Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 229
________________ છોડી એકલા કેમ નીકળી પડતા ? એ ડાહ્યા કે વર્તમાન સુખને વળગી રહેલા ડાહ્યા ? શ્રી જિનેશ્વરદેવો છતી સામગ્રીએ ત્યાગી કેમ બન્યા એ હેતુ તો તપાસો ? રોગ થવાથી શ્રી સનતકુમાર ચાલી કેમ નીકળ્યા ? રોગની સેવા તો સંસારમાં સારી થાત પણ શ્રી સનતકુમારે વિચાર્યું કે ભલે થોડો વખત વ્યાધિ ભોગવવી પડે, પણ ભવિષ્યના રોગને મટાડવા માટે આજ જરૂરી છે. પ્રભુશાસન કોને માટે છે ? : વર્તમાન વિષય સુખને વળગેલા છતાં જે એને સારૂં નથી કહેતા અને નથી માનતા તેને પ્રભુશાસનમાં સ્થાન છે પણ જેઓ એને સારૂં કહે છે તેને પ્રભુના શાસનમાં સ્થાન નથી. વર્તમાન વિષય સુખનેજ ઉપાદેય માનીને વળગી રહેનારાઓ આત્માની પણ દયા વિસરી ગયા છે અને જેઓ પોતાના આત્માની પણ દયા વિસરે તે બીજાની ભાવદયા શું કરે ? જેને પોતાની ભાવદયા ન આવે એ બીજાની શું કરે ? પાપમાંથી ઝેરના ફણગા ફુટે છે. ‘અમે જે વિષય ભોગવીયે છીયે એતો ફ૨જ છે, બે પાંચ લાખ મેળવવાજ જોઇએ, તોજ અમારૂં પોઝીશન વધે, રાજકાજમાં ઘુસવુંજ જોઇએ, રાજદ્ધિ મેળવવીજ જોઇએ.' -આવી આવી માન્યતાના મૂળમાંથી પાપરૂપ કાયદાના ફણગા ફુટે છે. પોતે વિષયના સંગમાં રહેતાં થરથરે એ બીજાને વિષયના સંગમાં રક્ત રહેવાની સલાહ કેમ આપે ? આજે તો કાયદો થાય છે કે-રહેવું જ, પણ એ કાયદા કરનારને વિરાગી પૂછ કે- ‘તમે કોણ છો ?’ ત્યારે એ શું કહેશે ? ‘અમે શ્રીમાન છીયે.’ એમ કહેશો તો તો વિરાગી કહેશે કે- ‘તમને અમે નથી માનતા, તમે ભગવાન્ શ્રી મહાવીરના દીકરા હો તો તમને માનવા તૈયાર છીયે, બાકી તમારી શ્રીમંતાઇની તો અમને કશીજ કીંમત નથી કારણ કે તમારી શ્રીમંતાઇ કાંઇ અમને અમારે જે જોઇએ છે તે નથી દેવાની માટે તમે મહાવીરને માનો તો અમે તમને માનીએ.' આવું કહેનારને ઉત્તર તો આપવો જ પડશે ને ? બુદ્ધિપૂર્વક ઉત્તર આપવો જોઇએ કે જેથી આબરૂ ન ગુમાવવી પડે. શ્રી જૈનશાસન સમ્યગ્દષ્ટ માટે છે, ભવને ખોટો માનનાર માટે છે, સંસારની સામગ્રી આપવા બંધાયેલો નથી. હું ઘી દુધ ખાઉં ને તમને ન આપું તો વાંક ખરો બાકી તમારી ખાતર અનીતિ કે જુઠ આદિ પાપ હું કરવાનો નથી. આ જમાનામાં અનીતિ વિના ચાલે નહિ માટે અનીતિમાં પાપ કેમ કહેવાય ? એમ માનવું એના જેવું મિથ્યાત્વ કયું છે ? સભ્યષ્ટિ તો કહી દે કે- હું સંસાર છોડી શકતો નથી માટે નીતિપૂર્વક મળે એથી તમારૂં રક્ષણ કરીશ. વસ્તુસ્થિતિ આવી હોવા છતાં પણ આજ તો કહે છે કે-જેની જરૂર એનો નિષેધ કેમ ? પણ વિચારો કે-દુનિયાના જીવોને તો અઢારે પાપસ્થાનકોની જરૂર છે માટે એનો નિષેધ નહિ એમ ? શ્રી અરિહંતદેવને માનવાનો દાવો કર અને છોકરો માંદો પડે ત્યારે મેલડી પાસે જાય, ત્યાં શું શાસ્ત્રકાર હા પાડે ? ગુરૂ નિગ્રંથ જોઇએ એમ કહે, પણ પાછા કહે કે અમારા વેપાર રોજગાર ચાલતા નથી માટે તમે પણ અમારા ભેળા ભળો અને અમારી સ્થિતિ માને ? માને તો પરિણામ એ આવે કે-વીસમી સુધા૨ો આ કઇ દશા ? શું સાધુ, એ વાતને સદીમાં પ્રભુના શાસનને દેશવટો જ આપવો પડે અને તે શું યોગ્ય છે ? નહિ જ, તો વિચારો કે Page 229 of 234

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234