Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 225
________________ દશા કયી ? ધર્મગુરૂની તથા ધર્મી માતાપિતાની આ ચિંતા હોવી જોઇએ. શ્રી જિને થરદેવે આ ચિંતા ઉભી કરી, માટે જ એ તારક ત્રણ લોકના નાથ થયા. ત્રણ ભુવનના જીવોની આવી ચિંતા કરી માટે જ એ ત્રણ ભુવનના નાથ થયા. દુનિયાના જીવો સારૂં ખાય-પીએ એની ઇર્ષ્યા નથી, પણ જ્ઞાનીને દયા આવે છે. દરદીને કુપથ્ય ખાવાનું મન થાય અને ના કહેવા છતાંયે ખાય તો કાંડુ પણ પકડવું પડે, એમ કરતાં લાલચુ દરદીને ગુસ્સો આવે એનો ઉપાય નથી. બાળક પોતાના મોમાં કોલસો કે માટી ઘાલે ત્યારે માતા શું કરે ? એને ગમે છે માટે ખાવા દે ? નહિ જ, ખાવા ન દે એટલું જ નહિ પણ ખાધેલું કઢાવે; એમ કરતાં બાળક રૂએ અને કોઇ ઠપકો આપે તો મા કહે કે- તમે ન સમજો, એ મરે તો મારો જાય. માતાપિતા, કે જે શરીરના પૂજારી છે, તે પણ બાળકને નુકશાનકારક વસ્તુથી બચાવે તો જ્ઞાની કે જેમની ફરજ આત્મરક્ષાની છે, તે કુપથ્યમાં લીન કેમ જ થવા દે ? જે આત્માના આરોગ્યને બગાડનાર કુપથ્યની પ્રશંસા કરે, અનુમોદના કરે, એના જેવો ધર્મદ્રોહી અન્ય કોઇ જ નથી. બાળક તો વિશ્વાસે દૂધ પીએ, પણ જે માતા ઝેર આપે એ કેવી ? વિશ્વાસે ધર્મ લેવા આવનારને જે ધર્મગુરૂ અર્થકામની લાલસામાં જોડે, એના જેવો વિશ્વાસઘાતી કોણ ? સંસારાસક્ત આત્માઓને રૂચે એવું જ ન અપાય. વ્યવહારમાં પણ કહેવાય છે કે-માંદાની રૂચિ પ્રમાણે પથ્ય ન જ અપાય અને આપે એ વૈરી છે પણ સ્નેહી નથી. માંદા માગે તેવી નુકશાનકારક છૂટ આપે એ વૈદ્ય નથી પણ લોભીયા છે. લોભીયા વૈદ્ય એવી છૂટ આપે કે દરદી ઉઠવા જો ગો થાય જ નહિ. એ જ રીતિએ પોતાનાં માનપાન જાળવી રાખવા તથા વધારવા માટે અને પોતાના બનાવી રાખવા માટે સત્ય નહિ કહેતાં, નુક્શાનકારક રુચતું કહેનારા ધર્મગુરૂઓ પણ લોભીયા વૈદ્ય જેવા જ છે, એમ સમજવું જોઇએ. ધર્મના યોગે મળે બધું. જેનામાં મોક્ષ આપવાની તાકાત છે તે સંસારના પદાર્થો પણ આપે. ભગવાન્ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા કહે છે કે ધર્મ અર્થાર્થીને અર્થ, કામાર્થીને કામ, રાજયાર્થીને રાજય, યુગાર્થિને પુત્રી અને મોક્ષાર્થીને મોક્ષ આપે છે. એ તો માગે તે આપે. ચિંતામણિમાં ગુણ છે કે- રાજય માંગો તો રાજય આપે અને ધોલ માંગો તો ધોલ પણ આપે. ચિંતામણી પાસે ગાલ કુટાવે ક મુઠી આટો માંગે એ કેવો ? કહેવું પડશે કે-મૂર્ખ ! એવી જ રીતિએ ધર્મ પણ આપે બંધુએ ! રાજા, મહારાજા અને ચક્રવર્તિ બન્યા, એ બધા ધર્મના જ પ્રતાપે, પણ ધર્મની પાસે દુનિયાના પદાર્થો માંગવા જેવા જ છે એમ માનીને માંગે, એ પણ મૂર્ખાજ છે. છઠ્ઠો આરો શં હેલો લાવવો છે ? : સભામાંથી :- તો એવા મૂર્ખાઓને ઉપદેશ શું કામ? નાદાન બાળક સુખી કેમ થાય, એ માતાની ભાવના છે. ચંદનનો ગુણ છે કે એને ઘસે, કાપે, બાળે, તો પણ સુગંધિ દે, તેમ માતાનું હૈયું જ એવું છે કે-લાત મારનારા દીકરાનું પણ ભલું ચાહે. નઠોર દીકરાને માના હૈયાનું ભાન ન હોય, એ કારણે કાંઇ માથી નઠોર ઓછું જ બનાય ? અપકારી ગમે તેમ કરી લે, પણ ઉપકારી તો ઉપકારનાં જ છાંટણાં છાંટે. છોરૂ કછોરૂ થાય, પણ માવતરથી કમાવતર નજ થવાય. છોકરો કે મારી ભૂલ હતી. વિઘ્નસંતોષીઓ બધું Page 225 of 234

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234