________________
ગતિમાં જાય તે સિધી સપાટીએ બરાબર ત્યાં ઉર્ધ્વલોકમાં ઉપર જ પહોંચી જાય છે. તેવી જ રીતે અધોલોકમાં પહેલી નારકીનો પહેલો સીમંતક નામનો નરકવાસ પીસ્તાલીશ લાખ યોજનની બરાબર સપાટી રૂપે આવેલો છે. આ રીતે પીસ્તાલીશ લાખ યોજનની ત્રણ વસ્તુઓ જગતમાં શાશ્વત રૂપે રહેલી છે. એક લાખ ૭૮ હજાર જાડાઇવાળી પૃથ્વીમાં જે તેર પ્રતરો આવેલા છે તે એક એક ત્રણ-ત્રણ હજાર યોજનવાળા છે. એટલે ૧૩ X ૩ હજાર = ૩૯000 યોજન થયા અને બાર આંતરા જે આવેલા છે તે એક એક પ્રતરના વચલા ભાગમાં આંતરા રૂપે પૃથ્વીનો ભાગ ૧૧૫૮૩ યોજન અને એક યોજનનાં ત્રણ ભાગ કરી તેમાંનો ૧/૩ ભાગ અધિક યોજનના હોય છે એટલે કે એક એક આંતરું એટલા યોજનવાળું હોય છે માટે બાર આંતરાથી ગુણાકાર કરતાં ૧૭૮000 યોજન પૃથ્વી બરાબર થઇ જાય છે. આ તેર પ્રાતરોમાં પહેલી નારકીના નરકાવાસો ત્રીસ લાખ આવેલા છે તેમાં કેટલાક સંખ્યાતા યોજનવાળા હોય છે અને કેટલાક અસંખ્યાતા યોજનવાળા હોય છે જે સંખ્યાતા યોજનવાળા નરકાવાસો છે તેમાં નાનામાં નાનો જંબુદ્વીપના ભરત ક્ષેત્રના માપવાળો એટલે પર૬ યોજન અને ઉપર ૬ કલા અધિક વાળો હોય છે.
જે સંખ્યાતા યોજનવાળા નરકાવાસો હોય છે તેમાં સંખ્યાતા નારકીના જીવો હોય છે. અને જે અસંખ્યાતા યોજનવાળા નરકાવાસો હોય છે તે દરેક નરકાવાસમાં અસંખ્યાતા-અસંખ્યાતા નારકીના જીવો હોય છે. આથી પહેલો સીમંતક નામનો નરકાવાસ મધ્યમાં પીસ્તાલીશ લાખ યોજનના રહેલો છે તેમાં સંખ્યાતા નારકીના જીવો હોય છે. એક નરકાવાસ થી બીજા નરકાવાસનું આંતરું કેટલાક સંખ્યાતા યોજના અંતરે રહેલા હોય છે. કેટલાક અસંખ્યાતા યોજનાના આંતરે રહેલા હોય છે. કોઇ નિશ્ચિત માપરૂપે તેનું આંતરૂં હોતું નથી.
નારકીઓનો ઉપપાત (જન્મ) કુંભમાં થાય છે શરીર વૈકીય હોય છે.
વેદના પરમાધામી કૃત પહેલી ત્રણ નરક સુધી મતાંતરે ચાર નારકી સુધી હોય છે. પરસ્પર સંબંધી વેદના બે પ્રકારે છે. પહેલી શસ્ત્ર સંબંધી એ પાંચ નારકી સુધી હોય છે અને બીજી શરીર સંબંધી પરસ્પર વેદના છ નારકી સુધી હોય છે મતાંતરે સાતમી નારકીમાં પણ હોય છે. ક્ષેત્ર વેદના સાતે નારકીમાં હોય છે પણ પહેલી નારકી કરતાં બીજી નારકીમાં તીવ્ર વેદના ત્રીજી નારકીમાં તેનાથી તીવ્ર વેદના એમ દરેકમાં તીવ્ર તીવ્રરૂપે વેદના હોય છે.
બંધન રૂપ વેદના- પ્રત્યેક ક્ષણે થતું આહારાદિક પુદ્ગલોનું એટલે જુદા જુદા ઘણી જાતનાં પુદ્ગલોના પ્રકારનું બંધન હોય છે. તે જાજવલ્યમાન અગ્નિથી પણ અત્યંત ભયંકર (દારૂણ) હોય છે. ૨.ગતિ- રાસલ = ગધેડો અને ઉંટથી પણ અત્યંત ખરાબ અને તપાવેલા લોખંડ ઉપર પગ મુકીએ તેથી પણ અતિ દુઃખ દાયક ૩. સંસ્થાન = આકાર પાંચ કપાયેલા અંડજ પક્ષીથી પણ ખરાબ આકાર હોય છે. ૪. ભેદ- કુંભી આદિમાંથી શરીરના પુદ્ગલોને ખેંચવાનું છૂટા પડવાનું એટલે છૂટા પાડવાનું શસ્ત્રથી ખેંચે તેનાથી પણ અતિ દુઃખદાયક રૂપે હોય છે.
Page 84 of 234