Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 198
________________ પ૨માધાર્મિક સુરો કુમ્ભી પાકદ્વારા પકાવે છે, કરવતદ્વારા વેરે છે, વજ્રકંટકોથી વ્યાપ્ત એવા શાલ્મલી વૃક્ષો ઉપર આરોહણ કરાવે છે, સાણસાઓથી મુખને ફાડીને કલકલાયમાન થાય તેવી રીતનાં તપાવેલા સીસાનું પાન કરાવે છે, તેનાં પોતાનાંજ અંગોના માંસનુ ભક્ષણ કરાવે છે, અત્યન્ત સંતપ્ત ભઠ્ઠીઓમાં ભુંજે છે, રસી, ચરબી, રૂધિર, મળ, મૂત્ર અને આંતરડાંથી કલુષિત બનેલી વૈતરણી નદીમા તરાવે અને તલવાર જેવાં પત્રવાળાં વૃક્ષોથી ભરપૂર એવાં વનોમાં લઇ જઇને એ પત્રોદ્વારા તેના ખંડખંડ કરી નાખે છે. આ પ્રકારની ૫૨માધાર્મિક સુરો દ્વારા કરાતી અનેક પ્રકારની પીડાઓનો ભોગવટો કરતા એ જીવને ક્ષુધા, તૃષા, ટાઢ અને તાપની પીડા પણ ઘણીજ હોય છે. એ જીવની ક્ષુધા સઘળાય પુદ્ગલોની રાશિનું ભક્ષણ કરવા છતાં પણ ન શમે તેવી હોય છે, એ જીવને તરસ પણ એવી લાગે છે કે-તે સઘળાય સાગરોના પાણીનું પાન કરવાથી પણ નાશ ન પામે. શીતલવેદનાથી એ જીવ પીડાય છે અને તાપના અતિરેકથી એ જીવ કદર્શના પામે છે તથા તેનાથી અન્ય નારકીઓ પણ તેના ઉપર અનેક પ્રકારનાં દુઃખોની ઉદીરણા કરે છે : અર્થાત્ નરકમાં પડેલો એ જીવ પરમાધાર્મિક સુરોથી કરાતી અને ક્ષેત્રના પ્રતાપે ઉત્પન્ન થતી અનેક વેદનાઓને ભોગવે છે તેની સાથે ત્યાં પોતાની સાથે રહેલા અન્ય નરકના જીવોદ્વારા કરાતી વેદનાઓ પણ તેને ભોગવવી પડે છે. એ સઘળીય પીડાઓના પ્રતાપે ગાઢ તાપને આધીન થયેલો એ જીવ હા માતા ! હા નાથો ! તમે રક્ષણ કરો રક્ષણ કરો. આ પ્રમાણે વિકલવપણે આક્રોશ કરે છે પણ ત્યાં તેના ગાત્રોની રક્ષા કરનાર કોઇપણ વિદ્યમાન હોતું નથી આથી એ આત્માને તે નરકમાં મને કે કમને ત્રણે પ્રકારની અનેક કારમી વેદનાઓ ભોગવવીજ પડે છે. વળી કોઇ પણ રીતિએ કારમી નરકગતિમાંથી એ જીવ બહાર નીકળે છે તો ત્યાંથી નીકળીને તે બીચારો પોતાનાં પાપકર્મોના પ્રતાપે તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં પણ તેને અનેક પ્રકારની વેદનાઓ ભોગવવી પડે છે. તિર્યંચગતિમાં તેને ભાર વહન કરવો પડે છે અને લફુટ આદિથી કુટાવું પડે છે. એ ગતિમાં એ બીચારાનાં કાન અને પુંછડું વિગેરે છેદાય છે, એ બીચારાને કૃમિનાં જાલો ખાય છે, એ બીચારો ભુખને સહન કરે છે, એ બીચારો તરસથી મરે છે અને અનેક પ્રકારની તીવ્ર વેદનાઓથી એ બીચારો પીડાય છે. અને તિર્યંચગતિના ત્રાસથી છુટીને કોઇપણ રીતિએ મનુષ્યભવને પણ પામેલો એ જીવ, પોતાનાં તીવ્ર પાપોના પ્રતાપે મનુષ્યભવમાં પણ દુ:ખોથી પીડાયજ છે. મનુષ્યભવમાં પણ એ આત્માને અનેક રોગોના સમૂહો કલેશ પમાડે છે, વૃદ્ધાવસ્થાના વિકારો જર્જરિત કરી નાખે છે, દુર્જન લોકો ઘણી ઘણી રીતિએ દુ:ખી કરે છે, ઇષ્ટના વિયોગો વિલ કરે છે, અનિષ્ઠના Page 198 of 234

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234