________________
વિકસેન્દ્રિયના ભવો કરી શકે એ રીતે ભમ્યા કરે છે. જીવ વિચાર પુસ્તકમાં વિકલેન્દ્રિયના સંખ્યાતા ભવો સ્વકાય સ્થિતિ કહેલી છે. પણ શ્રી પન્નવણા સૂત્રમાં બે હજાર સાગરોપમ કાળ ત્રસકાય પણાનો કહેલો છે. તેમાં એક હજાર સાગરોપમ પંચેન્દ્રિય પણાનો અને એક હજાર સાગરોપમ વિકસેન્દ્રિયપણાનો કહેલો છે માટે અહીં તે વાત લખેલ છે. વિકલેન્દ્રિય જીવો મરણ પામીને મનુષ્ય પણાને પામે તે મહાવિદેહ ક્ષેત્રમાં પણ પામે તો પણ તે ભવમાં મોક્ષે જઈ શકતા નથી વધારેમાં વધારે પુરૂષાર્થ કરીને છઠ્ઠા ગુણ સ્થાનકને એટલે સંયમના પરિણામને પામી શકે છે પણ આગળના પરિણામને પ્રાપ્ત કરી શકતા નથી. એમ શ્રી પન્નવણા સૂત્રમાં કહેલ છે.
આ વાત બરાબર બેસે પણ છે કારણકે ત્રસપણાની પ્રાપ્તિથી જ જીવોને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ સતેજ થતો હોવાથી પોતાની સંજ્ઞાઓના સંસ્કારો કેટલા દ્રઢ બનાવવાનો પ્રયત્ન કરે છે તેનાથી ખ્યાલ આવી શકે છે અને વાત મજબૂત થાય છે કીડીની વાતમાં જણાવેલ છે.
પંચેન્દ્રિય જીવોનું વર્ણન
આ જીવોના મુખ્ય ચાર પ્રકારો હોય છે. (૧) નારકી (૨) તિર્યંચ (૩) મનુષ્ય (૪) દેવ.
નારકીના જીવોનું વર્ણન
નારકીઓ સાત હોય છે. તે સાતેય નરકમાં ઉત્પન્ન થવા લાયક પર્યાપ્તા હોય છે અને અપર્યાપ્તા પણ હોય છે માટે ૭+૩ = ૧૪ ભેદો નારકીના થાય છે
અહીં અપર્યાપ્ત જીવો જે કહ્યા છે તે અપર્યાપ્તાવસ્થામાં મરણ પામતા નથી પણ એ અવસ્થાને ભોગવે છે એ અર્થમાં અપર્યાપ્તા કહેલા છે. માટે આ અપર્યાપ્તાવસ્થામાં રહેલા જીવોને કરણ અપર્યાપ્તા જીવો કહેવાય
અધોલોકમાં એક એક પછી એક એક નીચેના ભાગમાં સાત પૃથ્વીઓ આવેલી છે. પહેલી રત્નપ્રભા પૃથ્વી. એક લાખ એંશી હજાર યોજન. બીજી શર્કરામભા પૃથ્વી. એક લાખ બત્રીસ હજાર યોજન. ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વી. એક લાખ અઢાવીશ હજાર યોજન. ચોથી પંકપ્રભા પૃથ્વી. એક લાખ વીશ હજાર યોજન. પાંચમી ધૂમપ્રભા પૃથ્વી. એક લાખ અઢાર હજાર યોજન. છઠ્ઠી તમઃ પ્રભા પૃથ્વી. એક લાખ સોળ હજાર યોજન. અને
સાતમી તમસ્તમઃ પ્રભા પૃથ્વી એક લાખ આઠ હજાર યોજન જાડાઇવાળી હોય છે. પહોળાઇમાં પહેલી એક રાજ પહોળી, બીજી બે રાજ પહોળી, ત્રીજી ત્રણ રાજ પહોળી, ચોથી ચાર રાજ પહોળી, પાંચમી પાંચ રાજ પહોળી, છઠ્ઠી છ રાજ પહોળી અને સાતમી સાત રાજ પહોળી હોય છે.
Page 82 of 234