Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 230
________________ ‘દેવ વીતરાગ, ગુરૂ નિગ્રંથ, અને ત્યાગમયી ધર્મ, એ ત્રણની પાસે મંગાય ? વીતરાગ દેવ પાસે રાગનાં સાધનો મંગાય ? કેસરીયાજીને કહે કે- ‘છોકરો સારો કરો તો પાંચ શેર કેસર ચઢાવું’ -એ શું ? શું એ વીતરાગ પરમાત્માની ભક્તિ છે ? ખરેખર, આજની દશા જ કોઇ વિચિત્ર છે. કેટલાક તો આજે કહે છે કે-ગુરૂ કંચન, કામિનીના ત્યાગી ખરા, પણ એ ગુરૂ. અમારા કંચન-કામિનીને સારાં કેમ ન કહે ? આનો અર્થ એ જ કે-પંચ એ પરમેશ્વર, પણ મારી ખીલી ન ફરે. આવી દશાના યોગે જ ભવાભિનંદીઓ કહે છે કે- ‘દેવ વીતરાગ, ગુરૂ નિગ્રંથ, ધર્મ ત્યાગમય એ વાત સાચી, પણ એ ત્રણેયે અમારી જરૂરીઆત જોવી જ જોઇયે.' આવાઓને પૂછવું જોઇએ કે-શું એ તમારી જરૂર જોવા નીકળ્યા છે ? સદુપયોગ એ ધર્મ : સભા. સોબતમાં રહો તો એટલું ન હોય ? દેવ તો મુક્તિમાં છે, ધર્મ એ તારકની આજ્ઞામાં છે અને અમો તમારી સોબતમાં છીયેજ નહિ, કારણ કે-સાધુ ગૃહસ્થ નિશ્રાએ રહે છે પણ કાદવ તથા પાણી વચ્ચે રહેલ કમળની જેમ નિર્લેપ રહે છે, જો નિર્લેપ રહે તોસાધુતા ટકે, નહિ તો કમળ કોહવાઇ જાય, તેમ સાધુતામાં પણ સડો થાય. ગૃહસ્થો અને સાધુઓની સ્થિતિમાં ઘણોજ ફ૨ક છે. ગૃહસ્થને દ્રવ્યદાનનો અધિકાર છે પણ મુનિને નથી એનું કારણ એ જ કેઃ ગૃહસ્થ પાસે દ્રવ્ય છે માટે એની મૂર્છા છોડાવવા માટે દાન છે, ગૃહસ્થ પરિગ્રહ આરંભ સમારંભ રૂપ રોગથી પીડાય છે માટે દાનરૂપી ઔષધની એને જરૂર છે, અને મુનિને દ્રવ્ય નથી માટે મૂર્છા પણ નથી અને દ્રવ્યદાન પણ નથી, દાનનો ઉપદેશ દે તે રોગીને મૂર્છાથી બચાવવા માટે. દ્રવ્યમૂર્છામાં પડેલાને દાનનો ઉપદેશ દે પણ દાન માટે કમાવાનું ન કહે . મૂર્છાનાંસાધનવાળાને ઉપદેશ દે, શ્રાવક જમવા બેસે ત્યારે મુનિની રાહ જૂએ, પણ એક જ આદમી હોય અને રસોઇ બનાવી નથી તો મુનિને બનાવી દેવાનું વિધાન નથી. પૌષધમાં તેવિહારો ઉપવાસ અગર એકાસણું કરનાર શ્રાવક માટે આવેલ ચીજ મુનિને એ શ્રાવક વહોરાવે પણ ચોવીહારો ઉપવાસ કર્યો હોય એ શ્રાવક મંગાવીને મુનિને ન વહોરાવી શકે. અર્થાત્ મળેલાનો સદુપયોગ કરવો એ ધર્મ. લક્ષ્મી એ પાપસ્થાનક સેવ્યા વિના આવતી નથી. એ લક્ષ્મી દ્વારા પાપના ત્યાગનો ઉપદેશ એ લક્ષ્મીવાનને મુનિ દે પણ દાન માટે પાપને સેવી લક્ષ્મી મેળવવાનું જૈનશાસ્ત્ર કહેતું નથી. દાન લક્ષ્મી પ૨ની મૂર્છા ઉતા૨વા માટે છે. પારકાનું કલ્યાણ થાય એમાં વાંધો નહિ પણ ભાવના તો મૂર્ચ્છના ત્યાગની છે. કેવલ પારકાના કલ્યાણની ભાવનામાં દ્રવ્યદાનનો લાભ પણ એમાંએ આપુ એનાથી સોગણું મળે એવી ભાવના આવે તો એ લાભ પણ નહિ. મુનીને દાન દેવામાં ભાવના કયી ? Page 230 of 234

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234