________________
તો ખરાં જ. ત્યાં રહેલા જીવોને એક ક્ષણભરની પણ શાંતિ નહિ. ત્યાં પણ શાંતિ આપનાર કોઈ હોય તો શ્રી જિનેશ્વરભગવાનના શાસનમાં વર્ણવાયેલું તત્ત્વજ્ઞાન જ છે; એજ કારણે ઉપકારીઓ ફરમાવે છે કે આત્માના સ્વરૂપની બરબાદી ન કરવી હોય તો કર્મના વિપાકને આધીન ન થાઓ, પણ એના ભોગવટાના સમયે પણ એને આધીન નહિ થતાં અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા તત્ત્વજ્ઞાનના ચિંતનમાં રક્ત બની આત્માના સમભાવને સારામાં સારી રીતિએ કેળવો; એટલે નરક જેવા ભયંકરમાં ભયંકર સ્થાનમાં પણ સાચી શાંતિનો સાક્ષાત્કાર ઘણીજ સહેલાઇથી કરી શકશો. પરિણામની વિચિત્રતાને વિચારો. -
સભામાંથી – પણ સાહેબ ! નરક આદિ કાલ્પનીક છે એમ આજના કેટલાક ભણેલાઓ કહે છે!
એવાઓને પૂછો કે “પાપનું ફળ શું? પાપની ક્રિયાનો બદલો માનો છો કે નહિ? જીંદગી સુધી પાપ કરવાં છતાં, અનેકનાં ખૂન, અનેક પ્રકારની લુંટ અને વ્યભિચાર વિગેરે સેવ્યાં છતાં, આખી જીંદગી સુધી જેઓ આનંદ ભોગવતા દેખાય છે તેઓ તેનું ફળ ક્યાં ભોગવશે? બુદ્ધિ શું એટલી બધી બુટ્ટી બની ગઈ છે કે જેથી કર્યાનું ફળ મળે એની પણ શંકા થાય છે? અયોગ્ય આત્માઓ અયોગ્ય કાર્યનો નતીજો ક્યાં ભોગવશે? પાપ કરનારો ભયંકર ગતિમાં જાય એની શંકા શી ? જેઓ પોતાને બુદ્ધિના ભંડાર સમજે છે તેઓ પાપ વખતે થતી પરીણામની ધારાને વિચારે તો તેઓને દેખાય ને? તેઓને ક્યાં ખબર છે કે પાપીનું હૈયું નઠોર, લજજા, શરમ કે મર્યાદાહીન બને છે; તે વખતે પાપીઓના વિચાર અને વિવેકનો નાશ થાય છે અને એવી ઉલ્લંઠતા આવે છે કે ત્યાં સદ્વિચારને જન્મવાને સ્થાન જ નથી રહેતું, પરિણામની વિચિત્રતા સમજનારને પાપ અને પુણ્યના શાસ્ત્રનિદ્રિષ્ટ ફળમાં કશીજ શંકા રહેતી નથી. અપ્રમત્તથી હિંસા થઇ જાય તો પણ તેઅહિંસક છે અને પ્રમાદને વશ થયેલા આત્માથી હિંસા ન થાય તો પણ તે હિંસક છે. સાધુ નિર્દોષ ભિક્ષા લાવે તેમાં મિષ્ટાન પણ આવે તો તે ઉપોપિત તેમજ અહિંસક છે અને લાલસાથી સુકા રોટલા ખાનાર પણ આસક્ત અને હિંસક છે. ચિત્ત એટલું બધું ચંચળ છે કે-એ સર્વત્ર પહોંચી જાય છે. “અમેરીકામાં અચૂક માળની હવેલીઓ, સોના ચાંદીના ઝરૂખા, આટલા પાઉંડની મિલ્કત, એ વાંચીને મનમાં થાય શું એજ કે બધું ત્યાં ક્યાંથી ગયું અને મને કેમ નહિ ? એવા વિચાર કરનારને જ્ઞાની કહે છે કે-પેલાએ જેટલા આરંભ સમારંભ કરીને પૈસા મેળવ્યા તે બધાનો તારા પરિણામ પ્રમાણે હિસ્સેદાર તું પોતે થાય છે અને એવી વિચારણાના પ્રતાપે ઇર્ષ્યા આદિ બીજા પાપસ્થાનકો સેવાય તેનું પાપ તો વધારામાંજ. વળી એક અયોગ્ય શબ્દ દુનિયામાં કેટલી ભયંકરતા ઉભી કરે છે તે વિચારો. એક ઉન્માર્ગ પોષક વચનથી, એક ઉન્માર્ગની દેશનાથી અને એક ઉંધા વર્તાવથી કેટલાઓના ભવ અને આત્મા નષ્ટ થઈ જાય છે ! વેપારમાં જરાક ભૂલથી ઘર સાફ થઇ જાય છે, એક મીનીટની ભૂલથી લાખ્ખોની ખોટ આવે છે, પાકલાકમાં લક્ષાધિપતિ અને પાકલાકમાં ઠીકરાપતી બની જાય છે, એ તો પ્રત્યક્ષ છે ને ! તો વિચારો, આટલી નજીવી ભૂલમાં આવું કેમ બની જાય છે ? આ વિચારશો એટલે ‘જ્યારે બધી જાતિનાં પાપ એકત્રિત થઇ જાય છે ત્યારે આત્માની અધોગતિ થતાં વાર લાગતી નથી.' આ વાત સહેલાઇથી સમજાશે. મહેનત મજુરો વધારે કરે છે કે શેઠીઆઓ? છતાં આવકની ફેરફારી કેમ? પૂણ્ય અને પાપની તાકાત :સભામાંથી - મજુરોને શારીરીક મહેનત હોય છે જ્યારે શેઠીઆઓને માનસીક મહેનત કરવી પડે છે.
Page 98 of 234