Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 231
________________ મુનિ ઉત્તમ પાત્ર છે, રત્નત્રયાના ધારક છે, શકય જીવના પાલક છે, રક્ષક છે અને જગતમાં શકાય જીવની રક્ષાના પ્રચારક છે એ માટે, એ મુનિને સંયમપુષ્ટિ માટે એમનું શરીર વધુ ટકે તો જગતમાં પકાયની રક્ષા વધુ થાય, અકાય રક્ષાનો પ્રચાર વધુ થાય એ માટે, તેમજ પોતાને પણ આના યોગે સંયમનો અવસર આવે એ માટે મુનિને ભક્તિપૂર્વક દાન દેવાય. મુનિને દાન દેવામાં ઇરાદો આ છો કે વધતો, પણ ઇરાદો તો આ ! શાસ્ત્ર કહે છે કે- “મુનિને દાન દેતી વખતે શ્રાવકને હર્ષનાં આંસુ આવે, તે ક્યારે આવે ? આવી ભાવના વિના આવે ? આજે તો કેટલાક કહે છે કે- અમે હોઇએ તો સાધુ જીવે, અમે જીવાડનાર અને અમારા આધારે એ જીવનાર.” આ ભાવનાથી અક્કડાઈ આવી છે ત્યાં હર્ષના આંસુ ક્યાંથી આવે ? સમ્મદ્રષ્ટિ તો સામાન્ય યાચકો માટે પણ માને કે યાચકો ન હોત તો દાન કોને દેત ? યાચકો છે તો કલ્યાણના દરવાજા ઉઘાડા છે. આનો અર્થ એ નહિ કે-બીજાને યાચકો બનાવવા ઇચ્છે . શ્રાવક્કળના મનોરથ : સભામાંથી. દેશમાં ભીખારી વધે ને ? જૈનદર્શન એ વાત માન્ય નથી રાખતું. બધા પુરૂષો ત્યાગી થાય તો એમનાં કુટુંબો શું કરશે ? એ ફીકર જૈનદર્શન નથી કરતું, કારણ કે જે દિવસે બધા ત્યાગી થશે, ત્યારે તેમનાં કુલ પણ પુણ્યવાન હશે. આજ તો પાપાત્માઓ ઉત્તમ કુળને પણ અધમ કરવાની પેરવીઓ કરે છે. પ્રભુનો સંયમ માર્ગ સાંભળી સમ્મદ્રષ્ટિ દેવતાઓ પણ ઇચ્છે છે કે- ક્યારે શ્રાવકકુલ મળે અને સંયમપણું પામું !' શ્રાવકકુલની ગળથુથીમાંજ તત્ત્વનું જ્ઞાન હોય. નિર્વેદ અને વૈરાગ્યનાં ઝરણાં એ શ્રાવકકુલમાંથી નીતરતાં હોય. શ્રાવકના રસોડામાં પણ તત્ત્વજ્ઞાનની જ વાત હોય. શ્રાવકના વેપારમાં સુંદર નીતિ, પ્રમાણીકતા અને ઉદારતા હોય, એની દરેક કરણીમાં સદાચાર હોય, એના જીવનમાં શાંતિ, સહિષ્ણુતા અને સદાચાર હોય, પણ મોહ, લોભ કે લફંગાઇ ન હોય. શ્રાવક, જો પોતાના ઘરમાંથી કોઇ સંયમી નીકળે તો પોતે પોતાના ઘરને પુણ્યઘર માને, અને કોઇ પણ આત્મા એવો ન નીકળે તો એને થાય કે-એ કે ચૈતન્યવંતી મૂર્તિ મારા ઘરમાં છે કે બધાંય ધમણ જેવાં પુતળાં છે? આ બધુંય સમજવા માટે સમજો કે-શ્રાવકના મનોરથ કયા હોય ? સદાય ક્યારે મમતા છૂટે અને ક્યારે મુનિચર્યા પાળું ? આવાજ મનોરથો શ્રાવકોના હોય, એવા શ્રાવકો પોતાનાં સંતાનોને સંસારમાં રસપૂર્વક મહાલવાનું કેમ જ કહે ? સમ્મદ્રષ્ટિ માબાપ બાલકને સારામાં સારી ચીજ ખવડાવે પણ કાનમાં ફુક મારે કે એના રસમાં લીન થવામાં મજા નથી : જો એમાં રાચ્યો તો દુર્ગતિ થવાની ! આવા શિક્ષણથી ટેવાયેલો આત્મા, થાળીમાં જેટલી ચીજ આવે એમાંથી જે ચીજ ઉપર પોતાનો પ્રેમ વધારે હોય તે તજે, પણ એવા શિક્ષણના અભાવે આજ તો ન હોય તો ઇષ્ટ વસ્તુ માગીને રસપૂર્વક ખવાય છે. શ્રાવકના આચારો ગયા માટેજ ભયંકર પાપની જરૂરીયાત મનાઇ, પાપની જરૂરીયાત મનાઈ માટે જ ધર્મનો ઉપદેશ કડવો મનાયો, એથી જ શુદ્ધ પ્રરૂપક સાધુ પ્રત્યે વૈર ભાવના જાગી, આગમ ઉપરનો પ્રેમ ગયો, ભગવાન શ્રી મહાવીર પરમાત્માના વચન ઉપરની શ્રદ્ધા ગઇ અને એ જ હેતુથી ઘોર મિથ્યાત્વનો ઉદય થવાથી કારમું Page 231 of 24

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234