Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 195
________________ "तदेवं चतुर्गतिपतिताः संसारिणो नानारूपं कर्मविपाकमनुभवन्तीत्येतदेव सूत्रेण दर्शयवाह' સંસારવર્તિ પ્રાણીઓ, ચાર ગતિઓમાં પરિભ્રમણ કરતા અનેક પ્રકારની વેદનાઓનો અનુભવ કરે છે. તે કારણથી ઉપર વર્ણવી ગયા તે પ્રમાણે કર્મની વિવશતાથી ચાર ગતિમાં પડેલા સંસારી પ્રાણીઓ નાના પ્રકારના કર્મવિપાકને અનુભવે છે. એ પ્રમાણે એજ વસ્તુને સૂત્રકાર પરમર્ષિ, સૂત્રદ્વારા દર્શાવવા માટે ફરમાવે છે કે "संति पाणा अंधा तमसि वियाहियो' 'सन्ति विद्यन्ते 'प्राणा प्राणिनः 'अन्धा. चक्षुरिन्द्रियविकला भावान्धा अपि सद्धिवेकविकला: तमसि अन्धकारे नरकगत्यादौ भावान्धकारेडपि मिथ्यात्वाविरतिप्रमादकषायादिके कमविपाकापादिते व्यवस्थिता व्याख्याताः વિશ્વમાં બે પ્રકારના અંધ પ્રાણીઓ વર્તે છે-એક ચક્ષુ ઇંદ્રિયથી રહિત અને બીજા સવિવેકથી રહિત અને એ બન્ને પ્રકારના જીવો, કમના વિપાકથી આપાદિત કરેલા બે પ્રકારનાએક નરકગતિ આદિ રૂપ અંધકાર અને બીજા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિ રૂપ ભાવ અંધકારમાં પણ રહેલા છે એમ અનંતજ્ઞાની શ્રી તીર્થંકરદેવોએ ફરમાવેલું છે. - આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે-અંધતા બે પ્રકારની છે. એક અંધતા ચક્ષના અભાવની છે ત્યારે બીજી અંધતા સવિવેકના અભાવની છે. એ કેંદ્રિય, બે ઇંદ્રિય અને તે ઇંદ્રિય જીવો બન્ને પ્રકારે અંધ છે કારણકે તેઓમાં નથી ચક્ષુનો સદ્ભાવ કે નથી તો સવિવેકનો સદ્ભાવ. તે સિવાયના આત્માઓમાં ચક્ષુનો સદ્ભાવ હોવા છતાં પણ અપવાદ બાદ કરતાં સદ્દવિવેકનો અસદુભાવ હોવાથી અંધતા ઠાંસી ઠાંસીને ભરી છે. દ્રવ્યઅંધતા કરતાં ભાવઅંધતા ઘણીજ કારમી છે. આખાએ સંસારની અથડામણ એ ભાવઅંધતાને આભારી છે. એ ભાવઅંધતાના પનારે પડેલા આત્માઓ પુણ્યયોગે પ્રાપ્ત થયેલી ચક્ષુનો પણ સદુપયોગ નથી કરી શકતા. અંધતાની માફક અંધકાર પણ દ્રવ્ય અને ભાવ બે પ્રકારનો છે અને એમાં પણ દ્રવ્યઅંધકાર કરતાં ભાવઅંધકાર કારમો છે. ભાવ અંધતાનું કારમું પરિણામ : દ્રવ્યઅંધતા કરતાં ભાવઅંધતા ઘણીજ કારમી છે એમાં એક લેશ પણ શંકા નથી. ભાવઅંધતા એટલે બીજું કશું જ નહિ પણ એક સવિવેકનો અભાવજ. એ સવિવેક સર્વમાં નથી હોઇ શકતો એ કારણે સવિવેક જે આત્માઓમાં ન હોય તે આત્માઓએ સવિવેકથી વિભૂષિત આત્માના સહવાસમાં રહેવું એમ ઉપકારીઓ ફરમાવે છે; કારણ કે-એથી પણ આત્મા ઉન્માર્ગે જતાં અને ભાવઅંધતાના કારમા પરિણામથી બચી જાય છે. ઉપકારીઓ સવિવેકરૂપી ચક્ષુની આગળ બાહ્ય ચક્ષુની કશીજ કિંમત નથી આકતા : એ જ કારણે બેય પ્રકારની સવિવેકરૂપ ચક્ષુથી રહિત બનેલા આત્માઓની દયા ચિતવે છે. એ દયા ચિંતવતાં ઉપકારીઓ ફરમાવે છે કે Page 195 of 234

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234