Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 227
________________ આધીન ન થાય, એ સમ્યગ્દષ્ટ. સંસારમાં રહેલા માટે, ચાહ્ય સમ્યષ્ટિ હોય કે મિથ્યાદ્રષ્ટિ હોય, ચારે ગતિ તો છે જ. જે ગતિમાં જઇએ એ ગતિની પ્રકૃતિનો ઉદય તો આવવાનો. તે તે ગતિને યોગ્ય સામગ્રી સાથે આવવાની જ. તે તે ગતિના વિપાકો સભ્યષ્ટિને ન વળગે એમ કંઇ નથી બેને માટે સરખો ન્યાય છે. ફરક ક્યાં છે ? મિથ્યાદ્રષ્ટિ ઉદયને આધીન થાય અને સમ્યગ્દષ્ટ ઉદયને આધીન ન થાય, એજ ફરક છે. બાકી ભોગવે તો બેય. કર્મ ચીકાશને વળગે છે અને ઉદયને આધીન થવું એ ચીકાશ. સ્વાધીનતા એ ચીકાશનો અભાવ છે. રાગદ્વેષની મંદતા છે. જેટલા અંશે એની મંદતા, તેટલા અંશે કર્મનું આવાગમન ઓછું, ચોટવું ઓછું, અને કર્મ ચોટે ઓછાં એટલે ભવિષ્યના સંસર્ગ ઓછા અને એથી મુક્તિ નિકટ. મધુલિસ તલવાર : વિષયનું સુખ ક્ષણિક છે અને વિપાક કેઇ ગુણો છે. દ્રષ્ટાંતમાં, મધથી લેપાયલી તરવારની ધારા ચાટવા જેવું એ સુખ છે. મધથી લેપાયેલી અણીદાર તરવારની અણી ચાટવામાં જેટલું સખ, તેટલું વિષયસેવામાં સુખ, પરિણામે જીભને છેદ થાય અને જે પીડા ભોગવવી પડે, તે રીતે વિષય ભોગવ્યા પછીની પીડા છે. જીભ અડે ત્યારે જરા મધુર તો લાગે, પણ પછી વાત કરવાનો સમય રહે નહિ. બૂમ પાડ્યા શિવાય છૂટકો જ નથી. બીમારને કુપથ્ય પા કલાક આનંદ આપે, પછી પરિણામે એ કુપથ્ય શરીરમાં પરિણામ પામ્યા બાદ વેદના થાય. જ્ઞાનીએ કહેલી વાત પ્રત્યક્ષ અનુભવસિદ્ધ છે. શબ્દ-ગંધાદિ પાંચે વિષયોને મેળવવાની મહેનત, એ ભયંકર મજુરી છે . પણ તીવ્ર આશાના યોગે એ દુઃખ નથી લાગતું. ક્લોરોફોર્મથી ભાન વિનાના થઇ જવાથી કાપકુપની વેદના માલુમ ન પડે, એ રીતે આશામાં લીનતાના યોગે ચૈતન્ય દબાઇ જાય છે, માટે દુઃખની ખબર નથી પડતી. સત્યને મૂકી અસત્યની પાછળ જનારને શાસ્ત્ર અચેતન જેવા કહ્યા છે. શાસ્ત્ર તો સભ્યદ્રષ્ટિ સિવાયના બધાને અસંશી પણ કહ્યા છે. મનવાળો પણ યોગ્ય કા૨વાઇ ન કરે, તો મનવાળા અને મન વગ૨નામાં ફેર શો ? જે વર્તમાન સુખમાં લીન થઇ ભવિષ્યના સુખને ન વિચારે, એને ડાહ્યો કહે કોણ ? સમ્યગ્દષ્ટ આત્મા ભવિષ્યના હિતનો વિચાર કરે, પણ વર્તમાનસુખની ઇચ્છા ન કરે. વ્યવહારમાં પણ ભવિષ્યના સુખ માટે વર્તમાનમાં તકલીફ વેઠો છો. બાપની મુડી બેંકમાં શું કામ મૂકો છો ? બેંક તુટે તો ? તુટવાનો સંભવ છતાં પણ બારે વરસે બમણા થવા માટે મૂકો છો ને ? શું વર્તમાનની એ આપત્તિ નથી ? છેજ, વળી વીમા ઉતરાવી લવાજમ ભરો છો તે શા માટે ? સંતાન આદિના સુખને માટે ને ? સંતાન ભાગ્યહીન હોય તો પાઇ પણ ન પામે એમ પણ થાય, એ વાત જુદી, પણ ત્યાં માન્યતા કયી ? કહેવું જ પડશે કે-એજ ! એ રીતિએ ભવિષ્યના ભલા ખાતર વર્તમાન વસ્તુ ગુમાવવામાં હ૨કત નથી લાગતી ને ? જો હા, તો કહો કેભવિષ્યના હિતની દરકાર વગર વિષયસુખમાં લીન થવું, એ મધથી લેપેલી અણીદાર તરવાર ચાટવા જેવું છે કે બીજું કંઇ છે ? ભવિષ્યની દરકાર વિના એ તરવાર ચાર્ટ અને ચાટવું વ્યાજબી કહે, એ ડાહ્યો કે મૂર્ષોં ? વિષય ભોગવે અને વ્યાજબી કહે તો સમ્યક્ત્વ ક્યાં રહે ? વિષય ભોગવતાં છતાં પામરતા કબૂલે ત્યાં સુધી તો ઠીક, પણ સેવવા જોઇએ એમ કહે ત્યાં શું થાય ? Page 227 of 234

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234