Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 204
________________ વેઠો છો. બાપની મુડી બેંકમાં શું કામ મૂકો છો ? બેંક તુટે તો ? તુટવાનો સંભવ છતાં પણ બારે વસે બમણા થવા માટે મૂકો છો ને ? શું વર્તમાનની એ આપત્તિ નથી ? છેજ, વળી વીમા ઉતરાવી લવાજમ ભરો છો તે શા માટે ? સંતાન આદિના સુખને માટે ને ? સંતાન ભાગ્યહીન હોય તો પાઇ પણ ન પામે એમ પણ થાય, એ વાત જુદી, પણ ત્યાં માન્યતા કયી ? કહેવું જ પડશે કે-એજ ! એ રીતિએ ભવિષ્યના ભલા ખાતર વર્તમાન વસ્તુ ગુમાવવામાં હ૨કત નથી લાગતી ને ? જો હા, કહો કેભવિષ્યના હિતની દરકાર વગર વિષયસુખમાં લીન થવું, એ મધથી લેપેલી અણીદાર તરવાર ચાટવા જેવું કે બીજું કંઇ છે ? ભવિષ્યની દરકાર વિના એ તરવાર ચાટે અને ચાટવું વ્યાજબી કહે, એ ડાહ્યો કે મૂર્ખે ? વિષય ભોગવે અને વ્યાજબી કહે તો સમ્યક્ત્વ ક્યાં રહે ? વિષય ભોગવતાં છતાં પામરતા કબૂલે ત્યાં સુધી તો ઠીક, પણ સેવવા જોઇએ એમ કહે ત્યાં શું થાય ? આત્મા એ ભાવુક દ્રવ્ય છે ! ઃ ફલાણા વિષય કેમ સેવે, એની કાળજી સમ્યગ્દષ્ટિ રાખે કે કેમ છૂટે એની કાળજી રાખે ? વિષયમાં પડેલા પણ સમ્યદ્રષ્ટી હોય, તે ઇતર વિષયથી બચ એમાં સહાયક થાય કે ઇતરને વિષયમાં હોમવામાં સહાયક થાય ? કોઇ વિષયને તજવા તૈયાર થાય ત્યારે-તમે વિષયો અનુભવ્યા છે કે નહિ ? -એમ સમ્યગ્દષ્ટિ પૂછે ? અગ્નિની આગળ મીણનો ગોળો મૂકવો, એ મીણના ગોળાનો નાશ કરવા જેવું છે. આજના કહેવાતા સુધારકો અને પોતાને સમ્યદ્રષ્ટિઓ તરીકે ઓળખાવનારાઓ મીણના ગોળાને ગોળા તરીકે રાખવા માટે અગ્નિ આગળ મૂકી આવે એવા છે. મીણનો ગોળો ગમે તેવો મજબૂત, પણ અગ્નિ આગળ તો ઢીલો જ. શાસ્ત્ર આત્માને ભાવુક દ્રવ્ય કહ્યું છે. વજ્રાદિક કેટલાંક દ્રવ્ય અભાવુક છે, જેમાં કાણું ન પડે, પરિવર્તન ન થાય, પણ આત્મા એ તો ભાવુક દ્રવ્ય છે. પરીક્ષા થાય, પણ ક્યી રીતે ? : શ્રી તીર્થંકરદેવ જેવા પણ નિયમા ઘર તજે ત્યારે કેવલજ્ઞાન થાય. એમના જેવાને ઘ૨ તજવું પડે, અટવીઓ લંઘવી પડે, ઉપસર્ગ સહેવા પડે. તપ કરવા પડે ત્યારે કેવલજ્ઞાન થાય અને તમને-અમને એમ ને એમ જ થાય એમ ? જ્ઞાની કહે છે કે-કોઇ અપવાદને બાદ કરીએ તો સંયોગને આધીન થયા વગર આત્મા પ્રાયઃ ૨હે નહિ. માટે યાદ રાખો કે-અંકુશ વગર કોઇને ન ચાલે. મુનિઓ માટે પણ કેટલા અંકુશ છે ? શ્રી વીતરાગ જેવા ચારિત્રવાળા પણ પડતાં વાર ન લાગે. વિરાગીની પરીક્ષા માટે એને વિષયના ઘરમાં નજ મૂકાય. વિરાગીને એક સેકંડ પણ વિષયમાં રહેવાની સલાહ સભ્યષ્ટિ આત્મા ન આપે. વિરાગીની પરીક્ષા માટે એને વિષયના સંયોગમાં એક સેકંડ પણ રહેવાનું કહેવું, એને સમ્યદ્રષ્ટિ ઇષ્ટ ન માને, તો પછી સમ્યગ્દષ્ટઓના સમુદાયનો એવો કાયદો તો કેમ જ હોય ? અને એવો કાયદો થાય ત્યાં સમ્યક્ત્વ કેમ રહે ? ઘણાઓ કહે છે કે- ‘આટલામાં શું ?' હું કહું છું કે-કુવાના કીનારેથી જરા પગ ખસે તો શું થાય ? આથી વિરાગીની પરીક્ષાનો નિષેધ નથી, એની પરીક્ષા જરૂર થાય, પણ Page 204 of 234

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234