Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 210
________________ પ્રત્યે સદ્ભાવ થાય છે. ધ્યાનમાં રાખજો ક-નાનામાં નાની ક્રિયા આ શાસનની એટલે નવકાર મંત્રનો જાપ પણ સંસારથી છૂટવા માટે જ છે. અર્થાત્ કોઇ પણ ક્રિયા જિનેશ્વર દેવો એ સંસારમાં રહેવા માટે ફરમાવી જ નથી. પ્રાણીઓનાં સંસારનાં બંધન ઘટે, રાગદ્વેષ ઘટે, મોહની આસક્તિ ઘટે, તે માટે જ એકેએક ક્રિયાનું જ્ઞાનીએ વિધાન કરેલ છે. જયાં સુધી દુનિયાની તીવ્ર આસક્તિ બેઠી છે ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવ જેવા પરમોપકારીની આજ્ઞામાં રક્તતા નથી થતી, આથી જ નિર્વેદ તથા વૈરાગ્ય ગુણની ખીલવણી વગર ધુનન ન થાય. આજ હેતુથી સૂત્રકાર પરમણિએ આ છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદે શાના બીજા સૂરોની શરૂઆતમાં જ ફરમાવ્યું છે કે d tvોહ નહીં તહ?' તે યથાવસ્થિત કર્મ વિપાકને તેજ રીતિએ પ્રતિપાદન કરતા મને હે ભવ્ય જીવો ! તમે સાંભળો. સંસાર એટલે ચારગતિ : હવે સૂટકાર પરમર્ણિ સૂત્રદ્વારા તે કર્મવિપાકને કેવી રીતિએ વર્ણવે છે, એ વસ્તુનો સારી રીતિએ અને સ્પષ્ટતાથી ખ્યાલ આવે તે માટે, ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા પોતે જ પ્રથમ તેનો ખ્યાલ આપવા માટે સંસારમાં ગતિઓ કેટલી છે, તે ગતિઓમાં યોનિઓ અને કુલકોટિઓ કેટલી છે, તે તે ગતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે, તે તે ગતિઓમાં કેવા પ્રકારની અને કેવી કેવી વેદનાઓ તથા કઇ કઇ જાતિના અને કેવા કેવા પ્રકારનાં દુઃખો છે અને આ બધાય ઉપરાંત એ ભયાનક સંસારમાં કેવી અશરણ દશા છે, એનો અનંતજ્ઞાનીઓના વચનાનુસાર આબેહુબ ચિતાર આપવાનો ઇરાદો રાખે છે અને એ જ કારણે એ પરમોપકારી પરમર્ષિ ક્રમસર એ સઘળી વસ્તુઓનું વર્ણન કરતાં શરૂઆતમાંજ સંસાર એટલે શું ? એ સમજાવતાં ફરમાવે છે કે "नारकतिर्यड नरामरलक्षणाश्चतस्त्रो गवयो" નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવલક્ષણ ચાર ગતિઓ છે : અર્થાત્ ચાર ગતિઓ કહો કે સંસાર કહો એ એકજ છે. ગાથા-ભાવાર્થ - Page 210 of 234

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234