Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 207
________________ તવિહારો ઉપવાસ અગર એકાસણું કરનાર શ્રાવક માટે આવેલ ચીજ મુનિને એ શ્રાવક વહોરાવે પણ ચોવીહારો ઉપવાસ કર્યો હોય એ શ્રાવક મંગાવીને મુનિને ન વહોરાવી શકે. અર્થાત્ મળેલાનો સદુપયોગ કરવો એ ધર્મ. લક્ષ્મી એ પાપસ્થાનક સેવ્યા વિના આવતી નથી. એ લક્ષ્મી દ્વારા પાપના ત્યાગના ઉપદેશ એ લક્ષ્મીવાનને મુનિ દે પણ દાન માટે પાપને સેવી લક્ષ્મી મેળવવાનું જૈનશાસ્ત્ર કહેતું નથી. દાન લક્ષ્મી પરની મૂર્છા ઉતારવા માટે છે. પારકાનું કલ્યાણ થાય એમાં વાંધો નહિ પણ ભાવના તો મૂચ્છના ત્યાગની છે. કેવલ પારકાના કલ્યાણની ભાવનામાં દ્રવ્યદાનનો લાભ પણ એમાં એ આપુ એનાથી સો ગણું મળે એવી ભાવના આવે તો એ લાભ પણ નહિ. મુનીને દાન દેવામાં ભાવના કયી ? મુનિ ઉત્તમ પાત્ર છે, રત્નત્રયાના ધારક છે, શકાય જીવના પાલક છે, રક્ષક છે અને જગતમાં છકાય જીવની રક્ષાના પ્રચારક છે એ માટે, એ મુનિને સંયમપુષ્ટિ માટે એમનું શરીર વધુ ટકે તો જગતમાં પકાયની રક્ષા વધુ થાય, અકાય રક્ષાનો પ્રચાર વધુ થાય એ માટે, તેમજ પોતાને પણ આના યોગે સંયમનો અવસર આવે એ માટે મુનિને ભક્તિપૂર્વક દાન દેવાય. મુનિને દાન દેવામાં ઇરાદો આ ઓછો કે વધતો, પણ ઇરાદો તો આ ! શાસ્ત્ર કહે છે કે- “મુનિને દાન દેતી વખતે શ્રાવકને હર્ષનાં આંસુ આવે, તે ક્યારે આવે ? આવી ભાવના વિના આવે ? આજે તો કેટલાક કહે છે કે- અમે હોઇએ તો સાધુ જીવે, અમે જીવાડનાર અને અમારા આધારે એ જીવનાર.' આ ભાવનાથી અક્કડાઇ આવી છે ત્યાં હર્ષના આંસુ ક્યાંથી આવે ? સમ્યગુદ્રષ્ટિ તો સામાન્ય વાચકો માટે પણ માને કે યાચકો ન હોત તો દાન કોને દેત? યાચકો છે તો કલ્યાણના દરવાજા ઉઘાડા છે. આનો અર્થ એ નહિ કે-બીજાને યાચકો બનાવવા ઇચ્છે. શ્રાવકુળના મનોરથ : સભામાં થી. દેશમાં ભીખારી વધે ને ? જૈનદર્શન એ વાત માન્ય નથી રાખતું. બધા પુરૂષો ત્યાગી થાય તો એમનાં કુટુંબો શું કરશે ? એ ફીકર જૈનદર્શન નથી કરતું, કારણ કે જે દિવસે બધા ત્યાગી થશે, ત્યારે તેમનાં કુલ પણ પુણ્યવાન હશે. આજ તો પાપાત્માઓ ઉત્તમ કુળને પણ અધમ કરવાની પેરવીઓ કરે છે. પ્રભુનો સંયમ માર્ગ સાંભળી સમ્યગુદ્રષ્ટિ દેવતાઓ પણ ઇચ્છે છે કે- ક્યારે શ્રાવકકુલ મળે અને સંયમપણું પામું !' શ્રાવકકુલની ગળથુથીમાં જ તત્ત્વનું જ્ઞાન હોય. નિર્વેદ અને વૈરાગ્યનાં ઝરણાં એ શ્રાવકકુલમાંથી નીતરતાં હોય. શ્રાવકના રસોડામાં પણ તત્ત્વજ્ઞાનની જ વાત હોય. શ્રાવકના વેપારમાં સુંદર નીતિ, પ્રમાણીકતા અને ઉદારતા હોય, એની દરેક કરણીમાં સદાચાર હોય, એના જીવનમાં શાંતિ, સહિષ્ણુતા અને સદાચાર હોય, પણ મોહ, લોભ કે લફંગાઇ ન હોય. શ્રાવક, જો પોતાના ઘરમાંથી કોઇ સંયમી નીકળે તો પોતે પોતાના ઘરને પુણ્યઘર માને, અને કોઈ પણ આત્મા એવો ન નીકળે તો એને થાય કે-એ કે ચૈતન્યવંતી મૂર્તિ મારા ઘરમાં છે કે બધાંય ધમણ જેવાં પુતળાં છે ? આ બધું ય સમજવા માટે સમજો કે-શ્રાવકના મનોરથ કયા હોય ? સદાય Page 207 of 234

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234