________________
હોય છે. તેનાથી ત્રીજી નારકીના પૂર્વ દિશામાં વિશેષાધિક તેનાથી ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ દિશામાં વિશેષાધિક હોય છે. તેનાથી બીજી નારકીના પૂર્વ દિશામાં વિશેષાધિક તેનાથી ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ દિશામાં વિશેષાધિક જીવો હોય છે. તેનાથી પહેલી નારકીના પૂર્વ દિશામાં વિશેષાધિક, તેનાથી ઉત્તર અને પશ્ચિમ દિશામાં વિશેષાધિક, તેનાથી દક્ષિણ દિશામાં વિશેષાધિક જીવો હોય છે.
સામાન્ય રીતે ચૌદે રાજ લોકની દરેક દક્ષિણ દિશામાં વિશેષાધિક એટલે સૌથી વધારે જીવો હોય છે. કારણકે ભારેકર્મી જીવો દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે.
નારકોને સતત દુ:ખ ચાલુ જ હોય છે. છતાં જન્મ વખતે કાંઇક સુખાભાસ હોય છે. શ્રી જિનેશ્વર દેવોના કલ્યાણક વખતે ક્ષણવાર સુખ હોય છે અને કોઇ મિત્ર દેવ આવીને પીડા ઉપશમાવે તે વખતે થોડો ટાઇમ શાતા હોય છે.
જે સમકિતી નારકીના જીવો હોય છે તે બહુ ઓહા પોહ કરતા નથી તેમજ બીજાને પીડા કરતા નથી પણ સહન કરે છે. તેથી નવા કર્મબંધ જોરદાર રસવાળા બાંધતા નથી. શ્રી જિનનામ કર્મ નિકાચીત કરીને નરકમાં ગયેલા અસંખ્યાતા જીવો હોય છે. તે જીવોને ત્યાં શુભ પુદ્ગલોનો જ આહાર હોય છે.
સમ્યદ્રષ્ટિ નારકીના જીવોને એટલે સમ્યકત્વ પામેલા જીવોને અને નવું પામતા જીવોને ત્રણ જ્ઞાન હોય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે. જ્યારે મિથ્યાદ્રષ્ટિ નારકીના જીવોને મતિઅજ્ઞાન, શ્રત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન રૂપ ત્રણ અજ્ઞાન હોય છે.
જે જીવો સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોમાંથી મરીને નરકમાં ઉત્પન્ન થાય છે. તે જીવોને ઉત્પત્તિના સમયથી જ ત્રણ અજ્ઞાન હોય છે. એટલે વિભંગ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થાય છે. જ્યારે જે જીવો અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તામાંથી નરકમાં ઉત્પન્ન થાય છે. તેઓને અપર્યાપ્તાવસ્થામાં બે અજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ હોય છે. વિભંગ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પર્યાપ્ત થાય પછી જ પેદા થાય છે. માટે અપર્યાપ્તામાં બે અજ્ઞાન, મતિઅજ્ઞાન,શ્રુત અજ્ઞાન ગણાય છે.
- નારકીઓ મરીને સન્ની પર્યાપ્તા તિર્યંચો અને મનુષ્યો એટલે સન્ની પર્યાપ્તા મનુષ્યો થાય છે. તેમાં ૧ થી ૬ નારકીના જીવો મરીને સન્ની પર્યાપ્તા તિર્યચોકે સન્ની પર્યાપ્ત મનુષ્યો થઇ શકે છે. જ્યારે સાતમી નારકીમાંથી મરીને જીવો નિયમાં સન્ની પર્યાપ્તા તિર્યંચો જ થાય છે. મનુષ્ય થતા જ નથી.
તંદુલીયો મચ્છ જે હોય છે. તે મરીને નિયમો સાતમી નારકીમાં જ ઉત્પન્ન થાય છે. તે તંદુલીયા મચ્છનું આયુષ્ય નિયમા એક અંતર્મુહૂર્તનું હોય છે.
ચક્રવર્તી, ચક્રવર્તીની રાજગાદી ઉપર મરણ પામે તો નિયમા નરકમાં જ ઉત્પન્ન થાય છે.
નારકી મરીને નારકી થતાં નથી પણ નારકી મરીને પર્યાપ્તા સન્ની તિર્યંચ થાય અને ત્યાંથી મરીને નારકી થાય. પાછો તિર્યંચ થાય. પાછો નારકી થાય એ રીતે એક હજાર સાગરોપમ સુધી ફરનારા એવા ભારે કર્મી જીવો હોય છે. એવી જ રીતે એક હજાર સાગરોપમ કાળ પૂર્ણ થયે એક ભવ વિકલેન્દ્રિયમાંથી કોઇપણ એકનો કરી પર્યાપ્તા સન્ની તિર્યંચ થઈને પાછો નરકમાં જાય અને એક હજાર સાગરોપમ સુધી તિર્યંચ નારકી કરતાં કરતાં
Page 95 of 234