Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 188
________________ તેમ બકુળ, અશોક, કુરબક, વિરહ, ચોહ, તિલકાદિ વૃક્ષો પણ યથાકાળે યોગ્ય વસ્તુને ઇચ્છે છે અને તેને અનુકૂળ શબ્દ રૂપ, ગંધ, રસ, સ્પર્શાદિ વિષયની પ્રાપ્તિ થવાથી તે વિકસ્વર થાય છે.” (૧) રીસામણી વેલ (૨) નિદ્રીત થવું ને જાગવું. આ પ્રમાણે મનુષ્ય શરીર ને વનસ્પતિ શરીરમાં સમાનતા રહેલી છે. (૬) જેવી રીતે મનુષ્યાદિકમાં દશ સંજ્ઞા પ્રત્યક્ષ જણાય છે તેમ વનસ્પતિમાં પણ આહારાદિ સંજ્ઞા વર્તે છે તે આ પ્રમાણે મનુષ્ય જેમ અનેક વસ્તુઓનો આહાર કરે છે અને તેનાથી શરીરને ટકાવે છે તેમ વૃક્ષને પણ જળનો આહાર છે-તેના વડેજ તે જીવે છે એ આહાર સંજ્ઞા. અમુક વૃક્ષો સ્પર્શાદિથી સંકોચ પામે છે તે ભય સંજ્ઞા, પોતાના તંતુ વડે વેલડીઓ ફળાદિને વીંટી લેય છે અથવા વેલડી વૃક્ષાદિપર ચડે છે તે પરિગ્રહ સંજ્ઞા, સ્ત્રીના આલિંગનથી કુરબકનું વૃક્ષ ફળે છે તે મૈથુન સંજ્ઞા, કોકનદના વૃક્ષના મૂળમાંથી હુંકારા જેવો શબ્દ ઉઠે છે તે ક્રોધ સંજ્ઞા, રૂદંતી વેલમાંથી પાણીના ટીપાં ઝરે છે તે માન સંજ્ઞા, (તે એમ માને છે કે હું જગતમાં છતાં આ જગત્ દરિદ્રી શા માટે ૨હે છે ? એવા અભિમાનથી તે રૂએ છે.) વેલડી પોતાના ફલોને ઢાંકી રાખે છે તે માયા સંજ્ઞા, બીલ્વ અને પલાશાદિવૃક્ષો તેના મૂળમાં રહેલા નિધાનને પોતાના મૂળમાંથી વીંટી વળે છે તે લોભ સંજ્ઞા, કમળ રાત્રે સંકોચ પામે છે તે લોક સંજ્ઞા અને વેલડીઓ માર્ગને તજીને વૃક્ષ ઉ૫૨ જ ચડે છે ત ઓઘ સંજ્ઞા. આ પ્રમાણે વનસ્પતિમાં દશ સંજ્ઞાનો સદ્ભાવ જાણીને તેનામાં જીવ છે એવો નિર્ણય સમજવો. કેમકે અજીવ પદાર્થોમાં એ સંજ્ઞાઓ બીલકુલ હોતી નથી.” 66 (6) વૃક્ષાદિકને દ્રવ્યઇંદ્રી જો કે એકજ છે. પરંતુ ભાવઇંદ્રી તેનામાં પાંચે ઘટી શકે છે તેથી પણ તેનું સાત્મકત્વ સિદ્ધ થાય છે. દ્રષ્ટાંત તરીકે બકુલ વૃક્ષ ઝણઝણાટ કરતા નેઉ૨વાળી,ચપળ નેત્રવાળી તેમજ સુંદર આકૃતિવાળી અને વસ્ત્રાભૂષણથી અલંકૃત સ્ત્રીના મુખમાંથી સુગંધી મદિરાના ગંડુષવડે તેમજ તેના પાદઘાતવડે પ્રફુલિત થાય છે. એટલે તેવા પ્રયોગથી તેને તત્કાળ પુષ્પ આવી જાય છે. આવાં નેઉરના ઝણઝણાટથી ક્ષોત્રેદ્રીનો, સુંદરાકૃતિ વિગેરેથી ચક્ષુ ઇંદ્રીનો, સુગંધી મદિરાથી ઘ્રાણેંદ્રીનો, મદિરાના કોગળાના આસ્વાદથી ૨સેદ્રીનો અને ચરણ ઘાતથી સ્પર્શેન્દ્રિનો તેને બોધ હોવાનું પ્રગટ થાય છે. પરંતુ તેને દ્રવ્યેદ્રી એકજ હોવાથી તે એકેંદ્રી કહેવાય છે. કેટલાક કવિ કહે છે કે બકુલ વૃક્ષ સ્ત્રોના આલિંગનથી, કેસર વૃક્ષ મદિરાના કોગળાથી ને અશોક વૃક્ષ સ્ત્રીના પાદઘાતથી પુષ્પિત થઇ જાય છે. આ પ્રમાણેની હકીકત તેનામાં જીવત્વ છે એ હકીકતને પુષ્ટ કરે છે. ઉપર જણાવેલી તમામ યુક્તિઓને એકત્ર કરીને લક્ષમાંલેવાથી વનસ્પતિમાં જીવત્વ છે એવી બુદ્ધિમાન મનુષ્યોને ખાત્રી થયા વિના રહેશે નહીં એવો અમને ભરોસો રહે છે. આવી ખાત્રી થયાનું ફળ એ છે કે જો વનસ્પતિમાં અને તેની જેવીજ સ્થિતિવાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુમાં જીવ છે તો પછી તેની વિરાધના-તેનો વિનાશ નિષ્કારણ કરવો નહીં, જરૂરીયાતથી Page 188 of 234

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234