________________
પસાર કરે છે. આ રીતે બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ કરી એકેન્દ્રિયમાં જાય પાછો પંચેન્દ્રિય તિર્યંચ થઇ નારકી એમ કરતાં કરતાં અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપિણી કાળ સુધી ફર્યા કરે છે.
એવી જ રીતે કેટલાક ભારેકર્મી જીવો દુઃખ ભોગવતે ભોગવતે મોક્ષે જવાવાળા હોય તે જીવો મનુષ્યપણામાંથી નરકમાં જાય પાછો મનુષ્ય થાય પાછો નારકી થાય એમ એક હજાર સાગરોપમ કાળ રખડે પછી મનુષ્ય થઇ બેઇન્દ્રિય થાય. ત્યાંથી મનુષ્ય થાય પાછો નારકી થઇ મનુષ્ય નારકી કરતાં એક હજાર સાગરોપમ કાળ પસાર કરી મનુષ્યપણામાંથી એકેન્દ્રિયમાં જાય ત્યાંથી મનુષ્ય નારકી થઇ અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપિણી કાળ રખડ્યા કરે છે. આ રીતે અસંખ્યાતા જીવો ફર્યા કરે છે. પહેલી નારકીથી છ નારકી સુધી મનુષ્ય અને તિર્યંચો આ રીતે ફરે અને સાતમી નારકીમાં તિર્યંચો અને નારકી થઇને ફર્યા કરે છે. જે રીતે જીવોએ જેવા અનુબંધો બાંધ્યા હોય તે પ્રમાણે સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે. એ અનુબંધ સુખના રાગથી આસક્તિથી અને મમત્વ બુધ્ધિથી બંધાયા જ કરે છે. માટે દુઃખના કાળરૂપે પરિભ્રમણ ન કરવું હોય તો સુખનું મમત્વ આસક્તિ અને રાગ ઓછો કરતાં કરતાં જીવન જીવવાનો અભ્યાસ કરવો જોઇએ. તોજ દુઃખના કાળથી બચી શકાય. નારકીમાં જઘન્યથી એક જીવ પણ ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી બે ત્રણ-સંખ્યાતા અસંખ્યાતા જીવો ઉત્પન્ન થઇ શકે છે અને મરણ પામે છે એટલે ચ્યવે છે.
સમુદાય રૂપે નારકીના જીવોનો વિરહ થાય તો કોઇ કાળે ઉત્પન્ન ન થાય એવું વધારેમાં વધારે ૨૪ મ્હૂર્ત સુધી બની શકે છે.
આજ વસ્તુનું સ્પષ્ટ સ્વરૂપે પ્રતિપાદન કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા સંસાર ભાવનાના આંતર શ્લોકો પૈકીના પ્રથમજ શ્લોક દ્વારા ફરમાવે છે કે
"संसारिणश्चतुभेदाःश्वभतिर्यगनरामराः ।
प्रायेण दुखवहलाः कर्मसम्बन्धबाधिताः //917" સંસારી જીવોના પ્રકાર ચાર છે:- “૧-એક નારકી, ૨- બીજા તિર્યંચ, ૩- ત્રીજા મનુષ્ય અને ૪-ચોથા દેવ.” કર્મોના સમ્બન્ધથી બાધિત થયેલા એ ચારે પ્રકારના જીવો પ્રાયે કરીને ઘણા જ દુઃખી હોય છે.
આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાશે કે
સંસારવર્તિ આત્માઓ ચાર ગતિઓમાં વહેંચાયેલા છે એટલે કે-નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ સિવાય કોઇ પણ સંસારી નથી : કારણ કે સંસારી માત્રનો સમાવેશ એ ચારમાં જ થઈ જાય છે અને એ ચારે ગતિમાં રહેલા આત્માઓ કર્મોના સમ્બન્ધથી બાધિત થયેલા છે; એ કારણે ભયંકર પરતંત્ર અવસ્થામાં પડેલા એ ચારે પ્રકારના આત્માઓ ઘણું કરીને દુઃખથી રીબાતા હોય છે. કર્મની પરવશતા એ સંસારી આત્માની ભારેમાં ભારે બૂરી દશા છે. કર્મની પરવશતામાં પડેલા પ્રાણીઓ પોતાનું આત્મભાન કોઈ પણ પ્રકારે નથી પામી શકતા, પ્રપંચી આત્માઓ ધારે તો કારમી ગણાતી રાજસત્તાના ફંદામાંથી બચવા કૂટ પ્રયત્નો આદરે અને એ આદરવામાં કુશળ હોય તો કદાચ બચી પણ શકે છે પણ કર્મસત્તાના પંજામાંથી બચવું એ કર્માધીન આત્માઓ માટે ઘણુંજ અશક્ય છે, કારણ કે કર્મની સત્તા ભયંકર છે. બહાદુરી શામાં? :
Page 96 of 234