતાં નથી.
મનુષ્યોના શરીરમાંથી નીકળતા અશુચિ પદાર્થોમાં આ જીવો ઉત્પન્ન થાય છે. પાણીના એંઠા ગ્લાસમાંએંઠા વાસણોમાં કે જે અડતાલીશ મિનિટ પછીના અધિક કાળ સુધી એવાને એવા પડી રહ્યા હોય તેમાં, ધોવા માટે પલાળેલાં કપડામાં, માથામાં જૂ. લીખ વગેરે થાય છે તે. મથુનની ક્રિયામાં આ જીવો અસંખ્યાતા પેદા થાય છે માટે મનુષ્યપણાનું જીવન જીવતા આ જીવોની ઉત્પત્તિ ન થાય તેની કાળજી રાખી જીવન જીવવા પ્રયત્ન કરવો જોઇએ. દ્વિદલમાં પણ આ જીવો અસંખ્યાતા પેદા થાય છે. દ્વિદલ એટલે કાચા દહીં, છાશ કે દૂધની સાથે કોઇપણ કઠોળ, કોઇપણ જાતની દાળ કે તેવી વનસ્પતિના શાક ખાવા તેમાં આ તે ઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ ચાલુ થઇ જાય છે. તથા વાસી રોટલા, રોટલી વગેરેમાં પણ આ જીવોની ઉત્પત્તિ ચાલુ થઈ જાય છે. ફ્રીજમાં રાતના મુકેલું હોય તો પણ એ રાતવાસો રહેલી રસોઇ તેમાં આ જીવોની યોનિ થતાં જ ઉત્પત્તિ ચાલુ થઇ જાય છે. માટે જૈનશાસનમાં તે ખાવાનો નિષેધ કરેલો છે.
આ જીવોને ઓળખીને જેટલી વધારે દયા પાળશું એટલું વહેલું કલ્યાણ થશે અને નિરાબાધ પણાના સુખરૂપ એવો મોક્ષ જલ્દી મલશે તો એવો પ્રયત્ન કરવા ખાસ ભલામણ.
ચહેરીન્દ્રિય જીવોનું વર્ણન.
જે જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષરીન્દ્રિય આ ચાર ઇન્દ્રિયો પ્રાપ્ત થાય તે ચઉરીન્દ્રિય જીવો કહેવાય છે. એકેન્દ્રિયાદિ પણામાં રહેલા જીવો અકામ નિર્જરા કરી દુઃખ વેઠી પુણ્ય ઉપાર્જન કરતાં કરતાં વિશેષ પુણ્ય એકઠું થયેલું હોય તો ચઉરીન્દ્રિય પણામાં ઉત્પન્ન થઇ શકે છે. એક ઇન્દ્રિય વધારે મલતાં તેના વિષયોના આધીનપણાના કારણે કર્મબંધ પણ વિશેષ થયા કરે છે. એકેન્દ્રિય જીવો મોહનીય કર્મનો એક સાગરોપમ જેટલો કર્મ બંધ કરે છે તો આ જીવ સો ગણો અધિક એટલે સો સાગરોપમ નો બંધ કરે છે. જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ભાવ પણ વિશેષ હોય છે એના કારણે ઇન્દ્રિયોના વિષયોને વિશેષ સ્પષ્ટતા પૂર્વક જાણી શકે છે. આ જીવો ચાર ઇન્દ્રિય હોવાથી તેના વીસ વિષયોનો ભોગવટો કરે છે. સ્પર્શેન્દ્રિયના આઠ રસનેન્દ્રિયના પાંચ- ધ્રાણેન્દ્રિયના બે અને ચક્ષુરીન્દ્રિયના પાંચ વર્ણ કે જે કાળો, લીલો, લાલ, પીળો અને સફેદ
Page 78 of 234