Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 224
________________ સૂત્રકા૨ ૫૨મર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજાએ ફરમાવેલા આ છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદેશના બીજા સૂત્રની અવતરણિકા કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવી ગયા કે “આ બીજું સૂત્ર સૂત્રકાર મહર્ષિએ, સંસારવર્તિ પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય એ માટે ફરમાવ્યું છે.” આ ઉપરથી એ વસ્તુ સ્પષ્ટ રૂપમાં પતીત થાય છે કે- નિર્વેદ અને વૈરાગ્ય વિના સ્વજનાદિકનું ધૂનન એ અશક્ય છે. શ્રી જિનેશ્વરદેવના ધર્મ પ્રત્યે રૂચિ થવા માટે પણ સામાન્ય રીતના નિર્વેદ અને વૈરાગ્યની આવશ્યક્તા છે. અવિવેકરૂપ અંધતા ગયા વિના મિથ્યાત્વાદિરૂપ અંધકા૨માં આથડવાનું મટી શકતું નથી. મિથ્યાત્વરૂપ અંધકારમાં આથડતા આત્માઓને શ્રી જિનેશ્વરદેવના માર્ગ પ્રત્યે રૂચિ ન જાગે એ સહજ છે. ચાહે શુભોદય હોય કે અશુભોદય હોય, પણ આમાંની એકપણ ચીજ આત્માની નથી, એ સમજાય તો સંસારના પદાર્થો ઉ૫૨ની રૂચિ ઘટે અને તોજ શ્રી જિનેશ્વરદેવનો માર્ગ હૈયામાં પેસે : માટે ધર્મોપદેશકે સૌથી પહેલાં સંસારનું મમત્વ ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઇએ. યાં સુધી એ ન થાય ત્યાં સુધી ડગલે ને પગલે વાંધા આવવાના. એવી દશામાં ત્યાજયને તજવું જોઇએ અને તજીએ એને ઇચ્છવું ન જોઇએ, એ વસ્તુ બનવી મુશ્કેલ છે. લક્ષ્મીનું દાન દેનારો લક્ષ્મી માટે દાન દે ? પાંચસે માટે પાંચનું દાન દે ? નહિ, છતાં પણ અ તો આજે ચાલુ જ છે. એવીજ રીતિએ શીલ, તપ અને ભાવમાં પણ સાંસારિક ધ્યેયનું જ પોષણ ચાલી રહ્યું છે : એટલે કે-ત્યાજયને મેળવવાનાજ ઇરાદે મોટે ભાગે ધર્મપ્રવૃત્તિ ચાલી રહી છે. આથી બચવા માટે દાનાદિકનું વિધાન શ્રી જિનેશ્વરદેવનું શાસન શા માટે કરે છે, એ ખાસ જાણવાની જરૂર છે. પ્રભુ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં દાનાદિકનું વિધાન એક સંસારથી મુક્તિ મેળવવા માટે જ કરવામાં આવ્યું છે. એ ચારેમાં સંસારના ત્યાગ સિવાય અન્ય કોઇ વસ્તુ જ નથી. સંસારનો ત્યાગ, એ જ એ ચારેનું ધ્યેય છે. લોભી વૈદ્ય અને માની ગુરૂ ! : સભામાંથી - આ પ્રમાણે હોવા છતાં પણ ત્યાગની સામે ઘોંઘાટ કેમ ? ત્યાગની સામે ઘોંઘાટનું કારણ એક જ છે કે-મળેલું પણ મૂકવું પડે છે. ઘોંઘાટ કરનારા કહે છે કે- ‘પુણ્યોદયે મળેલી સામગ્રી પણ ભોગવવાની કેમ ના પાડો છો ? અમે ખાઇએ-પીઇએ એમાં તમારૂં જાય ?’ અમે કહીયે છીયે, કહેવાનો દાવો કરીએ છીએ કે- આનંદપૂર્વકના એ ભોગવટામાં પાયમાલી છે, એ પાયમાલી ન થાય એ માટે જ કહેવું પડે છે. શ્રી જિનેશ્વરદેવોની આ દયા છે. ભૂખ્યાને દેખીને સારી દુનિયાને દયા આવે, પણ-‘એ ભૂખ્યા કેમ છે ?' એવા વિચારપૂર્વકની દયા સમ્યગ્દષ્ટને જ આવે છે. તાવ ચઢે ત્યારે તાવવાળાની સેવા માટે બધા કુટુંબી આવે, પણ ફરી તાવ ન આવે એવી સેવા થવી જોઇએ. આ શાસ્ત્ર એવી સેવા ફરમાવે છે. આજે આટલી સામગ્રી પામ્યા છો, ફેર કંગાલ ન થાઓ- એ ચિંતા ખાસ થવી જોઇએ. પૂર્વે સારૂં કર્યું માટે મળ્યું, પણ હવે ભૂંડું કરો તો પરિણામ શું ? જેના યોગે આ મળ્યું એને જ ભૂલો તા Page 224 of 234

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234