Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 202
________________ મહારાજા અને ચક્રવર્તિ બન્યા, એ બધા ધર્મના જ પ્રતાપે, પણ ધર્મની પાસે દુનિયાના પદાર્થો માંગવા જેવા જ છે એમ માનીને માંગે, એ પણ મૂર્ખાજ છે. છઠ્ઠો આરો શું હેલો લાવવો છે ? : સભામાંથી :- તો એવા મૂર્ખાઓને ઉપદેશ શું કામ? નાદાન બાળક સુખો કેમ થાય, એ માતાની ભાવના છે. ચંદનનો ગુણ છે કે-એને ઘસે, કાપે, બાળે, તો પણ સુગંધિ દે, તેમ માતાનું હૈયું જ એવું છે કે-લાત મારનારા દીકરાનું પણ ભલું ચાહે. નઠોર દીકરાને માના હૈયાનું ભાન ન હોય, એ કારણે કાંઇ માથી નઠોર ઓછું જ બનાય ? અપકારી ગમે તેમ કરી લે, પણ ઉપકારી તો ઉપકારનાં જ છાંટણાં છાંટે. છોરૂ કછોરૂ થાય, પણ માવતરથી કમાવતર નજ થવાય. છોકરો કે મારી ભૂલ હતી. વિજ્ઞસંતોષીઓ બધું કરે, પણ ધર્મિઓ સાવધ રહે તો કશું જ ન થાય. વાત કરનારને ઓળખો. વ્યક્તિના પૂજારી ન બનો પણ ગુણના પૂજારી બનો દેવમાં વીતરાગતા, ગુરૂમાં નિર્ગથતા અને ધર્મમાં ત્યાગમયતા એમ ત્રણમાં રાણ ગુણ હોય, તો તે પૂજય અને એ ત્રણ ન હોય, તો કહો કે-એ અમારા નહિ. આ બધું ત્યારે જ બને કે-જયારે વિવેકના અભાવરૂપ જે અંધતા તેનો વિનાશ થાય. વિવેકના અભાવરૂપ અંધતાના યોગે આત્માઓ મિથ્યાત્વાદિ અંધકારમાં આથડે, એમાં કશું જ આશ્ચર્ય નથી. કર્મવશ આત્માઓ એ અંધતાના યોગે અનાદિથી મિથ્યાત્વાદિ અંધકારમાં આથડે છે એ બતાવવાનો જ આ પ્રયત્ન ચાલે છે, અને એ બતાવવાનો હેતુ ધૂનન કરાવવાનો છે. વિવેકના અભાવરૂપ અંધતાના યોગે આત્માની શી શી દશા થાય છે, એ તો આપણે જોઈ ગયા છીએ અને મિથ્યાત્વ આદિનું સ્વરૂપ તથા તેના યોગે થતી દુર્દશા હજુ જો વાની છે અને તે હવે પછીજિનપ્રવચન એટલે શું ? : સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા ફરમાવે છે કે-અવિવેક એ ભારે અંધતા છે અને એ અંધતાના યોગે નરકાદિ અને મિથ્યાત્વ આદિ અંધકારમાં અનેક આત્માઓ આથડ છે. આ કહેવાનો આશય પણ એ જ છે કે- “કોઈ પણ રીતિએ સંસારવર્તિ પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય. આ વાત આપણને ટીકાકાર મહર્ષિએ પ્રથમ જ કહી દીધી છે. આ વાત કહ્યા પછી પણ પરમ ઉપકારી ટીકાકાર મહર્ષિ, સૂત્રકાર પરમર્ષિએ ફરમાવેલી કર્મવિપાકની ગરિષ્ઠતાને આપણે સહેલાઇથી સમજી શકીએ, એ માટે ચારે ગતિના જીવોની દશા વિગેરેનું આપણને સારામાં સારું ભાન કરાવી ગયા. એ ઉપરથી આપણે સમજી ગયા કે- “ચારે ગતિમાંથી એક પણ ગતિમાં સુખ નથી.' આ વાત જો હૃદયમાં બરાબર જચી જાય, તો આત્માને હેજે નિર્વેદ થાય અને નિર્વેદના યોગે વૈરાગ્ય પણ આપોઆપ જ થાય. એ રીતની વિરક્ત દશા આવે, એટલે શ્રી જિનેશ્વરદેવની એ કે એક આજ્ઞા રૂચે. એ શિવાય તો અનંતજ્ઞાનીઓ ની આજ્ઞા રૂચવી એ કઠીન છે. ‘દેવ અને મનુષ્ય ગતિમાં જે સુખ છે, તે પણ પરિણામે દુઃખ રૂ૫ છે, એ સુખ પણ ક્ષણિક છે અને સંયોગજન્ય છે, માટે એમાં લેપાવું નજ જો ઇએ.” –એવી બુદ્ધિ થાય તો Page 202 of 234

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234