Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 208
________________ ક્યારે મમતા છૂટે અને ક્યારે મુનિચર્યા પાળું ? આવાજ મનોરથો શ્રાવકોના હોય, એવા શ્રાવકો પોતાનાં સંતાનોને સંસારમાં રસપૂર્વક હાલવાનું કેમ જ કહે ? સમ્યગુદ્રષ્ટિ માબાપ બાળકને સારામાં સારી ચીજ ખવડાવે પણ કાનમાં કુંક મારે કે એના રસમાં લીન થવામાં મજા નથી : જો એમાં રાચ્યો તો દુર્ગતિ થવાની ! આવા શિક્ષણથી ટેવાયેલો આત્મા, થાળીમાં જેટલી ચીજ આવે એમાંથી જે ચીજ ઉપર પોતાનો પ્રેમ વધારે હોય તે તજે, પણ એવા શિક્ષણના અભાવે આજ તો ન હોય તો ઇષ્ટ વસ્તુ માગીને રસપૂર્વક ખવાય છે. શ્રાવકના આચારો ગયા માટેજ ભયંકર પાપની જરૂરીયાત મનાઇ, પાપની જરૂરીયાત મનાઇ માટે જ ધર્મનો ઉપદેશ કડવો મનાયો, એથી જ શુદ્ધ પ્રરૂપક સાધુ પ્રત્યે વૈર ભાવના જાગી, આગમ ઉપરનો પ્રેમ ગયો, ભગવાન શ્રી મહાવીર પરમાત્માના વચન ઉપરની શ્રદ્ધા ગઈ અને એજ હેતુથી ઘોર મિથ્યાત્વનો ઉદય થવાથી કારમું નાસ્તિકપણું આવ્યું. એવાઓ તો આપત્તિના સમયે રોદણાં રોતા આવે, પણ એવાઓને સાધુ શું કહે ? એવાઓને સાધુ તો એ જ કહે કે- “WuRIોડા અને સંtI TI[વોરા પ્રભુ શાસનનો પ્રતાપ : ખરે ખર આજે તત્ત્વદ્રષ્ટિની વિચારણા મોટે ભાગે નાશ પામી છે, અન્યથા શ્રાવક, સાધુ પાસે આવીને “ખાવા નથી મળતું’ એમ કહે ? પણ એ બધું કોણે શીખવ્યું ? કહેવું જ પડશે કેસંસારીઓ સાથે માનપાન માટે ભેગા ભળેલાઓએ જ પ્રાયઃ એવું એવું શીખવ્યું છે. સાધુતાના મર્મને સમજનારા સાધુ તો કહે કે- ‘ભાઇ ! એવી કરણી કર કે ભવિષ્યમાં આવું ન થાય.” આવી આવી શુદ્ધ પ્રરૂપણાના પ્રતાપે સાધુ પાસે આવેલો પણ એવું પામી જાય કે-એને ઠંડક વળે. મુનિ સાધર્મિના ઉદ્ધારનો, સાધર્મિની ભક્તિનો ઉપદેશ અવશ્ય આપે, પણ પેલાને તો મુનિ એમજ કહે કે-પ્રભુનું શાસન પામીને આવી દીનતા નજ કરાય, કારણકે-સુખ અને દુ:ખ તો કર્મના યોગે આવે અને જાય. શ્રી શાલિભદ્ર જેવા સાહ્યબીવાળા જે સમયે વસે, તે જ સમયે સાડાબાર દોકડાની મુડીવાળો પણ શાંતિથી વસે, એ શ્રી ભગવાન મહાવીરના શાસનમાં પણ બીજે નહિ, શ્રી શ્રેણિક મહારાજા , પો હાથી પણ અધિક શ્રી શાલિભદ્રની ઋદ્ધિ જૂએ તે છતાં પણ ઈર્ષ્યા ન થાય. એ પ્રભુના શાસનનો જ પ્રભાવ. શ્રી શાલિભદ્રની બત્રીસ સ્ટીઓ આનંદ કરે અને ઘરનો વહીવટ માતા કરે, છતાં પણ એ માતાને એમ ન થાય કે-હું કામ કરું અને વહુઓ બેસી રહે એ પણ ભગવાનના શાસનનો પ્રતાપ. જંગલની મુસાફરીમાં રાખવામાં આવે છે, જેને મેણા કહે છે. શાહુકાર, મેણા સાથે ચાલતાં શોભે ? એ એની આજ્ઞા મુજબ ચાલે ? હા ! ન ચાલે તો લુંટાઇ જાય. એ સાથે ન હોયતો એજ લુંટે. એને આઠ આના આપી સાથે લેવામાં આવે છે એનો હેતુ એ છે કે એની જાતના લુંટારા લુંટી શકે નહિ. જે રાગ લૂંટી રહ્યો છે તે શ્રી જિનેશ્વરદેવના શાસન પ્રત્યે થાય તો તે વળાઉ છે. દુનિયાના પદાર્થ માટે થતા કપાય તે લુંટારા છે. પણ એજ કષાય પ્રભુ માર્ગને સાચવવા થાય તો તે વળાઉ છે. વળાઉ સાથે રહે, દુશમનથી બચાવે અને હદથી પાછો વળે. તેવી રીતે પ્રશસ્ત કષાય, રાગ વિગેરે અયોગ્ય કાર્યવાહીથી બચાવે અને આત્મા નિર્મળ થાય કે એ આપોઆપ પાછા વળે. વીતરાગદશા નથી આવી ત્યાં સુધી ધર્મરક્ષા માટે, Page 208 of 234

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234