________________
અનંતા જીવો ચ્યવી પ્રત્યેક બની જાય છે. જ્યાં જ્યાં લીલફુગ ઉત્પન્ન થતી હોય તે બધા સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. એક પર્યાપ્તા નિગોદના જીવોની અવગાહનામાં બાદર અપર્યાપ્તા નિગોદના જીવો અનંતા અનંતા રહેલા
હોય છે.
લીલફુગ પાંચ વર્ણવાળી હોય છે. (૧) કાળા વર્ણવાળી (૨) લીલા વર્ણવાળી (૩) પીળા વર્ણવાળી (૪) લાલ વર્ણવાળી અને (૫) શ્વેત એટલે સફેદ વણવાળી હોય છે.
આજના વૈજ્ઞાનિકોએ લીલફુગની પચાસ હજાર જાતો શોધેલી છે અને પછી લખ્યું આના સિવાયની બીજી અનેક જાતો રહેલી છે. જે વાત આપણા તીર્થંકર પરમાત્માઓ, કેવલી ભગવંતો અનંતાકાળથી એક જ વાત રૂપે આ બધું કહી ગયા છે તેના ઉપર વિશ્વાસ નથી આવતો અને આજના વૈજ્ઞાનિકો ઘોર હિંસાઓ કરીને પ્રયોગો કરીને શોધ કરે તેના ઉપર વિશ્વાસ પેદા થાય છે ! આના ઉપરથી આપના તીર્થંકર પરમાત્માઓ અને શાસ્ત્રો ઉપર બહુમાન ભાવ પેદા થવો જોઇએ એજ ખાસ જરૂરનું છે.
(૧) કાળા વર્ણવાળી લીલફુગ- બગડી ગયેલી પાકી કેરીમાં કાળા ડાઘ પડેલા હોય છે. ગોળાકારે તે કાળી લીલફુગ કહેવાય છે તેમાં અનંતકાય જીવોત્પત્તિ ચાલુ થઇ ગયેલી હોવાથી તે કેરીનો એટલો ભાગ કાપીને નાંખી દઇને પણ બાકીનો ભાગ ઉપયોગમાં લેવાય નહિ. આગળના કાળમાં ઘરમાં વચમાં સિકા લટકાવેલા હતા તેમાં મુકી દેવાની કે જેથી કોઇ બગાડે નહિ અને એ જીવોને આહાર જ્યાં સુધી મલશે ત્યાં સુધી તેમાં ઉત્પન્ન થઇને સંપૂર્ણ આહાર પૂર્ણ ક૨શે માટે જયણા પાળવા એ રીતે ઉપયોગ થતો હતો. હવે આજે તો આ બધી બાબતોનો વિચાર જ કોણ કરે છે ? એટલો ભાગ કાપી ગમે ત્યાં નાંખી બાકી બીજા ભાગનો ઉપયોગ કરી લે છે પાપનો ડર જેવું કાંઇ રહ્યું જ નથી પણ અજ્ઞાન જીવો આ બાબતમાં કાંઇ જાણતા જ નથી તો શું કરે ? એવી રીતે બગડી ગયેલી મીઠાઇઓમાં કાળી કાળી લીલફુગ થઇ જાય છે.
(૨) લીલાવર્ણવાળી લીલફુગ- પાણીમાં થાય છે તે સવારના બહાર નીકળતા તળાવ પાસેથી કે નદી પાસેથી જતાં તે પાણી ઉપર લીલી જાણે ચાદર પાથરેલી હોય તે રીતે લીલી વનસ્પતિ પથરાયેલી હોય છે તે લીલી એટલે લીલા વર્ણવાળી લીલફુગ છે તેવીજ રીતે પાણી મુકવાના સ્થાનોમાં ચોકડીઓમાં ઘરના આંગણામાં બરાબર સાફ સફાઇ કરવામાં ન આવે તો આ લીલફુગ ઝટ થઇ જાય છે માટે ગૃહસ્થોએ આ ઉત્પન્ન ન થાય તેની ખાસ કાળજી રાખવી જોઇઅ.
(૩) પીળા વર્ણવાળી ફુગ- ચોમાસામાં દિવાલ ઉપર પાણી પડે, અગાસીના ધોળા ઉપર પાણી પડે તો તેનાથી પીળી છારી થઇ જાય છે અને પછી કાળી છારી થઇ જાય તેમજ સફેદ મીઠાઇઓમાં ધ્યાન રાખવામાં ન આવે તો પીળા વર્ણવાળી ફુગ થઇ જાય છે ને તે અનંતકાય હોય છે.
(૪) લાલ વર્ણવાળી ફગ- બગડી ગયેલા ઘીમાં લાલ વર્ણવાળાં ઝીણાં ઝીણાં કણ પેદા થઇ જાય છે ઘરમાં વાપરવા માટે પાટુડીમાં ઘી કાઢેલ હોય અને રોજ તેમાં રાખેલા લૂગડાથી રોટલી રોટલા ઉપર લગાડતા હોય તેના મિશ્રણથી અને બધાયને બહાર જવાનું થાય તો તે પાટુડીમાં રહેવું ઘી એવું ને એવું પડ્યું રહે આવીને જૂએ તો લાલ કણ પેદા થયેલા હોય અથવા ઘીના ડબ્બામાં પણ આવું બને છે માટે તેની કાળજી રાખી ઉપયોગ
Page 46 of 234