Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 197
________________ कुटयते लकुटादिभिः छिद्यन्तेडस्य कर्णपुच्छादयः खाद्यते कृभिजालैः सहते तुमुक्षां मियते पिपासया तुद्यते नानाकारयाननाभिरिति, ततः कथचिदवाप्तमनुष्यभावोडप्येप जीवः पीड़यत एव दु:खे, कथम् ? तदुच्यतेक्लेशयन्त्य नन्तरोगवाता: जर्जरयन्ति जराविकाराः दोदुयन्त दुर्जना: विहवलयन्तीष्ट वियोगा: परिवेदयन्त्यनिष्ट संप्रयोगा: विसंस्थुलयन्ति धनहरणानि आकुलयन्ति स्वजनमरणानि विहवलयन्ति नानाडध्य सनानीति, तथा कथथिल्लब्धविबुध जन्माप्येप जीवो ग्रस्यत एव नानावेदनाभिः, तथाहिआज्ञाप्यते विवशः शक्रादिभिः विद्यते परोत्कर्पदर्शनेन जीर्यते प्राग्भवकृतप्रमादस्मरणेनदन्द हयतेडस्वाधीनामरसुन्दरी प्रार्थनेन शल्यते तनिदानचिन्तनेन निन्द्यते महद्धिकदेववन्देन विलपत्यात्मनचयवनदर्शनेन आक्रन्दति गाढप्राप्तासनमृत्युः पतति रामरताशुचिनिदाने गर्भकलमले /" જે આત્મામાં સાહજિક વિવેકનો અભાવ હોય છે અથવા તો જે આત્મા સુંદર વિવેકને ધરાવનારા મહાપુરૂષોની નિશ્રામાં નથી રહેતો તે આત્મા ભાવથી અંધતાનો ઉપાસક હોવાના કારણે - કાર્ય કે અકાર્યના વિચારને જાણતો નથી, ભક્ષ્ય અને અભક્ષ્યના વિશેષને જોઇ શકતો નથી, પેય અને અપેયના સ્વરૂપને કળી શકતો નથી, હેય અને ઉપાદેયના વિભાગને જાણી શકતો નથી અને સ્વપરના ગુણદોષનું નિમિત્ત શું છે એ પણ જાણતો નથી. તે કારણે કુતર્કથી શ્રાન્ત ચિત્તવાળા બની ગયેલો એ આત્મા વિચારે છે કે: પરલોક નથી, કુશલકર્મો કે અકુશલક એટલે પુણ્યકર્મો કે પાપકર્મોનું ફલ વિદ્યમાન નથી, ખરેખર આ આત્મા પણ યુક્તિથી ઉત્પન્ન નથી. સર્વજ્ઞ હોય એ પણ સંભવિત નથી અને સર્વ ઉપદેશેલો મોક્ષમાર્ગ પણ ઘટી શકતો નથી. એવા એવા વિચારોના પરિણામે અવિવેકી અગર વિવેકીની નિશ્રા વિનાનો આત્મા, અતત્ત્વોમાં અભિનિવિષ્ટ ચિત્તવાળો બની જાય છે એટલે કે-આત્મા આદિ તત્ત્વને માનનારો નથી રહેતો એના પરિણામે-એવો આત્મા પ્રાણીઓની હિંસા કરે છે, અસત્ય ભાષણ કરે છે, પારકાના ધનને ગ્રહણ કરે છે એટલે કે ચોરી કરે છે, મૈથુનમાં અથવા તો પરદારાઓમાં રમે છે એટલે કે અબ્રહ્મચારી અથવા તો વ્યભિચારી બને છે, પરિગ્રહને ગ્રહણ કરે છે, ઇચ્છાના પરિણામને નથી કરતો એટલે કે અસંતોષને તજી સંતોષને ધરનારો નથી બનતો, માંસનું ભક્ષણ કરે છે, મધનો આસ્વાદ કરે છે, સદુપદેશનો સ્વીકાર કરતો નથી, કુમાર્ગને પ્રકાશિત કરે છે, વન્દનીય પુરૂષોની નિંદા કરે છે, અવન્દનીય આત્માઓને વંદન કરે છે, સ્વપરના ગુણદોષના નિમિત્તને પામે છે એટલે ગુણ થાય તો પોતાને નિમિત્ત માને છે અને દોષ થાય તો પરને નિમિત્ત તરીકે કહ્યું છે, એજ કારણે પરના અવર્ણવાદને બોલે છે અને સઘળાંય પાપોનું આચરણ કરે છે. એ સઘળાંય પાપકમાં ના પ્રતાપે એ જીવ ગાઢ એવાં ઘણાં ઘણાં કર્મોની જાળને બાંધે છે અને એ ગાઢ કર્મબંધના યોગે એ જીવ નરકમાં પડે છે. નરકમાં પડેલા એ જીવને, તેનાં પોતાનાજ પાપકર્મોના સમૂહથી પ્રેરાયેલા Page 197 of 234

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234