________________
મનુષ્યભવને પામવા છતાં પણ મનુષ્ય ભવની મહત્તાના અનંતજ્ઞાનીઓએ દ શ 1 વ લ ા હેતુને નહિ સમજી શક્તારા
અજ્ઞાાન મનુષ્યની દુઃખદ દુર્દશાનું દિગદર્શન : એક જ દુઃખ, બીજી વાત નહિ ! :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા, સંસારવર્તિ પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી કર્મવિપાકની જે ગરિષ્ઠતા વર્ણવવા માગે છે તે સહેલાઇથી સમજી શકાય તે આશયથી ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, સંસારની ચારે ગતિની દુઃખદ દશાનું વર્ણન કરતાં નરકગતિ, તિર્યંચગતિ અને મનુષ્યગતિની દુઃખદ દશાનો ખ્યાલ આપ્યો. એ ત્રણેય ગતિની દુઃખદ દશાનો ખ્યાલ આપતાં એ પરમોપકારી પરમર્ષિએ ફરમાવ્યું કે:
૧- નરકગતિની વેદનાઓ તો વચનાતીત છે, ર-તિર્યંચગતિમાં પડેલા આત્માઓ માટે પણ સુખની વાત કરવી એ વ્યર્થ છે અને ૩- મનુષ્યગતિમાં પડેલા આત્માઓ પણ સુખી નથી, કારણ કે-તેઓની ત્રણે અવસ્થાઓ દુઃખથી ભરેલી છે અને એ જીવો જન્મથી આરંભીને મરણ પર્યત રોગોથી રીબાતા અને દોષોથી પરાભવ પામેલાજ રહે છે તથા ક્ષુધા આદિ દુઃખોથી અને દૌર્ભાગ્ય આદિ કારમી વસ્તુઓથી સદાય અસ્વતન્ન હોય છે. અનાર્ય મનુષ્યોની અનાર્યતા :
મનુષ્યગતિની દુર્લભતાના વર્ણન ઉપરથી જેઓ એમ સમજે છે કે- “મનુષ્યો અને દુઃખી એ સંભવેજ નહિ.' તેઓ ખરે જ અજ્ઞાન છે કારણ કે- દુર્લભ મનુષ્યભવને પામવા છતાં પણ આત્માઓને પોતાનાં પૂર્વકૃત કર્મો છોડતાં નથી અને જેઓ “અમે મનુષ્ય છીએ માટે ઉંચાજ છીએ અને એથી અમને તો યથેચ્છપણે વર્તવાનો હક્ક છે' આવું માની યથેચ્છપણે વર્તે છે તેઓની દુ:ખદ દુર્દશાનું દિગ્ગદર્શન કરાવતાં તો કલિકાલસર્વજ્ઞા ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ અનાર્ય મનુષ્યોની અનાર્યતા આદિનો ઘણોજ સુંદર ખ્યાલ કરાવ્યો છે અને આ અવસરે તે ખ્યાલ આપણે પણ ખાસ કરી વિચારી લેવા જેવો છે.
કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસુરીશ્વરજી મહારાજા અનાર્યતાને ત્રણ વિભાગમાં વહેચે છે.
૧. એક અનાર્યતા, અનાર્ય દેશમાં ઉત્પન્ન થવાને લઇને આવે છે કારણકે-અનાર્ય દેશના આચાર અને વિચારજ એવા હોય છે કે ત્યાં ઉત્પન્ન થયેલા મનુષ્યોમાં આર્યતાનો પ્રાયઃ આવિર્ભાવજ ન થાય અને ૨. બીજી અનાર્યતા, આર્યદેશમાં પણ અનાર્ય જાતિમાં ઉત્પન્ન થવાને લઇને આવે છે કારણકે-અનાર્ય જાતિમાં ઉત્પન્ન થવાને લઇને અનાર્ય જાતિનાજ આચાર અને વિચારની ઉપાસનાના યોગે આર્યદેશના યોગે જે આર્યતા આવવી જોઇએ તે પ્રાયઃ આવી શકતી નથી તથા ૩-ત્રીજી અનાર્યતા, આર્ય દેશમાં અને આર્યવંશમાં ઉત્પન્ન થવા છતાં પણ અનાર્ય ચેષ્ટાઓના પ્રતાપે ઉત્પન્ન થાય છે અને તેમાં હેતુ તરીકે અશુભ કર્મનો ઉદયતો અવશ્ય હોય છે તે છતાં પણ મોટે ભાગે તે કુસંસર્ગ અને સ્વછંદવૃત્તિનેજ આભારી હોય છે.
Page 161 of 234