Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 203
________________ જ શ્રી વીતરાગ પરમાત્માનું ત્યાગમય પ્રવચન ગમે. શ્રી જિનેશ્વરદેવનું પ્રવચન જ એ કે-જેના યોગે આત્મા દુનિયાના પદાર્થોની આરાધના અને આસક્તિથી પાછો વળે. ભોગવે પણ આધીન ન બને : કર્મને યોગે સંયોગ અને સંયોગને યોગે કર્મ, આ દશામાં જો આત્મા સયોગને આધીન થયા જ કરે, તો એ ઘટમાળ ચાલુ જ રહે, પછી મુક્તિ થાય ક્યાંથી ? અજ્ઞાનાવસ્થામાં કર્મ તો બાંધ્યાં, પણ સજ્ઞાનાવસ્થામાં ઉદય આવે. તો ફરજ કયી ? સમ્યદ્રષ્ટિની અવસ્થા તો સજ્ઞાન કહેવાય જ ને ? આપણે કર્મના સ્વરૂપ તથા વિપાકને જ્ઞાનીઓના કથનથી સમજીએ છીએ. છતા કર્મ બાંધતી વખતની જ અજ્ઞાનાવસ્થા કર્મના ઉદય વખતે પણ રહે, તો આપણે પણ અજ્ઞાન. સમ્મદ્રષ્ટિ પર કંઇ ખાસ છાપ નથી. કર્મના વિપાકોથી સાવધ રહે, અને ચાલે ત્યાં સુધી એને આધીન ન થાય, એ સમ્યદ્રષ્ટિ. સંસારમાં રહેલા માટે, ચાહ્ય સમ્યદ્રષ્ટિ હોય કે મિથ્યાદ્રષ્ટિ હોય, ચારે ગતિ તો છે જ. જે ગતિમાં જઇએ એ ગતિની પ્રકૃતિનો ઉદય તો આવવાનો. તે તે ગતિને યોગ્ય સામગ્રી સાથે આવવાની જ. તે ગતિના વિપાકો સમ્યગુદ્રષ્ટિને ન વળગે એમ કંઇ નથી ! એને માટે સરખો ન્યાય છે. ફરક ક્યાં છે ? મિથ્યાદ્રષ્ટિ ઉદયને આધીન થાય અને સમ્યગુદ્રષ્ટિ ઉદયને આધીન ન થાય, એજ ફરક છે. બાકી ભોગવે તો બેય. કર્મ ચીકાશને વળગે છે અને ઉદયને આધીન થવું એ ચીકાશ. સ્વાધીનતા એ ચીકાશનો અભાવ છે. રાગદ્વેષની મંદતા છે. જેટલા અંશે એની મંદતા, તેટલા અંશે કર્મનું આવાગમન ઓછું, ચાટવું ઓછું, અને કર્મ ચોટે ઓછાં એટલે ભવિષ્યના સંસર્ગ ઓછા અને એથી મુક્તિ નિકટ. મધલિપ્ત તલવાર : વિષયનું સુખ ક્ષણિક છે અને વિપાક કઇ ગુણો છે. દ્રષ્ટાંતમાં, મધથી લેપાયલી તરવારની ધારા ચાટવા જેવું એ સુખ છે. મધથી લેપાયેલી અણીદાર તરવારની અણી ચાટવામાં જેટલું સુખ, તેટલું વિષયસેવામાં સુખ, પરિણામે જીભને છેદ થાય અને જે પીડા ભોગવવી પડે, તે રીતે વિષય ભોગવ્યા પછીની પીડા છે. જીભ અડે ત્યારે જરા મધુર તો લાગે, પણ પછી વાત કરવાનો સમય રહે નહિ. બૂમ પાડ્યા શિવાય છૂટકો જ નથી. બીમારને કુપથ્ય પા કલાક આનંદ આપે, પછી પરિણામે એ કુપથ્ય શરીરમાં પરિણામ પામ્યા બાદ વેદના થાય. જ્ઞાનીએ કહેલી વાત પ્રત્યક્ષ અનુભવસિદ્ધ છે. શબ્દ-ગંધાદિ પાંચ વિષયોને મેળવવાની મહેનત, એ ભયંકર મજુરી છે. પણ તીવ્ર આશાના યોગે એ દુઃખ નથી લાગતું. ક્લોરોફોર્મથી ભાન વિનાના થઇ જવાથી કાપકુપની વેદના માલુમ ન પડે, એ રીતે આશામાં લીનતાના યોગે ચૈતન્ય દબાઈ જાય છે, માટે દુઃખની ખબર નથી પડતી. સત્યને મૂકી અસત્યની પાછળ જનારને શાસ્ત્ર અચેતન જેવા કહ્યા છે. શાસ્ત્રો તો સમ્યગુદ્રષ્ટિ સિવાયના બધાને અસંશી પણ કહ્યા છે. મનવાળો પણ યોગ્ય કારવાઇ ના કરે, તો મનવાળા અને મન વગરનામાં ફેર શો ? જે વર્તમાન સુખમાં લીન થઈ ભવિષ્યના સુખને ન વિચારે, એને ડાહ્યો કહે કોણ ? સમ્યગદ્રષ્ટિ આત્મા ભવિષ્યના હિતનો વિચાર કરે, પણ વર્તમાનસુખની ઇચ્છા ન કરે. વ્યવહારમાં પણ ભવિષ્યના સુખ માટે વર્તમાનમાં તકલીફ Page 203 of 234

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234